________________
૧૪૬
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય બતાવે. મન પણ પુષ્ટિ બતાવે. બુદ્ધિ અને હેલ્પ કરે. તમને એકલાને ફેંકી દે.
પ્રશ્નકર્તા : મનનું સાંભળવા માંડ્યું, ત્યાંથી પોતાનું ચલણ જ ગયું ને ?
દાદાશ્રી : મનનું સંભળાય જ નહીં. પોતે આત્મા-ચેતન, મન છે તે નિશ્ચેતન-ચેતન, જેને બિલકુલ ચેતન છે નહીં. કહેવા માત્રનું, વ્યવહાર ખાતર જ ચેતન કહેવાય છે.
એ તો ત્રણ દહાડા મન પાછળ પડ્યું હોય તો તમે તે ઘડીએ “ચાલ, હંડ ત્યારે કહો ને ! તારે કોઈ દહાડો મન પાછળ પડેલું ? એવું કરવું પડેલું કશું ? પહેલું ના કહું, ના કહું, પછી મન બહુ પાછળ પડ પડ કરે એટલે કરે તું ?
પ્રશ્નકર્તા: હા, બનેલું.
દાદાશ્રી : એનું શું કારણ ? મન બહુ “કહે કહે' કરે એટલે પછી તે રૂપ થઈ જાય. એટલે ચેતતા રહેજો. તમારા અભિપ્રાયને મન તમારું ખાઈ ના જવું જોઈએ. અભિપ્રાયમાં રહી અને જે જે કામ કરતું હોય, તે આપણને એક્સેપ્ટ છે. તમારા સિદ્ધાંતને તોડતું ન જ હોવું જોઈએ. કારણ કે ‘તમે’ સ્વતંત્ર થયા છો, જ્ઞાન લઈને. પહેલાં તો મનના આધીન જ હતા ‘તમે’. ‘મનકા ચલતા તન ચલે ! જ હતું ને !
પ્રશ્નકર્તા : એટલે બ્રહ્મચર્યનો સિદ્ધાંત એ બહુ મોટી વસ્તુ અને અનિવાર્ય વસ્તુ છે. - દાદાશ્રી : એટલી જ વસ્તુ ને ! ત્યારે મોટામાં મોટી વસ્તુ એ છે ને ! એ પુરુષાર્થ કરવા માટેની વસ્તુ છે.
ચાલો, સિદ્ધાંત પ્રમાણે અત્યારે તો તમારું મન તમને ‘પૈણવા જેવું છે નહીં, પૈણવામાં બહુ દુઃખ છે' એવું હેલ્પ કરે. આ સિદ્ધાંત બતાડનારું તમારું મન પહેલું. આ જ્ઞાનથી તમે સિદ્ધાંત નથી નક્કી કર્યો, આ તમારા મનથી નક્કી કર્યો છે.
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૪૭ ‘મને’ તમને સિદ્ધાંત બતાવ્યો કે “આમ કરો.”
પ્રશ્નકર્તા : બ્રહ્મચર્ય પાળવાનો સિદ્ધાંત મન બતાડે છે, એમ આ વિષય સંબંધીનું પણ મન જ બતાડે ?
દાદાશ્રી : એનો ટાઈમ આવશે ત્યારે પછી છ-છ મહિના, બારબાર મહિના સુધી એ બતાવ બતાવ કરશે.
પ્રશ્નકર્તા : એ પણ મન જ ?
દાદાશ્રી : હા. સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ બધાં ભેગાં થાય ત્યારે. હું આ બધાને કહું છું કે મનના કહ્યા પ્રમાણે શું ચાલો છો ? મન મારી નાખશે.
તમે જે બ્રહ્મચર્યનો નિયમ લીધો, તે ય મનના કહ્યા પ્રમાણે જ કરેલું છે આ. આ છે તે જ્ઞાનથી સિદ્ધાંત નક્કી નથી કર્યો. “મને” એમ કહ્યું કે, આમાં શું મઝા છે ? આ લોકો પરણીને દુ:ખી છે. આમ છે, તેમ છે, એમ ‘મને' જે દલીલ કરી, એ દલીલ તમે એક્સેપ્ટ કરીને તમે સ્વીકાર કર્યો.
પ્રશ્નકર્તા : તો જ્ઞાન કરીને આ સિદ્ધાંત પકડાયો નથી હજુ ?
દાદાશ્રી : જ્ઞાન કરીને શાનો પકડાયો ? આ તો હજુ મનની દલીલ ઉપર ચાલ્યું. હવે જ્ઞાન તમને મળ્યું છે, તે હવે જ્ઞાનથી એ દલીલને તોડી નાખો. એનું ચલણ જ બંધ કરી દો. કારણ કે દુનિયામાં આત્મજ્ઞાન એકલું જ એવું છે કે જે મનને વશ કરી શકે. મનને દબાવી રાખવાનું નહીં. મનને વશ કરવાનું છે. વશ એટલે જીતવાનું. આપણે બેઉ કચ કચ કરીએ, તેમાં જીતે કોણ ? તને સમજાવીને હું જીતું. તો તું પછી ત્રાસ ના આપું ને ? અને સમજાવ્યા વગર જીતું તો ?
પ્રશ્નકર્તા : સમાધાન થાય તો મન કશું ના બોલે.
દાદાશ્રી : હા. સમાધાની વલણ જોઈએ. તમને આ બ્રહ્મચર્યનું કોણે શીખવાડેલું? બ્રહ્મચર્યને આ લોકો શું સમજે ? આ તો એમ સમજી ગયેલો કે “આ ઘરમાં ઝઘડા છે, તેથી પૈણવામાં મઝા નથી. હવે એકલા પડી રહ્યા