________________
૧૪૨
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય એવું કહે તો એવું કરવું?
પ્રશ્નકર્તા : દાદા કહે એવું કરું.
દાદાશ્રી : અમે કંઈ તારું અહિત કરીએ? તમે તમારી જાતનું અહિત કરો પણ અમારાથી થાય નહીં ને ? અમારા ટચમાં આવ્યા એટલે તમારું હિત જ કરવા માટે અમે બધી દવા આપી ચૂકીએ. છતાં ય મન ના સુધરે, તો પછી એ એનો હિસાબ. બધા પ્રકારની દવાઓ આપીએ અને દવાઓ તો બધું મટી જાય એવી આપીએ. છતાં ય પોતે જો આડો હોય તો પીવે જ નહીં ને !
પ્રશ્નકર્તા: નાક દબાવીને રેડી દેજો.
દાદાશ્રી : નાક કોણ દબાવે ? આ કંઈ નાક દબાવવાથી નથી થાય એવું.
તું કહેતો ન હતો કે મને સ્કૂલમાં જવાનું નથી ગમતું. નિશ્ચય તો હોવો જોઈએ ને કે મારે સ્કૂલ પૂરી કરવી છે. પછી આમ કરવું છે, તેમ કરવું છે. પછી બધાંની જોડે કાયમ સંગમાં રહેવું છે. બ્રહ્મચર્ય પાળવું છે. એવી આપણી યોજના હોય. આ તો વગર યોજનાએ જીવન જીવવું, એનો શો અર્થ ?
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૪૩ નભાવી શકાય ! બીજાં કર્મો છોડે જ નહીં ને ?
પ્રશ્નકર્તા : અમને આ લગ્નવાળું કર્મ પાછળ ના પડે ?
દાદાશ્રી : બહુ ચીકણું હોય તો પાછળ પડે. અને તે ચીકણું હોય તો આપણને પહેલેથી ખબર પડે. એની ગંધ આવી જાય. પણ એ તો જ્ઞાનથી રાગે પડી જાય. આપણું આ જ્ઞાન એવું છે કે એ કર્મને પતાવી શકે. પણ આ બીજાં કર્મો તો ના પડે ને !
આ તો પેલા નાનાં નાનાં છોકરાઓએ નક્કી કર્યું છે ને કે “અમારે પૈણવું નથી.” એના જેવી વાતો. કેટલુંક સમજ્યા વગર હાંકયે રાખે. નહીં પણો તેનો વાંધો નથી. ‘વ્યવસ્થિત'માં હોય અને ના પૈણે તો અમને વાંધો નથી. પણ ‘વ્યવસ્થિત’માં ના હોય અને પાછળ મોટી ઉંમરે બુમાબુમ કરે કે હું પૈણ્યા વગર રહી ગયો, તો કોણ કન્યા આપે ? પેલો છે તે બ્રહ્મચર્ય પાળી શકે. કારણ કે એ મનનું માનતો જ નથી. બિલકુલે ય નહીં ને ! મનનું કશું ય માનવું ના જોઈએ. આપણો અભિપ્રાય જ માનવાનો ને મનનું થોડુંક માનીએ એટલે બીજી વખત ચઢી બેસે પછી તો.
પ્રશ્નકર્તા : મન બતાવે કે સત્સંગમાં બેસવું છે તો ?
દાદાશ્રી : એ આપણને અભિપ્રાય રહ્યા જ કરતો હોય તો કરવું. આપણા અભિપ્રાયમાં હોય તો કરવું. અભિપ્રાય ના હોય તો નહીં.
પ્રશ્નકર્તા : મારું મન આવું બધું બતાવે કે સત્સંગમાં બેસવું છે, દાદા પાસે જવું છે.
પ્રશ્નકર્તા : કૉલેજમાં જવાનું તો, મને પણ નથી ગમતું.
દાદાશ્રી : કૉલેજમાં જવું જ પડે ને ! બધાના મનનું સમાધાન કરવું જ જોઈએ ને ? ફાધર-મધર, એમના મનનું સમાધાન કરીને મોક્ષે જવાનું. નહીં તો તું શી રીતે મોક્ષે જઉં ? એમ ઘરમાંથી બળવો કરીને નાસી ગયા એટલે થઈ ગયું ?! તો કંઈ મોક્ષ થઈ જાય ? એટલે તરછોડ ના વાગવી જોઈએ.
પ્રશ્નકર્તા : આ બ્રહ્મચર્યની બાબતમાં કર્મનો સિદ્ધાંત એવો ખરો ?
દાદાશ્રી : બ્રહ્મચર્ય એકલું તમે નભાવી શકો. આ કોઈએ નક્કી કર્યું હોય કે નથી પૈણવું, તો નભાવી શકો. આપણું જ્ઞાન એવું છે, તો
દાદાશ્રી : મારું કહેવાનું કે આપણા અભિપ્રાય પ્રમાણે જો મન થતું હોય તો આપણને એક્સેપ્ટ છે.
પ્રશ્નકર્તા: મારે એ તો છે જ અંદર કે જ્ઞાની પુરુષના સત્સંગમાં જ પડી રહેવું છે.
દાદાશ્રી : એ બધું ખરું. એ અભિપ્રાયવાળું મન થઈ જાય તો સારું, પણ મન જ્યારે સામું પડશે, તે ઘડીએ તને ડુબાડી દેશે.