________________
૧૩૪
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય વગરનાં મન. પોતાના સેન્ટરમાં જ ઊભું રહ્યું નથી. મનના કહ્યા પ્રમાણે તો ચાલો છો હજુ. આ ‘નથી નાસી જવું, નથી નાસી જવું’, એ કહેવા પૂરતું જ. પણ હજુ તો શું ય કરશો ? એ તો કોણ સ્ટ્રોંગ માણસ કહેવાય કે જે કોઈનું ય માને નહીં. મનનું કે બુદ્ધિનું કે અહંકારનું કે કોઈ ભગવાન આવે, તેનું ય ના માને. તમારું તે શું ગજું ? તું મને કહેતો હતો કે, ‘સ્મશાનમાં જાઉં તો મન વાંધો નથી ઉઠાવતું' પણ બીજે ક્યાંક મન વાંધો ઊઠાવે કે ત્યાં નહીં જવાનું, તો ના જાય !
પ્રશ્નકર્તા : પોતે અહીંયા દાદા પાસે આવીને જે નિશ્ચય કર્યો છે, એ બાબતમાં મનનું કોઈ દિવસ સાંભળ્યું નથી.
દાદાશ્રી : એમ ? સવળું મન બોલે ખરું ? પ્રશ્નકર્તા : હા, સવળું બોલે છે.
દાદાશ્રી : અવળું બોલ્યું નથી એટલે. થોડુંઘણું અવળું બોલે, તેને તમે ગાંઠો નહીં. પણ સાત દહાડા સુધી તમને છોડે નહીં અને એ પાછું મહીં કહેશે, ‘આ જ્ઞાન બધું મળી ગયું છે, હવે વાંધો નથી, લોકોમાં આપણી વેલ્યૂ બહુ ખૂબ છે. આમ છે, તેમ છે.' બધું સમજાવી કરી ચલાવે આપણને !
પ્રશ્નકર્તા : એવું ના થાય હવે.
દાદાશ્રી : તેથી અમે આ તમને પાછળ બહુ નુકસાન ના થાય એટલા સારું તમને ચેતવીને કહીએ કે આમાં ‘મનકા ચલતા’ છોડી દો છાનામાનાં, તમારા સ્વતંત્ર નિશ્ચયથી જીવો. મનની જરૂર હોય તો આપણે લેવું અને જરૂર ના હોય તો થયું, બાજુએ રાખો એને. પણ આ મન તો પંદર પંદર દહાડા સુધી ફેરવીને પછી પૈણાવે. મોટા મોટા સંતો ય ભડકી ગયેલા, તો તમારું તો શું ગજું ?
ધ્યેયતો જ તિશ્ચય !
બ્રહ્મચારી થવાનો તારો નિશ્ચય છે આ તો ! પણ આ તો મનના કહેવા પ્રમાણે તું બધું કરે છે. એટલે તારું બધું છે જ ક્યાં ? એ તો તારા
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૩૫
‘મને’ કહ્યું હતું, એ પ્રમાણે આ પૈણવામાં મઝા નથી. તે આવું બધું તારા ‘મને’ તને કહ્યું હતું ને તેં એક્સેપ્ટ કર્યું હતું.
પ્રશ્નકર્તા : હવે નિશ્ચય થયોને પણ ?
દાદાશ્રી : હવે નિશ્ચય તારો. જો એને તું નક્કી કરે કે હવે આ મારો નિશ્ચય. પછી મનને કહી દઈએ કે ‘હવે જો તું આડું કરશે, તો તારી વાત તું જાણું !' હવે તો આપણા સિદ્ધાંત તરીકે સ્વીકારીએ, એટલે આપણો જ કહેવાય એ નિશ્ચય.
પ્રશ્નકર્તા : સિદ્ધાંત તરીકે સ્વીકાર્યા પછી ‘આપણો', નહીં તો ‘મન’નો ?
દાદાશ્રી : તો બીજા કોનો ? એનો જ છે. ‘આપણું’ ક્યાં છે અહીં આ મિલકતમાં ? જે આપણી મિલકત હતી, તે દબાવી પાડી છે. ને તે ય આપણી ભાડાની ઓરડીમાં રહે છે. તે ય ચોરી કરે છે પાછો ઉપરથી ને ?
કો’કના ઘર ઉપરથી નિળયાનો ટુકડો પડે ને તો વાગે તો ય કશું ના બોલો. કારણ કે ત્યાં મન કહે છે કે ‘કોને કહીશું આપણે ?” એ તો એનું મન શીખવાડે છે, એ પ્રમાણે એ બોલે છે. આપણે અત્યારે સિદ્ધાંત છે, એ પ્રમાણે મન ચાલવું જોઈએ. મનનું કહ્યું ના માનવું. સામાયિકમાં ચલણ, મતતું !
પ્રશ્નકર્તા : સામાયિકમાં બેસવું ના ગમે. ગુલ્લી મારવાનું મન થઈ
જાય.
દાદાશ્રી : મન બૂમો પાડે પણ તારે શી લેવા-દેવા ? તારા સિદ્ધાંતની વિરુદ્ધ ચાલે છે ? ચાલે છે, તો ચલણ એનું છે હજુ ય. એ ના કહે તો આપણે શું ? એ તો સામાયિક જ ના કરવા દે.
પ્રશ્નકર્તા : પહેલાં શરૂઆતમાં હું બે-એક વર્ષ રેગ્યુલર સામાયિક કરતો હતો. એ મને ગમતું હતું ત્યારે.
દાદાશ્રી : તે તું ‘ગમતું-નાગમતું' એ જ માર્ગે છે ને ? પાછો કહે