________________
૧૩૧
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
પ્રશ્નકર્તા થઈ જવું જોઈએ કે કરી નાખવું જોઈએ ?
દાદાશ્રી : થઈ જવું જોઈએ. આ માર્ગ એવો છે કે તમારે ખાલી કરવાનું નહીં રહે. એની મેળે ખાલી થયા કરે. અમારી આજ્ઞામાં રહો એટલે ખાલી થયા કરે.
નહીં તો મત પડે લપટું ! પ્રશ્નકર્તા: આપણે નિયમ ગોઠવ્યો હોય કે બે જ રોટલી ખાવી છે. પછી મનના કહ્યા પ્રમાણે ચાલીએ, તો એ નિયમ તૂટી જાય એવું બને ને ?
દાદાશ્રી : મનના કહ્યા પ્રમાણે ચલાય જ નહીં. મનનું કહ્યું જો આપણા જ્ઞાન પ્રમાણે ચાલતું હોય, તો એટલું એડજસ્ટ (ગોઠવણી) કરી લેવાય. આપણા જ્ઞાનની વિરુદ્ધ ચાલે તો બંધ કરી દેવાય.
પ્રશ્નકર્તા : એટલે મનના કહ્યા પ્રમાણે ચાલે, તો નિયમ તૂટે એવું ખરું ને ?
દાદાશ્રી : રહ્યો જ ક્યાં તે નિયમ ? કો'કનામાં ડહાપણ વાપરવું વચ્ચે તે. પણ આપણે તો જ્ઞાન પ્રમાણે ચાલવું છે. છતાં મન પણ નિયમવાળું છે. એનાથી તો આ જગતના લોકો બહુ સારી રીતે રહી શકે છે.
ત ચલાય, મતતા કહ્યા પ્રમાણે !
જ્ઞાતથી કરો સ્વચ્છ મત ! દાદાશ્રી : મને બગડે છે હજુ ? પ્રશ્નકર્તા : બગડે છે.
દાદાશ્રી : તારી દુકાનમાં માલ હોય ત્યાં સુધી બગડે. પણ હવે માલ હશે તે પછી ધોઈ નાખો એને. ધોઈને ચોખ્ખો કરો કે ના કરો ?
પ્રશ્નકર્તા : હા, કરું.
પ્રશ્નકર્તા : અજ્ઞાનતા હોય તો પણ નિયમ નક્કી કરે તો એક્કેક્ટ (બરાબર) એ પ્રમાણે ચાલ્યા કરે ને ?
દાદાશ્રી : એ નક્કી કરે કે મારે નિયમથી જ ચાલવું છે, એટલે નિયમથી જ ચાલે. પછી બુદ્ધિ ડખલ કરે તો એવું થઈ જાય છે. ગાડી નિયમમાં ના હોય તો શું થાય ?
પ્રશ્નકર્તા : હા. વ્યવહાર ચુંથાઈ જાય બધો.
દાદાશ્રી : એટલે સ્વસ્થ જીવન. મન પણ બગડે નહીં ક્યારેય ! દેહ તો બગડે જ નહીં પણ મન પણ બગડે નહીં અને બગડે તો તરત જ ધો ધો કરીને સાફ કરીને ઈસ્ત્રી કરીને ઊંચું મૂકી દેવું.
જ્યાં જ્ઞાન છે, ત્યાં સંસારનો એક વિચાર ન આવવો જોઈએ. અમને સંસારનો એક વિચાર નથી આવતો. અને સ્ત્રીનો, આ બધી સ્ત્રીઓ બેઠી છે પણ અમને સ્ત્રીસંબંધી વિચાર નથી આવતો. એટલે બધું ખાલી થઈ જવું જોઈએ.
દાદાશ્રી : અમારું મન ઘણું ય કહે કે આ ખાવ, આ ખાવ, પણ નહીં. નહીં તો મન લપટું પડી જાય. વાર ના લાગે. અને લપટો પડી ગયો તેને આખો દહાડો કકળાટ હોય. દયાજનક સ્થિતિ ! ‘તું' તો ચંદ્રેશને રડાવનારો માણસ. ‘તું' કંઈ જેવો તેવો માણસ છું ? એ પછી આ મન