________________
૧૩૨
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય તો એનું ચંદ્રશનું, આપણે શું લેવાદેવા ? હવે આપણે શુદ્ધાત્મા.
પ્રશ્નકર્તા : ચોક્કસ.
દાદાશ્રી : મન એ ચંદ્રશનું. એ મનના કહ્યા પ્રમાણે, આપણે નહીં ચાલવાનું. મનના કહ્યા પ્રમાણે ચાલેને, એનું બ્રહ્મચર્ય ટકે નહીં, કશું ય ટકે નહીં. ઊલટું અબ્રહ્મચર્ય થાય. મનને ને આપણે શું લેવાદેવા ?
હવે કો'કના દાગીના પડ્યા હોય, મન કહે કે કોઈ છે નહીં, લઈ લો ને. પણ આપણે સમજવું જોઈએ. પોતાનું ચલણ ના રહે, તો મન ચઢી બેસે.
પ્રશ્નકર્તા : પોતાને સમજાય ખરું કે આ બે કલાક નકામા જતા
રહ્યા,
દાદાશ્રી : જતા રહ્યા, એ જુદી વસ્તુ છે. એ તો અજાગૃતિને કારણે. પણ તો ય મન ચઢી બેસે નહીં.
વિરોધીતા પક્ષકાર !(?). પ્રશ્નકર્તા ઃ એક વાર જ્યારે અમે સત્સંગમાંથી ઊઠીને બહાર ચા પીવા ગયેલા ત્યારે આપે કહેલું કે બીજી બધી બાબતમાં આવું છૂટું રાખવું અને એક તમારે બ્રહ્મચર્યની બાબતમાં જ મનનું ના માનવું.
દાદાશ્રી : ને બીજી બાબતમાં માનવું ? એટલે તમને ટેસ્ટ પડતો હોય તો માનો ને ! મારે શું વાંધો છે ? એ તો બ્રહ્મચર્યમાં માનશો તો ય મારે વાંધો નથી.
આ તો બ્રહ્મચર્ય ઉપર તમે સ્ટ્રોંગ (દ્રઢ) રહો, એટલા માટે આમ કહેવા માગું છું. બેયને નુકસાન ન કરે, એવા હેતુથી એવું બોલેલો. તેથી કરીને બીજા ઉપર તમે એમ કહો કે મનનું બીજું નિરાંતે માનજો. તમારું કામ થઈ ગયું (!) શું કાઢશો આમાં ? કેવી વકીલાત કરો છો ?
પ્રશ્નકર્તા : પોતાની લૉ-બુક (કાયદાપોથી)માં લઈ જવાય છે ! દાદાશ્રી : લૉ-બુક તો એની એ જ. આ પક્ષકાર કેવા માણસ છે?
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૩૩ વિરોધીના પક્ષકાર ! હવે ડાહ્યા થઈ જાવ. નહીં તો નહીં ચાલે આ દુનિયામાં.
મત ચલાવે માંહરા લગી... જુઓ ને ચારસો વર્ષ ઉપર કબીરે કહ્યું, કેવો એ ડાહ્યો માણસ ! કહે છે, “મનકા ચલતા તન ચલે, તાકા સર્વસ્વ જાય.' ડાહ્યો નહીં કબીરો ? અને આ તો મનના કહ્યા પ્રમાણે ચાલ્યા કરે. મને કહે કે “આને પૈણો.” તો પૈણી જવું ?
પ્રશ્નકર્તા : ના. એવું ના થાય.
દાદાશ્રી : તે હજુ તો બોલશે. એવું બોલશે તે ઘડીએ શું કરશો તમે ? બ્રહ્મચર્ય વ્રત પાળવું હોય તો સ્ટ્રોંગ રહેવું પડે. મન તો એવું ય બોલે અને તમને હઉ બોલાવશે. તેથી હું કહેતો હતો ને કે કાલે સવારે તમે નાસી હઉ જશો. એનું શું કારણ ? મનના કહ્યા પ્રમાણે ચાલનારાનો ભરોસો જ શું ? કારણ કે તમારું પોતાનું જ ચલણ નથી. પોતાના ચલણવાળો એવું ના કરે.
તેથી હું તમને કહેતો હતો કે મહીં મને કહેશે, ‘હજુ તો આ છોડી સરસ છે, ને હવે વાંધો નથી. આ દાદાજીનું આત્મજ્ઞાન મળી ગયું આપણને. હવે કશું રહ્યું નથી. પેલાએ શાદી કરી છે, હવે ખાસ પૂરાવામાં કંઈ ખૂટતું નથી. ચાલો ને, આ હવે આમાં ક્યાં ભૂલ થઈ ગઈ પાછી ?! પાછો ફાધરનો આશીર્વાદ વરસશે.’ એવું નહીં કહેશે અને જો તું ભૂલો પડીશ તો તે ઢેડફજેતો કરશે. અમે તો તમને કહીએ કે નાસી જશો. ત્યારે તું કહે, ‘નાસીને અમે ક્યાં જઈએ ?” પણ શેના આધારે નાસ્યા વગર નહીં રહો તમે ? કારણ કે મનના કહ્યા પ્રમાણે તમે ચાલો છો.
પ્રશ્નકર્તા: હવે અમે અહીંથી ક્યાંય નાસી ના જઈએ.
દાદાશ્રી : અરે, પણ મનના કહ્યા પ્રમાણે ચાલનારો માણસ અહીંથી ના જાય, એ કઈ ગેરન્ટીના આધારે ? અરે, લો, હું તને બે દહાડા જરા પાણી હલાવું. અરે, છબછબિયાં કરું ને, તો પરમ દહાડે જ તું જતો રહે ! એ તો તને ખબર જ નથી. તમારા મનનાં શું ઠેકાણાં ? બિલકુલ ઠેકાણા