________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૧૯ પ્રશ્નકર્તા : પણ હજી ઘણી જરૂર છે. હવે બધું જલ્દી ખાલી થાય એવું કંઈક કરી આપો એમ.
દાદાશ્રી : એવું છે ને જલ્દી ખાલી થવું, એટલે આ દેહ ખલાસ
થવો.
૧૧૮
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય જશે. આપણા મહાત્માઓને તો પચી જાય. પણ પેલી (બ્રહ્મચર્યની)ચોપડી એકેકી રાખવી પડે જોડે, તું નથી રાખતો ?
પ્રશ્નકર્તા: રાખું છું.
દાદાશ્રી : વાંચું છું ને પછી ? થોડું થોડું વાંચવું પડે. એટલે વાંચે ત્યારે મન જે બહુ કૂદાકૂદ કરતું હતું, તે ટાટું થઈ જાય. તારે તો બહુ ફક્કડ રહે છે ને ?
પ્રશ્નકર્તા : સરસ. એ ચોપડી હેલ્પ કરે થોડી, પણ આ વિજ્ઞાન તો એકદમ જ છુટું જ રાખે.
દાદાશ્રી : આ વિજ્ઞાનની વાત જુદી, આ વિજ્ઞાનની વાત જ ક્યાં થાય !
પ્રશ્નકર્તા : એટલે એ ચોપડીની હેલ્પ લઈએ ને, પણ વિજ્ઞાન પર વધારે જોર રાખીએ છીએ અમે..
દાદાશ્રી : વિજ્ઞાન તો બહુ કામ કરે. પ્રશ્નકર્તા એ ગમે તેવા સંજોગ આવે, એ પેલી ચોપડીમાં ના હોય.
દાદાશ્રી : તારું ગાડું રાગે પડી ગયું છે હવે. પહેલાં તો મને લાગતું હતું, કે આ સ્ત્રી થઈ જશે. પણ પછી બહુ ટકોર મારી. ત્યારે શું કરું ? મેં કહ્યું, ‘આવતા ભવ છે તે કપડાં પહેરવા પડશે સ્ત્રીના, સાડી- બ્લાઉઝ.” ત્યારે શું કહું ?! હવે બધું નીકળી ગયું. મોઢાં પર જોઈ લઈએને અમે ! એના વિચાર-બિચારો બધા દેખાઈ જાય અમને. એ સ્ત્રીનાં કપડાં સારા લાગતાં હશે પહેરવાનાં ? વિષય જોઈએ એટલે સ્ત્રીના કપડાં લાવવાં જ પડે ને પછી ?
પ્રશ્નકર્તા : તમે અમારી સંભાળ પહેલેથી જ બહુ રાખી છે.
દાદાશ્રી : એ તો રાખવી જ પડે ને ! હવે સંભાળ રાખવા જેવા નથી, હવે એ ચાલ્યા કરે. એટલે હવે બીજાને પકડીએ. જે કાચું હોય, તેને પકડીએ.
પ્રશ્નકર્તા: એટલે આ જે બધો, વિષયો ને કપટનો, જે માલ ભર્યો છે એ બધો માલ ખાલી કરવો છે.
દાદાશ્રી : ઓહોહો વિષયનો ! વિષયનું ખાલી કરવું છે ખરું ! પણ એને ટાઈમ ખાલી કરું તો ય વાંધો શો છે પણ ?
પ્રશ્નકર્તા : એ ખૂંચે છે મહીં.
દાદાશ્રી : એ માલ ફૂટે, તેમાં તને શું વાંધો ? ખૂંચે, તું એ બાજુ સૂઈ જઉં ત્યારે. આ બાજુ સૂઈ જઈએ, આપણા મહીં સૂઈ જઈએ તો ! ‘સ્ત્રી'ના પલંગમાં સૂઈ જઈએ ત્યારે ખૂંચે ને ! ‘આપણા’ પલંગમાં સૂઈ જઈએ તો આપણને પછી કોણ ખૂંચે ? બહુ ખેંચે છે ? તો પછી પૈણી નાખ.
પ્રશ્નકર્તા : ના, એવું નહીં. આ પેલી ગાંઠો ફૂટે એ ખૂંચે.
દાદાશ્રી : એમાં ખૂંચે શાનું ? ‘જોયા’ કરવાનું. એમાં ખૂંચે શું ? આપણે” ‘ત્યાં” બેસીએ તો ખૂંચે.
પ્રશ્નકર્તા : હા. એટલે ચંદ્રેશને જ ખૂંચે કે આવું ના હોવું જોઈએ.
દાદાશ્રી : ચંદ્રેશને ખૂંચે, તેમાં તારે શું ? ચંદ્રેશને કહીએ, ‘લે કાઢ સ્વાદ ! લે તારા કરેલાં તું ભોગવ્યા કર.’ આપણને કશું ના કરે. તમારે તો ઉંમર નાની તે હજુ હરકતના સ્ટેશનો આવવાના, નરી ઝાડી ને જંગલ બધું !
સ્ત્રી વિષય એ ખોટી વસ્તુ છે, એવું તને નિરંતર રહ્યા કરે છે ? પ્રશ્નકર્તા : નિરંતર. દાદાશ્રી : ને અભિપ્રાય તે જ રહે ? પ્રશ્નકર્તા : એ જ.