________________
૧૧૬
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ને આપણે મરચું ખાઈએ, તો શું થાય ?
પ્રશ્નકર્તા : આજ્ઞા ના પળાઈ તો શું કરવું પછી ? દાદાશ્રી : તે તો એણે મરચું ખાધું, તે પછી રોગ વધ્યો. પ્રશ્નકર્તા : પણ એનો ઉપાય તો હોવો જોઈએ ને ? દાદાશ્રી : પ્રતિક્રમણ કરવાનું. પ્રશ્નકર્તા પણ જેણે આજ્ઞા આપી હોય, એને કહેવું તો પડશે ને?
દાદાશ્રી : હા. કહે તો પણ એ પ્રતિક્રમણ કરવાનું કહે. બીજું શું કહે ? તે રૂબરૂ પ્રતિક્રમણ કર.
કો'ક દહાડો મહીં કંઈક વિચાર ખરાબ ઊગ્યો અને કાઢી નાખતાં વાર લાગી પછી એનું મોટું પ્રતિક્રમણ કરવું પડે. એ તો વિચાર ઊગ્યો કે તરત કાઢી નાખવાનો, ફેંકી દેવાનું.
પ્રશ્નકર્તા : પહેલાં એવી સ્થિતિ હતી કે હું આ બધાથી જુદો પડું ને, એટલે બ્રહ્મચર્ય રહે જ નહીં, એવી સ્થિતિ થઈ ગયેલી. સહેજ ટોળામાંથી જુદો રહું કે એકલો ઘેર રહું ને તો બધા વિચારો ફરી વળે.
- દાદાશ્રી : વિચારો ફરી વળે, એમાં આપણે શું જાય છે તે ? આપણે જોનાર છીએ તેને ! આ કંઈ હોળીમાં કેમ હાથ નથી ઘાલતો ? હોળીનો દોષ કાઢે એ ખોટું ને ! દોષ તો આપણે હાથ ઘાલીએ એ કહેવાય.
વિચાર તો બધી જાતના ફરી વળે. મચ્છરાં ફરી વળતા હોય, એને આપણે આમ આમ કરીએ તો રહે નહીં. તે આ તો આમ તો હાથ દુઃખે, પણ આ તો કુદરતનો તો હાથ જ દુ:ખે એવો નથી. આપણે કહીએ મચ્છર અડવા નથી દેવા, તો મહીં એવું ય બને. એ નિશ્ચય કરો ત્યાં બ્રહ્મચર્ય કેવું સરસ પળાય !!
જુદાપણાથી જીતાય !! દાદાશ્રી : તારે કેમનું છે ? તારે રાગે પડી જશે ને ?
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૧૭ પ્રશ્નકર્તા : પડી જશે.
દાદાશ્રી : ! તું તો એવું જ બોલે છે ને ! “પડી જશે, પડી જશે” એને એ જ જગ્યાએ ઊગે છે ને એ જ જગ્યાએ આથમે છે. એ પડતો નથી ને કંઈ, એ કહે, પડી જશે સૂર્યનારાયણ !
પ્રશ્નકર્તા : એ મહીંનું રાગે પડી જશે, ચંદ્રશનું ! દાદાશ્રી : એમ. પણ પૈણવાનું કહે છે ? પ્રશ્નકર્તા : એ ગાંઠો ફૂટે છે.
દાદાશ્રી : એને કહેવું કે “જો ગાંઠો ફૂટશે ને, તે અમે જ્યાં સુધી એક્સેપ્ટ નહીં કરીએ ત્યાં સુધી તમારું કંઈ વળવાનું નથી. અમથા તારા દા'ડા જ બગડશે, છાનોમાનો બેસી રહે ને !” અમથા પૈણો ને રાંડો, ને પણો ને રાંડો એમ કર્યા કરતા'તા. બેસી રહોને, પૈણશો ય નહીં ને રાંડશો ય નહીં. અમે સહકાર કંઈ આપવાના નથી.
પ્રશ્નકર્તા : એટલે હું સહી નથી કરતો ત્યાં સુધી ગાડું ફર્સ્ટક્લાસ ચાલે.
દાદાશ્રી : આપણે આપણી મેળે ઠપકો આપવો પડે કે કશું વળશે નહીં. માટે ચુપ બેસો ને ! આવા બે-ચાર જાતના પ્રયોગ ગોઠવી દેવા કે જેનાથી છૂટા રહેવાય.
દાદાશ્રી : તને પસ્તાવો નથી થતો, ના પૈણ્યો તે ? પ્રશ્નકર્તા : ના, એવું નહીં. દાદાશ્રી : તો ના પૈણ્યા તે સારું લાગ્યું તને ?
પ્રશ્નકર્તા : હા. જે બીજા લોકો પૈણેલા હોય, એમનું બધું ય દુ:ખ જોવા મળે ને ? ઘર ને બહાર બધે જોવા મળે, ઉઘાડું જ છે ને !
દાદાશ્રી : બળ્યા, આ પ્રત્યક્ષ દેખાતા દુઃખને મેલોને પૂળો ! પેલા દુ:ખને જોઈ લેશું થોડુંક. એ દાદાના કહ્યા પ્રમાણે કરીશું, તો રાગે પડી