________________
૧૧૨
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ના હોય અને કૂવાની ધાર ઉપર બેસાડે તો ય ના ઊંધે ત્યાં.
પ્રશ્નકર્તા : ત્યાં તો પ્રત્યક્ષ દેખાય ને કે પડી જઈશ અહીં.
દાદાશ્રી : હા, તે આમ પ્રત્યક્ષ એના કરતાં ય ભૂરું છે આ તો. આ તો કેટલી મોટી ખાઈ છે ! અનંત અવતારની જંજાળ વળગે છે. એટલે મન મજબૂત થયું હોય તો થાય, નહીં તો આમ દહાડો વળે નહીં. આ કાચા મનથી આમ, આ દોરા સીવવાના હોય. કેવું સ્ટ્રોંગ કે મરી જઉં પણ છૂટે નહીં.
તારે નિશ્ચય મજબૂત છે ને !
પ્રશ્નકર્તા : એકદમ સ્ટ્રોંગ. સ્ટ્રોંગ સ્ટ્રોંગ બોલીએ તો ય સ્ટ્રોંગ થઈ જાય છે !
દાદાશ્રી : એમ ! પ્રશ્નકર્તા : નિશ્ચય સ્ટ્રોંગ થાય એટલે બધું આવતું જ જાય.
દાદાશ્રી : એ સિક્રેસી મટે એટલે ‘ઓપન ટુ સ્કાય’ થઈ ગયો. એ ગુપ્ત લઈને આ બધી સિક્રસી પછી. અમારી પેઠ બોલી શકાય. ‘નો સિક્રેસી.’
નિરંતર સુખ ભોગવે છે, તેના મોંઢા તો જુઓ ?! દિવેલ પીધા જેવું દેખાય ? અને નથી ભોગવતા તેના ?
પ્રશ્નકર્તા : નિશ્ચય સ્ટ્રોંગ છે અને મેં કોઈ સિક્રેસી નથી રાખી. આપને આલોચનામાં બધી જ વાત ઓપન કરેલી છે.
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૧૩ છે. જ્ઞાની પુરુષ પાસે પ્રત્યક્ષ સંયોગ છે, આપ્તપુત્રો સાથે હું રહું છું. મારે આમાં બિલકુલ ઈન્ટરેસ્ટ નથી, છતાં ય પણ આકર્ષણ કેમ રહ્યા કરે છે ?
દાદાશ્રી : આ આકર્ષણ થાય ને, તે પૂર્વનો હિસાબ છે તે આકર્ષણ થાય. તેને તરત ને તરત એ કરી નાખવાનું.
પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ.
દાદાશ્રી : હા. એ કંઈ આપણા નિશ્ચયને તોડતું નથી. આંખને કંઈ ઠીક લાગે તો ખેંચાય, તેથી કંઈ ગુનો થતો નથી. એ તો છે તે એની મેળે પ્રતિક્રમણ કરે એટલે ધોવાઈ જાય. એ ગયા અવતારની ભૂલ છે અને તે એવો હિસાબ હોય તો જ ત્યાં જાય, નહીં તો જાય નહીં કોઈ દહાડો. એ ભેગું થાય તો આકર્ષણ થાય. એ તો પ્રતિક્રમણથી ધોવાઈ જાય. એનો બીજો શું હિસાબ ? એ તો શ્રી વિઝન હોય તો ય દેખાય કે આકર્ષણ થાય. સમજાય એવી વાત છે કે નહીં ?
પ્રશ્નકર્તા : સમજાય છે ને. મને એમ હતું કે આવું સરસ જ્ઞાન મળ્યું છે અને આવા બધા સુંદર સંયોગો છુટવાના આમ ભેગા થયા છે, તો જો પ્યૉર થઈ જવાય એક આ બાબતમાં, તો બહુ સારું એમ.
દાદાશ્રી : હા, પણ પ્યૉર જ છે. નિશ્ચય છે ત્યાં સુધી પ્યૉર અને આવી ઈચ્યૉરિટી માની તે ય ભૂલ છે આપણી. નિશ્ચય આપણો હતો એટલે પ્યૉર રહે ! પછી ખેંચાણ થાય તેનાં ઉપાય ! ખેંચાણ તે કેવું, લપસી પડ્યા તેથી કંઈ ગુનો છે ? ફરી ઊભા થઈને ચાલ્યા. કપડાં બગડ્યા હોય તે ધોઈ નાખવાના. આપણે લપસી પડીએ તો ગુનો, લપસી પડ્યા તો ગુનો નથી.
પ્રશ્નકર્તા : મને એમ અંદર એવો ખેદ થયા કરે છે કે આવું સરસ જ્ઞાન મળ્યું, છતાં આ સ્થિતિ કેમ હજુ અનુભવી રહ્યો છું?
દાદાશ્રી : ના, એ તો બધાને એમ હોય. એ તો ઉર્દુ આપણે જો એ પ્રતિક્રમણથી ધોઈ નાખીએ તો દહાડો વળે. નહીં તો ઊભું રહ્યું કહેવાય. ગયા અવતારે સહીઓ કરેલી, તે છોડે નહીં ને
દાદાશ્રી : એ બધું બરોબર છે, પણ આવું બધું આ તોફાન ખોળવાનું જ ના હોય. નિશ્ચય એટલે કશું ખોળવાનું નહીં. એની મેળે જ આવીને ઊભું રહે. બીજી કશી જરૂર જ નહીં ને ! આવે તો ય શું ને ના આવે તો ય શું, તો તું તારે ઘેર રહે, કહીએ. એ ના આવે ત્યાં સુધી આપણે આય આય કરવું.
પ્રશ્નકર્તા ઃ મને એમ રહ્યા કરે છે કે આટલો મારો નિશ્ચય સ્ટ્રોંગ