________________
૧૦૮
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય દાદાશ્રી : ના, શક્તિ નથી. ઇચ્છા તો છે બધી. પ્રશ્નકર્તા : હવે મને એવું લાગે છે કે શક્તિ તો છે જ.
દાદાશ્રી : અને શક્તિ બધી હોય છે તો ખરી જ, પણ એ ઉત્પન્ન થયેલી નથી ને ?!!
પ્રશ્નકર્તા ઃ તો એ શક્તિ ઉત્પન્ન કેવી રીતે થાય ?
દાદાશ્રી : એ તો રાત-દહાડો એના વિચાર હોય, એની પર વિચારણા કર કર કર્યા કરે અને એમાં કેટલું આરાધવા યોગ્ય છે ને કેટલું એ કરવા યોગ્ય છે, તરત આપણને મહીં જેમ જેમ વિચારે ચડે ને, તેમ ખૂલ્લું થતું જાય.
પ્રશ્નકર્તા : એટલે એનો મિનિંગ એવો જ થયો કે આ કોઈ પણ હિસાબે આ વ્યવહાર ઉડાડી દેવો જોઈએ.
દાદાશ્રી : તેથી પેલા શ્રી વિઝન વાપરે ને ? અને વિચારેલું હોય તો શ્રી વિઝને ય વાપરવું ન પડે.
પ્રશ્નકર્તા : દિવસ દરમ્યાનનાં જે વ્યવહારો છે, એ વ્યવહાર ફરજીયાત છે. એ જ એને પ્રગતિમાં અંતરાયરૂપ છેને અત્યારે, કારણ કે એને વિચારવાનો ટાઈમ જ મળતો નથી.
દાદાશ્રી : એટલે આના કરતાં સૌથી સારામાં સારું છે, કે આપણે દ્રષ્ટિ કોઈ જગ્યાએ ચોંટી, તો ઉખેડી નાખવી ને પ્રતિક્રમણ કરી નાખવું, બસ.
પ્રશ્નકર્તા: એ પછી મન ક્યાં સુધી એ એક જ સિદ્ધાંત ઉપર ચાલે ? મન એક સિદ્ધાંત ઉપર કન્ટીન્યુઅસ નથી ચાલતું. વારેઘડીએ દ્રષ્ટિ બગડે ને પ્રતિક્રમણ કરવું કે આમ કરવું, એ સિદ્ધાંત કન્ટીન્યુઅસ નથી ચાલતો. શ્રી વિઝન પણ એટ એ ટાઈમ નથી ચાલતું. કન્ટીન્યુઅસ રહેવું જોઈએ અને વિગતવાર એને સમાધાન થાય તો એ આગળ આવે છે.
દાદાશ્રી : એ વિગતવારે ય સપ્લાય કરવું પડે. આપણાથી બને ત્યાં
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૦૯ સુધી પહેલું તો આ ઉખેડી નાખવું, આ રૂટ કે ચાલ્યું. પોતાના ખેતરમાં બધું જ જે કપાસ વાવ્યો છે એટલે કપાસને ઓળખીએ કે જો આ કપાસ છે. એટલે બીજું ઊગ્યું એ માત્ર કાઢી નાખવાનું. એને નીંદવાનું કહે છે. એમ નીંદી નાખીએ તે થઈ રહ્યું. બધું ઉગતાં જ દાબી નાખ્યું. તે થઈ રહ્યું. એ પહેલાં દાબી શકાય એવું છે નહીં. ઊગે નહીં ત્યાં સુધી બીજ ખબર પડે નહીં, ઉગતા જ ઓળખી ગયા કે આ બીજ જુદું છે.
પ્રશ્નકર્તા : પણ એનો નિશ્ચય હોય તો બીજું ઉગતાં જ એને ખબર પડી જાય ને ?
દાદાશ્રી : બીજું બીજ દેખાય એ ઉખેડીને ફેંકી દેવું એટલે ટૂંકમાં સારું સૌથી.
પ્રશ્નકર્તા : પણ આ એક સિદ્ધાંત ઉપર તો બેસાય જ નહીં, આગળ જવું તો પડશે ને ?
દાદાશ્રી : તે ઘડીએ પાછો આવી મળશે રસ્તો. તે ઘડીએ એની મેળે સંજોગો બધા ભેગા થઈ જશે. તને કામ લાગે આ વાતો બધી ? તારે શું કામ લાગે ? પ્રશ્નકર્તા : લાગે જ ને ? આપણા ધ્યેયનું જ છે ને !
“ઉદય'તી વ્યાખ્યા તો સમજો.. પ્રશ્નકર્તા : વ્રત બરાબર પળાય છે કે નહીં, એ આપણે કેવી રીતે સમજીએ ?
દાદાશ્રી : એ આપણી આંખો ચમકારા મારે છે કે નથી મારતી એ ખબર પડે ને ? જો કદી પેલા વિચારો ગમે આપણને. કારણ કે આત્મા થર્મોમિટર જેવો છે, તો તરત બધું ખબર પડી જાય કે અવળે રસ્તે ચાલ્યું.
પ્રશ્નકર્તા : એટલે પોતાનો નિશ્ચય પાકો છે. હવે પછી જે બને છે, એ તો આખો ઉદયનો ભાગ આવ્યો ને ?
દાદાશ્રી : ઉદયનો ભાગ કયો કહેવાય કે સંડાસ જવું નથી એમ