________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
કહે તે. અહીં ઘરમાં તો સંડાસ થાય નહીં ને ! એટલે સંડાસને ઠેઠ સુધી પકડી રાખે અને પછી જાય, એ ઉદય ભાગ કહેવાય. ગમે ત્યાં સંડાસ કરવા બેસે, એ ઉદય ભાગ કહેવાય નહીં. એ વિષયમાં શું થાય છે કે એ રસ ગમે છે, એ પહેલાંની ટેવ છે. ચાખવાની આદત છે, એટલે એ પછી ઉદય ભાગમાં હાથ ઘાલવા જાય છે. ઉદય ભાગ તો, બિલકુલ પોતે ના પાડે ને ઠેઠ સુધી સ્ટ્રોંગ, પોતે લપસવું નથી, એમ કહે છે. પછી લપસી પડે, એ વાત જુદી છે. લપસી પડનારો માણસ કેટલી સાવચેતી રાખે ? સાવધાનીપૂર્વક રહેવું, તો વાંધો નહીં.
પ્રશ્નકર્તા : એટલે આ ડિમાર્કેશન બહુ સૂક્ષ્મ છે.
દાદાશ્રી : બહુ સૂક્ષ્મ છે.
પ્રશ્નકર્તા : અને પોતે જ કડક રહીને સમજી શકે. પોતે જ કડક
૧૧૦
થાય.
દાદાશ્રી : એ કડક રહેવું જોઈએ, પછી લપસી પડાય એ જુદી વસ્તુ છે. જેમ તળાવમાં તરનારો માણસ, ડૂબવાનો પ્રયત્ન હોય જ નહીં એનો.
પ્રશ્નકર્તા : અત્યારે જે બ્રહ્મચર્ય સંબંધી નિશ્ચય થાય છે, એ શેના આધારે થાય છે ? શેના ઉપર આધાર રાખે ? સ્ટ્રોંગ નિશ્ચય ?!
દાદાશ્રી : જે તમારે કરવું છે એના ઉપર. પાણીમાં છોકરો પડ્યો હોય રમવા, તરવા. એ શેના આધારે નિશ્ચય કરે છે બચવાનો ?
પ્રશ્નકર્તા : જીવવું છે એટલે.
દાદાશ્રી : એ જીવાશે તો ય શું ને મરે તો ય શું, તેનું શું થાય ? પ્રશ્નકર્તા : ડૂબી જ જાય. પોતાને આમ બ્રહ્મચર્ય સંબંધી વિવેક આવે છે, એના આધારે જ આ નિશ્ચય થાય છે ?
દાદાશ્રી : એ તો સમજે શું કરું તો સુખી થવાય. સુખ ખોળે છે અને પોતાનો સ્વભાવ બ્રહ્મચારી જ છે, સ્વભાવમાં !
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૧૧
દ્રઢ નિશ્ચયને શેતાં અંતરાયો ?!
પ્રશ્નકર્તા : આપે કહ્યું કે અંતરાયો ઊભા કર્યા છે અને પછી કહે છે કે મને દેખાતું નથી. તો તેના અનુસંધાનમાં થ્રી વિઝનની બાબતમાં ક્યા અંતરાય અને કેવી રીતે અંતરાય નડે છે ?
દાદાશ્રી : નિશ્ચય કરે કે મારે હવે બ્રહ્મચર્ય પાળવું છે, એને કશું નડતું નથી. આ તો બધા બહાનાં કાઢે. આપણા મહાત્માઓ કેટલા નિશ્ચયવાળા છે આમ, જરાય ડગતા નથી. શ્રી વિઝન એ તો હેલ્પીંગ છે. પણ જેનો નિશ્ચય છે, જેને પડવું નથી, એ કેમ કૂવામાં પડે ?! તારો નિશ્ચય પાકો છે ને ? એકદમ પાકો ?
પ્રશ્નકર્તા : એકદમ પાકો !
દાદાશ્રી : હું, એવું પાકું હોવું જોઈએ.
બધા કેટલા પાકાં. આ તો જેને નિશ્ચયનું ઠેકાણું નથી, તે આવું બધું ખોળ ખોળ કરે અને અંતરાયો પાડે. પોતે જ નક્કી કરે કે ભઈ, મારે નથી જ પડવું. એટલે ન જ પડે. પછી કોઈ ધક્કો મારવાનો છે કંઈ ! અને તો આનંદ રહે, આમ આવા અંતરાયો-બંતરાયો ખોળવાથી તો આનંદ રહેતો હશે ?
પ્રશ્નકર્તા : બીજા ઉપાયો પણ જોડે છે જ ને ! શ્રી વિઝન સિવાયના ઉપાયો છે જ ને પાછાં, પ્રતિક્રમણ છે એ બધું....
દાદાશ્રી : એ તો પ્રતિક્રમણ એ મનથી ભૂલ થયેલી હોય તો. નહીં તો પ્રતિક્રમણની ય શી જરૂર ? નિશ્ચય એટલે તેને કોઈ ડરાવતા નથી. આ તો બધું ઠેકાણું ના હોય તેને આ બધું છે. આ તો બીજા ઉપાયો શેને માટે ખોળે છે ! નિશ્ચય એટલે નિશ્ચય ! નથી પૈણવું એને નક્કી કરવું જોઈએ કે મારે નથી જ પૈણવું. પછી કોણ પૈણાવનાર છે ? અને પૈણવું છે એને નકામું હાય, હાય કરવાની જરૂર નહીં, પૈણીને બેસી જવું. દહીંમાં ને દૂધમાં પગ રાખવો નહીં કોઈએ.
કૂવામાં નથી જ પડવું એવો નિશ્ચય છે, તેને ચાર દહાડાથી ઊંઘ્યો