________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૦૬
ચોર હોય, એવો ફેર હશે ને એમાં ?
દાદાશ્રી : ચોર થઈ એટલે આખો જ ચોર. થોડીક ચોર શા માટે ? આપણે મકાન બાંધવું હોય તો બારણાં પહેલેથી નકશામાં સુધારી લેવાં, બે બારીઓ જોઈશે, અમારે. પછી ચોરીઓ કરવી એ સારું કહેવાય ? વિચાર કેમ આવે સહેજ પણ ? અબ્રહ્મચર્યનો વિચાર કેમ આવવો જોઈએ ? મેં તમને શું કહ્યું, ઉગતાં પહેલાં ઉખેડીને ફેંકી દેવું, નહીં તો આના જેવું જોખમ કોઈ નહીં.
પ્રશ્નકર્તા : દાદાએ એક-બે વાર ટકોર કરી, ચોર દાનત માટે, પણ હજુ વાત બરાબર પકડાતી નથી એમ.
દાદાશ્રી : પકડીને શું કામ છે તે ? જેમ લાતો વાગશે, મહીં લ્હાય બળશેને, તો એની મેળે પકડાશે. હવે તો અનુભવ શરૂ થશે ને ! પહેલી પરીક્ષા આપે અને પછી અનુભવ શરૂ થાય ને !
પ્રશ્નકર્તા : દાનત ચોર ન હોય, તો પછી વિચાર બિલકુલ આવતો બંધ થઈ જાય ?
દાદાશ્રી : ના, છો ને વિચાર આવતો. વિચાર આવે એમાં આપણે શું વાંધો છે ? વિચાર બંધ ના થઈ જાય. દાનત ચોર ના જોઈએ, મહીં ગમે તેવી લાલચને ય ગાંઠે નહીં, સ્ટ્રોંગ ! વિચાર જ કેમ આવે તે ?
પ્રશ્નકર્તા : હજુ થોડી દાનત ચોર ખરી.
દાદાશ્રી : ચોર દાનત હોય, તે ય પોતે જાણે.
પ્રશ્નકર્તા : પછી કોઈ વાર વિચારો બહુ ફૂટે એ ? દાદાશ્રી : વિચારો છો ને લાખ ઘણા ય ફૂટે તો ય.....
પ્રશ્નકર્તા : પછી આપણને જે અંદર સુખ હોય, એ ઓછું થઈ જાય.
દાદાશ્રી : એ સુખ ઓછું થાય તો તે તપે, લાલ-લાલ થઈ જાય. એ તો તે ઘડીએ તપ કરવું પડે ને ? સુખ ઓછું થાય માટે દુઃખ વહોરવું ?
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૦૭
પ્રશ્નકર્તા : એટલે મેં પૂછ્યું કે એ ‘દાનત ચોર’ છે એટલે થાય છે.
દાદાશ્રી : દાનત ચોર નહીં. આમાં તો ક્ષત્રિયપણું જોઈએ, ક્ષત્રિયપણે ! ચિત્તોડના રાણા શું કહેતા હતા ? નહીં નમવાનો, નહીં જ નમવાનો. તે રાજ-પાટ છોડ્યું પણ નમ્યો નહીં. નાસી ગયો પણ નમ્યો નહીં. નહીં તો બાદશાહે કહી દીધું જો તમે નમો, તો આ પછી આ ગાદી ઉપર બેસી જાવ. ત્યારે કહે, ના. મારે એવી ગાદી ના જોઈએ. હું ચિત્તોડનો રાણો નહીં નમું.’
પ્રશ્નકર્તા : હજી પ્રકૃતિ હેરાન કરે છે. પણ મહીં ખરું લાલ-લાલ થાય ત્યારે જ ખરો દાદાનો અનુભવ થાય છે.
દાદાશ્રી : એ તપ પૂરું કરવું પડે. પછી પેલો પાર વગરનો આનંદ રહે. એ વાડ કૂદયો કે પછી પાર વગરનો આનંદ.
વિષયતા વિષ કેમ પરખાતાં નથી ?
પ્રશ્નકર્તા : તો એવું ખરું, વિષય સમજણથી જાય ? જેમ સમજણ વધતી જાય એમ વિષય જતો રહે !
દાદાશ્રી : સમજણથી જ જતો રહે. આ સાપ ઝેરી હોય ને કૈડે કે તરત મરી જાય. એવી જો સમજણ બેસી ગઈને, પછી એ ઝેરી નાગથી છેટો જ રહે. એવું આમાં સમજણ બેસી જવી જોઈએ.
પ્રશ્નકર્તા : હા. પણ એ સમજમાં કેમ આવતું નથી ?
દાદાશ્રી : અનાદિકાળનું આરાધેલું છે ને, એ જ સત્ય માનેલું છે
ને.
પ્રશ્નકર્તા : એ બરાબર છે, પણ એ આરાધેલું ને અત્યારનું જ્ઞાન, એમાં હજી કેમ યુદ્ધ ચાલ્યા કરે છે ?
દાદાશ્રી : વિગતવાર વિચારવાની પોતાની શક્તિ જ નથી ને ! પ્રશ્નકર્તા ઃ શક્તિ નથી કે એની ઈચ્છા નથી ?