________________
૧૦૩
૧૦૨.
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય દાદાશ્રી : આમાં તો એવું હોય જ નહીં. આમાં ‘નો’ અપવાદ ! બીજા બધામાં અપવાદ, પણ આમાં તો અપવાદ જ નહીં.
બ્રહ્મચર્ય માટે અમારા તરફથી તમારા માટે પૂરું બળ છે, તમારી પ્રતિજ્ઞા મજબૂત, સુંદર જોઈએ ! તમારી પ્રતિજ્ઞા, ઘડભાંજ વગરની, લાલચ વગરની, દુશ્મનાવટ વગરની હોવી જોઈએ !
દ્રઢ નિશ્ચયી પહોંચી શકે ! પ્રશ્નકર્તા : આપ જ્યારે આ બતાડોને, પોતાને ના દેખાતું હોય તો આપણે કહેવાનું ઊભું કે ‘તારામાં આવું છે તો જ દાદા કહેને.' એટલે દેખાય.
દાદાશ્રી : આ કહું છું, તે બીજ નાખું છું !
પ્રશ્નકર્તા : તો ય આલોચના જ્યારથી મેં આપી છે ને ત્યારથી નિશ્ચય ઘણો સ્ટ્રોંગ થઈ ગયો છે.
દાદાશ્રી : એ નિશ્ચય સ્ટ્રોંગ ના કહેવાય, નિશ્ચય તો કડક થયેલો હોય ત્યારે હું કહું એ. મનથી નિશ્ચય કરે એકલો ચાલે નહીં, નિશ્ચય વ્યવહારમાં ય પણ નિશ્ચય હોવો જોઈએ.
દાદાશ્રી : બ્રહ્મચર્યનો કોર્સ પૂરો કરીશ ?
પ્રશ્નકર્તા: ચોક્કસ. પેલું તો જોઈએ જ નહીં હવે. વિષયનો વિચાર ના ગમે, એવું પણ જે ગમતાપણાની બિલિફ છે ને એ રહ્યા કરે હજુ. એના પ્રત્યે જે ગમતાપણું, એ રહ્યા કરે અંદર હજુ.
દાદાશ્રી : અને અણગમો પણ ખરો ? પ્રશ્નકર્તા : જેટલો ગમો છે, એનાથી વધારે અણગમો રહ્યા કરે. દાદાશ્રી : પણ તે નક્કી શું કર્યું છે ?
પ્રશ્નકર્તા : બ્રહ્મચર્યનો નિશ્ચય વર્તે આમ, પણ પુરુષાર્થમાં કચાશ પડી જાય, તો એના માટે શું કરવું?
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
દાદાશ્રી : એ પુરુષાર્થમાં કચાશ નહીં, નિશ્ચય એ જ પુરુષાર્થ. પ્રશ્નકર્તા : નિશ્ચય હોય એટલે પેલી વસ્તુ રહે જ પછી.
દાદાશ્રી : તે ડિસ્ચાર્જમાં કચાશ હોય છે. કચાશ હોય એ ડિસ્ચાર્જમાં હોય, ચાર્જમાં ના હોય અને તે ડિસ્ચાર્જમાં હોય, તેની કિંમત નહીં.
પ્રશ્નકર્તા : વિષયની બાબતમાં તો પહેલેથી સ્ટ્રોંગ રાખેલું છે અને હજુ પણ એ બાબતમાં વધારે જાગૃતિ રાખેલી છે છેક સુધી, પણ આ જે બીજા જે સંસારમાં પ્રસંગો બને ને.
દાદાશ્રી : બીજાનું કશું નહીં, બીજાની કિંમત જ નહીં, કિંમત જ આની છે, બ્રહ્મચર્યની, બીજા બધા મનુષ્યના દેહમાં પશુ છે ! પાશવતાનો દોષ છે. બીજાની કિંમત જ નહીં.
પ્રશ્નકર્તા : બાકી વિષયમાં તો એટલે સુધી નક્કી છે કે હવે જો થાય તો ચંદ્રશને ખલાસ કરી નાખું, પણ હવે તો આ ના જ જોઈએ.
દાદાશ્રી : તો બ્રહ્મચર્યનું સારું કહેવાય. એ સમજૂતી જોઈએ. બાકી હેવાનિયત હોય, તે તો અટકે નહીં ને !
અધૂરી સમજણ, ત્યાં નિશ્ચય કાયો ! પ્રશ્નકર્તા : આપે નિશ્ચય માટે વધારે ભાર મૂક્યો છે. તો નિશ્ચય માટે શું હોવું ઘટે, બ્રહ્મચારીઓને ?
દાદાશ્રી : નિશ્ચય એટલે શું ? કે બધા વિચારોને બંધ કરી દઈને એક જ વિચાર પર આવી જવું, કે આપણે અહીંથી સ્ટેશને જવું છે જ. સ્ટેશનથી ગાડીમાં જ બેસવું છે. આપણે બસમાં નહીં જવું. એટલે પછી બધા એવા સંજોગો ભેગાં થાય, તમારો નિશ્ચય હોય તો.
નિશ્ચય કાચો હોય તો સંજોગ ના ભેગા થાય.
પ્રશ્નકર્તા : હા, એ નિશ્ચય કાચો પડે એટલે એમ્યુઅલ નિશ્ચય માટે શું હોવું જોઈએ ? કારણ કે આ કાળ જ એવો છે કે નિશ્ચય ફેરવી નાખે.