________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય પ્રશ્નકર્તા : આત્મા પ્રાપ્ત કર્યા પછી નિશ્ચયબળ રાખવું પડે?
દાદાશ્રી પોતાને રાખવાનું જ નથી ને ?! આપણે તો ‘ચંદ્રશ'ને કહેવાનું કે તમે બરાબર નિશ્ચય રાખો.
આ વાતના પ્રશ્નો પૂછવાના થાય તો એ પોલ ખોળે છે. માટે આ પ્રશ્નો પૂછવાના થાય ત્યારે એને “ચૂપ’ કહીએ, ‘ગેટ આઉટ’ કહીએ, એટલે એ ચૂપ થઈ જાય. ‘ગેટ આઉટ’ કહેતાંની સાથે જ બધું ભાગી જાય.
- પુરુષાર્થ જ નહીં, પણ પરાક્રમે પહોંચો ! દાદાશ્રી : તારે શું થાય છે ?
પ્રશ્નકર્તા દિવસમાં એવો એવિડન્સ બાઝે તો વિષયની એકાદ ગાંઠ ફૂટી જાય, પણ પાછું તરત શ્રી વિઝન આમ મૂકી દઉં.
દાદાશ્રી : નદીમાં તો એક જ ફેરો ડૂળ્યો કે મરી જાય ને? કે રોજ રોજ ડૂબે તો મરી જાય ? નદીમાં એક ફેરો જ ડૂબી મરે, પછી વાંધો છે ? નદીને ખોટ જવાની છે કંઈ ?
પ્રશ્નકર્તા: નદીને શી ખોટ જાય ? દાદાશ્રી : ત્યારે ખોટ કોને જાય ? પ્રશ્નકર્તા : જે મર્યો, એને જાય.
દાદાશ્રી : એમ ? ત્યારે તું કહું છું ને, કે હજી તો મારે વિષયની ગાંઠ ફૂટે છે ?
પ્રશ્નકર્તા : આનું કારણ શું ?
દાદાશ્રી : એ તો તારે શોધી કાઢવાનું. એક તો આજ્ઞામાં રહેતા નથી અને કારણ પૂછો છો ?'
શાસ્ત્રકારોએ તો એક જ વખતના અબ્રહ્મચર્યને મરણ કહ્યું છે. બ્રહ્મચારીને માટે શું કહ્યું છે, કે એક વખત અબ્રહ્મચર્ય થાય એના કરતાં
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય મરણ સારું. મરી જજે, પણ અબ્રહ્મચર્ય ના થવા દઈશ.
નર્કમાં જેટલો ગંદવાડો નથી એટલો વિષયમાં ગંદવાડો છે, પણ આ જીવને બેભાનપણામાં સમજાતું નથી. જ્ઞાની પુરુષ એકલા ભાનમાં હોય, તે એમને આ ગંદવાડો આરપાર દેખાય. જેને દ્રષ્ટિ આટલી બધી કેળવાયેલી, તેને રાગ કેમ ઉત્પન્ન થાય?
કર્મનો ઉદય આવે ને જાગૃતિ ના રહેતી હોય ત્યારે જ્ઞાનનાં વાક્યો મોટેથી બોલીને જાગૃતિ લાવે અને કર્મોની સામો થાય, એ બધું પરાક્રમ કહેવાય. સ્વ-વીર્યને સ્કૂરાયમાન કરવું એ પરાક્રમ. પરાક્રમ આગળ કોઈની તાકાત નથી.
પ્રશ્નકર્તા : બહુ ‘એટેક આવે તો હાલી જાય છે.
દાદાશ્રી : એનું નામ જ આપણો નિશ્ચય કાચો છે. નિશ્ચય કાચો ના પડે, એ આપણે જોવાનું છે. ‘એટેક તો સંજોગ હોય એટલે આવે. આ ગંધ આવે તો એની અસર થયા વગર રહે નહીં ને ? એટલે આપણો નિશ્ચય જોઈએ કે મારે એને અડવા દેવું નથી. નિશ્ચય હોય તો કશું થાય નહીં. જ્યાં નિશ્ચય છે ત્યાં બધું જ છે. અહીં પુરુષાર્થનું બળ છે. આત્મા થયા પછી પુરુષાર્થ થયો, તેનું આ બળ છે, એ બહુ ગજબનું બળ છે. છતાં અમે શું કહીએ છીએ કે આપણામાં નબળાઈ છે તે જાણવું, પણ એની સામે શૂરાતન હોવું ઘટે, તો જયારે ત્યારે એ નબળાઈ જશે. શૂરાતન હશે તો એક દહાડો જીતી જશે, પણ પોતાને નિરંતર ખેંચવું જોઈએ કે આ ખોટું છે.
મુસલમાનો ય એટલું તો જોર કરે છે વગર જ્ઞાને કે, “અરે યાર જાને દે, હિંમતે મર્દા તો મદદે ખુદા'; જ્યારે આપણને તો જ્ઞાન હોય તો સમજણ ના પડે ? ‘હિંમતે મર્દા તો મદદે ખુદા” એવું બોલેને, તો શુરાતન ચઢી જાય એને તો. આપણે તો આ વિજ્ઞાન છે. વિજ્ઞાનીને તો હિંમત ના હોય એવું બને જ કેમ કરીને ?! અમને તો આટલું કોઈ કહેનાર જ નહોતું મળ્યું. તમે તો બહુ પુણ્યશાળી છો કે તમને તો જ્ઞાની પુરુષ મળ્યા છે, નહીં તો લોક તો અવળે રસ્તે ચઢાવનારા મળે.