________________
કેશવ કરી લે વિચાર, લાલચે લપટના લગાર, વિષયની ઝાપટ છે તૈયાર, માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર, ચટણી કાજે ખોયો થાળ, વિષયમાં તૃપ્તિ નહીં લગાર, માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર, મન લપટું તો ય ના હાર,
કેશવ કરી લે વિચાર, દાદાઈ કૃપા અપરંપાર,
સ્પષ્ટ વેદન કોને મળનાર, માટે ચેતીને ચાલ.
બ્રહ્મચર્ય ધારણ કરનાર,
માટે ચેતીને ચાલ. કેશવ કરી લે વિચાર, કેમેરામાં દાદાને જ પાડ,
કેશવ કરી લે વિચાર, બીજે કયાંય ફોક્સ ના માંડ વિષય વિચારે તન્મયકાર, (બગાડ)
મંથને વીર્ય ખલનાર, માટે ચેતીને ચાલ.
માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર, બી બે પાંદડે ફૂટનાર, ઉખેડી તëણ દૂર ફેંકનાર, માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર, બુદ્ધિથી ગણી સુખસાર, વિષયમાં સુખ કયાં તલભાર ? માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર, મોહ જીતવાનો છે અપાર, મૂછિત થઈશ ના તું લગાર, માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર, વિષયો તો ભોગવ્યા અનંતવાર, જ્ઞાની હાથ આવે ના દૂબાર, માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર, શ્રી વીઝને વિષય જીતનાર, દાદાપુત્ર થા તું હોનહાર, માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર, વિષય કીચડમાં ડૂબનાર, વિષે ન મળે હાથે ઝીલનાર, માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર, ગાફેલ રહિશ ના લગાર, દષ્ટિદોષે ખડો સંસાર, માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર,
સ્ત્રી સદા દાવો માંડનાર, નવ ગજથી કર રે નમસ્કાર, માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર, દૃષ્ટિથી સૂક્ષ્મ ગલન થનાર, સ્થળમાં પછી ન કો” રોકનાર, માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર, ચોખ્ખો દગો છે સંસાર, વિષયોની માથે છે તલવાર, માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર, કડક દૃષ્ટિના રાખ હથિયાર, ફાટતાં પૂર્વે બાંધી લે પાળ, માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર, બ્રહ્મચર્યનો કયો આધાર ? સમજીને કે અહંકાર ? માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર, ચેતજે સ્ત્રીના તિરસ્કાર, છૂપો તેમાં વિષયનો રણકાર, માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર, વિર્ય પતન છે નીકાલ, આ તો પરીણામ આહાર, માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર મોહનો ખાધો કેટલા માર, તોય ના આવે ઓડકાર, માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર, લપસ્યો તો છે લંગાર, બાબા બેબીની જો કતાર, માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર, વિશ્વ વિષય અંધકાર, દીપ બની તુ જગ તાર, માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર, બ્રહ્મચર્ય જ સર્વાધાર, ભગવંત પદે પહોચાડનાર, માટે ચેતીને ચાલ.