________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
ઉ૪
પણ ઝઘડો ન થવાના કારણોનું જ્યારે સેવન થાય ત્યારે પછી તેવા પરિણામ આવશે. ઝઘડાનાં કારણો સેવા કરીએ અને ઝઘડો બંધ કરીએ. એ બને ખરું ?
પ્રશ્નકર્તા : ના બને.
દાદાશ્રી : એટલે એના કારણો બંધ કરવા પડે. મેં કહ્યું છે ને, મનવચન-કાયા એ ઈફેક્ટીવ વસ્તુ છે. એના કૉઝીઝ બંધ કરો !
પ્રશ્નકર્તા : કારણ બંધ કરવા એટલે ? આવું ના થાય એવા ભાવ કરવા એવું જ ને ?
દાદાશ્રી : આપણે કારણ બંધ કરવું, એટલે ગઈકાલે પોલીસવાળા એ આપણું નામ લખી લીધું હોય. સાયકલ ઉપર જતા હોય ને લાઈટ ન હોય તો નામ લખી લીધું હોય તો બીજે દહાડે આપણે કૉઝીઝ બંધ કરીએ કે ના બંધ કરીએ ? કે ભઈ આજ તો લાઈટ ઘાલો. તો પછી લખી લે ? એ કારણ બંધ થઈ જાય ને ? એવી જ રીતે આ કૉઝીઝ બંધ કરવાના છે. બધું આવડે એવું છે, ફક્ત “ચા”ની જ ટેવ પડી છે. એટલું જ છે ભાંજગડ.
લાવો, જરા ‘ચા’ પીએ. મહીં અકળાશે, તે ઘડીએ ચા પીવાની જરૂર નથી. વિચારવાની જરૂર છે, ત્યારે ચા પી નાખે છે ત્યાં. જ્યાં વિચારવાનો સ્કોપ મળે અને મગજ ગૂંચાય, ત્યારે કહે, ‘ચા પીવી જોઈએ.” અલ્યા મૂઆ, અત્યારે વિચારવાની જરૂર છે. ચા હમણે રહેવા દે, સવારે પીજે. કૉઝીઝ બંધ કરીએ તો થાય કે ના થાય ?
પ્રશ્નકર્તા : સમજાયું.
દાદાશ્રી : એક ફેરો કો'કની જોડે અવિનય કરીએ આપણે, ખસ અહીંથી આઘો. તો એ ગાળ દઈ દે, તો આપણે બીજી વખત એવું ના કરીએ ને ?
પ્રશ્નકર્તા : ના કરીએ..
દાદાશ્રી : પેલું એ તો બંધ નહીં થાય. આ તમે આ રસ્તો બદલો. એનું નામ જ્ઞાન, પેલું બંધ કરવા પ્રયત્ન કરે તેનું નામ જ ભ્રાંતિ. ભ્રાંતિ
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય હંમેશા ઈફેક્ટને જ તોડવા ફરે છે. જ્યારે જ્ઞાન કૉઝીઝને બંધ કરવા ફરે છે.
વાસના, વસ્તુ નહીં, પણ રસ ! પ્રશ્નકર્તા : મનુષ્યોની વાસનાઓનો મોક્ષ ક્યારે થાય ?
દાદાશ્રી : વાસનાઓનો તો થઈ જ જાય. વાસનાઓ તો તમે ઊભી કરેલી છે, તમે જ એના જન્મદાતા છો અને વિલય કરનારા ય તમે છો.
તમારી વાસના જુદી ને ભઈની વાસના જુદી. દરેકની જુદી જુદી વાસનાઓને ? અને વાસના તો સાયન્ટિફીક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. હમણે એક મુસલમાન ભઈબંધ થયો હોય ને, તો પછી પેલું માંસાહાર ખાતા હઉ શીખી જાય. હવે એ વાસના કંઈથી લાવ્યા'તા ? ત્યારે કહે, સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ભેગા થાય અને તે નવું નથી, આ ગમ્યું નથી. પાછું પહેલાના કૉઝીઝ હિસાબે છે આ બધાં. તે ખાતાં શીખી જાય. બીજું, સંજોગોને લીધે વાસનાઓ ઊભી થાય છે. બાકી એક છોકરો છે તે એમ ને એમ કોઈ માણસ દેખાય નહીં ને, ત્યાં આગળ એ ઉછરતો હોયને તો એ વિષય સમજી શકે નહીં. ખાવાપીવાનું સમજી શકે છે. પણ ત્યાં આગળ જાનવર કશું હોવું ના જોઈએ. એને જોવામાં ન આવવું જોઈએ. તો એને કશું વાસના નથી. આ તો બધું વાસનાઓનું સંગ્રહસ્થાન છે, ને ત્યાં જન્મ થવાનો, એટલે પછી શું થાય એ સંગ્રહસ્થાનમાંથી ! એ જોવામાં આવ્યું, ત્યાંથી વાસના ઊભી થઈ જાય. અને તે ય અજાયબી છે કે જ્ઞાન પ્રાપ્ત થાય છે, ત્યારે વાસનાઓ ક્યાંની ક્યાં ઉડી જાય છે, તે જ સમજણ નથી પડતી.
પ્રશ્નકર્તા : અંદરનો રસ સૂકાઈ જાય છે.
દાદાશ્રી : હા. વસ્તુને વાસના નથી કહેતા, રસને વાસના કહે છે. આ રસ ના હોય તો વાસના ગણાતી જ નથી. એટલે વાસના ક્યાંની ક્યાં ઉડી જાય છે. હવે એ એક કલાકના જ પ્રયોગથી, વધારે પ્રયોગ નહીં પાછો, આ જ્ઞાન પછી વાસના જતી રહે છે ને ! રસ જતો રહે છે ને ? બીજું બધું સ્થળ છે.
જ્ઞાતી જ છોડાવે, વાસતા સહેલાઈથી પ્રશ્નકર્તા : વાસના છોડવાનો સહેલામાં સહેલો ઉપાય ક્યો ?