________________
ખંડ : ૨ ‘તા જ પરણવા'તાં નિશ્ચયી માટેની વાટ...
[૧] વિષયથી, કઈ સમજણે છૂટાય ?
તા-પૈણવાતા નિશ્ચયીતે.. પ્રશ્નકર્તા : મારે લગ્ન કરવાની ઇચ્છા નથી, પરંતુ મા-બાપ તેમજ અન્ય સગાસંબંધી લગ્ન માટે દબાણ કરે છે. તો મારે લગ્ન કરવાં કે નહીં ?
દાદાશ્રી : જો લગ્ન કરવાની ઇચ્છા જ ના હોય તો આપણું આ જ્ઞાન” તમે લીધું છે એટલે તમે પહોંચી શકશો. આ જ્ઞાનના પ્રતાપે બધું જ થાય એમ છે. હું તમને કેવી રીતે વર્તવું, તે સમજાવીશ અને જો પાર ઊતરી ગયા, તો તો બહુ ઉત્તમ. તમારું કલ્યાણ થઈ જશે !!!
પ્રશ્નકર્તા : પૈણાવા માટે બધા લોકો બહુ ફોર્સ કરે છે. દાદાશ્રી : તમને ‘વ્યવસ્થિત’ સમજાઈ ગયું છે કે નહીં ? પ્રશ્નકર્તા : વ્યવસ્થિત તો સમજાઈ ગયું છે.
દાદાશ્રી : તો ‘વ્યવસ્થિત'ની બહાર કોઈનું ય ચાલવાનું નથી. માટે વ્યવસ્થિત' ઉપર છોડીને નક્કી રાખો, દ્રઢ નિશ્ચય કરો કે મારે નથી જ
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
પણ પૈણ્યા વગર તને શી રીતે ચાલશે ? પ્રશ્નકર્તા : કયા ભવમાં અનુભવ નથી કર્યો ?
દાદાશ્રી : ખરું કહે છે કે કયા ભવમાં અનુભવ નથી કર્યો ! બકરીમાં, કૂતરામાં, ગધેડામાં, વાઘમાં, જ્યાં જાવ ત્યાં આના આ જ અનુભવ કર્યા છે ને?! પણ પૈણવાનું જો ધ્યેયપૂર્વક છૂટે તો સારું. હવે તારે ‘લોકોને જે અનુભવ થયા છે એ મને જ થયા છે', એવી ગોઠવણી કરી લેવી પડશે ને ? નહીં તો જગતના લોકો તને બિનઅનુભવી કહેશે. પૈણવું કે ના પૈણવું એ ‘વ્યવસ્થિત’ના તાબામાં છે, પણ અત્યારે જો પાંચ વર્ષ આ જ્ઞાનના આધારે બ્રહ્મચર્ય પાળે તો કેટલી બધી શક્તિઓ પ્રગટ થઈ જાય અને આ દેહનું બંધારણ કેવું સરસ થઈ જાય ! આખી જિંદગી તાવતરિયો જ ના આવે ને !!!
આપણું આ વિજ્ઞાન થોડા વખતમાં સેફસાઈડ કરી નાખે એવું છે. જેને ભગવાન પણ ના પૂછી શકે એવી સેફસાઈડ કરે એવું આ વિજ્ઞાન છે. ખાવાપીવાની બધી છૂટ આપી છે ને ? મેં જો ખાવાપીવાનો વાંધો કર્યો હોત, તો અહીં ઘણા ખરાં આવત જ નહીં. એટલે અમે છૂટ આપી છે.
આ સંસારચક્રનો આધાર વિષય પર છે. છે તો પાંચ જ વિષય, પણ સ્ત્રી સંબંધીનો તો બહુ જ ભારે વિષય છે. એના તો પછી ભારે સ્પંદનો ઊડે છે. આપણું જ્ઞાન એવું સરસ છે ને એમાં રહ્યા કરે, તો કશું એને અડે નહીં અને પાછલું બધું ધોવાઈ જાય. પણ વિષય બાબતમાં જાગૃત રહેવું પડે. ત્યાં તો ‘આમાં સુખ જ નથી અને આ ફસામણ જ છે' એ અભિપ્રાય રહેવો જોઈએ. એ બગીચો ન હોય. એ ફસામણ જ છે. એવું ભાન રહે તો છૂટી જવાય. પણ અહીં એવું ભાન રહેતું નથી ને ? ફસામણ હોય તો ત્યાં કેવું રહે ? અને બગીચામાં ફરતા હોય તો કેવું રહે ? બગીચામાં તો આમ ઉલ્લાસ રહે જ્યારે ફસામણમાં તો ક્યારે આમાંથી છૂટાય એવું રહે ને ? માટે ‘આપણે’ ‘ચંદ્રેશ’ને કહેવું ‘ચંદ્રેશ આમાંથી ક્યારે છૂટશો ! આ તો ફસામણ છે. આમાં પડવા જેવું નથી.’ પણ આમાં ફસામણ જેવું નથી રહેતું ને ત્યાં જ મુક્ત ભાવ થઈ જાય છે ને ? હવે જો આખી સમજણ ફેર કરી નાખે તો ઉકેલ આવે.
પૈણવું.