________________
૬૫
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય નહીં. અફરને આપણે ફેરવવા જઈએ તો શું થાય ? પણ આ પ્રતિક્રમણથી, દહાડે દહાડે ફેરફાર થતો જાય ને ?
પ્રશ્નકર્તા : હા. એ બાજુની આમ સ્થિરતા વધે છે.
રાજા જીત્ય, જીતાયું આખું રાજ ! કૃપાળુદેવે તો શું કહ્યું છે કે, નીરખીને નવયૌવના, લેશ ન વિષય નિદાન, ગણે કાષ્ટની પૂતળી, તે ભગવાન સમાન.”
- શ્રીમદ્ રાજચંદ્ર આપણે અક્રમમાર્ગમાં સ્ત્રીને કાષ્ટની પૂતળી નહીં ગણવાની. આપણે આત્મા જોવો. આ તો ક્રમિકમાર્ગવાળા કાષ્ટની પૂતળી કહે, પણ એ ગોઠવણી ક્યાં સુધી રહે ? જરા ફરી વિચાર આવે, તે ઘડીએ પાછું ઊડી જાય. પણ આપણે શુદ્ધાત્મા જોઈએ તો ? એટલે નવયૌવનાને દેખી અને મહીં ચિત્ત ઝલાયું હોય, ત્યાં આગળ શુદ્ધાત્માને જો જો કરીએ એટલે બધું જતું રહે, ચિત્ત પછી છૂટી જાય. વિષય જીતવા માટે શુદ્ધાત્માને જુએ તો ઉકેલ આવશે, નહીં તો ઉકેલ નહીં આવે.
આ સઘળા સંસારની, રમણી નાયકરૂપ, એ ત્યાગી ત્યાગું બધું, કેવળ શોક સ્વરૂપ.”
- શ્રીમદ્ રાજચંદ્ર બધો શોક જ એનાથી ઊભો થયો છે. આ સ્ત્રીનો ત્યાગ થયો, એનાથી છૂટા થયા કે બધો ઉકેલ આવી ગયો. જે બધું નિરંતર શોકનું જ સ્વરૂપ છે. આખો દહાડો શોક, શોક ને શોક જ હોય. શોક જ મળતો હોય, એ પછી જતું રહે. નહીં તો જે વળગ્યું, તે પછી છૂટું જ ના થાય
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
એક રાજાને જીત્યો હોય તો દળ, પૂર ને અધિકાર બધું આપણને મળી જાય. એનું લશ્કર બધું જ મળી જાય. લશ્કર જીતવા જઉં તો રાજા ના જિતાય. તેમ આ રાજા (વિષયરૂપી) જીત્યો કે બધું જ આપણા તાબામાં આવ્યું. તેથી અમે મુક્ત રહીએ છીએને ! આ એક જ વિષય એવો છે કે જે જીતે તો રાજપાટ બધું હાથમાં આવી ગયું. અમને વિષયનો વિચાર સરખો ય આવે નહીં.
ટળે જ્ઞાત તે ધ્યાત.... ‘વિષયરૂપ અંકુરથી, ટળે જ્ઞાન અને ધ્યાન, લેશ મદિરાપાનથી, છાકે જામ અજ્ઞાન.”
- શ્રીમદ્ રાજચંદ્ર એક જ જો વિષય કર્યો તો બધું બગડી જાય. ફરી અનંત અવતારની ખોટ આવે અને નર્કગતિનો અધિકારી થાય. ક્યો વિષય છે તે નર્કગતિ ના કરે ? જે લોકમાન્ય હોય. કોઈ પરણેલો માણસ, એની સ્ત્રીને લઈને જતો હોય તો લોકો વાંધો ઉઠાવે ?
પ્રશ્નકર્તા : ના ઉઠાવે. દાદાશ્રી : અને પરણેલો ના હોય ને જતો હોય તો ? પ્રશ્નકર્તા: તો વાંધો ઉઠાવે.
દાદાશ્રી : એ લોકમાન્ય ના કહેવાય. એ નર્કગતિનો અધિકારી થાય. બંનેને નર્કમાં જવું પડે, બંનેને નર્કમાં સાથે રહેવું પડે પાછું.
પ્રશ્નકર્તા: ‘વિષયરૂપ અંકુરથી....' એટલે ?
દાદાશ્રી : અંકુર એટલે મહીં બીજ હોય ને એ વિચાર આવ્યો ને તેની મહીં તન્મયાકાર થાય એ અંકુર કહેવાય. એ અંકુર ઊભો થયો કે ગયો..... તેથી આપણે નક્કી કરીએ છીએ ને કે વિચાર આવતાં પહેલાં ખેંચીને બહાર નાખી દેજો. એ અંકુર ફૂટ્યો કે પછી જ્ઞાન ને ધ્યાન બધું તૂટી જાય, ખલાસ થઈ જાય.
ને ?
એક વિષયને જીતતાં, જીત્યો સહુ સંસાર, નૃપતિ જીતતાં જીતિયે, દળ, પૂર ને અધિકાર.”
- શ્રીમદ્ રાજચંદ્ર