________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય બ્રહ્મચર્ય સેવે તો પાત્ર થાય, એમ કૃપાળુદેવ કહે છે. એમણે એમ નથી કહ્યું કે કેરીઓ ના ખાશો. મૂળ જ પકડ્યું છે આખું. જો સામો અજીવ હોત ને દાવો ના માંડે, તો બ્રહ્મચર્ય ના સેવત આપણે. પણ આ તો દાવો માંડે.
“જે નવવાડ વિશુદ્ધિથી, ધરે શિયળ સુખદાય’
- શ્રીમદ્ રાજચંદ્ર પ્રશ્નકર્તા : નવવાડ વિશુદ્ધ બ્રહ્મચર્યની વ્યાખ્યા શું ?
દાદાશ્રી : નવવાડ એટલે એવું છે ને, મન-વચન-કાયાથી બ્રહ્મચર્ય પાળવાનું. મનથી જે વિચારતા હોય, તે બધું વિચારવા કરવાનું નહીં. આગળના વિષયો યાદ આવે તો, તે ઘડીએ બધું વિસારે પાડી દેવાનું. વાણીથી બોલવાનું નહીં, દેહથી બહુ દૂર રહેવાનું.
નવવાડ કહી છે ને, કે સ્ત્રી બેઠી હોય ત્યાં આપણે બેસવું નહીં, તેને જોવી નહીં. કોઈ વિષય ભોગવતો હોય તો આપણે ખાનગી રીતે તિરાડમાંથી જોવું નહીં. જોઈએ તો ય આપણું મન બગડી જાય. આપણે પાછળ જે સંસાર ભોગવ્યો હોય, તેને યાદ કરવો નહીં. યાદ કરીએ એટલે ફરી પાછાં વિચાર આવે, આમ આવી રીતે બધી નવવાડો છે.
સ્ત્રી બેઠી હોય તે જગ્યાએ બેસશો નહીં એવું કહે. પછી એ જગ્યા ઉપર શું થાય ? રાગ બેસે કે દ્વેષ બેસે ? દ્વેષ થયા કરે. ઊલટું, રાગ-દ્વેષનાં કારખાનાં વધ્યાં. એટલે નવવાડને આપણે શું કરીએ ? એના કરતાં એક વાડ કરી નાખને તો ય બહુ થઈ ગયું. નવવાડ કરવા જતાં પાછાં બીજા રાગ-દ્વેષ ઊભાં થશે. એના કરતાં સ્થૂળ બ્રહ્મચર્ય પાળોને અને મનમાં જે વિચાર આવે તો એનાં પ્રતિક્રમણ કરી ધોઈ નાખો. નવવાડ તો અત્યારે કોઈથી પણ થઈ શકે નહીં, એક-બે વાડ તો તૂટી ગયેલી હોય. તો તમે શી રીતે નવવાડ પૂરી કરી શકો ? આપણે તો અમે જે દેખાડ્યું છે એમાં રહો. આપણું કરે તો એમાં નવવાડ બધું ય આવી જાય છે. નવવાડનું કરવામાં અહંકારની જરૂર પડે. પણ આપણે ત્યાં તો કરવાનો માર્ગ જ નથી.
પ્રશ્નકર્તા : તો પછી પ્રતિક્રમણ કરતી વખતે આપણે યાદ કરીએ છીએ, એટલે એનો નવો બંધ ના પડે ?
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
F
દાદાશ્રી : હા, યાદ આવે, પણ પ્રતિક્રમણ એટલે આપણે તો એ શું કરવા માંગીએ છીએ ? કે વિષયને ઉડાડી દેવા માંગીએ છીએ અને પેલા તો લાલચને માટે યાદ કરે. બન્નેના ભાવમાં ફેર છે. પેલું યાદ આવે છે, તે લાલચથી યાદ આવે છે અને આ તો પ્રતિક્રમણથી યાદ આવે છે. પ્રતિક્રમણ કરવા પાછળ છોડવાનો ભાવ છે, જ્યારે પેલો લાલચનો ભાવ છે. એટલે બેઉના ભાવમાં ફેર છે.
“ભવ તેનો લવ પછી રહે, તત્ત્વ વચન એ ભાઈ’
શ્રીમદ્ રાજચંદ્ર ‘લવ પછી’ એટલે ભવ થોડા રહે પછી, ભવ ઓછા થઈ જાય. એ તત્ત્વ વચન છે, તત્ત્વનો સાર છે.
“સુંદર શિયળ સુરતરુ, મન-વાણી ને દેહ, જે નર-નારી સેવશે, અનુપમ ફળ લે તેહ”
-
શ્રીમદ્ રાજચંદ્ર શિયળ એટલે શીલવાન. મન-વચન-કાયાથી શીલવાનપણું રાખે, તે અનુપમ ફળ લે.
પ્રશ્નકર્તા : શીલવાન કોને કહેવાય ?
દાદાશ્રી : વિષયનો વિચાર ના આવે. જેને ક્રોધ-માન-માયા-લોભ
ના થાય, એને શીલવાન કહેવાય. એકલો આ સ્ત્રીનો વિષય જ નહીં, પણ ક્રોધ-માન-માયા-લોભ પણ પોતાને વશ થયા હોય એટલે એ શીલવાન કહેવાય. જે ક્રોધ-માન-માયા-લોભ પોતાને દુઃખ દે, બીજાને દુઃખ ના દે, એ ‘કંટ્રોલેબલ’ કહેવાય. ત્યાંથી ભગવાને એને ‘શીલ’ કહ્યું.
પ્રશ્નકર્તા : એટલે મન-વચન-કાયાથી કોઈ પણ જીવમાત્રને કિંચિત્માત્ર પણ દુઃખ ન દેવું એ જે ભાવ છે, એ શીલવાન ?
દાદાશ્રી : એ તો ભાવ છે જ. એ તો અહિંસક ભાવ કહેવાય છે.
એ વસ્તુ જુદી છે અને આ તો સ્ત્રીસંબંધી વિષય જીત્યો, એ બધું જીત્યો.
પ્રશ્નકર્તા : મેં બ્રહ્મચર્ય વ્રત લીધા પછી એક મહિનો કૃપાળુદેવનું