________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય તમને શુદ્ધાત્મા દેખાય. બહારનું પેકિંગ ગમે તેવું હોય તો ય પેકિંગ જોડે આપણને શી લેવા દેવા ? પેકિંગ તો સડી જવાનું છે, બળી જવાનું છે, પેકિંગમાં શું કાઢવાનું છે ? એટલા માટે જ્ઞાન આપેલું છે કે આપણે શુદ્ધાત્મા જુઓ, એટલે ‘દેખત ભૂલી ટળે’ ! ‘દેખત ભૂલી ટળે” એટલે શું કે આ મિથ્યા દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ ફરે અને સમ્યક દ્રષ્ટિ થાય તો બધાં દુ:ખોનો ક્ષય થાય ! પછી એ ભૂલ ના થવા દે, દ્રષ્ટિ ખેંચાય નહીં.
કૃપાળુદેવે તો કેટલું બધું કહ્યું છે, છતાં ય કહે છે કે “દેખત ભૂલી થાય છે, દેખીએ છીએ ને ભૂલ થાય છે. “દેખત ભૂલી ટળે” તો સર્વ દુ:ખોનો ક્ષય થાય. તે દેખત ભૂલી ટાળવાનો મેં આ માર્ગ આપ્યો કે આ બેન જાય છે, તેની મહીં તું શુદ્ધાત્મા જોજે. શુદ્ધાત્મા તને દેખાય તો પછી બીજું જોવાનું ના હોય. બીજો તો કાટ ચઢેલો કહેવાય. કોઈને લાલ કાટ હોય, કોઈને પીળો કાટ હોય, કોઈને લીલો કાટ હોય, પણ આપણે તો લોખંડ એકલું જ જોવાનું ને ?! અને કાટ દેખાય તેની સામે ઉપાય આપી દીધો છે. સંજોગવશાત્ ફસાયો એનો વાંધો નથી, પણ ઇચ્છાપૂર્વકનું ના હોવું જોઈએ. સંજોગવશાત્ તો જ્ઞાની પણ ફસાય.
ખબર પડે કે અહીં આગળ આ ભૂલ ખાધી, અહીં મારી દ્રષ્ટિ બગડી હતી. ત્યાં પાછું પોતે આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખાન કરીને પણ ધોઈ નાખે. પણ જેને આ જ્ઞાન ના મળ્યું હોય, તે શું કરે બિચારો ? તેને તો ભયંકર ખોટી વસ્તુને ખરી માનીને ચાલવું પડે છે. આ અજાયબી છે ને ! આ તો જ્ઞાન મળ્યું છે એને વાંધો નહીં, એ તો દ્રષ્ટિ બગડે કે તરત ધોઈ નાખે.
જો તમારે શુદ્ધ ઉપયોગ છે, તો સામાનો ગમે તે ભાવ હોય તો ય તમને ના અડે !
પ્રશ્નકર્તા : એક સ્ત્રીને જોઈને કોઈ પુરુષને ખરાબ ભાવ થાય, એમાં સ્ત્રીનો દોષ ખરો ?
દાદાશ્રી : ના, એમાં સ્ત્રીનો કંઈ દોષ નહીં ! ભગવાન મહાવીરનું લાવણ્ય જોઈને ઘણી સ્ત્રીઓને મોહ ઉત્પન્ન થતો હતો, પણ તેથી ભગવાનને કશું ના અડે ! એટલે જ્ઞાન શું કહે છે કે તમારી ક્રિયા સહેતુક હોવી જોઈએ. તમારે એવા પટિયાં ના પાડવાં જોઈએ કે એવાં કપડાં પણ ના પહેરવાં જોઈએ કે જેથી સામાને મોહ ઉત્પન્ન થાય. આપણો ભાવ ચોખ્ખો હોય તો કંઈ બગડે તેમ નથી. ભગવાન શા હારું કેશનું લોચન કરતા હતા ? કે મારી ઉપર કોઈ સ્ત્રીનો આ વાળને લઈને ભાવ બગડે તો ? માટે આ વાળ જ કાઢી નાખો એટલે ભાવ જ ના બગડે. કારણ કે ભગવાન તો બહુ રૂપાળા હોય, મહાવીર ભગવાનનું રૂપ, આખા વર્લ્ડમાં સુંદર ! દેવો પણ બહુ રૂપાળા હોય, પણ તે વખતે રૂપનું રૂપ તો ભગવાન મહાવીર હતા ! એટલે એમની ઉપર કોઈ સ્ત્રી મોહી ના પડે, એટલે એમણે જાગૃતિ રાખવી પડે. છતાં કોઈ મોહી પડે તો એ માટે પોતે જોખમદાર નથી, કારણ કે એવી પોતાની ઇચ્છા નથી ને !
મોહ રાજાનો અંતિમ બૃહ... મોહબજાર ચૌદ વર્ષે શરૂ થાય ને ચાલીશ વર્ષ પછી પૂરું થાય, ત્યારે એ ઝાડ સૂકાય ! આ તો જાત જાતના મોહ ! નહીં તો હિન્દુસ્તાનના એક એક મનુષ્યમાં શક્તિઓ તો એવી છે કે કામ કાઢી નાખે !
પ્રશ્નકર્તા: વધુમાં વધુ શક્તિ ક્યાં ખર્ચાય ? શક્તિઓ વધારે ક્યાં
આ વિષય તો અવિચાર કરીને છે. જેમ વિચારે કરીને ખોટ-નફો આપણને માલમ પડે છે કે નથી પડતો ? અને વિચાર ના આવતા હોય, તેને ખોટ-નફો ના માલમ પડે ને ? એવું વિચાર કરનાર હોય તો આ વિષય તો ઊભો જ ના રહે, પણ આ કાળચક્ર એવું છે કે બળતરામાં એને હિતાહિતનું ભાન જ નથી રહ્યું કે પોતાનું હિત શેમાં અને પોતાનું અહિત શેમાં ? બીજું, આ વિષયના સ્વરૂપને સમજણપૂર્વક બહુ વિચારી નાખ્યું હોય તો ય પણ અત્યારે જે વિષય ઊભો છે, એ આગળના અવિચારોનું કારણ છે. તેથી ‘દેખત ભૂલી’ ટળે નહીં ને ! આપણને વિષયનો વિચાર ના આવ્યો હોય પણ કોઈ જગ્યાએ એવું દેખવામાં આવ્યું હોય, તો પણ તરત જ ભૂલ ખાઈ જાય. દેખે ને ભૂલે, એવું બને કે ના બને ?
‘દેખત ભૂલી’નો અર્થ શો ? કે મિથ્યાદર્શન ! પણ બીજું બધું ‘દેખત ભૂલી’ થાય તેનો વાંધો નહીં, પણ આ વિષયસંબંધીમાં, ચારિત્ર સંબંધીમાં ‘દેખત ભૂલી’નો ઉપાય શો ? આપણને જ્ઞાન મળ્યું હોય તો પોતાને ભૂલ