________________
૮૮
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય નિશ્ચય જ કરવાનો છે, બીજું કશું જ નથી કરવાનું. લોકો ભાવ તો સમજતા જ નથી કે ભાવ શાને કહેવાય ? ભાવ આવ્યા પછી તો અભાવ આવે, પણ આ તો નિશ્ચય કે અમારે આમ તો નહીં જ ! નિશ્ચય એ પુરુષાર્થ છે ! તમે જેટલાં નિશ્ચય કરેલાં ને, આ રોજ સત્સંગમાં શાથી અવાય છે ? નિશ્ચય કર્યો છે, “જવું છે', એટલે જવાય જ ! યાર વગર રૂપકમાં આવે નહીં ને ! આ પૂર્વના તમારા નિશ્ચય ઓપન થયા છે. આ અનિશ્ચયને લીધે તો બધાં દુ:ખ છે. યે ભી ચાલશે ને વો ભી ચાલશે, તો તેને તેવું મળે. આ તો અમે બહુ ઝીણી વાત કરવા માંગીએ છીએ.
જેટલાં નિશ્ચય કર્યા છે, એટલાં ફળ મળશે. જુઓને, નોકરીના નિશ્ચય કર્યા, વેપારના નિશ્ચય કર્યા, આમ રહેવું છે તેવાં નિશ્ચય કર્યા, ઘરમાં નથી રહેવું તેનાં નિશ્ચય કર્યા, ઘરમાં પાછું રહેવું છે એવાં નિશ્ચય કર્યા ને તે પ્રમાણે ફળ મળ્યાં. આ જ જોવાનું છે, કે આ ફિલ્મ કેવી ચાલે છે ‘સત્સંગ કરવો છે, જગત કલ્યાણને માટે પ્રયત્ન કરવો છે.’ એવો નિશ્ચય કરેલો, તે અમારે આજે બાવીસ વર્ષથી ચાલ્યો અને આ તો હજુ રહેવાનો છે ! આજે આપણે જે નક્કી કર્યું એ ઠેઠ સુધી રહે, એનું નામ નિશ્ચય કહેવાય !! તો પછી એનો સાંધો આગળ મળી જાય પાછો. અહીંથી નનામી કાઢતાં પહેલાં નિશ્ચય ફેરવી નાખ્યો તો પછી આગળ નિશ્ચય ક્યાંથી મળે ? આગળ એને ટાઈમે નિશ્ચય મળે ખરો, પણ તે એકધારો નહીં, પિસીસવાળો મળે.
મોટા જ્યોતિષે કહ્યું હોય કે કઢી ઢોળાઈ જવાની છે, તો ય આપણે પ્રયત્ન કરવો. કારણ કે ટાઈમીંગ બદલાઈ જાય તો એનું જ્યોતિષ ખોટું પડી જાય ને દિવસમાં તો ટાઈમીંગ બદલાયા જ કરવાના ! એવાં એવાં સંજોગો ઊભા થાય, તે ટાઈમીંગ બદલાઈ જાય. આપણી ભાવના એટલી બધી મજબૂત હોય તો ટાઈમીંગ હઉ બદલાઈ જાય ! અનંત શક્તિવાળો આત્મા છે !!
પ્રશ્નકર્તા : નિશ્ચય આગળ ટાઈમીંગ બદલાઈ જાય ?
દાદાશ્રી : નિશ્ચય આગળ બધાં ટાઈમીંગ બદલાઈ જાય. આ ભાઈ કહેતા હતા કે ‘હું બનતાં સુધી ત્યાં આવીશ, પણ વખતે ના અવાય તો
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય નીકળી જજો.’ તે અમે સમજી ગયા કે આમણે નિશ્ચય પોલો કર્યો છે, તે આગળ એવિડન્સ એવા મળે કે આપણું ધારેલું થાય નહીં.
એટલે આપણે નિશ્ચય કરવો છે એવું નક્કી કરવું, પણ કોઈ વખત પાછું સંજોગો ભૂલાડી દે. હવે એ ભાઈ જો નિશ્ચયથી કહેત કે, ‘હું આવું જ છું.’ તો નિશ્ચયને આગળ ટાઈમીંગ મળી જાય અને અહીં આવી જવાય. એટલે નિશ્ચય જે કર્યો છે, તે આગળ એવિડન્સ ઊભાં કરે. આપણે નિશ્ચય કરવો, પણ એ ય પાછું સંજોગો ભૂલાડી દે, તો પછી જાણવું કે વ્યવસ્થિત ! આ તો એવી પોતાની બધી સત્તા જો હાથમાં આવી જાય તો તો તું વ્યવસ્થિતને રમાડું ! પણ એવી સત્તા નથી ને !
વળગી રહે નિશ્ચયતે ઠેઠ... નિશ્ચયશક્તિ એ તો મોટામાં મોટી શક્તિ છે, નદી ઓળંગવી કે નહીં ? તો કહે, ઓળંગવી ! ઓળંગવી એટલે ઓળંગવી ને નહીં તો નહીં ! પેલા વિષય વિચારો પર પ્રતિક્રમણનું જોર રાખવું ને હવે સાચવે, તો મહીં ફ્રેકચર થયેલું રાગે પડી જાય.
‘ઉપાદાન' તારે જાગૃત રાખવાનું અને અમે તો ‘નિમિત્ત', અમે આશીર્વાદ આપીએ, વચનબળ મૂકીએ, પણ નિશ્ચય સાચવવો એ તારા હાથમાં. આ જ્ઞાન મળ્યું છે, એટલે એવું ઊંચું પદ મળ્યું છે કે ગમે તેવું ધાર્યું કામ થાય એવું છે. બીજી કોઈ જગ્યાએ જોખમ નથી. આ એકલું જ જોખમ છે ને ‘આ’ બાજુ પગ મૂક્યો કે મુક્તિ ! જો તારો નિશ્ચય ના ડગે તો કામ નીકળી જાય, એટલે રાત-દહાડો આ એક જ કુ ટાઈટ ક્ય કરવો. ચા પીધી કે પાછું ટાઈટ કર્યા કરવું. કારણ કે જગતની વિચિત્રતાનો પાર નથી. ક્યારે ફસાવી દે, એ કહેવાય નહીં.
જરાક કાચું પડી જાય ને, ત્યાં બ્રહ્મચર્ય ખલાસ થઈ જાય. સહેજ જરા સ્ટ્રોંગ ઉપર જ જો કદી નિશ્ચય એક ફેરો તૂટ્યો, નિશ્ચયને ગોઠવ્યો નહીં, અને તૂટ્યો એટલે આ બાજુ વળી જાય પછી ! પછી ખલાસ થઈ જાય.
મન આ બાજુ સ્ટેડી રહે છે તો સારું છે, નહીં તો ખરાબ વિચાર આવે તો અમને કહી દેજે. તો અમે ઉપાય બતાડીએ, કે આ રસ્તે આમ