________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય દેખાય. પછી વિષય ઊભો થાય જ નહીં ને ! આમાંથી આત્મા ચોખ્ખી વસ્તુ છે, ત્યાં આગળ જઈને અમારી દ્રષ્ટિ અટકે, પછી શી રીતે મોહ થાય ? લોકોને આવું આરપાર દેખાય નહીં ને? લોકોને એવી દ્રષ્ટિ નહીં ને ? એવી જાગૃતિ ય ક્યાંથી લાવે ? આવું દેખાય, એ તો મોટામાં મોટી જાગૃતિ કહેવાય. એટ-એ-ટાઈમ આ ત્રણેય જાગૃતિ હોય. આ મને જે જાગૃતિ હતી, તે તમને કહું છું. જે રીતે હું જીત્યો છું, એ રીતે તમને બધાને, આ જીતવાનો રસ્તો દેખાડ્યો. રસ્તો તો હોવો જોઈએને ? અને તે કંઈ જાગૃતિ વગર તો કોઈ દહાડો ય બને જ નહીં ને ?
આ તો કાળ એવો વિચિત્ર છે, પહેલાં તો લિપસ્ટિકો અને મોઢે પાવડર, એ બધું ક્યાં ચોપડતા હતા ? જ્યારે અત્યારે તો એવું બધું ઊભું કર્યું છે કે ઊલટું ખેંચાણ કરે માણસને, એવું બધું મોહબજાર થઈ ગયું છે ! પહેલાં તો શરીર સારું હોય, દેખાવડી હોય તો ય આવા મોહનાં સાધન નહીં. અત્યારે તો નવું મોહબજાર જ છેને ? તે કદરૂપા માણસે ય રૂપાળા દેખાય છે, પણ આમાં શું જોવાનું ? આ તો નર્યો ગંદવાડો !!
એટલે મને તો બહુ જાગૃતિ રહે, જબરજસ્ત જાગૃતિ રહે ! આપણું જ્ઞાન જાગૃતિવાળું છે, એટ-એ-ટાઈમ લાઈટ કરવું હોય તો થાય એવું છે !! હવે જો તે ઘડીએ આવી જાગૃતિનો ઉપયોગ ના કરે તો માણસ માર્યો જાય. આપણે ઘણું ય શુદ્ધાત્મા જોવા જઈએ તો પણ એ દ્રષ્ટિ સ્થિર થવા ના દે, એટલે આવો ઉપયોગ જોઈએ. તે અમને જ્ઞાન થતાં પહેલાં આવો ઉપયોગ ગોઠવાયેલો, નહીં તો આ મોહબજાર તો મારી જ નાખે આ કાળમાં. આ તો સ્ત્રીઓને જોવાથી જ રોગ પેસી જાયને ! હવે શું એ પણેલા નથી ? પૈણેલા હોય તો ય એવા ! કારણ કે આ કાળ જ એવો છે ! આ શ્રી વિઝન યાદ રહેશે કે ભૂલી જશો ?
પ્રશ્નકર્તા : દ્રઢ નિશ્ચય હોવા છતાં કોઈ સ્ત્રી તરફ વારંવાર દ્રષ્ટિ ખેંચાય છે અને શ્રી વિઝન જાણવા છતાં “જેમ છે તેમ દેખાતું કેમ નથી ?
દાદાશ્રી : એ શ્રી વિઝન જાણેલું નથી, શ્રી વિઝન જાણે તો એને છે તે દ્રષ્ટિ ખેંચાય જ નહીં. શ્રી વિઝન દેખાય એટલે હાથ જ ઘાલે નહીં. પછી આ તો દ્રષ્ટિ પડે તો ઉછું પાછું જોઈ લે.
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
પ્રશ્નકર્તા : શ્રી વિઝન નથી દેખાતું, એ મોહને લીધે ?
દાદાશ્રી : જાણતો જ નથી, શ્રી વિઝન શું છે તે જ જાણતો નથી. મોહને લીધે ભાનમાં જ ના આવે ને મોહ એટલે બેભાનપણું !
પ્રશ્નકર્તા : એટલે હવે શ્રી વિઝન દેખાય, એનો ઉપાય શું ?
દાદાશ્રી : એ કંઈ દેખાવાનું જ નથી. એનો ઉપાય જ ક્યાં કરવાનો ? એ જેને દેખાય, એ માણસ જ જુદી જાતના હોય, અફલાતુન માણસ હોય.
આ કાળમાં એટલો બધો વૈરાગ રહે નહીં માણસને ! એટલે આ શ્રી વિઝન બહુ ઊંચી વસ્તુ છે, એનાથી પછી વૈરાગ રહે. અમે નાની ઉંમરમાંથી આવો પ્રયોગ કરેલો. શોધખોળ કરી કે આ જ રોગ છે, મોટામાં મોટો. પછી આ જાગૃતિથી પ્રયોગ કરેલો, પછી તો અમને સહજ થઈ ગયું. અમને એમ ને એમ બધું સહેજે દેખાય. બે-ચાર વાર ગટરનું ઢાંકણું ઉઘાડવાનું હોય, પછી ખબર ના પડે કે મહીં શું છે તે ? પછી એવી ગટર આવે તો ખબર ના પડે ? વખતે બે-ચાર વાર ભૂલ થઈ જાય, પણ પછી તો આપણને ખબર રહેને ?
પ્રશ્નકર્તા : એટલે આ પ્રયોગ કન્ટીન્યુઅસ રાખવાનો શ્રી વિઝનનો?
દાદાશ્રી : ના, એ એમ જ છે ! આ તો લૂગડાં ઢાંકીને ફરે એટલે રૂપાળું દેખાય, બાકી મહીં એવું જ છે. આ તો માંસને રેશમી ચાદરથી બાંધ્યું છે, એટલે મોહ થાય છે. માંસ એકલું હોય તો ય વાંધો નહીં, પણ આ તો મહીં આંતરડાં બધું કાપે તો શું નીકળે મહીંથી ? એટલે એની પર વિચાર જ નથી કર્યો. એ જો વિચાર કર્યો હોય, તો તો ત્યાં દ્રષ્ટિ ફરી જાય જ નહીં. આ તો ભ્રાંતિથી મૂર્ખાઈમાં માણસે સુખ કલ્પેલું છે. બધાએ કહ્યું એટલે આણે ય કયું, એવું ચાલ્યું છે ! સીત્તેર-એંસી વર્ષની સ્ત્રીઓ જોડે તું પણું ખરો ? કેમ નહીં ? પણ એના અંગ બધું સારું દેખાય કે નહીં ? એ જોવાનું મન જ ના થાય ને ?
પ્રશ્નકર્તા: એવો કોઈ રસ્તો નથી, શોર્ટકટ નથી કે શ્રી વિઝન પહેલાં