________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય દાદાશ્રી : કોઈને અહીં દાઝયો હોય ત્યાં પરુ નીકળતું હોય, તો ત્યાં આપણને હાથ ફેરવવાનું ગમે ?
પ્રશ્નકર્તા : ના ગમે.
દાદાશ્રી : આ શી રીતે વિષય ઊભો રહ્યો છે, તે જ સમજાતું નથી. એ ઉઘાડી આંખે ઊંઘે છે, ત્યાં ઊંઘતાને શું કરે ? લોકો તો ‘દેહની મહીં શું છે? તે નથી જાણતા. આ હવાઈ તું લાવ્યો હોય તો તને ખબર પડે ને, કે આમાં દારૂ ભરેલો છે ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : તો આમાં કેમ ખબર નથી રહેતી ? હવાઈનું તો લક્ષ રહ્યા જ કરે કે આ દારૂ ભરેલો છે, આ ફૂટી નથી, હજી ફૂટવાની બાકી છે ને આ ફુટી ગયેલી છે, એવી ખબર પડે છેને ? અને આ જીવતાં મનુષ્યોમાં શું દારૂ ભરેલો છે, તેની કેમ ખબર નથી પડતી ? એમાં શું શું દારૂ ભર્યો છે ?
પ્રશ્નકર્તા : હાડકાં, લોહી, માંસ. દાદાશ્રી : હાડકાં મહીં ખરાં કે ? તે શી રીતે જોયેલાં ? પ્રશ્નકર્તા : જોયાં નથી, પણ બુદ્ધિથી ખબર પડેને ?
દાદાશ્રી : બુદ્ધિ તો પરાવલંબી છે, સ્વાવલંબી નથી. બીજી જગ્યાએ જોયું હોય તેના પરથી ખબર પડે કે માણસને આવું હોય છે, તે મારામાં હશે. બુદ્ધિ પરાવલંબી છે અને જ્ઞાન પરાવલંબી નથી. જ્ઞાન સીધું દેખે. ગંદવાડો લાગે તેવું બીજું કશું હશે શરીરમાં?
પ્રશ્નકર્તા : દુષ્ટતા હોય.
દાદાશ્રી : દુષ્ટતા તો જાણે ઠીક છે, એ પ્રાકૃત ગુણ કહેવાય; પણ આમાં માલ શું શું છે ?
પ્રશ્નકર્તા : બીજું ખબર નથી.
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
દાદાશ્રી : ખાવાનું તું શું શું ખાય છે ? પ્રશ્નકર્તા : દાળ, ભાત, રોટલી, શાક. દાદાશ્રી : પછી એ ગલન થાય છે, ત્યારે શું થાય છે ? પ્રશ્નકર્તા: મળ થઈ જાય.
દાદાશ્રી : એવું શાથી થાય છે ? આપણે જે ખોરાક ખાઈએ ને તેમાંથી બધો સાર સાર ખેંચાઈ જાય અને લોહી ને એ બધું બને ને શરીર જીવતું રહે અને જે અસાર રહે તે નીકળી જાય. આ તો બધી મશીનરી છે. લોહી ચાલુ રહે એટલે આંખો ચાલુ રહે, મહીં વાયર બધા ચાલુ જ છે. ખોરાક નાખીએ તો ઇલેક્ટ્રિસિટી ચાલુ થાય. ઇલેક્ટ્રિસિટીથી શ્વાસોચ્છવાસ ચાલે.
હમણાં એક પોટલીમાં હાડકાં ને માંસ સુંવાળી ચાદરમાં બાંધ્યા, પછી અહીં એને લાવીને મૂકી હોય તો તને તે લક્ષમાં તો રહે ને, કે આમાં આ ભરેલું છે ?
પ્રશ્નકર્તા : રહી શકે ને !
દાદાશ્રી : ત્યારે સારું, આ જેને લક્ષમાં રહે, તેને મોટા અધિપતિ કહ્યા છે, એ જાગૃત કહેવાય. જાગૃત હોય તે આ સંસારમાં ખરડાય નહીં અને જાગૃત જ વીતરાગ થઈ શકે !
અભૂત પ્રયોગ, થી વિઝતતો ! મારો જે પ્રયોગ કરેલો હતો, એ પ્રયોગ જ વાપરવાનો. અમારે એ પ્રયોગ નિરંતર ગોઠવાયેલો જ હોય, તે અમને જ્ઞાન થતાં પહેલાં ય જાગૃતિ રહેતી હતી. આમ સુંદર કપડાં પહેર્યા હોય, બે હજારની સાડી પહેરી હોય તો ય જોતાંની સાથે જ તરત જાગૃતિ ઊભી થાય, તે નેકેડ દેખાય. પછી બીજી જાગૃતિ ઉત્પન્ન થાય, તે ચામડી વગરનું દેખાય અને ત્રીજી જાગૃતિ પછી પેટ કાપી નાખે તો મહીં આંતરડાં દેખાય, આંતરડાંમાં શો ફેરફાર થાય છે એ બધું દેખાય. લોહીની નસો મહીં દેખાય, સંડાસ દેખાય, આમ બધો ગંદવાડો