________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય દાદાશ્રી : એ જગ્યા ખોદી નાખવી, ખોદીને કાઢી નાખવી. એ જગ્યા ક્યાં છે ?
પ્રશ્નકર્તા : એક જગ્યા એટલે અમુક અવયવો તરફ જ વધુ દ્રષ્ટિ
જાય.
દાદાશ્રી : જેને બહુ જતું રહેતું હોય તેણે પૈણવું. બધે દ્રષ્ટિ બગાડવા કરતાં એક કૂવામાં પડવું સારું, પછી પચાસ વર્ષે ય કોઈ નહીં મળે.
ચોરી કરવાની ગમે છે ? જૂઠું બોલવાનું, મરવાનું ગમે ? ત્યારે પરિગ્રહ ગમે ? તો બસ વિષયમાં એવું મહીં શું પડ્યું છે કે ગમે છે ?
પ્રશ્નકર્તા : બિલકુલ ગમતું જ નથી, તો ય આકર્ષણ થઈ જાય છે. એનો બહુ ખેદ રહ્યા કરે છે.
દાદાશ્રી : એ ખેદ રહે તો પેલું જાય. એક આત્મા જ જોઈએ. તો પછી વિષય શેનો થાય ? બીજું જોઈએ, તો વિષય થાય ને ? વિષયનું તને પૃથક્કરણ કરતાં આવડે છે ?
પ્રશ્નકર્તા : આપ જણાવો.
દાદાશ્રી : પૃથક્કરણ એટલે શું કે વિષય એ આંખે ગમે એવા હોય છે ? કાને સાંભળે તો ગમે ? અને જીભથી ચાટે તો મીઠું લાગે ? એક્ય ઇન્દ્રિયને ગમતું નથી. આ નાકને તો ખરેખરું ગમે ને ? અરે, બહુ સુગંધ આવે ને ? અત્તર ચોપડેલું હોય ને ? એટલે આવું પૃથક્કરણ કરે, ત્યારે ખબર પડે. આખું નર્ક જ ત્યાં પડ્યું છે, પણ આવું પૃથક્કરણ નહીં હોવાથી લોક મૂંઝાયું છે. ત્યાં જ મોહ થાય છે, એ ય અજાયબી જ છે ને !
પ્રશ્નકર્તા : તો એ આકર્ષણ શેનું રહે છે ?
દાદાશ્રી : અણસમજણનું. જેમ આ અણસમજણથી તાર જોઈન્ટ રહી ગયો હોય તો તેનું આકર્ષણ થયા કરે. પણ હવે સમજણ આવી કે આ તો આવું છે. પહેલાં તો આપણે સાચું જાણતા નહોતા ને આવું પૃથક્કરણ કરેલું જ નહીં ને ! લોકોએ માન્યું તેવું આપણે સાચું માન્યું
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય કે આ જ ખરો રસ્તો છે, પણ હવે જાણ્યું ત્યારથી આપણે સમજી ગયા કે આ આમાં તો પોલું ખાતું છે. એમાં તો ઓહોહોહો.... એટલાં બધાં જોખમ છે કે એના લીધે તો આખો સંસાર ઊભો રહ્યો છે અને આખો દહાડો માર પણ એને લીધે જ પડે છે. એમાં ય જો ઇન્દ્રિયોને ગમે એવું હોય તો ઠીક, પણ આ તો એકંય ઇન્દ્રિયને ગમતું જ નથી.
પ્રશ્નકર્તા : ચિત્ત હજી ખેંચાયા કરે છે, દ્રષ્ટિ બગડે છે. દાદાશ્રી : આપણી બેન હોય, ત્યાં શી રીતે જોવાય છે ? પ્રશ્નકર્તા : ત્યાં તો કશું ના થાય.
દાદાશ્રી : કેમ, એ સ્ત્રી જ છે ને ? ત્યાં શાથી વિકાર ના થાય ? એની પર કેમ વિચાર નહીં બગડતા હોય ? બેન એ સ્ત્રી નથી ?
પ્રશ્નકર્તા : પરમાણુની અસર હશે તેથી ?
દાદાશ્રી : આ તો આપણે જ્યાં ભાવ કર્યો હોય ત્યાં જ આપણી દ્રષ્ટિ બગડે. બેન ઉપર કોઈ દહાડો ય ભાવ કર્યો નથી, તેથી દ્રષ્ટિ બગડે ય નહીં અને કેટલાંક લોકોએ બેન ઉપરે ય ભાવ કર્યો હોય તો ત્યાંય દ્રષ્ટિ બગડે !!!
પ્રશ્નકર્તા : છતાં, આમ વ્યવહારમાં સ્ત્રીના સંજોગો તો ભેગા થાય છે, તે આમ દ્રષ્ટિ પડી જ જાય છે.
દાદાશ્રી : દ્રષ્ટિ પડી જાય, એ તો સ્વાભાવિક છે. એમાં પૂર્વભવનો દોષ છે. પણ હવે આપણે શું કરવું ? દ્રષ્ટિ પડી જવી, એમાં તો કંઈ ચાલે એવું નથી. આપણે ગમે એટલું પકડી રાખો તો ય આંખનો સ્વભાવ છે જોવાનો, એ જોઈ લીધા વગર રહે જ નહીં. હિસાબ છે, એટલે જોયા વગર નહીં રહે.
પ્રશ્નકર્તા : આવું દહાડામાં બે-ચાર વખત થઈ જાય. બે-ચાર વખત તો એમ લાગે કે આ કંઈ બરોબર રહેતું નથી.
દાદાશ્રી : એ ને આપણે બે જુદા જ છીએ ને ? અને એ તો ફરે