________________
૪૮
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય સમજીને પેસો આમાં... પ્રશ્નકર્તા ઃ આજે ડીસિઝન લઈ લીધું છે, પણ પાછલો માલ ઘણો છે. તો ડીસિઝનના આધારે આમાંથી મારે નીકળી જવાશે ?
દાદાશ્રી : ડીસિઝન સાચું હોય તો નીકળી જ જવાય, નિશ્ચય મુખ્ય વસ્તુ છે. નિશ્ચય જેણે પકડ્યો છે, એને દુનિયામાં કોઈ કશું નામ ના દે. તને કેમ શંકા પડે છે ? શંકા પડે છે, એ જ અનિશ્ચય કહેવાય.
પ્રશ્નકર્તા : આપને પૂછીને ચોક્કસ કરી લઉં છું.
દાદાશ્રી : ના, પણ શંકા પડે છે એ જ અનિશ્ચય છે. કશું થવાનું નથી. દાદા માથે છે, પછી શું થનાર છે ? માટે શંકા રાખવા જેવું નથી. આ જ્ઞાન છે એટલે બ્રહ્મચર્યમાં રહેવાશે, નહીં તો હું તમને ના જ પાડી દઉં. હું તો આજ્ઞા કરી દઉં કે તમારે પૈણવું પડશે. આ તો ‘આ’ જ્ઞાન છે એટલે તમને હા પાડું છું. કારણ કે માણસને સુખનું સાધન જોઈએને ? મરતો માણસ કયા સુખના આધારે જીવે ? આ જ્ઞાન એવું છે કે તમે આ જ્ઞાનથી આત્માના ધ્યાનમાં રહો કે તરત આનંદમાં આવી જાવ. અગર તો કલાક બધે શુદ્ધાત્મા જુઓ, રીયલ ને રીલેટિવ જુઓ તો બધું રેગ્યુલર.
બ્રહ્મચર્ય અરધી જિંદગી પાળીશ કે પછી પૈણીશ ?! પછી તો પૈણાય જ નહીં અને પછી તો પૈણવાનો વિચાર સરખો ય ના આવવો જોઈએ, એ વિચાર એ ય ગુનો છે. હું કહું છું કે કોઈ કોઈની નકલ કરશો નહીં. અલ્યા, જરા વિચાર તો કરો. આ કંઈ નકલ કરવા જેવી ચીજ ન હોય. એના કરતાં પણને ! પૈણવાથી કંઈ મોક્ષ જતો રહેવાનો નથી. બીજા ધર્મમાં તો પૈણવાથી મોક્ષ જતો રહે. ના પૈણવાથી ય કંઈ મોક્ષ મળતો નથી અને પૈણવાથી ય મોક્ષ મળતો નથી. તે અનંત અવતારથી આ બાવા થયેલા છે, તો ય મોક્ષ થયેલો નહીં. પેલો બ્રહ્મચર્ય પાળે છે, માટે મારે પણ તેવું કરવું જ જોઈએ. એવું બધા કરશો નહીં. એવું આમાં ના ચાલે. પોતાની જાતને ખૂબ તાવી જોવી જોઈએ. અમે આ અમુક અમુક છોકરાને તાવી જોયેલા, એમને તો સ્ત્રીની વાત કહેતાં જ એ ડરે છે. પૈણાવાની વાત સંભારીએ તે પહેલાં જ એને ભડકાટ ભડકાટ થઈ જાય છે. એટલે પછી
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૪૯ અમે જાણ્યું કે એનાં ઉદયમાં સ્ત્રી છે જ નહીં.
આ જે બ્રહ્મચર્યનું પકડ્યું છે, એ બહુ સારું કર્યું છે. પણ તાનના માર્યા પકડો, એવું ના પકડશો. પકડો તો સમજીને પકડજો. હવે જો કુસંગમાં પેઠો કે મહીં તરત દહીં થઈ જશે. જે દૂધની ચા કરવાની છે, તે દૂધ ફાટી જશે. મહીં દહીં નાખ્યા વગર આખી રાત પાંજરામાં દૂધ અને દહીં જોડે જોડે મૂક્યા હોય તો સવારે દૂધ ફાટી જાય કે નહીં ? એવું બને કે નહીં ? એટલે આટલી બધી અસરવાળું આ જગત છે. દહીં નાખ્યા વગર ફાટી જાય. એટલા માટે બહુ સ્ટ્રોંગ રહેવું. આ બ્રહ્મચર્યની લાઈનમાં સુખે ય પાર વગરનું છે. બેફામ સુખ તમને મળ્યા કરે. પણ જો કદી તેમાં સહેજ ગુંચાયા ને લપસી પડ્યા તો મારે ય એટલો પડે. માટે અમે તમને ચેતવીએ. વિષય તો એવી વસ્તુ છે ને, કે એ માણસને લપસાવી પાડે. લપસી પડ્યો તેનો ખેદ ના કરીશ. પણ આ જગ્યાએ લપસી પડાય એમ છે, માટે ત્યાં જાગૃત રહેજે.
ફરી ફરી કરવો નિશ્ચય દ્રઢ ! બ્રહ્મચર્યવ્રત લેવાના વિચાર આવે અને જો એનો નિશ્ચય થાય તો એના જેવી મોટામાં મોટી વસ્તુ બીજી કઈ કહેવાય ? એ બધા શાસ્ત્રો સમજી ગયો !! જેને નિશ્ચય થયો કે મારે હવે છુટવું જ છે, તે બધા શાસ્ત્રો સમજી ગયો. વિષયનો મોહ એવો છે કે ગમે તેવા નિર્મોહીને પણ મોહી બનાવી દે. અરે, સાધુ-આચાર્યોને ય ટાઢા પાડી મેલે !
પ્રશ્નકર્તા બ્રહ્મચર્યનો નિશ્ચય કર્યો છે, એને વધારે મજબૂત કરવા શું કરવું જોઈએ ?
દાદાશ્રી : આપણે ‘નિશ્ચય મજબૂત કરવો છે ' એવું નક્કી કરવું જોઈએ.
પ્રશ્નકર્તા: એકવાર આપણે આટલું બોલ્યા પછી હેન્ડલ તો વારંવાર મારવા પડે ને ?
દાદાશ્રી : હા, એ જ ફરી ફરી નિશ્ચય કરવાનો છે અને “હે દાદા