________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ભગવાન! હું નિશ્ચય મજબૂત કરું છું, મને નિશ્ચય મજબૂત કરવાની શક્તિ આપો.' એવું બોલ્યા કે શક્તિ વધે.
૫૦
પ્રશ્નકર્તા : આ અવતારે તો ઉદયમાં બ્રહ્મચર્ય આવ્યું. પછી તે બીજા અવતારમાં કેવું હોય ?
દાદાશ્રી : બીજા અવતારમાં પણ એવું જ આવે. અત્યારે એ એમ જ કહે કે આ બ્રહ્મચર્ય તો બહુ સરસ છે, આવું જ જોઈએ. તો બીજા અવતારમાં પણ એ થવાનું.
પ્રશ્નકર્તા ઃ અમને વિચારો ઉપરથી ખ્યાલ તો આવેને, કે ઉદયમાં કેવું આવે છે ?
દાદાશ્રી : નિશ્ચય હોય તેને કશું ય અડે નહીં. એ ગમે તેવું કરે કે ગમે તેવા વિચાર આવે તો પણ અડે નહીં. નહીં તો ઓછા વિષયવાળાને પણ ‘વિષય’ ઉદયમાં આવી જાય. માટે નિશ્ચય જોઈએ ! જેનો નિશ્ચય ડગે નહીં એને કશું ના થાય, નિશ્ચય ડગે તેને બધા ભૂતાં પેસી જાય, બધો ય રોગ પેસી જાય.
પ્રશ્નકર્તા : નિશ્ચય મજબૂત હોય તો વિચાર આવે તો વાંધો નહીં ?
દાદાશ્રી : ના, એ વિચાર પેસે જ નહીં એને. કારણ કે આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે એટલે નિશ્ચય થાય, નહીં તો નિશ્ચય થાય જ નહીં. હે વિષય ! તારા પક્ષમાં, હવે તહીં !! પ્રશ્નકર્તા : આ વિચારોને દબાવી દઉં, એમ કરું છું છતાંય વિચારો આવે છે.
દાદાશ્રી : મારું કહેવાનું કે વિચારો આવે છે તેનો વાંધો નથી, પણ વિચારો જે આવે છે, તેને જોયા કરો અને એના અમલમાં તમે ના ભળો. જે વિચારો આવે છે, એના અમલમાં તમે સહી ના કરો. એ કહે, “સહી કરો.’ તો આપણે કહીએ ‘ના બા, હવે સહી નહીં થાય. બહુ દહાડા અમે સહી કરી, હવે સહી નહીં કરી આપીએ.’ અમે એવું કહીએ છીએ કે તું
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
એવું નક્કી કર કે આમાં ભળવું જ નથી. છૂટો રહીને જોયા કર. એટલે એક દહાડો તું છૂટી જઈશ.
પ્રશ્નકર્તા : વિષયના વિચાર આવે તો પણ જોયા કરવાના ? દાદાશ્રી : જોયા જ કરવાના. ત્યારે શું એને સંગ્રહી રાખવાના ? પ્રશ્નકર્તા : ઉડાડી નહીં દેવાના ?
૫૧
દાદાશ્રી : જોયા જ કરવાના, જોયા કર્યા પછી છે તે આપણે ચંદ્રેશને કહેવું કે એનાં પ્રતિક્રમણ કરો. મન-વચન-કાયાથી વિકારી દોષ, ઇચ્છાઓ, ચેષ્ટાઓ, એ બધા દોષો જે થયા હોય, એનું પ્રતિક્રમણ કરવું પડે. વિષયના વિચાર આવે છે પણ પોતે એમાંથી છૂટે, તો કેટલો બધો આનંદ થાય છે ?! તો વિષયથી કાયમ છૂટે તો કેટલો આનંદ રહે ?
મોક્ષે જવાના ચાર પાયા છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર ને તપ. હવે તપ ક્યારે કરવાનું આવે ? મનમાં વિષયના વિચાર આવતા હોય અને પોતાનો સ્ટ્રોંગ નિશ્ચય હોય કે મારે વિષય ભોગવવો જ નથી. તો આને ભગવાને તપ કહ્યું. પોતાની કિંચિત્માત્ર ઇચ્છા ના હોય, છતાં વિચારો આવ્યા કરે ત્યાં તપ કરવાનું છે.
અબ્રહ્મચર્યના વિચારો આવે, પણ બ્રહ્મચર્યની શક્તિઓ માંગ માંગ કરે, એ બહુ ઊંચી વાત છે. બ્રહ્મચર્યની શક્તિઓ માંગ માંગ કરે એટલે કોઈને બે વર્ષે, કોઈને પાંચ વર્ષે પણ એવો ઉદય આવી જાય. જેણે અબ્રહ્મચર્ય જીત્યું એણે આખું જગત જીત્યું. બ્રહ્મચર્યવાળા ૫૨ તો શાસનદેવ-દેવીઓ બહુ ખુશ રહે.
લોકદ્રષ્ટિથી ઊંધું જ ચાલ્યા કરે ને ? પણ જ્ઞાની પુરુષની હાજરી હોય ત્યારે બ્રહ્મચર્ય પળાય, નહીં તો ના પળાય. એક વિચાર ના બગડવો જોઈએ. વિચાર ફર્યો કે બધું બગડ્યું. કોઈ પણ રસ્તે એક વિચારે ય ફરવો જ ના જોઈએ. આ જ્ઞાન છે એટલે જાગૃતિ તો છે જ આપણને ! જાગૃતિ છે એટલે વિચાર આપણો ફરે નહીં, તો કશું થાય નહીં. છતાં વિચારફેર થાય તો પ્રતિક્રમણ કરવાં પડે. કારણ એ પાછલો હિસાબ છે. એ એક