________________
પ૬
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ઘટી ગયું છે, એટલે જ આ દશા બેઠી છે. બ્રહ્મચર્યનું જો મહત્ત્વ રહ્યું હોત તો આ દશા જ ના બેસત ! સંસારી સ્થાન માટે વાંધો નથી, પણ બ્રહ્મચર્યનું મહત્ત્વ જ લોકોએ ઉડાડી મૂક્યું. એટલે પછી પોતાની જાગૃતિ બધી મંદ પડી જાય. આપણે આ જ્ઞાન આપ્યું તો ય કેટલાંકને જાગૃતિ જોઈએ એવી નથી રહેતી, નહીં તો આપણું જ્ઞાન આપ્યા પછી તો જાગૃતિ કેવી રહે ? ભગવાન જેવી જાગૃતિ રહે. તને જાગૃતિ બહુ રહે છે કે મંદ પડી જાય છે ?
પ્રશ્નકર્તા : લિમિટની બહુ ખબર નથી પડતી.
દાદાશ્રી : બહુ જાગૃતિ હોય તો આપણને ઠોકરો ના વાગે ને ? ભૂલ થાય છે તારે ? ભૂલ થઈ ગયા પછી ખબર પડે છે ને?
પ્રશ્નકર્તા : હા, પછી ખબર પડે.
દાદાશ્રી : એટલે જો જાગૃતિ બહુ હોય તો, ભૂલ થઈ ગયા પછી ખબર પડે એવું ના થાય. ભૂલ થઈ હોય તે પહેલેથી જ ખબર પડી જાય અને એ વસ્તુ થાય પણ ખરી પાછી, પણ પોતાને પહેલાં ખબર પડે ને પછી થાય. એટલે વસ્તુ કંઈ અટકતી નથી, પણ જાગૃતિ બહુ હોય તો પહેલેથી ખબર પડી જાય.
પ્રશ્નકર્તા : જો આપણે નિરંતર બ્રહ્મચર્યમાં રહેવું હોય તો જાગૃતિ ભારે જોઈએને ?
દાદાશ્રી : જાગૃતિ એ જ આત્મા છે અને પોતે જો ઊંઘી ગયો હોય તો બીજા કામ થઈ જાય. માટે જાગૃતિમાં કશું ય કામ અવળું ના થાય અને બીજી ડખલ નથી ને બહુ, પણ ડખલો અણસમજણથી ઊભી થયેલી તો માર ખાવો પડે છે ને ?
પ્રશ્નકર્તા: પોતે વિષયમાં સહમત ના થાય તો બચી જવાય, એવી તે દહાડે વાત નીકળી હતી. એટલે એમાં પોતાની સ્થિરતા કેવી રીતે આવી શકે ?
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ગયા વગર રહે નહીં ને ! કારણ કે કર્મના ઉદયે જ્યારે એવું બનવાનું હોય છે ત્યારે છૂટી જઈને બની જાય. એટલે તારે શું કરવાનું ? કે તારે તો ફક્ત જાગૃતિ જ રાખવાની કે, ‘આમાં નહીં જ !” સહમતતા છુટે નહીં એને માટે “કેરફૂલ’ રહેવું પડે, છતાં પછી પડી ગયા તો એનો વાંધો નહીં. આપણે ગાડીમાંથી પડી જવું નથી, છતાં પડી ગયા તો એને આપણે “વ્યવસ્થિત’ કહીએ છીએ ને ? પણ જાણી જોઈને કોઈ પડે ?
દ્રષ્ટિ માંડીએ, તો દ્રષ્ટિ બગડેતે ?! ગમે તે એક બાજુ હૃદય તો લાગેલું જ રહે છે, કાં તો આ બાજુ લાગેલું રહે કાં તો આ બાજુ રહે. અહીં છૂટી જાય તો પણે લાગી જાય, એના માટે આપણે બેસી ના રહેવું પડે. માટે બહુ ચેતવા જેવું છે. આપણે અહીંથી છોડીએ ત્યારે જ પણે લાગેને ? અને ત્યાં ચોંટવાનું થાય, તે પહેલાં ચેતી જવું. દ્રષ્ટિ તો માંડવી જ નહીં, નીચું જ જોઈને ચાલવું. તું કોઈના સામે દ્રષ્ટિ માંડતો નથી ને ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : તો તો બહુ ડાહ્યો, તું જીતી ગયો. દ્રષ્ટિ તો ક્યારે ય ના માંડવી, બહુ બૂમાબૂમ કરે તો ય. નહીં તો અહીં આ સત્સંગમાં દિલ લાગેલું હશે તે ઊડી જશે.
દુષમકાળમાં આંખને સંભાળવી. આ દુષમકાળ છે, માટે ચેતો, હજુ ચેતો. દ્રષ્ટિ તો બિલકુલ શુદ્ધ રહેવી જોઈએ. પહેલાંના કાળમાં તો કડક માણસો, આંખો ફોડી નાખતા હતા. આપણે આંખને ફોડી નહીં નાખવાની એ તો મુર્ખાઈ છે; પણ આપણે દ્રષ્ટિ ફેરવી નાખવાની છે, તેમ છતાં જોવાઈ જાય તો પ્રતિક્રમણ કરી લેવું. આ પ્રતિક્રમણ તો એક મિનિટ ચૂકશો નહીં. ખાધે-પીધે વાંકું થયું હશે તો ચાલશે, પણ આ દ્રષ્ટિ જ કેમ કરાય ? સંસારમાં મોટામાં મોટો રોગ જ આ છે, આને લઈને સંસાર ઊભો રહ્યો છે. વિષયના મૂળિયા ઉપર સંસાર ઊભો રહ્યો છે, વિષય જ મૂળ છે.
વિષય તો દરેકને ના જ ગમે, પણ આ પહેલી વખતના હિસાબ થઈ ગયા છે ને આંખ માંડી ત્યારથી હિસાબ ચાલુ થઈ ગયો. તે પછી
દાદાશ્રી : હા. પણ સહમત એટલે, આ નિશ્ચયમાં ક્યારે ય પણ છૂટે નહીં. એવી સહમતતા હોય, તો પછી કશું ના થાય, પણ એ છૂટી