________________
૫૫
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય દાદાશ્રી : પ્રતિક્રમણ કરવાનું. બીજું શું ?
પ્રશ્નકર્તા : પણ જ્ઞાનીને કહેવાનું નહીં ? જેણે આજ્ઞા આપી હોય, એને કહેવું તો પડશે ને ?
દાદાશ્રી : હા, કહે તો પણ પ્રતિક્રમણ કરવાનું. બાકી પેલો મરચું ખાય, એમાં જ્ઞાની કંઈ ઓછા ઝેર ખાય ?
કોઈક દહાડો મહીં ખરાબ વિચાર ઉગ્યા અને એને કાઢી નાખતાં વાર લાગી તો જરા મોટું પ્રતિક્રમણ કરવું પડે. નહીં તો વિચાર ઉગ્યો કે તરત કાઢી નાખવાનું, ઉખેડીને તરત ફેંકી દેવાનું. બાકી આ વિષય-વિકાર એવો છે કે એક સેકન્ડે ય જરા ય રહેવા ના દેવાય. નહીં તો ઝાડ થતાં વાર ના લાગે. એટલે ઉગ્યો કે તરત ઉખેડીને ફેંકી દેવાનો. જેમ આપણે ઘઉં વાવવાના હોય ને તમાકુનો છોડવો ઊગી નીકળે તો એને તરત કાઢી નાખીએ. એવું આમાં ય વિષયને ઉખેડી નાખવાનો.
પ્રશ્નકર્તા : વિષયનું અજ્ઞાન એ શું છે ?
દાદાશ્રી : બગીચામાં શું રાખ્યું છે, એ ઊગે ત્યારે ખબર પડે કે આ તો ધાણા ઊગ્યા, આ તો મેથી ઊગી, એના પાંદડાં પરથી ખબર પડે ને ? તેવું વિષયના બીજનું છે, તેને ઊગે ત્યાંથી જ ખેંચી નાખીએ.
જે પડેલાં બીજ ઉખેડી નાખે છે, એ ઉખેડી નાખ્યા પછી જે વિષયો છે, એ વિષય જ નથી. ઝાડ છે તો ભલે રહ્યું, વરસાદ પડે તો ભલે પડે. એમ માનીને, અહીં બોરડીનું ઝાડ હોય, તે એનું બીજ તો ફર્લાગ છે ઊગે. પવન છે તે બીજને ગમે ત્યાં ખેંચી જાય એટલે આપણે બોરડી નીચે જ નહીં, પણ આજુબાજુ બધે ઊગેલા બીજને ઉખેડી નાખવાનાં. બીજ કોને કહેવાય ? અન્ય સંયોગ ભેગા થાય ત્યારે બીજ પડે તો એ ઊગે, તો ઊગતાંની સાથે એને ઉખેડી નાખવું.
બે પ્રકારના વિષય, એક ચાર્જ ને બીજો ડિસ્ચાર્જ. ચાર્જના બીજને ધોઈ નાખવાનું. ખરી રીતે તો વિચાર જ ના આવવો જોઈએ. જ્ઞાની પુરુષને લક્ષ્મીના, વિષયના વિચાર જ ના આવે, એટલે બીજ પડવાની ને
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ઊગવાની વાત જ ક્યાં રહી ?! જો તમને વિચાર આવે તો તમે એને ઉખેડી નાખજો, તો પછી વિચારો ના ઊગે. એક એકને આમ ઉખેડી નાખવાનાં. આ તો અક્રમ જ્ઞાન છે, તે અજ્ઞાન ગયું છે, પણ પાછલો માલ રહ્યો છે તેથી ચેતવણી આપવી પડે. આ બીજનો સ્વભાવ કેવો છે કે પડ્યા જ કરે. આંખો તો જાત જાતનું જુએ એટલે મહીં બીજ પડે, તો એને પછી ઉખેડી નાખવાનું. આ હોટલ દેખે તો ખાવાની ઇચ્છા થાયને ? એના જેવું છે. આપણે તો મોક્ષે જવું છે માટે ચેતવાનું છે. આંખથી જોવાથી કંઈ પણ ખેંચાણ થાય એ ભયંકર રોગ છે એમ માનો. જ્યાં સુધી બીજ રૂપે છે ત્યાં સુધી ઉપાય છે, પછી કશું ના વળે.
ખેંચાય ચિત રસ્તે જતાં. પ્રશ્નકર્તા : અહીં ઘેર બેઠા હોઈએ તો ચિત્ત આઘુંપાછું થતું નથી, પણ રસ્તા પર સહેજ નીકળ્યા તો સ્ત્રી વગર રસ્તા હોતા નથી અને આ બાજુ વિષયની ગાંઠ ફૂટ્યા વગર રહેતી નથી.
દાદાશ્રી : અને તમારે બહાર ફર્યા વગર ચાલે એવું નથી! બહાર કંઈક લેવા જવું પડે, નોકરી-ધંધે જવું પડે અને વિષય ઊભો થયા વગર રહે નહીં અને એટલે તેના પ્રતિક્રમણ કર્યા વગર ચાલે નહીં. પ્રતિક્રમણ કરીએ તો ઉકેલ આવે, નહીં તો પેલું આકર્ષણ ઊભું રહેલું તો ચોટ્યું જ પછી. બહાર જવું-આવવું પડે, તે ચાલે એવું નથી, જગતમાં ઘેર બેસી રહે તો ચાલે નહીં. ‘વ્યવસ્થિત’ પ્રમાણે જવું પડે અને પેલા ચોંટ્યા વગર ના રહે. જાગૃતિ તો હોય, તો ય ગયા અવતારના બધા મેળ છે ને, તે આકર્ષણ થાય ને પાછું ભાંજગડ થયા વગર રહે નહીં. એટલે ઘેર આવીને પછી પ્રતિક્રમણ કરે તો ઊખડી જાય.
પ્રશ્નકર્તા: પ્રતિક્રમણ બરોબર થતાં નથી.
દાદાશ્રી : પ્રતિક્રમણ કરવાનો નિશ્ચય કરીએ તો થાય. પ્રતિક્રમણ તો અવશ્ય કરવાં જ જોઈએ. પ્રતિક્રમણ કર્યા પછી મન ચોખ્ખું થઈ જાય.
આ લપસણો કાળ કહેવાય છે. સયુગમાંથી દ્વાપર, ત્રેતા એમ લપસતો લપસતો આ છેલ્લો કાળ આવી રહ્યો છે, એમાં બ્રહ્મચર્યનું મહત્ત્વ