________________
[3]
મહાભ્ય બ્રહ્મચર્યનું !
વિષયની કિમત કેટલી ? પ્રશ્નકર્તા : વિષયમાંથી વિરક્ત થવાની તીવ્ર ભાવના હોય તો પછી એનાથી આસ્તે આસ્તે નીકળી જવાય ?
દાદાશ્રી : હા. એ જે તમન્ના છે, એ જ આમાંથી છોડાવે. પણ વિષયની કિંમત સમજી લેવી જોઈએ, કે આની કિંમત કેટલી ? ઉતરેલી દાળની કિંમત છે, ઊતરેલી કઢીની કિંમત છે, પણ વિષયની કિંમત નથી. પણ આ વાત આખા જગતને સમજાય નહીં ને !
પ્રશ્નકર્તા : એટલે એ તો શૂન્ય થયું ? દાદાશ્રી : શૂન્ય તો સારું, પણ આ તો નયું માઇનસ જ છે.
મનુષ્યને બેક જોવાની શક્તિ જ નથી ને ! એટલે વિષય ચાલુ રહ્યો છે. જુઓને, પાછા રોફથી ચાલે જ છે ને ? એટલે જ્ઞાની પુરુષ પાસે વાતને સમજે તો વિષય જાય ને તો મુક્તિ થાય. વિષયને લઈને તો આ બધું અટક્યું છે.
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય વિષયથી ખરડાયેલાં જીવત... પ્રશ્નકર્તા : જે બાળબ્રહ્મચારી હોય તે વધારે ઉત્તમ કહેવાય કે પરણ્યા પછી બ્રહ્મચર્ય પાળે તે ઉત્તમ કહેવાય ?
દાદાશ્રી : બાળબ્રહ્મચારીની વાત જ જુદી ને ! પણ આજના બાળબ્રહ્મચારી કેવા છે ? આ જમાનો ખરાબ છે. તેમનું અત્યાર સુધી જે થયું છે તે જીવન તમે વાંચો, તો વાંચતાની સાથે જ તમારું માથું ચઢી જાય.
પ્રશ્નકર્તા : આપણે પોતાનું જ જીવન જોઈએ તો માથે ચઢી જાય, તો વળી એમના જીવનની કંઈ વાત કરો છો ?!
દાદાશ્રી : છતાં ય હજી એ પાળશે, હજી પાળ બાંધશે તો કંઈક આનો ઇલાજ છે. જ્ઞાની પુરુષ તો કોઈ દહાડો માથે હોય જ નહીં, ને દહાડો વળે નહીં. જ્ઞાની પુરુષ હોય તો આ પાળી શકાય, નહીં તો આ શી રીતે પાળી શકે ? જ્ઞાની પુરુષની કૃપા જોઈએ. ચોગરદમથી જ્યારે મૂંઝાય ત્યારે માર્ગદર્શન બતાવનાર જોઈએ, આમાંથી શી રીતે છૂટાય ? એની બધી ચાવીઓ જ્ઞાની પુરુષને ખબર હોય.
બ્રહ્મચર્ય પાળવાતા પગથિયાં ! પ્રશ્નકર્તા : સ્વભાવ મુજબ, પ્રાકૃતિક ગુણધર્મ મુજબ, બીજે દ્રષ્ટિ બગડી જાય, તો એ સંસાર કેમ કરીને ભૂંસે ?
દાદાશ્રી : એ ભૂંસવાની અમારી પાસે બધી દવા હોય. આ વર્લ્ડમાં એવી કોઈ દવા નથી કે જે દવા અમારી પાસે ના હોય. આ છોકરાંઓને અમે બ્રહ્મચર્યવ્રત આપ્યું છે. હવે આ બ્રહ્મચર્યવ્રતને લઈને ય કો'ક સ્ત્રી એને ભેગી થઈ જાય, તો એને દ્રષ્ટિનું ખેંચાણ થઈ જાય, ને મન એમનું બગડી જાય ખરું, તો તેને હું દોષ કહેતો નથી. પણ એ થઈ જાય, તો એને પછી એ તરત ભૂંસી નાખવાનાં. કારણ કે અમે સાબુ આપેલો હોય છે. હું રસ્તામાં જતો હોઉં અને મારાં કપડાં ઉપર ડાઘ પડ્યો. તે તરત મને ધોઈ નાખવાનું આવડતું હોય, તો પછી તમારે ત્યાં ચોખ્ખો આવું કે ના આવું ?