________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૩૫ દાદાશ્રી : મારી પાસે આવો તે ઉપાય. બીજો શો ઉપાય ? વાસના તમે જાતે છોડશો તો બીજી પેસી જશે. કારણ કે એકલો અવકાશ રહેતો જ નથી. તમે વાસના છોડો કે અવકાશ થયો ને ત્યાં પછી બીજી વાસના પેસી જશે.
પ્રશ્નકર્તા : આ વાસનાની જગ્યાએ બીજી કોઈ સારી વાસના આવે, તો એ સારી વસ્તુ ના કહેવાય ?
દાદાશ્રી : વાસના ચેન્જ થઈ શકે. ખરાબ વાસનાને બદલે સારી વાસના મહીં પેસી શકે, પણ સારી વાસના મહીં પેસે તો પાછું ખરાબ તૈયાર કરી રહી હોય. જો કાયમને માટે સારી વાસના રહી શકે એવું હોય તો બહુ સરસ જગત છે આ. પણ તેવું રહી શકે તેવું નથી. માટે આમાંથી છટકારો લેવો સારો. વાસના કન્વર્ટ કરીએ અને સારી વાસના ભેળી કરીએ, એવું બની શકે એવું જ નથી. એ ‘પોસીબલ’ જ નથી. તદન શુભ વાસનાવાળો માણસ દેખાવો પણ મુશ્કેલ છે !
પ્રશ્નકર્તા : એટલે સામાન્ય રીતે પુરુષને સ્ત્રી તરફ જે વલણ રહે છે એમાંથી કેવી રીતે મુક્તિ મેળવાય ?
દાદાશ્રી : એવું છે ને, પોતે જ્યાં સુધી પુરુષ હોય ત્યાં સુધી સ્ત્રી તરફનું વલણ રહે જ, જ્યાં સુધી જવાની હોય ત્યાં સુધી. હમણે એંસી વર્ષનાં ડોસાને ના હોય ! દુકાન નાદારીમાં ગઈ પછી શું હોય ? નાદારીની દુકાનમાં કશો માલ હોય ? ત્યારે બાળકને નવ વર્ષ સુધી ના હોય. આ વચલી દુકાન જરા જબરજસ્ત ચાલતી હોય, ધમધોકાર. ત્યારે બધું આ હોય, પણ જ્યાં સુધી પુરુષ છે ત્યાં સુધી આ વાસના રહે અને સ્ત્રી છે ત્યાં સુધી વાસના રહે. પણ પુરુષ જ મટી જાય તો ?
પ્રશ્નકર્તા : એ કેવી રીતે મટી શકાય ?
દાદાશ્રી : આ વાસનાવાળો એ ચંદ્રેશ અને તમે તો “માય નેઈમ ઈઝ ચંદ્રશ’ કહો છો. માટે તમે જુદા છો આનાથી. એ વાતની ખાતરી થાય છે ? તો એ તમે કોણ છો ? એટલું જ તમને હું રીયલાઈઝ કરી આપું એટલે તમારી વાસના છૂટી ગઈ.
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય વાસનાઓ શું છે તે ? ‘હું ચંદ્રેશ છું.' એ મટે તો જ વાસનાઓ જાય, નહીં તો વાસનાઓ જાય નહીં. હું તો શું કહું છું, કે “આત્મા શું છે? એ જાણો, અનાત્મા શું છે એ જાણો. એ જાણતાં જ વાસનાઓ ઊડી જશે.
જેમ ડેવલપમેન્ટ વધારે ઊંચું, તેમ મૂર્છા ઓછી. આમાં શું ભોગવવાનું છે? બધું ભોગવીને જ આવેલા છીએ. જેણે ઓછું ભોગવેલું તેને મૂછ વધારે.
વિષય તે કષાયતી ભેદરેખા પ્રશ્નકર્તા: આ ક્રોધ-માન-માયા-લોભ તમે કહ્યું કે, તે આ વિષય શેમાં આવે છે ? “કામ” શેમાં આવે છે ?
દાદાશ્રી : વિષય જુદા ને આ કષાય જુદા છે. વિષયોને જો કદી આપણે તેની હદ ઓળંગીએ, હદથી વધારે માંગીએ એ લોભ છે.
પ્રશ્નકર્તા : સ્ત્રી-પુરુષના વિષય માટેનો પ્રશ્ન છે. દાદાશ્રી : હા, એ જ ને ! એ વિષયના અતિરેકને લોભ કહ્યો.
પ્રશ્નકર્તા : વિષયનો ભૂખ્યો માણસ હોય છે, તે શું ‘વ્યવસ્થિત'ના હિસાબે હોય છે ?
દાદાશ્રી : ના. એવું છે ને, કે આ મોટી કડાઈ હોય, ને એની મહીં કઢી કરી હોય, તે કઢીમાં હિંગનો વઘાર કર્યો હોય. હવે છ મહિના પછી એ કડાઈ ફરી અજવાળો, ને પછી એમાં દૂધપાક બનાવો તો ય મહીં હિંગની ગંધ આવે. શાથી ? કે હિંગનો પાસ બેસી ગયો છે. એટલે આવી આ વિષયની ગંધ બધી મહીં પડી રહેલી હોય છે.