________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૩ પણ આ શરીર સારું હોય તો આત્મા છૂટે ને વહેલો ? આ શરીર નબળું હોય, એટલે ક્રોધ-માન-માયા-લોભ ઊભાં થઈ જાય. એમાંથી બંધન થાય.
પ્રશ્નકર્તા : એટલે જ શારીરિક સંપત્તિ સારી હોય, તો ક્રોધ-માનમાયા-લોભ જરા ઓછાં ઉત્પન્ન થાય એમ ?
દાદાશ્રી: હા, પણ શારીરિક સંપત્તિ બે પ્રકારની. એક તો, પુણ્યને લઈને શારીરિક સંપત્તિ હોય અને બીજું, પેલું એકસ્ટ્રેકટને લઈને. અને એવી એકસ્ટ્રેક્ટને લઈને જો શારીરિક સંપત્તિ હોય તો, એની તો વાત જ જુદી ને ?!
પ્રશ્નકર્તા: એ એકસ્ટ્રેકટના હિસાબે શારીરિક સંપત્તિ સારી રહે?
દાદાશ્રી : હા, સરસ રહે. કશી અડચણ જ ના આવે. કોઈ જાતની ડિફેક્ટ જ ના આવે. ક્રોધ-માન-માયા-લોભે ય ઉત્પન્ન ના થાય.
પ્રશ્નકર્તા ઃ બ્રહ્મચર્ય એ આત્મસુખ માટે કેવી રીતે હેલ્પ કરે છે ?
દાદાશ્રી : બહુ હેલ્પ કરે. બ્રહ્મચર્ય ન હોય તો દેહબળ ઘટ્યું કે મનોબળ ખલાસ થઈ જાય બધું અને બુદ્ધિ બળે ય ખલાસ થઈ જાય, અહંકાર હઉ ઢીલો થઈ જાય. મોટો ડી.એસ.પી. હોય, કોઈ પૈડો થયેલો હોય તો, ઢીલો થઈ જાય કે નહીં ? એટલે એ એનું તેજ કહેવાય છે, બ્રહ્મચર્ય !
પ્રશ્નકર્તા : એટલે આ મન-બુદ્ધિ-ચિત્ત અને અહંકાર, એ બધા બ્રહ્મચર્યથી વધારે સુદ્રઢ થાય છે ?
દાદાશ્રી : એમાંથી જ ઊભાં થયા છે. અબ્રહ્મચર્યથી એ બધાં મરી જાય છે.
પ્રશ્નકર્તા બ્રહ્મચર્ય એ તો અનાત્મ ભાગમાં આવે ને ! દાદાશ્રી : હા, પણ એ પુદ્ગલસાર છે !
પ્રશ્નકર્તા તો પુદ્ગલસાર છે, એ સમયસારને હેલ્પ કઈ રીતે કરે છે ?
દાદાશ્રી : એ પુદ્ગલસાર હોય તો જ સમયસાર થાય, આ, મેં છે તો આ જ્ઞાન આપ્યું. ને એ તો અક્રમ છે એટલે ચાલ્યું. બીજી જગ્યાએ તો ચાલે નહીં, પેલા ક્રમિકમાં તો પુદ્ગલસાર જોઈએ જ, નહીં તો યાદે યુ ના રહે કશું ય. વાણી બોલતાં ફાંફાં પડે.
પ્રશ્નકર્તા : એટલે આ બેને કંઈ એવો નિમિત્ત નૈમિતિક સંબંધ ખરો ?
દાદાશ્રી : ખરો ને ! કેમ નહીં ? મુખ્ય વસ્તુ છે એ તો ! બ્રહ્મચર્ય હોય તો પછી તમારું ધાર્યું હોય એ કામ થાય. ધાર્યા વ્રત-નિયમ બધાં પાળી શકાય. આગળ જઈ શકાય ને પ્રગતિ થાય. પુદ્ગલસાર તો બહુ મોટી વસ્તુ છે. એક બાજુ પુદ્ગલસાર હોય તો જ સમયનો સાર કાઢે !
કોઈએ લોકોને આવી સાચી સમજ જ નથી પાડીને ! કારણ લોકો પોતે જ પોલ સ્વભાવના છે. પહેલાનાં ઋષિમુનિઓ ચોખ્ખા હતા. માટે તેઓ સમજ પાડતા હતા.
પ્રશ્નકર્તા: અમે એવી ઉંમરના વિદ્યાર્થીઓને શીખવાડીએ છીએ કે જે ઉંમરના હિસાબે એને કહેવું જોઈએ કે તું વીર્યબળ સચવાય એવું કર, તો એ નવાણું ટકા છોકરાઓ નહીં માને.
દાદાશ્રી : અને હું આ છોકરાઓને કહું છું કે, ‘અલ્યા, તમે પૈણો.’ ત્યારે એ કહે છે કે, “ના. અમારે બ્રહ્મચર્ય પાળવું છે.” અને તમે કહો છો કે, “બ્રહ્મચર્ય પાળો.” ત્યારે એ કહે છે કે, “ના. અમારે પૈણવું છે. એટલે પહેલું ઉપદેશ આપનારે વીર્યબળ પાળવું જોઈએ. બોલનારો બળવાળો હોવો જોઈએ. તમારા બોલની કિંમત ક્યારે ? કે તમે બળવાન હો, તો સામો એક્સેપ્ટ કરે. નહીં તો સામો આગળ ચાલે જ નહીં ને ! અત્યારે આના જેવા કેટલાંય છોકરાઓ મારી પાસે છે. તેમને કાયમનું બ્રહ્મચર્ય પાળવું છે મન-વચન-કાયાથી.