________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૯
બીજું વીર્ય. જગતની લક્ષ્મી ગટરોમાં જ જાય છે. એટલે લક્ષ્મી પોતાને માટે ના વપરાવી જોઈએ, વગરકામનો દુરુપયોગ ના થવો જોઈએ અને બ્રહ્મચર્ય બને ત્યાં સુધી પાળવું જોઈએ. જે ખોરાક ખાઈએ છીએ, તેનો અર્ક થઈને છેલ્લે એ અબ્રહ્મચર્યથી ખલાસ થઈ જાય છે. આ શરીરમાં અમુક નસો હોય છે, તે વીર્ય સાચવે છે અને તે વીર્ય આ શરીરને સાચવે છે. એટલે બને ત્યાં સુધી બ્રહ્મચર્ય સાચવવું જોઈએ.
બ્રહ્મચર્યનો રિવાજ તો એકલા મનુષ્યની જ નાતમાં છે ને ! પરાણે ઉપદેશ આપીને બ્રહ્મચારી બનાવે છે. છતાં એ ફળ આપે એટલે આ ચાલવા દીધેલું. ખરેખર તો બ્રહ્મચર્ય એ સમજીને પાળવા જેવું છે. બ્રહ્મચર્યનું ફળ જો મોક્ષ ના મળતું હોય એ બ્રહ્મચર્ય બધું ખસી કર્યા જેવું જ છે. છતાં એનાથી શરીર સારું થાય, મજબૂત થાય, દેખાવડા થાય, વધારે જીવે ! બળદ પણ હૃષ્ટપુષ્ટ થઈને રહે છે ને ?! બળદને પણ શક્તિ બહુ રહે છે, તેથી તો એ ખેતર ખેડવાના કામમાં આવે છે ને ?! આપણે કોઈને વગોવતા નથી, પણ વાતને સારભૂત સમજી લેવાની છે ! ફોરેનના દેશની હજારની નોટ હોય તો અહીં ઇન્સ્યિામાં એની એક્સચેન્જ કિંમત દોઢસો રૂપિયા જ થતી હોય. એટલે હજારની સામે કંઈ હજાર રૂપિયા ગણીને ન અપાય. એટલે એવું આપણે તપાસ કરીએ કે આ વસ્તુની એક્સચેન્જની કિંમત શું છે ? આ બ્રહ્મચર્ય કેવું ? અને ખરું બ્રહ્મચર્ય કેવું હોય ?! જે બ્રહ્મચર્યથી મોક્ષ થાય, એ બ્રહ્મચર્ય કામનું !
અક્રમ વિજ્ઞાત પમાડે મોક્ષ !
છતાં આ વિજ્ઞાન ગમે તેને, પૈણેલાને ય મોક્ષે લઈ જશે. પણ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવું જોઈએ. કો'ક મગજની ખુમારીવાળો હોય, તે કહેશે, સાહેબ હું બીજી પૈણવા માગું છું.' તારું જોર જોઈએ. પહેલાં શું નહોતા પૈણતા ? ભરત રાજાને તેરસો રાણીઓ હતી, તો ય મોક્ષે ગયા ! જો રાણીઓ નડતી હોય તો મોક્ષે જાય ખરા ? તો શું નડે છે ? અજ્ઞાન નડે છે. આટલા બધા માણસો છે, તેમને કહ્યું હોત કે સ્ત્રીઓ છોડી દો. તો એ બધા સ્ત્રીઓ ક્યારે છોડત ? અને ક્યારે એમનો પાર આવત ? એટલે કહ્યું, સ્ત્રીઓ છો રહી અને બીજી પૈણવી હોય તો મને પૂછીને પૈણજે, નહીં તો પૂછયા વગર ના પૈણશો. જો છૂટ આપી છે ને બધી ?
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
કર્મને આધીન સ્ત્રી-પુરુષ થયાં. એક ઝાડ ઉપર પંખીઓ બધાં નક્કી કરીને બેસે છે ? ના ! તેવી રીતે આ બધાં એક કુટુંબમાં જન્મે. કોઈ નક્કી
કર્યા વગર જ કર્મનાં ઉદયે જ બધાં ઘરનાં લોક ભેગાં થાય ને પાછાં વિખરાઈ પણ જાય. આપણા લોકોએ એને એડજસ્ટમેન્ટ લઈને, વ્યવસ્થિત કરેલું. એટલે કે આ છોકરો છે, એટલે આની પર પુત્રભાવ આવતા હોય. બીજું, બહેન ના ભાવ આવતા હોય, સ્ત્રીના ભાવ આવતા હોય. અત્યારે આપણામાં એ ભાવ વિકૃત થયેલા છે. બાકી પહેલા બહેનનો ભાવ આવે તો બીજો ભાવ જ ઉત્પન્ન ના થાય. બહેન કહે એટલે બહેન જ. મા એટલે મા. બીજો વિચાર ના આવે. પણ અત્યારે તો બધે બગડી જ ગયું છે.
૨૦
આટલું આવશ્યક - બ્રહ્મચર્યના કેન્ડીડેટને !
આ તો ‘જેમ છે તેમ’ નહીં દેખાવાથી મૂર્છા થાય છે. જ્યાં સુધી સ્ત્રીને ‘જેમ છે તેમ’ આરપાર ના જોઈ શકે, ત્યાં સુધી વિઝન ખુલ્લું ના થાય. જ્યારે મન વિષયમાં ખુલ્લું થશે ત્યારે વિઝન ખુલશે અથવા તો વરસ દહાડો બ્રહ્મચર્ય પાળે ને વિષયનો વિચાર પણ ના આવે, તો વિઝન ખુલ્લું થાય. ફર્સ્ટ વિઝને નેકેડ દેખાય, સેકન્ડ વિઝને ચામડી ઊતરેલી દેખાય ને છેલ્લે આરપાર દેખાય ત્યારે વિઝન ખીલે.
બીજે દ્રષ્ટિ બગડે તો તો એ બહુ અધોગતિની નિશાની કહેવાય. લગ્ન થયેલું છે કે નથી થયેલું ?
પ્રશ્નકર્તા : નથી થયું.
દાદાશ્રી : તો લગ્ન કરી નાખો ને ?
પ્રશ્નકર્તા : લગ્ન કરવાની ઇચ્છા જ નથી થતી મને.
દાદાશ્રી : એમ ? તો લગ્ન કર્યા વગર ચાલશે ?
પ્રશ્નકર્તા : હા, મારે તો બ્રહ્મચર્યની જ ભાવના છે. એને માટે કશી શક્તિ આપો, સમજણ પાડો.
દાદાશ્રી : એના માટે ભાવના કરવી પડે. તારે રોજ બોલવું કે, ‘હે