________________
સમજથી પ્રાપ્ત બ્રાહ્મચર્ય
૫ પ્રશ્નકર્તા : આ મન-વચન-કાયાનાં જ લફરાં ગમતાં નથીને હવે !
દાદાશ્રી : આમાં તો છ ભાગીદાર છે. પૈણ્યા એટલે એમાં પાછા બીજા છની ભાગીદારી, એટલે બાર ભાગીદારોનું કોર્પોરેશન ઊભું થયું પાછું. છમાં તો કેટલી બધી લઢવાડો ચાલે જ છે, ત્યાં પાછી બારની લઢવાડો ઊભી થાય. પછી દરેક છોકરે છોકરે નવા છ ભાગીદારો પાછા મહીં ઉમેરાય. એટલે કેટલી ફસામણ ઊભી થઈ જાય !!!
પરણ્યાતા પરિણામો તો જુઓ... હવે તારે સંસારમાં શું શું જોઈએ છે ? એ કહેને. પ્રશ્નકર્તા : મારે તો આ શાદી જ નથી કરવી.
દાદાશ્રી : આ દેહ જ નર્યો ઉપાધિ છે ને ? પેટમાં દુઃખે ત્યારે આ દેહ ઉપર કેવું થાય છે? તો બીજાની દુકાન સુધી વેપાર માંડીએ, તો શું થાય ? કેટલી ઉપાધિ આપે ? અને પાછા બે-ચાર છોકરાં હોય. બઈ એકલી હોય તો ઠીક છે વળી, એ પાંસરી રહે પણ આ તો ચાર છોકરાં !! તે શું થાય ? પાર વગરની ઉપાધિ !! નરી ‘ફાઈલો જ વધી જાય. એટલે ભગવાને એવું કહ્યું છે કે ઔપચારિક ના કરશો. અનુપચાર એટલે તમે જેનો ઉપચાર પણ કર્યો નથી એવો આ દેહ છે, તે તો છૂટકો જ નથી. પણ પેલો ઉપચાર કરે છે, પૈણે છે, વ્યાપાર માંડે છે, એ ના કરશો. ને આને હવે ઉપચાર કરવાની ઇચ્છા નથી, તેથી કહે છે કે શાદી જ નથી કરવી.
યોનિમાંથી જન્મ લે છે. તે યોનિમાં તો એટલાં બધાં ભયંકર દુઃખોમાં રહેવું પડે છે ને મોટી ઉંમરનો થાય કે યોનિ ઉપર જ પાછો જાય છે. આ જગતનો વ્યવહાર જ એવો છે. કોઈએ સાચું શીખવાડ્યું નથી ને ! મા-બાપે ય કહે કે પૈણો હવે. અને મા-બાપની ફરજ તો ખરી ને ? પણ કોઈ સાચી સલાહ ના આપે કે આમાં આવું દુ:ખ છે. એ તો કહેશે, પૈણાવો હવે. જેથી એને ત્યાં છોકરો થાય તો હું દાદો થાઉં. બસ, આટલી જ એમને લ્હાય હોય. ‘અરે, પણ દાદા થવા માટે મને શું કામ આ કૂવામાં નાખો છો ?” બાપાને દાદા થવું હોય એટલા હારું આપણને કૂવામાં નાખે.
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય લગ્નમાં તો કેટલાંય એકસીડન્ટ થાય છે, છતાં કેટલાંય લગ્ન થાય છે ને ? આ તો લગ્નના કૂવામાં પડવું પડે છે. કશું ના હોય તો છેવટે મા-બાપ પણ ઊંચકીને એ કૂવામાં નાખે. એ લોકો ના નાખે તો મામો ઊંચકીને નાખે. આવું છે આ ફસામણવાળું જગત !!
લગ્ન એ તો ખરેખરું બંધન છે. ભેંસને ડબ્બામાં પૂરે છે એવી દશા થાય છે. એ ફસામણમાં ના પેસાય એ ઉત્તમ, પેઠા હોય તો ય નીકળી જવાય તો વધુ ઉત્તમ અને નહીં તો ય છેવટે ફળ ચાખ્યા પછી નીકળી જવું જોઈએ !!! પરણતાં પહેલાં દસ દહાડા પહેલાં વહુ જો ગાડીમાં મળી હોય તો તે ધક્કો મારે. એને પાછી પોતે પાસ કરી. લ્યો, એ વાઈફ થઈ ગઈ ! કોની છોડી, કોનો છોકરો, નહીં કશી લેવા દેવા !! વાઈફ મરી જાય તો પાછા રડે. શાથી એ રડે છે ? એ ક્યાં આપણી સગી હતી ? માની સગાઈ સાચી કહેવાય, ભાઈની સગાઈ કહેવાય, બાપની સગાઈ કહેવાય. પણ વાઈફની શી સગાઈ કહેવાય ?! પારકા ઘરની છોડી, તે જોવા ગયો હતો તે ઘડીએ તો આમ ફરો, આમ ફરો કરતો હતો, મરજીમાં આવે તો સેંક્શન કરે. ઘેર લાવે. પછી પાછો મેળ ના પડે, તો કહેશે કે ડાયવોર્સ લો.
એક ભાઈ મને કહે છે કે મારી વાઈફ વગર મને ઓફિસે ગમતું નથી. અલ્યા, એક વાર હાથમાં પરુ થાય તો તું ચાટું ? નહીં તો શું જોઈને સ્ત્રીમાં મોહ પામે છે ?! આખું શરીર પરુથી જ ભરેલું છે. આ પોટલી શાની છે, એના વિચાર ના આવે ? ભલે આચાર ના છુટે પણ વિચાર તો ના આવવો જોઈએ ? મનુષ્યને એની સ્ત્રી પર પ્રેમ છે, એના કરતાં ભૂંડને ભૂંડણ પર વધારે પ્રેમ છે. આ તે કંઈ પ્રેમ કહેવાતો હશે ? આ તો પાશવતા છે નરી ! પ્રેમ તો કોનું નામ કે જે પ્રેમ વધે નહીં, ઘટે નહીં એ પ્રેમ કહેવાય. આ તો બધી આસક્તિ છે. વધી ગઈ તો આસક્તિ ને ઘટી ગઈ એ વિકર્ષણ શક્તિ. જો એરિંગ સારાં લાવી આપ્યાં, હીરાના કાપ સારા લાવી આપ્યા તો બઈ આસક્તિમાં ને આસક્તિમાં ખુશ, ને ના લાવી આપ્યા તો, ‘તમે આવા છો, તમે તેમ છો,” તે પછી ઝઘડા નથી થતાં ? મતભેદ નથી થતાં બળ્યા ?! આમાં શું સુખ છે, તે પડી રહ્યા છો ? શું માન્યું છે તમે ? અનંત અવતારથી ભટક ભટક કરો છો, તે હજુ ભટકવાનો