________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય થયેલો હોય, બુદ્ધિનો વિકાસ પામેલો હોય, તે પણ વિષયથી ડરે બિચારો. કારણ કે વિષય એ તો સાવ ગાંડામાં ગાંડી વસ્તુ જેવું છે. આ કાળમાં, આ તો બળતરાને લઈને વિષયના કાદવમાં પડે છે. નહીં તો કોઈ કાદવમાં પડે નહીં ને ! બહુ બળતરા હોય, ત્યારે માણસ શું કરે ? એટલે ઊંધો ઉપાય કરે. વિષય જો વિચારવામાં આવે તો વિચારક માણસને એ ગમે જ નહીં. એટલે બુદ્ધિથી ય વિષય છૂટે એવો છે. તેમાં પછી જ્ઞાનને અને આને શી લેવાદેવા ?! વિષય પર જો વિચાર કર્યો હોતને, તો એને વિષય તો બિલકુલ ગમત જ નહીં. ચોખ્ખી બુદ્ધિવાળાને વિષયનું પૃથક્કરણ કરી આપવાનું કહીએ તો, ‘વિષય થંકવા જેવી પણ વસ્તુ નથી.' એમ કહે. એટલે ચોખ્ખી બુદ્ધિ હોય, એને તો વિષય ગમે જ નહીં. એ અડે જ નહીં ને ! પણ બુદ્ધિમાં મળ જામી ગયેલો હોય, તેને તો બધું ઊંધું જ દેખાય.
પ્રશ્નકર્તા: આ મનુષ્ય જાતિમાં બ્રહ્મચર્ય રહે નહીં, એનું શું કારણ ? મોહ છે ? રાગ છે ?
દાદાશ્રી : બુદ્ધિપૂર્વકનું સુખ નથી આ. અવિચાર્યું સુખ છે. લોકોએ માન્યું, એ આપણે ય માન્યું. એ માન્યતાનું જ સુખ છે ખાલી અને જલેબી સુખદાયી છે એ બુદ્ધિપૂર્વકનું સુખ છે.
વિષય એ તો બુદ્ધિપૂર્વકનો ખેલ નથી, આ તો મનનો ખાલી આમળો જ છે. કોઈ પણ બુદ્ધિશાળી માણસ જો બુદ્ધિથી વિષયને સમજવા જાય તો બુદ્ધિ વિષયને લેટ ગો કરે નહીં. આ બુદ્ધિશાળીઓ લેટ ગો કરે છે, એનું શું કારણ ? લોકની સંજ્ઞા પ્રમાણે ચાલે, એટલે પેલી બાજુનું આવરણ તૂટ્યું નથી,
એક જણે કહ્યું કે બુદ્ધિપૂર્વકમાં શું વાંધો છે ? ત્યારે મેં કહ્યું, બુદ્ધિપૂર્વકની ચીજો અજવાળામાં કરવાની હોય. સીસી(ખાનગી) ના હોય. હજાર માણસની હાજરીમાં બેસીને જલેબી ખવાય ? જલેબીમાં વાંધો નહીં ને ? એને શરમ ના આવે ?
પ્રશ્નકર્તા : ના. શરમ ના આવે, રોફથી ખવાય ! દાદાશ્રી : એટલે વિષયને જો માણસ વિચારે કે, જો વિચાર કરતાં
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય આવડે ને, તો એ વિષય ભણી કોઈ દિવસ જાય જ નહીં. પણ વિચાર કરતાં જ નથી આવડતું ને ?! વિષય એ અજાગૃતિ છે. વિષય પોષાય જ કેમ કરીને ? જે વિચાર કરીને ગમે એવી વસ્તુઓ નથી, તે જ વસ્તુનો સંબંધ કેમ પોષાય ?
તર્યો ગંદવાડો દેખાય વિષયમાં ! હવે કેટલાંક લોકો ચારિત્ર લેવા માંડ્યા છે. કારણ કે વિષયમાં એટલો બધો ગંદવાડો છે કે જેનો નિબંધ લખવો હોય તો નિબંધ લખતાં જ ચીતરી ચઢે. આ તો ઠીક છે, એક જાતની હેબિટ પડી ગઈ છે. મૂળ અજ્ઞાનતામાં, બેભાનપણામાં ચુંથારો ચૂંથ્યો. હવે ભાન થયા પછી શું કંટાળો ના આવે ? આ તદન ગંદવાડાનું સુખ છોડવાનું છે. એ તો ગંદવાડો દેખીને જ છોડી દેવાનું છે. જો આ વિષયનું સુખ છોડી દે, તો આખી દુનિયાનો માલિક થઈ જાય. ખરેખર તો એ સુખ જ ન હોય. આ જલેબીમાં સુખ કહેવાય, શ્રીખંડમાં સુખ કહેવાય, એમાં ના ન કહેવાય. પણ આ વિષયમાં તો સુખ જ ન હોય.
મને તો આ વિષયનો એટલો બધો ગંદવાડો દેખાય કે મને આમ ને આમ સહેજે એ બાજુનો વિચાર ના આવે. મને વિષયનો કોઈ દહાડો વિચાર જ નથી આવતો. મેં એટલું બધું જોઈ નાખેલું, એટલું બધું જોયેલું કે મને માણસ આરપાર દેખાય એવું જોયેલું. વિષયનું જો પૃથક્કરણમાં આવે, જ્ઞાનથી નહીં પણ બુદ્ધિથી, તો ય માણસ ગાંડો થઈ જાય.
આ તો બધું અણસમજણથી ઊભું છે. ડુંગળીની ગંધ કોને આવે ? જે ડુંગળી ખાય તેને ગંધ ના આવે. જે ડુંગળી ના ખાતો હોય તેને તરત જ ગંધ આવે. વિષયોમાં પડ્યો છે તેથી વિષયોમાં ગંદવાડો સમજાતો નથી. એટલે વિષય છટતો નથી ને રાગ કર્યા કરે છે. એ ય બેભાનપણાનો રાગ છે. આત્મા એક જ માંસ સ્વરૂપ નથી. બીજું બધું નર્યું માંસ જ છે ને ?!
જેમ આહારી આહાર કરે છે, તેમ વિષયી વિષય કરે છે. પણ વાત સમજવી જોઈએ ને ? અને એ લક્ષમાં રહેવું જોઈએ ને ? આહાર તો રોજ સરસ ખાતો હોય, પણ ચાર દહાડાનો ભૂખ્યો હોય તો લીંટ પડેલો