________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
શો શોખ પડ્યો છે તમને ? શું થયું છે તમને ?
વીતરાગ ભગવાનના ભક્તોને ય ચિંતા ? જ્યારે શાસ્ત્ર વાંચે, તેટલો વખત જરાક મહીં ઠંડક રહે. તે ય પાછું વાંચતા વાંચતા યાદ તો મહીં આવી જાય કે આજે કારખાનામાં તો પેલી બારસોની ખોટ ગઈ છે. તે એને કૈડે હઉ પાછું !!! આખો દહાડો કૈડ, કૈડ ને કૈડ. અંદર પેલું કૈડે ને બહાર માકણ, મચ્છર જે હોય તે કૈડે. રસોડામાં બાઈ કૈડે. મેં એક જણને પૂછ્યું, ‘કેમ કંટાળી ગયા છો ?” ત્યારે એ કહે કે, ‘આ બઈ સાપણની પેઠ કૈડે છે.’ એવી ય બૈરી કેટલાંક લોકોને મળે છે ને ?! આખો દહાડો ‘તમે આવા ને તમે તેવા’ કર્યા કરે, તે જંપીને ખાવા ય ના દે બિચારાને ! હવે એ બાઈ શું સુખ આપી દેવાની છે ? એ કંઈ ‘પરમેનન્ટ’ સુખ આપે ? તો શા સારુ પોતે દબાયેલો બેસી રહે છે ? વિષય ભૂખ્યો છે એટલે. નહીં તો નિર્વિષયીને ડરાવનાર કોણ ?! એક વિષય માટે પડી રહેવાનું અને પોતાની સ્વતંત્રતા ખોવાની ? બૈરી-છોકરાની જંજાળ અને તે અનંત અવતાર બગાડી નાખે. જે આમાંથી કુદરતી રીતે છૂટ્યો, તેની તો વાત જ શી કરવાની ?
6
આખી દુતિયાતો એ એંઠવાડો !
બાકી વિષયભોગ એ તો નર્યો એંઠવાડો જ છે. આખી દુનિયાનો એંઠવાડો છે. આત્માનો આવો ખોરાક તે હોતો હશે ? આત્માને બહારની કશી વસ્તુની જરૂર નથી, નિરાલંબ છે. કોઈ અવલંબનની એને જરૂર નથી. પરમાત્મા જ છે પોતે. નિરાલંબ અનુભવમાં આવે, એટલે પરમાત્મા થઈ જ ગયો !!! એને કશું જ અડે નહીં. ભીંતોની આરપાર ચાલ્યો જાય એવો આત્મા અંદર છે, અનંત સુખનું ધામ છે !
આ ખોખાને આપણે શું કરવાનું ? ખોખું તો કાલે સડી જાય, પડી જાય, કોહવાઈ જાય, ખોખું તો શાનું બનેલું છે ? એ આપણે નથી જાણતા ? છતાં લોકો ભૂલી જાય છે ને ? ભૂલી જતાં હશે લોકો ? પણ આ ખોખું તમને ય ભૂલથાપ ખવડાવી દે. અમારે જ્ઞાની પુરુષને આમ આરપાર દેખાય. કપડાં બધું હોય છતાં કપડાંની મહીં, ચામડીની મહીં જેમ છે તેમ યથાવત દેખાય. પછી રાગ ક્યાં થાય ? પોતે એક આત્મા જ
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
જુએ ને બીજો બધો તો આ કચરો છે, સડેલો માલ છે. એમાં શું જોવા જેવું છે ?! ત્યાં જ રાગ થાય છે. એ જ અજાયબી છે ને ! પોતે નથી જાણતો ? જાણે છે બધું જ, પણ એને આવી સમજ આપી નથી. જ્ઞાનીઓએ માલ પહેલેથી જ જોયેલો છે. આમાં નવું શું છે તે ? પાછો વહુની જોડે સૂઈ જાય છે. અલ્યા, આ માંસને જ દાબીને સૂઈ જાય છે ?! પણ એ તો ભાન નથી ને ! એનું નામ જ મોહ ને ?! અમને નિરંતર જાગૃતિ હોય, એવરી સેકન્ડ જાગૃતિ હોય, એટલે અમે બધું જાણીએ કે નર્યું માંસ જ છે આ બધું.
८
હવે આવી વાત કોઈ કરતું નથી ને ? કારણ લોકોને વિષય ગમે છે. એટલે આ વાત કાઢે નહીં ને કોઈ ! જે નિર્વિષયી છે એ જ આ વાત કાઢે, નહીં તો આવું ખુલમ્ ખુલ્લું કોણ કહે ? છેવટે તો આ બધું છોડ્વા વગર છૂટકો જ નથી. તમે અમને કહો કે મારે બ્રહ્મચર્યવ્રત લેવું છે. તો અમે હા પાડીએ. શાથી ? કે ભઈ બહુ સારું છે બા, ખરો સુખી થવાનો માર્ગ આ છે, જો ઉદય તમારો હોય તો. નહીં તો પૈણો. પૈણીને અનુભવો. એક ફેરો અનુભવ થયો એટલે પછી બીજા અવતારમાં છૂટી જશે.
પ્રશ્નકર્તા : કો'ક છૂટી જાય, નહીં તો બાકી છૂટવું મુશ્કેલ છે. દાદાશ્રી : એ અનુભવને નોંધ કરે તો છૂટે. અમે તો ક્ષણે ક્ષણે નોંધ
કરવાવાળા.
પ્રશ્નકર્તા : એવો તો કો'ક જ નોંધ કરવાવાળો હોય. નહીં તો કીચડમાં ઊતરતો જ જાય.
દાદાશ્રી : હા, એ તો કાદવ જ છે, ઊંડો કાદવ છે. એમાં ઊતરતો જ જાય. રીસર્ચ તો નિર્વિષયી હોય તે કરી શકે. વિષયી માણસ રીસર્ચ કરી શકે જ નહીં.
સુખનાં સાધન કે અશુચિનું સંગ્રહસ્થાત ?
જ્યાં ભ્રાંતિરસમાં જગત તદાકાર પડ્યું છે. ભ્રાંતિરસ એટલે ખરેખર રસ નથી, છતાં માની બેઠો છે ! શું ય માની બેઠો છે !! એ સુખનો ફોડ