________________
પ્રશ્ન છે કે પ્રણામ કોને કર્યા? પ્રણામ એ ચરણોને કર્યા કે જે યુગના આરંભે આલમ્બન બન્યાં હતાં. યુગના મધ્યમાં આલમ્બન બનવું તે વિસ્મયની વાત નથી. યુગના આરંભે આલમ્બન બનવું એ આશ્ચર્યની વાત છે. એ યુગ કે જે આદિમ યુગ હતો, યૌગલિકોનો યુગ હતો, તે યુગમાં કલ્પવૃક્ષ દ્વારા જીવનની અનિવાર્ય આવશ્યકતાઓને પૂર્ણ કરવામાં આવતી હતી. ભોજન વૃક્ષો દ્વારા મળતું હતું, કપડાં વૃક્ષો દ્વારા મળતાં હતાં. ક્યારેક મનમાં સંગીત સાંભળવાની ઈચ્છા થતી તો વૃક્ષોનાં પાંદડાંનો મર્મર સાંભળવામાં આવતો હતો. જીવનની તમામ આવશ્યકતાઓ વૃક્ષો દ્વારા પૂર્ણ થતી હતી. તે યુગના આરંભે ભગવાન
2ષભ આલમ્બન બન્યા. તેમણે સમાજનું નિર્માણ કર્યું, તેનો વિકાસ કર્યો, લોકોને અનેક કલાઓ શીખવાડી – કૃષિકલા, શિલ્પકલા, સુરક્ષા, વ્યવસાય, લિપિકલા વગેરે. તેમણે રાજનીતિનું પ્રવર્તન કર્યું. તેમણે રાજ્ય અને સમાજની વ્યવસ્થા કરી.
સમાજ, રાજ્ય અને અર્થ આ તમામની વ્યવસ્થા કરીને તેમણે એક નવા માર્ગનું માર્ગદર્શન આપ્યું. તેમણે કહ્યું કે આ પ્રાથમિક આવશ્યકતાઓ છે, જીવન માટે આવશ્યક છે, પરંતુ જો જીવનભર તેમાં અટવાયેલા રહીશો તો આ વ્યવસ્થાઓ પણ તમને ભરખી જશે. ઘણા લોકો આ સત્યને વિસરીને ચાલે છે, જે પ્રાથમિક વયમાં આવશ્યકતા છે તેને જીવનભર ચલાવે છે. એક સંસ્કૃત કવિએ યોગ્ય કહ્યું છે કે –
પ્રથમે નાર્જિતા વિદ્યા, દ્વિતીયે નાર્જિત ધનમ્ |
તૃતીયે નાર્જિતો ધર્મ, તસ્ય જન્મ નિરર્થકમ્ / માણસનું આયુષ્ય એકસો વર્ષનું માનવામાં આવ્યું. જેણે શરૂઆતનાં પચ્ચીસ વર્ષોમાં વિદ્યા પ્રાપ્ત ન કરી, બીજાં પચ્ચીસ વર્ષોમાં ધનનું અર્જન ન કર્યું અને ત્રીજી અવસ્થામાં ધર્મનું અર્જન ન કર્યું તેનો જન્મ નિરર્થક છે. ઘડપણમાં ન તો વિદ્યાનું અર્જન થાય છે, ન ધન અને ધર્મનું અર્જન થાય છે. જીવનના ત્રણ કાળખંડ બતાવવામાં આવ્યા. પ્રથમ કાળખંડમાં વિદ્યાનું અર્ચન, દ્વિતીય કાળખંડમાં ધનનું અર્જુન અને તૃતીય કાળખંડમાં ધર્મની આરાધના તથા સમાધિમરણની તૈયારી. આ શ્લોકમાં જીવનનું કેવું સૌંદર્યદર્શન કરાવવામાં આવ્યું છે! ભગવાન ઋષભે સ્વયં એવું જીવન જીવ્યું. જ્યારે ત્રીજો કાળખંડ આવ્યો ત્યારે તેમણે ઘર છોડ્યું, રાજ્ય છોડ્યું, વિનીતા નગરી છોડી અને આત્મસાધનામાં તેઓ એકાગ્ર થઈ ગયા. તે યુગમાં કોઈ આત્મસાધનાનું નામ પણ જાણતું ન હોતું.
ભારતીય સંસ્કૃતિમાં આત્મવિદ્યાના પ્રથમ પ્રવર્તક ઋષભ છે. આ તથ્યને માત્ર જૈન આચાર્યો જ નથી માનતા, પરંતુ ભાગવતમાં આ સત્ય અભિવ્યક્ત થયું છે. ભાગવતમાં ભગવાન ઋષભ અને તેમના પુત્રોનું વર્ણન કરતાં કહેવામાં ૧૮ ભકતામર અંતરાલનો સ્પર્શ કરી બાળકોના મારા ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org