________________
કેન્સરની બીમારી નથી. દેવતાઓ અને નારકોને વૈક્રિય શરીર હોય છે. તેથી કોઈ શારીરિક રોગ પેદા થતો નથી. તેમની પીડા બીજા જ પ્રકારની હોય છે. ત્રણેય લોકની જે અર્તિ છે, પીડા છે તે છે મનની અશાંતિ, ભાવોનું ઉઢેલન, એ સામાન્ય પીડા છે. તમામ નારકોમાં એ પીડા જોવા મળે છે. નારકોમાં પરસ્પર ખૂબ લડાઈ થાય છે. એક પ્રસંગ આવ્યો – સમ્યક્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ નૈરયિકોનો, કહેવામાં આવ્યું કે સમ્યષ્ટિ નૈયિકો ક્ષેત્રિય ગરમી વગેરેની પીડા ભોગવે છે, પરંતુ મિથ્યાદૃષ્ટિ નૈયિકો ક્ષેત્રિય ઉપરાંત પરસ્પર સંઘર્ષની પીડા પણ વિશેષ ભોગવે છે. સમ્યક્દષ્ટિ નારક બહુ લડતા નથી, તેઓ મોટે ભાગે પરસ્પર સમજૂતી કરી લે છે પરંતુ મિથ્યાદૃષ્ટિ નારકો સતત લડતા રહે છે. આ માનસિક અશાંતિ, ભાવાત્મક ઉદ્બેલન અને પરસ્પર સંઘર્ષની ઘટનાઓ દેવતાઓમાં પણ ખૂબ હોય છે. ચોરી, લંટફાટ, કોઈકની દેવીનું અપરહણ, સંપત્તિ ચોરવી વગેરે ઘટનાઓ ચાલ્યા કરે છે. દેવતા ખૂબ શક્તિશાળી છે, પરંતુ આ સંદર્ભમાં માણસ અને નીચેના દેવલોકના દેવતાઓ વચ્ચે ઝાઝું અંતર નથી. આ કષાય, માનસિક અશાંતિ અને ભાવાત્મક ઉદ્બેલનની જે પીડા છે તેનું સમાધાન આપે પ્રસ્તુત કર્યું છે. આપે સૌ પ્રથમ પ્રવચન કર્યું કે - આત્માને જાણો, આત્માને જુઓ, કષાયને શાંત કરો. આ પ્રવચનમાં ત્રણેય લોકની પીડાના સમાધાનનું સૂત્ર છે. તેથી માનતુંગે કહ્યું કે આપે પોતાના પ્રવચન અને દર્શન થકી ત્રણેય લોકની પીડાનું શમન કર્યું છે. તેથી આપને નમસ્કાર કરું છું.
આચાર્ય માનતુંગે નમસ્કારનું બીજું કારણ જણાવ્યું – આપ ક્ષિતિતલમાં એક નિર્મળ અલંકાર છો, આભૂષણ છો તેથી હું આપને નમસ્કાર કરું છું. હકીકતમાં પવિત્ર અલંકાર એ જ હોય છે કે જે ત્રણેય લોકમાં વ્યાપ્ત કષાયોમાંથી મુક્તિ મેળવી લે છે. જેનો કષાય પ્રબળ હોય તે નિર્મળ ન હોઈ શકે. નિર્મળ એ જ છે કે જે કષાયમુક્ત છે. જ્યાં કષાય હોય ત્યાં મળ જામતો રહે છે.
ચાલુ વર્ષે સાધુ-સાધ્વીઓની સંગોષ્ઠીમાં મેં કહ્યું – એક ગૃહસ્થ દરરોજ સ્નાન કરવાની વાત વિચારે છે. તેથી વિચાર કરે છે કે જે ચોવીસ કલાક દરમ્યાન મેલ જમા થયો હોય, તે સાફ થઈ જાય, શરીર સ્વચ્છ થઈ જાય. એ જ રીતે સાધુ-સાધ્વીએ દરરોજ ભાવોની અશુદ્ધિ દૂર કરવા માટે સ્નાન કરવું જોઈએ. ભાવમાં વિકૃતિ આવી હોય, માનસિક ઉદ્દેલન થયું હોય, અઢાર પાપો પૈકી કોઈ પાપનું આચરણ થયું હોય તો તેનું વિશોધન કરવું જોઈએ. એવાં આચરણોથી આત્મા ઉપર કર્મનો જે મેલ જમા થાય છે તેને પવિત્ર ભાવોના જળ દ્વારા દૂર કરી દેવો જોઈએ. આત્માને નિર્મળ અને પવિત્ર બનાવવાનો માર્ગ એ જ છે. મહામંત્રનો જાપ, તીર્થંકરોની સ્તુતિ, કાયોત્સર્ગ, જપ-ધ્યાન વગેરે ઉપક્રમ એટલા માટે જ છે કે જે મેલ જામે છે તેનું શોધન (શુદ્ધીકરણ) થતું રહે. ભકતામર : અંતસ્તલનો સ્પર્શ = ૧૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org