________________
તો વેર-વિરોધ સમાપ્ત થઈ જશે. આ સંદર્ભમાં આ વચન કેવું સંગત છે – અહિંસાપ્રતિષ્ઠાયાં તત્સન્નિધૌ વૈરત્યાગઃ - જેને અહિંસા સિદ્ધ થઈ જાય છે તેની સન્નિધિમાં વેરનો ત્યાગ થઈ જાય છે. અહિંસાની માત્ર સાધના જ નહિ, સિદ્ધિ થવી જોઈએ. જ્યાં સિદ્ધિ થાય છે ત્યાં પરમાણુઓમાં એક પરિવર્તન પેદા થાય છે. ચેતન અને અચેતન બંનેમાં પરિવર્તન આવે છે. માત્ર ચેતનમાં જ નહિ અચેતનમાં પણ પરિણમન બદલાઈ જાય છે. પરમાણુ પોતે જ કોઈ નવો આકાર ધારણ કરી લે છે. એ વીતરાગનું, આવરણ-ક્ષયનું પરિણામ છે. માનતુંગે એ સચ્ચાઈને સ્વર આપતાં કાવ્યની રચના કરી - ‘પ્રભુ ! આપની જે વિભૂતિ પ્રગટ થઈ છે તે વીતરાગતાને કારણે થઈ છે, કર્મક્ષયને કારણે થઈ છે. તેથી આપની જે ધર્મોપદેશનની વિધિ છે, તે વિભૂતિ સંપન્ન છે.’ માનતુંગ ઉદાહરણ દ્વારા પોતાની વાત સ્પષ્ટ રૂપે સમજાવે છે અને કહે છે કે અંધકારનો નાશ કરનારા સૂર્યની જેવી પ્રભા હોય છે, તેવી જ પ્રભા ચમકતા તારાઓની, નક્ષત્રો વગેરેની હોઈ શકે ખરી ?
ઇત્યં યથા તવ ! વિભૂતિરભૂજ઼િનેન્દ્ર ! ધર્મોપદેશનવિધૌ ન તથા પરસ્ય I યાદક્ પ્રભા દિનકૃતઃ પ્રહતાન્ધકારા, તાદર્ કુતો ગ્રહગળસ્ય વિકાશિનોઽપિ ।।
પ્રસ્તુત કાવ્યમાં સ્તુતિકારે બાહ્યપરિવેશના આધારે આદિનાથને જોવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ તેનો આંતરિક પરિવેશ પણ છે. વ્યાખ્યાના બે કોણ હોય છે - વ્યવહારનય અને નિશ્ચયનય. સ્થૂળ પર્યાયથી જોઈએ અને વ્યવહારનયથી વ્યાખ્યા કરીએ તો સિંહાસન, અશોકવૃક્ષ, ચામર, છત્ર વગેરેનાં લક્ષણો પ્રત્યક્ષ થાય છે. નિશ્ચય દૃષ્ટિએ વ્યાખ્યા કરીએ, આધ્યાત્મિક પરિપ્રેક્ષમાં જોઈએ તો કહી શકાય કે જેને આસન સિદ્ધ થઈ ગયું તે સિદ્ધયોગી છે. તે જ્યાં બેસે છે ત્યાં જ સિંહાસન બની જાય છે. તેની આભા સિંહાસન જેવી બની જાય છે. એક જૈન આચાર્યે લખ્યું કે, ‘જે આસનસિદ્ધિને નથી જાણતો તે જૈન તત્ત્વને પણ નથી જાાતો.’ આસનસિદ્ધિ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. આસન કરવું તે એક વાત છે અને આસનસિદ્ધ બનવું તે બીજી વાત છે. પ્રસ્તુત સંદર્ભમાં સિંહાસનની આધ્યાત્મિક ભાષા છે – જેનું આસન સિદ્ધ થઈ ગયું તેનું નામ છે – સિંહાસન.
એક સંદર્ભ છે – અશોકવૃક્ષનો. જ્યાં મોહ ક્ષીણ થઈ જાય ત્યાં શોક શી રીતે રહે ? શોક મોહનો જ એક પર્યાય છે. જ્યાં મોહનો વિલય થાય ત્યાં અશોક સ્વતઃ ફલિત થઈ જાય છે, જ્યાં મોહ નથી હોતો ત્યાં શોક પણ નથી હોતો. અધ્યાત્મના સંદર્ભમાં અશોકવૃક્ષનું પ્રસ્ફુટન મોહવિલયની ક્ષણે જ થઈ શકે છે.
ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ – ૧૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org