________________
મેં જાપ શરૂ કરી દીધો. દવા અને ડૉક્ટરનું શરણ છોડી દીધું. અર્થનું શરણ સ્વીકારી લીધું. થોડાક દિવસ વીત્યા, આરોગ્યમાં સુધારો થવા લાગ્યો. ધીમે ધીમે અસાધ્ય રોગમાંથી મુક્તિ મળી ગઈ. મેં ફરીથી એ જ ડૉક્ટરને બોલાવ્યો, તપાસ કરાવી. ડૉક્ટરની આંખો વિસ્મયથી વિસ્ફારિત થઈ ઊઠી. તેણે કહ્યું, આ શી રીતે શક્ય બન્યું ? મેડિકલ સાયન્સ પ્રમાણે તો આવું થઈ જ ન શકે ? મેં કહ્યું કે આ તો અર્હત્ના શરણનું પરિણામ છે. આસ્થાપૂર્વક કરવામાં આવેલા જપનાં પ્રકમ્પનોએ અનિષ્ટ પરિણમનને ઇષ્ટ પરિણમનમાં પરિવર્તિત કરી દીધું.
આ સંદર્ભમાં હું હરિયાણાની એક ઘટનાનો વધુ ઉલ્લેખ કરવા ઇચ્છું છું. એક માણસ દુર્ઘટનાગ્રસ્ત બન્યો. તેની તમામ પાંસળીઓ, ફેફસાં જર્જરિત થઈ ગયાં. ડૉક્ટરે કહ્યું, ‘આ તો નાનકડું ગામ છે. અહીં ઇલાજ નહિ થઈ શકે. તેને હિસાર લઈ જાવ.’ હિસારના ડૉક્ટરે પણ તે કેસ હાથમાં લેવા માટે પોતાની અસમર્થતા બતાવતાં કહ્યું, ‘આ તો ખૂબ જ ખતરનાક અકસ્માત છે. દિલ્હીની કોઈ સારી હોસ્પિટલમાં જ તેનો ઇલાજ થઈ શકશે.' તે માણસ ઊંડી મૂર્છામાં હતો. દિલ્હીના મુખ્યમંત્રી સાથે તેને સારો સંપર્ક હતો. તેને દિલ્હી લઈ ગયા અને તરત જ હોસ્પિટલમાં દાખલ કરી દીધો. ઇલાજ શરૂ થયો. ડૉક્ટરે સંવેદનશીલ કેમેરા દ્વારા દુર્ઘટનાગ્રસ્ત અંગોના ફોટા પાડ્યા. પાંસળીઓનાં ફોટાની વચ્ચે આશ્ચર્યજનક રૂપે એક સંતનો ફોટો આવી ગયો. ડૉક્ટર વિસ્મય પામ્યો ‘હૃદયમાં આ ચિત્ર ક્યાંથી આવી ગયું ? કોણ છે આ ધવલ વેશધારી ?’ દર્દી ઊંડી મૂર્છામાં હતો. ડૉક્ટરના પ્રશ્નનો ઉત્તર કોણ આપી શકે ? ઇલાજ દ્વારા તેના આરોગ્યમાં સુધારો થયો. તેની મૂર્છા દૂર થઈ. તે સ્વસ્થ થયો. ડૉક્ટરે પેલું ચિત્ર બતાવતાં પૂછ્યું કે, આ કોણ છે ? તેનો ફોટો હૃદયમાં કેવી રીતે આવી ગયો ? તેણે કહ્યું, ‘એ તો મારા ઇષ્ટનો ફોટો છે. જે ક્ષણે દુર્ઘટના ઘટી એ ક્ષણે મેં મારા ઇષ્ટનાં જપ અને ધ્યાન શરૂ કરી દીધાં હતાં. તે જાપ મૂર્છામાં પણ અવિરત ચાલતા રહ્યાં અને હું મારા ઇષ્ટનું સાક્ષાતદર્શન કરતો રહ્યો. ઇષ્ટનું જે સ્વરૂપ એ વખતે હું જોતો હતો, તેનું જ ચિત્ર આ ફોટામાં છે.’
આ પરિણમનનો સિદ્ધાંત છે, પ્રકમ્પનોનો સિદ્ધાંત છે. તેની સ્થૂળજગતમાં વ્યાખ્યા કરી શકાતી નથી. અમેરિકાની એક પ્રત્રિકામાં આવી ઘટનાઓની ચર્ચા થયેલી છે. મનોવૈજ્ઞાનિકે ફોટો લીધો માણસના મસ્તિષ્કનો, અને તેમાં ચિત્ર આવ્યું બહુ મોટી કારનું ! ફોટો લીધો મસ્તકનો અને ચિત્ર આવ્યું વિશાળ બહુમાળી મકાનનું ! મસ્તિષ્કમાં કાર અને બહુમાળી મકાનનો ફોટો શી રીતે આવી ગયો ? પરિણમનનો એ સિદ્ધાંત છે કે જે વખતે આપ જેવો ભાવ અનુભવતા હોવ તેનું પરિણમન ભીતરના જગતમાં થઈ જાય છે. બહારથી એમ લાગશે કે તે માણસ છે, તે માણસના મસ્તિષ્ક છે, પરંતુ તેનું ભીત૨માં તો ભકતામર ઃ અંતસ્તલનો સ્પર્શ = ૧૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org