________________
ઊંડું રસાયણ પેદા નથી થતું ત્યાં સુધી વાંચ્છિત પરિણામ નથી મળતું. ચંડપ્રદ્યોતના મનમાં એક આશંકા પેદા થઈ ગઈ કે મારા તમામ સૈનિકો શ્રેણિકના બની ગયા છે. હું એકલો પડી ગયો છું. મને બંદી બનાવી લેવામાં આવશે – એમ વિચારીને તે ભાગી ગયો. અભયકુમારે બુદ્ધિના પ્રયોગ દ્વારા આવો ભય પેદા કર્યો. એ જ રીતે શ્રદ્ધાનો ઉત્કર્ષ પણ શત્રુના મનમાં આશંકા અને ભય પેદા કરી શકે છે. તે આશંકા તેના પલાયનનું કારણ બની જાય એમાં કોઈ આશ્ચર્યની વાત નથી. આચાર્ય માનતુંગે જે લખ્યું છે તે, સાપેક્ષ કથન છે. જો શ્રદ્ધાનો પ્રકર્ષ હોય તો એમ બની શકે છે. જો શ્રદ્ધા સાધારણ હોય તો એના ભરોસે ન રહી શકાય. સાધારણ શ્રદ્ધા સફળતા નથી આપતી. એ સચ્ચાઈને ન ભૂલવી જોઈએ કે પ્રકર્ષ શ્રદ્ધા વગર આમ ક્યારેય શક્ય બનતું નથી. સ્તુતિકારે આ કાવ્યમાં શ્રદ્ધાની શક્તિને પ્રગટ કરી છે. એ સ્વર શ્રદ્ધાના પ્રકર્ષમાંથી નીકળેલો સ્વર હતો
‘કાર્ય વા સાધયામિ દેė વા પાતયામિ’ – કાં તો હું કાર્ય સિદ્ધ કરીશ અથવા મારા દેહનો ત્યાગ કરીશ. આચાર્ય ભિક્ષુએ એ જ ભાષામાં કહ્યું હતું કે, ‘મર પૂરા દેસ્યાં પણ આતમ રા કારજ સારસ્યાં’ – ભલે પ્રાણ જાય પરંતુ આત્મસાધનાના માર્ગ ઉપર અમે ચાલતા રહીશું. તેઓ ભયંકર સંજોગોમાં પણ સફળ નિવડ્યા. આવો શ્રદ્ધા પ્રકર્ષ, દૃઢ સંકલ્પ અને નિશ્ચય જેનામાં હોય છે તે સફળ થઈ જાય છે. બુદ્ધે કહ્યું, ‘ભલે શરીર સુકાઈ જાય પરંતુ બોધિ પ્રાપ્ત કર્યા વગર હું આ આસન ઉપરથી ઊઠીશ નહિ.’ તેમને બોધિ પ્રાપ્ત થઈ ગઈ. જ્યાં આવું આત્મબળ અને શ્રદ્ધાનું બળ હોય ત્યાં સફળતા સુનિશ્ચિત બની જાય છે.
સ્તુતિનું આ પ્રકરણ એક બોધપાઠ આપે છે કે જેનામાં શ્રદ્ધાનો પ્રકર્ષ હોય તેને માટે ન તો સાપનું જોખમ છે કે ન તો યુદ્ધનું જોખમ છે. તે બંને પરિસ્થિતિથી બચી જાય છે. એ અપેક્ષિત છે કે શ્રદ્ધાનું બળ અને સંકલ્પની શક્તિ જાગે અને આપણે તે શક્તિ દ્વારા અભય બનીએ, માણસ અભય બનવા ઇચ્છે છે, પરંતુ અભયનાં આલંબન-સૂત્રોનું અનુશીલન અને તેના પ્રયોગ કર્યા વગર તે અભય બની શકતો નથી. અભય એ જ બની શકે છે કે જેનામાં શ્રદ્ધા અને સંકલ્પનું બળ જાગી જાય છે. આચાર્ય માનતુંગે શ્રદ્ધાના પ્રકર્ષમાં જ આ ભાષાનો પ્રયોગ કર્યો છે. આપના કીર્તન માત્રથી જ સાપનો ભય દૂર થઈ જાય છે. યુદ્ધ છિન્ન ભિન્ન થઈ જાય છે. યુદ્ધ આવે કે ન આવે, સાપ આવે કે ન આવે પરંતુ એક ભક્તહૃદયમાં શ્રદ્ધાનો પ્રકર્ષ પેદા કરવા માટે માનતુંગ દ્વારા રચાયેલું આ પદ્ય ખરેખર અત્યંત કલ્યાણકારી અને ઉપયોગી છે.
-
Jain Education International
ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ – ૧૪૯
For Private & Personal Use Only
www.jainelibrary.org