________________
રહે છે કે ન કોઈ નીચો, ન કોઈ મોટો રહે છે કે ન કોઈ નાનો રહે છે. સૌની સમાન ભૂમિકા હોય છે, છતાં વ્યવહારની ભાષામાં એમ કહેવાય છે કે વીતરાગથી મોટો આ જગતમાં બીજો કોઈ માણસ નથી હોતો. વીતરાગથી વધુ સુખી માણસ આ જગતમાં કોઈ નથી હોતો. વીતરાગથી વધુ અભય માણસ આ જગતમાં કોઈ નથી હોતો. વીતરાગથી વધુ તનાવમુક્ત માણસ પણ આ જગતમાં કોઈ નથી. તેને ન તો અનિદ્રાની બીમારી પજવે છે કે ન તો નિદ્રાની બીમારી પજવે છે. તેને ન તો કાલ્પનિક ભય સતાવે છે કે ન વાસ્તવિક ભય સતાવે છે. ન ભય, ન શોક, ન ધૃણા, ન કોઈના પ્રત્યે રાગ કે ન કોઈના પ્રત્યે દ્વેષ. આ તમામ ઝંઝટોમાંથી મુક્ત થઈને તે ચેતનાની સર્વોચ્ચ ભૂમિકા ઉપર પહોંચી જાય છે. માનતુંગ કહે છે કે તે વીતરાગતાના ગુણોનો દોરો મેં લીધો છે. તે ગુણોના દોરા વડે મેં એક માળા પરોવી છે. તે માળા મેં વ્યવસાયની દૃષ્ટિએ નથી પરોવી. કોઈ માળાકાર માળા બનાવે છે પછી તે માળાને બજારમાં જઈને વેચે છે. એ વ્યવસાય છે. મેં માળા વ્યાવસાયિક અથવા ધન કમાવવાની દૃષ્ટિએ નથી બનાવી, ભક્તિપૂર્વક બનાવી છે. જ્યાં ભક્તિ નથી હોતી, શ્રદ્ધા નથી હોતી ત્યાં રસ પ્રગટતો નથી. શ્રદ્ધા અને ભક્તિમાં જે ચેપ છે, જે મીઠાશ છે તે ક્યારેય વ્યવસાયમાં નથી હોતાં. એક માણસ શ્રદ્ધા અને સમર્પણપૂર્વક કામ કરે છે. પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દે છે તેવી વ્યક્તિ દ્વારા જે કામ થાય છે તે કદાચ બીજી કોઈ વ્યક્તિ દ્વારા નથી થતું. એક રસોઈઓ પણ રસોઈ બનાવે છે અને એક પત્ની પણ પોતાના પતિ માટે રસોઈ બનાવે છે. બંનેની રસોઈની મીઠાશ વચ્ચે તફાવત રહેશે. રસોઈઓ વ્યાવસાયિક હેતુથી રસોઈ બનાવે છે. પત્ની પતિ માટે રસોઈ બનાવે છે. તેના મનમાં પ્રીતિનો ભાવ હોય છે. તફાવત ચોકકસ દેખાશે જો કોઈ સૂક્ષ્મતાથી તે જાણી-સમજી શકે. જ્યાં ભક્તિ હોય, શ્રદ્ધા હોય ત્યાં ક્રિયા જુદી જ પડી જશે અને જ્યાં વ્યાવસાયિક હેતુ હશે ત્યાં ક્રિયા તદ્દન જુદી જ હશે.
માનતુંગ કહે છે કે તે માળામાં વિવિધ પ્રકારનાં ફૂલો છે. તે અત્યંત સુંદર વર્ણવાળાં છે. વર્ણના બે અર્થ છે. રુચિર વર્ણનો એક અર્થ છે સુંદર રંગ, બીજો અર્થ છે સુંદર અક્ષર. તે માળામાં મેં એવા અક્ષરોનો વિન્યાસ કર્યો છે, સંયોજન કર્યું છે કે જેથી તે માળા ખૂબ જ સુંદર બની છે. અક્ષર પણ બે પ્રકારના હોય છે - અસંયુક્ત અને સંયુક્ત, એકાક્ષર અને અનેકાક્ષર. માનતુંગ કહે છે કે મેં જે માળા બનાવી છે તેમાં વિચિત્ર વર્ણપુષ્પ છે. ખૂબ જ સુંદર સુંદર અક્ષરોનું સંયોજન છે. એક પણ અક્ષર એવો નથી કે જે મંત્ર ન હોય. પ્રત્યેક અક્ષર મંત્ર છે. ભક્તામર સ્તોત્ર શક્તિશાળી કઈ રીતે બન્યું? એટલા માટે કે તેમાં વર્ણની સંયોજના, વિન્યાસ એવાં કરવામાં આવ્યાં છે કે જેથી પ્રત્યેક અક્ષર મંત્ર બની ૧૦૦ ભકતામર: અંતસ્તલનો સ્પર્શ કરવા બાબત પીકી માં જીવ & નો "આઝાદ કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org