________________
ગયો છે. એક વિકલ્પ છે શ્લોક સાથે મંત્રોની સાધના. કેટલાક શ્લોક એવા હોય છે કે જેમની સાથે મંત્રોની સ્વતંત્ર સાધના થાય છે. વિચિત્ર પ્રકારનાં વર્ણપુષ્પ અને ગુણોના દોરા વડે જે સ્તુતિરૂપી માળા મેં જે બનાવી છે, તે માળાને જે વ્યક્તિ પોતાના કંઠમાં નિરંતર પહેરી રાખે છે, તે વ્યક્તિની પાસે લક્ષ્મી આપમેળે આવે છે.
આ ભાવના સાથે માનતુંગ પોતાના સ્તોત્રને સંપન્ન કરી રહ્યા છે. સૌ કોઈ માટે શુભ ભાવના, મંગલ કામના કરી રહ્યા છે. આ માળાને સૌ કોઈ પહેરી શકે છે. દિવસે, રાત્રે, જંગલમાં, ગામમાં, પુરુષ અને સ્ત્રી તે માળાને ધારણ કરી શકે છે. કોઈ નેકલેસ પહેરે કે ન પહેરે પરંતુ આ માળા તેણે અવશ્ય પહેરવી જોઈએ. જે વ્યક્તિ આ માળા ધારણ કરે છે તે ખરેખર સૌભાગ્યશાળી બની જાય છે, લક્ષ્મી તેની પાસે આવે છે. આ માળાને પહેરવા માટે માત્ર ભક્તિ અને શ્રદ્ધાની જરૂર છે. શ્રદ્ધા સહિત જે વ્યક્તિ આ માળાને ધારણ કરે છે તે પોતાના જીવનમાં અવશ્ય સફળ થાય છે.
કે "આ એકાદ કલાક
પલક છે ભક્તામર અંતસ્તલનો સ્પર્શ x ૧૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org