Book Title: Bhaktamar
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan
Catalog link: https://jainqq.org/explore/005217/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ | વકતામર / નાતાલ ની પી આચાર્ય મહાપ્રજ્ઞા Page #2 -------------------------------------------------------------------------- ________________ સંદેહ માનવીને મારે છે અને વિશ્વાસ માનવીને જીવાડે છે, તેને જાગરૂક બનાવે છે. આત્મવિશ્વાસ બહુ મોટી શક્તિ છે. આ સ્તવન અને સ્તોત્ર આત્મવિશ્વાસ જગાડનારાં છે શ્રદ્ધા અને મનોબળને દૃઢ કરનારાં છે. જેનામાં આત્મવિશ્વાસ પ્રબળ હશે, શ્રદ્ધાબળ અને મનોબળ હશે તે વ્યક્તિ સમસ્યાને પાર કરી શકશે. જે સંશયાત્મા રહે છે, તે ક્યારેય સફળ થઈ શકતો નથી. ખૂબ મહત્ત્વપૂર્ણ વાત કહેવામાં આવી કે – ન ચમત્કાર માનો, ન વિસ્મય અનુભવો, પરંતુ નિયમને જાણો. જે પરિવર્તનનો નિયમ છે, તે છે પારિણામિક ભાવ. જે પારિણામિક ભાવને જાણી લે છે તે પોતાને બદલી શકે છે, ઈક્તિ પરિણમન કરી શકે છે. આચાર્ય માનતુંગે આ શ્લોકોમાં પારિણામિક ભાવની ચર્ચા કરી છે. પારિણામિક ભાવ દ્વારા બંધનો તથા સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવાનું આ સૂત્ર વ્યક્તિમાં અપૂર્વ આત્મવિશ્વાસ ઉત્પન્ન કરી શકે છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ પર Revie કરે RE : RS EL :: - E == = TET fit= = 's સારી E : '', કઈ : , , it is : GEET : a કે જો M " છે - સાકર - E " - TT = 'ed' ' Tre , * : ક is : : - :: Forest is SEE ',. irth : a ut finitions : - કારતક કાકા: - t ests :: WE ARE - is very the : ' , ; THIS THE K N 1 yu ; ; છે. EXAM MATERIALS the - - કરી રહી છે : મr . - :: * Fri * , , , * E * કક કકક * * ભક્તામર અંતસ્તલનો સ્પર્શ આચાર્ય મહાપ્રજ્ઞ કts : અનેકાન ભારતી પ્રકાશન અમદાવાદ-૧પ. E RE , " stવાની 2 - ક - - - S : ક * :: Essay : 1 **, * કામ છે :... United છે કે : -E- Dist : - - - - - - કરી છે , કામ કરી 5:: - * ....!!! .. M SEE ક, આ વાત કરી . જો કરી = var, પાટી . = - પી. મ .. Page #4 -------------------------------------------------------------------------- ________________ - - -- -- -- - a - - | | હિન્દી આવૃત્તિ – સંપાદક : મુનિ દુલહરાજ, મુનિ ધનંજયકુમાર L - - - - - - L , LOCAL l G ગુજરાતી આવૃત્તિ C અનુવાદક તથા સંપાદક : રોહિત શાહ HHHHHHH! - - - - - - HHHHHHHHHHHHHHH con સંસ્થાપક - નિર્દેશક : શુભકરણ સુરણા HHHH - - ના ІҢНЕНІНІНІНІНінінні! આવૃત્તિ : પ્રથમ અક્ષયતૃતીયા, ૧૯૯૮. IHHHHH ' કિંમત : ૬૫/ - - - T 1 1 i _ _ 11 - - - - - - - - - - - - - - - - - - - - - - - - -- - -- - -- -- - - - - - - - - - - - LET TL TTrrrrrrrrrr H1N1HHHHHHHHHHHE ( ! 11 di પ્રકાશક: સંતોષકુમાર સુરાણા નિર્દેશક, અનેકા ભારતી પ્રકાશન ને ઇ/ર, ચારુલ, સહજાનંદ કોલેજ પાસે, આંબાવાડી, અમદાવાદ-૩૮૦ ૦૧૫. શેનઃ ૪૬૭૭૩૯, ૨૧૬૭૧૨૭ ટાઇપ સેટિંગઃ વેલ વીશર ટ્રેડર્સ શાહપુર, અમદાવાદ-૧, મુદ્રકઃ મારુતિ ઓફસેટ પ્રિન્ટર્સ એન. આર. એસ્ટેટ, તાવડીપુરા, અમદાવાદ-૪. ( ફોન : પ૬૨ ૧૩૧૨, ૫૬૨૫૫૫૯ G ક Page #5 -------------------------------------------------------------------------- ________________ દ: ક - - - સ્તોત્ર, સ્તવન અને સ્તુતિની પરંપરા ખૂબ જૂની છે. સૂત્રકૃતાંગમાં વીરત્યુઈ’ આવશ્યક સૂત્રમાં ચતુર્વિશતિ સ્તવ – ચોવીસ તીર્થકરોનાં સ્તવન, નંદીની સ્થવિરાવલિ – આ બધા પ્રસિદ્ધ સ્તુતિપાઠ છે. આગમોત્તર કાળમાં અનેક આચાર્યો દ્વારા અનેક સ્તુતિગ્રંથો રચાયા છે. એમાં ભક્તામરનું સ્થાન અત્યંત મહત્ત્વપૂર્ણ છે. તેને લોક-માન્યતા પ્રાપ્ત થયેલ છે. સેંકડો, હજારો શ્રદ્ધાળુ ભાવિકો તેનો દરરોજ શ્રદ્ધાપૂર્વક પાઠ કરે છે અને વિપ્લોઅવરોધોમાંથી ઉકેલ પામે છે. ભક્તામર સ્તોત્ર મધ્યમ આકારનો સ્તોત્રગ્રંથ છે. તેનું વિષય-વસ્તુ (મૂળ ઉદ્દેશ) ભગવાન ઋષભની સ્તુતિ છે. તે શ્વેતાંબર અને દિગંબર બંને પરંપરાઓમાં સમાન રૂપે માન્ય છે. તેના શ્લોકોની સંખ્યાના સંદર્ભમાં બે પરંપરાઓ છે. દિગંબર પરંપરામાં તેનાં અડતાળીસ પદ છે શ્વેતામ્બર પરંપરામાં ચુંવાળીસ પદો પ્રચલિત છે. ચાર પદ સ્વતંત્રસૃપે ઉપલબ્ધ છે. આ વિશે ડ. નેમિચન્દ્ર શાસ્ત્રીનો મત છે કે શ્વેતામ્બર પરંપરામાં ૪૪ પદ માનવામાં આવે છે. એનું કારણ એ છે કે અશોકવૃક્ષ, સિંહાસન, છત્રત્રય અને ચામર – આ ચાર પ્રાતિહાર્યોનાં બોધક પદોનો સમાવેશ કર્યો છે અને પુષ્પવૃષ્ટિ, ભામંડળ, દુભિ અને દિવ્યધ્વનિ - આ ચાર પ્રાતિહાર્યોનાં બોધક પદો રદ કર્યા છે. આ તરફ દિગમ્બર સંપ્રદાયની કેટલીક હસ્તપ્રતોમાં Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્વેતામ્બર સંપ્રદાય દ્વારા રદ કરાયેલ પ્રાતિહાર્યોનાં બોધક ચાર નવાં પદ ઉમેરવવામાં આવેલ છે. આ રીતે પદોની સંખ્યા પર ગણવામાં આવી છે. હકીકતમાં આ સ્તોત્રમાં ૪૮ પદો છે. ડૉ. નેમિયજ શાસ્ત્રીએ આચાર્ય માનતુંગના સમય વિશે બે વિચારધારાઓનો ઉલ્લેખ કર્યો છે - “ઐતિહાસિક વિદ્વાન માનતુંગની સ્થિતિ હર્ષવર્ધનના સમયમાં માને છે. ડૉ. એ. બી. કીર્થ માનતુંગને બાણના સમકકલલીન ગણાવ્યા છે. સુપ્રસિદ્ધ ઈતિહાસકાર . "પ્રેમી”એ પણ કવિને હર્ષકાલીન ગણાવ્યા છે. ભક્તામરનો રચનાકાળ સાતમી સદી છે. એક માન્યતા દ્વારા માનતુંગ પહેલાં શ્વેતામ્બર મુનિ બન્યા, પછી થોડાક સમય બાદ દિગંબર મુનિ બન્યા. બીજી માન્યતા એ છે કે - આચાર્ય માનતુંગ પહેલાં દિગંબર મુનિ અને થોડાક સમય પછી શ્વેતામ્બર મુનિ બન્યા. દિલ્હી ચાતુર્માસમાં (ઈ. સ. ૧૯૯૪)માં ભક્તામર વિશે પ્રવચનનો પ્રારંભ થયો. લાડનું ચાતુર્માસ (ઈ. સ. ૧૯૯૬) સુધી આ ક્રમ ચાલ્યો. કેટલાંક પ્રવચનો પૂજ્ય ગુરુદેવ શ્રી તુલસીના સાંનિધ્યમાં અને કેટલાંક પ્રવચનો સ્વતંત્ર રીતે અપાયાં. પ્રસ્તુત પુસ્તકમાં ભક્તામર વિશે આપવામાં આવેલ બાવીસ પ્રવચનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આના સંપાદનમાં મુનિ ધનંજયકુમારે નિષ્ઠાપૂર્ણ પરિશ્રમ કર્યો છે. પ્રસ્તુત પુસ્તકના પરિશિષ્ટમાં પ્રદત ભક્તામરનો અનુવાદ સાધ્વી વિશ્રુતવિભા દ્વારા થયેલ છે. આ ગ્રંથની ગુજરાતી આવૃત્તિના અનુવાદ-સંપાદન કાર્યમાં શ્રી રોહિત શાહ તથા શ્રી શુભકરણ સુરાણાએ પરિશ્રમ લીધો તેરાપંથ-ભવન ગંગાશહર (રાજસ્થાન) - આચાર્ય મહાપ્રજ્ઞ Ay ' Page #7 -------------------------------------------------------------------------- ________________ મુક્તિ-પથનો પથિક વિશુદ્ધ આધ્યાત્મિક પરમ થકી અનુરક્ત, પદાર્થ થકી વિરક્ત તોડી રહ્યો હતો આન્તરિક અવરોધ સહન કરી રહ્યો હતો બાહ્ય પ્રતિરોધ એ અધ્યાત્મ-ઉત્તુંગ બંદી હતા માનતુંગ દરેક દ્વાર પર લગાડેલાં હતાં તાળાં લોખંડની બેડીઓ અને સાંકળો ચારે તરફ પ્રહરી પરિસ્થિતિ હતી આકરી તો પણ હતો અચલ હિમાલય વજ જેવો સંકલ્પ, અભયનો આલય. સંપાદકીય જગ્યું આ ચિંતન આત્મવિશ્વાસ થકી સ્પદન જેની સ્તુતિ દ્વારા તૂટે છે કર્મ-બંધન કેમ નહીં છૂટે આ અયસબંધન ? જાગ્યો એક દઢ સંકલ્પ આસ્થાનો અભેદ વલય આદિનાથના ઋષભનું શરણ નિબંધ અન્ત:કરણ. બન્યા ધ્યાનલીન, ચિન્મય આરાધ્યની સાથે તન્મય ફૂટ્યો શક્તિનો સ્ત્રોત ભક્તિ થકી ઓતપ્રોત સાધ્યું અભેદ-પ્રણિધાન એક લય એક તાન અસંખ્ય ઋષભ સ્તુતિ કાવ્યમય પ્રસ્તુતિ ધીર-ગંભીર સ્વરલહરી તૂટ્યાં તાળાં, તૂટી બેડી છૂટી ગયાં સઘળાં બંધન વિસ્મિત તું રાજ્ય-પ્રબંધન Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રગટ્યો અગાધ વિશ્વાસ થઈ ગયુંમુક્ત આકાશ સુખ અને શાંતિનો શ્વાસ શક્તિ અને ભક્તિનો ઉજાસ વ્યાપ્ત થયો કણ-કણમાં માણસના હૃદયાંગણમાં. બંધન-મુક્તિના એ હસ્તાક્ષર વિશ્રુત સ્તોત્ર છે ભક્તામર હજારો વ્યક્તિઓના સ્મૃતિપટલ ઉપર અંકિત છે અક્ષર-અક્ષર દરરોજ કરે છે સ્તુતિગાન આદિનાથનું ધરે છે ધ્યાન. શું વિધિયુક્ત હોય છે સ્તુતિ ? જ્ઞાત છે મહત્ત્વ અને પરિણતિ. કાવ્યનું શુદ્ધ ઉચ્ચારણ ? અર્થનું સમ્યગુ અવધારણ ? પળ-પળ આરાધ્યથી અનુસ્મૃતિ ? ઈષ્ટની સાથે તાદાભ્યની અનુભૂતિ ? મહાપ્રજ્ઞનું અણમોલ સર્જન ભક્તામર : અન્તસ્તલનો સ્પર્શ સ્તોત્ર કાવ્ય ઉપર વિશદ વિમર્શ માનતુંગની કાવ્યાત્મક સ્તુતિનું અપ્રતિમ ભક્તિ અને શક્તિનું હૃદયસ્પર્શી આલેખન વૈજ્ઞાનિક વિશ્લેષણ જેનાથી આપ્લાવિત થશે ભક્ત-હૃદય આત્મવિશ્વાસનો ઉદય અંધવિશ્વાસનો વિલય શક્તિનો નવો અભ્યદય ઊર્જનો ભવ્ય નિલય શ્રદ્ધા અને આસ્થાનો પ્રકર્ષ અર્પશે જીવનને નવો ઉત્કર્ષ - મુનિ ધનંજયકુમાર તેરાપંથ ભવન ગંગાશહર (રાજસ્થાન) ૫ સપ્ટેમ્બર, ૧૯૯૭ M Page #9 -------------------------------------------------------------------------- ________________ એક રીતે જોઈએ તો પ્રસ્તુત ગ્રંથને વિવેચનગ્રંથ કહી શકાય. આચાર્યશ્રી માનતુંગ દ્વારા રચિત “ભક્તામરસ્તોત્ર'ની અહીં સમીક્ષા કરવામાં આવી છે, પરંતુ આ સમીક્ષાનો હેતુ રસાસ્વાદનો છે. કવિકર્મની ભાવાત્મક અભિવ્યક્તિ અને તેમાં રહેલાં રસસ્થાનોનો પરિચય કરાવવાનો ઉપક્રમ વિશેષ છે. એ દૃષ્ટિએ જોઈએ તો પ્રસ્તુત ગ્રંથને આસ્વાદગ્રંથ જ કહેવો જોઈએ. જૈન ધર્મમાં “ભક્તામરસ્તોત્ર'નો આગવો અને અનેરો મહિમા છે. આ સ્તોત્ર સાથ ચમત્કારની ઘટના સંકળાયેલી છે. શ્રદ્ધા અને ચમત્કાર ક્યારેક એકમેકમાં એવાં તો ઓતપ્રોત થઈ જાય છે કે તેમને અલગ પાડવાનું અઘરું બની રહે છે. આચાર્ય મહાપ્રજ્ઞજી એવા અધ્યાત્મમનીષી છે કે જેઓ સ્થૂળ ચમત્કારોની ભૂમિકા ઉપર રહેવાનું સ્વીકારતા નથી. પ્રત્યેક ચમત્કારની પાછળ રહેલા કોઈ ને કોઈ નિયમની ગહન તપાસ કરવા તેઓ ઉધત બને છે. મંત્ર, સ્તોત્ર, પ્રાર્થના અને સ્તુતિ વગેરે તો માધ્યમ છે. એ દ્વારા ભક્તહૃદય પોતાની શ્રદ્ધાને અભિવ્યક્ત કરે છે. એવી ભાવપૂર્ણ શ્રદ્ધામાં તરબોળ થવાની અનોખી તક પ્રસ્તુત ગ્રંથ બક્ષે છે. VII શ્રદ્ધાની અભિવ્યકિતનો આસ્વાદ પ રોહિત શાહ Page #10 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર સ્તોત્રના પ્રત્યેક શ્લોકનો, તેના પ્રત્યેક પદનો અહીં રોચક આસ્વાદ કરાવવામાં આવ્યો છે. આસ્વાદ કરવો અને આસ્વાદ કરાવવો એ બંને બાબતો માટે વિશેષ યોગ્યતા અનિવાર્ય છે. મહામનીષી મહાપ્રશજી એ યોગ્યતા ધરાવતા અધિકૃત સર્જક-વિવેચક-ભાવક છે. વસંતતિલકા છંદની ગય લયબદ્ધતા પણ ભાવકને મંત્રમુગ્ધ કરે તેવી છે. ભક્તામર સ્તોત્રના આવા ઉત્કૃષ્ટ આસ્વાદગ્રંથના અનુવાદ તેમજ સંપાદનની કામગીરીનું સદ્ભાગ્ય મને મળ્યું તેનો ખૂબ આનંદ છે. આદરણીયશ્રી શુભકરણજી સુરાણાએ એ સદ્ભાગ્ય મને વાત્સલ્યપૂર્વક આપ્યું તે બદલ તેમનો દયપૂર્વક ઋણી છું. અનેકાન” ડી-૧૧, રમણકલા એપાર્ટમેન્ટ્સ, સંઘવી હાઈસ્કૂલ રેલવે ક્રોસિંગ પાસે, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. ફોન: ૭૪૭૩૨૦૭ VIII . Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ૨૨ ૨૭ ૩ર. ૩૮ ૫૧ ૫૯ ૧૦. ૭૭ સ્તુતિનો સંકલ્પ અંતર્દકનો વિલય | બુદ્ધિ અને સંવેગનો સમન્વય સ્તુતિનું મૂલ્ય સ્તવનનું પરિણામ સૌંદર્યની મીમાંસા આકિંચન્યની ઉત્રેરણા નિધૂમ જ્યોતિનો ઉદય અપૂર્વસૂર્યઃ અપૂર્વ ચંદ્ર જ્ઞાનની આરાધના : પ્રકાશની સાધના મૂલ્યાંકનની દૃષ્ટિ | ગુણોત્કીર્તન પુરાતન અભિધા : આધુનિક સંદર્ભ પવિત્ર આભામંડળ ત્રણ અતિશય : ત્રણ પ્રયોગ પરિણમનની શક્તિ અતિશય : આંતરિક પરિવેશ અભય પ્રકંપન અને પરિણમન નામમાં છુપાઈ છે નાગદમની દ િિિિિાિરા રાશિ ભFિI"નિ0િ ક્રમ-અનુક્રમ ક્રમ-અનુક્રમ ક્રમ-અનુક્રમ. ક્રમ-અનુક્રમ ક્રમ-અનુક્રમ ८६ કરિો િદEઉદાદિ ઉકાદાદા-દા) ૧૩. ૧૪. ૧૦૪ ૧૫. ૧૧૩ ૧૨૦ , ૧૨૮ ૧૮. ૧૩૪ ૧૯. ૧૪૨ રક્ષાકવચ ૧પ૦ ૧૫૮ ૨૨. પરિવર્તનના નિયમોને જાણીએ ગુણોની માળા પહેરીએ પરિશિષ્ટ પ ૧૭૩ Page #12 -------------------------------------------------------------------------- ________________ પેટ્રન શ્રી મીઠાલાલપોરવાલ [સિંગલ ટ્રાન્સપોર્ટ કોર્પો.] શ્રી ચંદનમલ ભંવરલાલ સુરાણા [અરુણા પ્રોસેસર્સ પ્રા. લિ.] શ્રી બજરંગ જૈન [કોમ્પ્યુટર પોઈન્ટ લિ., કલકત્તા] અનેકાન્ત ભારતી પ્રકાશન Page #13 -------------------------------------------------------------------------- ________________ - ભક્તામર : ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ | Page #14 -------------------------------------------------------------------------- ________________ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧. સ્તુતિનો સંકલ્પ ભક્તામર સ્તોત્ર જૈન પરંપરામાં સર્વમાન્ય સ્તોત્ર છે. શ્વેતામ્બર અને દિગમ્બર – બંને પરંપરાઓ તેનું પઠન અત્યંત શ્રદ્ધાપૂર્વક કરે છે. જીવનમાં અનેક કપરા સંજોગો આવે છે, પરંતુ જ્યાં અધ્યાત્મ હોય છે ત્યાં કોઈ કપરા સંજોગો આવી શકતા નથી. જ્યારે આપણે આત્માની બહાર નીકળીએ છીએ, આત્માની અનુભૂતિથી દૂર થઈએ છીએ, ત્યારે બધા વિપરીત સંજોગો ઉત્પન્ન થાય છે. એક ઉક્તિ બનાવી શકાય કે જ્યારે આપણે અધ્યાત્મમાં રહીએ છીએ ત્યારે સંજોગોના શિકાર બનતા નથી અને જ્યારે શરીરમાં આવીએ છીએ ત્યારે સંજોગોના શિકાર બની જઈએ છીએ. ન માણસ હંમેશાં વિપરીત સંજોગોથી બચવાના ઉપાય શોધતો રહે છે. એ ઇચ્છે છે કે, સંજોગો તેને હેરાન ન કરે. આપણી દુનિયામાં અનેક અવરોધો, વિઘ્નો, અપાયો અને સમસ્યાઓ છે. સમસ્યાઓનો પ્રતિકાર કરવા માટે જરૂર છે મનોબળની. મનોબળશૂન્ય વ્યક્તિ સંજોગોનો પ્રતિકાર કરી નથી શકતી. તે હીન ભાવનામાં ચાલી જાય છે. એવું કોઈ વ્યક્તિત્વ નથી કે જેની સામે મુશ્કેલી અને સમસ્યાઓ ન આવે. જો ના આવે તો માનવું જોઈએ કે એનું હોવું અથવા ન હોવું બંને સમાન છે. મહાન વ્યક્તિ એ છે કે જે સંજોગો સામે ઝઝૂમે છે, એનો સામનો કરે છે. એ મનોબળ દ્વારા એવા સંજોગોમાંથી પાર ઊતરી જાય છે, સંકટની વૈતરણીને તરી જાય છે. એની સામે પાર જઈને તે ઉલ્લાસ, શાંતિ અને સુખનો શ્વાસ લે છે. સંકટની વૈતરણીને તરવા માટે એક નાવ જોઈએ, કોઈક આધાર જોઈએ, જેના દ્વારા સામે પાર જઈ શકાય. આચાર્યોએ આધાર માટે સ્તોત્રને આલમ્બન બનાવ્યું છે. જૈન પરંપરા, બૌદ્ધ પરંપરા, વૈદિક પરંપરા અને ઈસ્લામ પરંપરા - તમામ પરંપરાઓમાં અનેક સ્તોત્રોની રચના થઈ છે. અનેક મંત્રો રચાયા છે. તેમના આધારે અનેક સમસ્યાઓને પાર કરી, વિઘ્નો અને ભક્તામર ઃ અંતસ્તલનો સ્પર્શ – ૧૩ Page #16 -------------------------------------------------------------------------- ________________ અવરોધોને દૂર કર્યાં, મંત્ર અને સ્તોત્ર થકી અવરોધોને સમાપ્ત કર્યા. સૂર્યની આગળ વાદળ આવે છે ત્યારે પ્રકાશ ઢંકાઈ જાય છે. એક સમય એવો આવે છે; કે સૂર્ય વાદળોને વેર-વિખેર કરી ફરીથી આકાશમાં ચમકવા લાગે છે. અવરોધોને દૂર કરવાનું સૌથી મોટું આલમ્બન બને છે – સ્તોત્ર. આચાર્ય માનતુંગે ભક્તામર સ્તોત્રની રચના કરી. આ રચના વિશેષ સંજોગોમાં થઈ. તેના સંદર્ભમાં ઘણીબધી કથાઓ પ્રચલિત છે. જ્યાં શક્તિશાળી સ્તોત્ર હોય છે ત્યાં એની સાથે ચમત્કારની અનેક ઘટનાઓ જોડાઈ જાય છે. ભક્તામરની સાથે પણ ચમત્કારની ઘટનાઓ જોડાયેલી છે. ચાર માળનું એક મકાન. એના ભોંયરામાં આચાર્ય માનતુંગને કેદ કર્યા. તમામ દરવાજા બંધ કરી દીધા, તાળાં લગાવી દીધાં. હાથમાં હાથકડી, પગમાં બેડીઓ તથા સમગ્ર શરીરને લોખંડની સાંકળથી બાંધી દીધું. એવા સંજોગોમાં મંત્રવિદ્ માનતુંગે આ સ્તોત્રની રચના કરી. ભક્તામર સ્તોત્ર મંત્રગર્ભિત સ્તોત્ર છે. આમાં મંત્રોના શબ્દોની એવી રચના કરવામાં આવી છે કે સ્તોત્રજાપ દ્વારા બધું જ કામ આપમેળે થઈ જાય છે. ઉત્તરવર્તી (પછીના) આચાર્યોએ ભક્તામરના અનેક કલ્પ તૈયાર કર્યા. ભક્તામરના દરેક શ્લોકની વિધિ, દરેક શ્લોકનો મંત્ર, દરેક શ્લોકનું તંત્ર - આ બધાની રચના કરી. ભક્તામરની સાથે અનેક મંત્રોનો વિકાસ કર્યો, ઉપરાંત તેનો ઉપયોગ, ઉકેલ અને તેના અનેક લાભોનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું. નિઃસંકોચ ભક્તામર એક શક્તિશાળી સ્તોત્ર છે. જૈન પરંપરામાં હજારો સાધુ-સાધ્વીઓ, શ્રાવક-શ્રાવિકાઓ તેનું દરરોજ પઠન કરે છે. એ ભક્તામર સ્તોત્ર વિશે આપણે કંઈક ચર્ચા કરવી છે. તે એક દિવસની ચર્ચા નથી. લાંબા સમય સુધી ચાલશે. આપણે આજે ફક્ત બે શ્લોકોની મીમાંસા કરીશું - ભક્તામરપ્રણતમૌલિમણિપ્રભાણામુદ્યોતકં દલિતપાપતમોવિતાનમ્ । સમ્યક્ પ્રણમ્ય જિનપાદયુગં યુગાદા વાલમ્બનું ભવજલે પતતાં જનાનામ્ । યઃ સંસ્તુતઃ સકલવાડ્મયતત્ત્વબોધાદુર્ભૂતબુદ્ધિપભિઃ સુરલોકનાથૈઃ । સ્તોત્રજંગત્રિતયચિત્તહરૈરુદારૈ:, સ્તોગ્યે કિલાહમપિ તં પ્રથમં જિનેન્દ્રમ ॥ ભક્તામરના પ્રથમ શ્લોકમાં ભગવાન ઋષભના પગમાં પ્રણિપાત (વંદન) છે અને બીજા શ્લોકમાં ભગવાન ઋષભની સ્તુતિ કરવાનો સંકલ્પ છે. આ બંને વાતો છે, બે પ્રતિપાદ્ય છે. પ્રથમ શ્લોકમાં પ્રણિપાત કરવામાં ૧૪ = ભક્તામર ઃ અંતસ્તલનો સ્પર્શ – Page #17 -------------------------------------------------------------------------- ________________ આવેલ છે, ભગવાન ઋષભના પગમાં. પ્રશ્ન ઉદ્ભવશે કે પગમાં પ્રણિપાત શા માટે ? શરીરમાં ઉત્તમ અંગ છે – મસ્તિષ્ક. જે મસ્તિષ્ક ઉત્તમ અંગ છે, એને પ્રણામ નથી કરવામાં આવ્યું. પગ નિમ્ન છે, નીચે રહે છે, જમીન ઉપર ચાલનાર છે, જમીનને અડનાર છે, એને પ્રણામ કરવામાં આવ્યા. એવું કેમ ? ખરેખર તો થવા જઈએ મસ્તિષ્કને પ્રણામ અને કરવામાં આવ્યા છે પગને. આ ભારતીય ચિંતનની એક મોટી વિશેષતા છે. પ્રણામ એને છે કે, જે જમીનની સાથે ચાલે છે અને જમીનને અડે છે. નમસ્કાર એને કરવામાં આવે છે, જે મૂળ છે. આપણે પાંદડાંને જોઈએ છીએ, ફૂલ અને ફળને જોઈએ છીએ, પરંતુ મૂળને વિસરી જઈએ છીએ. જો મૂળ જ ના હોય તો પાંદડાં, ફૂલ અને ફળ ક્યાંથી હશે ? વૃક્ષની શોભા મૂળ જ છે. પગ આપણા જીવનનો આધાર છે, તેથી એને પ્રણામ કરવામાં આવ્યા છે. જે મૂળને છોડીને પાંદડાં, ફૂલ કે ફળને પ્રણામ કરે છે, પગને છોડીને ઉત્તમ અંગને પ્રણામ કરે છે, ધ્વજદંડને છોડીને ફક્ત ધજાને પ્રણામ કરે છે, તે કદાચ સત્યને વિસારી દે છે. આધાર છે પગ. આધાર છે ધ્વજદંડ. આધાર છે મૂળ. તે દરેક વૃક્ષનું સિંચન કરે છે. પાંદડાંને સિંચો, ફૂલને સિંચો, તો છોડ સુકાઈ જશે. - જ્યાં સુધી મૂળનું સિંચન નહીં થાય, ત્યાં સુધી કશું જ નહિ થાય. પગ આપણો આધાર છે, સમગ્ર શરીરનું મૂળ છે – આપણા પગ. જે લોકો એક્યુપ્રેશરનો સિદ્ધાંત સમજ્યા છે, તે જાણે છે કે આપણા પગમાં કેટલી શક્તિ છે. આંખ ક્યાં છે ? ફક્ત એ જ આંખ નથી, જેના દ્વારા આપણે જોઈએ છીએ. આપણા પગમાં પણ આંખો છે. કાન, થાઈરોઈડ ગ્લેન્ડ, પિટ્યુટરી ગ્લેન્ડ – આ બધું આપણા પગમાં પણ છે, મસ્તિષ્કનાં તમામ કેન્દ્રો આપણા પગમાં પણ છે. હાર્ટ, લીવર, પ્લીહા વગેરે શરીરના એવા કયા અવયવો છે, કે જે આપણા પગમાં નથી ? શરીરના દરેક અવયવ આપણા પગમાં પણ છે. પગ એટલા શક્તિશાળી છે કે તે સમગ્ર શરીરનું પ્રતિનિધિત્વ કરે છે. એક્યુપ્રેશરના એક ડૉક્ટરે કહ્યું – જૈન આચાર્ય મેધાવી અને બુદ્ધિમાન થયા છે. એમણે વિધાન કર્યું – પગમાં ચંપલ પણ ના પહેરો. જમીન ઉપર, ભૂમિ ઉપર સીધા ચાલો. કેવા વૈજ્ઞાનિક હતા, કેવા બુદ્ધિમાન અને કેવા જાગૃત હતા ! એમણે સત્યને જાણ્યું અને આવું વિધાન કર્યું. સત્ય એ છે કે પગનો માટી સાથે સીધો સંપર્ક થવાથી અનારોગ્યની અનેક ગુંચો આપોઆપ ઉકલી જાય છે. પગ શરીરનો આધાર છે – જૈન આચાર્યો આ વિજ્ઞાનથી વાકેફ હતા, તેથી તેમણે પગની ઉપેક્ષા ન કરી અને પ્રણામની પ્રણાલી પગની સાથે જોડી. પગમાં પ્રણામ કરવામાં આવે છે. કોઈ પણ શ્રદ્ધાળુ આવશે તો તે ચરણસ્પર્શ છે કરીને પ્રણામ કરશે. છે આ , હે જી ક ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ ૧૫ Page #18 -------------------------------------------------------------------------- ________________ બીજું કારણ છે – સમાજમાં પણ આજે પરંપરા ચાલે છે. વહુ સાસુને પ્રણામ કરે છે, ચરણસ્પર્શ કરે છે. પુત્ર પિતાને નમસ્કાર કરે છે, ચરણસ્પર્શ કરે છે. વર્તમાન યુગમાં આવું કરવું આવશ્યક નથી લાગતું તેથી આ બધું કરવામાં ક્યારેક સંકોચનો અનુભવ પણ થાય છે. આ ચિંતનની સકીર્ણતા છે. હકીકતમાં વિનમ્રતાનું લક્ષણ છે –પગમાં પ્રણામ કરવા તે. જો માથાની જોડે જઈને માથું નમાવશો તો માથે અથડાશે, અહંકારનો ઉદ્ભવ થશે. કોઈના પગમાં માથું નમાવશો તો વિનમ્રતાનો સ્પષ્ટ નિર્દેશ થશે. સાંખ્યદર્શનમાં પાંચ ઇન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો માનવામાં આવે છે. સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર - આ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે તથા ગુદા, ઉપસ્થ, વાણી, હાથ અને પગ – આ પાંચ કર્મેન્દ્રિયો છે. ગતિનું પ્રતીક અને માધ્યમ છે પગ. વ્યક્તિ પોતાના પૂર્વજો અને મહાપુરુષોનું અનુસરણ કરે છે. એમનાં પાદચિહ્નોનું અનુસરણ કરે છે. એ પાદચિહ્નો અમર બની જાય છે. પાદચિહ્નોના અનુસરણનું માધ્યમ બને છે – ગતિ. ગતિ પગ દ્વારા થાય છે. આ પગનું મહત્ત્વ છે. આપણા શરીરમાં પ્રાણ-વિદ્યુત છે. ઘરમાં વીજળી વીજળીઘરથી આવે છે. એની સાથે જોડાણ થયેલું હોય છે. વ્યક્તિ બટન દબાવે છે, સ્વિચ ઑન કરે છે, ગોળો ચાલુ થાય છે, ઘરમાં પ્રકાશ પથરાઈ જાય છે. આપણા શરીરમાં પણ પ્રાણ-વિદ્યુત છે, વીજળી છે. જે અંગને વીજળી અડે છે, તે અંગે જાગૃત થઈ જાય છે. વીજળી બંધ હોય તો, શરીર ખોડંગાઈ જાય છે. હાથ-પગ વગેરે બધું નકામું થઈ જાય છે. શરીરમાંથી વીજળીને બહાર નીકળવાનો મુખ્ય સ્ત્રોત છે – હાથ અને પગની આંગળીઓ. આંખ અને ભાષા પણ પ્રાણ-વિદ્યુતના નિર્ગમનના સ્ત્રોત છે. પગના અંગૂઠામાંથી વીજળી નીકળે છે, આંગળીઓમાંથી વીજળી નીકળે છે. આચાર્ય માનતુંગે આ સત્યને જાણ્યું અને એ સત્ય ભક્તામરના પ્રથમ શ્લોકમાં અભિવ્યક્ત થઈ ગયું. - ભગવાન ઋષભના બંને પગ કેવા છે ? આ પ્રશ્ન રજૂ કરતાં માનતુંગ કહે છે કે દેવતાઓનો ઈન્દ્ર ભગવાનનો ભક્ત છે. તે જ્યારે આદિનાથનાં ચરણોમાં પ્રણત થાય છે, ત્યારે તેના મુગટમાં જડાયેલાં મણિઓનાં કિરણો ભગવાન ઋષભનાં ચરણોમાં પથરાય છે. ભગવાન ઋષભના અંગૂઠા ઉપર ઈન્દ્રનો મણિ-જડિત મુગટ સ્પર્શે ત્યારે અંગૂઠામાંથી નીકળતાં કિરણો એટલાં બધાં તેજસ્વી હોય છે કે તે પેલા મણિનાં કિરણોને પણ ઝાંખા પાડી દે છે, તેને વિશેષ પ્રકાશથી છલકાવી દે છે. મણિની પ્રભા પ્રકાશ આપે છે, પરંતુ પૂર્ણ પ્રકાશ આપી શકતી નથી. તેની અંદર અંધકાર છુપાયેલો છે. પરંતુ ભગવાન ઋષભના અંગૂઠામાંથી નીકળતાં કિરણો તે મણિને પણ પ્રકાશિત કરી મૂકે છે, કે જે સ્વયંપ્રકાશી છે ! અંધકારમાં પ્રકાશ પાથરવો તે એક વાત છે. પરંતુ ૧૬ ભક્તામર અંતરતલનો પણ છે અને કાકી ની શાયરી કાકી કાકી કાકી Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશીને પ્રકાશથી ભરી દેવો એ બહુ મોટી વાત છે. મણિમાં પ્રકાશ પૂર્ણ નથી અને તે એટલા માટે નથી કે તેની સાથે પણ ઈન્દ્રના મોહનો અંધકાર જોડાયેલો છે. મોહની લીલાઓ અનંત છે. આ બધો અંધકાર છે. પ્રકાશની અંદરનો અંધકાર છે. બહાર પ્રકાશ છે અને અંદર અંધકાર છે. અર્જુને યોગીરાજ કૃષ્ણને પૂછ્યું, ભગવાન ! એવી કઈ પ્રેરણા છે કે જે પામીને માણસ અનિચ્છાએ પણ પાપ કરવા પ્રેરાય છે ? દરેક માણસ એમ વિચારે છે કે હું સારું કામ કરું, પરંતુ તેના ભીતરમાં એક એવો તરંગ જાગે છે કે વ્યક્તિ પાપમાં પ્રવૃત્ત થઈ જાય છે. એવી કઈ પ્રેરણા છે ? શ્રીકૃષ્ણએ જવાબ આપ્યો – કામ એષ ક્રોધ એષ રજોગુણસમુદ્ભવઃ । મહાશનો મહાપાપ્પા, વિયેનામિણ વૈરિણમ્ II રજોગુણ થકી પેદા થનાર કામ અને ક્રોધથી પ્રેરિત થઈને માણસ અનિચ્છાએ પણ પાપાચરણ કરી બેસે છે. ઈન્દ્રે ૠષભનાં ચરણોમાં શીશ ઝુકાવ્યું. તેના મુગટના દિવ્ય મણિમાંથી કિરણો પથરાઈ રહ્યાં હતાં. તે કિરણો ઋષભનાં ચરણોમાં પહોંચ્યાં, અંગૂઠા ઉપર પહોંચ્યાં. તે કિરણોની સાથે પણ મોહ જોડાયેલો હતો. કામ અને ક્રોધ જોડાયેલા હતા. આ પવિત્ર, શુદ્ધ અને દિવ્ય આલોકમય ચરણનો સ્પર્શ કરીને તે પાપનો અંધકાર દૂર થઈ ગયો. જે પૂર્ણ પ્રકાશી નહોતું, જેની ભીતરમાં અંધકાર છુપાયેલો હતો, તે પ્રકાશશીલ બની ગયું. પ્રકાશની અંદર પણ અંધકાર છુપાયેલો રહે છે. એમ કહેવાય છે કે, ‘દીવા તળે અંધારું’, પરંતુ જો તેને સચ્ચાઈપૂર્વક સમજીએ તો એમ કહેવું જોઈએ કે દીવાની અંદર પણ અંધારું છે. ન માત્ર દીવા તળે અંધારું હોય છે, પરંતુ પ્રકાશમાં પણ અંધારું છુપાયેલું હોય છે. જ્યાં સુધી પવિત્ર આત્માનો પ્રકાશ મળતો નથી, ત્યાં સુધી પ્રકાશી પણ અંધકારથી મુક્ત રહી શકતો નથી. જગતમાં કોઈ એવો અંધકાર નથી, કે જેની અંદર પ્રકાશ છુપાયેલો ન હોય અને એવો કોઈ પ્રકાશ પણ નથી કે જેની અંદર અંધકાર છુપાયેલો ન હોય ! માનતુંગ કહે છે કે, ભગવાન ઋષભનો ચરણસ્પર્શ પામીને તે મણિઓ પણ પ્રકાશિત થઈ ઊઠ્યા. ઈન્દ્રની અંદર જે પાપનો અંધકાર છુપાયેલો હતો તે પણ દૂર થઈ ગયો અને તેમનું અંતઃકરણ પ્રકાશથી ઝગમગી ઊઠ્યું. ઈન્દ્રે આ પાદયુગ્મોને સમ્યક્ શ્રદ્ધા સહિત વિધિવત પ્રણામ કર્યાં. પ્રણામ કરવાં એ પણ એક કલા છે. બધા લોકો પ્રણામ કરવાનું જાણતા નથી. કેટલાક લોકો વિધિવત પ્રણામ કરે છે. કોમળ હાથ વડે અથવા તો મૃદુતાપૂર્વક માથાનો સ્પર્શ થવો જોઈએ. ક્યારેક ક્યારેક એવું પણ જોવા મળ્યું છે કે અશિષ્ટ ભાવ ધારા કરવામાં આવેલા પ્રણામને કારણે પગની ચામડી પણ ઊતરી જાય છે. પ્રણામ કરવા જોઈએ ખૂબ કોમળતા અને વિનમ્રતાપૂર્વક. " ભક્તામર : અંતઃસ્તલનો સ્પર્શ = ૧૦ Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન છે કે પ્રણામ કોને કર્યા? પ્રણામ એ ચરણોને કર્યા કે જે યુગના આરંભે આલમ્બન બન્યાં હતાં. યુગના મધ્યમાં આલમ્બન બનવું તે વિસ્મયની વાત નથી. યુગના આરંભે આલમ્બન બનવું એ આશ્ચર્યની વાત છે. એ યુગ કે જે આદિમ યુગ હતો, યૌગલિકોનો યુગ હતો, તે યુગમાં કલ્પવૃક્ષ દ્વારા જીવનની અનિવાર્ય આવશ્યકતાઓને પૂર્ણ કરવામાં આવતી હતી. ભોજન વૃક્ષો દ્વારા મળતું હતું, કપડાં વૃક્ષો દ્વારા મળતાં હતાં. ક્યારેક મનમાં સંગીત સાંભળવાની ઈચ્છા થતી તો વૃક્ષોનાં પાંદડાંનો મર્મર સાંભળવામાં આવતો હતો. જીવનની તમામ આવશ્યકતાઓ વૃક્ષો દ્વારા પૂર્ણ થતી હતી. તે યુગના આરંભે ભગવાન 2ષભ આલમ્બન બન્યા. તેમણે સમાજનું નિર્માણ કર્યું, તેનો વિકાસ કર્યો, લોકોને અનેક કલાઓ શીખવાડી – કૃષિકલા, શિલ્પકલા, સુરક્ષા, વ્યવસાય, લિપિકલા વગેરે. તેમણે રાજનીતિનું પ્રવર્તન કર્યું. તેમણે રાજ્ય અને સમાજની વ્યવસ્થા કરી. સમાજ, રાજ્ય અને અર્થ આ તમામની વ્યવસ્થા કરીને તેમણે એક નવા માર્ગનું માર્ગદર્શન આપ્યું. તેમણે કહ્યું કે આ પ્રાથમિક આવશ્યકતાઓ છે, જીવન માટે આવશ્યક છે, પરંતુ જો જીવનભર તેમાં અટવાયેલા રહીશો તો આ વ્યવસ્થાઓ પણ તમને ભરખી જશે. ઘણા લોકો આ સત્યને વિસરીને ચાલે છે, જે પ્રાથમિક વયમાં આવશ્યકતા છે તેને જીવનભર ચલાવે છે. એક સંસ્કૃત કવિએ યોગ્ય કહ્યું છે કે – પ્રથમે નાર્જિતા વિદ્યા, દ્વિતીયે નાર્જિત ધનમ્ | તૃતીયે નાર્જિતો ધર્મ, તસ્ય જન્મ નિરર્થકમ્ / માણસનું આયુષ્ય એકસો વર્ષનું માનવામાં આવ્યું. જેણે શરૂઆતનાં પચ્ચીસ વર્ષોમાં વિદ્યા પ્રાપ્ત ન કરી, બીજાં પચ્ચીસ વર્ષોમાં ધનનું અર્જન ન કર્યું અને ત્રીજી અવસ્થામાં ધર્મનું અર્જન ન કર્યું તેનો જન્મ નિરર્થક છે. ઘડપણમાં ન તો વિદ્યાનું અર્જન થાય છે, ન ધન અને ધર્મનું અર્જન થાય છે. જીવનના ત્રણ કાળખંડ બતાવવામાં આવ્યા. પ્રથમ કાળખંડમાં વિદ્યાનું અર્ચન, દ્વિતીય કાળખંડમાં ધનનું અર્જુન અને તૃતીય કાળખંડમાં ધર્મની આરાધના તથા સમાધિમરણની તૈયારી. આ શ્લોકમાં જીવનનું કેવું સૌંદર્યદર્શન કરાવવામાં આવ્યું છે! ભગવાન ઋષભે સ્વયં એવું જીવન જીવ્યું. જ્યારે ત્રીજો કાળખંડ આવ્યો ત્યારે તેમણે ઘર છોડ્યું, રાજ્ય છોડ્યું, વિનીતા નગરી છોડી અને આત્મસાધનામાં તેઓ એકાગ્ર થઈ ગયા. તે યુગમાં કોઈ આત્મસાધનાનું નામ પણ જાણતું ન હોતું. ભારતીય સંસ્કૃતિમાં આત્મવિદ્યાના પ્રથમ પ્રવર્તક ઋષભ છે. આ તથ્યને માત્ર જૈન આચાર્યો જ નથી માનતા, પરંતુ ભાગવતમાં આ સત્ય અભિવ્યક્ત થયું છે. ભાગવતમાં ભગવાન ઋષભ અને તેમના પુત્રોનું વર્ણન કરતાં કહેવામાં ૧૮ ભકતામર અંતરાલનો સ્પર્શ કરી બાળકોના મારા , Page #21 -------------------------------------------------------------------------- ________________ આવ્યું છે કે - “આત્મવિદ્યાવિશારદા”ઋષભના પુત્રો આત્મવિદ્યામાં વિશારદ હતા. આ સ્વીકારવામાં કોઈ મુશ્કેલી કે અતિશયોક્તિ નથી. પ્રત્યેક ઇતિહાસવિદ્ તેનો સ્વીકાર કરશે કે આત્મવિદ્યાનું પ્રથમ દર્શન આદિનાથે આપ્યું. યુગનો આરંભ, ધર્મનો આરંભ, આત્મસાધનાનો આરંભ, સમાજનો આરંભ, કેવળજ્ઞાનનો આરંભ આ દરેક બાબતમાં ઋષભ આદ્ય બન્યા. આચાર્ય માનતુંગે એટલું ગંભીર પદ લખી દીધું કે તે પાદયુગને પ્રણામ. જે યુગના આરંભે આલમ્બન બન્યું, સૌનો આધાર બન્યું. આ ભવનું ચક્ર છે, સમસ્યાઓનું ચક્ર છે. સમસ્યાના સાગરમાં ડૂબી રહેલા લોકોને એક આધાર આપ્યો. આલમ્બન આપ્યું અને આલમ્બન આપીને તે સૌને ઉગાર્યા. માનતુંગે એવાં પવિત્ર ચરણોને નમસ્કાર કર્યો, કે જેમની ત્રણ વિશેષતાઓ છે – - તે ઉદ્યોત કરનાર છે. ' - તે આલમ્બન આપનાર છે. - તે પાપનો નાશ કરનાર છે. ન માનતુંગે બીજા શ્લોકમાં સંકલ્પ આપ્યો – હું ભગવાન ઋષભની સ્તુતિ કરવા ઇચ્છું છું. તેમણે ઋષભની ચરણવંદના કરીને એ સ્તુતિનો સંકલ્પ કર્યો અને સ્તુતિમાં તન્મય થઈ ગયા. બેડીઓ એમ જ તૂટતી નથી. તાદાભ્ય વગર, તન્મયતા અને સમરસી ભાવ જાગ્યા વગર બેડીઓ તૂટતી નથી. જ્યારે એકાગ્રતા આવે છે અને સંકલ્પ આકાર ધારણ કરે છે, ત્યારે બેડીઓ તૂટે છે. બાદશાહ અકબરની સભામાં તાનસેન જ્યારે જ્યારે સંગીતની ધૂન છેડતા ત્યારે ત્યારે બાદશાહનું શીશ ડોલવા લાગતું. જ્યારે બાદશાહનું શીશ ડોલતું ત્યારે ઉપસ્થિત અન્ય ઘણા લોકો પોતાનું શીશ ડોલાવવા માંડતાં. બાદશાહ સંગીતનો મર્મજ્ઞ હતો તેથી શીશ ડોલાવતો હતો. ઘણા લોકો તે જોઈને શીશ ડોલાવતા હતા કે બાદશાહ શીશ ડોલાવી રહ્યો છે તેથી આપણે પણ શીશ ડોલાવવું જોઈએ નહિતર બાદશાહ શું સમજશે? એક દિવસ બાદશાહના મનમાં એક પ્રશ્ન જાગ્યો કે શું મારી સભામાં સૌ કોઈ સંગીતના મર્મજ્ઞ છે? એ પ્રશ્નનું સમાધાન મેળવવા માટે બાદશાહે બીજા દિવસે ફરમાન ક્યું કે તાનસેન ગાશે તે વખતે જો કોઈ વ્યક્તિ શીશ ડોલાવશે તો તેનું શીશ કાપી નાખવામાં આવશે. હવે કોણ શીશ ડોલાવે? જેટલા લોકો નકલી શીશ ડોલાવનારા હતા તે સૌ બંધ લાઈ ગયા. તાનસેને રાગ છેડ્યો, પોતાની ધૂન છેડી અને એવું સુંદર ગાન કર્યું કે યાદશાહનું શીશ ડોલવા લાગ્યું. જે લોકો સંગીતના મર્મજ્ઞ હતા તેમનાં શીશ પણ મલવા લાગ્યાં. તેમને ધ્યાન જ ન રહ્યું કે પોતાનો શિરચ્છેદ થઈ જશે. જ્યારે રાજા વિકતા જીજાબાર કડાકા ભક્તામર અંતસ્તલનો સ્પર્શ ૧૯ Page #22 -------------------------------------------------------------------------- ________________ તન્મયતા હોય છે ત્યારે બીજી વાતો યાદ નથી આવતી. વ્યક્તિ એકરસ બની જાય છે. ખાંડ દૂધમાં જે રીતે ઓગળી જાય છે અને પછી તે અલગ રીતે પોતાનું અસ્તિત્વ જાળવી શકતી નથી. દૂધ અને ખાંડ ઓતપ્રોત બની જાય છે. બાદશાહને ખબર પડી ગઈ કે તે સૌ નકલી શીશ ડોલાવનારા હતા. હકીકતમાં સંગીતના મર્મજ્ઞ તો બહુ ઓછા લોકો હતા. આચાર્ય માનતુંગ ભગવાન ઋષભની સ્તુતિમાં તન્મય બની ગયા. તેમણે કહ્યું, પ્રભુ ! હું આપની સ્તુતિ કરવા ઇચ્છું છું પરંતુ મારી સામે એક મુશ્કેલી છે કે મારી પૂર્વે આપની સ્તુતિ ઈન્દ્ર કરી ચૂક્યા છે. દેવલોકમાં ‘વ્યવસાય સભા’ નામની એક સભા છે, જ્યાં પુસ્તકોનો વિપુલ સંગ્રહ છે. ઈન્દ્ર તથા દેવતાઓ તે સભામાં જાય છે અને ગ્રંથોનું પારાયણ કરે છે. જેણે સફળ વાડ્મયનું પારાયણ કરી લીધું, જેણે ગ્રંથોનું પાન કરી લીધું છે તેવા ઈન્દ્ર દ્વારા આપની સ્તુતિ કરવામાં આવી છે. તેમની તુલનાએ હું તો ખૂબ નાનો છું. ઈન્દ્રનાં પ્રગલ્ભ જ્ઞાન, ગહન અધ્યયન અને શક્તિની તુલનામાં મારી શક્તિ અત્યંત અલ્પ છે. હું શું કરું ? મારા મનમાં વિકલ્પ જાગી રહ્યો છે. માનતુંગ આ વિકલ્પ થકી નિશ્ચિય સુધી પહોંચી ગયા – હું ઈન્દ્ર નથી, પરંતુ હું પણ આપની સ્તુતિ કરીશ. માત્ર ‘અહં’ કહ્યું હોત તો અંધકાર થઈ જાય છે. અહં અહંકારવાચક પણ છે અને અહં વિનમ્રતાવાચક પણ છે. અહંની સાથે ‘અપિ’નો યોગ થઈ ગયો, આ યોગમાં માનતુંગની વિનમ્રતા ઝળકવા લાગી. માનતુંગે કહ્યું કે હું પણ આપની સ્તુતિ કરીશ. જો કે હું ઈન્દ્ર જેટલો શક્તિશાળી નથી, એટલો વિદ્વાન પણ નથી, છતાં હું આપની સ્તુતિ કરીશ, કારણ કે હું આપનો ભક્ત છું. ઈન્દ્ર આપનો ભક્ત છે, તેણે આપની સ્તુતિ કરી. હું પણ આપનો ભક્ત છું. હું પણ સ્તુતિ કરીશ. - આ પ્રશ્ન ન માત્ર માનતુંગ સમક્ષ આવ્યો, હેમચંદ્ર સામે પણ આવ્યો, સિદ્ધસેન સામે પણ આવ્યો, સૌ કોઈની સામે આવ્યો કે તેનો પાર શી રીતે પામી શકીશ ? આખરે સમાધાન મળ્યું – એક ધાવક દોડતો હોય તો શું બાળકને ચાલવાનો પણ અધિકાર ન હોય ? એક બાળક ચાલવાનું શરૂ કરે છે ત્યારે ક્યારેક નીચે પડે છે, ક્યારેક ઊભો થાય છે, ફરીથી ચાલે છે, ફરીથી પડે છે. એમ થઈ શકે છે પરંતુ શું તેને ચાલવાનો અધિકાર નથી ? જો બાળક એમ વિચારે કે હું ધાવક બનીશ પછી જ ચાલીશ તો શું તે ક્યારેય ચાલી શકશે ખરો ? કોઈ માણસ તરવાનું શીખવા ઇચ્છતો હોય તો તે માટે તેણે તળાવ કે નદીમાં ઊતરવું પડે છે. જો કોઈ એમ કહે કે જ્યાં સુધી હું તરવાનું નહિ શીખી લઉં ત્યાં સુધી નદી કે તળાવમાં પગ પણ નહિ મૂકું, તો શું તે વ્યક્તિ ક્યારેય તરવાનું શીખી શકશે ખરી ? ૨૦ – ભક્તામર ઃ અંતસ્તલનો સ્પર્શ Page #23 -------------------------------------------------------------------------- ________________ જો માનતુંગ એમ વિચારી લેત કે મોટા મોટા આચાર્યોએ, દેવતાઓના ઈન્દ્ર સ્તુતિ કરી છે. હું પણ જ્યાં સુધી એમના જેટલો સમર્થ નહિ બનું ત્યાં સુધી સ્તુતિ નહિ કરું, તો શું તે ભક્તામર સ્તોત્ર રચી શક્યા હોત ? માનતુંગે એમ ન વિચાર્યું. એમણે તો એમ વિચાર્યું કે હું પણ એ પ્રથમ જિનેન્દ્રની સ્તુતિ કરવા ઇચ્છું છું. જેમણે યુગને બધું જ શીખવાડ્યું, યુગબોધ આપ્યો. આ સ્તુતિના બહાને હું મારી જાતને વ્યક્ત કરું છું – “ભંતે ! આપે યુગના આરંભે સમગ્ર સમાજને સર્વ કાંઈ શીખવ્યું. આપનો ભક્ત આપની સમક્ષ ઊભો છે, સ્તુતિનું બહાનું લઈને. મને વિશ્વાસ છે કે આપ મને પણ સર્વ કાંઈ શીખવશો અને હું ઉત્તમ સ્તુતિ કરવામાં સમર્થ બની જઈશ.” આ સંકલ્પ એક શક્તિશાળી સ્તોત્રના નિર્માણનો આધાર બની રહ્યો. કરી છે જાણી કોર TES . . ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ : ૨૧ Page #24 -------------------------------------------------------------------------- ________________ : " ": 1ી .. ત ." ". ' : ' 1 fe ૨. અન્તર્ણદ્ધનો વિલય. આચાર્ય માનતુંગે સંકલ્પ કર્યો કે હું ભગવાન આદિનાથની સ્તુતિ કરીશ. સંકલ્પના અમલીકરણની ક્ષણે વ્યક્તિ વિચારે છે કે મેં જે સંકલ્પ કર્યો છે, તેને કેવી રીતે પૂર્ણ કરે ? આવી સ્થિતિમાં સૌપ્રથમ શક્યતા અને આવશ્કયતાનું વિશ્લેષણ થાય છે. વ્યક્તિ એવું ચિંતન કરે છે કે મેં જે સંકલ્પ કર્યો છે તે વિચારપૂર્વક કર્યો છે કે ભાવુક થઈને કર્યો છે ? મારી શક્યતા અને ક્ષમતા કેટલી છે? શું તીર્થકરોની સ્તુતિ કરવી મારા માટે શક્ય છે ? તીર્થકરોમાં પણ પ્રથમ તીર્થકર ભગવાન આદિનાથની સ્તુતિ કરવી શક્ય છે? જ્યારે આચાર્ય માનતુંગે પોતાની ક્ષમતા અને શક્તિ વિશે વિચાર કર્યો ત્યારે એમના મનમાં કેટલાક વિકલ્પો જાગ્યા. આચાર્યે કહ્યું – બુદ્ધયા વિનાપિ વિબુધાર્ચિતપાદપીઠ , સ્તોતું સમુઘતમતિવિંગતત્રપોડહમ્T બાલ વિહાય જલસંસ્થિતમિÇબિમ્બ - મન્ય ક ઈચ્છતિ જનઃ સહસા ગ્રહીતુમ્ // આચાર્યના મનમાં પ્રથમ વિકલ્પ એ જાગ્યો કે શું ભગવાન આદિનાથની સ્તુતિ કરી શકે તેટલી બુદ્ધિ મારી અંદર છે ? બુદ્ધિના અભાવે કોઈ મોટું કામ થઈ શકતું નથી. બુદ્ધિયસ્ય બલ તસ્ય” – જેની પાસે બુદ્ધિ છે, તેની પાસે બળ છે. બળ અનેક પ્રકારનાં હોય છે – ધનબળ, સત્તાબળ, નૈતિકબળ વગેરે. આ તમામ બળ છે, પરંતુ જો બુદ્ધિબળ ના હોય તો માણસ ઘણી જગ્યાએ નિષ્ફળતા પામે છે. આપણે ભારતીય સાહિત્યનો અભ્યાસ કરીએ. તેમાં અભયકુમાર, ધન્ના શેઠ, રોહક, રાજા ભોજની સભાના અનેક વિદ્વાનો અને સંસ્કૃત કવિ, અકબર અને બીરબલ જેવા બુદ્ધિસંપન્ન લોકોની પરંપરા જોવા મળે છે. સાહિત્યમાં આ દરેકની બુદ્ધિચાતુર્ય વિશેની અનેક ઘટનાઓનો ઉલ્લેખ ૨૨ ભકતામર અંતસ્તલનો સ્પર્શ પરાજિત શકાય પીર રીતે જોઈ શકાય છે . . શશી કે. Page #25 -------------------------------------------------------------------------- ________________ થયો છે. બુદ્ધિ એ વિજય માટેના એક પ્રકારની કામધેનુ છે. આચાર્ય માનતુંગે વિચાર્યું કે મેં સંકલ્પ તો કરી લીધો છે, જેમની પાદ-પીઠ દેવતાઓ દ્વારા પૂજિત છે, તેઓની સ્તુતિ કરવાનો મેં સંકલ્પ કરી લીધો છે, પણ મારામાં બુદ્ધિબળનો સંપૂર્ણ અભાવ છે. સ્તુતિનો સંકલ્પ શી રીતે પૂર્ણ થશે ? શું સંકલ્પનું પૂર્ણ ન થવું મારા માટે શરમજનક નહીં બને ? માનતુંગ આ વિકલ્પના સંદર્ભમાં કહે છે કે, ભંતે ! બુદ્ધિ ઓછી હોવી તે મારા માટે ખેદજનક બાબત નથી, કારણ કે હું આપની સમક્ષ પોતાને એક બાળક સ્વરૂપે પ્રસ્તુત કરી રહ્યો છું. બાળક એ કામ કરી શકે છે કે જે કોઈ સમજદાર વ્યક્તિ પણ નથી કરી શકતી. આચાર્ય આ જ વિચારધારામાં વિચારે છે કે, મારો સ્તુતિનો આ ઉપક્રમ તે બાળક જેવો છે, કે જે પાણીમાં ચન્દ્રનું બિંબ જોઈને તેને પકડવાની ઇચ્છા વ્યક્ત કરે છે. બાળ-સુલભ આ ઈચ્છા ઉપર કોઈ હસતું નથી. એવી જ રીતે મારી આ ઇચ્છાને પણ તે સ્વરૂપે જ માનવી જોઈએ. વર્તમાન યુગના માનવીની પ્રવૃત્તિ જ કંઈક એવી છે કે તે બિંબને નહીં પરંતુ પ્રતિબિંબને પકડવા ઇચ્છે છે. ભગવાન મહાવીરે તે જ કારણે મૂળસ્પર્શી વૃત્તિ ઉપર ભાર મૂક્યો. પાંદડાં સુધી પહોંચવાની વૃત્તિ પાંદડાં સુધી જ સીમિત રહી જાય છે. તે મૂળ સુધી પહોંચી શકતી નથી, બિંબ સુધી પહોંચી શકતી નથી, પ્રતિબિંબ ઉપર જ અટકી જાય છે. બાળક પ્રતિબિંબ ઉપર અટકી જાય છે, કારણ કે તે ભોળું છે, સરળ છે. આમાં જે સૌથી મોટું મહત્ત્વપૂર્ણ તત્ત્વ છે, તે એ છે કે બાળક સમર્પણ કરવાનું જાણે છે. બુદ્ધિશાળી માનવીમાં સમર્પણભાવના ઓછી હોય છે. માનતુંગે પોતાને બાળસ્વરૂપે પ્રસ્તુત કરીને પ્રભુના પગમાં સંપૂર્ણ સમર્પણ કર્યું. તેમણે કહ્યું કે, મેં જાણ્યું નથી, વિચાર્યું નથી, સ્વયંની બુદ્ધિને સમજી નથી અને, ભગવાન આદિનાથ ! આપની ભક્તિ કરવાનો સંકલ્પ કરી લીધો. હું આપની સમક્ષ પૂર્ણ રૂપે સમર્પિત છું. હવે આપ જ પાર ઉતારો.” અનેક પ્રકારનાં બળનો ઉલ્લેખ કર્યો, પરંતુ તે દરેકમાં સૌથી મોટું બળ તે સમર્પણનું બળ છે. જેણે સમર્પણ કરી દીધું તેણે દિવ્યશક્તિ સાથે જ રહસ્ય હતું, તેને ખોલી નાખ્યું. તેની સાથે તાદાભ્ય પ્રસ્થાપિત કરી દીધું. વૈદિક સાહિત્યમાં ભક્તિના અનેક પ્રકારો બતાવ્યા છે – સાલોક્ય, સામીપ્ય, સાયુજ્ય, સાષ્ટિ વગેરે. સામીપ્યનો અર્થ છે કે આપણા ભગવાનની સાથે, ઈષ્ટ અને આરાધ્યની સાથે વિશેષ નજીક જવું. સાયુજ્યનો અર્થ છે કે ઈષ્ટની સાથે અભેદ (ભેદરહિત) સંબંધો સ્થાપવા, બે અલગ ના રહેવું. મહર્ષિ પતંજલિએ તેને સમાપત્તિ કહ્યું છે. જ્યારે દૂધ અને ખાંડ વચ્ચે તાદાભ્ય સધાઈ જાય છે, ત્યારે દૂધ અને ખાંડ વચ્ચે અલગતા નથી રહેતી. જ્યારે એકતા સ્થપાઈ જાય છે ત્યારે શક્તિનો સ્રોત વહી નીકળે છે. જ્યાં સુધી ભેદરેખા રહે છે, ભેદ-પ્રણિધાન રહે જામી . શtles', 'A ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ . ૨૩ = * + મ આજ Page #26 -------------------------------------------------------------------------- ________________ છે ત્યાં સુધી શક્તિ ઉપર પ્રશ્નાર્થચિહ્ન રહે છે. જ્યારે અભેદ-પ્રણિધાન થઈ જાય છે ત્યારે શક્તિ આપમેળે જ ઉત્પન્ન થાય છે. આ અભેદ-પ્રણિધાન દ્વારા સાધકોએ અનેક આશ્ચર્યજનક કાર્યો સંપન્ન કર્યા છે. મહારાષ્ટ્રના પ્રસિદ્ધ સંત નામદેવે અને જ્ઞાનદેવ કોલાયત તરફ ગયા. જંગલમાંથી પસાર થતી વખતે તેઓ તરસથી વ્યથિત થઈ ગયા. જ્ઞાનદેવ બહુ મોટા તત્ત્વજ્ઞાની હતા. તેઓ કુવા પાસે ગયા. પાણી કાઢ્યું અને પોતાની તરસ છીપાવી લીધી. જ્યારે નામદેવ પ્રકૃતિથી ભક્ત હતા, તેઓ તત્ત્વજ્ઞાની ન હતા. તેમણે ત્યાં જ બેઠાં-બેઠાં અભંગ ધારણ કર્યો. કુવાનું પાણી આપોઆપ ઉપર આવી ગયું. તેમણે પોતે તો પોતાની તરસ છીપાવી અને સાથે ચાલી રહેલા બીજા લોકોએ પણ પોતાની તરસ છીપાવી. આજુબાજુનાં પશુ-પક્ષીઓએ પણ પાણી દ્વારા તૃપ્તિ મેળવી. શક્તિ આપોઆપ ઉત્પન્ન થઈને વ્યક્તિ સાથે જોડાઈ જાય છે, પરંતુ તે ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે કોઈક માનતુંગની જેમ જ પોતાને બાળસ્વરૂપે વ્યક્ત કરે છે. હું નાનો છું એમ માનવું કોઈને પસંદ નથી. હું મોટો છું એમ માનવું સૌ કોઈને પસંદ છે. જો કોઈને એમ કહીએ કે તમે બહુ મોટા છો તો તે વ્યક્તિને એટલો બધો આનંદ થશે કે, જેટલો આનંદ અઢળક ઘી પીવા છતાં ન થાય. મોટા બનવું કોઈ ખરાબ વાત નથી, પરંતુ જેણે બાળક બનવાનું રહસ્ય સમક્યું તેના માટે પછી અન્ય કંઈપણ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન મહત્ત્વરૂપ રહેતો નથી. બાળકનો અર્થ છે – સરળતા. બાળકનો અર્થ છે –સમર્પણ. ઈસાઈ ધર્મમાં સરળતાને કેટલું બધું મહત્ત્વ આપવામાં આવ્યું છે ! પ્રભુ ઈસા મસીહને પૂછવામાં આવ્યું - સ્વર્ગમાં જવાનો અધિકારી કોણ છે ? તેમણે એક બાળકને પોતાના હાથમાં ઊંચકીને કહ્યું કે આ બાળક, અર્થાત સરળતા. સરળતાનો અર્થ મહાવીરે પણ સમજાવ્યો છે. તેમણે કહ્યું – ધર્મ એ જ આત્મામાં સ્થિર થાય છે જે આત્મામાં સરળતા છે. કપટી આત્મામાં ક્યારેય ધર્મ સ્થિર નથી થતો. બાળક થવું એ બહુ મોટી વાત છે. અવસ્થાની દૃષ્ટિએ તો દરેક માણસ બાળઅવસ્થા પસાર કરે છે, પરંતુ પચાસ વર્ષની ઉંમર થયા પછી પણ કોઈ બાળરૂપમાં રહી શકે તો તેનાથી મોટું સૌભાગ્ય બીજું કાંઈ નહિ હોય. માનતુંગે પોતાને બાળસ્વરૂપે પ્રસ્તુત કરીને કહ્યું કે, “પ્રભુ ! હું બાળક છું, આપ મારી અશક્યતાને માફ કરો. ચંદ્રને હાથ દ્વારા પકડવાના મારા પ્રયાસને આપ હસી ન કાઢો, તેને બાળ-સુલભ ચંચળતા સમજશો.” બાળપળ એ કોઈ નિરાશા નથી. આ કામ ના થઈ શકે તેનું નામ નિરાશા છે. કરી શકું છું પરંતુ નથી કરતો, તે આળસ (કામ ન કરવા)ની સ્થિતિ છે. પહેલી નિરાશાની અને બીજી આળસની ભૂમિકા છે. કેટલાક લોકો ત્રીજી ૨૪ ભક્તામર : અંતર કા કકાર, , મની Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રેણીના હોય છે, જે કામ તો કોઈપણ રીતે કરી લે છે, પરંતુ તેનું રક્ષણ નથી કરી શકતા. તે બેદરકારીની ભૂમિકા છે. આ ત્રણ ભૂમિકાઓમાંથી આપણું જીવન પસાર થાય છે. આચાર્ય માનતુંગમાં કોઈ પ્રકારની નિરાશા નથી, આળસ અને બેદરકારી નથી. જો કે તેઓ પોતાની અશક્યતા અનુભવે છે, પરંતુ તેમના મનમાં કોઈ નિરાશા નથી. તેઓ પોતાની અશક્યતાને દર્શાવવા ઇચ્છે છે એટલા માટે માનતુંગ કહે છે – વક્ત ગુણાનું ગુણસમુદ્ર ! શશાંકકાન્તાન, કસ્તે ક્ષમઃ સુરગુરુપ્રતિમોપિ બુદ્ધચા ! કલ્પાન્તકાલપવનોદ્ધતનકચરું, કો વા તરીમલમબુનિધિ ભુજાભ્યામ // હું આપની સ્તુતિ નથી કરી શકતો, પરંતુ બીજું કોણ છે જે આવું કરી શકે ? જે માણસ બૃહસ્પતિ સમાન બુદ્ધિવાળો છે, તે પણ જો કહી દે કે હું ભગવાનની સ્તુતિ કરવા માટે સક્ષમ છું તો હું હાર માનીને બેસી જઈશ. પરંતુ શું આવું કહેવા માટે કોઈ સક્ષમ છે? શું કોઈ પોતાના બે હાથ વડે સમુદ્રને તરીને સામે કિનારે જઈ શકે ? તે પણ એવો સમુદ્ર કે જેમાં પ્રલયકાળ જેવાં ભયાનક તોફાનો અને લહેરો ઊઠતાં હોય, જેમાં મગર વગેરે જળચર હોય. તેને તરવાનું અસંભવ છે. આવી સ્થિતિમાં મારા જેવા તુચ્છ પ્રાણી માટે તો ચિંતાનો વિષય જ શો ? જ્યારે મોટામાં મોટી વ્યક્તિ પણ આપની સ્તુતિ કરવા માટે સક્ષમ નથી, તો પછી મારી અક્ષમતાનો પ્રશ્ન જ શાને ? હું તો નગણ્ય છું. ન માનતુંગના મનમાં એક અત્તóદ્ધ ચાલી રહ્યું છે. જ્યારે વ્યક્તિની સામે કોઈ મોટો પ્રશ્ન આવે છે, ત્યારે તેના મનમાં એક અન્તર્ધદ્ધ શરૂ થઈ જાય છે. આવા સમયે મનની સ્થિતિ બહુ વિચિત્ર થઈ જાય છે. આવી ક્ષણોમાં જ પ્રભુની જોડે, પોતાના પરમાત્માની જોડે, પોતાના આત્માની જોડે સીધો સંબંધ સ્થપાઈ જાય છે. લોકોએ મારી પાસે આવીને અનેક વખત પૂછ્યું કે “શ્રમણ મહાવીર'માં આપે કેવી રીતે લખી નાખ્યું કે મહાવીરની જોડે મેં સંબંધ સ્થાપિત કર્યો છે ? શું પરમાત્માની જોડે સંબંધ સ્થાપિત થઈ શકે ? મેં કહ્યું કે, હા, થઈ શકે છે – જો વ્યવસ્થિત રીતે સ્થાપિત કરવામાં આવે, વિધિવત સ્થાપિત કરવામાં આવે તો. “બતાયો’ એક સૂફી ફકીર હતો. તે બજારમાં ગયો. તેને ભૂખ લાગી હતી. તેણે મીઠા તરબુચનો ઢગલો જોયો. ખાવાની ઈચ્છા થઈ, પરંતુ તેની પાસે ફૂટી કોડી પણ ન હતી. તરબૂચવાળાની પાસે ગયો અને બોલ્યો કે તરબૂચ આપશો? દુકાનદારે જવાબ આપ્યો કે, “જરૂર આપીશ, પણ પૈસા મળ્યા પછી.” ફકીરે કહ્યું કે મારી પાસે પૈસા નથી. શું તમે અલ્લાહના નામ ઉપર મને એક કા કા કા કા કા કા કા ઉલટા ક ભકતામર : અંતસ્તલનો સ્પર્શ ૨૫ Page #28 -------------------------------------------------------------------------- ________________ તરબૂચ ના આપી શકો? ખૂબ આજીજી-વિનંતી પછી તરબૂચવાળાએ એક સડેલું તરબૂચ તેને આપ્યું. તેને સડેલું તરબૂચ ખાવાની ઈચ્છા ન થઈ. અચાનક બતાયો'ને યાદ આવ્યું કે ગઈકાલે એક માણસે તેને એક ટકો આપ્યો હતો. તે એક ટકો તેની પાઘડીમાં ખોસેલો હતો. “બતાયો'એ તરત જ તે ટકો કાઢ્યો. પાછો દુકાન ઉપર ગયો. પછી બોલ્યો કે એક ટકાનું તરબૂચ આપો. તરબૂચવાળાએ તરત એક મીઠું તરબૂચ એને આપ્યું. “બતાયોએ કંઈક વિચારતાં-વિચારતાં તેને કહ્યું કે, “હે ભગવાન ! તારા નામ ઉપર એક સડેલું તરબૂચ મળ્યું અને એક ટકાના નામ ઉપર સારું અને મીઠું તરબૂચ મળ્યું. અરે ! આ શું ! ટકાની કિંમત અલ્લાહ કરતાં પણ વિશેષ છે ? જેના મનમાં ટકાની કિંમત વિશેષ છે તે અલ્લાહ સાથે ક્યારેય સંબંધ સ્થાપી શકતો નથી.” જ્યારે સમસ્યા આવે છે ત્યારે માણસ અન્તર્લૅન્દ્રમાં અટવાઈ જાય છે, ત્યારે તે પરમસત્તાની સાથે સંબંધ સ્થાપિત કરવાનું ઇચ્છે છે. આચાર્ય માનતુંગના મનમાં પણ અન્તર્હદ્ધ ચાલી રહ્યું છે. તેઓ કહે છે કે, આપની સ્તુતિ કરવા માટે હું સમર્થ નથી, તો આપ જ બતાવો કે કોણ સમર્થ છે, જેની પાસે જઈને સ્તુતિ કરવાની કલા હું શીખું ? પ્રભુ ! મેં દૂર સુધી દૃષ્ટિ ફેરવી જોયું, આ મૃત્યુલોકમાં જ નહિ, અમૃત્યુલોકમાં પણ કોઈ દેવ અથવા દેવગુરુ બૃહસ્પતિ પણ આપની સ્તુતિ કરવા માટે સમર્થ નથી. જ્યારે સૌકોઈ આપની સ્તુતિ કરવા માટે અક્ષમ છે ત્યારે હું મારી અક્ષમતાનાં ગીત શી રીતે ગાઉં ? માનતુંગ સ્વસ્થ થયા. તેમણે મનોમન વિચાર્યું કે “મારામાં જેટલી ક્ષમતા છે, તેનો ઉપયોગ મારે કરવો છે.” આ સંકલ્પની સાથે અન્તર્તનદ્ધ વિલીન થઈ ગયું અને સ્તુતિનો પ્રવાહ અવિરત બની ગયો. ૨૬. ભક્તામર અંતસ્તલનો સ્પર્શ શ . sir, યાર કી એક લીક માટે તે Page #29 -------------------------------------------------------------------------- ________________ ૩. બુદ્ધિ અને સંવેગનો સમન્વય આચાર્ય માનતુંગે પોતાને બુદ્ધિની કસોટી ઉપર કસીને પોતાનો પરાજય સ્વીકારી લીધો. તેઓ આ કાર્ય માટે પોતાને સંપૂર્ણ અસમર્થ સમજવા લાગ્યા. વ્યક્તિ જ્યારે બુદ્ધિને જ સર્વસ્વ સમજી લે છે ત્યારે તેણે પરાજિત થવું પડે છે. તેનું કારણ એ છે કે વ્યક્તિ માત્ર બુદ્ધિ દ્વારા સંચાલિત નથી હોતી. જીવનને સંચાલિત કરનાર તત્ત્વો બે છે – બુદ્ધિ અને સંવેગ. આપણા સંવેગો જીવનને વિશેષ પ્રભાવિત કરે છે. તેથી ઘણી વખત એવો પ્રશ્ન ઉદ્ભવે છે કે આટલી બધી બુદ્ધિશાળી વ્યક્તિ હોવા છતાં તેણે આવું કામ શા માટે કર્યું? આપણે એ સત્ય ભૂલી જઈએ છીએ કે સંવેગોની પ્રબળતા બુદ્ધિને મંદ બનાવી મૂકે છે. માનતુંગ જ્યાં સુધી બુદ્ધિના પરિપ્રેક્ષ્યમાં જોતા હતાં ત્યાં સુધી તેમને એમ લાગ્યું કે હવે આ સ્તુતિના ઉપક્રમથી ખસી જવું જોઈએ. પરંતુ જ્યારે સંવેગોનું પાસું પ્રબળ બન્યું, ત્યારે ચિંતનનો પ્રવાહ બદલાઈ ગયો. માનતુંગ બોલ્યા - સોહં તથાપિ તવ ભક્તિવશાત્ મુનીશ ! કતું સ્તવં વિગતશક્તિરપિ પ્રવૃત્તઃ | પ્રીત્યાત્મવીર્યમવિચાર્ય મૃગો મૃગેન્દ્ર, નાભેતિ કિં નિજશિશોઃ પરિપાલનાર્થમ્ / મારી બુદ્ધિ અલ્પ છે. તે શ્રુતસંપન્ન વ્યક્તિઓ માટે પરિહાસનું પાત્ર પણ બની શકે છે, પરંતુ ભક્તિ મારામાં કોઈનાથી ઓછી નથી. તેથી હું આપની સ્તુતિ કરીશ.” ભક્તિનો સંવેગ એવો પ્રબળ બન્યો કે તેમના માટે બુદ્ધિની વાત ગૌણ બની ગઈ. બુદ્ધિ પ્રબળ બને છે ત્યારે શ્રદ્ધા નબળી પડે છે. શ્રદ્ધા અને ભક્તિનો સંવેગ પ્રબળ બને છે ત્યારે બુદ્ધિ ગૌણ બની જાય છે. તે એક ખૂણામાં સંકોચાઈને બેસી જાય છે. ભક્તિ-સંવેગથી અનુપ્રાણિત માનતુંગે કહ્યું કે મારા પછી એ શ્રી પારડી : માહ જા જા ભક્તામર અંતસ્તલનો સ્પર્શ . ૨૦ Page #30 -------------------------------------------------------------------------- ________________ માટે ભયની કોઈ વાત નથી. સિંહ કોઈ મૃગ શાવક ઉપર આક્રમણ કરે તો સિંહની તુલનામાં શક્તિની દૃષ્ટિએ નગણ્ય હોવા છતાં મૃગલી તેનો પ્રતિકાર અવશ્ય કરશે. માણસ હોય કે વન્યજીવ, પોતાના બાળક પ્રત્યે સૌ કોઈને સ્વાભાવિક સ્નેહ હોય છે. તેની સુરક્ષા માટે તે જીવ સટોસટની બાજી લગાવે છે. તે આવું શા માટે કરે છે? તેની પશ્ચાદ્ભૂમાં કયું પ્રેરક તત્ત્વ છે ? એ છે સંતાન પ્રત્યેનો પ્રેમ. પ્રેમનો સંવેગ એટલો પ્રબળ બની જાય છે કે ભય તેની નીચે દબાઈ જાય છે. કર્મશાસ્ત્રીય દૃષ્ટિએ જોઈએ તો આ સંદર્ભમાં એક નવું રહસ્ય ઉદ્ઘાટન પામે છે અને તે એ છે કે બે કર્મોની પ્રકૃત્તિઓ કે જે પરસ્પર વિરોધી છે, તેમનો એકસાથે વિપાક થતો નથી, અલગ-અલગ વિપાક થાય છે. એટલે કે જે સમયે ક્રોધનો વિપાક તીવ્ર બને છે તે સમયે ભયનો વિપાક મંદ થઈ જાય છે. કોઈ સૈનિક યુદ્ધમાં જતી વખતે ડરતો કેમ નથી ? યુદ્ધમાં મૃત્યુ પણ નિપજી શકે છે, તેથી તેણે ડરવું જોઈએ. પરંતુ તે એટલા માટે ડરતો નથી કે તે વખતે ક્રોધ, ઉત્તેજના અને શત્રુને ખતમ કરવાનો સંવેગ એટલો બધો પ્રબળ બની ગયો હોય છે કે તેની નીચે મૃત્યુના ભયનો સંવેગ દબાઈ જાય છે. જ્યારે કોઈ વેપારી અપ્રામાણિક કે ગેરકાનૂની કામ કરે છે ત્યારે તેને પકડાઈ જવાનો ભય લાગે છે, પરંતુ લોભનો સંગ એટલો બધો પ્રબળ બને છે કે તેની સામે પકડાઈ જવાનો ભય દબાઈ જાય છે. જ્યારે એક સંવેગ પ્રબળ બને છે ત્યારે બીજો સંવેગ તેની આગળ દબાઈ જાય છે. એક માણસે એક યુવકનો ઉપહાસ કરતાં કહ્યું કે મેં અમુક માણસ સાથે તારી પત્નીને રાત્રે વાતો કરતાં જોઈ હતી. યુવકનો આવેશ તરત જ પ્રબળ બની ગયો. હાથમાં લાકડી લઈને તે દરવાજા પાસે ઊભો રહ્યો અને બોલ્યો, આવવા દો એને, હું તેનું માથું ફોડી નાખીશ ! થોડીક ક્ષણો વીતી. સંવેગ થોડો મંદ બન્યો. તે એમ વિચારીને ચોંકી ઊયો કે અરે, મારાં તો હજી લગ્ન જ નથી થયાં ! સંવેગ પ્રબળ થયા પછી યથાર્થનું જ્ઞાન ખૂબ ઘટી જાય છે. લડાઈ-ઝઘડામાં માત્ર શરીર જ નથી લડતું, સંવેગ પણ લડે છે. ચૂંટણીનો સમય હતો એક માણસે ઉમેદવારને કહ્યું, “એ તમને ગંદી-ગંદી ગાળો આપે છે. ઉમેદવારનો આવેશ પ્રબળ બની ગયો. આવેશની પ્રબળતામાં યથાર્થની શોધનો પ્રશ્ન ઊડી ગયો. અમુક વ્યક્તિએ ગાળો આપી છે કે નહિ એ વાતની માહિતી મેળવ્યા વગર જ તે બોલી ઊઠ્ઠયો કે મને ચૂંટણી જીતી જવા દો, પછી જુઓ, તેની કેવી દશા કરું, છું ! આ સંવેગની પ્રબળતાનું નિદર્શન છે. હકીકતમાં આ બધો ખેલ સંવેગોનો છે. માનતુંગમાં ભક્તિનો સંવેગ પ્રબળ બની ગયો. તેમણે કહ્યું કે કાંઈ નહિ, મારામાં બુદ્ધિ ભલે ઓછી હોય ૨૮. ભકતામર : અંતસ્તલનો સ્પર્શ . . . . . Page #31 -------------------------------------------------------------------------- ________________ પરંતુ ભક્તિ તો છે ને ! હું તેના આધારે સ્તુતિ કરીશ. જ્યારે એક અબોલ પ્રાણી પણ પોતાના બાળકના રક્ષણ માટે સિંહ જેવા શક્તિશાળી પ્રાણીનો પ્રતિકાર કરવા તૈયાર થઈ જાય છે ત્યારે તેને પોતાની શક્તિનું ભાન નથી રહેતું, તો હું શા માટે મારા બુદ્ધિબળની અલ્પતાનો વિચાર કરું? ભાવોની પ્રબળતાનો એક ઉત્કૃષ્ટ પ્રસંગ છે. શિકારીએ ધનુષ્ય ઉપર બાણ ચઢાવીને હરણીને મારવા ઇછ્યું. હરણી સમજી ગઈ કે હવે બચવાનું મુશ્કેલ છે. તેણે શિકારીને અત્યંત કરુણ સ્વરમાં કહ્યું – આદાય મંસમખિલં સ્તનવર્જિતાંગાત્, માં મુચ્ચ વાગરિક ! યામિ કુરુ પ્રસાદમ્ અદ્યાપિ શસ્યકવલગ્રહણાનભિજ્ઞા મન્માર્ગવીક્ષણપરા શિશવો મદીયાઃ // હે શિકારી! તું પહેલાં મારી એક વાત સાંભળ, પછી મને મારજે. મારી વિનંતી માત્ર એટલી જ છે કે તું મને મારીને મારા સમગ્ર શરીરનું માંસ લઈ લે. બસ, મારા બે સ્તન રહેવા દે. મારે બે નાનાં બચ્ચાં છે, તેમણે હજી ઘાસ ખાવાનું શરૂ નથી કર્યું. તે બન્ને અત્યંત આતુરતાપૂર્વક મારી પ્રતીક્ષા કરી રહ્યાં હશે. મારા ઉપર નહિ તો મારાં બંને બાળકો ઉપર દયા કરીને થોડીક વાર માટે મને જવા દે.” આ કોણ બોલી રહ્યું છે ? પ્રેમનો સંવેગ બોલી રહ્યો છે. જ્યારે જ્યારે પ્રીતિ, ભક્તિ અને શ્રદ્ધાનો સંવેગ પ્રબળ બને છે ત્યારે ત્યારે બુદ્ધિ ગૌણ બની જાય છે, અન્ય સંવેગો પણ ગૌણ બની જાય છે. આચાર્ય માનતુંગ શ્રદ્ધા અને ભક્તિના સહારે ભગવાનની સ્તુતિ કરવા ઈચ્છે છે. બુદ્ધિની અલ્પતાને કારણે સ્તુતિ ન કરી શકવાની ચિંતામાં જે સંકલ્પ ડગમગી રહ્યો હતો, તે શ્રદ્ધા અને સંકલ્પનો સહારો પામીને સ્થિર થઈ ગયો. તેઓ બોલી ઊઠ્યા - અલ્પશ્રુતં શ્રતવતાં પરિહાસધામ, ત્વદ્ભક્તિરેવ મુખરી કુરુતે બલાનું નામ યકોકિલ કિલ મધૌ મધુર વિરૌતિ, તચ્ચારુચાગ્રકલિકાનિકરૈકહેતુ: // મોટા મોટા જ્ઞાનીઓ અને પંડિતો ભલેને મારા આ પ્રયાસની ઠેકડી ઉડાડે, મને ક્ષુદ્ર સમજીને ભલે મારો ઉપહાસ કરે, પરંતુ હું ભગવાન ઋષભની ભક્તિ કરીશ. તેમણે વિચાર્યું કે કોયલ ત્યારે જ બોલે છે જ્યારે આંબા ઉપર હોર બેસે છે. આશ્રમંજરીઓ ખાધા પછી જ તેનામાં સૂરિલી કફક આવે છે. કોયલની મીઠી કૂહુકનું કારણ આશ્રમંજરી છે. આ રીતે ભલેને હું અલ્પજ્ઞાની હોઉં, પરંતુ આ સ્તુતિ કરવાની પ્રેરણા તો આપની જ છે. ફ, HDટ કરાચી આ કલમ નામ ભક્તામર અંતસ્તલનો સ્પર્શ . ૨૯ . Page #32 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય માનતુંગે પોતાના સંવેગોને સારી રીતે જાણી લીધા. તેમણે બુદ્ધિની મર્યાદાને સમજી લીધી. તેને કસોટી ઉપર કસી તો એમને નિરાશા ઉપજી. ભક્તિનો સંવેગ પ્રબળ બન્યો ત્યારે તેમનામાં પુનઃ આશાનો સંચાર થયો, તેમનું મનોબળ જાગી ઊયું. આપણા શરીરમાં અનેક તત્ત્વો એવાં છે કે જે બળ વધારે છે. સંવેગોની પ્રબળતાની સ્થિતિમાં આપણા શરીરના આંતરિક અવયવો બળ વધારવા લાગે છે. એડ્રીનલગ્રંથિ તે વખતે એટલો બધો સ્ત્રાવ કરે છે કે માણસમાં અનિચ્છિત, અજાણી શક્તિ આવી જાય છે અને તે મોટામાં મોટું કામ કરવામાં સમર્થ બની જાય છે. - બુદ્ધિની જેમ સંવેગની પણ મર્યાદા હોય છે. સર્વત્ર તેના દ્વારા જ કામ નથી થતું. તેની પણ એક મર્યાદા છે. તેથી સંવેગને પણ માપી લેવો જરૂરી છે. ભક્તિ કેટલી છે ? શ્રદ્ધા કેટલી છે ? એકાએક સંવેગ પણ ન થવો જોઈએ. મહાકવિ ભારવિએ યોગ્ય જ લખ્યું છે કે, “સહસા વિદધીત નક્રિયામ્'એકાએક કોઈ કામ ન કરવું જોઈએ. સંવેગ આવે, તે પ્રબળ થાય અને તરત જ કોઈ કામ કરી લેવામાં આવે તો પશ્ચાત્તાપ સિવાય શેષ કશું જ બચતું નથી. મૃત્યુનો સમય નજીક હતો. મહાકવિ ભારવિએ પુત્રને કહ્યું કે, “હું તને એક સંપદા આપીને જઈ રહ્યો છું.” પુત્રએ પૂછ્યું કે તે સંપદા શી છે ? ક્યાં છે ? ભારવિએ એક શ્લોક લખીને આપતાં પુત્રને કહ્યું, “જ્યારે પણ કોઈ પ્રકારની આર્થિક મુશ્કેલી કે અન્ય કોઈ સંકટ આવે ત્યારે તું આ શ્લોક એક લાખ રૂપિયામાં વેચી નાખજે.” તે યુગમાં નગરમાં હાટડીઓ મંડાતી હતી. એવી પરંપરા હતી કે હાટડીમાં દિવસ દરમ્યાનના વેચાણ પછી જે કોઈ વસ્તુ દુકાનદાર પાસે વેચાયા વગરની રહી જતી તેને રાજ્ય દ્વારા ખરીદી લેવામાં આવતી હતી. ભારવિના મૃત્યુ પછી તેનો પુત્ર આર્થિક સંકડાશમાં ઘેરાઈ ગયો. વિપત્તિની એ ક્ષણોમાં તેણે પોતાના પિતા દ્વારા આપવામાં આવેલા શ્લોકને વેચવાનો નિશ્ચય કર્યો. પિતાની સૂચના મુજબ તે બ્લોક લઈને બજારમાં ગયો. બ્લોકને એક ગાએ ટીંગાડી દીધો. લોકો આવતા, તે શ્લોકને જોતા. ભારવિપુત્ર તે શ્લોકની કિંમત કહેતો, એક લાખ મુદ્રાઓ. એક શ્લોક માટે એક લાખ મુદ્રાઓ કોણ આપે ? લોકો આવે છે, જુએ છે અને કિંમત સાંભળીને ચાલ્યા જાય છે. તેને ખરીદનાર કોઈ ન મળ્યું. સાંજનો સમય હતો. રાજા દ્વારા પરંપરાનુસાર બચેલી વસ્તુઓ તરીકે તે શ્લોક એક લાખ રૂપિયામાં ખરીદી લેવામાં આવ્યો. રાજાએ તે શ્લોકને ફ્રેમમાં મઢાવ્યો. મઢાવીને શ્લોકને પોતાના શયનખંડમાં મુકાવ્યો. કાલાન્તરે રાજા કોઈ કાર્યવશ બીજા પ્રદેશમાં ગયો. દૂર દૂરના દેશોની યાત્રામાં ઘણો સમય વીતી ગયો. જે વખતે તે એકાએક પાછો ફર્યો ત્યારે રાત્રી ગાઢ હતી. ૩૦ ભકતામર : અંતસ્તાલનો સ્પર્શ રાપર મકર ર ર ના આ 7 ક. Page #33 -------------------------------------------------------------------------- ________________ રાજાએ કુતૂહલથી બારીમાંથી પોતાના શયનખંડનું નિરીક્ષણ ઝાંખા પ્રકાશમાં દેખાતું એ દૃશ્ય જોઈને તે અવાક્ થઈ ગયો. તેની રાણી એક યુવક સાથે સૂતી હતી. આ દૃશ્ય જોતાં જ રાજા ક્રોધથી તમતમી ઊઠ્યો. તે અંદર ગયો. બંનેની હત્યા કરવા માટે તેણે મ્યાનમાંથી તલવાર કાઢી. જેવો એ તલવારનો વાર કરવા માટે આગળ વધ્યો, ત્યાં જ તેની નજર સામેની દીવાલ પર ટીંગાડેલા પેલા બ્લોક ઉપર પડી – “સહસા વિદધીત નક્રિયામ”રાજા સંસ્કૃતનો પંડિત હતો. શ્લોક વાંચતાં જ તલવાર સાથે ઉગામેલો હાથ નીચે વળી ગયો. તેણે રાણીને જગાડી. રાણી જાગી. તેણે ભાવવિહ્વળ થઈને પતિનું સ્વાગત કર્યું. રાજાના મનમાં હજી પણ પેલ શલ્ય ડંખી રહ્યું હતું. તે આવેશમાં બોલ્યો. તારી સાથે આ કોણ છે ? રાણી બોલી, “શું આપ આને પણ ઓળખી નથી શકતા ? આ તો આપની જ પુત્રી વસુમતિ છે. આજે તેણે નાટ્યગૃહમાં રાજાનો વેશ ભજવ્યો હતો. રાત્રે મોડેથી ઘેર આવી અને એ જ વેશમાં મારી સાથે સૂઈ ગઈ.”રાણીએ પુત્રીને ગાડી. પુત્રી ચોંકીને જાગી અને તેણે પિતાનાં ચરણોમાં પ્રમાણ કર્યા. રાજા પુરુષવેશમાં પોતાની પુત્રને જોઈને અવાક્ બની ગયો. અત્યંત ગગદિત સ્વરમાં તે બોલ્યો, આ શ્લોકને એક લાખ મુદ્રામાં ખરીદીને મેં એમ વિચાર્યું હતું કે કોડીની ચીજની લાખ મુદ્રાઓ ચૂકવી દીધી, પરંતુ આજે એમ લાગે છે કે આ શ્લોક માટે એક કરોડ મુદ્રાઓ પણ ઓછી કહેવાય. એક ભયંકર આપત્તિમાંથી આ શ્લોકે મને બચાવી લીધો !” એ અત્યંત આવશ્યક છે કે બુદ્ધિની સીમાને જાણી લેવી અને સંવેગની સીમાને પણ જાણી લેવી. આચાર્ય માનતુંગે પોતાની સીમાને જાણી અને પોતે આશ્વસ્ત બન્યા. ભક્તિ કે શ્રદ્ધા સ્તુતિ નથી કરી શકતી. સ્તુતિ કરવી એ બુદ્ધિનું કામ છે. બુદ્ધિ અને ભક્તિ વચ્ચે સમજૂતી (સમાધાન) થઈ ગઈ. સંવેગે બુદ્ધિની સીમાને સમજી લીધી અને બુદ્ધિએ સંવેગની સીમાને સમજી લીધી. બુદ્ધિ જ્યાં નબળી પડતી હતી ત્યાં સંવેગે તેને ટેકો આપ્યો. સંવેગ જ્યાં કામ કરી શકતો નહોતો ત્યાં બુદ્ધિએ કામ કરવાનું શરૂ કરી દીધું. સંવેગ અને બુદ્ધિના પ્રારંભિક તંદ્રને પાર કરીને આચાર્ય માનતુંગ ભગવાન ઋષભની સ્તુતિમાં તન્મય બની ગયા. કાશ. આજ કાલ ના કાકા અને કાર ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ ૩૧ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૪. ૪. સ્તુતિનું મૂલ્ય આચાર્ય માનતુંગ ભગવાન ઋષભની સ્તુતિ કરવાનું ઇચ્છે છે અને સ્તુતિ કરતાં પહેલાં તેઓ સ્તુતિનું મહત્ત્વ પણ પ્રગટ કરવા ઇચ્છે છે. સ્તુતિનું મહત્ત્વ શું છે તે વિચારવું પણ આવશ્યક છે. જે પ્રયાસ સાર્થક હોય છે (જે પ્રયાસનું કંઈક ઇચ્છિત પરિણામ મળવાની સંભાવના હોય), તેવા પ્રયાસ જ માનવી કરે છે. સ્તુતિનું પોતાનું મહત્ત્વ છે. માનતુંગસૂરિના શબ્દોમાં આ સ્તુતિ સંચિત કર્મોનો વિનાશ કરનારી છે. તેઓ કહે છે કે હજારો-હજારો ભવો દ્વારા જે પાપ સંચિત છે, તે આપની સ્તુતિમાત્ર થકી જ સમાપ્ત થઈ જાય છે. આટલાં જૂનાં અને આટલા જન્મોનાં સંચિત પાપનો કેવી રીતે નાશ થઈ શકે ? આ પ્રશ્ન સ્વાભાવિક છે, પરંતુ તેનો ઉત્તર અસ્વાભાવિક નથી. ભગવાન ઋષભ સામ્યયોગી છે. તેમણે સમતાની સાધના કરી છે, આત્માનો સાક્ષાત્કાર કર્યો છે. સામ્યયોગમાં એ જ વ્યક્તિ જઈ શકે છે કે જે આત્માનો સાક્ષાત્કાર કરી લે છે, આત્માની સન્નિધિ પામી લે છે. કોઈપણ વ્યક્તિ આત્માની અનુભૂતિ કર્યા વગર સમતાની સાધના કરી શકતી નથી. જ્યાં બહારનું વાતાવરણ છે, સંજોગોની અનુકૂળતા-પ્રતિકૂળતાનું ચક્ર ગતિમાન હોય છે, ત્યાં સમતાની સિદ્ધિ નથી થઈ શકતી. સુખ-દુઃખ, સંયોગ-વિયોગ વગેરે જે બહારનાં નિમિત્તો છે, એનાથી અલગ થઈને જે આત્મા અને ચેતનાનો અનુભવ કરે છે, તે જ વ્યક્તિ સમતાની સાધના કરી શકે છે. જ્યાં આત્મા છે ત્યાં વિષમતા નથી. જ્યાં આત્મા છે ત્યાં આરોહ-અવરોહ નથી. જ્યાં આત્મા છે ત્યાં કોઈપણ પ્રકારની મલિનતા નથી. જે આત્માની અનુભૂતિ અથવા આત્માનો સાક્ષાત્કાર કરી લે છે એના માટે સમતાની સાધના અલગ નથી રહેતી. આત્માની અનુભૂતિ કહીએ અથવા સમતાની સાધના – એક જ વાત છે. ૩૨ – ભક્તામર ઃ અંતસ્તલનો સ્પર્શ Page #35 -------------------------------------------------------------------------- ________________ સમતાની સાધનાનો અર્થ છે આત્માની અનુભૂતિ. ભગવાન ઋષભે ખાત્મ-સાક્ષાત્કાર કર્યો, આત્માનો અનુભવ કર્યો અને આત્માનું પ્રતિપાદન કર્યું. મમતા સહજ રીતે પ્રગટ થઈ ગઈ. તેમનો સામ્યયોગ અત્યંત વિલક્ષણ છે. ઋષભના સામ્યયોગની જૈન, જૈનેતર સાહિત્યમાં વિસ્તારથી ચર્ચા જોવા મળે છે. એ મહાપુરુષની સ્તુતિ કરવી કે જે સામ્યયોગના પ્રતીક છે, પ્રશસ્ય ઉપક્રમ છે અને તે પ્રશસ્ય ઉપક્રમ એટલા માટે છે કે તેમની સ્તુતિ કરનાર પણ સામ્યયોગ તરફ પ્રયાણ કરે છે. સ્તુતિ કરનાર વ્યક્તિ જ્યાં સુધી પોતાના આરાધ્યની સાથે એકાત્મકતા અને તાદાભ્ય સ્થાપિત નથી કરતી ત્યાં સુધી તે સ્તુતિ કરવાની અધિકારી પણ નથી બનતી, સ્તુતિનો કોઈ વિશેષ લાભ પણ તે નથી પામી શક્તી. લાભ મેળવવા માટે સામીપ્ય સ્થાપિત કરવું તથા એકાત્મકતાનો અનુભવ કરવો જરૂરી છે. કોઈ સામ્યયોગીની સ્તુતિ કરવી એટલે સામ્યયોગમાં ચાલ્યા જવું, સમતાની સિદ્ધિ મેળવી લેવી. જ્યાં સમતા છે ત્યાં એ તદન ઉપયુક્ત પ્રયોગ છે કે ઋષભની સ્તુતિ દ્વારા ક્ષણવારમાં સેંકડો જન્મોનાં સંચિત પાપ ક્ષીણ થઈ જાય છે. સામ્યયોગની સાધના કરનાર ક્ષણભરમાં જે પાપોને ક્ષીણ કરે છે, તે પાપોને તીવ્ર તપસ્યા કરનાર પણ સહજરૂપે ક્ષીણ નથી કરી શકતો. તેથી કહેવાયું છે કે અનેક જન્મોની તપસ્યા કરનાર કર્મોને એટલાં ક્ષીણ નથી કરી શકતો કે જેટલો સામ્યયોગી ક્ષણભરમાં કરી લે છે. આ સામ્યયોગના માહાભ્યના સંદર્ભમાં માનતુંગની વાણીનું મૂલ્યાંકન કરીએ. એમ પ્રતીત થાય છે કે તેમણે કેવળ સ્તુતિના ભાવાવેશમાં તણાઈ જઈને જ આ વાત નથી કહીં, પરંતુ ભગવાન ઋષભના સ્વરૂપને ધ્યાનમાં રાખીને આ વાત કહી છે. માનતુંગનો આરાધ્ય, આત્મા અને સમતાનું પ્રતીક છે એટલા માટે એમ કહેવું અતિશયોક્તિભર્યું નથી. તેમાં અર્થવાદ પણ નથી. તે યથાર્થવાદ છે. કહેવાય છે કે ધ્યાનની સાધના કરનાર અઢી મિનિટમાં જેટલાં કર્મોને ક્ષીણ કરે છે, તેટલાં કર્મોને દીર્ઘ તપસ્યા કરનાર લાંબા સમયે પણ ક્ષીણ નથી કરી શકતો. ધ્યાનની, સાધનાની નિષ્પત્તિ છે - સમતા. જે વ્યક્તિના જીવનમાં ધ્યાનની સાધના છે, ત્યાં સમતાનો ઉદય થાય છે. તેની નિષ્પત્તિ ઉપર પહોંચી જનાર તો ઘણાં કર્મોને ક્ષીણ કરે છે. માટે સ્તુતિકારનું આ વાક્ય ઘણું યુક્તિયુક્ત અને ગંભીર ચિંતનનું પરિણામ છે. તેમણે આ વાતને જે ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરી છે તે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. અંધકાર એટલો વ્યાપક અને એટલો ગાઢ હોય છે કે પૃથ્વીને જાણે અંધકારમાં ડૂબાડી દે છે. ક્યાંય, કશું જણાતું નથી. સૂર્યોદય થાય છે, અંધકારની ખબર પણ નથી પડતી. જે અંધકાર આટલો ગાઢ હતો, આટલો સઘન હતો તે એક સૂર્યનું આગમન થતાં જ વિલીન થઈ જાય છે. કથા છે. જયા નામ કાજય બાદ માલ" જ . ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ ૩૩ Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન ઉદ્ભવી શકે છે કે ક્યાં આટલો વ્યાપક અંધકાર અને ક્યાં ફક્ત સૂર્ય ? સૂર્યનો પ્રકાશ એટલો તીવ્ર છે, તેનાં કિરણો એટલાં સમર્થ છે કે અંધકાર બિલકુલ નષ્ટ થઈ જાય છે. અંધકાર પણ કેવો ? ભમરો જેમ કાળો-નીલા રંગનો હોય છે, તેવો કાળો–નીલો અંધકાર, જેને ન્યાયશાસ્ત્રની ભાષામાં કહી શકાય કે અંધકાર એટલો શ્લિષ્ટ કે મુઠ્ઠીમાં પકડી લઈએ ! એટલો સઘન કે સોય દ્વારા તેને ભેદી શકીએ ! એવો સઘન અને એવો ગાઢ અંધકાર એક સૂર્યના આગમનથી નષ્ટ થઈ શકતો હોય તો પછી ભગવાન ઋષભની સાધના, આરાધના અને સ્તુતિ કરનાર વ્યક્તિના ભીતરમાં પ્રકાશ કેમ ન પથરાય ? તેના ભીતરમાં અંધકારરૂપી જે પાપ સંચિત છે, તે ભલે ગમે તટેલા દીર્ઘ સમયનાં હોય, ગમે તેટલાં ગાઢ અને સઘન હોય, તે શા માટે ક્ષણભરમાં નાશ ન પામી શકે ? ઉપમા દ્વારા પણ આચાર્યશ્રીએ પોતાની વાતને સ્પષ્ટ કરી છે. તે એટલી સચોટ ઉપમા છે કે તેમાં સંદેહની કોઈ શક્યતા નથી. માનતુંગનું એ મહત્ત્વપૂર્ણ કથન પ્રસ્તુત શ્લોકમાં જીવંત બન્યું છે – ત્વસંસ્તવેન ભવસંતતિન્નિબદ્ધ, પાપં ક્ષણાત્ ક્ષયમુપૈતિ શરીરભાજામ્ । આક્રાંતલોકમલિનીલમશેષમાશુ, સૂર્યાંશુભિન્નમિવ શાર્વરમન્ધકારમ્ | સ્તુતિનું મહત્ત્વ બતાવીને માનતુંગ સ્વયં પોતાની વાત પણ કહે છે કે હું સ્તુતિ કરી રહ્યો છું. મારો આ પ્રયત્ન નિરર્થક નથી. હુ સાર્થકતાપૂર્વક સ્તુતિ કરી રહ્યો છું. જે ભગવાન ઋષભની સ્તુતિ કરશે, તે પોતાના અંધકારને સમાપ્ત કરી શકશે, પોતાનાં કર્મોની શ્રૃંખલા તોડી શકશે. તેથી તેનું મહત્ત્વ પ્રત્યેક વ્યક્તિ માટે શક્ય છે. માનતુંગે કહ્યું કે સૂર્યનો ઉદય જ પ્રશસ્ય છે. બીજા ભલે ગમે તટેલા ઊગે, પરંતુ તેઓ સૂર્યની તુલનામાં નહી આવી શકે. દીવો પેટાવો કે બત્તી કરો, એનાથી થોડોક અંધકાર દૂર થઈ જશે પરંતુ જે પ્રકાશ સૂર્ય પાથરી શકે છે, તેવો પ્રકાશ નાનાંમોટાં સાધનો પાથરી શકતાં નથી. સૂર્ય એટલો બધો તેજસ્વી હોય છે કે તેના ઉદય પછી ન તો અંધકાર રહે છે કે ન તો અન્ય તેજસ્વી ગ્રહોનક્ષત્રોનું તેજ ટકી શકે છે. સૂર્યનો પ્રકાશ એટલો બધો વ્યાપક હોય છે કે અન્ય તમામ પ્રકાશ તેનામાં વિલીન થઈ જાય છે. માત્ર સૂર્ય જ આ ભૂમંડળને આલોકથી છલકાવી દે છે. અન્ય પુરુષોની સ્તુતિ કરવી સહજ છે, પરંતુ ભગવાન ઋષભની સ્તુતિ કરવાનું અત્યંત મુશ્કેલ છે. આ એવી વ્યક્તિની સ્તુતિ છે કે જેણે આત્માને પામી લીધો છે. એવી વ્યક્તિની સ્તુતિ કરવાનું એટલું જ મહત્ત્વપૂર્ણ છે કે જેટલું મહત્ત્વપૂર્ણ સૂર્યના પ્રકાશ દ્વારા અંધકારને મિટાવી દેવાનું છે. ૩૪ = ભક્તામર ઃ અંતસ્તલનો સ્પર્શ " Page #37 -------------------------------------------------------------------------- ________________ સ્તવન કરનાર વ્યક્તિની સામે એટલી સ્પષ્ટતા હોવી જોઈએ કે હું કોઈ સામ્યયોગીની સ્તુતિ કરી રહ્યો છું. મારી અંદર સામ્યયોગનો વિકાસ થઈ રહ્યો છે. સામ્યયોગ દ્વારા જે લાભ નિષ્પન્ન થશે, તેના થકી અનેક જન્મોનાં સંચિત પાપોની સાંકળ તૂટી જશે. એવા આત્મવિશ્વાસપૂર્વક જે વ્યક્તિ સ્તુતિ કરે છે, તે ખરેખર પાપમુક્ત થઈ જાય છે. આવા મનન સહિત સ્તુતિનું મહત્ત્વ બતાવવામાં આવ્યું, એ જ મનન સહિત સ્તુતિકારે સ્તવનનો પ્રારંભ કર્યો. માનતુંગની સામે એક અન્ય સમસ્યા ઉદ્દભવી. તેમણે વિચાર્યું કે આરાધ્ય બહુ મોટા છે અને આરાધ્યની સ્તુતિ કરવી એ પણ બહુ મોટું કામ છે. જ્યારે મોટું કામ કરવાનો પ્રશ્ન હોય ત્યારે પ્રત્યેક વ્યક્તિએ પોતાની શક્તિને માપવી જોઈએ. તેણે અશક્ય કામ ન કરવું જોઈએ, કારણ કે અસંભવને નિષ્પન્ન કરનાર શક્તિ તેની પાસે નથી. અલ્પબુદ્ધિવાળી વ્યક્તિ માટે કોઈપણ કામ કરવાનું ખૂબ મુશ્કેલ હોય છે. કાર્ય કરતાં પહેલાં શક્તિને માપવી ખૂબ આવશ્યક છે. માનતુંગે આ પ્રશ્ન તરફ ધ્યાન આપ્યું - હું જે વ્યક્તિની સ્તુતિ કરવા ઈચ્છું છું, તેની સ્તુતિ કરવાનું સામર્થ્ય- બુદ્ધિ મારામાં છે કે નહિ. એ તરફ ધ્યાન આપ્યું તો અનુભવ થયો કે બુદ્ધિ તો ખૂબ સાંકડી અને ટૂંકી છે. કામ ખૂબ મોટું છે અને તેને સિદ્ધ કરવા માટે શક્તિ ખૂબ ઓછી છે. મનમાં વિકલ્પ જાગ્યો કે સ્તુતિ કરું કે ન કરે ? સ્તુતિ ન કરવી એ પણ એક કમજોરી છે. જે કામ હું કરવા ઈચ્છતો હોઉં, અને તે ન કરું એ દુર્બળતા કહેવાય. જે વ્યક્તિ મોટાં કામ આવે ત્યારે પોતાની કમજોરીનો અનુભવ કરે છે તે વ્યક્તિ આગળ વધી શકતી નથી. તેથી નિરાશ ન થવું જોઈએ. કોઈક ઉપાય શોધવો જોઈએ. આચાર્ય માનતુંગે ઉપાય શોધ્યો અને ઉપાય મળી પણ ગયો. તેમણે કહ્યું હે પ્રભુ એ સમસ્યા તો છે એ જ કે મારી શક્તિ અલ્પ છે, બુદ્ધિ અલ્પ છે પરંતુ હું જે વ્યક્તિની સ્તુતિ કરી રહ્યો છું તેનાં અનંત પ્રભાવ અને અનંત સામર્થ્યનો લાભ મને મળશે. જેની સ્તુતિ કરી રહ્યો છું તે કમજોર હોત તો તે શક્તિ પ્રાપ્ત ન થાત અને તેની સ્તુતિમાં હું લીન પણ ન થઈ શક્યો હોત. આપનો પ્રભાવ બીજા લોકોને પ્રભાવિત કરે છે. મને હવે વિશ્વાસ બેસી ગયો છે કે કામ મોટું છે, બુદ્ધિ અલ્પ છે પરંતુ મારા માટે તે ચિંતાનો કોઈ વિષય નથી કારણ કે મારી પાછળ ભગવાન ઋષભના પ્રભાવનું આભામંડળ રચાયેલું છે. તેથી મારું કામ સંપન્ન થઈ જશે. એક વિકલ્પ સમાપ્ત થઈ ગયો. સ્તુતિના ક્રમને આગળ વધારતાં, તેની પૂર્વે જ અન્ય એક વિકલ્પ પેદા થયો - હું જે સ્તુતિ કરી રહ્યો છું તે મારી સ્તુતિ સ્વીકૃતિ પામશે કે નહિ ? મને લોકો એટલું સન્માન આપશે કે નહિ ? મારી સ્તુતિ બીજા લોકોના ચિત્તને પ્રભાવિત કરશે કે નહિ? જો મારી સ્તુતિ કોઈના કો કે કરે . ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ . ૩૫ Page #38 -------------------------------------------------------------------------- ________________ ચિત્ત ઉપર પ્રભાવ ન પાડી શકે, કોઈના મનને આકર્ષી ન શકે તો પછી મારા પ્રયત્નની સફળતા: શી રીતે ગણાય ? આ ખૂબ મોટો પ્રશ્ન છે - કોઈ વ્યક્તિ લેખ લખે, કવિતા લખે, સ્તુતિ લખે અન્ય કાંઈ પણ લખે અથવા તે કાંઈ બોલે, વ્યાખ્યાન આપે અને જો તે બીજા લોકોના ચિત્તને પ્રભાવિત ન કરે, બીજા લોકોને આકર્ષી શકે નહિ તો તેના પ્રયત્નની સાર્થકતા ગણાતી નથી. માનતુંગસૂરિની સામે પણ આ પ્રશ્ન આવ્યો કે મારી સ્તુતિની સાર્થકતા શી હશે ? શું હું આપની એવી સ્તુતિ કરી શકીશ કે જેથી બીજાઓના ચિત્તને પ્રભાવિત કરી શકું ? બીજા લોકોને આકર્ષી શકું ? આ પ્રશ્નનું સમાધાન પણ સ્તુતિકારે શોધી લીધું કે મારી સ્તુતિ વિદ્વાનોનાં ચિત્તને પ્રભાવિત કરશે અને તે એટલા માટે કરશે કે જેમની સ્તુતિ હું કરી રહ્યો છું તેમની સ્તુતિમાં જ એટલી શક્તિ છે. મારા દ્વારા પ્રયુક્ત રચના સામાન્ય છે, છતાં તે ચિત્તાકર્ષક બનશે. કારણ કે મારો આરાધ્ય ખૂબ શક્તિશાળી છે, ખૂબ સામર્થ્યવાન છે. આ સંદર્ભમાં માનતુંગે પ્રકૃત્તિનું અધ્યયન કર્યું અને એ સત્યને સમર્થન આપનારી વાત પણ શોધી લીધી. તેમણે કહ્યું કે સંપર્ક થકી કેટલો તફાવત આવે છે ? પાણીનું એક ટીપું ગરમ લોઢા ઉપર પડે તો ખબર જ નથી પડતી કે પાણીનું ટીપું પડ્યું હતું કે નહિ. એક ટીપું નલિનીના પાંદડા ઉપર પડે તો તે મોતીનો આકાર ધારણ કરે છે. સંસર્ગ દ્વારા તફાવત પ્રગટ થાય છે. સંસર્ગનો પ્રશ્ન ખૂબ મહત્ત્વનો છે. આપણે કોનો સંસર્ગ કરી રહ્યા છીએ ? માનતુંગે કહ્યું કે, હું ભગવાન ઋષભની પાસે છું તેથી મારે ચિંતા કરવાની કોઈ જરૂરી નથી. મારી સ્તુતિ આપોઆપ વિદ્વાનો માટે આકર્ષણનું કારણ બનશે. કારણ કે હું ઋષભની સ્તુતિ કરી રહ્યો છું અને તે મારા માટે મોટો અવસર બની રહેશે. સ્તુતિમાં લીન માનતુંગ આવા ચિંતનથી ભાવવિભોર થઈ ઊઠ્યા અને તેમની કાવ્યમય અભિવ્યક્તિ વહેવા લાગી - મત્વેતિ નાથ ! તવ સંસ્તનં મયેદ - મારભ્યતે તનુધિયાપિ તવ પ્રભાવાત્ । ચેતો હરિષ્યતિ સતોં નલિનીદલેષુ, મુક્તાફલઘુતિમુપૈતિ નનૂદબિંદુ: // સ્તુતિકારે પોતાની સમસ્યાઓને પ્રગટ થવાની તક પણ આપી અને તેમનું સમાધાન પણ શોધી લીધું. જે શ્રદ્ધા સહિત પોતાનું કાર્ય શરૂ કરે છે અને પ્રકૃતિનું અધ્યયન કરે છે તે સમાધાન શોધી લે છે. જે સમાધાન શોધવાનું નથી જાણતો તેને તે નથી મળતું. એવી વ્યક્તિ સામે સમસ્યા આવતાં જ અટવાઈ જાય છે. માનતુંગસૂરિ એટલા માટે અટવાયા નહિ કે પ્રકૃતિ તેમની સાથે હતી. પ્રકૃતિ એવું દર્પણ છે કે જેમાં પ્રત્યેક વ્યક્તિ સચ્ચાઈને પણ જોઈ શકે છે, ૩૬ ॥ ભક્તામર ઃ અંતસ્તલનો સ્પર્શ Page #39 -------------------------------------------------------------------------- ________________ પ્રતિબિંબને પણ જોઈ શકે છે અને તેની પાસેથી કાંઈક ને કાંઈક મેળવી લે છે. એ વ્યક્તિ ક્યારેય ઉત્તમ કવિ નથી બની શકતી કે જે પ્રકૃતિનું અધ્યયન નથી કરતી. આજપર્યત કાવ્યની જે પરંપરા રહી છે, જેમણે કાવ્યમાં વિશેષતા પ્રાપ્ત કરી છે તેમણે પ્રકૃતિનું ઊંડાણપૂર્વક અધ્યયન કર્યું છે. એમ લાગે છે કે માનતુંગસૂરિ ઉચ્ચ કક્ષાના કવિ છે. તેથી તેઓ પ્રકૃતિનું અધ્યયન કરી રહ્યા છે અને પ્રકૃતિનાં ઉપાદાનો દ્વારા સમસ્યાને ઉકેલી રહ્યા છે. સ્તુતિકારે સ્તુતિના મહત્ત્વનો અનુભવ કર્યો, સ્તુતિનું ઊંડાણ તથા તેની વિશાળતા જોઈને તેઓ અભય રહ્યા, ડર્યા નહિ. આ બંને વાતો તેમના માટે સહાયક બની અને તેનું પરિણામ એ આવ્યું કે તેમનું વિશિષ્ટ સ્તવન લોકો સમક્ષ પ્રસ્તુત થઈ શક્યું. તા 8 ૩૦ Page #40 -------------------------------------------------------------------------- ________________ ' . . : : : : ૫. સ્તવનનું પરિણામ સ્તવન ખૂબ મહત્ત્વપૂર્ણ ક્રિયા છે. “અસ્તસમસ્તદોષ” – સ્તવન એ છે કે જેના થકી તમામ દોષ મટી જાય છે. તમામ દોષોનો નાશ કરનાર છે – સ્તવન. ઉત્તરાધ્યયન સૂત્રમાં પૂછવામાં આવ્યું કે, તે સ્તવન કરવાથી શો લાભ થાય છે ? મહાવીરે ઉત્તર આપ્યો, ‘નાણદંસણચરિત્રબોકિલાભ જણાયઈ” – સ્તવન થકી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને બોધિનો લાભ થાય છે. આ લાભચતુષ્ટયી છે. અજ્ઞાન બહુ મોટો દોષ છે. ઘણુંખરું તેનાથી મોટો અન્ય કોઈ દોષ નહિ હોય. અજ્ઞાની શું કરશે – જ્યારે એને ખબર જ નથી કે હિત શું અને અહિત શું? પાપ શું અને પુણ્ય શું? – આ અજ્ઞાનતા બહુ મોટું પાપ છે. તેથી કહેવામાં આવ્યું કે, “અજ્ઞાનં ખલુ કષ્ટ” – અજ્ઞાન બહુ મોટુ કષ્ટ છે. સ્તવન કરવાથી અજ્ઞાનનો નાશ થાય છે. સ્તવનનો આ પ્રથમ લાભ છે. સ્તવનનો બીજો લાભ મિથ્યા દૃષ્ટિકોણનો નાશ થવો. મિથ્યા દૃષ્ટિકોણમાં કોઈપણ આચરણ સમ્યફ નથી હોઈ શકતું, સમસ્યા પેદા થઈ જાય છે. ત્રીજો લાભ છે – સ્તુતિ કરવાથી અનાચાર સમાપ્ત થાય છે, ચારિત્રનો લાભ મળે છે. ચોથો લાભ છે – દુર્લભ બોધિ સુલભ બની જાય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રની સમુચ્ચય અવસ્થા બોધિ છે. તે ત્રણ પ્રકારની હોય છે – જ્ઞાનબોધિ, દર્શનબોધિ અને ચારિત્રબોધિ. જેને બોધિ પ્રાપ્ત નથી થતી, તેને ન જ્ઞાન આવે છે, ન દર્શન આવે છે અને ન ચારિત્ર આવે છે. સ્તુતિના લાભ વિશે માનતુંગે જે કહ્યું તેનું સમર્થન ઉત્તરાધ્યન સૂત્ર કરે છે. અથવા ઉત્તરાધ્યયનમાં જે કહેવામાં આવ્યું તેનું કાવ્યાત્મક પ્રતિપાદન માનતુંગ કરી રહ્યા છે. બંનેની ફલશ્રુતિ એક જ છે. ૩૮. ભક્તામર અંતસ્તલનો સ્પર્શ જો , Page #41 -------------------------------------------------------------------------- ________________ સ્તવન પ્રમોદભાવનાની અભિવ્યક્તિ છે. તે ચેતનાના વિકાસની બહુ મોટી ઘટના છે. ગુણ ગ્રહણ કરવા એ અઘરું કામ છે. સામાન્ય માણસથી તે થઈ શકતું નથી. તે બીજા લોકોના ગુણ જાણે છે, સાંભળે છે, તેનો અનુભવ પણ કરે છે, પરંતુ કહી નથી શકતો. બીજા લોકોના ગુણોનું કીર્તન કરવું એ અઘરું કામ છે. જ્યાં બીજાઓની વિશેષતાની વાત આવે છે ત્યાં માણસ મૂંગો બની જાય છે. એમ તો માણસ મૌન નથી રહેતો, બોલ્યા જ કરે છે, પરંતુ જ્યાં બીજા લોકોની શ્લાઘા (પ્રશંસા)ની વાત આવે છે ત્યાં તે પૂર્ણ મૌન ધારણ કરી લે છે, વચનગુપ્તિ સાધી લે છે. તીર્થકર અને ગુરુની સ્તુતિ કરવામાં આવે છે, એ કોઈ મોટી વાત નથી. સ્તુતિ તો પ્રત્યેક વ્યક્તિની કરી શકાય છે. જેનામાં જે વિશેષતા હોય તેનું પ્રતિપાદન કરવું, વર્ણન કરવું એ સ્તુતિ છે અને એવી સ્તુતિ કરવાનું પ્રત્યેક વ્યક્તિ માટે શક્ય છે. એક સામાન્ય માણસની પણ સ્તુતિ થઈ જાય છે. અણુવ્રતભવન, દિલ્હીમાં પૂજ્ય ગુરુદેવનો ચાતુર્માસ હતો. ત્યાં પ્રવચન મંડળમાં એક ગરીબ રિક્ષાચાલકને લાવવામાં આવ્યો અને વિશાળ પરિષદ વચ્ચે તેની પ્રામાણિકતાની ખૂબ પ્રશંસા કરવામાં આવી. તે રિક્ષાચાલકને કીમતી સામાનથી ભરેલી બેગ મળી હતી. તેણે દર્શનાર્થી યાત્રીને તે બહુમૂલ્ય સામાન પાછો આપ્યો હતો તેથી તેની પ્રશંસા કરવામાં આવી. તેના નૈતિક ગુણોનું અભિવાદન કરવામાં આવ્યું. સ્તુતિ માત્ર અહંત, તીર્થકર, ઉપાધ્યાય, આચાર્ય અને સાધુની જ નથી થતી, સામાન્ય માણસની પણ થાય છે. જ્યારે સ્તુતિ થાય છે, ત્યારે આપણી પ્રમોદભાવના વિકસ્વર બને છે. પ્રમોદભાવના વગર સ્તુતિ કરવાનું શક્ય નથી. પ્રશ્ન એ છે કે તમામ દોષોનો નાશ શી રીતે થાય છે? તેનો એક યૌગિક ઉપાય છે અને તે એ છે કે તમે જે ગુણની ચર્ચા કરો, જે ગુણનું વ્યાખ્યાન કરો, જેના તરફ વારંવાર ધ્યાન આપો, તે ગુણ તમારી અંદર પ્રવેશી જશે અને બીજા અવગુણો ધીમે ધીમે નાશ પામતા જશે. આ યોગનો ગુણ-સંક્રમણનો એક મહત્ત્વનો સિદ્ધાંત છે – ગુણી જનને તેનો ગુણ બતાવો. તેનાથી તેને લાભ નથી થતો, હાનિ પણ થઈ શકે છે. તેનામાં અહંકાર જાગવાની ભારે શક્યતા રહે છે, પરંતુ ગુણાનુવાદ કરનારને તો અવશ્ય લાભ થશે જ. તમે જે પ્રકારની ચર્ચા કરશો, તેવું જ પરિણમન શરૂ થઈ જશે. તેથી વારંવાર તમે કોઈકના ગુણની ચર્ચા કરો, તમારું અજ્ઞાન ઓગળી જશે. વાતેવાતે બાહુબલીની ચર્ચા કરશો તો તમારું પરાક્રમ વધશે, શક્તિ વધશે, મનોબળ વધશે. મહાવીરની વારંવાર સ્તુતિ કરશો તો તમારી સહિષ્ણુતા વધશે, કષ્ટ સહન કરવાની શક્તિ વધશે, વીર્ય વધશે. Fી વાળી . આ જ રસ ''GE , બાવા લાગ્યા ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ . ૩૯ Page #42 -------------------------------------------------------------------------- ________________ આદિનાથની સ્તુતિ કરશો તો તમારું આત્મજ્ઞાન વધશે, તમે આત્મસ્થ બનશો. એનું તાત્પર્ય એ છે કે જેની સ્તુતિ કરવામાં આવશે તેની પ્રબળ વિશેષતા સ્તુતિકારમાં સંક્રાંત થશે. એ દૃષ્ટિએ કહી શકાય કે ગુણાનુવાદમાં એક રીતે પોતાનો સ્વાર્થ છે. વ્યક્તિ નિઃસ્વાર્થ ભાવે જ કામ નથી કરતી, દરેક કાર્યની પાછળ તેનો કોઈ ને કોઈ સ્વાર્થ જોડાયેલો હોય છે અને તે કોઈ ખરાબ વાત પણ નથી. હું એમ માનું છું કે જેનામાં સ્વાર્થની ચેતના નથી તેનામાં પરમાર્થની ચેનતા હોઈ શકે નહિ. એટલું ચોક્કસ કે તે સ્વાર્થ બીજાનું અહિત કરનારો ન હોવો જોઈએ. જ્યાં કોઈનું અનિષ્ટ ન થતું હોય તેવો સ્વાર્થ નિર્દોષ ગણાય. બીજાઓની સ્તુતિ કરીને તેના ગુણોને આપણે પોતાનામાં સંક્રાંત કરીએ છીએ તે વખતે આપણે એક રીતે દર્પણ જેવા બની જઈએ છીએ. નિર્મળ જળ જેવા બની જઈએ છીએ. દર્પણમાં અને નિર્મળ જળમાં જે કાંઈ આવે છે તે સંક્રાત થઈ જાય છે. માનતુંગસૂરિએ સ્તુતિના ક્રમમાં એક અત્યંત મહત્ત્વપૂર્ણ વાત કહી છે કે સ્તુતિની વાત તો ઘણી મોટી છે, તેનો અધિકાર મળે કે ન પણ મળે, પરંતુ હું તો એટલામાં જ સંતુષ્ટ થઈ જઈશ કે આપની કથા કરતો રહું. મારે બીજું કશું ન જોઈએ. કથા કરવાની, વાત કરવાની પ્રવૃત્તિ માણસમાં ખૂબ જ તીવ્ર હોય છે. માનવી બોલ્યા વિના રહી શકે એ બહુ કઠિન સાધના છે. બોલ્યા વગર રહી શકાતું નથી. કહેવાય છે કે બે છોકરીઓ મળે અને તે કંઈ પણ ન બોલે, તે શક્ય નથી. તે બંને ચૂપ રહી શકતી નથી. તેમની વાતો ક્યારેય ખૂટતી નથી. આખરે એવી કઈ મહત્ત્વપૂર્ણ વાત છે કે જેને તે કહ્યા વગર રહી શકતી નથી ? માણસની વાત જવા દો, બે પક્ષીઓ પણ મળી જાય છે ત્યારે ચાંચ ભેળવીને પોતપોતાની ભાષામાં વાત કરવાનું શરૂ કરી દે છે. કોઈ મૌન રહેતું નથી. કથાવાર્તામાં સૌ કોઈને રસ મળે છે, પરંતુ માનતુંગ ભારે અદ્દભુત વાત કહી રહ્યા છે, “હે પ્રભુ ! આપની આ કથા તમામ પાપોનો નાશ કરનારી છે.” વીતરાગ સ્રોત્રમાં કહેવામાં આવ્યું કે, “ભગવાન !મારું આયુષ્ય આપની વાતચીત કરવામાં વીતે, બસ, એથી વિશેષ મારે કાંઈ ન જોઈએ.” સ્થાનાંગ સૂત્રમાં ચાર પ્રકારની કથાઓ બતાવવામાં આવી છે – આક્ષેપણી, વિક્ષેપણી, સંવેદની અને નિર્વેદની. આ પરમાર્થની કથાઓ છે. પરમાર્થની વાત કરવાથી ગુણોનો વિકાસ થાય છે. તેની વિપરીત ચાર પ્રકારની વિકથાઓ છે – કામકથા, દેશકથા, ભક્તકથા અને રાજકથા. આ ચારેય વિકથાઓ છે. તેનાથી ગુણોનો વિકાસ નથી થતો. માત્ર ઇન્દ્રિય ચેતનાના સ્તર ઉપર જીવનાર વ્યક્તિ જ આવી કથાઓ કરે છે. જે માણસ ઈન્દ્રિય ચેતનાના સ્તર ઉપર જીવે છે, તે વૃક્ષ, ૪૦. ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ . , , " . " રીતે કરી Page #43 -------------------------------------------------------------------------- ________________ છોડ કે વનસ્પતિ સમાન પ્રાણી હોય છે, વિકસિત પ્રાણી નથી હોતો. જેનામાં અધ્યાત્મની ચેતના જાગી જાય છે, તે વ્યક્તિ આ કથાઓમાં રસ નથી લેતી. તેની કથા પછી બીજા પ્રકારની બની જાય છે. માનતુંગ આચાર્ય કહે છે કે, ‘આપની સ્તુતિ તો ઘણી મોટી વાત છે, તેમાં હું સક્ષમ નથી, તેથી આ કામને હું અન્ય યોગ્ય લોકો માટે છોડું છું. હું આપની કથા કહી શકું એ જ મારે માટે તો ઘણું છે.’ પોતાના આ કથનને તેઓ એક ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરે છે. સૂરજ ધરતીથી અનંત ઊંચાઈ ઉપર છે, છતાં તેનું એક નાનકડું કિરણ સરોવરમાં રહેલા કમળને વિકસિત કરી દે છે. એ નાનકડા કિરણનું માહાત્મ્ય છે કે તે ધરતી ઉપર હજારો-લાખો કમળોને વિકસિત કરી દે છે. આચાર્ય માનતુંગ આદિનાથ ભગવાનના સ્તવનને સૂર્ય સમાન સમજીને કહે છે કે તે દૂર હોય કે નજીક, તેનું એક કિરણ મળી જાય તો મારું હૃદયકમળ ખીલી ઊઠશે. આસ્તાં તવ સ્તવનમસ્તસમસ્તદોષ, ત્વત્સંકથાપિ જગતાં દુરિતાનિ હન્તિ । દૂરે સહસ્રકિરણઃ કુરુતે પ્રભૈવ, પદ્માકરેવુ જલજાનિ વિકાસભાજ઼િ ।। ૠષભની આ કથા આચાર્યે આત્મકર્તૃત્વવાદથી શરૂ કરી. જૈનદર્શનમાં આત્મા જ પ્રમાણ છે, પુરુષ જ પ્રમાણ છે. અન્ય કોઈ વાતનું પ્રામાણ્ય નથી. મોટે ભાગે દાર્શનિકો ગ્રંથોને પ્રમાણ માને છે, વેદ પ્રમાણ છે, પુરાણ પ્રમાણ છે, બાઇબલ પ્રમાણ છે, કુરાન પ્રમાણ છે. તેમની દૃષ્ટિએ આ ગ્રંથોથી મોટું કોઈ પ્રમાણ નથી, પરંતુ કોઈ જૈનદાર્શનિકને પૂછવામાં આવે કે સ્વતઃ પ્રમાણ કોણ છે ? સ્થાનાંગસૂત્ર પ્રમાણ છે ? ઉત્તરાધ્યયનસૂત્ર પ્રમાણ છે ? તો તે કહેશે કે ના, આગમ પ્રમાણ છે. પ્રશ્ન થશે કે આગમ કોણ છે ? કહેવામાં આવ્યું કે જે યથાર્થવક્તા અને યથાર્થવેત્તા છે, તે આગમ છે. તે આગમપુરુષ છે. વળી પાછો પ્રશ્ન થશે કે આપણે તો આચારાંગને આગમ કહી છીએ, સૂત્રકૃતાંગને આગમ કહીએ છીએ. ઉત્તર આપવામાં આવ્યો કે, ‘ઉપચારાત આપ્તવચનં ચ’ આ ઉપચારોથી આપ્તવચન છે, પરંતુ સ્વતઃ પ્રમાણ નથી. સ્વતઃ પ્રમાણ છે – કેવળજ્ઞાની, અવધિજ્ઞાની, મનઃપર્યવજ્ઞાની, ચતુર્દશપૂર્વી અને દશપૂર્વી. આ સ્વતઃ પ્રમાણ છે, આગમ છે શેષ ઉપચારથી આગમ છે, વાસ્તવિક આગમ નથી. જૈનદર્શનમાં પુરુષને જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. પુરુષ જ પ્રમાણ છે, એ જ આગમ છે, કારણ કે જૈનદર્શન આત્મકર્તૃત્વને સ્વીકારે છે. તેમાં આત્માનો સ્વીકાર છે અને પરમાત્માનો અસ્વીકાર છે. તે પરમાત્મા કે જે બીજાઓના ભાગ્યનું નિર્માણ કરે છે, નિર્ણય કરે છે, તે પરામાત્મા જૈનદર્શનને માન્ય નથી. જ્યાં પરમાત્મવાદ કે = ભક્તામર ઃ અંતસ્તલનો સ્પર્શ ૪૧ Page #44 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વરવાદ છે ત્યાં ઈશ્વર હંમેશાં ઈશ્વર ૨હેશે અને આત્મા હંમેશાં તેને આધીન રહેશે, હંમેશાં તેની કઠપૂતળી બનીને રહેશે. મોક્ષ પણ હશે તો તેમાં આત્માનો વિલય થઈ જશે. અસ્તિત્વ સમાપ્ત થઈ જશે. જૈનદર્શનના મત મુજબ સંસારી અવસ્થામાં પણ આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ છે અને મુક્ત અવસ્થામાં પણ તેનું અસ્તિત્વ ટકી રહે છે. તે કશામાં વિલીન થતું નથી. આ જ દર્શનના આધારે માનતુંગે કહ્યું - નાત્યદ્ભુતં ભુવનભૂષણ । ભૂતનાથ ! ભૂતગુંÎભુવિ ભવન્તમભિરુવન્તઃ । તુલ્યા ભવન્તિ ભવતો નનુ તેન કિં વા, ભૂત્યાશ્રિતં ય ઇહ નાત્મસમં કરોતિ ।। હે ભુવનભૂષણ ! હે ભૂતનાથ ! એમાં કશું જ આશ્રર્ય નથી કે આપ બીજાઓને આપના પોતાના સમાન બનાવી દો છો અથવા બીજા લોકો આપના સમાન બની જાય છે. એવા ભગવાનનો શો અર્થ કે જે ભક્તને પોતાના સમાન ન બનાવે ? એમ નથી થયું કે મહાવીર સદાય ઊંચે રહ્યા અને ગૌતમ સદાય નીચે રહ્યા. એક દિવસ ગૌતમ પણ મહાવીર બન્યા. ગૌતમ ખૂબ જ્ઞાની હતા પરંતુ એક દિવસ તેઓ ખિન્ન થઈ ઊઠ્યા. મહાવીરે કહ્યું, ગૌતમ ! તું આ રીતે ખિન્ન ના થઈશ. એક દિવસ એવો આવશે કે જ્યારે તું અને હું અભિન્ન બની જઈશું, એકાર્થક બની જઈશું. મહાવીર તરફથી આ ખૂબ મોટું આશ્વાસન હતું. ગૌતમ માટે. બીજાને પોતાના સમાન બનાવી દેવો એ ઘણી મોટી વાત છે. એ ઇચ્છનીય નથી કે ભક્ત સદાય ભક્ત બની રહે અને ભગવાન સદાય ભગવાન બની રહે. મને તો એવા ભગવાન જરા પણ પસંદ નથી. મને તો એ ભગવાન પસંદ છે કે જે આપણને પણ તેમના સમાન બનાવી દે. જૈનદર્શનનો આ જે આત્મકર્તૃત્વનો સિદ્ધાંત છે, આત્માથી પરમાત્મા બનવાનો સિદ્ધાંત છે, તે અત્યંત આકર્ષિત કરનારો સિદ્ધાંત છે. આ જ સિદ્ધાંતના આધારે સ્તુતિ કરતાં માનતુંગે કહ્યું કે, ‘પ્રભુ ! ભૂતગુણો - યથાર્થ ગુણો થકી જે આપની સ્તુતિ કરે છે, તે આપના જ સમાન બની જાય છે.’ મહાવીર કેવળી બન્યા, ગૌતમ પણ કેવળી બની ગયા. મહાવીર મુક્ત બન્યા, ગૌતમ પણ મુક્ત બની ગયા. મહાવીર સિદ્ધ અવસ્થામાં છે, ગૌતમ પણ સિદ્ધઅવસ્થામાં છે. ન હીન કે ન વિશેષ ! ન અલ્પ કે ન અધિક - બંને સમાન ! – માનતુંગે કહ્યું, પ્રભુ ! આપની સ્તુતિમાં મારો પણ એક સ્વાર્થ છે અને તે એ છે કે આપની સ્તુતિ કરીને હું પણ આપના જેવો જ બની જાઉં. જે પોતાના સમાન ઐશ્વર્યયુક્ત ન બનાવી શકે, એવા ભગવાનનો શો અર્થ ? ૪૨ – ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ Page #45 -------------------------------------------------------------------------- ________________ રાજનીતિમાં તો એમ બને છે કે કોઈ પોતાના કરતાં આગળ કોઈને પણ જવા દેવા નથી ઇચ્છતું. કોઈ આગળ જાય તો તેનાથી પોતાના અસ્તિત્વ સામે જોખમ પેદા થાય છે. એક સમય એવો હતો કે દેશમાં એક જ ચૂંટણીપંચ હતું. રાષ્ટ્રપતિએ અધ્યાદેશ આપીને ચૂંટણી-આયોગને ત્રણ સભ્યોનું બનાવી દીધું. એકમાંથી ત્રણ કરી દેવાથી મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચી ગયો. જૈનદર્શને આ એકાધિકારને સમાપ્ત કરી દીધો. તેની માન્યતા છે કે સૌને સમાન બનાવી દેવાથી કોઈ સમસ્યા બાકી રહેતી નથી. સમસ્યા ત્યાં જ ઊભી થાય છે કે જ્યાં અસમાનતા હોય છે, વર્ગભેદ હોય છે, ઊંચ-નીચની વાત હોય છે. અનુત્તર વિમાનના દેવતાઓ સમાન હોય છે. તેમનામાં ન કોઈ સ્વામી હોય છે કે ન કોઈ સેવક હોય છે. તેમનામાં ક્યારેય વિવાદ થતો નથી. સૌ પોતપોતાની મસ્તીમાં રહે છે. કોઈ કોઈને દખલ કરતું નથી. તે લોકો કોઈપણ પ્રકારની વાતમાં પણ રસ લેતા નથી. તેઓ અહમિન્દ્ર છે અને ખૂબ શાંતિપૂર્વક પોતાનું જીવન જીવે છે. જ્યાં સમાનતા હોય છે, ત્યાં તમામ વિવાદો આપોઆપ શમી જાય છે. તેથી આચાર્ય માનતુંગે આત્મકર્તુત્વના દર્શનના આધારે સ્તુતિ કરીને પોતાની ભાવના વ્યક્ત કરી. આ બંને શ્લોકોમાં આચાર્યનું આત્મનિવેદન અત્યંત મહત્ત્વનું છે. ભગવાન આદિનાથની સ્તુતિ કરીને એક દિવસ હું પણ સ્વયં ઋષભ બની જઈશ – આચાર્ય માનતુંગ એવા આત્મવિશ્વાસના સાક્ષાત્ નિદર્શન બની ગયા. * * . - - - . 3: - - બારી કાકા (૧ ડી ડી ડી : ભકતામર : તાલ - - Page #46 -------------------------------------------------------------------------- ________________ a * જ .. એસ્સૌંદર્યની મીમાંસા આચાર્ય માનતુંગના મનમાં સ્તુતિની સાથે સાથે અનેક પ્રશ્નો અને અનેક વિકલ્પો જાગી રહ્યા છે. પ્રથમ વિકલ્પ એ જાગ્યો કે આપનું સ્તવન કરવાનું તો ઠીક, પરંતુ આપની કથા કહેવાનું પણ મુશ્કેલ છે. બસ, આપની કથા કહેતો રહું એ જ ઘણું છે. બીજો વિકલ્પ એ જાગ્યો કે આપની સ્તુતિ જ નહિ, આપનાં દર્શન પણ પર્યાપ્ત છે, કારણ કે જે વ્યક્તિએ આપનાં દર્શન કરી લીધાં તેનું મન પછી અન્ય કોઈ પણ ચીજમાં નહિ લાગે. આ એક સત્ય છે. જે સર્વાધિક આકર્ષણનું કેન્દ્ર હોય છે, તેનાં દર્શન થઈ જાય તો પછી નાનીમોટી ચીજોને જોવાનું આકર્ષણ આપોઆપ સમાપ્ત થઈ જાય છે. માનતુંગ કહે છે કે આપનાં દર્શન જ્યારથી કર્યા છે, ત્યારથી મારી પાંપણો અલપક રહી છે. અનિમેષ નજરે હું જોતો જ રહ્યો છું. આ આંખો હવે અન્ય ક્યાંય સંતોષ પામતી નથી. જ્યાં સુધી આપનાં દર્શન કર્યા નહોતાં, ત્યાં સુધી આ આંખો ચારે તરફ દોડતી હતી – કોઈક પ્રિય વસ્તુનાં દર્શનની ઇચ્છાથી. આપનું દર્શન પરમદર્શન બની ગયું. મારી આંખો આપના તરફ સ્થિર બની ગઈ છે. હવે બીજું કશું જોવાની ઇચ્છા જ રહી નથી. એક વ્યક્તિને એક દિવસ ચક્રવતની ખીર ખાવા મળી ગઈ. તે ખીર એવી હોય છે કે જે અત્યંત વિરલ દૂધમાંથી બનાવેલી હોય છે. એક લાખ ગાયોનું દૂધ મેળવવામાં આવે છે. તે દૂધને એક હજાર ગાયોને પીવડાવવામાં આવે છે. ત્યાર બાદ તે ગાયોને દોહવામાં આવે છે. પછી તે દૂધમાં વિશિષ્ટ પ્રકારનાં દ્રવ્યો નાખીને ખીર બનાવવામાં આવે છે. આવી ખીર ખાઈને કોણ મુગ્ધ ન બને? તે વ્યક્તિએ ખીર ખાઈને પરમતૃપ્તિનો અનુભવ કર્યો. ચક્રવર્તીનો આદેશ હતો કે રાજ્યના પ્રત્યેક ઘરમાં તેને ખીર-ખાંડનું ભોજન મળવું જોઈએ. બીજે દિવસે તે અન્ય ઘરોમાં જઈને ખીર માંગીને ખાવા લાગ્યો. એક પણ ઘરની ખીરથી તેને ૪૪. ભકતામર અંતસ્તલનો સ્પર્શ . થી જ E જ બોલાવી છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ બેવો સ્વાદ અને એવી તૃપ્તિ ન મળ્યાં, જે ચક્રવર્તીની ખીરમાંથી મળ્યાં હતાં. અન્ય ઘરોની ખીર ખાતી વખતે તેનું મન ચક્રવર્તીની ખીર ખાવા માટે લલચાઈ - ઊઠતું, પરંતુ તે મળે શી રીતે ? જે વ્યક્તિએ હંમેશાં લોટના પાણીને દૂધ સમજીને પીધું હોય, તેને જો બસલી દૂધ મળી જાય તો પછી શું લોટના પાણી પ્રત્યે તેને આકર્ષણ રહે ખરું? એ ક્યારેય શક્ય નથી. માનતુંગ કહે છે કે હે પ્રભુ મારે પણ એવી જ સમસ્યા પેદા થઈ છે. બાપનાં દર્શન કર્યા પછી હવે મારી આંખો અન્યત્ર ક્યાંય સંતોષ પામતી નથી. તેમને માટે હવે કોઈ આકર્ષણ બાકી રહ્યું નથી. અન્ય વસ્તુઓમાંથી રૂચિ દૂર થઈ ને માત્ર આપનામાં જ કેન્દ્રિત થઈ ગઈ છે. હવે આપ જ કહો, જેણે ક્ષીરસમુદ્રમાં દુગ્ધ-પાન કર્યું હોય તેને પછી શું ખારા કૂવાનું જળ ગમે ખરું ? દવા ભવન્તમનિમેષવિલોકનીય, નાન્યત્ર તોષમુપયાતિ જનસ્ય ચક્ષુઃ / પીત્યા પયઃ શશિકરતિદુપ્પસિન્ધો : ક્ષારં જલ જલનિધેિ: રસિતું કઃ ઈચ્છત // પ્રશ્ન ઉદ્ભવે છે કે તીર્થકરોમાં એવી કઈ વિશેષતા છે કે તેમનાં દર્શન કરી લીધા પછી અન્ય કોઈ ઉપર દૃષ્ટિ અટકતી નથી ? જો આ પ્રશ્નનો જવાબ શોધીએ તો એક કારણ ખૂબ સ્પષ્ટ જોવા મળે છે અને તે એ છે કે આકૃતિ અને રંગ-રૂપનું જેટલું આકર્ષણ હોય છે, તેના કરતાં અનેક ઘણું વધુ આકર્ષણ પવિત્રતાનું હોય છે, વીતરાગતાનું હોય છે. કોઈ વ્યક્તિ સુંદર નથી, રૂપ-રંગે હીન છે, પરંતુ અતિશય શાંતિથી સંપન્ન છે તો તેનું ક્ષણિક સાંનિધ્ય પણ બીજા લોકોને અતિશય સુખ આપનારું બની રહેશે. સૌથી મોટું આકર્ષણ હોય છે -- શાંતિનું, આભામંડળની પવિત્રતાનું અને વીતરાગતાનું. વીતરાગતા, શાંતિ અને આભામંડળની પવિત્રતા – તેમાં ચુંબકીય આકર્ષણ હોય છે. જેવી રીતે ચુંબક લોખંડને પોતાના તરફ આકર્ષે છે, તેવી જ રીતે આ ગુણો પ્રત્યેક વ્યક્તિને પોતાના તરફ આકર્ષે છે. દિલ્હી–પ્રવાસ દરમ્યાન પૂજ્ય ગુરુદેવ એક આશ્રમમાં પધાર્યા. આશ્રમના અધિષ્ઠાતા વયોવૃદ્ધ વ્યક્તિ હતા. તેમના ચહેરા ઉપર કરચલીઓ હતી અને તેમના કેશ શ્વેત હતા. ઘડપણનાં લક્ષણો સ્પષ્ટ હતાં તેમના શરીર ઉપર. તેમ છતાં તમામ લોકોની આંખો તેમના ઉપર સ્થિર થઈ જતી હતી. સૌથી મોટું આકર્ષણ શાંતિનું હોય છે. શાંતિનો સ્ત્રોત કષાયનું ઉપશમન અથવા વીતરાગતા છે. જે વ્યક્તિમાં જેટલી વીતરાગતા હશે, તેના ચહેરા ઉપર એટલી જ શાંતિ હશે, એટલું જ તેનું આકર્ષણ વધશે અને દરેક વ્યક્તિ તેને જોવા ઇચ્છશે. હકીકત કહી ન કdf/5. કશs. We SLID} : " . ભકતામર : અંતસ્તલનો સ્પર્શ ૪૫ Page #48 -------------------------------------------------------------------------- ________________ સૌંદર્યમાં સહજ જ આકર્ષણ હોય છે. એક સુંદર છોકરી રસ્તા ઉપર જઇ રહી હતી. એક છોગાળા યુવાને તેને જોઈ, તે મુગ્ધ થઈને ઊભો રહ્યો. તેણે છોકરીને પૂછ્યું, ‘મારે તને કંઈક કહેવું છે. શું તું મારી સાથે વાત કરીશ ?' છોકરી હોશિયાર હતી. તેણે કહ્યું, ‘કદાચ મને સુંદર જોઈને જ તું આવી વાત કરી રહ્યો છે. મારી પાછળ મારી બહેન આવી રહી છે, તેને જોઈને તું મને ભૂલી જઈશ.’ યુવક તરત જ પાછો વળ્યો અને પાછળ આવી રહેલી છોકરી તરફ આગળ વધ્યો. સાક્ષાત અમાસની રાત્રિ જેવી તે છોકરી હતી. તે ઝડપથી દોડીને ફરીથી પેલી છોકરી પાસે પહોંચ્યો અને બોલ્યો, ‘તેં ખોટી વાત કહીને મારી સાથે દગો કર્યો છે.’ છોકરીએ કહ્યુ, ‘દગો મેં તને નથી કર્યો, તું મને દગો કરી રહ્યો છે. મારા કરતાં વિશેષ સુંદર કોઈક અન્ય હોવાની વાત સાંભળીને તું એ તરફ દોડી ગયો હતો.’ સૌંદર્યનું આવું તારતમ્ય સર્વત્ર જોવા મળે છે. એક કરતાં બીજું ચઢિયાતું છે, બીજાં કરતાં ત્રીજું ચઢિયાતું છે અને ત્રીજા કરતાં ચોથું ચઢિયાતું છે. કોને પરમ સુંદર માનવું તે કહેવું મુશ્કેલ છે. પરંતુ એ ધ્રુવ સત્ય છે કે જેને જોઈને મનમાં ક્રોધ જાગે, તે ભલે ગમે તેટલું સુંદર હોય તો પણ વાસ્તવમાં સુંદર નથી. જેની આકૃત્તિ ઉપર છળ-કપટ, માયા અને પ્રવંચના પડછાયા હોય તે ક્યારેય સુંદર ન હોઈ શકે. એવી વ્યક્તિની આકૃતિ પળે પળે બદલાતી રહે છે. એક ક્ષણમાં તે સુંદર અને ભલી લાગે છે, તો બીજી જ ક્ષણે તે ભઠ્ઠી અને કુરૂપ દેખાવા લાગે છે. માનતુંગસૂરિ ભગવાન આદિનાથની સ્તુતિ કરતાં કહે છે કે, હે ભગવાન ! આવો સુંદર અને શાંતિમય આકાર મેં અન્યત્ર ક્યાંય જોયો નથી. તેથી હું અભિભૂત છું. એ સ્પષ્ટ છે કે આચાર્ય માનતુંગ કોઈ બાહ્ય સૌંદર્ય જોઈને આવું કહી રહ્યા નથી. કોઈ બાહ્ય સૌંદર્યમાં તેઓ અટવાતા જ નથી. જ્યારે અમે અજંટા અને ઈલોરાની ગુફાઓ જોઈ, તેમના સૌંદર્યને નિહાળ્યું ત્યારે મેં એક દીર્ઘ કવિતા લખી. તે કવિતાની એક પંક્તિ આ પ્રમાણે છે ઃ ‘બાહર કા સૌંદર્ય યહાં તો ભીતર કા પ્રતિબિંબ રહા હૈ ’ બહાર જે સૌંદર્ય દેખાય છે, તે ભીતરનું જ પ્રતિબિંબ છે. માનતુંગની વાત અંતરંગ સૌંદર્યના સંદર્ભમાં છે. તેઓ કહે છે કે આપે આપના આત્માને એવો સુંદર બનાવી દીધો, આપની ચેતનાને એવી સુંદર બનાવી દીધી, આપના ભાવોને એવા સુંદર બનાવી લીધા કે હવે તે સૌંદર્ય આપની ભીતર-બહાર ચારે તરફથી ટપકી રહ્યું છે. આ સૌંદર્યબોધ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. કલા અને સૌંદર્ય વગર દર્શનની વાત પણ વિચારી શકાતી નથી. આજકાલ સૌંદર્ય દર્શનની એક શાખા બની ગઈ છે. સૌંદર્યની મીમાંસા કરવામાં આવે છે. અનેક આચાર્યોએ ભીતરના સૌંદર્યને ૪૬ = ભક્તામર ઃ અંતસ્તલનો સ્પર્શ Page #49 -------------------------------------------------------------------------- ________________ સમજવાનો વિવેક આપ્યો છે. એક સંતે કોઈકને પૂછ્યું, “એમ તો પછી પશુ પણ બુદ્ધિશાળી કહેવાશે, કારણ કે તે પણ પોતાના શત્રુને મિત્ર સમજે છે. જાનવરો અને જંતુઓમાં બદલાની અદ્ભુત ભાવના જોવા મળે છે.” સંતે સ્વયં પોતાના આ તર્ક દ્વારા ઉત્તરદાતાને મૌન બનાવી દીધો. સ્વયં પોતાના જ પ્રશ્નનો ઉત્તર આપતાં સંતે કહ્યું, “બુદ્ધિમાન એ છે જે વિવેક કરવાનું જાણે છે કે ખરાબ ચીજોમાં સૌથી વધુ ખરાબ ચીજ કઈ છે અને સારી ચીજોમાં સૌથી વધુ સારી ચીજ કઈ છે. જેનામાં આ વિવેક હોય તે બુદ્ધિશાળી છે.” ખરેખર માનતુંગે સૌથી સુંદર વસ્તુનો વિવેક કરીને પોતાની બુદ્ધિમત્તાનો પરિચય આપ્યો છે. સૌંદર્યશાસ્ત્રના સૌથી મોટો પ્રશ્ન તેમણે હલ કરી દીધો કે સૌથી વિશેષ સુંદર કોણ છે. પોતાની વાતને વિશેષ સ્પષ્ટ કરતાં આચાર્ય કહે છે કે, હે પ્રભુ ! હું આપના સૌંદર્યની જે વાત કહી રહ્યો છું તે નિરાધાર નથી. મારી પાસે તેનો નક્કર આધાર છે. તે આધાર ભૌતિક પણ છે અને આધ્યાત્મિક પણ છે. ભૌતિક આધાર એ છે કે જે પરમાણુઓ દ્વારા આપની રચના થઈ છે, તેવા પરમાણુ અન્ય નથી. આપનું શરીર નિર્મિત થયા પછી તે પરમાણુઓ પણ સમાપ્ત થઈ ગયા, બાકી રહ્યા નથી. જે માટીમાંથી આ પૂતળું રચવામાં આવ્યું, તે માટી એકલી જ હતી – આ વાત સાહિત્યમાં ઘણી વખત કહેવામાં આવે છે. માનતુંગ પણ કહે છે કે જે પરમાણુ દ્વારા આપની રચના થઈ, તે એટલા જ હતા તેથી આપના જેવું બીજું કોઈ ક્યાંથી હોય ? શી રીતે હોય ? અનંત પરમાણુઓના સ્કધંથી જગત સભર છે તેથી આપનું શરીર જે પરમાણુઓમાંથી બન્યું છે, તેની વિશેષતા શી છે ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં આચાર્ય કહે છે કે આપના પરમાણુઓ શાંત, રાગ-રુચિવાળા છે. શાંત-રાગ-રુચિ આ પદના બે અર્થ થઈ શકે છે. એક અર્થ એ કે જેમણે રાગને શાંત કરી દીધો છે અથવા જેમની રાગની રુચિ શાંત થઈ ગઈ છે. રાગનું તાત્પર્ય રાગ-દ્વેષ બંને સાથે છે. મૂળવૃત્તિ રાગ છે. તેષ તો તેનો ઉપજીવી છે. રાગ છે તેથી જ દ્વેષ થાય છે. રાગ ન હોય તો દ્વેષ થશે જ નહિ. માનતુંગ કહે છે કે જે પરમાણુઓએ આપની રાગ-રુચિને શાંત કરી દીધી, તે દુર્લભ છે. તેનો બીજો અર્થ એ છે કે એવું શરીર દુર્લભ છે, જે શરીરમાંથી શાંતરસનાં કિરણો પ્રસરી રહ્યાં હોય. નવ રસોમાં કેટલાક લોકોએ શાંતરસને મુખ્ય માન્યો છે, તો કેટલાક લોકોએ શૃંગારરસને મુખ્ય માન્યો છે. ફ્રોઈડની માનસિક અવધારણા વિશે વિચાર કરીએ તો શ્રૃંગારરસ મુખ્ય લાગે છે. અભિનવ ગુક્ત કહ્યું – [શાંત એવ રસ:.] વાસ્તવમાં શાંતરસ જ રસ છે. બાકીના રસ ક્ષણિક હોય છે. આવે છે અને ચાલ્યા જાય છે. સ્થાયી રસ તો એક માત્ર શાંતરસ જ છે. આપણે આ વાતની મીમાંસા કરીએ - કોઈ વ્યક્તિ ચોવીસ કલાકમાં શાંત કેટલો વખત રહે છે અને | Par : રતક !) કફ ' . ભક્તામર: અંતસ્તલનો સ્પર્શ . ૪૭ Page #50 -------------------------------------------------------------------------- ________________ ગુસ્સામાં કેટલો વખત રહે છે. હું નિશ્ચિત રૂપે કહી શકું છું કે વ્યક્તિ શાંત વધુ વખત રહે છે. કોઈ વ્યક્તિ ગુસ્સામાં બે કલાક રહેશે, ચાર કલાક રહેશે, પરંતુ ચોવીસે કલાક તો ગુસ્સામાં રહી શકતી નથી. બહુ ઝઘડાળુ હશે તો દિવસમાં વીસ વખત ગુસ્સો કરી લેશે. પરંતુ આખો દિવસ તો કોઈ ગુસ્સો કરતું જ નથી. વ્યક્તિ શાંત વધુ અને અશાંત ઓછી રહે છે. ક્રોધ અલ્પ સમય રહે છે, શાંતિ વધુ વખત રહે છે. સ્વાભાવિક કોણ છે ? સ્વાભાવિક એ છે કે જે વધુ વખત રહેતું હોય. જે નિમિત્ત મળવાથી પેદા થતું હોય તે અસ્વાભાવિક કે વૈભાવિક છે. ક્રોધ કોઈ નિમિત્તનું પરિણામ હોય છે. એક માણસ શાંત બેઠો છે. કોઈકે આવીને કંઈક કઠોર વાત કહી અથવા તેને ગાળ દીધી. તે વ્યક્તિને તરત જ ગુસ્સો આવી ગયો. જો શાંત વ્યક્તિને કોઈ ઉત્તેજિત ન કરે તો તે ક્રોધ કોના ઉપર કરશે ? તર્કશાસ્ત્રનું સૂત્ર છે કે નિમિત્તના અભાવે નૈમિત્તિકનો પણ અભાવ થઈ જાય છે. નિમિત્ત નહિ હોય તો નૈમિત્તિક પણ નહિ હોય. આ નિમિત્તની વાત ખૂબ મહત્ત્વની છે. તમામ રસોની ઉત્પત્તિ નિમિત્તો દ્વારા જ થાય છે. હાસ્ય, શૃંગાર, કરણ, રૌદ્ર, વીર, ભયાનક વગેરે તમામ રસ નિમિત્તો દ્વારા જ પેદા થાય છે. નિમિત્ત ન રહે તો પછી કયો રસ રહેશે ? શાન્તમેવાવશિષ્યતે– માત્ર શાંત રસ જ રહેશે. કોઈ વ્યક્તિ ચોવીસ કલાક ન હસી શકે છે, ન શૃંગાર કરી શકે છે, ન રડી શકે છે, પરંતુ તે શાંત રહી શકે છે. જો માનવી પોતાના આવેગ-આવેશ ઉપર નિયમનની સાધના કરી લે તો પ્રતિક્ષણ શાંતરસમાં લીન રહી શકે છે. માનતુંગ સ્તુતિ કરતાં કહે છે કે શાંતભાવનાં કિરણોવાળા પરમાણુઓ થકી આપનું શરીર નિર્માણ પામ્યું છે. તે પરમાણુઓ એટલા જ હતા. જો એવા પરમાણુઓ બીજા હોત તો સૌ કોઈનું ચિત્ત શાંતરસથી આર્દ હોત. જૈનદર્શનનો આ જ મર્મ છે. તીર્થકર એ હોય છે કે જે સૌથી વધુ શાંત હોય છે. તીર્થકરોને ક્રોધ ક્યારેય આવતો જ નથી. મહાવીર સમક્ષ સાધનાકાળ દરમ્યાન અનેક ભયાનક ઉપસર્ગો આવ્યાં છતાં તેઓ ક્યારેય વિચલિત ન થયા. જૈન સાહિત્યમાં ક્યાંય પણ એવો ઉલ્લેખ નથી મળતો કે મહાવીર ક્યારેય ક્રોધિત કે ઉત્તેજિત થયા હોય. ક્રોધ ન હોય તો ઘણા બધા ઝેરી પરમાણુઓ નષ્ટ થઈ જાય. વૈજ્ઞાનિક પરીક્ષણ કરવામાં આવ્યું નખના આધારે. નખમાં સેંકડો પ્રકારનાં રસાયણો મળે છે. જ્યારે ખરાબ ભાવ જાગે છે ત્યારે તે, શરીરમાં એક પ્રકારના વિષનું નિર્માણ કરે છે. આ વિષનો પ્રભાવ નખ ઉપર અત્યંત શીધ્ર જોવા મળે છે. સાપ, વીંછી જેવા જીવોને ખૂબ ઝેરી માનવામાં આવે છે, પરંતુ માનવીને સર્વાધિક ઝેરી માનવામાં આવ્યો છે. ભગવતી સૂત્રમાં કહ્યું છે કે માણસ એટલો બધો ઝેરી હોય છે કે પોતાના શરીરના વિષથી તે હજારો કોષ દૂર રહેલી વ્યક્તિને પણ પ્રભાવિત કરી શકે છે, સમાપ્ત કરી શકે છે ! એટલું બધું ઝેર માનવીના શરીરમાં હોય ૪૮ ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ , પ લાઈના કાકા અમદા થાય Page #51 -------------------------------------------------------------------------- ________________ છે ! કેટલાક લોકો પોતાના શરીરમાં એટલું બધું ઝેર એકઠું કરી લે છે કે સાપ કે વીંછી પણ તેમના ઝેરથી મૃત્યુ પામે છે. તેવા માણસને કોઈપણ ડંખે તો તે મરતો નથી. ઊલટાનું ડંખનાર જ મૃત્યુ પામે છે ! જેનામાં આ આવેગ, આવેશ, અશુદ્ધ વિચાર અને અશુદ્ધભાવ હોય છે. તેનું સમગ્ર શરીર ઝેરી બની જાય છે. શાંતરસના પરમાણુઓથી નિર્મિત વ્યક્તિનું આભામંડળ એટલું બધું પવિત્ર હોય છે કે તેને ગમે તેટલું જુઓ તો પણ તૃપ્તિ થતી નથી. આજકાલ આભામંડળ ઉપર ઘણું બધું કામ થઈ રહ્યું છે. જેનું આભામંડળ પવિત્ર હોય તેની પાસે જઈએ તો સુખ અને શાંતિનો અનુભવ થશે. જેનું આભામંડળ દૂષિત હોય તેની નજીક જઈએ તો બેચેનીનો અનુભવ થશે. એ જ આભામંડળની પવિત્રતા જ વ્યક્તિને આકર્ષિત કરે છે, માત્ર રૂપ-રંગ કોઈને આકર્ષિત કરતાં નથી. ન માનતુંગ જે બીજી વાત કહે છે તે એ છે કે ત્રિભુવનેકલલામભૂતઃ – આપ ત્રણે લોકમાં લલામભૂત છો. લલામનો એક અર્થ છે તિલક. આપ ત્રણે લોકમાં તિલક સમાન છો. ચક્રવર્તી સમ્રાટોના ગળામાં સુશોભિત માળાને લલામ કહેવામાં આવે છે. આપ ત્રણે લોકના લલામ બની ગયા છો. આપના જેવું ત્રણે લોકમાં બીજું કોઈ જોવા મળતું નથી. આચાર્ય માનતુંગની આ સમગ્ર સ્તુતિ કષાય-શાંતિ ઉપર આધારિત છે. આત્મશુદ્ધિ માટે કષાયનું ઉપશમન અને શારીરિક પવિત્રતા માટે પણ કષાયનું ઉપશમન. ઘણા બધા લોકો દિવસમાં એક વખત નહિ, અનેક વખત સ્નાન કરે છે, પરંતુ તેમના શરીરમાંથી એવી ગંધ આવે છે કે બીજા લોકો માટે ભારે મુશ્કેલી પેદા થઈ જાય છે. હકીકતમાં સત્યને પકડવાનું ખૂબ કઠિન હોય છે. આચાર્ય માનતુંગે ભીતરની સચ્ચાઈને સમજી અને તેના જ આધારે ભગવાનના દૈહિક સૌંદર્યનું વર્ણન કર્યું. એમ માનવામાં આવે છે કે તીર્થકરનું શરીર અત્યંત સુંદર હોય છે. નિયુક્તિકાર કહે છે કે, “તમામ દેવતાઓ પોતાના સૌંદર્યને એકઠું કરીને એક અંગૂઠાનું નિર્માણ કરે, પછી તેને તીર્થંકરના અંગૂઠાની સામે લાવે તો એમ લાગશે કે જાણે શીતળ જળ સમક્ષ કોઈ અંગારો લાવીને મૂકી દીધો હોય !” શક્ય છે કે કોઈ આ વાતને શ્લાઘા અથવા અતિશયોક્તિ કહેપરંતુ એ સત્ય છે કે તીર્થંકરનું સૌંદર્ય અપ્રતિમ હોય છે. જેમનું શરીર શાંતિ, પવિત્રતા, નિર્મળતા, વીતરાગતા અને વિશુદ્ધ લેગ્યાથી પ્રભાવિત હોય છે, તેમનું આભામંડળ પવિત્ર બની જાય છે, જેમની આકૃતિમાંથી શાંતિ ટપકતી હોય છે, તે વાસ્તવમાં સૌથી વધુ સુંદર છે. આચાર્ય માનતુંગે આ જ સચ્ચાઈને કેન્દ્રમાં રાખીને આ શ્લોકની રચના કરી – જાતની કિ) 's Ty:#7 - ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ ૪૯ Page #52 -------------------------------------------------------------------------- ________________ વૈઃ શાન્તરાગરુચિભિઃ પરમાણુભિવં નિમપિતસ્ત્રિભુવનકલલામ ભૂત / તાવત્ત એવ ખલુ તેÀણવઃ પૃથિવ્યાં, યત્તે સમાન પર નહિ રૂપમસ્તિ //. ભક્તામરના આ શ્લોકમાં સૌંદર્યશાસ્ત્રની અદ્ભુત મીમાંસા છે. તેના આધારે જ સૌંદર્યને સમ્યફ રૂપે વ્યાખ્યાયિત કરી શકાય છે. હકીકતમાં આ શ્લોકમાં ભગવાન આદિનાથના સૌંદર્યની જે વ્યાખ્યા કરવામાં આવી છે, તે અધ્યાત્મ અને સૌંદર્યશાસ્ત્ર બંને માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ૫૦. ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ કરી છે તેની પર શકો Page #53 -------------------------------------------------------------------------- ________________ ' M ૭. આર્કિચન્યની ઉત્પ્રેરણા ભગવાન આદિનાથની સ્તુતિનો ક્રમ અવિચ્છિન્ન બનેલો છે. માનતુંગસૂર અનેક સમસ્યાઓમાં અટવાતા અટવાતા ઉકેલની દિશામાં આવી રહ્યા છે. સ્તુતિના ક્રમમાં તેમણે સૌથી પ્રથમ એ દૃશ્ય જોયું, જે આપણી સામે આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ સામે આવે છે ત્યારે સૌ પ્રથમ તેનું મુખ દેખાય છે અથવા તેના પગ દેખાય છે. અનેક આચાર્યોએ પગ જોઈને સ્તુતિ કરી છે. આચાર્ય સોમપ્રભે સિંદુર-પ્રકર ગ્રંથની રચના પૂર્વે ભગવાન પાર્શ્વની સ્તુતિ કરતાં કહ્યું કે, હે પાર્શ્વપ્રભુ ! આપનાં ચરણોના નખનાં કિરણો અમારું રક્ષણ કરે. સિન્દુરપ્રકરસ્તપઃ કરિશિરઃ ક્રોડે કષાયાટવી, દાવાચિર્નિચયઃ પ્રબોધદિવસઃ પ્રારંભસૂર્યોદયઃ । મુક્તિસ્ત્રીવદનૈકકુંકુમરસઃ શ્રેયસ્તરોઃ પલ્લવઃ, મોલ્લાસ ક્રમયોર્નખદ્યુતિભર પાર્શ્વપ્રભો ! પાતુ વઃ ॥ - આચાર્ય માનતુંગે આદિનાથના મુખ તરફ ધ્યાન આપ્યું, મુખ જોયું – આદિનાથનું મુખ કેવું છે ? મસ્તિષ્ક અને મુખ - આ બે શરીરનાં મુખ્ય અંગો છે. મુખનું વિશ્લેષણ કરતાં સ્તુતિકારે કહ્યું કે, ‘પ્રભુ ! આપનું મુખ બહુ વિચિત્ર છે. વિચિત્ર એટલા માટે છે કે તે મનનું હરણ કરનારું છે, નેત્રોનું હરણ કરનારું છે. મન ભીતરમાં રહે છે. આંખ દ્વારા ખબર પડી જાય છે કે વ્યક્તિ કઈ તરફ જોઈ રહી છે. પ્રશ્ન જાગ્યો કે આપ નેત્રહારી છો તો કોનાં નેત્રોનું હરણ કરી રહ્યા છો ? કહેવામાં આવ્યું કે આપ સુર, નર અને નાગ ત્રણેયનાં નેત્રોનું હરણ કરનાર છો. આપનું મુખ દેવતાઓનાં નેત્રોનું પણ હરણ કરી લે છે. કોઈપણ દેવ આવે છે અને આપના મુખ તરફ જુએ છે તો તે એકદમ અપલક જોવા લાગે છે. એમ લાગે છે કે જાણે તે ખેંચાઈ ગયો, બંધાઈ ગયો. એવી જ સ્થિતિ માણસ અને નાગકુમારની છે. પ્રસ્તુત સંદર્ભમાં નાગકુમારનો ઉલ્લેખ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ = ૫૧ Page #54 -------------------------------------------------------------------------- ________________ સૌંદર્યની દૃષ્ટિએ નાગકુમારીને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. નાગકુમારીઓ અને નાગકુમાર અત્યંત સુંદર હોય છે. સૌંદર્ય દેવોમાં છે, સૌંદર્ય માણસોમાં છે અને સૌંદર્ય નાગકુમારમાં છે. માનતુંગ કહે છે કે તે સ્વયં સુંદર હોય છે, પરંતુ જ્યારે આપના મુખનું દર્શન કરે છે ત્યારે એકાએક આકૃષ્ટ થઈ જાય છે. એમ પ્રતીત થાય છે કે જાણે તેનાં નેત્રોને બાંધી દેવામાં આવ્યાં હોય, તેમના ઉપર જાદુ કરી દેવામાં આવ્યો હોય.” આપના મુખની એક વિશેષતા એ છે કે તે અનુપમ છે. અર્થાત્ ત્રણે જગતમાં જેટલી ઉપમાઓ છે, તે તમામ ઉપમાઓને નિરસ્ત કરી દીધી છે. મુખ માટે અનેક ઉપમાઓ પ્રયોજાય છે – મુખકમળ, મુખચંદ્ર, મુખદર્પણ વગેરે. કમળની ઉપમા એટલા માટે છે કે તે કોમળતા, નિર્લેપતા માટે પ્રસિદ્ધ છે. કમળની ઉપમા અનેક અવયવોને માટે પ્રયોજાય છે. મુખકમળ, ચરણકમળ, નખકમળ વગેરે. માનતુંગ કહે છે કે મુખ માટે કમળની ઉપમા અપાય છે, પરંતુ આપના મુખ માટે તે ઉપમા લાગુ પડતી નથી. જ્યાં આપના મુખની કોમળતા અને ક્યાં કમળની કોમળતા ! ક્યાં આપની નિર્લેપતા અને ક્યાં કમળની નિર્લેપતા ! આપની કોમળતા અને નિર્લેપતાની સામે કમળની કોમળતા અને નિર્લેપતા ટકી જ ન શકે. મુખ માટે એક ઉપમા પ્રયોજાય છે -- દર્પણની. દર્પણમાં કોઈપણ વ્યક્તિ પોતાનો હૂબહૂ ચહેરો નિહાળી શકે છે. કહેવાય છે કે મુખ એવું ચમકદાર દર્પણ જેવું છે કે તેમાં કોઈ પોતાનું પ્રતિબિંબ જોઈ શકે ! માનતુંગ કહે છે કે ક્યાં આપની પારદર્શિતા અને ક્યાં દર્પણ! આપ જેટલા પારદર્શી છો એટલું પારદશી કોઈ દર્પણ નથી. મુખ માટે ત્રીજી એક ઉપમા પ્રયોજાય છે – ચંદ્રમાની. આ ઉપમા ગોળાકાર આકૃતિ માટે આપવામાં આવે છે. માનતુંગસૂરિ કહે છે કે, મેં વિચાર્યું, આપનું મુખ ચંદ્ર જેવું છે. જ્યારે આ વિચારને અભિવ્યક્તિ આપવા લાગ્યો ત્યારે અનુભવ થયો કે ક્યાં આપનું મુખ અને ક્યાં ચંદ્રમા ! આપનું મુખ તો અનુપમ છે. તેને માટે કોઈ ઉપમા હોઈ જ ન શકે. પ્રશ્ન થઈ શકે કે ચંદ્રની ઉપમા શા માટે ન આપી શકાય ? તે પ્રકાશ પાથરે છે, શીતળતા આપે છે. તેનામાં અન્ય પણ અનેક ગુણો છે. તે રજનીપતિ છે, સૌમ્યતા પ્રદાન કરનાર છે. આટલું બધું હોવા છતાંય તે ઉપમા માટે ઉપયુક્ત નથી. તેનું કારણ બતાવતાં માનતુંગ કહે છે કે ચંદ્રમાનું બિંબ કલંકથી મેલું બનેલું છે. તેમાં લાંછન છે, ભલે તે સાપનું હોય, મૃગ કે સસલાનું હોય. ભલે તે મૃગાંક હોય કે શશાંક, પરંતુ ચિહ્નિત છે, નિલંછન નથી. બીજું તથ્ય એ છે કે તેની જે જ્યોસ્ના છે, જે શીતળતા છે તે પણ એકરૂપ નથી. ચંદ્ર થોડીક ક્ષણો માટે પ્રકાશિત થાય છે, શીતળતા આપે છે અને પછી પર ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ 15 : રોડ ) : વડા કલા' Page #55 -------------------------------------------------------------------------- ________________ નિપ્રાણ જેવો બની જાય છે. જ્યારે કોઈક વખત દિવસે ચંદ્ર દેખાય છે ત્યારે કોઈ વૃક્ષના જીર્ણ પાંદડા જેવો લાગે છે. જ્યારે વૃક્ષનું પાંદડું પીળું પડી જાય છે ત્યારે તે પોતાની આભા ગુમાવી બેસે છે. દિવસે જ્યારે ચંદ્રદર્શન થાય છે ત્યારે તેમાં ન કોઈ ચમક હોય છે, ન કાંતિ હોય છે અને ન જ્યોન્ના હોય છે. રાત્રિનો દિવ્ય કાંતિસંપન્ન ચંદ્ર દિવસે પોતાની કાંતિ ગુમાવી બેસે છે. માનતુંગ કહી રહ્યા છે કે એવા ચંદ્રમા સાથે હું આપની તુલના શી રીતે કરું? આપનું મુખમંડળ ચિહ્નરહિત છે. દિવસ અને રાતે એક સમાન ચમકનારું છે, શાંતિ આપનારું છે અને જ્યોજ્ઞા કરનારું છે. આપના મુખના આ સ્વરૂપની ચંદ્રમા સાથે તુલના કઈ રીતે શક્ય છે?માત્ર ચંદ્રમા સાથે જ નહિ, પરંતુ મુખ સાથે જોડાનારી કોઈપણ ઉપમા સાથે આપની તુલના થઈ શકે તેમ નથી. આ જગતમાં મુખ માટે જેટલી ઉપમાઓ પ્રયોજાય છે, તે તમામને આપે જીતી લીધી છે. તેથી અનુપમ છે આપનું મુખમંડળ. અનુપમ તે હોય છે કે જ્યાં ઉપમા કામમાં આવતી નથી. આ અનુપમ મુખ જ સૌના માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. આ શ્લોકમાં એ જ સત્ય પ્રતિબિંબિત થયું છે. વન્ને ક્વ તે સુરનરોગનેત્રહારિ, નિઃશેષનિર્જાિતજગતત્રિતયોપમાન, બિમ્બ કલકમલિનં ક્વ નિશાકરસ્ય, યદુવાસરે ભવતિ પાડ્ડપલાશકલ્પમ્ / મુખમંડળના મહિમાનું વર્ણન કરીને માનતુંગે ભીતરમાં પ્રવેશ કર્યો. શરીરનો કોઈપણ અવયવ હોય, તે આખરે શરીરનો જ ભાગ છે. શરીર શરીર છે, પૌદગલિક છે. આ શરીરની ગમે તેટલી વિશેષતાઓ બતાવવામાં આવે છતાં તે પુદ્ગલ સંરચનાની વિશિષ્ટતા છે. નખથી શીશ સુધીનો મહિમા ગાવામાં આવ્યો. તીર્થંકર અને ચક્રવર્તીની શરીરસંપદાની સ્તુતિ કરવામાં આવી. આમ કરવામાં આવતું રહ્યું છે, પરંતુ જ્યાં સુધી આત્મામાં પ્રવેશ ન થાય, ગુણો તરફ દૃષ્ટિ ન જાય ત્યાં સુધી ન તો મુખ્ય કામમાં આવશે, ન હાથ અને ન તો પગ કામમાં આવશે. આખરે આ બધામાં વિશેષતા કઈ છે ? કોઈ આધ્યાત્મિક અને ચિંતનશીલ વ્યક્તિને ગુણાત્મકતા તરફ ધ્યાન આપ્યા વગર કોઈ સંતોષ મળતો નથી. તેથી માનતુંગ હવે સંતોષની વાત કરી રહ્યા છે, ઋષભના ગુણોનું આખ્યાન કરી રહ્યા છે. આચાર્ય માનતુંગે ગુણોની વ્યાખ્યા પણ ખૂબ ઊંડાણમાં ઊતરીને કરી છે, પ્રભુ ! હું ક્યાં પણ જોઉં છું, જે કોઈ માણસને જોઉં છું તેમાં આપના જ ગુણ જોવા મળે છે. એમ લાગે છે કે જાણે આપના ગુણ સમગ્ર સંસારમાં પ્રસરી ગયા છે, ત્રણે જગતનું અતિક્રમણ કરી રહ્યા છે. કાકા ) શા "( & T Collers we Song . ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ . ૫૩ Page #56 -------------------------------------------------------------------------- ________________ તે ગુણ કેવા છે ? આ પ્રશ્ન ઉઠાવતાં માનતુંગ કહે છે કે સંપૂર્ણમંડલશશાંકકલા કલાપશભાઃ- આપના ગુણ સંપૂર્ણ ચંદ્રની કલાના સમૂહ સમાન શુભ્ર છે. ચંદ્રમાની જે કલાઓ છે, જે અંશ છે તે એક જગાએ એકત્ર થઈ ગયાં છે. જ્યાં તમામ કલાઓ એકત્ર થઈ જાય ત્યાં ચંદ્રમા સકલ બની જાય છે. જ્યારે કલાઓ વિખરાઈ જાય છે ત્યારે ચંદ્રમા સકલ નથી રહેતો. સકલચંદ્રની કલાઓ સમાન શુભ્ર અને ધવલ છે આપના ગુણો. ગુણોને ધવલની ઉપમા આપવામાં આવી. રંગ બે પ્રકારના હોય છે – શ્વેત અને કૃષ્ણ. બે શબ્દો છે – અંધકાર અને પ્રકાશ. ગુણોને ધવલ અને પ્રકાશ કહેવામાં આવ્યા. દોષોને કૃષ્ણ અને અંધકાર કહેવામાં આવ્યા. આયુર્વેદ અને સાંખ્યદર્શનમાં ત્રણ પ્રકારના ગુણ માનવામાં આવ્યા છે – સત્વ, રજસ્, તમસૂ. સત્વગુણ શ્વેત છે. તમોગુણ અંધકારમય છે. માનતુંગ કહે છે કે આપના જે ગુણ છે તે સત્વગુણ સાથે સંબંધ ધરાવે છે. - સ્તુતિકાર આગળ કહે છે કે એ ગુણોની વિશેષતા એ છે કે તે ત્રણે જગતનું અતિક્રમણ કરી રહ્યા છે. તે ગુણ આપના પૂરતા સીમિત નથી રહ્યા. ગુણ બે પ્રકારના હોય છે – સ્વાભાવિક ગુણ અને વૈભાવિક ગુણ. જ્ઞાન, દર્શન અને ચારિત્ર – આ ગુણ સ્વાભાવિક છે. ઔદાર્ય, દાક્ષિણ્ય વગેરે ગુણો વૈભાવિક છે. વૈભાવિક ગુણો ક્યારેક ક્યારેક રહે છે, હંમેશાં નથી રહેતા. તેઓ કોઈ ચોક્કસ અવસ્થામાં પ્રગટ થાય છે. બીજી અવસ્થામાં તેમનું પ્રયોજન સમાપ્ત થઈ જાય છે. માનતુંગ કહે છે કે આપનામાં આ બંને પ્રકારના ગુણો છે અને તે સમગ્ર વિશ્વમાં પ્રસરી રહ્યા છે. પ્રશ્ન ઉદ્ભવ્યો કે તે ગુણો જગતમાં પ્રસરી રહ્યા છે તો પ્રસરવાનું સાધન કયું છે ? સ્તુતિકારે કહ્યું કે આ પ્રશ્ન ઠીક છે પરંતુ તેનો ઉત્તર પણ અમારી પાસે છે. આ જે ગુણો છે, તે એક નાથના આશ્રય લઈને રહેલા છે અને તે નાથ ત્રણે જગતનો ઈશ્વર છે. ત્રણેય જગતનો ઈશ્વર કોણ હોઈ શકે ? શું કોઈ એકલી વ્યક્તિ ત્રણેય જગતનો સ્વામી હોઈ શકે? સ્વર્ગ અથવા ઊર્ધ્વલોકનો નાથ ઈન્દ્ર છે. કોઈપણ વ્યક્તિ ઊર્ધ્વલોકનો એકલો નાથ નથી. ઊર્ધ્વલોકમાં અનેક ઈન્દ્ર છે. મનુષ્યલોકમાં અનેક રાષ્ટ્ર છે. જેટલાં રાષ્ટ્ર છે, તેટલા જ રાજા, શાસક અથવા રાષ્ટ્રપતિ છે. નીચે પાતાળલોક છે. ત્યાં પણ અનેક નાથ અને સ્વામી છે. સમગ્ર જગતનો ઈશ્વર કોઈ એક નથી. જે ઊર્ધ્વલોકનો સ્વામી છે, તે મનુષ્યલોક અને પાતાળલોકનો સ્વામી નથી. જે મનુષ્યલોકનો સ્વામી છે તે ઊર્ધ્વલોક અને પાતાળલોકનો સ્વામી નથી. તો પછી ત્રણેય લોકનો ઈશ્વર કોણ હોઈ શકે? શું કોઈ પણ રાજા, સમ્રાટ કે શાસક એવો છે કે જે સમગ્ર જગતનો ઈશ્વર હોય ? ત્રણેય જગતનો ઈશ્વર કોને કહી શકાય ? ૫૪ ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ રહી છે , એ જ છે Page #57 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય માનતુંગ કહે છે કે ત્રણે જગતનો ઈશ્વર હોઈ શકે છે. અત્યાર સુધી નિષેધની ભાષા હતી કે ત્રણેય જગતનો ઈશ્વર કોઈન હોઈ શકે, પરંતુ જ્યારે અનેકાન્તની ભાષા છે, સાપેક્ષતા છે, ત્યાં એક સમાધાન છે કે હોઈ શકે છે. તેનું ખૂબ સુંદર સમાધાન અધ્યાત્મના આચાર્ય આપ્યું – તમે અકિંચન બની જાવ, મારું કાંઈ જ નથી – એ સચ્ચાઈને આત્મસાત કરી લો તો તમે ત્રણે લોકના નાથ બની રહેશો. જ્યાં મારું કંઈક છે એવી વાત હોય ત્યાં મર્યાદા આવી જશે. મારું ઘર છે. એમ કહેવાથી તમે ઘર પૂરતા સીમિત બની જાવ છો.“મારું ગામ છે.' એમ કહેવાથી તમે ગામ પૂરતા સીમિત બની જાવ છો. “મારો પ્રાંત છે', “મારું રાષ્ટ્ર છે” – એમા પ્રાંત અને રાષ્ટ્રની સીમામાં બધાઈ જવાય છે. આ બધી સીમાઓ છે. તમે પરિગ્રહ કરી લીધો, તમારી પાસે કંઈક છે તો તમે તેની સીમામાં બંધાઈ ગયા. તમારી પાસે કાંઈ જ નથી તો તમે નિ:સીમ બની ગયા, બધું જ તમારું થઈ ગયું. એક રાજાના મનમાં વિકલ્પ જાગ્યો કે હું ગુરુ બનાવું. પ્રશ્ન એ થયો કે ગુરુ કોણ બનશે? રાજાએ કહ્યું ગુરુ તે બનશે કે જેનો આશ્રમ સૌથી મોટો હોય. જાહેરાત કરી દેવામાં આવી કે રાજા ગુરુ બનાવશે અને તેને ગુરુ બનાવશે કે જેનો આશ્રમ સૌથી મોટો હશે. સ્પર્ધા થઈ ગઈ. રાજાના ગુરુ બનવાની લાલસા સૌ કોઈને જાગી. સેંકડો સાધુ-મહાત્માઓ, સંન્યાસીઓ આવી ગયા. રાજાએ કહ્યું, મહારાજ ! કહો. એક જણ બોલ્યો, મારો આશ્રમ પચાસ એકરમાં પથરાયેલો છે. બીજાએ કહ્યું, મહારાજ ! મારો આશ્રમ સો એકરમાં પથરાયેલો છે. ત્રીજો બોલ્યો, મારો આશ્રમ બસો એકરમાં પથરાયેલો છે. ચોથો બોલ્યો, મારો આશ્રમ પાંચસો એકરમાં પથરાયેલો છે. પાંચમો બોલ્યો, મારો આશ્રમ હજાર એકરમાં પથરાયેલો છે. સૌએ પોતપોતાનાં વખાણ કરી દીધાં. હજાર એકરવાનો સૌથી મોટો બની ગયો. સૌએ વિચાર્યું કે આના કરતાં મોટો આશ્રમ કોઈનો નથી. આ જ રાજાનો ગુરુ બનશે. એક સંન્યાસી એમ જ બેસી રહ્યો. તે કાંઈ જ ન બોલ્યો. રાજાએ કહ્યું, મહારાજ ! આપ પણ બોલો, આપની પાસે શું છે ? તે બોલ્યો, રાજન્ ! હું અહીં બતાવી શકતો નથી, આપ મારી સાથે ચાલો. રાજા તેની સાથે ગયો. સંન્યાસી રાજાને જંગલમાં લઈ ગયો. ગાઢ જંગલ, માત્ર જંગલ જ જંગલ ! ન કોઈ મકાન, ન બીજું કાંઈ ! વડનું એક મોટું ઝાડ હતું. સંન્યાસી તેની નીચે જઈને બેસી ગયો અને બોલ્યો, આ મારો આશ્રમ છે. ા ભકત્તામર : અંતસ્તલનો સ્પ પપ Page #58 -------------------------------------------------------------------------- ________________ રાજા બોલ્યો, મહારાજ ! આપનો આશ્રમ કેટલો મોટો છે ? સંન્યાસી બોલ્યો, જેટલું મોટું ઉપર આકાશ અને જેટલી મોટી નીચે ધરતી એટલો મોટો મારો આશ્રમ છે, તેની સીમા નથી. રાજા તેનાં ચરણોમાં પડ્યો. બોલ્યો, આપ મારા ગુરુ છો. હું આપનો શિષ્ય છું. સૌ જોતાં જ રહી ગયાં. ગુરુ એ બની શકે છે કે જેની પાસે કાંઈ જ ન હોય. સો એકર જમીન હોય અથવા પાંચસો એકર જમીન હોય, આખરે તો મર્યાદા છે. મારી પાસે કાંઈ જ નથી, એક ફૂટી કોડી પણ નથી, એક ઈંચ જમીન પણ નથી. કશું જ મારું નથી. હું અકિચન છું. હકીકતમાં આવી વ્યક્તિ જ ત્રણે લોકની અધિપતિ બની શકે છે. અકિચનોહસિત્યાસ્વ, રૈલોક્યાધિપતિર્ભવતી યોગીગમ્યમિદ તથ્ય, રહસ્ય પરમાત્મનામ્ // જેણે સર્વસ્વ ત્યજી દીધું, તે સૌનો નાથ બની ગયો. જેણે કંઈક લીધું તે અનાથ બની ગયો. આ પરમાત્માનું યોગીગમ્ય રહસ્ય છે. આ સંદર્ભમાં જોઈએ તો માનતુંગસૂરિનું વચન કેવું સચોટ છે ! તેઓ કહે છે કે, ભગવાન ! આપ ત્રણે જગતના ઈશ્વર કેમ છો. આપ રાજા હતા. આપે રાજ્ય છોડી દીધું. આપે વિનીતા નગરીને છોડી દીધી. આપે પરિવારને છોડી દીધો. ધન, ધાન્યને છોડીને માત્ર અકિંચન બનીને આપ વિનીતાની બહાર નીકળ્યા અને ત્રિલોકના ઈશ્વર બની ગયા. આપના ગુણોએ એક નાથનો આશ્રય લીધો, શરણ સ્વીકાર્યું. તે નાથ પણ કેવો સમર્થ કે જે ત્રણે લોકનો અધિપતિ છે ! તેનું શરણ ગુણોએ લઈ લીધું. હવે તે ગમે ત્યાં જાય, તેમને કોણ રોકી શકે ? કોણ સીમા બતાવશે કે અહીં ન આવશો ? ગુણોનો પ્રવેશ કોણ નિષિદ્ધ કરશે ? દરેક જગાએ ત્રણે લોકમાં આપની જે વિશેષતા છે, તે એકછત્ર ચાલી રહી છે અને તે ગુણોએ આપનું શરણ લઈ લીધું છે. જ્યાં ઈચ્છા થાય ત્યાં સંચાર કરી રહ્યા છો. કોઈ પણ તેમને નિવારણ કરનાર, રોકનાર નથી. કોઈ એમ પૂછનાર નથી કે તમે ક્યાં જઈ રહ્યા છો. કોઈ અવરોધ નથી. આ અત્યંત મહત્ત્વપૂર્ણ વાત છે કે, તમામ ગુણો આકિચન્યમાંથી નીકળે છે. સર્વત્ર આપના ગુણ સંચારી બની ગયા છે. તેનું કારણ એ છે કે તે ગુણો આચિન્યમાંથી નીકળેલા છે. દસ ધર્મોમાં એક ધર્મ છે અકિચનતા – આકિચન્ય. અકિચન એ છે કે જે પૂર્ણ અપરિગ્રહી છે. તેનામાં ગુણોનો વિકાસ થાય છે. એનું તાત્પર્ય છે – ગુણોનો વિકાસ ત્યાગમાંથી થાય છે. એક પ્રસિદ્ધ સૂક્ત ચાલે છે – પ૬પ ભક્તામર અંતસ્તલનો સ્પર્શ . Page #59 -------------------------------------------------------------------------- ________________ ભોગી ભેગું કરે છે અને યોગી છોડે છે. જ્યાં ભોગ છે, કાંચનય છે, ત્યાં ભેગું કરવાની વાત આવી જાય છે – એકઠું કરો, ખજાનો ભરો. જ્યાં ત્યાગ છે, યોગ છે ત્યાં વહેંચવાની, વિખેરવાની વાત આવશે. તે ગુણ આચિન્યમાંથી પ્રગટ થયેલા છે, તેથી પ્રસરણધર્મા છે, પ્રસરનારા છે. તે સંસારમાં પ્રસરી રહ્યા છે, તેમને કોઈ રોકી શકતું નથી. આચાર્યે ભગવાન શ્રઋષભની સ્તુતિના બહાને એક દાર્શનિક સત્યનું ઉદ્ઘાટન કરી દીધું - જ્યાં જ્યાં ગુણ દેખાય છે, તે બધા ત્યાગમાંથી ઉપજેલા ગુણો છે. જ્યાં ત્યાગ નથી, આકિચન્ય નથી, ત્યાં ગુણ નહિ, દોષ આવી જશે. વર્તમાનની સમસ્યાને એક જ શબ્દમાં રજૂ કરવી હોય તો કહી શકાય કે સૌથી મોટી સમસ્યા ભેગું કરવાની સમસ્યા છે, પરિગ્રહની સમસ્યા છે. કોઈ પણ ક્ષેત્રમાં જુઓ તો આ એક મોટી સમસ્યા છે તેથી જે ગુણવત્તા છે તેનો લાસ થઈ રહ્યો છે. આજે ગુણાત્મક વિકાસનો, જીવનમૂલ્યોના વિકાસનો સ્વર મુખર થઈ રહ્યો છે. તેનું કારણ એ છે કે આકિચન્ય ઘટી રહ્યું છે, અકિચનતા પ્રત્યે આપણી આસ્થા ઘટી રહી છે. જૈન દર્શનનું સૌથી મોટું સાધનાસૂત્ર છે - આકિંચ, શરીરના મમત્વનું વિસર્જન અને શરીરના મમત્વનો ત્યાગ. અહીંથી આકિચન્ય શરૂ થાય છે. ભગવાન ઋષભનું જે વર્ણન કરવામાં આવ્યું છે, તે એક યોગીનું વર્ણન છે. ઋષભ શરીર પ્રત્યે એટલા બધા નિરપેક્ષ અને ઉદાસીન રહેતા હતા કે શરીરની કશી જ સાર-સંભાળ લેતા નહોતા. તેઓ ન તો આંખોની સંભાળ લેતા કે ન શરીરની સંભાળ લેતા કે ન મજ્જાની સંભાળ લેતા. માત્ર આત્મવિદ્યા અને યોગવિદ્યામાં લીન રહેતા. તેમણે પોતાના પુત્રોને પણ આત્મવિદ્યાનું સૂત્ર આપ્યું. તેમના પુત્રો આત્મવિદ્યામાં વિશારદ બની ગયા. આ આત્મવિદ્યાનું વર્ણન આચાર્યે આ શ્લોકમાં કર્યું છે. ઋષભે આત્માને એટલો સમજ્યો કે તે આત્માની સમજમાંથી ત્યાગ નીકળ્યો, સાધના નીકળી, સંયમ નીકળ્યો. આ તમામ ગુણ નીકળ્યા. જે સંસારમાં હવે પ્રસરી રહ્યા છે, વ્યાપ્ત થઈ રહ્યા છે. ગુણોનો મૂળ સ્ત્રોત છે – ઋષભ. ઋષભની પૂર્વે કોઈએ આત્મા ઉપર કોઈ પ્રવચન કર્યું નથી. આત્માના અસ્તિત્વને સ્થાપિત કર્યું નથી. ઋષભે જ આ બધું કર્યું હતું, તેથી તમામ ગુણોનો ઉદ્દગમસ્રોત ઋષભ છે. જ્યાં પણ આજે આત્માની ચર્ચા થઈ રહી છે, પુનઃજન્મ અને કર્મવાદની ચર્ચા ચાલી રહી છે, અધ્યાત્મની ચર્ચા ચાલી રહી છે, ત્યાં તે તમામની પૃષ્ઠભૂમિમાં ઋષભ વિદ્યમાન છે. એમ માનવું જોઈએ કે ઋષભ સિવાય કોઈ ચર્ચા થઈ શકે તેમ નથી. તેથી માનતુંગસૂરિનું એ વક્તવ્ય સાર્થક છે કે આ તમામ ગુણોએ એક એવા નાથની પસંદગી કરી લીધી કે જે સમર્થ છે. સમર્થ નાથનો સેવક પણ સમર્થ હોય છે. કી વાર મારા વાળ કરી જાતિ કી " . ભકતામર અંતસ્તલનો સ્પર્શ ૫૦ Page #60 -------------------------------------------------------------------------- ________________ સેવકમાં સામર્થ્ય ક્યાંથી આવે છે ? તે સ્વામીમાંથી જ આવે છે. સ્વામી સમર્થ હશે તો સેવક સમર્થ બની જશે. સ્વામી કમજોર હશે તો સેવક કમજોર બની જશે. સમર્થ સ્વામીનું નામ પણ શક્તિ આપે છે, ચિહ્ન પણ શક્તિ આપે છે. માનતુંગસૂરિએ યોગ્ય જ કહ્યું કે જે ગુણોએ આવા સમર્થનાથનો સ્વીકાર કરી લીધો, જેમને આવો નાથ મળી ગયો, તે ગુણોને રોકવાની તાકાત કોનામાં છે ? તેઓ નિઃસંકોચ સમગ્ર જગતમાં પ્રસરી શકે છે તેથી તેઓ ત્રણે જગતનું અતિક્રમણ કરી રહ્યા છે. માનતુંગસૂરિએ પ્રસ્તુત શ્લોકમાં ષભની આ ગુણાત્મક વ્યાખ્યા અત્યંત માર્મિક રીતે કરી છે. તેમાં જૈન ધર્મનું આધ્યાત્મિક પાસું પ્રભાવક રીતે અભિવ્યક્ત થયું છે. સંપૂર્ણમંડલશશાંકકલાકલાપ / શુભા : ગુણાસ્ત્રિભુવને તવ લંધયન્તિ યે સંશ્રિતાસ્ત્રિજગદીશ્વરનાથમેકં, કસ્તાનું નિવારયતિ સંચરતો યથેષ્ટમ્ // આપણે એ સચ્ચાઈનું અનુશીલન કરીએ કે આકિંચ માંથી ગુણો પ્રગટ થાય છે. જ્યાં ત્યાગ છે, ત્યાં ગુણોનો વિકાસ છે. આ તથ્યનું અનુશીલન ત્યાગ અને આકિંચન્યની દિશા ઉદ્ઘાટિત કરી શકે છે. પદા ભકતામર : અંતસ્તલનો સ્પર્શ એવી જ Page #61 -------------------------------------------------------------------------- ________________ [૮. નિર્ધમ જ્યોતિનો ઉદય આચાર્ય માનતુંગ સ્તુતિક્રમમાં ભગવાન આદિનાથની અjકપ ધૃતિની પ્રશંસા કરતાં કહે છે કે, “હે પ્રભુ ! આપે રાગને જીતી લીધો. આપ વીતરાગી બની ગયા. હવે કોઈપણ સ્થિતિ આપને વિચલિત કરી શકે તેમ નથી. દેવાંગનાઓ અને સુરાંગનાઓના પ્રયાસો આપના મનને લેશ માત્ર વિચલિત કે વિકૃત કરી શકે તેમ નથી.” રાગમુક્ત થયા પછી વ્યક્તિ વિચલિત થતી નથી, તેમાં આશ્ચર્યની કોઈ વાત નથી. રાગ હોય અને વિચલન ન થાય એ મોટા આશ્ચર્યની વાત છે. રાગને જીતીને ઋષભની વૃતિ અjકપ બની ગઈ, તેથી તેઓ અવિચળ બની ગયા. માણસમાં જેટલી વધુ ધૃતિ હશે એટલો જ વધુ તે શક્તિશાળી અને અવિચળ બનશે. ધૃતિ ઉપર જ બધું નિર્ભર છે. મનનું નિયમન કરનારી બુદ્ધિ એટલે ધૃતિ. નિર્યુક્તિકારે કહ્યું છે કે, “જલ્સ ધિઈ તસ્સ સામર્ણા’- જેનામાં ધૃતિ હોય છે તેનામાં શ્રામય હોય છે. એ વ્યક્તિમાં જ કષાયનો વિજય અને રાગદ્વેષનો વિજય હોય છે, જેનામાં ધૃતિ પ્રબળ હોય છે. ધૃતિ ન હોય તો વ્યક્તિ તરત જ વિચલિત થઈ જશે. નીતિનું આ પદ્ય કેવું માર્મિક છે. – વિકારહેતો સતિ વિક્રિયન્ત, યેષાં ન ચેતાંતિ ત એવ ધીરા' – જે ધૃતિમાન હોય છે તે વિકારનું નિમિત્ત આવવા છતાં વિચલિત થતો નથી. | વિચલન અને અવિચલનના સંદર્ભમાં અનેક સ્થિતિઓ હોય છે. એક સ્થિતિ એ છે કે વિકારનું નિમિત્ત મળતાં જ વ્યક્તિ વિકૃત બની જાય છે. બીજી સ્થિતિ એ છે કે વિકારનું નિમિત્ત ન મળ્યું તો વિચલન ન થાય. ત્રીજી સ્થિતિ એ છે કે વિકારનું નિમિત્ત મળવા છતાં વ્યક્તિ વિચલિત ન બને. વિકારનું નિમિત્ત મળ્યું અને વિકૃત બની ગઈ એ સામાન્ય વાત છે. નિમિત્ત ન મળવાથી વ્યક્તિ વિકૃત ન બની એ પારિવાર્થિક વાત છે. આ બંને સ્થિતિઓમાં કોઈ મારા સમ ! એક વાર એક વાર ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ ૫૯ Page #62 -------------------------------------------------------------------------- ________________ આશ્ચર્યની વાત નથી, નિમિત્ત મળવા છતાં વિચલન ન થાય એ વિસ્મયની વાત છે. આચાર્ય માનતુંગ તેથી જ કહે છે કે આપનું અવિચલન વિસ્મયકારક છે. જો કે હું આપને ચોથી ભૂમિકા ઉપર નિહાળી રહ્યો છું તેથી મને આશ્ચર્ય નથી. આપે નિમિત્તોને નિરસ્ત કરી દીધાં છે. તેમનાથી આપ પ્રભાવિત થતા નથી. પ્રભાવિત થવાની જે અવસ્થા છે તેને આપ પાર કરી ચૂક્યા છો. ભાવિત અને અભાવિત એવી બે અવસ્થાઓ છે. માણસ આ બે અવસ્થાઓમાં જીવે છે. જે માણસ ભાવિત છે તે નિમિત્તથી પ્રભાવિત થઈ જાય છે. જે અભાવિત રહે છે તે નિમિત્ત મળવા છતાં પ્રભાવિત નથી થતો. આચાર્ય માનતુંગે ૠષભની અઝંકપ સ્થિતિનું યશોગાન કર્યું, ‘આપ વીતરાગી બની ગયા, આપે રાગનું ઉન્મૂલન કરી દીધું. આવા સંજોગોમાં આપને કોઈપણ નિમિત્ત વિચલિત ન કરી શકે, આપના મનમાં કિંચિત પણ વિકાર ન જાગે તેમાં આશ્ચર્ય શાનું ?’ પોતાની વાતને ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરતાં માનતુંગ કહે છે કે, હે પ્રભુ ! હું જાણું છું કે હવા વેગથી વહે કે ધીમેથી વહે, તે પ્રાણીજગતને પ્રભાવિત કરે છે. જો હવા વેગિલી હોય, તોફાની હોય તો તે અનેક વૃક્ષોને ઉખાડી નાખશે, ધરતી ઉપર રહેલી અનેક વસ્તુઓને અસ્તવ્યસ્ત કરી દેશે. જ્યારે પ્રલયકારી તોફાન આવે છે ત્યારે નાના-મોટા પર્વતો પણ પ્રકંપિત થઈ ઊઠે છે, પરંતુ શું પ્રલયકારી તોફાન મંદરાચલ પર્વતને વિચલિત કરી શકે ખરું ? શું પર્વતરાજ કદીય કલ્પાન્તકાળની હવાથી ચલિત થાય છે ખરો ? તે ક્યારેય વિચલિત નથી થતો, તેમાં આશ્ચર્ય શાનું ? આપની કૃતિ મંદર પર્વતની જેમ અઝંકપ છે. આપનું આત્મબળ અને આપનો કષાયવિજય એટલાં દૃઢ અને પરિપક્વ છે કે રાગનું કોઈપણ ઉદ્દીપન અને નિમિત્ત આપને વિચલિત કરી શકતાં નથી. માનતુંગે પોતાના આ મંતવ્યને આ શ્લોકમાં ગૂંથી દીધું - ચિત્રં કિમત્ર યદિ તે ત્રિદશાંગનાભિનીતં મનાગપિ મનો ન વિકારમાર્ગમ્ । કલ્પાન્તકાલમરુતા ચલિતાચલેન, કિં મંદરાદ્રિશિખર ચલિતં કદાચિત્ । આ શ્લોકમાં એક આધ્યાત્મિક તત્ત્વનું રહસ્યોાટન થયું છે. પ્રત્યેક વ્યક્તિએ રાગવિજય માટે પ્રયત્ન કરવો જોઈએ અને રાગવિજય માટે ધૃતિનો વિકાસ કરવો જોઈએ, જેથી આવનારાં ઉદ્દીપનોથી તેનો બચાવ થઈ શકે. ધૃતિનો વિકાસ ખૂબ આવશ્યક છે. જેટલી ધૃતિ વધશે, તેટલી મનનું નિયંત્રણ કરનારી શક્તિ વધશે, એટલી જ આશ્ચર્યની વાત ઓછી થતી જશે. જ્યાં રાગ ઉપર વિજય હોય છે ત્યાં જ્યોત પ્રગટ થાય છે. રાગ, દ્વેષ અને કષાય આ અંતરાત્મામાં અંધકાર પેદા કરનારાં તત્ત્વો છે, તમોગુણ પેદા ૬૦ = ભક્તામર ઃ અંતસ્તલનો સ્પર્શ Page #63 -------------------------------------------------------------------------- ________________ કરનારાં તત્ત્વો છે. કષાયવિજય, વીતરાગતા વગેરે અંતઃકરણને પ્રકાશિત કરનારાં તત્ત્વો છે. માનતુંગ એના આધારે જ સ્તુતિ કરતાં કહે છે કે, હે પ્રભુ ! આપ જ્યોતિર્મય છો, આપ પ્રકાશમય દીપક પરંતુ માટીના કોડિયા જેવો નથી. માટીનું કોડિયું સામાન્ય દીવો છે. તેને પ્રકાશ માટે અનેક સંસાધનોની જરૂર પડે છે. પ્રકાશિત થયા પછી પણ તે ક્યારે બૂઝાઈ જાય તે કહી શકાતું નથી. માટીના દીપકના સંદર્ભમાં પાંચ તથ્યો સ્પષ્ટ છે – દીપ પ્રજ્વલિત કરવા માટે જ્યોતિ જોઈએ. દીપ પ્રજ્વલિત કરવા માટે તેલ જોઈએ. દીપ સળગે છે ત્યારે ધૂમાડો નીકળે છે. દીપકનો પ્રકાશ ચોક્કસ સીમિત સ્થળને જ પ્રકાશિત કરે છે. એવું નથી બનતું કે દીવો કોઈ એક ઘરમાં સળગતો હોય અને તે સમગ્ર નગરને પ્રકાશિત કરતો હોય. દીવાની ક્ષમતા સીમિત છે. તેને જે રૂમમાં મૂકવામાં આવે તે એ જ રૂમને પ્રકાશિત કરે છે. જો તેને બહારના ખુલ્લા આંગણામાં સળગાવવામાં આવે તો તે આસપાસની મર્યાદિત જગાને પ્રકાશિત કરશે. તેનાથી વધુ દૂર સુધી તે પ્રકાશ જઈ શકતો નથી. દીવાની સાથે જોડાયેલી એક સમસ્યા એ છે કે તે હવાની વેગીલી લહરથી બૂઝાઈ જાય છે. માનતુંગ કહે છે કે, હે પ્રભુ! શું હું એવા દીપક સાથે આપની તુલના કરું, ? એ વાત મને કઈ રીતે માન્ય બને ? હકીકતમાં આપ એવા દીપક નથી, પરંતુ અપર્વ દીપક છો, વિલક્ષણ દીપક છો. અપૂર્વતાનું એક કારણ છે – આપ એવા દીપક છો, કે જેને માટે તેલની જરૂર નથી. અપર્વતાનું બીજું કારણ એ છે કે આપ એવા દીપક છો જેના માટે જ્યોતિની જરૂર નથી. આપની અપૂર્વતાનું ત્રીજું કારણ એ છે કે આપ એવા દીપક છો, જેમાંથી ધૂમાડો નીકળતો નથી, માત્ર દિવ્ય પ્રકાશ જ નીકળે છે. આપ નિધૂમ દીપક છો. પ્રત્યેક દીપક ધૂમાડાનું ઉત્સર્જન કરે છે. પ્રકાશની સાથે ધૂમાડો એ આશ્ચર્યની વાત છે. એક કવિના મનમાં દીપકની સાથે ધૂમાડાની એવી જિજ્ઞાસા જાગી. તે જિજ્ઞાસાનું સમાધાન તેણે પોતે જ આપ્યું : યાદશં ભુજયતે ચાન્ન, પચ્યતે જઠરાગ્નિના પ્રદીપેન તમો ભક્ત, નીહારોપિ ચ તાદૃશ: // માણસ જેવું ખાય છે, તેવું જ બહાર કાઢે છે. અંધકારનું ભક્ષણ કરનાર દીવો કાલિમા (મેલ) જ બહાર કાઢશે. માનતુંગે કહ્યું કે, આપ દિવ્યપ્રકાશી દીપક છો, કારણ કે આપના ભીતરમાં કોઈ વિકૃતિ નથી, કોઈ ખરાબી નથી. આપ ધૂમાડાને પણ પ્રકાશમાં પરિવર્તિત કરવા માટે સમર્થ છો. શાક જ ક 'કામન6િ6STD :- 9 : ભકતામર : અંતસ્તલનો સ્પર્શ ૧ Page #64 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વતાનું ચોથું કારણ એ છે કે આપ દીપકની જેમ એક સીમિત જગાને જ પ્રકાશિત કરતા નથી, પરંતુ સંપૂર્ણ લોકને પ્રકાશિત કરી મૂકો છો. કેવળજ્ઞાન સમગ્રલોકને પ્રકાશિત કરે છે. ક્યાંય અંધકાર નથી રહેતો, ક્યાંય દીવાલ નથી આવતી અને ક્યાંય અવરોધ નથી આવતો. સંપૂર્ણ જ્ઞેય કેવળજ્ઞાનનો વિષય બને છે. તેને માટે કશું જ અજ્ઞેય પણ નથી અને જાણવા જેવું પણ કશું હોતું નથી. બધું જ જાણવાની સીમામાં આવી જાય છે. આ સંપૂર્ણ લોકને પ્રકાશિત કરવાની ક્ષમતા થકી આપ અપૂર્વ દીપક બની ગયા છો. અપૂર્વતાનું પાંચમું કારણ એ છે કે આપ અપ્રકંપ દીપક છો. તેને ન તો હવાની લહર બૂઝાવી શકે છે, કે ન તો પર્વતોને પ્રકંપિત કરનારું ભયંકર તોફાન બૂઝાવી શકે છે. અપૂર્વ પ્રકાશની ઉપલબ્ધિ માટે આ પાંચ બાબતો પ્રત્યેક આધ્યાત્મિક વ્યક્તિ માટે આવશ્યક હોય છે. તેમનો નિરંતર વિકાસ ક૨તાં રહેવું જોઈએ. વિકાસની દૃષ્ટિ આપનારો તે શ્લોક આ પ્રમાણે છે - નિર્ધમવર્તિરપવર્જિતતૈલપૂર:, કૃખ્ખું જગત્પ્રયમિદં પ્રકટીકરોસિ । ગમ્યો ન જાતુ મરુતાં ચલિતાચલાનાં, દીપોડપરસ્ત્વમસિ નાથ ! જગત્પ્રકાશઃ । હકીકતમાં આ શ્લોક-હ્રયીમાં આચાર્ય માનતુંગે આંતરિક શક્તિનું ઉદ્ભાવન કર્યું છે, ધૃતિ, રાગ-વિજય, અવિચલન અને પ્રકાશનો મહાન સંદેશ આપ્યો છે. આ બંને શ્લોક એક પ્રકારના મંત્ર છે, જે વ્યક્તિ માનસિક અવિચલનની સાધના કરવા ઇચ્છતી હોય તેના માટે આ શ્લોક મહામંત્રનું કામ ક૨શે. ઈન્ટ્યુશન પાવર અથવા આંતર્દ્રષ્ટિના જાગરણનું પણ આ શ્લોક મહાન સૂત્ર છે. આ પવિત્ર જ્યોતિનું ધ્યાન અને આ શ્લોકહ્રયીનું આરાધન આધ્યાત્મિક સંપદાનું સંધાન છે. ૬૨ – ભક્તામર ઃ અંતસ્તલનો સ્પર્શ ન Page #65 -------------------------------------------------------------------------- ________________ '૯. અપૂર્વ સૂર્ય : અપૂર્વ ચંદ્ર શક્તિ અને પ્રકાશની પૂજા થાય છે. સ્તુતિકારે જ્યોતિની પૂજા કરી. તેમણે જોયું કે આદિનાથ જ્યોતિર્મય છે. બાહ્ય જગતમાં એક જ્યોતિર્મય પદાર્થ છે – દીપક. માનતુંગે દીપક સાથે તુલના કરી પરંતુ તુલના પૂર્ણ ન થઈ. આદિનાથના વ્યક્તિત્વ સમક્ષ દીપકની આભા ફિક્કી લાગી. માનતુંગનું ધ્યાન સૂર્ય તરફ કેન્દ્રિત થયું. તેમણે વિચાર્યું કે સૂર્ય અત્યંત જ્યોતિપુંજ છે. પૃથ્વી ઉપર વિચરણ કરનાર છે. આ ચિંતનની સાથે જ માનતુંગ સૂર્ય સાથે આદિનાથની તુલના કરવા માટે સમુદ્યત બન્યા. જ્યારે કવિ અથવા લેખક તુલના માટે ઉપસ્થિત થાય છે ત્યારે તે સૌપ્રથમ પ્રકૃતિનું અધ્યયન કરે છે. તે અધ્યયનપછી તુલના કરવામાં આવે છે. જે વ્યક્તિ પદાર્થનું, પ્રકૃતિનું કાવ્યના વિષયનું અધ્યયન કરતી નથી તે વ્યક્તિ તુલના કરી શકતી નથી. આચાર્ય માનતુંગે સૂર્યનું અધ્યયન શરૂ કર્યું. પ્રશ્ન ઉદ્ભવ્યો કે સૂર્ય સાથે આદિનાથની તુલના શી રીતે કરવી? માનતુંગ સૂર્યની પ્રકૃતિનું વિશ્લેષણ કરવા લાગ્યા. અનેક તથ્યો તેમની સમક્ષ પ્રસ્ફટિત થઈ રહ્યાં. સૂર્ય જગતને પ્રકાશિત કરે છે, પરંતુ તે અસ્તપણ પામે છે. ' સૂર્ય રાહુનો ગ્રાસ (કોળિયો) બને છે. જ્યારે જ્યારે પૂર્ણ સૂર્યગ્રહણ થાય છે, ત્યારે ધરતી ઉપર અંધકાર છવાઈ જાય છે. સૂર્યનો પ્રકાશ મર્યાદિત ક્ષેત્રને જ પ્રકાશિત કરે છે. સૂર્યના પ્રકાશની ચોક્કસ સીમા હોય છે. ભારત, અમેરિકા, યુરોપ વેગેરે ક્ષેત્રોમાં એક સરખો પ્રકાશ નથી હોતો. ક્યાંક દિવસ હોય છે તો ક્યાંક રાત હોય છે, ક્યાંક રાત હોય છે તો ક્યાંક દિવસ હોય છે. સર્વત્ર એકસરખો પ્રકાશ નથી હોતો. સૂર્ય અત્યંત તેજસ્વી છે, પરંતુ જ્યારે આકાશમાં ઘનઘોર વાદળો છવાઈ જાય છે ત્યારે સૂર્ય ઢંકાઈ જાય છે. ઘણી વખત તો વાદળોની સઘનતા એટલી બધી હોય છે કે દિવસે પણ રાત્રિ જેવો આભાસ જણાય છે. કવિ છે કે ગુજરાતી : ; . ભક્તામર અંતસ્તલનો સ્પર્શ : ૬૩ Page #66 -------------------------------------------------------------------------- ________________ માનતુંગે વિચાર્યુ કે આદિનાથની સાથે સૂર્યની તુલના શી રીતે કરવી ? ક્યાં આદિનાથ અને ક્યાં સૂર્ય ? આદિનાથ સૂર્ય કરતાં અનેક ઘણો મહિમા ધરાવે છે. આદિનાથ ક્યારેય અસ્ત પામતા નથી, સતત પ્રકાશશીલ રહે છે. તેઓ રાહુનો ગ્રાસ બનતા નથી. તેઓ સૂર્યની જેમ માત્ર મર્યાદિત ક્ષેત્રને જ પ્રકાશિત કરતા નથી. અસીમ ક્ષેત્રોને પ્રકાશિત કરે છે. તેઓ કદીય વાદળોથી ઢંકાતા નથી. આ ચાર તફાવત અત્યંત સ્પષ્ટ છે. માનતુંગે તેથી જ એમ કહેવું પડ્યું કે, હે પ્રભુ ! હું સૂર્ય સાથે આપની તુલના કરી શકતો નથી. આપ ન તો ક્યારેય અસ્ત પામો છો કે ન તો રાહુ દ્વારા ગ્રસ્ત બનો છો. સમગ્ર જગતને આપ એકસાથે પ્રકાશિત કરો છો. ઘનઘોર વાદળો પણ આપના આ મહાપ્રભાવને અવરોધી શકતાં નથી. હે મુનીન્દ્ર ! આપનો આ મહિમા સૂર્યાતિશાયી છે. નાસ્તું કદાચિદુપયાસિ ન રાહુગમ્ય :, સ્પષ્ટીકરોસિ સહસા યુગપજ્જગત્તિ । નામોધરોદરનિરુદ્ધમહાપ્રભાવઃ, સૂર્યાતિશાયિહિમાસિ મુનીન્દ્ર ! લોકે ।। આ ચાર પાસાંનો વિચાર કરીએ. પહેલું પાસું એ છે કે આદિનાથ અસ્ત પામતા નથી, તેનો તાત્પર્યાર્થ શો છે ? જેનું આવરણ વિલીન થઈ જાય છે તે ક્યારેય અસ્ત પામતો નથી. જ્યાં સુધી કેવળજ્ઞાનાવરણ હોય ત્યાં સુધી ઉદય અને અસ્ત થતા રહે છે. ક્યારેક જ્ઞાન વધી જાય છે અને ક્યારેક જ્ઞાન ઘટી જાય છે. જ્યાં સુધી આવરણ હશે ત્યાં સુધી પરિવર્તન થતું રહેશે. જેનું આવરણ ક્ષીણ બની જશે, જેનું જ્ઞાન નિરાવૃત્ત બની જશે, તે ક્યારય અસ્ત નહિ પામે. કેવળજ્ઞાન ઉત્પન્ન થવાથી કોઈપણ આવરણ રહ્યું નહિ તેથી ઉદય અને અસ્તનો પ્રશ્ન જ નિઃશેષ બની ગયો. બીજું પાસું એ છે કે તેઓ રાહુ દ્વારા ગ્રસ્ત થતા નથી. રાહુનો વર્ણ કૃષ્ણ માનવામાં આવ્યો છે. દુષ્કૃતનો વર્ણ પણ કૃષ્ણ છે. આગમ સાહિત્યમાં પાપનાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ બતાવવામાં આવ્યાં છે. પાપનો વર્ણ કૃષ્ણ છે. માનતુંગ કહે છે કે, પોતાના મોહકર્મને ક્ષીણ કરી દીધો, તેથી આપને રાહુગ્રાસ થતો નથી. મોહ ક્ષીણ થવાથી દુષ્કૃત પણ આપને પકડી શકતાં નથી. તેથી આપને કોઈ પાપનો બંધ થતો નથી. આ આનંદાતિશય અથવા ચરિત્રાતિશય છે. વીતરાગતા એટલી બધી પ્રગટ થઈ ગઈ કે રાહુગ્રાસનો પ્રશ્ન જ ન રહ્યો. એ સત્ય છે કે ગ્રહ ૬૪ = ભક્તામર ઃ અંતસ્તલનો સ્પર્શ ॥ Page #67 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવ પાડે છે, પરંતુ તે ત્યારે પ્રભાવ પાડે છે કે જ્યારે ભીતરમાં કોઈ દુષ્કૃત હોય છે. જ્યારે કોઈ દુષ્કૃત ન હોય, નિમિત્ત સમાપ્ત થઈ ગયું હોય ત્યારે કોઈ પ્રભાવ પડતો નથી. બે વ્યક્તિઓ ઉપર ગ્રહોનો પ્રભાવ પડતો નથી. એક તો એ કે જે સર્વથા અકિંચન છે, જેની પાસે કાંઈ જ નથી. બીજો એ કે જેનું દુષ્કૃત ક્ષીણ થઈ ગયું હોય છે, જેની પાસે કાંઈ જ નથી તેને ગ્રહોનું જોખમ હોતું જ નથી અને જે વ્યક્તિએ મોહને ક્ષીણ કરી દીધો હોય તેનું કોઈ ગ્રહ કશું બગાડી શકતો નથી. ગ્રહ ભલે ગમે તેટલો દુષ્ટ હોય, પણ તે વીતરાગને શું કરી શકે ? તેથી માનતુંગ કહે છે કે, હે પ્રભુ ! આપે મોહકર્મને ક્ષીણ કરી દીધું તેથી કોઈપણ રાહુ આપને ગ્રસ્ત કરી શકતો નથી. ત્રીજું તથ્ય છે - જ્ઞાનાવરણીયકર્મ ક્ષીણ અને મોહનીયકર્મ ક્ષીણ. તેનું પરિણામ એ આવ્યું કે આપનું જ્ઞાન વિકસ્વર બની ગયું. એટલું બધું વિકસ્વર બન્યું કે તે સમગ્ર લોકને એકસાથે પ્રકાશિત કરી રહ્યું છે. કહેવામાં આવ્યું કે ધર્માસ્તિકાય છે. આ જ્ઞાન ક્યાંથી આવ્યું ? અધર્માસ્તિકાય છે, આકાશાસ્તિકાય છે, જીવાસ્તિકાય છે - આ બોધ કયા જ્ઞાન દ્વારા થાય છે ? આ બોધ તે જ્ઞાન દ્વારા પ્રગટ થાય છે કે જે એકસાથે સમગ્ર લોકને પ્રકાશિત કરી દે છે. જે કાંઈ આગમમાં છે, તે એ જ જ્ઞાનાતિશયની નિષ્પત્તિ છે. ચોથું તથ્ય છે આપનું જ્ઞાન વાદળો દ્વારા આચ્છન્ન નથી. તેનો અર્થ એ કે આપનામાં શક્તિનો એટલો બધો વિકાસ થઈ ગયો કે આપની શક્તિને કોઈપણ સ્ખલિત કરી શકતું નથી. તેના ઉપર કોઈ ઢાંકણ ઢાંકી શકતું નથી. કોઈ આપનો અવરોધ બની શકતું નથી. વાદળો સૂરજના માર્ગમાં આડે આવે છે, પરંતુ તે આપના માટે અવરોધ બની શકતાં નથી. જ્યારે તડકો ન હોય ત્યારે એમ કહેવાય છે કે વાદળો સૂર્યની આડે આવી ગયાં. જ્યારે શક્તિ અપ્રતિહત બની જાય છે ત્યારે સ્ખલિત કરનાર, અવરોધ પેદા કરનાર કોઈ તત્ત્વ રહેતું નથી. માનતુંગ કહે છે કે, ‘આપનામાં શક્તિનો એટલો બધો વિકાસ થઈ ગયો છે કે ક્યાંય કશો અવરોધ રહ્યો નથી.' આ શક્તિનો અતિશય છે, વીર્યાતિશય છે. જ્ઞાનાવરણીય, મોહનીય અને અંતરાય એ ત્રણેય ક્ષીણ થઈ ગયા. દર્શનાવરણીયનો પણ તેની સાથે વિલય થઈ ગયો. જે ઘાત્યચતુષ્ટયી છે તે ક્ષીણ બની ચૂકી છે. આવા સંજોગોમાં કોઈપણ વ્યક્તિ સૂર્ય સાથે આપની તુલના કરી શકે નહિ. તેથી માનતુંગે એમ કહેવું પડ્યું કે, ‘હે પ્રભુ ! હું સૂર્ય સાથે આપની તુલના કરી રહ્યો હતો, પરંતુ કરી શક્યો નહિ. સૂર્ય આપની સામે ખૂબ નાનો લાગે છે. આપ તેના કરતાં ઘણા મહાન છો.’ આ ભક્તામર ઃ અંતઃસ્તલનો સ્પર્શ = ૬૫ Page #68 -------------------------------------------------------------------------- ________________ સૂર્ય પછી આચાર્ય માનતુંગનું ધ્યાન ચંદ્રમા ઉપર કેન્દ્રિત બન્યું. જો તેમણે પ્રથમ ચંદ્રમા સાથે તુલના કરી હોત તો સારું થાત. એવી આપણી કલ્પના થઈ શકે છે, પરંતુ સ્તુતિકાર તો સ્વતંત્ર હોય છે. લેખક અને વિચારક સ્વતંત્ર હોય છે. તે પોતાની સૂઝ-બૂઝ દ્વારા અથવા વિશેષ પ્રયોજન દ્વારા પ્રથમ વર્ણનીયને પછી અને પછીના વર્ણનીયને પ્રથમ વર્ણિત કરી દે છે. તે તેની પોતાની ઇચ્છાનો પ્રશ્ન છે. એક પ્રશ્નને કારણે બે વ્યક્તિઓ વચ્ચે ઝઘડો થયો. એક જણે કહ્યું કે, સિંહ ત્યારે જ પેદા થાય છે કે જ્યારે સિંહણ ઈડું મૂકે છે. બીજાએ કહ્યું, “ના, સિંહ ઈંડામાંથી નથી નીકળતો, સિંહ શાવક સ્વરૂપે જ પેદા થાય છે. આ વાતને કારણે વિવાદ વધી ગયો. એ જ વખતે કોઈ ત્રીજો માણસ ત્યાંથી પસાર થયો બંનેને વિવાદ કરતા જોઈને તેણે પૂછ્યું, “ભાઈ, તમે શા માટે આમ લડી રહ્યા છો ? વાત શી છે ? બંને એ પોતપોતાની કલ્પના જણાવી. એક જણે કહ્યું કે 'સિંહ ઈંડામાંથી પેદા થાય છે, બીજાએ કહ્યું કે સિંહ ઈંડામાંથી પેદા થતો નથી. પેલા માણસે હંસીને કહ્યું, “તમે બંને મૂર્ખ છો. સિંહ તો જંગલનો રાજા છે. એ એની મરજીની વાત છે કે એણે ઈડામાંથી પેદા થવું કે શાવક રૂપે પેદા થવું. તેની જેવી ઇચ્છા હોય તેવું તે કરે !” - કવિ સ્વતંત્ર હોય છે. માનતુંગે એ જ સ્વતંત્રતાનો પ્રયોગ કર્યો અને સૂર્યને પ્રથમ તથા ચંદ્રને પછી કાવ્યનો વિષય બનાવ્યો. તેમાં કંઈક કારણ હોઈ શકે છે. ખરેખર તો બંને શ્લોક જોડાયેલા છે. તેની પુષ્ટિ પણ પ્રસ્તુત શ્લોક કરે છે - નિત્યોદય દલિતમોહમહાન્ધકાર ગમ્ય ન રાહુવદન ન વારિદા નામ / વિભાજને તવ મુખાજમનલ્પકાન્તિ વિદ્યોતયજ્જગદપૂર્વશશાંકબિમ્બસ્ / માનતુંગ કહે છે કે ચંદ્રનો અસ્ત થઈ જાય છે. આપ નિત્ય ઉદિત રહો છો. સૂર્યના સંદર્ભમાં કહેવામાં આવ્યું કે આપ ક્યારેય અસ્ત નથી થતા અને ચંદ્રમાના સંદર્ભમાં કહેવામાં આવ્યું કે આપ નિત્યોદય છો. બંનેનો તાત્પર્યાર્થ ભિન્ન નથી. ચંદ્રમા રાત્રે ચમકે છે અને સવારે વાદળના ટૂકડા જેવો બની જાય છે. ચંદ્રમા અંધકારને દૂર કરે છે પરંતુ તે ખૂબ ઓછા અંધકારને દૂર કરે છે. આપે મોહના ગાઢ અંધકારનો નાશ કર્યો છે. નિત્યોદયનો હેતુ એ જ છે. એ જ નિત્ય ઉદિત રહી શકે છે કે જેણે મોહના અંધકારનો વિલય કરી દીધો હોય. જેણે મોહને ક્ષીણ નથી કર્યો, ક્યારેક ઉદિત થાય છે અને ક્યારેક અસ્ત પામે છે. ઉદિતોદિત એ જ છે કે જેનો મોહ ક્ષીણ થઈ ચૂક્યો હોય. દu ભક્તામર અંતસ્તલનો સ્પર્શ જાણીતા કી જ દીધી. કોઈકની ભરતી , Page #69 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મનું એ મહાનસૂત્ર છે. ઉદય અને અસ્ત થવાના સંદર્ભમાં ચાર પ્રકારના લોકો બતાવવામાં આવ્યા છે (૧) કેટલાક પુરુષો ઉદિતોદિત હોય છે – પ્રારંભે પણ ઉન્નત અને અંતે પણ ઉન્નત. (૨) કેટલાક પુરુષો ઉદિતાસ્તમિત હોય છે – પ્રારંભમાં ઉન્નત તથા અંતમાં અનુન્નત. (૩) કેટલાક પુરુષો અસ્તમિતોદિત હોય છે – પ્રારંભમાં અનુન્નત તથા અંતે ઉન્નત. (૪) કેટલાક પુરુષો અસ્તમિતાસ્તમિત હોય છે – પ્રારંભે પણ અનુન્નત અને અંતે પણ અનુન્નત. જે વ્યક્તિમાં મોહકર્મ વિદ્યમાન હોય તે ક્યારેય નિત્યોદય બની શકતી નથી. તેનામાં એક વૃત્તિ શાંત હોય છે તો બીજી વૃત્તિ જાગી જાય છે. ઉદય અને અસ્તનું ચક્ર ચાલ્યા જ કરે છે. ક્યારેક એમ લાગે છે કે જાણે એક વ્યક્તિ શીતલનાથ છે અને ક્યારેક એ જ વ્યક્તિ જ્વાલાનાથ બની જાય છે ! જંગલમાં એક સંન્યાસી ધ્યાન ધરીને બેઠા હતા. ધૂણી ધખાવીને બેઠા હતા. સામે ચીપિયો પડ્યો હતો. એક મુસાફરે જોયું કે સંન્યાસી આંખો બંધ કરીને બેઠા છે. તેનાથી રહેવાયું નહિ. સંન્યાસીની મજાક કરતાં તે બોલ્યો, પાખંડી મોટો ! આ જંગલમાં ધૂણી ધખાવીને બેઠો છે ! સંન્યાસીએ એ સાંભળ્યું. તેણે આંખો ખોલી. તેનામાં આવેશ છલકાયો. સામે પડેલો ચીપિયો ઊઠાવ્યો. ઉગ્ર સ્વરે બોલ્યો, બેવકૂફ ! મને પાખંડી કહે છે ? ઊભો રહે, હું તને બતાવું છું કે હું કેવો છું ! સંન્યાસી ચીપિયો લઈને પેલા મુસાફરની પાછળ પડ્યો. શીતલનાથ જ્વાલાનાથ બની ગયો ! જ્યાં નિત્યોદય ન હોય ત્યાં આવી સ્થિતિ પેદા થતી હોય છે. કેટલીક ક્ષણો એવી હોય છે જ્યારે એમ લાગે કે વૃત્તિઓ શાંત બની ગઈ છે. થોડી વારે બીજું નિમિત્ત મળે છે અને શાંતિ ગાયબ થઈ જાય છે. આક્રોશની વૃત્તિ છલકાવા લાગે છે. એવી વ્યક્તિ નિત્યોદય બની શકતી નથી. સદા ઉદિત એ જ રહી શકે છે કે જેણે પોતાની વૃત્તિઓને ક્ષીણ કરી દીધી હોય, પોતાના મોહને ક્ષીણ કરી દીધો હોય. આપ સદા ઉદિત રહો છો તેથી રાહુનો ગ્રાસ બનતા નથી. સૂર્ય સાથે તુલના વખતે પણ રાહુગ્રાસની ચર્ચા કરવામાં આવી અને ચંદ્રમા સાથે તુલના કરતી વખતે પણ એ જ ચર્ચા કરવામાં આવી રહી છે. સૂર્ય અને ચંદ્રમા બંનેને રાહુગ્રાસ થાય છે, પરંતુ આપને થતો નથી. એનું તાત્પર્ય એ છે કે કોઈપણ વ્યક્તિ આપના લક્ષ્યમાં બાધક બની શકતી નથી. આવી વ્યક્તિ સિદ્ધયોગી બની જાય છે. તે જે ઇચ્છે તે કાર્ય કરી શકે છે. ભક્તામર ઃ અંતસ્તલનો સ્પર્શ ॥ ૬૦ Page #70 -------------------------------------------------------------------------- ________________ માનતુંગ કહે છે કે, ચંદ્રમા વાદળોની પાછળ છુપાઈ જાય છું, પરંતુ આપનો પ્રકાશમાં ક્યારેય આવૃત્ત થતો નથી. માનતુંગના આ કથનનું હાર્દ એ છે કે આપની નિર્મળ જ્યોતિને રાગનાં વાદળો ક્યારેય ઢાંકી શકતાં નથી. ત્રણ પ્રકારના રાગ બતાવવામાં આવ્યા – કામરાગ, સ્નેહરાગ અને દૃષ્ટિરાગ. આચાર્ય હેમચંદ્ર લખ્યું છે કે, કામરાગ અને સ્નેહરાગને થોડાક અભ્યાસ દ્વારા અથવા પ્રયત્ન દ્વારા દૂર કરી શકાય છે, પરંતુ જે દૃષ્ટિરાગ છે તે સાંપ્રદાયિક અથવા દાર્શનિક રાગ છે, તે દુરુછેદ છે. કામરાગાસ્નેહરાગાવીષતકરનિવારણી દૃષ્ટિરાગતુ પાપીયાન, દુરુચ્છેદઃ સતામપિ // માનતુંગ કહી રહ્યા છે કે, હે પ્રભુ ! આ જે કામરાગ અને સ્નેહરાગનાં વાદળો છે, જે દૃષ્ટિરાગનાં વાદળો છે તે આપના પ્રકાશને ક્યારેય આવૃત્ત કરી શકતાં નથી. તેમના માટે આપ અતીત બની ચૂક્યા છો. આપ તેમનાથી દૂર જઈ ચૂક્યા છો. ખૂબ ગંભીરતામાં જઈને આચાર્યે વિશુદ્ધ આધ્યાત્મિક સ્વરૂપનું ચિત્રણ કર્યું છે. તે આદિનાથ ! આપ મહાન યોગી અને સાધક છો. જેટલા દોષ માનવામાં આવે છે, તે તમામને આપે દૂર કરી દીધા છે. સામાન્ય રીતે અઢાર દોષ અથવા પાંચ આશ્રવ બતાવવામાં આવ્યા છે. આ દોષ વાદળ અથવા ધુમ્મસ બનીછવાઈ જાય છે. આપે આ દોષોનું અપનયન કરી દીધું. તેથી આપનું મુખકમળ અનન્ય કાંતિસંપન્ન બની ગયું. ચંદ્રની કાંતિ અલ્પ હોય છે. તે સમગ્ર જગતને ઉદ્યોતિત નથી કરતો. આપની કાંતિ અનલ્પ છે. આપનું મુખકમળ એટલું બધું તેજસ્વી બની ગયું છે કે તે સમગ્ર જગતને ઉદ્યોતિત કરી શકે છે. - જ્યારે ભીતરની જ્યોતિ પ્રગટ થાય છે ત્યારે બહારની જ્યોતિ સાથે તેની તુલના થઈ શકતી નથી. આચાર્યે પ્રયત્ન કર્યો - અંતરજ્યોતિની તુલના બહારની જ્યોતિ સાથે કરું. પરંતુ તેમનો એ પ્રયત્ન સફળ ન થયો. ન તો દીપકની જ્યોતિ સાથે તેની તુલના થઈ શકી કે સૂર્યના પ્રકાશ સાથે થઈ શકી અને ન તો ચંદ્રમાના ઉદ્યોત સાથે એની તુલના થઈ શકી. તેથી આચાર્ય માનતુંગે કહેવું પડ્યું કે આપ અપૂર્વ દીપક છો. આપ સૂર્ય કરતાં વિશેષ મહિમા ધરાવો છો. આપ અપૂર્વ શશાંકબિંબ છો. હકીકતમાં ભીતરનો અંધકાર ભારે જટિલ હોય છે. બહારના અંધકારને દૂર કરી શકાય છે. તેને દૂર કરવાના અનેક ઉપાયો શોધવામાં આવ્યા. બે પથ્થરો ઘસીને વીજળી પેદા કરવામાં આવી. અરણિનાં લાકડાંનું મંથન કરીને તેમાંથી અગ્નિ પેદા કરવામાં આવી. સૂર્ય-ઊર્જા, પાવરહાઉસ વગેરે એટલા ઉપક્રમ છે કે જે બહારના અંધકારને પ્રકાશમાં પરિવર્તિત કરી દે છે. પરંતુ તે પૈકીનો કોઈપણ ઉપાય અંતર્યોતિની તુલનામાં ટકી શકે તેમ નથી. જે વ્યક્તિમાં અંતરની જ્યોતિ જાગી જાય છે, તે ખરેખર આદિનાથ બની જાય છે. ૬૮ ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ "ગિઝ કી તારી કા પર જ રા Page #71 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય માનતુંગે એક આધ્યાત્મિક અને કર્મશાસ્ત્રીય દૃષ્ટિકોણ પોતાની સામે રાખીને સ્તવના કરી. સાધનાના ક્ષેત્રમાં સાધક આંતરિક જ્યોતિના જાગરણની સાધના કરે છે. તેના પ્રસ્ફુટન માટે જ તે દીપકની જ્યોતનું ધ્યાન ધરે છે, મણિની પ્રભા, સૂર્યનાં કિરણો અથવા ચંદ્રમાનું ધ્યાન ધરે છે. તેના આ તમામ ઉપક્રમો ભીતરની જ્યોતિને જગાડવા માટે હોય છે. જ્યારે ભીતરની જ્યોતિ જાગૃત થઈ જાય છે ત્યારે ધ્યાન કરવું જરૂરી રહેતું નથી. ભગવાન મહાવીરે અનિમેષ પ્રેક્ષાનું ધ્યાન કર્યું. એક પુદ્ગલ ઉપર દૃષ્ટિ સ્થિર કરી, પરંતુ જ્યારે કેવળજ્ઞાન ઉપલબ્ધ થઈ ગયું ત્યારે ન તો અનિમેષ પ્રેક્ષાની જરૂર રહી કે ન કોઈ બાહ્ય જ્યોતિની અપેક્ષા રહી. કેવળજ્ઞાન અને મોહવિલય દ્વારા જે જ્યોતિનું જાગરણ થાય છે, તે કોઈ બાહ્ય જ્યોતિ દ્વારા ઉપમિત થઈ શકતી નથી. આચાર્ય માનતુંગે આ સચ્ચાઈનું શ્લોકદ્રયીમાં ઉદ્ઘાટન કર્યું છે. જ્યાં ભીતરની જ્યોતિ જાગી જાય છે ત્યાં સર્વસ્વ પ્રાપ્ત થઈ જાય છે. તૃષ્ણા, દુઃખ, અશાંતિ, ઘૃણા, હતાશા – આ તમામનો વિલય ભીતરી જ્યોતિ પ્રગટ થવાથી થાય છે. જ્યાં સુધી તે જ્યોતિ પ્રગટ થતી નથી ત્યાં સુધી વ્યક્તિની માનસિક કક્ષા બીજા પ્રકારની હોય છે. જ્યાં સુધી ભીતરની જ્યોતિ પ્રગટ નથી થતી ત્યાં સુધી તૃષ્ણા જાગ્યા કરે છે. ભીતરની જ્યોતિ પ્રગટ થઈ જાય તો પવિત્ર જીવનનો સ્રોત વહેવા લાગે, સદાય મસ્તિ અને આનંદનો સાગર લહેરાવા લાગે. માનતુંગે આદિનાથના અનુપમેય વ્યક્તિત્વનું જે ચિત્ર રજૂ કર્યું છે તે નિર્મળ અને પવિત્ર જ્યોતિનાં જીવંત હસ્તાક્ષર છે. આદિનાથનું આ અતુલનીય વ્યક્તિત્વ જ સ્તુતિકારના આકર્ષણનું કેન્દ્ર બનેલું છે, જેનો સાક્ષાત્કાર ભક્તામરના પ્રત્યેક પદમાં કરી શકાય છે. = ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ = ૬૯ Page #72 -------------------------------------------------------------------------- ________________ 0ાકી ૧૦. જ્ઞાનની આરાધના : પ્રકાશની સાધના આચાર્ય માનતુંગે ભગવાન આદિનાથની, સ્તુતિના ક્રમમાં અનેક પ્રતીકો અને ઉપમાઓ સાથે તુલના કરી, પરંતુ તુલના માટે ન તો દીપક ઉચિત લાગ્યો, ન સૂર્ય કે ન ચંદ્ર ઉચિત લાગ્યો. જ્યારે કોઈ પણ તુલનામાં તુલ્ય ન મળ્યું ત્યારે સ્તુતિકાર ભક્તિરસમાં ગળાડૂબ બની ગયા. તેઓ ભક્તિના એવા ઉત્તેગ શિખર ઉપર પહોંચી ગયા કે જ્યાં ગયા પછી ભક્તને માત્ર ભગવાન જ દેખાય છે, અન્ય કશું જ દેખાતું નથી. તે ભૂમિકા ઉપર પહોંચીને જે સ્વર નીકળ્યો તે સ્વર અચરજ પમાડે તેવો છે – રાત્રે ચંદ્રમાની શી જરૂર છે? દિવસે સૂર્યની શી જરૂર છે? કોઈ જરૂર નથી. ન રાત્રે આપણને ચંદ્રની જરૂર પડે છે કે ન દિવસે સુર્યની જરૂર પડે છે. શા માટે ? કારણ કે જ્યારે આપનું મુખારવિંદ અંધકારનો નાશ કરી રહ્યું હોય ત્યારે કોઈ અન્ય પ્રકાશની શી જરૂર ? ચંદ્રમા શું આપના મુખારવિંદ કરતાં વિશેષ શાંતિ આપી શકશે? સૂર્ય અને ચંદ્રમા આપના મુખની આભા કરતાં વિશેષ કાંતિમાન નથી. સ્થૂળ દૃષ્ટિએ જોઈએ તો આ વાત અવ્યાવહારિક જેવી લાગે છે. શું સૂર્ય અને ચંદ્રનો કોઈ વિકલ્પ હોઈ શકે ખરો ? તેના વગર કામ શી રીતે ચાલે ? રાતની શોભા ચંદ્ર થકી છે અને દિવસની શોભા સૂર્ય થકી છે. આચાર્ય માનતુંગ આ બંને સચ્ચાઈને નકારી રહ્યા છે. કારણ કે તેઓ અલગ ભૂમિકા ઉપર પહોંચી ચૂક્યા છે. અલગ અલગ ભૂમિકાઓ હોય છે. આપણે એક જ ભૂમિકાથી નિહાળીએ તો ન્યાય નહીં થાય. આપણે તેનું ઔચિત્ય પણ પ્રમાણિત નહિ કરી શકીએ. આપણે ભૂમિકાનું નિર્ધારણ કરવું પડશે કે, એ વાત કઈ ભૂમિકાએથી કહેવામાં આવી છે. જ્યારે કોઈ ભક્ત ભક્તિના ચરમ શિખરે હોય છે અને તે ૦૦ ભકતામર : અંતસ્તલનો સ્પર્શ જ રાજા ની વાત . , , , , Page #73 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકામાં તે જે બોલે છે, તે વાત સાધારણ ભૂમિકાની વાત નથી હોતી. મીરાંએ જે કહ્યું તે દરેક સ્ત્રી કહી શકતી નથી. સૂરદાસે જે કહ્યું, તુલસીદાસજીએ જે કહ્યું તે પ્રત્યેક માણસ કહી શકતો નથી. તે ભૂમિકાનું જગત જ નિરાળું છે. મીરાં એક વખત વ્રજભૂમિમાં ગઈ, ત્યાં એક પ્રસિદ્ધ સંત હતા જીવાસ્વામી, મીરાંએ તેમને મળવાની ઇચ્છા વ્યક્ત કરી. જીવાસ્વામીનો સંકલ્પ હતો કે તેઓ કોઈ પણ સ્ત્રીને મળશે નહિ. મીરાં તેમના નિવાસસ્થાને ગઈ, તેમને મળવાની ઇચ્છા વ્યક્ત કરી. જીવાસ્વામીએ કહેવડાવ્યું કે તેઓ કોઈ પણ સ્ત્રીને મળતા નથી. મીરાંએ તરત જ પ્રત્યુત્તર પાઠવ્યો કે, ‘હું તો વ્રજમાં એમ વિચારીને આવી હતી કે અહીં માત્ર ગોપીઓ જ ગોપીઓ છે, પરંતુ હવે ખબર પડી કે તે સિવાય અન્ય પણ કોઈ અહીં રહે છે.’ આ પ્રત્યુત્તરમાં છુપાયેલા મર્મને સમજીને જીવાસ્વામી તરત જ મીરાંબાઈની સન્મુખ આવીને ઊભા રહ્યા. ભક્તિના શિખર ઉપર ઊભેલી વ્યક્તિ જે વાણીમાં બોલે છે, તે વાણીની તુલના આપણે સામાન્ય વાણી સાથે કરી શકીએ નહિ. તે તદન અલગ જ વાત હોય છે. ઇતિહાસ સાક્ષી છે કે જેટલા પણ અલૌકિક ભક્તો પેદા થયા, તેઓ અનુત્તર ભૂમિકા પ્રાપ્ત કરી ચૂક્યા હતા. તેમણે જ્યારે પણ ભક્તિમાં અભિસ્નાત થઈને જે કોઈ વાત કહી તે વાત સામાન્ય માણસને સમજવામાં ઘણો સમય લાગ્યો. મૂર્ધન્ય ભક્તો, કવિઓ દ્વારા કહેવાયેલી વાતના આજ સુધીમાં કોણ જાણે કેટકેટલા અને કેવા કેવા અર્થ વ્યક્ત થઈ રહ્યા છે ! સૌ પોતપોતાની દૃષ્ટિ મુજબ તેનો અર્થ કરે છે. કોઈ સામાન્ય માણસ ચંદ્ર અને સૂરજને વ્યર્થ કહી શકે નહિ. તે એમ નથી કહી શકતો કે તેને તેમની જરૂર નથી, પરંતુ જ્યારે કોઈ ભક્ત-માનસ ભગવાનમાં જ પ્રકાશ નિહાળે છે અને ભગવાનમાં જ શાંતિનો અનુભવ કરે છે ત્યારે તેને માટે ન ક્યાંય અન્યત્ર પ્રકાશ હોય છે કે ન ક્યાંય અન્યત્ર શાંતિ હોય છે. આવી અવસ્થામાં તે કહી શકે કે – હે ભગવાન ! મારે આપના સિવાય અન્ય કોઈની જરૂર નથી. રામભક્ત હનુમાન વિશે જાણીતી વાત છે કે તેઓ જડ-ચેતન તમામમાં રામની જ છબી નિહાળતા હતા. સીતા દ્વારા મળેલો હાર તોડીને તેમાં પણ તેમણે રામને જ શોધવાની કોશિશ કરી હતી. જ્યાં આ ભક્તિનો અતિરેક અને શ્રદ્ધાની ચરમ સ્થિતિ હોય છે, ત્યાં ભક્તને માત્ર ભગવાન જ દેખાય છે. તેમના સિવાય અન્ય કશું જ દેખાતું નથી. જે વ્યક્તિની શ્રદ્ધા ચરિત્રમાં છે, વૈરાગ્યમાં છે તેને બીજુ બધું જ ફિક્કું ફિક્કું લાગે છે. અલૌકિક ચિંતનની ધારા અને અભિવ્યક્તિ ભક્તિની ભૂમિકા ઉપર જ થતી હોય છે. તેથી આચાર્ય માનતુંગે જે કહ્યું તેમાં ન તો કશી અતિશ્યોક્તિ છે કે ન કોઈ ઉપેક્ષા છે. તે માત્ર ભક્તિની અભિવ્યક્તિ જ છે. – ભક્તામર : અંતઃસ્તલનો સ્પર્શ – ૦૧ Page #74 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય માનતુંગ પોતાની વાતનું સમર્થન પણ ખૂબ સારી રીતે કરે છે. તેના દ્વારા સમગ્ર વાત સ્પષ્ટ બની જાય છે. તેઓ કહે છે કે મારું તાત્પર્ય એ નથી કે સૂર્યની કોઈ જરૂર જ નથી. હું એમ નથી કહેતો કે ચંદ્રની કોઈ જરૂર નથી. તેમની આવશ્યકતા છે, પરંતુ તે આવશ્યકતાતો જગતને છે, મારે નહિ. બીજ વાવામાં આવ્યું, તેને પાણી કે વરસાદની જરૂર પડે છે, પરંતુ ફસલ તૈયાર થયા પછી પણ શું તેને એ બધી જરૂરિયાતો રહે છે ખરી ? જ્યાં સુધી ફસલ તૈયાર ન થાય ત્યાં સુધી જ તેને વરસાદની જરૂર પડે છે. ફસલ તૈયાર થયા પછી તેને પાણીની કોઈ આવશ્યકતા રહેતી નથી. આપણે જાણીએ છીએ કે શ્રાવણભાદરવો મહિનામાં કાળા ડિબાંગ વાદળો અને વરસાદની હેલી સૌ કોઈને મનોરમ્ય લાગે છે, પરંતુ ચૈત્ર-વૈશાખમાં જો એવી સ્થિતિ થઈ જાય તો લોકો કહે છે કે મોસમ ખરાબ છે (માવઠું થયું). જે વરસાદ જુલાઈ-ઑગસ્ટમાં સારો લાગે છે તે એપ્રિલ-મેમાં ખરાબ કેમ લાગે છે? એટલા માટે કે તેની અપેક્ષા નથી, તેની જરૂર નથી. જરૂર વગરની કોઈ પણ વસ્તુ જબરદસ્તીથી મળે તો મૂડ બગડશે જ. જ્યારે વસ્તુ પોતાની સાર્થકતા પુરવાર ન કરે ત્યારે તે ઇચ્છનીય રહેતી નથી. આચાર્ય કહે છે કે, ડાંગરની ખેતી તૈયાર થયા પછી પાણીના ભારથી છલોછલ જલઘરોની કોઈ જરૂર રહેતી નથી. મને પ્રકાશ મળી ગયો, મને શાંતિ મળી ગઈ અને સૌથી મોટી વાત તો એ છે કે પ્રકાશ અને શાંતિ આપનાર મારો ભગવાન મને મળી ગયો. હવે મારે શું જોઈએ ? આ તમામ સંદર્ભમાં આચાર્યના કથ્યને આપણે આત્મસાત કરીએ તો એમ લાગશે કે તેમણે કોઈ અર્થહીનવાત કરી નથી, અવ્યાવહારિક વાત કરી નથી. પોતાની અલૌકિક ભૂમિકામાં તેમણે બસ એટલું જ કહ્યું છે કે મારે હવે અન્ય કોઈની જરૂર નથી. કારણ કે મારી ફસલ તૈયાર થઈ ચૂકી છે. આ ભક્તિ-સભર ભાવો વ્યક્તિ કરતો આ શ્લોક કેવો માર્મિક છે ! કિં શર્વરીષ શશિનાદ્ધિ વિવસ્વતા વા, યુસ્મભુપેન્દુદલિતપુ તમસુ નાથ ! નિષ્પશાલિવનશાલિનિજીવલોક, કાર્ય કિયન્જલઘૉર્જલાભારન // પછીના શ્લોકમાં આચાર્ય માનતુંગ કહે છે કે, હે પ્રભુ ! આપનામાં જ્ઞાનનો જે પ્રકાશ છે તે મને અન્યત્ર ક્યાંય જોવા મળતો નથી. જ્ઞાનને આપનામાં જે સ્થાન મળ્યું તે તેને અન્યત્ર ક્યાંય મળ્યું નથી. આપે તેને સ્થાન આપી દીધું હશે અથવા તેણે પોતાનું સ્થાન શોધી લીધું હશે. અન્યત્ર ન તો તેને કોઈ સ્થાન આપનાર મળ્યું કે ન તેને શોધવાની જરૂર પડી. તેથી જ્ઞાને જેવી રીતે આપનામાં સ્થાન બનાવી દીધું છે તેવું અન્ય કોઈમાં તે પોતાનું સ્થાન બનાવી શક્યું નથી. ૦૨ ભકતામર અંતસ્તલનો સ્પર્શ ા ક હ ળ પથ વિધી કરી છે કે જાણે Page #75 -------------------------------------------------------------------------- ________________ આ અત્યંત દુલર્ભ વાત છે. હકીકતમાં ઘોર સાધના પછી આપે આ પ્રકાશ ઉપલબ્ધ કર્યો છે. “ આ શ્લોકની સાથે આચાર્ય માનતુંગ એક દાર્શનિક ચર્ચાનો પ્રારંભ કરી રહ્યા છે. તેઓ કહે છે કે, આપનામાં જ્ઞાનનો જે પ્રકાશ છે તે અન્યત્ર નથી. તેનું સૌથી મોટું પ્રમાણ એ છે કે આપે આત્માનું જે દર્શન આપ્યું, એવું અન્ય કોઈએ નથી આપ્યું. ભગવાન ઋષભ આત્મવાદના પ્રવર્તક હતા. તેમણે આત્માની શોધ કરી, આત્માનું અનુસંધાન તથા પ્રતિપાદન કર્યું. દર્શનના ઇતિહાસમાં આત્માના સર્વ પ્રથમ પ્રવક્તા ભગવાન ઋષભ જ છે. ત્યારપછીના દાર્શનિકોએ પણ આત્માનું પ્રતિપાદન કર્યું, પરંતુ તેઓ મારી દૃષ્ટિએ સમીચીન નથી. કોઈએ આત્માને સર્વવ્યાપી માની લીધો તો કોઈએ આત્માને અંગુષ્ઠપ્રમાણ માની લીધો. આ માન્યતાઓ યુક્તિયુક્ત નથી. તેનું કારણ એ જ છે કે જે પ્રકાશ આપને મળ્યો છે તે તેમને મળ્યો નથી. બીજું પ્રમાણ એ છે કે આપે આત્માના કર્તુત્વનું પ્રતિપાદન કર્યું. આત્મા જ કર્યા છે, અન્ય કોઈ નહિ. આપણાં સુખ-દુઃખનો કર્તા આપણો આત્મા જ છે. સુખ-દુઃખ આત્મકૃત છે – એવું કોઈ બીજાએ નથી કહ્યું. નૈયાયિક વગેરે દાર્શનિકે કહ્યું કે કર્મ આત્મા કરે છે અને ફળ ઈશ્વર આપે છે. સાંખ્યદર્શને કહ્યું કે આત્મા અકર્તા છે, ફળનો ભોક્તા નથી. માનતુંગે કહ્યું કે, આ દર્શનોમાં માત્ર વિસંગતિ જ જોવા મળે છે. એવું કોઈ દર્શન નથી કે જેમાં સંગતિ હોય. પ્રારંભથી અંત સુધી, ઉપક્રમથી ઉપસંહાર સુધી સુસંગતિ જળવાઈ રહેવાનું અત્યંત મુશ્કેલ છે. એ ત્યારે જ શક્ય છે કે જ્યારે કેવળજ્ઞાન કે આત્માનો સાક્ષાત્કાર થઈ જાય. એક પ્રસંગ છે. કોઈ અપરાધ માટે ત્રણ વ્યક્તિઓને પકડવામાં આવી - પતિ, પુત્ર અને ભાઈ. ત્રણે સગા હતા. તે વખતે આજની જેમ લાંબી કાનૂની કાર્યવાહી ચાલતી નહોતી. તત્કાળ ન્યાય કરી દેવામાં આવતો હતો. રાજાએ ભર્યા દરબાર વચ્ચે ફાંસીનો ફેંસલો સંભળાવી દીધો. એ જ વખતે રાજદરબારમાં આક્રંદ કરતી એક મહિલા પ્રવેશી. તે બોલી રહી હતી – અનોદકા નદી નષ્ણા નગ્નરર્ડ અરાજકમ્ ઇન્દી વિ વિધવા નગ્ના, જસ્સાવિ દસાતરો ! નદી નગ્ન છે કારણ કે તેમાં પાણી નથી. નદીમાં પાણી ન હોય, તે ખાલી હોય તો નગ્ન કહેવામાં આવે છે. એ રાષ્ટ્ર પણ નગ્ન છે કે જેમાં કોઈ રાજા ન હોય. વિધવા સ્ત્રી પણ નગ્ન જ કહેવાય છે, ભલે પછી તેને દસ તભાઈ હોય. Eા માં જ પોતાના બીજા જા 'કોદઉં . ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ . ૯૩ Page #76 -------------------------------------------------------------------------- ________________ રાજાએ જોર શોરથી બૂમો મારતી તે સ્ત્રીને જોઈ. પોતાના માણસોને આદેશ આપ્યો કે તેને બીજાં વસ્ત્રો પહેરાવી દો. કપડાં તો તેણે પહેલાં જ હતાં, પરંતુ નગ્ન હોવાની વાત વારંવાર કહેવાને કારણે રાજાએ તેને બીજાં વસ્ત્રો આપવાનો આદેશ કર્યો. તે સ્ત્રીએ કહ્યું, “રાજન્ ! વિધવા થયા પછી કપડાં થકી મારી નગ્નતા ઢંકાશે નહિ.” - રાજાના મનમાં કરુણા છલકાઈ. તેણે કહ્યું, “બોલ, તારે શું જોઈએ ? આ ત્રણેયમાંથી કોઈ એકનું જીવન તું માંગી શકે છે. સ્ત્રી બોલી, “મારા પતિને આપ શિક્ષા કરી શકો છો. પતિ નહિ હોય તો પુનઃ લગ્ન થઈ શકશે. પુત્રને પણ આપ છોડશો નહિ, ફરીથી લગ્ન કર્યા પછી પુત્ર પણ પેદા થશે. આપ મારા ભાઈને મુક્ત કરી દો, કારણ કે મારી માતા મૃત્યુ પામી ચૂકી છે અને હવે બીજો ભાઈ પેદા થઈ શકે તેમ નથી.” જીવનમાં આટલો બધો વિરોધાભાસ છે. એક તરફ તે એમ કહે છે કે પતિ મૃત્યુ પામે તો દસ ભાઈ હોવા છતાં સ્ત્રી વિધવા ગણાય. બીજી તરફ તે એમ કહે છે કે પતિ અને પુત્રની જરૂર નથી, મારા ભાઈને મુક્ત કરો. જીવનનું જો વિશ્લેષણ કરીએ તો જીવનમાં એટલો બધો વિરોધાભાસ જોવા મળે છે કે જેની કલ્પના પણ કરી શકાતી નથી. સામાન્ય વ્યક્તિની વાત જવા દો, કાલિદાસ જેવા વિશ્રુત મહાકવિઓનાં કાવ્યોમાં પણ અનેક વિરોધાભાસ જોવા મળે છે. એ કોઈ અસ્વાભાવિક વાત નથી, પરંતુ જે વ્યક્તિએ આત્મસાક્ષાત્કાર કરી લીધો, કૈવલ્ય પ્રાપ્ત કરી લીધું તેને માટે કોઈ વિરોધાભાસ રહેતો નથી. જ્યાં આત્મસાક્ષાત્કાર છે ત્યાં કોઈ પૌર્ય રહેતો નથી, કોઈ વ્યવધાન રહેતું નથી. અતીન્દ્રિય જ્ઞાનીની આગળ બેસો કે પાછળ બેસો, કોઈ ફરક પડતો નથી. ભારતીય સાહિત્યમાં ચતુર્મુખની કલ્પના કરવામાં આવી છે. ચતુર્મુખ એને કહેવાય કે જેને ચારે તરફ મુખ હોય, જેને મોં ફેરવીને જોવાની જરૂર ન પડતી હોય. આ ચતુર્મુખ અતીન્દ્રિય જ્ઞાનનું પ્રતીક છે. નંદીસૂત્રમાં કહ્યું છે કે જેને પરમ અવધિ જ્ઞાન થાય છે, તે વ્યક્તિ આગળ જોઈ શકે છે, પાછળ જોઈ શકે છે અને આજુબાજુ પણ જોઈ શકે છે. આવા અતીન્દ્રિય જ્ઞાનીઓની વાણીમાં કોઈ વિસંગતિ નથી હોતી. સ્તુતિકાર કહે છે કે આપનું અસંવિવાદી જ્ઞાન વિલક્ષણ છે. આપે આત્માનું પ્રતિપાદન કર્યું. આત્મકતૃત્વનું પ્રતિપાદન કર્યું અને આત્માના ત્રિમુખી અસ્તિત્વનું પ્રતિપાદન કર્યું. જેનું અસ્તિત્વ છે તે મૃત્યુ પામતું નથી, તેનામાં માત્ર પરિવર્તન થાય છે. માત્ર સાપેક્ષ દૃષ્ટિએ કોઈને અમર કે કોઈને મરણધર્મા કહી શકાય. અનેકાન્તમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યનો સિદ્ધાંત સ્વીકારાયેલો છે, તેથી ૦૪પ ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ જાય , કારણ કે સરકાર આકરા SEી Page #77 -------------------------------------------------------------------------- ________________ ત્યાં મૃત્યુ અને અમરત્વ બંને સાપેક્ષ છે. સ્તુતિકાર પોતાની વાતના સમર્થનમાં કહે છે કે કોઈ દર્શને પદાર્થને ક્ષણિક માની લીધો, કોઈ દર્શને કૂટસ્થ નિત્ય માની લીધો. હે પ્રભુ! આપ ન તો કોઈને ક્ષણિક માનો છો કે ન કોઈને કૂટસ્થ માનો છો. પદાર્થ ક્ષણિક પણ છે અને નિત્ય સ્થાયી પણ છે. આ તમામ અવધારણાઓને આચાર્યે પોતાના મસ્તિષ્કમાં એકત્ર કરીને માત્ર એટલું જ કહ્યું કે જ્ઞાનનો પ્રકાશ જેવો આપનામાં જોવા મળે છે તેવો અન્યત્ર મળતો નથી. એટલે સુધી કે હરિરસ વગેરેમાં પણ એવું જોવા મળતું નથી. આચાર્ય નામ દઈને અહીં કોઈની ઉપેક્ષા કરી રહ્યા નથી, કે ન તો તેઓ માત્ર શ્રદ્ધાવશ કે ષવશ એમ કહી રહ્યા છે. તેઓ જે કહી રહ્યા છે તે આપ્તત્વની પરીક્ષા કરીને કહી રહ્યા છે. ન શ્રદ્ધયેવ ત્વયિ પક્ષપાતો, ન દ્વેષમાત્રાદચિ: પરે" / યથાવદા–પરિક્ષયા તું, –ામેવ વીરપ્રભુમાશ્રિતા સ્મ / યોગ્ય પરિપ્રેક્ષ્યમાં ન જોઈએ તો એમ લાગે કે આચાર્યે પોતાના આરાધ્યને મહાન દેખાવડવા માટે બીજાઓને નિમ્ન દર્શાવ્યા છે, પરંતુ એવી કોઈ વાત નથી. આમાં ન તો શ્રદ્ધાને કારણે પક્ષપાત છે અને ન તો દ્વેષને કારણે બીજાઓ પ્રત્યે કોઈ અરુચિ છે. કારણ માત્ર એટલું જ છે કે મેં આપ્તત્વની પરીક્ષા કરી લીધી, તેના જ આધારે હું કહી રહ્યો છું કે જેવું જ્ઞાન આપનામાં સ્કુરિત થઈ રહ્યું છે, તેવું જ્ઞાન મને કોઈ અન્ય દર્શનમાં જોવા મળતું નથી. યથાર્થ એ જ છે કે જે તેજ મણિમાં હોય છે, તે કોઈ કાચમાં જોવા નથી મળતું. જો કે કાચ પણ સૂર્યનાં કિરણોનું સાહચર્ય પામીને ચમકે છે, પરંતુ જે આભા અને કાંતિ મણિમાં હોય છે કે કોઈ કાચમાં હોતી નથી. જ્ઞાનં યથા ત્વયિ વિભાતિ કૃતાવકાશ, નવું તથા હરિહરાદિષ નાયકેy / તેજ: હુરનું મણિપુ યાતિ યથા મહત્વે, નવં તુ કાચશકલે કિરણાકુલેડયિા આ શ્લોક અનુભૂતિથી પૂર્ણ છે અને તે અનુભૂતિ એ છે કે જે પ્રકાશ મેં એક સર્વજ્ઞમાં, કેવળજ્ઞાની આત્મામાં નિહાળ્યો, તે અન્યત્ર જોવા મળતો નથી. જે દર્શનને આચાર્ય માનતુંગ સમજ્યા છે, એ દર્શનને તેઓ અભિવ્યક્ત કરી Er wજાય છે. ા ભક્તામર અંતસ્તલનો સ્પર્શ ૦૫ Page #78 -------------------------------------------------------------------------- ________________ રહ્યા છે. તેમને અનેકાન્તનું દર્શન જ સર્વાગીણ દર્શન લાગે છે, અન્ય એકાંગી દર્શનોમાં તેઓ અનેકાન્ત જેવી ચમક નિહાળતા નથી. આ બંને શ્લોકોમાં આચાર્યે ધ્યાન અને તેની જ્યોતિની સ્તવના કરી છે. જ્ઞાનના વિકાસ માટે પ્રકાશની સાધના અત્યંત આવશ્યક હોય છે. સૂર્ય સમક્ષ ઊભા રહીને આતાપના લેવામાં આવે છે. જૈન આગમ સાહિત્યમાં આ વિશે એક આખું પ્રકરણ છે કે કેવી રીતે સૂર્ય સમક્ષ ઊભા રહીને આતાપના લેવી જોઈએ. આ રીતે પ્રકાશની સાધના કરનારાઓની અંતઃચેતના જાગી જાય છે. ત્રાટક પદ્ધતિનું પ્રચલન આના આધારે જ થયું હતું. હકીકતમાં નવ શ્લોકોનો આ કુલક (બારથી વીસ) અત્યંત મહત્ત્વપૂર્ણ છે. એમ તો ભક્તામરના પ્રત્યેક શ્લોક સાથે મંત્રો જોડાયેલા છે, પરંતુ આ નવ શ્લોકો જ્ઞાન-વિકાસની દૃષ્ટિએ ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે. તેમની સાધના અને આરાધના દ્વારા દુર્લભ જ્ઞાનરાશિનો સ્રોત ઉદ્ઘાટિત થઈ શકે છે. ૬. ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ કરી . કાર આકરા પ્રકાશિત કરે Page #79 -------------------------------------------------------------------------- ________________ ૧૧. મૂલ્યાંકનની દ્રષ્ટિ સ્તુતિનો પ્રવાહ અખ્ખલિત રૂપે ગતિશીલ છે. આચાર્ય માનતુંગે એકવીસમા શ્લોકમાં પોતાના આત્માની વાત કહી, પોતાનું આત્મનિવેદન વ્યક્ત કર્યું. તેમણે કહ્યું, હે પ્રભુ ! હું પહેલાં આપનો અનુયાયી ન બન્યો, પછીથી બન્યો છું. હું પહેલાં કોઈ બીજા દર્શનનો અનુયાયી હતો. મેં વૈષ્ણવદર્શનનો અભ્યાસ કર્યો છે. સાંખ્ય વગેરે અનેક દર્શનોનો અભ્યાસ કર્યો છે. એ તમામનો અભ્યાસ કરીને તેમને જાણ્યા પછી આપનો અભ્યાસ કર્યો. જો કે તે સારું જ થયું, જો હું પહેલાં આપનો અભ્યાસ કરી લેત અને તે દર્શનોનો અભ્યાસ ન કર્યો હોત તો એ વાત મનમાં જ રહી જાત કે કોણ જાણે કયું દર્શન કેટલું સારું હશે ? આ એક સ્વાભાવિક આકાંક્ષા હોય છે. જે એક વસ્તુ વિશે જાણે છે તે અન્યાન વસ્તુઓ વિશે જાણવા માટે ઉત્સુક બને છે. તેના મનમાં તેવો વિચાર જાગે છે કે કોણ જાણે તે કેવું હશે? કેટલું સારું હશે ? એક વ્યક્તિએ દૂધ પીધું, જો તેણે બીજી વ્યક્તિને ઘોવન પીતાં જોઈ હોત તો તે વિચારત કે તે શું પી રહ્યો હશે ? પદાર્થની આકાંક્ષા હંમેશાં રહે છે, પરંતુ જે વ્યક્તિ અનુભવ કરી લે છે, તેની આકાંક્ષા સમાપ્ત થઈ જાય છે. આકાંક્ષાનો એક અર્થ અહીં તહીં જવાની ઇચ્છા એવો છે. આ ઇચ્છા ત્યારે જ વિલીન થાય છે કે જ્યારે માનવીનું મન કોઈ એક શ્રેષ્ઠ વસ્તુમાં કેન્દ્રિત થઈ જાય છે. ન માનતુંગે હરિ, હર વગેરેનો ઉલ્લેખ કર્યો છે. આ ભાષા છે, તાત્પર્ય નથી. એનો શબ્દાર્થ એ છે કે મેં હરિ, હર વગેરેને જોઈ લીધા છે, જે અન્ય દર્શનોના નાયક છે. તેનો તાત્પર્યાર્થ એ છે કે હરિના દર્શનનો અભ્યાસ કરી લીધો છે, હરના દર્શનનો અભ્યાસ કરી લીધો છે, છયે દર્શનોનો અભ્યાસ કરી લીધો છે. આ તમામનો અભ્યાસ કર્યા પછી મેં આપનો અભ્યાસ કર્યો ત્યારે મને પરમ સંતોષ મળ્યો. માનતુંગે ન તો હરિને જોયા હતા કે ન તો હરને જોયા હતા. આ કારણ છે. ભક્તામર અંતસ્તલનો સ્પર્શ, બo Page #80 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણ જ્યારે જન્મ્યા અને માનતુંગ ક્યારે જમ્યા ? હજારો વર્ષની કાલાવધિ. માનતુંગ શિવને પણ જોયા નથી. શિવ અત્યંત પ્રાચીન છે અને માનતુંગ વર્તમાન શબ્બાબ્દીઓના છે. તો પછી માનતુંગ એમ શી રીતે કહી રહ્યા છે કે એ સારું થયું કે પહેલાં હરિ, હર વગેરેને જોઈ લીધા ? આ પ્રશ્ર સ્વાભાવિક છે. શબ્દાર્થમાં સમગ્ર વાત પકડમાં આવતી નથી. માણસ અટવાઈ જાય છે. આ મૂંઝવણ ત્યારે જ દૂર થાય છે કે જ્યારે તાત્પર્ય સમજાય છે. મહારાજા તખ્તસિંહની એક ઘટના ખૂબ પ્રસિદ્ધ છે. એક વખત તેમને ઘનની અપેક્ષા જાગી. હિસાબકિતાબના જૂના ચોપડા તપાસ્યા. એક જગાએ લખ્યું હતું કે જો ધનની જરૂર પડે તો મકરાના અને ખાસૂની વચ્ચે ખજાનો દાટેલો છે. ક્યાં ખાટું અને ક્યાં મકારાના ! વીસ-ત્રીસ કિલોમીટરનું અંતર ! ક્યાં ક્યાં શોધવો? એક દિવાને તે વાક્યનો તાત્પર્યાર્થ સમજ્યો અને ખજાનો મળી ગયો. તાત્પર્ય એ હતો કે સિંહાસનની એક બાજુ મકરાનાનો પથ્થર લગાડેલો હતો, બીજી તરફ ખાટૂનો પથ્થર લગાડેલો હતો. આ બનેની વચ્ચે અખૂટ ખજાનો હતો. લોકો મોટે ભાગે શબ્દાર્થમાં જ અટવાઈ જાય છે, તાત્પર્યાર્થમાં જતા નથી. તેઓ એમ નથી વિચારતા કે કહેનારનું તાત્પર્ય શું છે ? જે કહેવામાં આવે છે તેનું હાર્દ શું છે? હાર્દ સુધી નથી પહોંચી શકતા ત્યારે હાથમાં કશું જ આવતું નથી. માનતુંગે કહ્યું કે હરિ, હર વગેરેને જોઈ લીધા, તેનું તાત્પર્ય એ છે કે મેં તેમના વિચારોનો અભ્યાસ કરી લીધો. તેમનો અભ્યાસ કર્યા પછી મેં આપના અનેકાન્ત દર્શનનો અભ્યાસ કર્યો ત્યારે મને ખૂબ સંતોષ પ્રાપ્ત થયો. હવે એવી સ્થિતિ થઈ ગઈ છે કોઈપણ અન્ય દર્શન મારા ચિત્તનું હરણ કરી શકતું નથી. કોઈ અન્ય દર્શનમાં મને સંતોષ મળતો નથી. કેટલાંક દર્શનો એકાંતવાદી છે. એકાંત નિત્યવાદનો મત છે – આત્મા કૂટસ્થનિત્ય છે. તેમાં કોઈ પરિવર્તન આવતું નથી. સઘળું પરિવર્તન પ્રકૃતિમાં થાય છે, પદાર્થજગતમાં થાય છે. આત્મા શુદ્ધ, બુદ્ધ અને મુક્ત છે. એકાન્ત અનિત્યવાદનો અભિમત છે કે આત્મા ક્ષણેક્ષણે પરિવર્તન પામે છે. ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. માનતુંગ કહે છે કે આ બંને એકાંતવાદી દર્શનોનો અભ્યાસ કર્યા પછી મેં અનેકાન્ત દર્શનનો અભ્યાસ કર્યો. તેમનું વક્તવ્ય છે કે આત્મા કંઈક અંશે નિત્ય છે અને કંઈક અંશે અનિત્ય પણ છે. તે નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. આત્મા પોતાના અસ્તિત્વથી ક્યારેય ગ્રુત થતો નથી, તેથી તે નિત્ય છે. તેમાં નિરંતર પરવિર્તન થતું રહે છે તેથી તે અનિત્ય છે. મેં અનેકાન્તના આ દર્શનનો અભ્યાસ કર્યો ત્યારે પરમ તુષ્ટિનો અનુભવ કર્યો. મને જે આનંદ અને તૃપ્તિ મળ્યાં તે અપૂર્વ છે, તેથી અન્ય દર્શનો પ્રત્યેનું મારું આકર્ષણ વિલીન થઈ ગયું છે. ૦૮ ભક્તામર અંતસ્તલનો સ્પર્શ . ના બને મારી બાજી Page #81 -------------------------------------------------------------------------- ________________ આ સ્તુતિમાં સ્તુતિકારે ભગવાન ઋષભના જ્ઞાનની વિશેષતા પ્રગટ કરી છે. આપનું જ્ઞાન અને દર્શન એટલું વિશિષ્ટ છે કે તેનો અભ્યાસ કર્યા પછી બીજાં દર્શનોનો અભ્યાસ કરવાની ઈચ્છા પણ થતી નથી. આચાર્ય હેમચંદ્ર લખ્યું છે કે આપનાં જ્ઞાન-દર્શનની વાત જવા પણ દઈએ, પરંતુ આપની મુદ્રા જ કેવી મનોહર છે. પરતીર્થિકોએ આપની આ મુદ્રાને પણ શીખી નથી. પર્યકશયન, શરીરનું શિથિલીકરણ અને આ વ્યવસ્થામાં બંને નયન અપલક નાસાગ્ર ઉપર કેન્દ્રિત એવી આપની મુદ્રા છે. વપુશ પર્યકશય લકંચ દૃશો ચા નાસા નિયતે સ્થિરે ચ ન શિક્ષિતેયં પરતીર્થનાથ, જિનેન્દ્ર ! મુદ્રાપિ તવાન્યદાસ્તામ્ | ભગવાન પ્રાયઃ ધ્યાનની મુદ્રામાં અનિમેષ પ્રેક્ષા કરતા, અપલક અનિમેષ નાસાગ્ર ઉપર ધ્યાન કરતા. નાસાગ્ર ઉપર ધ્યાન કરવું તે વાસ્તવમાં અત્યંત મહત્ત્વપૂર્ણ છે. પ્રેક્ષાધ્યાયની ભાષામાં તે પ્રાણ કેન્દ્ર છે. પ્રાણનું મુખ્યકેન્દ્ર નાસાગ્ર છે. ભગવાન મહાવીરનું ધ્યાન ઘણુંખરું આ કેન્દ્ર ઉપર જ થતું હતું. તેઓ એક પુગલ ઉપર દૃષ્ટિ સ્થિર કરતા, અનિમેષ દૃષ્ટિથી જોયા કરતા. આ અનિમેષ પ્રેક્ષા બાહ્ય વસ્તુઓ ઉપર પણ થઈ શકે છે અને શરીરના કોઈ અવયવ ઉપર પણ થઈ શકે છે. મહાવીર જ્યારે અનિમેષ પ્રેક્ષા કરતા ત્યારે પ્રાયઃ નાસાગ્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા. નાસાગ્ર ધ્યાન કરવાનો અર્થ છે – ચેતનાનું ઊરોહણ. જે શક્તિકેન્દ્ર છે, મૂલાધાર છે, મૂળનાડી છે, તે નાસાગ્ર ઉપર ધ્યાન કરવાથી આપોઆપ સીધી થઈ જાય છે. ચેતના અને પ્રાણનો પ્રવાહ ઊર્ધ્વગામી બની જાય છે. આચાર્ય હેમચન્દ્ર ભગવાનની આ વિશિષ્ટ મુદ્રાની ચર્ચા કરતાં કહ્યું કે, હું બીજી કોઈ વાતની ચર્ચા શી કરું? અન્ય તીર્થકોએ આપની આ મુદ્રાને પણ શીખી નથી ! જે આંખોએ આપની આ મુદ્રા જોઈ હોય, તે આંખો અન્ય કોઈ મુદ્રાથી આકૃષ્ઠ થઈ શકતી નથી. માનતુંગ એ જ ભાષામાં વાત કરી રહ્યા છે કે આપના દર્શનને જાણી લીધા પછી અન્ય કોઈ દર્શન પ્રત્યે આકર્ષણ રહ્યું નથી. મેં તમામ પ્રકારની ગાયોનું દૂધ પી લીધું, ત્યાર પછી ચક્રવર્તીની ગાયનું દૂધ પીધું. આ દૂધનો સ્વાદ ચાખ્યા પછી કોઈ અન્ય ગાયના દૂધ પ્રત્યે આકર્ષણ રહ્યું નથી. જો મેં સૌથી પહેલાં ચક્રવર્તીની ગાયનું દૂધ પીધું હોત તો મનમાં એવો વિકલ્પ અથવા કામના જાગત કે આ કાળી ગાયનું દૂધ કેવું હશે ! નીલી ગાયનું દૂધ કેવું હશે ! અમેરિકન ગાયનું દૂધ કેવું હશે! પરંતુ એ તમામનું દૂધ પીધા પછી ચક્રવર્તીની ગાયનું દૂધ પીધું ત્યારે ખબર પડી કે આ દૂધમાં અને અન્ય ગાયોના દૂધમાં કેટલો ? A " કાણા વાળા શાકભાજી પાકોમાસોલા ભકતામર અંતસ્તલનો સ્પર્શ ૦૯ Page #82 -------------------------------------------------------------------------- ________________ તફાવત છે ! જેણે આ ગાયના દૂધનો સ્વાદ ચાખી લીધો તે ક્યારેય અન્ય ગાયના દૂધથી સંતુષ્ટ નહિ થાય. માનતુંગે પોતાની અપૂર્વ સંતુષ્ટિને આ સ્વરમાં અભિવ્યક્તિ આપી છે કે મેં એકાન્તવાદી દર્શનોનો સ્વાદ ચાખ્યો, તેમનો અભ્યાસ કર્યો, ત્યારબાદ અનેકાન્ત દર્શનના સ્વાદનો અનુભવ કર્યો. હૃદય શીતળ બની ગયું, એવી પ્રતીતિ થઈ ગઈ કે અનેકાન્ત એવું દર્શન છે કે જેમાં તમામ સમસ્યાઓનું સમાધાન છે. આપને જોવાથી, આપના દર્શનનો અભ્યાસ કરવાથી શું થયું - એવો પ્રશ્ન વ્યક્ત કરતાં માનતુંગ કહે છે કે આપના દર્શનનો અભ્યાસ કર્યા પછી કોઈપણ દર્શન મારા મનનું હરણ કરતું નથી. કોઈ અન્ય દર્શન પ્રત્યે મારું મન આકૃષ્ટ થતું નથી. આચાર્ય ભિક્ષુના સંદર્ભમાં એક કહેવત પ્રચલિત થઈ ગઈ હતી – ભીખણજી રા ભરમાયા, પાછા કદૈની આયા - જે આચાર્ય ભિક્ષુની પાસે પહોંચી ગયો તે પછી ક્યાંય જતો નથી. તેના દરવાજા અન્ય તમામ માટે બંધ થઈ જાય છે. તેને ક્યાંય જવાની જરૂર જ નથી પડતી. આચાર્ય ભિક્ષુની જે વાણી હતી, વાતચીતની જે શૈલી હતી તે વ્યક્તિને આકર્ષી લેતી, બાંધી દેતી. તેમની પાસેથી તત્ત્વને સમજનાર વ્યક્તિ એટલી બધી શ્રદ્ધાશીલ બની જતી કે પછી અન્ય કોઈ પણ તેને પોતાની તરફ આકર્ષી શકતું નહિ. માનતુંગ કહી રહ્યા છે કે આપના દર્શનનો અભ્યાસ કર્યા પછી મારી સ્થિતિ એવી બની ગઈ છે કે કોઈ અન્ય પ્રત્યે કશું જ આકર્ષણ થતું નથી. પ્રભુ ! એવું પ્રતીત થાય છે કે આ જન્મમાં જ નહિ, પછીના જન્મમાં પણ અનેકાન્ત દર્શન સિવાય અન્ય કોઈ મારા મનનું હરણ કરનાર નહિ હોય. સીધાસાદા શબ્દોમાં આચાર્ય માનતુંગે ખૂબ ઊંડી વાત રજૂ કરતાં પ્રસ્તુત શ્લોકની રચના કરી, જેમાં તેમની એ ભાવનાઓ ધબકી રહી છે. મન્ય વર હરિહરાદય એવ દૃષ્ટા, દૃષ્ટપુ એવુ હૃદયં ત્વયિ તોષમતિ / | કિં વીક્ષિતેન ભવતા ભુવિ યેન નાન્ય, કશ્ચિનું મનો હરતિ નાથ ! ભવાન્તરપિ // જો આપણે આ શ્લોકના શબ્દાર્થ ઉપર અટકી જઈએ, તાત્પર્યાર્થમાં ન જઈએ તો એમ લાગશે કે સ્તુતિકારે બીજા દાર્શનિકોને નીચા બતાવવાનો પ્રયત્ન કર્યો છે. વાસ્તવમાં તેમાં કોઈ દાર્શનિક ઉપર કશો જ આક્ષેપ નથી. વ્યક્તિ અને સિદ્ધાંત એ બે સંદર્ભ છે. વ્યક્તિની આલોચના ન થવી જોઈએ. સિદ્ધાંતની આલોચના થઈ શકે છે. અમુક વ્યક્તિ સારી નથી, ખરાબ છે એવું ન કહેવું જોઈએ. અમુક સિદ્ધાંત સાચી છે કે નહિ, સાચો છે તો શા માટે ? ખોટો ૮૦. ભક્તામર અંતસ્તલનો સ્પર્શ આજના જાયા કારણ કરાર આકારના સુધા Page #83 -------------------------------------------------------------------------- ________________ છે તો શા માટે ? સિદ્ધાંતની એ સમીક્ષા અથવા આલોચના છે. વિવેકશીલ માણસ પોતાના તર્ક અને બુદ્ધિબળ દ્વારા આવી સમીક્ષાઓ કરતો રહે છે. ભગવતી સૂત્રનો એક પ્રસંગ છે. આર્દ્રકુમાર અને આજીવક શ્રમણોની વચ્ચે સંવાદ ચાલતો હતો. આજીવક શ્રમણોએ અનેક પ્રશ્નો રજૂ કર્યા. આર્દ્રકકુમારે તેમના પ્રશ્નોના ખૂબ તીખા ઉત્તરો આપ્યા. આજીવકે પૂછ્યું કે આપ અમારી નિંદા કરી રહ્યા છો ? ત્યારે આર્દકકુમારે અત્યંત માર્મિક વાત કહી કે, હું કોઈ વ્યક્તિની આલોચના કરી રહ્યો નથી, વિચાર અને દૃષ્ટિની આલોચના કરી રહ્યો છું. દૃષ્ટિ, વિચાર અથવા મતની આલોચના કરવી એ સર્વમાન્ય વાત છે. સ્તુતિકારે આ શ્લોકમાં કેટલાક શબ્દો પ્રતિકાત્મક મૂક્યા છે. જ્યાં હરિ છે, ત્યાં હરિનું દર્શન છે. જ્યાં હર છે, ત્યાં શૈવદર્શન છે. તેમની સાથે ‘આદિ’ શબ્દનો પ્રયોગ કરીને અનેક એકાન્તવાદી દર્શનો ત૨ફ સંકેત કર્યો છે. એકાન્ત દૃષ્ટિની આલોચના અને અનેકાન્ત દૃષ્ટિનો અભ્યુપગમ બંને આ શ્લોકમાં સ્પષ્ટ પરિક્ષિત છે. માનતુંગનું આ કથન તેનું સ્પષ્ટ સાથ્ય છે કે આ અનેકાન્તદર્શન ભવાંત૨માં પણ મને પ્રભાવિત કરતું રહેશે. સ્તુતિક્રમમાં માનતુંગ ઋષભની માતાની સ્તુતિ કરતાં કહે છે કે, પ્રભુ ! ધન્ય છે આપની માતાને, જેણે આવા અનુપમ પુત્રને જન્મ આપ્યો ! સેંકડો-હજારો સ્ત્રીઓ પુત્રને જન્મ આપે છે પરંતુ કોઈ માતાએ એવા પુત્રને જન્મ નથી આપ્યો કે જેની સાથે આપની તુલના થઈ શકે. જે મહાપુરુષ હોય છે, તેનાં માતા-પિતાને પણ ધન્યવાદ આપવામાં આવે છે. એવા અનુપમ પુત્રરત્નને જન્મ આપનાર માતાનું ખૂબ મહત્ત્વ માનવામાં આવ્યું છે. પ્રાકૃત અને સંસ્કૃત સાહિત્યમાં આ વિષય ઉપર ખૂબ વિચાર થયો છે કે માતા કેવી હોય, પુત્ર કેવો હોય ? એ માતા, કે જેનામાં કંઈક વિશિષ્ટ અહંતા છે, જેની વિશિષ્ટ આકૃતિ છે, જેનામાં વિશેષ ગુણ છે તેને વિશિષ્ટ પુત્ર જન્મે છે. વર્તમાન આનુવંશિકી સિદ્ધાંતમાં પણ એમ માનવામાં આવ્યું છે કે માતા-પિતા દ્વારા જે સંસ્કારબીજ મળે છે, તે પુત્ર માટે ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે. ૠષભની માતાનું નામ મરુદેવા હતું. તે એવી માતા હતી કે જેને અધ્યાત્મ જગતમાં વિરલ અને અનુપમ કહેવામાં આવી. એવી કોઈ માતા નથી થઈ કે જે હાથીની અંબાડી ઉપર બેઠાં બેઠાં મુક્ત થઈ ગઈ હોય. ન તો સાધ્વીવેશ ધારણ કર્યો, ન તો સાવદ્યયોગનું પ્રત્યાખ્યાન કર્યું, કશું જ ન કર્યું. માત્ર હાથી ઉપર અંબાડીમાં બેસી રહ્યાં. ભરત ઋષભની વંદના કરી રહ્યો હતો. ભગવાન ઋષભે કહ્યું – ‘મરુદેવા ભગવઈ સિદ્ધા’ – મરુદેવા સિદ્ધ થઈ ગઈ. ભરત એ સાંભળીને અવાક્ બની ગયો. તેણે કહ્યું, ભગવાન ! હજી તો હું હમણાં જ = ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ ॥ ૮૧ Page #84 -------------------------------------------------------------------------- ________________ મરુદેવા માતાને હાથીની અંબાડી ઉપર મૂકીને આવ્યો છું. આપને એમ કહેવા આવ્યો છું કે આપની માતા મરુદેવા કેવો વિલાપ કરી રહી છે ! કેવાં શોક અને દુઃખ અનુભવી રહી છે ! આપની કેટલી બધી ચિંતા કરી રહી છે કે મારો ઋષભ ક્યાં હશે ? તે શું કરતો હશે ? તેને કોણ ખવડાવતું હશે ? તેને કોણ પિવડાવતું હશે ? તે સુખમાં હશે કે દુઃખમાં ? આજે આપનો સુખસંવાદ મળ્યો. માતા મરુદેવા આપનો સાક્ષાત્કાર કરવા માટે મારી સાથે આવ્યાં છે. હું આપને એ સમાચાર આપવા આવ્યો છું અને આપ કહો છો કે મરુદેવા સિદ્ધ થઈ ગઈ ? ઋષભે પુનઃ સહજ સ્વરમાં કહ્યું, ભરત ! મરુદેવા સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ ગયાં. ભરત તરત જ પાછો વળ્યો. તેણે જોયું તો મરુદેવા ખરેખર સિદ્ધ બની ગયાં હતાં. આવી માતા ક્યાં મળે ? દુલર્ભ છે આવી માતાની ઉપલબ્ધિ ! કદાચ એ જ ઘટનાઓને ધ્યાનમાં રાખીને માનતુંગે કહ્યું કે તમારી માતાએ જેવો પુત્ર પેદા કર્યો તેવો અન્ય કોઈ માતાએ નથી કર્યો. - ભાગવતના આઠમા સ્કંધમાં જ્યાં ઋષભનું વર્ણન છે ત્યાં કહ્યું છે કે નાભિ અને મરુદેવા દ્વારા આઠમા મનુ પેદા થયા, જેમના પગ વિશાળ હતા. ઋષભની વિશેષતા બતાવતાં કહેવામાં આવ્યું કે ઋષભ તમામ આશ્રમો દ્વારા નમસ્કૃત હતા – સર્વાશ્રમનસ્કૃતઃ. એક ધર્મ અથવા એક સંપ્રદાય દ્વારા જ નહિ, પરંતુ તમામ ધર્મો અને તમામ સંપ્રદાયો દ્વારા તેઓ વંદનીય હતા. એ વિશેષ વાત છે કે ઋષભ સર્વમાન્ય રહ્યા. જૈન તીર્થંકરોમાં ત્રણ તીર્થંકરો એવા થયા કે જેમનો પ્રભાવ ખૂબ વ્યાપક રહ્યો. તેઓ માત્ર જૈન દર્શનમાં જ નહિ, અન્ય દર્શનોમાં પણ પ્રતિષ્ઠિત થયા. તેમાં એક તીર્થંકર છે ૠષભ. વર્તમાનમાં મધ્ય એશિયા, મગધ, સિંધ વગેરે પ્રાંતોમાં જ્યાં ખોદાણકામ થયું ત્યાં અનેક મૂર્તિઓ મળી. તેમાં ઋષભની મૂર્તિઓ ઘણી મળી છે. એ વિષય ઉપર વિદ્વાનોએ ઘણું કામ કર્યું છે કે ઋષભનું વ્યક્તિત્વ કેવું વ્યાપક અને સર્વમાન્ય હતું. આજે પણ અનેક ભાષાઓમાં ઋષભનું નામ પ્રચલિત છે – ક્યાંક રષભના નામે અને ક્યાંય ઋષભના નામે આજે પણ ઋષભની પ્રતિષ્ઠા છે. ઋષભનાં વિવિધ રૂપ મળે છે. બીજા તીર્થંકર પાર્શ્વનાથ છે. તુલસી દાસે રામચિરત માનસમાં પાર્શ્વને વંદના કરી છે, મહાવીરની વંદના નથી કરી. ત્રીજા તીર્થંકર છે – નેમિનાથ. નાથ સંપ્રદાયમાં આદિનાથ, પાર્શ્વનાથ અને નેમિનાથ આ ત્રણેયનો ઉલ્લેખ છે. અન્ય સાહિત્યમાં પણ આ ત્રણેયની વ્યાપક ચર્ચા જોવા મળે છે. ભગવાન ઋષભનું વર્ણન તો પ્રાયઃ પુરાણોમાં મળે છે. એ વાત અનેક જગાએ કહેવામાં આવી છે કે ઋષભને માત્ર જૈન મતના અનુયાયી જ નહિ, તમામ ધર્મના અનુયાયી માનતા હતા. એવા સર્વમાન્ય પુત્રને જન્મ માતા મરુદેવાએ આપ્યો. માનતુંગ તેથી જ કહે છે કે હજારો સ્ત્રીબો પુત્રને જન્મ તો આપે છે, પરંતુ માતા મરુદેવાએ જેવા પુત્રને જન્મ આપ્યો એવા પુત્રને જન્મ કોઈએ નથી આપ્યો. ૮૨ ॥ ભક્તામર ઃ અંતસ્તલનો સ્પર્શ Page #85 -------------------------------------------------------------------------- ________________ પુત્રના નિર્માણમાં માતાની ભૂમિકા ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે. એક માતા હતી મદાલસા. તે પોતાના પુત્રોને તૈયાર કરતી હતી. તે વિચિત્ર માતા હતી. તેના મનમાં વિકલ્પ જાગ્યો કે પોતાના પુત્રને સંન્યાસી બનાવવો છે. જેવો પુત્ર ગર્ભમાં આવ્યો કે તરત જ માતા મદાલસાએ તેને એવા સંસ્કાર આપવાનું શરૂ કર્યું. ગર્ભકાળ સંસ્કારનિર્માણનો સોનેરી સમય છે. એક માતાએ સુકરાતને કહ્યું કે મારો બાળક પાંચ વર્ષનો થઈ ગયો છે. હવે હું તેને સંસ્કારનિર્માણ તથા વિદ્યાર્જન માટે પાઠશાળામાં મોકલી રહી છું. સુકરાને કહ્યું કે ખૂબ મોડું થઈ ગયું છે. સંસ્કારનિર્માણનો સમય જીવનની પહેલી ક્ષણથી જ પ્રારંભ થઈ જાય છે. જે કુશળ અને દિવ્ય માતા હોય છે તે ગર્ભકાળથી જ બાળકને સંસ્કાર આપવાનું શરૂ કરી દે છે. મદાલસા ગર્ભકાળમાં જ શિશુને એવા સંસ્કાર આપવા લાગી. શુદ્ધોતિ, બુદ્ધોતિ નિરંજનોસિ. સંસારમાયાપરિવર્જિતાસિ તું શુદ્ધ છે, બુદ્ધ છે, નિરંજન છે, સંસાર-માયાથી પરિવર્જિત છે. મદાલસા આ પાઠ તે ગર્ભસ્થ શિશુને દરરોજ સંભળાવતી. તે એટલા માટે સંભળાવતી કે તે બાળક તેજસ્વી અને યશસ્વી મુનિ બને. જ્યારે બીજો બાળક ગર્ભમાં આવ્યો ત્યારે મદાલાસાએ વિચાર્યું કે તેને કુશળ રાજનેતા બનાવવો છે. તેણે ગર્ભસ્થ શિશુને રાજનીતિના સંસ્કાર આપવાનું શરૂ કર્યું. પરિણામે તે શિશુ આગળ જતાં કુશળ રાજનેતા બન્યો. પુત્રના નિર્માણમાં માતાની મોટી ભૂમિકા હોય છે. જો માતા સમજદાર હોય, વિવેકસંપન્ન હોય તો સંતાન ખૂબ સારું બને છે. જે માતાઓ કશું જ જાણતી નથી તેમનાં સંતાનો પણ એવાં જ પાકે છે. જ્યારે પણ હું વિક્લાંગ બાળકોને જોઉં છું, અવિકસિત અને વિકૃત શરીરવાળાં બાળકોને જોઉં છું ત્યારે ત્યારે મારું મન એ સિદ્ધાંત તરફ ચાલ્યું જાય છે કે શિશુની આ અવસ્થા માટે માતા-પિતા પણ જવાબદાર છે. જો માતા-પિતા જાગરૂક હોત તો કદાચ આમ ન બન્યું હોત. માતા-પિતાની અજ્ઞાનતાને કારણે અનેક વિકૃતિઓ પેદા થઈ જાય છે. સંતતિ પેદા કરવાના ઘણા નિયમો છે. જે લોકો તે નિયમો નથી જાણતા કે ક્યારે શું કરવું જોઈએ, તેવો વિવેક નથી રાખતા, તેઓ બાળક માટે સમસ્યાનું બીજ વાવી દે છે. મનોવિજ્ઞાનની દૃષ્ટિએ, સંતાન-ઉત્પત્તિના સિદ્ધાંતની દૃષ્ટિએ એક સરળ પરંતુ મહત્ત્વપૂર્ણ સૂત્ર માનતુંગે પ્રસ્તુત કરી દીધું – જેવી માતા હોય છે તેવો જ પુત્ર પાકે છે. સારી માતા મળવી ખૂબ મુશ્કેલ છે. હું પોતે જ અનુભવ કરું છું – મારી સંસારી માતા સાધ્વી બાલુજીએ મને જે સંસ્કાર આપ્યા તે મારા વિકાસમાં યોગભૂત બની રહ્યા છે. હું નાનો બાળક હતો. તે દરરોજ સવારે ખૂબ વહેલી આ બાળક " બની . ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ ૮૩ Page #86 -------------------------------------------------------------------------- ________________ ઊઠી જતી. બે-ત્રણ સામાયિક કરતી. સામાયિકમાં તે ઢાળો (ગીત) સંભળાવતી. તે ઢાળો મારા સુપ્ત મનને સ્પર્શવા લાગી અને તેમાંથી સંસ્કારનું નિર્માણ થયું. એ જ સંસ્કારોના કારણે હું આચાર્ય ભિક્ષુ પ્રત્યે આસ્થાશીલ બની ગયો. મેં આચાર્ય ભિક્ષુને ક્યારેય જોયા નથી, છતાં તેમના પ્રત્યે શ્રદ્ધા દૃઢ થઈ ગઈ. એ શ્રદ્ધા કઈ રીતે ઉત્પન્ન થઈ ? બાળપણમાં માતાએ વારંવાર ભિક્ષુનાં સ્તુતિગીતો સંભળાવ્યાં, એના સંસ્કાર બની ગયા અને એક આસ્થાનું નિર્માણ બની ગયું. આપણે ભલે સારી વાત સાંભળીએ કે ખરાબ – જે વાત વારંવાર સાંભળીશું. જે ચીજ દરરોજ વારંવાર જોઈશું તેના સંસ્કાર આપણા મસ્તિષ્કમાં દૃઢ થતા જશે. જે માતા સંતાનને સંસ્કારી બનાવવામાં સમુદ્યત રહે છે તે હંમેશાં શ્રેષ્ઠ પુત્રના નિર્માણનું શ્રેય પામે છે. માનતુંગ માતા અને પુત્ર બંનેની વિશિષ્ટતાને રેખાંકિત કરી રહ્યા છે. જે માતા સંસ્કારનિર્માણની પોતાની જવાબદારી ન નિભાવે તે સારી નથી. જે પુત્ર વિનમ્ર અને શક્તિસંપન્ન ન હોય, નકામો અને ભારરૂપ હોય તે પુત્ર પણ સારો નથી. તેથી સ્તુતિકારે કહ્યું – પ્રભુ ! આપનાં બંને પાસાં ખૂબ શક્તિશાળી છે. આપની માતા કેવી વિશિષ્ટ હતી, નિર્મળ અને મહાન હતી ! આપ પોતે પણ કેવા મહાન અને પવિત્ર હતા ! માતા અને પુત્ર બંનેના અતુલનીય ચરિત્રને નજર સામે રાખીને માનતુંગ સૂરિએ આ એક જ વાક્યમાં ઘણું બધું કહી દીધું કે કોઈ માતાએ આપના પુત્ર જેવા પુત્રને જન્મ નથી આપ્યો. પોતાની વાતને આગળ વધારતાં માનતુંગ કહે છે કે તમામ દિશાઓમાં નક્ષત્રો અને તારા છે. પ્રકાશ દરેક દિશામાં જાય છે, પરંતુ સૂર્યને તમામ દિશાઓ ઉદિત સ્થી કરતી. સૂર્ય કઈ દિશામાં નીકળે છે ? અંશુ તમામ દિશાઓમાં છે, પરંતુ અંશુની જાળ તમામ દિશાઓમાં નથી. અંશુમાલીને પૂર્વ દિશા જ ઉદિત કરે છે. માનતુંગે ખૂબ સુંદર તુલના કરી છે – પ્રકાશ થવો એક વાત છે, પ્રકાશપુંજને પ્રગટ કરવો તે બીજી વાત છે. જ્યારે પ્રકાશપુંજ પ્રગટ થાય છે ત્યારે તમામ દિશાઓ પ્રકાશિત થઈ ઊઠે છે. માતા મરુદેવાએ એ પ્રકાશપુંજને જન્મ આપ્યો કે જેણે સમગ્ર અધ્યાત્મ જગતને આલોકિત કરી દીધું ! આ સમગ્ર ભાવનાને માનતુંગે પ્રસ્તુત શ્લોકમાં સમાહિત કરી દીધી છે : સ્ત્રીણાં શતાનિ શતશ જનાન્તિ પુત્રાનું, નાન્યા સુતં તદુપમ જનની પ્રસૂતા / સવ દિશો દધતિ ભાનિ સહસ્ત્રરશ્મિ, પ્રાચ્ચેવ દિગ જનયતિ સ્ફરદંશુજાલમ્ / આ સ્તુતિમાં આચાર્યું ન તો મરુદેવાના જન્મને કે શરીરને મહત્ત્વ આપ્યું છે, ન તો ઋષભના જન્મ અને શરીરને મહત્ત્વ આપ્યું છે. માત્ર ગુણાત્મક ૮૪ ભકતામર અંતસ્તલનો સ્પર્શ જાણવા મળી રહી જે આ કુલ Page #87 -------------------------------------------------------------------------- ________________ વિશેષતાનું વર્ણન કર્યું છે. ગુણી માણસના ગુણોને જાણનાર લોકો આ જગતમાં ખૂબ ઓછા મળે છે. માણસના અવગુણોને ગ્રહણ કરવાની દૃષ્ટિ તો ખૂબ વિકસિત હોય છે, પરંતુ ગુણોને ગ્રહણ કરવાની દૃષ્ટિ પ્રાયઃ સંકુચિત હોય છે. જ્યાં કોઈના ગુણાનુવાદનો પ્રસંગ આવે છે ત્યારે મોં લગભગ સિવાઈ જાય છે. જ્યાં અવર્ણવાદ કે નિંદાનો પ્રસંગ આવે છે ત્યાં મુખ વિકસ્વર બની જાય છે. ગુણીના ગુણોની ઓળખ અને મૂલ્યાંકન કરવામાં દરેક વ્યક્તિ કુશળ નથી હોતી. રત્નની ઓળખ અને મૂલ્યાંકન જેટલું એક ઝવેરી કરી શકે છે, તેટલું કોઈ આદિવાસી ભીલ નથી કરી શકતો. કોઈ આદિવાસી રત્નને કાચનો ટુકડો સમજે છે અને તેનું મૂલ્ય પાંચ રૂપિયા હોય છે. કોઈ રત્ન-પરીક્ષક રત્નને બહુમૂલ્ય મણિ અને માણેક તરીકે જુએ છે. તેને માટે તે સવાલાખનો પણ હોઈ શકે છે, નવ લાખનો પણ હોઈ શકે છે અને કરોડનો પણ હોઈ શકે છે. ભીલ અને તેની પત્ની ક્યાંક જઈ રહ્યાં હતાં. રસ્તામાં ચેત મોતીનો હાર મળ્યો. ભીલે કહ્યું, “મોતીની માળા છે, પહેરી લે.” ભીલપત્ની બોલી, “નથી જોઈતી આવી માળા. માત્ર શ્વેત મોતી છે. એના કરતાં તો મારા ગળામાં પડેલો છીપલાંનો હાર સારો છે. લાલ અને કાળા રંગનો આ હાર કેવો સુંદર લાગે છે. તેની સામે આ મોતીની કોઈ વિસાત નથી.” જેણે છીપલાંના લાલ-શ્યામ રંગને જ મૂલ્યવાન જાણ્યો હોય તે ક્યારેય મહાર્ણ રત્નોનું મૂલ્ય આંકી શકતો નથી. ગુણોના મૂલ્યાંકન માટે જેવી દૃષ્ટિ જોઈએ તેવી સૌ કોઈ પાસે નથી હોતી. માનતુંગ કહે છે કે કોઈ અન્ય આપના ગુણોનું મૂલ્યાંકન કરે કે ન કરે, પરંતુ મારી દૃષ્ટિએ તે ગુણોનું મૂલ્યાંકન અનિર્વચનીય છે. તેથી હું એમ કહું છું કે આવો પુત્ર કોઈ માતાએ પેદા નથી કર્યો. 5 // મા. શાક Afts' per , ક્ષણ, રહા ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ . ૮૫ Page #88 -------------------------------------------------------------------------- ________________ S ૧૨. ગુણોત્કીર્તન ભક્તામરનું પ્રથમ પદ – “ભક્ત'. જ્યાં આ ભક્તિનો સ્ત્રોત છે, ભક્તિરસથી પરિપૂર્ણ છે ત્યાં તેમાં તત્ત્વજ્ઞાન અને દર્શન પણ છે, આચાર અને વ્યવહાર પણ છે. ભક્તિનું સૂચક પદ છે – “તામ્”. કોઈ મોટા માણસને “તું” અથવા “તમે કહીએ તો તેને સારું નહિ લાગે. લોકો “તમે શબ્દપ્રયોગને ખરાબ માની લે છે. તેથી “આપ” કહેવું પડે છે. “આપ” શબ્દમાં રસ તો નથી, પરંતુ વ્યક્તિ એમ માનીને “આપ” શબ્દનો પ્રયોગ કરે છે કે અમુક વ્યક્તિ અમુક માણસ મોટો છે. ભગવાન પણ મોટા છે, પરંતુ તે ભક્ત કરતાં મોટા નથી. પ્રશ્ન થયો – “મોટું કોણ છે ? કહેવામાં આવ્યું – “પૃથ્વી મોટી છે.” “શું પૃથ્વીથી મોટું કોઈ નથી ? “પૃથ્વી કરતાં મોટો સમુદ્ર છે. પૃથ્વીનો ભાગ ખૂબ નાનો છે, જળનો ભાગ ઘણો મોટો છે.” * “શું સમુદ્ર કરતાં મોટું કોઈ નથી ? આકાશ સમુદ્ર કરતાં મોટું છે. તેમાં બધું જ સમાયેલું છે.” તર્ક આગળ ચાલ્યો – “આકાશ કરતાં મોટું કોણ છે ? આકાશ કરતાં મોટા છે ભગવાન. તેમનામાં આકાશ સમાયેલું છે.' “શું ભગવાન સૌથી મોટા છે ?' ના, ભગવાન કરતાં મોટો છે ભક્ત. ભક્તના હૃદયમાં ભગવાન સમાઈ જાય છે, તેથી ભક્ત ભગવાન કરતાં પણ મોટો છે.” ભક્ત મોટો છે તેથી તે ભગવાન માટે “ત્યામ” – “તું” શબ્દપ્રયોગ કરી શકે છે. જો તે મોટો ના હોત તો તેને “તું” ના કહેવું પડત. ભક્તિ એટલી મહાન હોય છે કે તેમાં “તું”નો પ્રયોગ થાય છે. જો “તું” ના હોત તો ભક્તિરસ જ ૮૬. ભક્તામર અંતસ્તલનો સ્પર્શ . . દીકરી પર્સ Page #89 -------------------------------------------------------------------------- ________________ સમાપ્ત થઈ જાત. ભક્તિમાં જે રસ છે તે “તામ્” – “તું” કહેવામાં છે, તે ભવન્તમ્ - “આપ” કહેવામાં નથી માનતુંગનું હૃદય ભક્તિથી પરિપૂર્ણ હતું તેથી તેમણે ઋષભ માટે “વામ” – “તું” શબ્દનો પ્રયોગ કર્યો. તામ્” સંબોધન દ્વારા પોતાની સ્તુતિનો આરંભ કરતાં માનતુંગે કહ્યું – મુનિજન તમને પરમ પુમાન કહે છે. અહીં મુનિનો અર્થ સાધુ નથી. મુનિનો અર્થ છે જ્ઞાની. પ્રાકૃતમાં તેનું રૂપ આ રીતે બને છે – મુખયતીતિ મુણી. સંસ્કૃતનું રૂપ છે - મન્યતે ઈતિ મુનિ અથવા મનનાત મુનિ: મુનિનો અર્થ આ પ્રમાણે પણ કરવામાં આવે છે - મૌનેન મુનિ - મૌન પાળે તે મુનિ. જો મૌન પાળવાથી મુનિ બની જવાતું હોત તો ઘણા બધા અમુનિઓ પણ મુનિ બની ગયા હોત. અનેક લોકો શારીરિક વિકૃતિઓને કારણે બોલી શકતા નથી. અનેક બાળકો બાળપણથી જ સ્વરતંત્રની વિકૃતિથી પીડિત હોય છે. અનેક બાળકો એવા હોય છે કે જેઓ ન સાંભળી શકે છે કે ન તો કાંઈ કહી શકે છે. કેટલાક લોકો અત્યંત રૂપાળા હોય છે, પરંતુ અજ્ઞાની હોવાને કારણે તેઓ બોલી શકતા નથી. હકીકતમાં આવા લોકો મુનિ ન કહેવાય. મૌન એટલે જ્ઞાન. આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે જે જ્ઞાની લોકો છે, તેઓ પોતાને પરમ પુમા સમજે છે, પરમ પુરુષ માને છે. પુમાન શબ્દના બે અર્થ છે – એક બાહ્ય અર્થ છે, બીજો અંતરંગ અર્થ. બાહ્ય અર્થ છે શરીર, અંતરંગ અર્થ છે શરીરમાં રહેતો જીવ. માનતુંગે કહ્યું – પ્રભુ ! આપનું બાહ્ય પુમાનું પણ અત્યંત પરમ છે, સુંદર છે. અંતરંગ પુમાન્ તો પરમ છે જ. એનું તાત્પર્ય છે – બાહ્ય પુમાન અને અંતરંગ પુમાન્ – શરીર અને આત્મા – બંને ઉત્કૃષ્ટ છે, શ્રેષ્ઠ છે. બાહ્ય સૌદર્ય છે તેથી આપ પરમ છો. એક શક્તિશાળી શરીર મળ્યું છે, જેના દ્વારા આપ વીતરાગ, કેવલી બની શકો છો, મોક્ષ પ્રાપ્ત કરી શકો છો. શરીરનાં રંગરૂપ – એ બાહ્ય દૃષ્ટિ છે. શરીર સાથે જોડાયેલાં તત્ત્વો છે – સંહનન અને સંસ્થાન. સમચતુરસ્ત સંસ્થાન અને વજઋષભનારાચ સંહનન - એ બંને ઉત્કૃષ્ટ હોય છે. આ બંનેના યોગ થકી જ ઘણી બધી આત્મિક ઉપલબ્ધિઓ વિકસિત થાય છે. આ બંને યોગ આપના શરીરમાં ઉપલબ્ધ છે, તેથી જ્ઞાનીઓ માને છે કે – બાહ્ય અને આંતરિક બંને વ્યક્તિત્વ પરમ છે. આપની બીજી વિશેષતા આદિત્યવર્ણ હોવાની છે. આંતરિકશક્તિના વિકાસ માટે સૌથી સારો રંગ અરુણ માનવામાં આવે છે. પ્રેક્ષાધ્યાનમાં દર્શન કેન્દ્ર ઉપર બાલસૂર્યનું ધ્યાન કરાવવામાં આવે છે. ધ્યાનની ક્ષણે એવો નિર્દેશ આપવામાં આવે છે કે અંતર્દષ્ટિના વિકાસ માટે અરુણ રંગનું ધ્યાન કરો. ખૂબ મહત્ત્વપૂર્ણ છે આદિત્યવર્ણ. તેમાં તમામ રંગ સમાઈ જાય છે. સ્પેક્ટ્રમના જે ના જ છે લક્ષ૬ ૧૬ કરે ભકતામર : અંતસ્તલનો સ્પર્શ . ૮૭ Page #90 -------------------------------------------------------------------------- ________________ સાત રંગ માનવામાં આવે છે, તે સૂર્યનાં કિરણોમાંથી નીકળે છે. સૂર્યના રંગમાં તમામ વર્ણો અને રંગોનો સમાવેશ હોય છે. માનતુંગે તેથી ખૂબ સમજી વિચારીને આદિત્યવર્ણની ઉપમા આપતાં કહ્યું – તમામ રંગ આપમાંથી નીકળે છે તેથી આપ અનુપમ છો, દોષરહિત છો, તમ (અંધકાર)થી પર છો. તમ પાછળ રહી ગયું અને આપ આગળ નીકળી ગયા, ક્ષિતિજની પેલે પાર પહોંચી ગયા. જ્યાં અંધકાર હોતો જ નથી. સદા પ્રકાશ રહે છે, દિવસ રહે છે. ત્યાં રાત અને અંધકારનું અસ્તિત્વ જ નથી. તમના ત્રણ અર્થ કરી શકાય છે. તમનો એક અર્થ છે, અંધકાર. સાંખ્યદર્શનની ભાષામાં તમનો એક અર્થ છે તમોગુણ. જૈન દૃષ્ટિએ તમનો એક અર્થ છે પાપ. માનતુંગ કહે છે – આપ તમથી પર છો, તમોગુણથી પર છો અને પાપથી પણ પર છો. જે આદિત્ય છે, અમલ છે તે નિશ્ચિત તમથી ૫૨ હશે. જે વ્યક્તિ આદિત્યવર્ણવાળી નથી હોતી, જેનું આભામંડળ મુખ્યત્વે અરુણવર્ણા નથી હોતું તે તમમાં રહે છે. જે અમલ નથી, તે અંધકારમાં રહે છે. ભગવાન ઋષભ આદિત્યવર્ણ બની ગયા, અમલ બની ગયા, તેથી તેઓ તેમને વિનષ્ટ કરીને તેનાથી દૂર ચાલ્યા ગયા. માનતુંગ સ્તુતિનું કારણ જણાવતાં કહે છે – પ્રભુ ! હું જે સ્તુતિ કરી રહ્યો છું તેનું એક કારણ છે. તે કારણ એ છે કે હું મૃત્યુંજય બનવા ઇચ્છું છું, મૃત્યુને જીતવા ઇચ્છું છું. એક વિશ્રુત મંત્ર છે - મહામૃત્યુંજય મંત્ર. એમ માનવામાં આવે છે કે ગ્રહવિષયક કોઈ પણ વિઘ્ન કે અવરોધ હોય, મારકયોગ હોય, તો તે મહામૃત્યુંજય મંત્રના જાપથી ટળી જાય છે. એમ પણ માનવામાં આવે છે કે જો મહામૃત્યુંજય મંત્રનો વિધિપૂર્વક, અનુષ્ઠાનપૂર્વક જપ કરવામાં આવે તો આયુષ્યમાં ઓછામાં ઓછો દસ વર્ષનો ઉમેરો થાય છે. માનતુંગ કહે છે કે આ બધી મિથ્યા વાતો છે. તેનાથી કોઈપણ વ્યક્તિ મૃત્યુંજય બની શકતી નથી. માત્ર એ જ વ્યક્તિ મૃત્યુંજય બની શકે છે, મૃત્યુને જીતી શકે છે કે જે પ્રભુને સમ્યક્ રૂપે પ્રાપ્ત કરી લે છે. હકીકતમાં સાચું એ જ છે કે સિદ્ધ સિવાય બીજું કોઈ મૃત્યુંજય નથી હોતું. માત્ર સિદ્ધ અને મુક્ત આત્મા જ મૃત્યુંજય છે. પ્રભુને મેળવનાર જ મૃત્યુંજય અને અમર હોય છે. સિદ્ધ સિવાયના તમામ મરણધર્મા છે. તર્કશાસ્ત્રમાં કહેવામાં આવ્યું કે માનવી મરણધર્મા છે. તેનું કારણ પણ બતાવવામાં આવ્યું છે – મનુષ્યત્વાત્ એ માણસ હોવાને કારણે મરણધર્મા છે. જેવી રીતે દેવદત્ત માણસ હોવાને કારણે મૃત્યુ પામ્યો તેવી જ રીતે સાગરદત્ત પણ માણસ હોવાને કારણે મૃત્યુ પામશે. કોઈ માણસ અમર ન હોઈ શકે. જે દેવોને અમર કહેવામાં આવે છે તેઓ પણ વાસ્તવમાં અમર નથી. તેમના જીવનની પણ એક અવિધ હોય છે. એક સમય એવો આવે છે કે તેઓ મૃત્યુ પામે છે. માત્ર વિશુદ્ધ આત્મા, શરીરમુક્ત ૮૮ = ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ Page #91 -------------------------------------------------------------------------- ________________ આત્મા જ અમર હોઈ શકે છે. આ સત્યને કેન્દ્રમાં રાખીને માનતુંગે કહ્યું – પ્રભુ! તમારું સાંનિધ્ય પામીને, તમને પામીને માણસ ખરેખર મૃત્યુને જીતી લે છે, અમર થઈ જાય છે, પરમાત્મા થઈ જાય છે. તમારા વગર શિવ પદ - મોક્ષની પ્રાપ્તિનો અન્ય કોઈ કલ્યાણકારી માર્ગ નથી. માત્ર એક જ માર્ગ છે અને તે છે તમારું સાંનિધ્ય, તમારી ઉપલબ્ધિ. આ કાવ્યમાં આચાર્ય માનતુંગે પરમ પુમાનની વ્યાખ્યા કરી છે. પરમ પુમાનનો એક વાચક શબ્દ છે – પુરુષોત્તમ. એક વાચક શબ્દ છે પરમપુરુષ. એક વાચક શબ્દ છે – પરમાત્મા પરમાત્મા સ્વરૂપનાં બોધ અને ઉપલબ્ધિનું દર્શન પ્રસ્તુત શ્લોકમાં સહજ રીતે પ્રસ્ફટિત થઈ ગયું. તામામનત્તિ મુનઃ પરમં પુમાન્સ - માદિત્યવર્ણમમલે તમસ પરસ્તા / –ામેવ સમ્યગુપલભ્ય જયન્તિ મૃત્યું, નાવઃ શિવઃ શિવપદસ્ય મુનીન્દ્ર પંથા // ભક્તિથી પરિપૂર્ણ સ્તુતિ કરતાં માનતુંગ કહે છે – પ્રભુ ! હું આપના વિશે શું કહું ? મારી સ્થિતિ તો એ વ્યક્તિ જેવી છે કે જે કોઈ વિશાળ બાગમાં પુષ્પ લેવા માટે ઊભી હોય અને પુષ્પોને એક ચોક્કસ સમયે એક સાથે તોડવા માટે કટિબદ્ધ હોય. શું એ શક્ય છે? એટલાં બધાં પુષ્પો છે, એટલાં બધાં ફૂલો છે કે એક નિશ્ચિત કાલાવધિમાં તેમને તોડવાનું શક્ય જ નથી. મારું મન એ પ્રશ્નમાં અટવાઈ ગયું છે કે હું કયાં કયાં ફૂલોને પસંદ કરું ? કેટલાં ફૂલોને પસંદ કરું? એક પુષ્પને પસંદ કરું છું તો બીજું સામે આવી જાય છે. બીજાને પસંદ કરું છું તો ત્રીજું અને ચોથું પુષ્પ સામે આવી જાય છે. એટલાં બધાં કુસુમ છે કે જેની ગણતરી કરવી મુશ્કેલ છે. તમામ પુષ્પો મનોહર છે, ચિત્તાકર્ષક છે અને દરેકને પસંદ કરવાનું સહજ નથી. તેથી હું પોતાના મનસ્તોષ માટે કેટલાંક ફૂલો પસંદ કરીને એક માળા ગુંથવા ઇચ્છું છું.' મારી માળાનું પ્રથમ પુષ્પ છે – અવ્યય. આપ અવ્યય છો. આપનો ક્યારેય વ્યય થતો નથી. અન્ય કોઈ વસ્તુ એવી નથી કે જે અવ્યય હોય, જેનો ક્યારેય વ્યય થતો ન હોય. વ્યક્તિની પાસે પુષ્કળ ધન હોય પણ જો નવું ધન ન આવે તો એક દિવસ તે સંચિત ધન સમાપ્ત થઈ જાય છે. નદીમાં પાણી હોય છે, પણ જો નવો પ્રવાહ ન આવે તો નદી સુકાઈ જાય છે. વ્યક્તિની પાસે ગમે તેટલું ધન હોય, પદાર્થ હોય પરંતુ જો તેનું સંવર્ધન ન થાય અને માત્ર તેનો વ્યય "થતો રહે તો તે સમાપ્ત થતું જાય છે. એક દિવસ એવો આવે છે કે સંપન્ન વ્યક્તિ પણ કંગાળ બની જાય છે. દાળ મિકી . WE Tથી માdess : PE : ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ ૮૯ Page #92 -------------------------------------------------------------------------- ________________ એક ભિખારી એક મોટા શેઠ પાસે ગયો. શેઠ ભિખારીની દશા જોઈને દ્રવિત થઈ ઊઠ્યા. તેમણે ખિસ્સામાં હાથ નાખ્યો. સો રૂપિયાની નોટ કાઢી અને ભિખારીને આપી. ભિખારી બોલ્યો, ‘શેઠ સાહેબ ! ભવિષ્યમાં ધ્યાન રાખજો. આટલું બધું કોઈને ન આપશો.’ શેઠ એ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. તેમણે વિચાર્યું કે આ ભિખારી કેવો છે ! માંગનાર તો હંમેશાં એમ જ ઇચ્છે કે સો રૂપિયાને બદલે બસો રૂપિયા મળે તો સારું. જ્યારે આ તો ઊલટી જ વાત કરી રહ્યો છે ! શેઠે પૂછ્યું, ‘ભાઈ, તું આવું કેમ કહે છે ?’ ભિખારીએ કહ્યું, ‘શેઠ સાહેબ ! હું પણ પહેલાં તમા૨ા જેવો મોટો શેઠ હતો. જે કોઈ માંગવા આવતું તેને ઉદારતાથી રૂપિયા આપી દેતો. કોઈ સો રૂપિયા માંગે તો હું તેને બસો રૂપિયા આપતો. એ રીતે આપતાં આપતાં એવા સંજોગો આવ્યા કે આજે હું પોતે જ ભિખારી બની ગયો છું. તેથી તમે ભવિષ્યમાં ધ્યાન રાખજો. આ રીતે કોઈને આપશો નહિ, જેથી તમારે પશ્ચાત્તાપ કરવો પડે, ભિખારી બનવા માટે વિવશ થવું પડે.’ જ્યાં માત્ર વ્યય થાય છે અથવા આવક કરતાં વિશેષ વ્યય થાય છે, ત્યાં ખજાનો ખૂટી પડે છે. ધન અને પદાર્થનું સત્ય એ જ છે. માનતુંગ કહે છે – આપ અવ્યય છો. આપમાંથી ગમે તેટલું કાઢવામાં આવે છતાં તે ક્યારેય સમાપ્ત થતું નથી. આપનામાં એટલું બધું સમાયેલું છે કે તે ક્યારેય ક્ષીણ થતું નથી. જો જ્ઞાનની દૃષ્ટિએ વિચાર કરીએ તો આપે એટલું બધું આપ્યું છે કે જેની કોઈ સીમા નથી. છતાં ક્યાંય વ્યય થયો નથી. કહેવાય છે કે વિદ્યા જ એક એવી વસ્તુ છે કે જેનો ક્યારેય કોઈ વ્યય નથી થતો. જ્ઞાન જેટલું વહેંચીએ તેટલું વધે છે. અક્ષર અવ્યય હોય છે. અક્ષરનો ક્યારેય વ્યય થતો નથી. કહેવામાં આવ્યું કે તમામ નદીઓનું જળ એકઠું કરી લો, તે નદીઓમાં જેટલા બાલુકાકણ હોય તે એકત્ર કરી લો, જગતમાં જેટલા સમુદ્ર હોય તેમને પણ એકત્ર કરી લો. એ બધા કરતાં અનંતગણો હોય છે એક અક્ષરનો અર્થ. અ' એક અક્ષર છે. ‘અ’ના પર્યાય કેટલા છે ? અનંતપર્યાય છે. અનંતઅનંત પર્યાય હોય તો અર્થ પણ અનંત હશે. સંસ્કૃત અને પ્રાકૃતના કવિઓએ દ્વિ–સંધાન, સપ્ત-સંધાન કાવ્યો લખ્યાં. આચાર્ય હેમચન્દ્રે સપ્ત-સંધાન કાવ્ય લખ્યું. તેમાં રાજા કુમારપાળનું ચરિત્ર ચાલે છે, તીર્થંકરોનાં ચરિત્ર ચાલે છે, સાથે સાથે રામાયણ, મહાભારત વગેરે પણ ચાલે છે. એક અષ્ટાક્ષરી પદ્ય છે – રાજાનો દદતે સૌખ્યમ્. એક આચાર્યે તેના આઠ લાખ અર્થ કર્યા. તેમણે કહ્યું કે હું અલ્પબુદ્ધિ છું તેથી તેના માત્ર આઠ લાખ જ અર્થ કરી શક્યો. આ કોઈ મોટી ૯૦ = ભક્તામર ઃ અંતસ્તલનો સ્પર્શ " Page #93 -------------------------------------------------------------------------- ________________ વાત નથી. મહાજ્ઞાની વ્યક્તિ તેના આઠ કરોડ અથવા આઠ ખરવ અર્થ પણ કરી શકે છે. એટલું બધું ગહન છે આ પદ. માનતુંગ કહે છે કે એક આચાર્ય પણ આ પદના આઠ લાખ અર્થ કરી શકે છે. આપ તો કેવા મહાન જ્ઞાની છો, સર્વજ્ઞ છો. એક અક્ષરના અનંત અનંત પર્યવોનું જ્ઞાન છો. તેથી આપ અવ્યય છો. હવે બીજી દૃષ્ટિએ જોઈએ. આપ પરમાત્મા બની ગયા છો. શરીરમુક્ત બની ગયા છો. તેથી ઊર્જાનો કોઈ વ્યય થતો નથી. સઘળી ઊર્જા આપનામાં ભરેલી છે. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી ઊર્જાનું ગ્રહણ અને ઉત્સર્જન થતું રહે છે. માણસ પાણી પીએ છે. પાણી પીવાથી ઊર્જા મળે પણ છે અને ઊર્જાનો વ્યય પણ થાય છે. ખોરાક ખાવાથી ઊર્જા મળે પણ છે અને ઊર્જાનો વ્યય પણ થાય છે. તેથી કહેવામાં આવ્યું કે જે વ્યક્તિ મિતાહાર કરે છે તે સો વર્ષ સુધી જીવે છે. એમ માનવામાં આવ્યું કે સૂઈ જવું અનિવાર્ય છે. તેના વગર સંતુલન રહેતું નથી. પરંતુ જે વ્યક્તિ વધુ પડતું સૂએ છે, તેની ઊર્જા વધુ વપરાય છે. જે વ્યક્તિ દિવસભર સૂતી રહે છે, જ્યારે ઇચ્છા થાય ત્યારે સૂઈ જાય છે તેનું આયુષ્ય ઘટી જાય છે. તે અકાળ મૃત્યુ પામે છે, તેથી પરિમિત શયન અને પરિમિત ભોજનને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. તેના થકી ઊર્જાની બચત થાય છે, પરંતુ જ્યાં શરીર છે ત્યાં ઊર્જાનો વ્યય થતો જ રહે છે. આપ શરીરમુક્ત છો તેથી અવ્યય છો. આપની ઊર્જાનો વ્યય થતો નથી. મારી માળાનું બીજું પુષ્પ છે વિભુતા - વ્યાપકતા. આપ વિભુ છો. વિભુના બે અર્થ કરી શકાય છે. એક અર્થ છે સમર્થ. આપ સમર્થ છો, જે ઇચ્છો તે કરી શકો છો. વિભુનો અર્થ છે વ્યાપક. ખરેખર ઋષભ ખૂબ વ્યાપક છે. આદિનાથ માત્ર એક પરંપરા દ્વારા જ નહિ, તમામ પરંપરાઓ દ્વારા માન્ય છે, સમ્મત છે. આ વિષય ઉપર આધુનિક વિદ્વાનોએ ખૂબ સંશોધનો કર્યાં છે અને ઘણુંબધું લખ્યું છે. તેમની વ્યાપકતા સૌ કોઈએ સ્વીકારી છે ત્રીજું પુષ્પ છે – અચિત્ત્વ. આપ અચિત્ત્વ છો. અચિત્ત્વ એક વિશેષ અર્થનો દ્યોતક છે. તે અચિત્ત્વ હોય છે કે જેના વિશે કશું જ કહી શકાતું નથી, કશું જ વિચારી શકાતું નથી. સંસ્કૃતનો એક પ્રસિદ્ધ શ્લોક છે - અચિત્ત્વો હિ મણિમંત્રૌષધીનાં પ્રભાવઃ - મણિ, મંત્ર અને ઔષધનો પ્રભાવ અચિત્ત્વ હોય છે. નાનતુંગ અચિન્ત્ય શબ્દ દ્વારા એ જ કહી રહ્યા છે કે આપના મહિમા વિશે કશું ૪ વિચારી નથી શકાતું, કશું જ કહી નથી શકાતું. - ચોથું પુષ્પ છે - અસંખ્ય. આપ અસંખ્ય છો, સંખ્યાથી આગળ નીકળી મૂક્યા છો. હું આપના ગુણોની, વિશેષતાઓની ગણતરી નથી કરી શકતો. કોઈ રણ વ્યક્તિ આપના ગુણોનું આખ્યાન કરવા સમર્થ નથી. આપના અસંખ્ય ગુણોને કોઈ સંખ્યામાં બાંધી શકાતા નથી. = ભક્તામર ઃ અંતઃસ્તલનો સ્પર્શ – ૯૧ Page #94 -------------------------------------------------------------------------- ________________ પાંચમું પુષ્પ છે – આદ્ય. આપ આદ્ય છો. આદિનાથ પ્રથમ તીર્થકર છે રાજા છે. ચંદ્રચરિત્રમાં ઋષભની આ વિશેષતાનું સુંદર આલેખન છે- આપપ્રથમ રાજા છો, પ્રથમ મુનિ છો, પ્રથમ કેવલી છો, પ્રથમ તીર્થંકર છો, પ્રથમ પ્રજાપતિ છો. આ રીતે ભગવાન ઋષભના જીવન સાથે અનેક આદ્ય જોડાયેલાં છે. છઠું પુષ્પ છે – બ્રહ્મત્વ. આપ બ્રહ્મા છો. પૌરાણિક સાહિત્યમાં ત્રણ વ્યક્તિત્વ માનવામાં આવ્યાં છે – બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ (શિવ). બ્રહ્મા સૃષ્ટિની સંરચના કરે છે, વિષ્ણુ સૃષ્ટિનું પાલન કરે છે, શિવ સૃષ્ટિનો સંહાર કરે છે. સૃષ્ટિનું નિર્માણ, સૃષ્ટિનું પાલન અને સૃષ્ટિનો સંહાર - આ ત્રણ તત્ત્વો છે. માનતુંગ કહે છે કે આપ બ્રહ્મા છો. આપે સૃષ્ટિનું સર્જન કર્યું છે. આચાર્ય જિનસેને ઋષભ માટે ધાતા, વિધાતા, બ્રહ્મા, પ્રજાપતિ વગેરે શબ્દોનો પ્રયોગ કર્યો છે અને તે એટલા માટે કર્યો છે કે ઋષભે સંપૂર્ણ સમાજવ્યવસ્થાનું સર્જન કર્યું હતું. ધાતા, વિધાતા કોઈ પૌરાણિક હોય કે નહિ, પરંતુ ઋષભ ખરેખર ધાતા, વિધાતા, બ્રહ્મા અને પ્રજાપતિ છે. - સાતમું પુષ્પ છે – આપ બ્રહ્મા છો, ઈશ્વર છો. ઈશ્વરને સૃષ્ટિના કર્તા માનવામાં આવે છે. ન્યાયશાસ્ત્રમાં ઈશ્વરની પરિભાષા આપવામાં આવી – કતુમક/મન્યથાકતું સમ: ઈશ્વરઃ – જે કરવામાં, ન કરવામાં અને અન્યથા કરવામાં સમર્થ છે તે ઈશ્વર છે. ઈશ્વર કાજીને પાજી અને પાજીને કાજી બનાવી દે છે. આપ ઈશ્વર છો. આપે ઘણુંબધું કર્યું છે, ઘણુંબધું બદલ્યું છે અને ઘણુંબધું અન્યથા પણ કર્યું છે. ઋષભની ગાથાનો અભ્યાસ કરનાર વ્યક્તિ એ જાણે છે કે તેમણે શું શું કર્યું અને કેટલું બદલ્યું. ખૂબ વિચિત્ર કર્તુત્વ હતું ઋષભનું, તેથી માનતુંગે આદિનાથને ઈશ્વરની ઉપમા દ્વારા ઉપમિત કર્યા છે. આઠમું પુષ્પ છે - અનંતતા. આપ અનત છો. અનંત જ્ઞાન, દર્શન, શક્તિ અને વીર્યથી સંપન્ન છો. નવમું પુષ્પ છે – આપ અનંગકેતુ છો. અનંગ કામદેવને કહેવામાં આવ્યા છે. જ્યોતિષશાસ્ત્રમાં એમ માનવામાં આવ્યું છે કે જ્યારે કેતુનો ઉદય થાય છે ત્યારે ક્ષય થાય છે, સંહાર થાય છે. માનતુંગ કહે છે કે આપ અનંગ માટે કેતુ છો, કામવાસના અથવા કામદેવનો ક્ષય કરનાર છો. આજના ઇતિહાસવિદો શિવ અને આદિનાથને એક વ્યક્તિત્વ માનવા લાગ્યા છે. રતિ–પ્રલાપમાં કહેવામાં આવ્યું છે કે શિવે ત્રીજા નેત્ર વડે કામદેવને બાળી નાખ્યો, તેને નષ્ટ કરી દીધો. ઋષભ માટે કહેવાય છે કે આપ અનંગ - કામદેવ માટે કેતુ સમાન છો. આ બંનેની સમ્યફ તુલના થઈ શકે છે. અનંગકેતુનો એક અર્થ છે – આપનું ચિહ્ન અનંગ છે. કેતુનો અર્થ છે ચિહ્ન અને અનંગનો અર્થ છે અશરીર. આપનું ચિહ્ન અશરીર છે, તેથી આપ અનંગકેતુ છો. ૯૨ . ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ ', se : Page #95 -------------------------------------------------------------------------- ________________ દસમું પુષ્પ છે – આપ યોગીશ્વર છો. એ સર્વમાન્ય તથ્ય છે. ભાગવતમાં ઋષભનું જે વર્ણન છે, તે એક અવધૂત યોગીનું વર્ણન છે. હઠયોગ પ્રદીપિકામાં સર્વ પ્રથમ યોગી તરીકે આદિનાથને નમસ્કાર કરવામાં આવ્યા છે – શ્રી આદિનાથાય નમોસ્તુ તસ્મૈ, યેનોપદિષ્ટા હઠયોગવિદ્યા, આપે તમામ યોગો જાણ્યા હતા. તમામ યોગીઓમાં પ્રથમ યોગી આપ હતા. તેથી આપ યોગીશ્વર છો. અગિયારમું પુષ્પ છે – એક-અનેક. આપ અનેક પણ છો અને એક પણ છો. એ પ્રશ્ન અનાદિકાળથી પૂછવામાં આવે છે કે આપ અનેક છો કે એક છો ? જ્ઞાતાસૂત્રનો પ્રસંગ છે. સોમિલ બ્રાહ્મણે મહાવીરને પૂછ્યું, આપ અનેક છો કે એક છો ? મહાવીર ઉત્તરે આપ્યો, હું એક પણ છું અને એનક પણ છું. દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ હું એક છું. જ્ઞાન, દર્શન વગેરે પર્યાયોની અપેક્ષાએ હું અનેક છું. નિશ્ચયનયની દૃષ્ટિએ હું એકલો છું. પર્યાયની અપેક્ષાએ હું અનંત છું. પ્રત્યેક વ્યક્તિ, વ્યક્તિની દૃષ્ટિએ એક છે, પર્યાયની દૃષ્ટિએ અનંત છે. તેથી માનતુંગ કહી રહ્યા છે કે આપ અનેક પણ છો અને એક પણ છો. આપ મુક્ત થઈ ગયા છો. મોક્ષમાં જીવ એક છે કે અનેક છે ? મોક્ષમાં અનંત જીવ છે અને તે તમામ એક જગતમાં રહેલા છે. તેમની અનેકતા એવી છે કે ક્ષેત્રનો અવરોધ નથી. બે તત્ત્વો છે – અવગાહ અને ક્ષેત્રાવરોધ. અવગાહન તો છે, એક-બે નહિ, હજા૨-દસ હજાર નહિ, અસંખ્ય અને અનંત સમાઈ જાય છે. એક નાનકડી જગામાં અનંત સમાઈ જશે. છતાં ક્ષેત્રનો અવરોધ નહિ હોય. ક્ષેત્ર અટકતું નથી. ભલે એક આવે કે વીસ આવે, કોઈ ફરક પડતો નથી. જે અવગાહના છે, તે સૌ કોઈમાં હોય છે, પરંતુ ક્ષેત્રને રોકવાની શક્તિ સૌ કોઈમાં નથી હોતી. તે સ્થૂળમાં હોય છે. આપ સૂક્ષ્મ બની ગયા છો તેથી આ સમસ્યાથી પર છો. અનંત મુક્ત જીવ એક ક્ષેત્રાવગાહમાં રહે છે, પરંતુ તે તમામનું સ્વતંત્ર અસ્તિત્વ છે. અનેક દર્શનોની એવી માન્યતા છે કે મુક્ત થવું એટલે પરમાત્મામાં વિલય પામવું. તેમનું સ્વતંત્ર અસ્તિત્વ રહેતું નથી. જૈન દર્શનનું મંતવ્ય છે કે મુક્ત થયા પછી પણ આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ રહે છે. માનતુંગનું આ કથન એ અપેક્ષાએ છે કે એકત્ર અવગાહનની દૃષ્ટિએ આપ એક છો અને સ્વતંત્રતાની દૃષ્ટિએ, આત્માની દૃષ્ટિએ આપ અનેક છો, બારમું પુષ્પ છે – આપ જ્ઞાન સ્વરૂપ છો. આપનું સ્વરૂપ જ્ઞાનમય છે. ઔદકિય અને ક્ષાયોપમિક ભાવ થકી થતું આપનું સ્વરૂપ સમાપ્ત થઈ ગયું. હવે માત્ર ક્ષાયિક ભાવનું સ્વરૂપ રહ્યું છે. અજ્ઞાનનો સર્વથા ક્ષય થઈ ગયો હોવાથી આપ જ્ઞાનસ્વરૂપ છો. = ભકતામર ઃ અંતસ્તલનો સ્પર્શ ! ૯૩ Page #96 -------------------------------------------------------------------------- ________________ તેરમું પુષ્પ છે – અમલતા. આપ અમલ છો. જે જ્ઞાનસ્વરૂપ હોય, જેના રજ અને મળ ક્ષીણ થઈ ગયા હોય તે અમલ છે. આપના રજ અને મળ નિઃશેષ થઈ ગયા છે તેથી આપ અમલ છો. આમ ઋષભના વિરાટ વ્યક્તિત્વના અનેક ગુણોનું ચયન કરીને માનતુંગે તેર પુષ્પોની એક મનોરમ અને નયનાભિરામ માળા ગૂંથી છે. તે માળાનું સૂત્રધાર છે આ કાવ્ય – તામવ્યય વિભુમચિજ્યમસંગમાઘ, બ્રહ્માણમીશ્વરમનંતમનંગકેતુમ્T યોગીશ્વરં વિદિતયોગમનેકમેલું, જ્ઞાનસ્વરૂપમલં પ્રવદંતિ સન્તઃ // પ્રસ્તુત શ્લોકમાં આચાર્ય માનતુંગે ગાગરમાં સાગર ભરી દીધો છે. એક-એક શબ્દની વિશદ્ વ્યાખ્યા કરીએ તો આ બ્લોકના આધારે અનેક ગ્રંથો રચાઈ શકે છે. આપણે પણ ગાગરમાં સાગર સમાવવો છે. જો સાગર જેવા વિસ્તારમાં જઈએ તો પાર જ નહિ આવે. સંક્ષેપમાં એટલું જ કહી શકાય છે કે આ શ્લોકનો પ્રત્યેક શબ્દ એક એક વિશેષતાની વ્યાખ્યા કરી રહ્યો છે. ઋષભે શું કર્યું? તેઓ કેવા હતા? તેમનું અતિશાયી કાર્ય કર્યું હતું? આ તમામ માટે એક એક પ્રતિકાત્મક શબ્દનો પ્રયોગ કરીને આચાર્યે ઋષભના વિરાટ વ્યક્તિત્વની સ્તુતિ કરી છે. તેમાં ભક્તિ, જ્ઞાન અને ચરિત્ર - ત્રણેયનો સમન્વય છે. જે અર્થ અને તાત્પર્યના ઊંડાણમાં જઈને આ કાવ્યનું અનુશીલન કરે છે તે ખરેખર સમાપત્તિ કરી લે છે, તાદાભ્યની અનુભૂતિ કરી લે છે. ૯૪. ભકતામર અંતસ્તલનો સ્પર્શ . છે Page #97 -------------------------------------------------------------------------- ________________ ૧૩. પુરાતન અભિધા : આધુનિક સંદર્ભ ભગવાન આદિનાથની સ્તુતિ ભારતના પ્રત્યેક ધર્મે કરી છે. તેઓ માત્ર જૈન પરંપરા દ્વારા જ માન્ય નથી, પરંતુ વૈદિક તેમજ અન્ય શ્રમણ સંપ્રદાયો દ્વારા પણ સમાડ્વત છે. આચાર્ય માનતુંગે આ સમગ્ર સંદર્ભને ધ્યાનમાં રાખીને ઋષભને અનેક નામથી સંબોધિત કર્યા છે. જે નામ પ્રસિદ્ધ પ્રવર્તકોનાં છે, તેમાં ભગવાન ઋષભનો સાક્ષાત્કાર કર્યો છે. તે તત્ત્વોમાં ભગવાન ઋષભનું પ્રતિબિંબ નિહાળ્યું છે. પ્રતિબિંબ એટલા માટે નિહાળ્યું કે તેઓ ઘણી બધી બાબતોમાં આદિ હતા. જૈન પરંપરામાં ઋષભને આદિકાશ્યપ માનવામાં આવે છે. અંતિમ કાશ્યપ મહાવીર છે. ઋષભે આત્માને કેન્દ્રમાં રાખીને જે ધર્મનું પ્રવર્તન કર્યું તે ધર્મનું અનુસરણ પછીના લોકો એ કર્યું. તેથી કહેવામાં આવ્યું કે – અણુધર્મો મુણિણા પવેઇયં – મુનિએ અનુધર્મ પ્રવેદિત કર્યો. જે ધર્મ ઋષભે બતાવ્યો એ જ ધર્મ મહાવીરે પ્રતિપાદિત કર્યો. તેથી ઋષભની સ્તુતિ સૌની સાથે કરી શકાય છે અથવા તમામ નામોમાં ઋષભની સ્તુતિ કરી શકાય છે. આ ચિંતનની સાથે સ્તુતિક્રમ આગળ ધપાવતાં આચાર્ય માનતુંગે ઋષભને અનેક નામથી સંબોધિત કર્યા છે – માનતુંગે કહ્યું કે આપ બુદ્ધ છો. બુદ્ધ શબ્દ વ્યક્તિવાચક નથી હોતો. તે સામાન્ય વિશેષણ હોય છે. જે તત્ત્વને જાણે છે તે બુદ્ધ છે. આ સામાન્ય વિશેષણ એક નામ બની ગયું. એક સમય એવો હતો કે મહાપ્રજ્ઞ મારું વિશેષણ હતું અને એક સમય એવો આવ્યો કે મહાપ્રજ્ઞ મારું નામ બની ગયું. ગૌતમ બુદ્ધનું મૂળ નામ છે શાક્યપુત્ર. પરંતુ જ્ઞાનગરિમા દ્વારા તેમનું બુદ્ધ નામ વિશ્રુત થઈ ગયું. લઇ ગયા છે કે તેઓ " , ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ . ૫ Page #98 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધની સ્તુતિમાં અશ્વઘોષે લખ્યું કે બુદ્ધનું નામ હતું શાક્યપુત્ર અને પ્રચલિત થઈ ગયો બુદ્ધ શબ્દ. તેઓ બૌદ્ધ ધર્મના પ્રવર્તક બુદ્ધ કહેવાયા. આચાર્ય માનતુંગે બુદ્ધના નામનો જે સ્વરૂપ ઉપયોગ કર્યો છે તે તેમની વિદગ્ધતાનો સૂચક છે. નવો શબ્દ શોધવો એ એક વાત છે, પરંતુ પ્રચલિત શબ્દોમાં નવો અર્થ મૂકી દેવો તે એક વિલક્ષણતા છે. ભગવાન મહાવીરે પણ તેવું કર્યું છે. ઉત્તરાધ્યયન સૂત્રનું બારમું અધ્યયન વાંચનાર જાણે છે કે મહાવીર તીર્થયાત્રા, તીર્થસ્થળ જેવા પ્રચલિત શબ્દોને કેવી રીતે નવા નવા અર્થ આપે છે. તીર્થ કરો, યજ્ઞ કરો, સ્નાન કરો – આ શબ્દો લઈ લીધા પરંતુ તેમના અર્થ બદલી નાંખ્યા. શબ્દ સાથે કોઈ વિરોધ નથી. વિરોધ હોય છે અર્થ સાથે. એ મહત્ત્વપૂર્ણ વાત છે કે કયા શબ્દનો કયા અર્થમાં પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. આધુનિક દાર્શનિકોનો મત છે કે કોઈ પણ દર્શનનું પ્રતિપાદન કરો તો તે દર્શન દ્વારા સ્વીકૃત સંજ્ઞાઓનું સ્પષ્ટીકરણ કરો. એ જાણો કે પ્રસ્તુત શબ્દનો પ્રયોગ કયા અર્થમાં કરવામાં આવ્યો છે. એક જ શબ્દનો પ્રયોગ ભિન્ન ભિન્ન અર્થોમાં કરવામાં આવે છે. એક દર્શનમાં તે શબ્દ એક અર્થનો વાચક હોય છે જ્યારે બીજા દર્શનમાં તે શબ્દ બીજા અર્થનો વાચક હોય છે. આશ્રવ શબ્દ જૈન દર્શનમાં પણ છે અને બૌદ્ધ દર્શનમાં પણ છે. સંવર શબ્દ પણ જૈન અને બૌદ્ધ બંને દર્શનોમાં છે. શું આ બે શબ્દો બંને દર્શનોમાં એક જ અર્થ માટે પ્રયોજાયા છે? કર્મ શબ્દ તમામ દર્શનોમાં પ્રચલિત છે. શું તમામ દર્શનોમાં કર્મ શબ્દ એક જ અર્થમાં પ્રયુક્ત થયો છે ? જ્યાં આપણે દર્શનના આધારે શબ્દની મીમાંસા કરીશું, ત્યાં તેનો અર્થ બદલાઈ જશે. એક જ શબ્દના અનેક અર્થ વ્યક્ત થઈ જશે. તેથી એ જાણી લેવું જરૂરી છે કે ક્યા શબ્દનો કયા અર્થમાં પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. મુનિએ બ્રાહ્મણોને કહ્યું કે, હું યજ્ઞ કરું છું. પૂછવામાં આવ્યું – “કયો યજ્ઞ ?' “જે યજ્ઞ ઋષિઓ દ્વારા પ્રશસ્ત છે.” તમારી જ્યોતિ - અગ્નિ કઈ છે? તપ જ્યોતિ છે.” તમારું જ્યોતિસ્થાન કર્યું છે?” જીવ જ્યોતિસ્થાન છે.” “ઘી હોમવાની કડછી કઈ છે ? “મન, વચન અને કાયાની સપ્રવૃત્તિ ઘી હોમવાની કડછીઓ છે.” અગ્નિ પેટાવવાનાં છાણાં કયાં કયાં છે ?' “શરીર અગ્નિ પેટાવવાનું છાણું છે.' ૯૬ ભક્તામર અંતસ્તલનો સ્પર્શ / લ કુ રકમ 'પણ શાખામાં , Page #99 -------------------------------------------------------------------------- ________________ ‘ઈધણ કયું છે ?’ કર્મ ઇંધ છે.’ ‘શાંતિપાઠ કયો છે ?’ ‘સંયમની પ્રવૃત્તિ શાંતિપાઠ છે.’ ભગવાન મહાવીરે આ અહિંસક હોમમાં જ્યોતિ, જ્યોતિસ્થાન, ઇંધણ, ાંતિપાઠ વગેરે શબ્દોનો સ્વીકાર કર્યો છે. શબ્દ તો એ જ રહે છે પરંતુ અર્થ બદલાઈ જાય છે, તાત્પર્ય બદલાઈ જાય છે. આચાર્ય માનતુંગે પણ એ જ પરંપરાનું અનુસરણ કર્યું. માનતુંગે કહ્યું કે આપ બુદ્ધ છો, તેનું કારણ શું છે ? સમજદાર માણસ કોઈ વાત કહે તો તે સહેતુક હોવી જોઈએ, અહેતુક નહિ. જેની પાછળ સ્પષ્ટ હેતુ અને તર્ક હોય છે એ જ અર્થ હૃદયંગમ બની શકે છે. હેતુ એ છે કે વિબુધ દ્વારા અર્ચિત બુદ્ધિઓને કારણે આપ બુદ્ધ છો. વિબુધાર્ચિત એટલે દેવો દ્વારા અર્ચિત એવો પણ અર્થ થઈ શકે છે અને વિદ્વાનો તથા ગણધરો દ્વારા અર્ચિત એવો અર્થ પણ થઈ શકે છે. પ્રસ્તુત સંદર્ભમાં ગણધરનો અર્થ ઇષ્ટ છે. મહાન ગણધરો દ્વારા અર્ચિત છે આપની બુદ્ધિનો બોધ-પ્રકાશ. બુદ્ધિ હોવી એ એક વાત છે અને બુદ્ધિનો પ્રકાશ હોવો એ બીજી વાત છે. આગમના મર્મને જાણનાર એ જાણે છે કે જ્ઞાન અને ઉપયોગ બે અલગ બાબતો છે, જ્ઞાન અલગ છે અને ઉપયોગ અલગ છે. કોઈ સાધુને હજારો શ્લોક કંઠસ્થ છે. અભિધાન ચિંતામણિ નામમાળા કંઠસ્થ છે. દસ વૈકાલિક કંઠસ્થ છે. પ્રશ્ન થાય કે શું વાસ્તવમાં તે કંઠસ્થ છે ? તેઓ સ્મૃતિ પ્રકોષ્ઠમાં સંચિત છે, પરંતુ ઉપયોગમાં નથી. ત્યારે યાદ આવશે કે જ્યારે આપણે ઉપયોગ કરીશું. દસ વૈકાલિક પ્રથમ પદ્ય કયું છે ? તે જ્યારે ઉપયોગ કરીશું ત્યારે યાદ આવશે. આપણે વાંચ્યું છે, આપણને ખબર પણ છે, પરંતુ ઉપયોગ વગર કશા કામનું નથી. જ્યારે બુદ્ધિનો બોધ એટલે કે પ્રકાશ થઈ જાય ત્યારે ઉપયોગ મૂકવાની જરૂર રહેતી નથી. જ્યાં માત્ર જ્ઞાન છે ત્યાં અભીક્ષ્ણ જ્ઞાનોપયોગ છે. છદ્મસ્થ અને કેવલીમાં એ જ તો તફાવત છે ! છદ્મસ્થનું જ્ઞાન ઉપયોગ-સાપેક્ષ હોય છે અને કેવલીનું જ્ઞાન ઉપયોગ-નિરપેક્ષ હોય છે. પ્રતિક્ષણ જ્ઞાનોપયોગ ચાલ્યા કરે છે. કોમ્પ્યુટરની જેમ ઈનપુટ અને આઉટપુટની જરૂર પડતી નથી. તે નિરંતર જાગૃત રહે છે. માનતુંગના કથનનો આશય એ જ છે કે આપમાં બુદ્ધિનો બોધ સદા પ્રગટ રહે છે. તેથી આપ બુદ્ધ છો. હકીકતમાં બુદ્ધ કેવલીને જ માનવા જોઈએ. જેનામાં બુદ્ધિનો પ્રકાશ નિરંતર રહેતો હોય, જ્ઞાનનો સૂર્ય ક્યારેય અસ્ત પામતો ન હોય, ક્યારેય કોઈ વાદળ આડે આવતું ન હોય એ જ બુદ્ધ હોય છે. માનતુંગે પોતાની મેધા દ્વારા બુદ્ધ શબ્દને નવા રૂપમાં રજૂ કરીને ભગવાન ઋષભની સ્તુતિ કરી છે. પ્રચલિત શબ્દના નવા અર્થની શોધનું આ એક નિદર્શન છે. જ આ ભક્તામર ઃ અંતસ્તલનો સ્પર્શ = ૯૦ : ' Page #100 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધિક પરંપરામાં એક પૌરાણિક પરંપરા છે, જેને માઈથોલોજી કહેવામાં આવે છે. આ પરંપરામાં ત્રણ દેવ માનવામાં આવ્યા છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ (શંકર). આચાર્ય માનતુંગે ઋષભને “શંકર' શબ્દ દ્વારા સંબોધિત કરતાં કહ્યું કે, આપ શંકર છો. તેનું કારણ જણાવતાં તેમણે કહ્યું કે આપ ત્રણે લોક માટે કલ્યાણકારી છો, તેથી આપ શંકર છો. ઋષભની શંકર સ્વરૂપે સ્તુતિ કરી રહ્યા છે, પરંતુ તે સ્તુતિમાં પણ એક ધ્વનિ છે. સંસ્કૃત સાહિત્યમાં ધ્વનિકાવ્ય અને વ્યંગકાવ્યનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે. જ્યાં અભિધા અને લક્ષણા દ્વારા કોઈ અર્થ ન થતો હોય ત્યાં વ્યંજના દ્વારા અર્થ વ્યક્ત થાય છે. એક કાવ્ય એ છે કે જેમાં વ્યંજનામાં, શબ્દોમાં કશું જ નથી. શબ્દો જુદી જ વાત કરી રહ્યા છે અને ધ્વનિ કંઈક બીજો જ નીકળી રહ્યો છે, અર્થ કંઈક બીજો જ ધ્વનિત થઈ રહ્યો છે. આજકાલ અખબારોમાં વ્યંગ્ય પ્રગટ થાય છે. તેમના શબ્દોમાં કશું જ નથી હોતું, પરંતુ તેમાંથી જે ધ્વનિ નીકળે છે, તે વ્યક્તિના હૃદયને સ્પર્શી જાય છે. કુશળ વ્યક્તિ એવા શબ્દનો પ્રયોગ કરે છે કે પોતાની વાત પણ કહી દે છે અને છતાં ક્યાંય ફસાતી નથી. એક યુવાન વિદ્વાન જઈ રહ્યો હતો. એક યુવાન સ્ત્રીએ તેને જોયો. તેનું મન ચંચળ અને કામુક બની ગયું. તેણે વિચાર્યું કે હું કઈ રીતે મારા મનની વાત રજૂ કરું ? તેણે એ વિદ્વાનને સંબોધિત કરતાં કહ્યું કે – “હે મુસાફર ! તમારી પાસે પુસ્તકો છે. તમે એ કહો કે તમે વૈદ્ય છો કે ગણિતશાસ્ત્રી છો ? જો વૈદ્ય હોવ તો એ કહો કે મારી સાસુ આંધળી છે, તે કઈ ઔષધિ દ્વારા દેખતી થઈ શકશે ? જો તમે જ્યોતિષી હોવ તો એ કહો કે દીર્ઘકાળથી પ્રવાસી મારો પતિ ક્યારે પાછો ફરશે ? આ શબ્દોનો અર્થ કરીએ તો કશું જ સમજાશે નહિ. પરંતુ આ શબ્દોમાંથી જે ધ્વનિ નીકળે છે, તેમાં પથિકને આમંત્રણ છે. તે ધ્વનિ કંઈક આવો છે – હે મુસાફર ! મારી સાસુ આંધળી છે અને મારો પતિ પરદેશ ગયેલો છે. હું ઘરમાં એકલી છું. તું મારા ઘેર આવી શકે છે અને રોકાઈ શકે છે. ધ્વનિકાવ્ય ખૂબ મહત્ત્વપૂર્ણ કાવ્ય માનવામાં આવે છે. આચાર્ય માનતુંગ ઋષભની બુદ્ધ અને શંકર રૂપે સ્તુતિ કરી રહ્યા છે, તે સ્પષ્ટ છે. પરંતુ સ્તુતિમાં પ્રયુક્ત શબ્દોમાંથી જે ધ્વનિ નીકળી રહ્યો છે તે અસ્પષ્ટ છે. તે ધ્વનિ એ છે જેમણે ક્ષણિકવાદનું પ્રવર્તન છે, તેમને હું બુદ્ધ માનવા તૈયાર નથી. હકીકતમાં બુદ્ધ આપ છો, જેમણે પરિણામી – નિત્યવાદનું પ્રવર્તન કર્યું છે. શિવ-શંકર ચ છે કે જે કલ્યાણ કરનાર હોય. પૌરાણિક માન્યતા છે કે શિવનું કાર્ય છે સૃષ્ટિન સંહાર. માનતુંગ કહે છે કે જે વ્યક્તિ સૃષ્ટિનો સંહાર કરનાર હોય તે શંકરને શંક ૯૮ ભક્તામર અંતસ્તલનો સ્પર્શ કરવા ના કાકા છે કે Page #101 -------------------------------------------------------------------------- ________________ માનવા માટે હું તૈયાર નથી. હું તો આપને શંકર માનું છું. કારણ કે આપ ક્યારેય સંહારકરતા નથી. નિરંતર કલ્યાણ જ કલ્યાણ કરો છો. એક પૌરાણિક દેવતા છે ધાતા-બ્રહ્મા. તે સૃષ્ટિના કર્તા મનાય છે. શિવ સૃષ્ટિના સંહર્તા છે અને બ્રહ્મા સૃષ્ટિના કર્તા છે. માનતુંગે કહ્યું - આપ બ્રહ્મા છો, ધાતા છો. આપે મોક્ષમાર્ગનું વિધાન કર્યું છે. જ્ઞાન, દર્શન અને ચરિત્ર મોક્ષના માર્ગ છે. આ માર્ગનું વિધાન કરી આપે સર્જનાત્મક શક્તિ ઉત્પન્ન કરી છે. હું તે ધાતાને ધાતા નથી માનતો, જેની સાથે કોણ જાણે કેટલીય કિંવદંતિઓ જોડાયેલી છે. તે નાભિથી ઉત્પન્ન થયો છે, કે કમળમાંથી ઉત્પન્ન થયો છે ? જળાશય દ્વારા ઉત્પન્ન થયો છે ? જડતામાંથી પેદા થયો છે ? ના જાણે કેટલીય બાબતો બ્રહ્મા સાથે જોડાયેલી છે. મારી દૃષ્ટિએ ધાતા તે જ હોઈ શકે છે, જે મોક્ષમાર્ગનું વિધાન કરે છે. આપે આ વિધાન કર્યું છે માટે આપ ધાતા છો. માનતુંગે ઋષભ માટે સંબોધનનો એક વિશેષ પ્રયોગ કર્યો - આપ પુરુષોત્તમ છો. વિષ્ણુ માટે પુરુષોત્તમ શબ્દનો પ્રયોગ થાય છે. જેનામાં બુદ્ધિનો પ્રકાશ છે, કૈવલ્યનો પ્રકાશ છે, જે નિરંતર સુખ અને કલ્યાણ ક૨ના૨ છે, જે મોક્ષમાર્ગનું, શાશ્વત સુખના માર્ગનું વિધાન કરનાર છે તે વાસ્તવમાં પુરુષોત્તમ છે. જે લીલા, યુદ્ધ વગેરે પ્રવૃત્તિઓમાં લીન રહે છે તે મારી દૃષ્ટિએ પુરુષોત્તમ નથી. તેથી માનતુંગ કહે છે કે આપનામાં કૈવલ્યનો પ્રકાશ છે, આપ કલ્યાણ શરીર છો, આપ મોક્ષમાર્ગના વિધાતા છો તેથી જ આપ પુરુષોત્તમ છો. માનતુંગે પોતાની પ્રખર મેધા દ્વારા ધાર્મિક સંદર્ભમાં પ્રચલિત, પૌરાણિક નામોનો સ્વીકાર કરીને એક નવી દિશા બતાવી છે. તે દિશા દ્વારા પ્રચલિત શબ્દકોષને નવો જ અર્થ પ્રદાન કરીને જે સત્ય અને તથ્યને અભિવ્યક્તિ આપી તે ખરેખર સ્પૃહણીય છે. સ્તુતિ-ક્રમ આગળ ધપાવતાં માનતુંગે કહ્યું - હે ભગવાન ! આપ કંઈક છો, શંક૨ છો, ધાતા અને પુરુષોત્તમ છો તેથી આપને નમસ્કાર કરવાની ઇચ્છા થઈ રહી છે. વ્યક્તિ સૌ કોઈને નમસ્કાર નથી કરતી. વ્યક્તિ ત્યારે જ નમસ્કાર કરે છે કે જ્યારે તે પોતાનાથી અધિક યશસ્વી અને તેજસ્વી પુરુષને જુએ છે. દરેકને નમસ્કાર કરવાનો કોઈ અર્થ નથી. નમસ્કાર ત્યાં જ કરો, પ્રાર્થના ત્યાં જ કરો કે જ્યાં કંઈક ઉપલબ્ધિની સંભાવના હોય. સૌ કોઈની સામે દીનતાના પ્રદર્શનનો કોઈ અર્થ નથી. એવી યાચના ન કરો. એક કવિએ ચાતકને ઉદ્દેશીને કહ્યું, ‘હે ચાતક ! હું જાણું છું કે તું ખૂબ અભિમાની છે, પરંતુ તારામાં એક ઊણપ છે અને તે એ છે કે આકાશમાં વાદળો આવે છે કે તરત જ તું બોલવા માંડે છે. જેવાં આકાશમાં વાદળો છવાય છે કે તરત જ તું દીન સ્વરે પ્રલાપ કરવાનું શરૂ n ભક્તામર અંતઃસ્તલનો સ્પર્શ – ૯૯ Page #102 -------------------------------------------------------------------------- ________________ કરે છે. તું એ નથી જાણતો કે તમામ વાદળ સમાન નથી હોતાં. કેટલાંક વાદળો એવાં હોય છે કે જે વરસાદ આપે છે, ધરતીને ભીંજવે છે, પરંતુ કેટલાંક વાદળો એવાં હોય છે કે જે માત્ર વ્યર્થ ગર્જનાઓ જ કરે છે, ધરતી ઉપર જળનું એક બુંદ પણ વરસાવતાં નથી. તેથી તારે એવાં વાદળોને ઓળખીને યાચના કરવી જોઈએ કે જે વરસાદ આપતાં હોય. જ્યારે એવાં વાદળોને જોઈને તારે દીનતાનું પ્રદર્શન ન કરવું જોઈએ કે જે માત્ર ગરજતાં હોય, વરસતાં ન હોય.” રે રે ચાતક ! સાવધાનમંનસા મિત્રક્ષણં શ્રયતા – મંભોદા બહવો વસંતિ ગગને સર્વેપિ નૈતાદ્દશા / કેચિ વૃષ્ટિબિરાદ્ધયંતિ વસુધાં ગર્જન્તિ કેચન વૃથા, યં યં પશ્યસિ તસ્ય તસ્ય પુરતઃ મા બ્રહિ દીન વચઃ // સૌ કોઈને નમસ્કાર કરવામાં આવતા નથી, સૌ કોઈની સામે શીશ ઝુકાવવામાં આવતું નથી. જ્યાં કંઈક વિશેષતા હોય, મહાનતા હોય ત્યાં જ શીશ ઝૂકે છે. માનતુંગ કહે છે - હે પ્રભુ ! આપ ત્રણેય લોકની પીડાનું હરણ કરનાર છો તેથી આપને નમસ્કાર કરું છું. એ જ વ્યક્તિને નમસ્કાર કરવામાં આવે છે કે જે બીજાઓની પીડાનું હરણ કરતી હોય ! બીજાઓની પીડાનું હરણ કરનાર ખરેખર મહાન હોય છે. એ વ્યક્તિ કેવી મહાન ગણાય કે જે ત્રણેય લોકની પીડાનું હરણ કરતી હોય. જઓ આગમવેત્તા છે, આગમોનો સ્વાધ્યાય કરનાર છે તઓ એ જાણે કે જ્યારે તીર્થકરનો જન્મ થાય છે, જ્યારે તીર્થંકરનું નિર્વાણ થાય છે ત્યારે એક વખત નરકમાં પણ શાંતિ પ્રસરી જાય છે, નારકોની પીડાનું ક્ષણિક હરણ થઈ જાય છે. થોડીક ક્ષણો માટે સર્વત્ર શાંતિ પ્રસરી જાય છે. શું કોઈ ડૉક્ટર કે વૈદ્ય એવો સમર્થ છે ખરો કે જે ત્રણે લોકની પીડાનું હરણ કરી દે ? દેવલોકના ડૉક્ટર છે – અશ્વિનીકુમાર. તેઓ મનુષ્યલોકના કામમાં આવતા નથી. મનુષ્યલોકમાં એવા ડૉક્ટર છે કે જે ચમત્કાર જેવું કરે છે, માણસની પીડાનું હરણ કરે છે. ત્રણેય લોકમાં પણ પીડાનું હરણ કરનાર ડૉક્ટર હોઈ શકે છે, પરંતુ એવા કોઈ ડૉક્ટર કે વૈદ્યનું નામ નથી સાંભળ્યું જે ત્રણેય લોકની પીડાનું હરણ કરનાર હોય. આચાર્ય માનતુંગ ઋષભની એ જ વિશેષતાનું રેખાંકન કરતાં કહે છે કે આપનું અવતરણ ત્રણેય લોકની પીડાનું હરણ કરનાર છે. પ્રશ્ન થઈ શકે કે ત્રણેય લોકની પીડા શી છે ? ભલે આપણે મનુષ્યલોકને જોઈએ, દેવલોક અથવા પાતાળલોકમાં પહોંચી જઈએ – સર્વત્ર એક પીડા વ્યાપ્ત છે અને તે છે કષાય. આ કષાયનો દાવાનળ ચારે તરફ પ્રજળી રહ્યો છે. એ એક વ્યાપક પીડા છે. ત્રણેય લોકની પીડા મેલેરિયા કે તાવ નથી, ટીબી કે ૧૦૦ ભક્તામર અંતસ્તલનો સ્પર્શ કરવા 1.89: 0 to 2 જી હા આ પથારી મારી છે Page #103 -------------------------------------------------------------------------- ________________ કેન્સરની બીમારી નથી. દેવતાઓ અને નારકોને વૈક્રિય શરીર હોય છે. તેથી કોઈ શારીરિક રોગ પેદા થતો નથી. તેમની પીડા બીજા જ પ્રકારની હોય છે. ત્રણેય લોકની જે અર્તિ છે, પીડા છે તે છે મનની અશાંતિ, ભાવોનું ઉઢેલન, એ સામાન્ય પીડા છે. તમામ નારકોમાં એ પીડા જોવા મળે છે. નારકોમાં પરસ્પર ખૂબ લડાઈ થાય છે. એક પ્રસંગ આવ્યો – સમ્યક્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ નૈરયિકોનો, કહેવામાં આવ્યું કે સમ્યષ્ટિ નૈયિકો ક્ષેત્રિય ગરમી વગેરેની પીડા ભોગવે છે, પરંતુ મિથ્યાદૃષ્ટિ નૈયિકો ક્ષેત્રિય ઉપરાંત પરસ્પર સંઘર્ષની પીડા પણ વિશેષ ભોગવે છે. સમ્યક્દષ્ટિ નારક બહુ લડતા નથી, તેઓ મોટે ભાગે પરસ્પર સમજૂતી કરી લે છે પરંતુ મિથ્યાદૃષ્ટિ નારકો સતત લડતા રહે છે. આ માનસિક અશાંતિ, ભાવાત્મક ઉદ્બેલન અને પરસ્પર સંઘર્ષની ઘટનાઓ દેવતાઓમાં પણ ખૂબ હોય છે. ચોરી, લંટફાટ, કોઈકની દેવીનું અપરહણ, સંપત્તિ ચોરવી વગેરે ઘટનાઓ ચાલ્યા કરે છે. દેવતા ખૂબ શક્તિશાળી છે, પરંતુ આ સંદર્ભમાં માણસ અને નીચેના દેવલોકના દેવતાઓ વચ્ચે ઝાઝું અંતર નથી. આ કષાય, માનસિક અશાંતિ અને ભાવાત્મક ઉદ્બેલનની જે પીડા છે તેનું સમાધાન આપે પ્રસ્તુત કર્યું છે. આપે સૌ પ્રથમ પ્રવચન કર્યું કે - આત્માને જાણો, આત્માને જુઓ, કષાયને શાંત કરો. આ પ્રવચનમાં ત્રણેય લોકની પીડાના સમાધાનનું સૂત્ર છે. તેથી માનતુંગે કહ્યું કે આપે પોતાના પ્રવચન અને દર્શન થકી ત્રણેય લોકની પીડાનું શમન કર્યું છે. તેથી આપને નમસ્કાર કરું છું. આચાર્ય માનતુંગે નમસ્કારનું બીજું કારણ જણાવ્યું – આપ ક્ષિતિતલમાં એક નિર્મળ અલંકાર છો, આભૂષણ છો તેથી હું આપને નમસ્કાર કરું છું. હકીકતમાં પવિત્ર અલંકાર એ જ હોય છે કે જે ત્રણેય લોકમાં વ્યાપ્ત કષાયોમાંથી મુક્તિ મેળવી લે છે. જેનો કષાય પ્રબળ હોય તે નિર્મળ ન હોઈ શકે. નિર્મળ એ જ છે કે જે કષાયમુક્ત છે. જ્યાં કષાય હોય ત્યાં મળ જામતો રહે છે. ચાલુ વર્ષે સાધુ-સાધ્વીઓની સંગોષ્ઠીમાં મેં કહ્યું – એક ગૃહસ્થ દરરોજ સ્નાન કરવાની વાત વિચારે છે. તેથી વિચાર કરે છે કે જે ચોવીસ કલાક દરમ્યાન મેલ જમા થયો હોય, તે સાફ થઈ જાય, શરીર સ્વચ્છ થઈ જાય. એ જ રીતે સાધુ-સાધ્વીએ દરરોજ ભાવોની અશુદ્ધિ દૂર કરવા માટે સ્નાન કરવું જોઈએ. ભાવમાં વિકૃતિ આવી હોય, માનસિક ઉદ્દેલન થયું હોય, અઢાર પાપો પૈકી કોઈ પાપનું આચરણ થયું હોય તો તેનું વિશોધન કરવું જોઈએ. એવાં આચરણોથી આત્મા ઉપર કર્મનો જે મેલ જમા થાય છે તેને પવિત્ર ભાવોના જળ દ્વારા દૂર કરી દેવો જોઈએ. આત્માને નિર્મળ અને પવિત્ર બનાવવાનો માર્ગ એ જ છે. મહામંત્રનો જાપ, તીર્થંકરોની સ્તુતિ, કાયોત્સર્ગ, જપ-ધ્યાન વગેરે ઉપક્રમ એટલા માટે જ છે કે જે મેલ જામે છે તેનું શોધન (શુદ્ધીકરણ) થતું રહે. ભકતામર : અંતસ્તલનો સ્પર્શ = ૧૦૧ Page #104 -------------------------------------------------------------------------- ________________ આ તમામ મંગલ અભિક્રમ એટલા માટે છે કે બાહ્ય પ્રભાવો જીવનને દૂષિત ન કરી નાખે. માનતુંગે કહ્યું – આપ ક્ષિતિતલને શોભાવનાર એવા આભૂષણ છો કે જેની ચમક બીજાઓને પ્રભાવિત કરે છે. આભૂષણનું મહત્ત્વ પણ ખૂબ હોય છે. આજકાલ આભૂષણ અથવા ઘરેણાં પહેરવાની વાત ઓછી થતી જાય છે. પહેલાં લોકો ખૂબ ઘરણાં પહેરતા. ચક્રવર્તી પણ ઘરેણાં પહેરતા હતા. તેઓ આભૂષણનું મહત્ત્વ જાણતા હતા. આજે આભૂષણને માત્ર પરંપરા સમજી લેવામાં આવી છે. પરંતુ તે માત્ર રૂઢિ કે પરંપરા નથી. આજે અલંકારોનું શાસ્ત્રીય દૃષ્ટિએ વિવેચન થયું છે. એમ કહેવામાં આવે છે કે સ્ત્રીઓ વિછિયાં પહેરે છે, તે નિરર્થક નથી. તેનો અર્થ છે. જે સ્ત્રી વિછિયાં પહેરે છે તે ઉશૃંખલ નથી હોતી. સંભવતઃ આ જ્ઞાન ખૂબ વિકસિત હતું. કયું આભૂષણ પહેરવાથી કયો સ્નાયુ દબાય છે અને તેનાથી કઈ વૃત્તિ પ્રભાવિત થાય છે. નાકની નથણી હોય, કાનનાં કુંડળ હોય, ગળાનો હાર હોય કે પગનાં નૂપુર હોય – વૃત્તિઓ ઉપર એ તમામનો ચોક્કસ પ્રભાવ પડે છે. આભૂષણ ધારણ કરવા પાછળ કેટલાંક રહસ્યો ગર્ભિત હતાં. તે રહસ્યની જાણકારી આજે નથી, તેથી અલંકારોને રૂઢિ સમજી લેવામાં આવે છે. હકીકતમાં આભૂષણ ખૂબ જ અર્થપૂર્ણ હોય છે. તેથી કહેવામાં આવ્યું કે આપ ક્ષિતિતલના અમલ આભૂષણ છો. નમસ્કારનું ત્રીજું કારણ એ છે કે આપ પરમેશ્વર છો, તેથી હું આપને નમસ્કાર કરું છું. ઈશ્વર શબ્દ અનેક અર્થોમાંથી પસાર થયો છે. વૈદિક પરંપરામાં તથા ન્યાય અને વૈશેષિક પરંપરામાં ઈશ્વરનો અર્થ છે – જે સૃષ્ટિનો કર્તા છે, તે ઈશ્વર છે. જૈન દર્શનની ભાષામાં ઈશ્વર એ છે કે જે મુક્ત થઈ ચૂક્યો છે. ઈશ્વર એ છે કે જે પરમ સામર્થ્યવાન છે. આપ પરમ સામર્થ્યવાન છો તેથી આપને નમસ્કાર છે: નમસ્કારનું ચોથું કારણ એ છે કે આપે ભવસાગરનું શોષણ કર્યું છે. તેથી હું આપને નમસ્કાર કરું છું. અગમ્ય ઋષિએ ત્રણ અંજલિ (ખોબા)માં સમુદ્રનું શોષણ કર્યું હતું. ત્રણ અંજલિ પાણી પીધું અને સમુદ્રનું જળ શોષાઈ ગયું. આપ અજંલિ વગર આ ભવોદધિનું શોષણ કરી દો છો. નમસ્કારનાં આ ચાર કારણો પ્રસ્તુત શ્લોકની આધારભૂમિ બની ગયાં - તુલ્યું નમસ્ત્રિભુવનાર્તિહરાય નાથ ! તુલ્ય નમ: ક્ષિતિતલામલભૂષણાય / તુલ્ય નમસ્ત્રિજગતઃ પરમેશ્વરાય, તુલ્ય નમો જિન ! ભવોદિધિશોષણાય // ૧૦૨પ ભક્તામર અંતસ્તલનો સ્પર્શ રહી , ક્યાં છે. આ પર છે Page #105 -------------------------------------------------------------------------- ________________ માનતુંગે આ શ્લોકમાં એ પ્રશ્નને સમાહિત કર્યો છે કે નમસ્કાર કોને કરવા જોઈએ ? જે મારી પીડાનું હરણ ન કરતો હોય તેને હું નમસ્કાર નથી કરતો. હું એ જ વ્યક્તિને નમસ્કાર કરું છું કે જે મારી પીડાનું હરણ કરે છે. સાધુસાધ્વીઓ પાસે લોકો શા માટે જાય છે ? શા માટે લોકો તેમને નમસ્કાર કરે છે ? તેઓ કોઈ ડૉક્ટર કે વૈદ્ય નથી કે જે શરીરની પીડા દૂર કરે. લોકો તેમની પાસે એટલા માટે જાય છે કે ત્યાં શાંતિનો અનુભવ મળે છે, માનસિક પીડાનું હરણ થાય છે. અનેક લોકો શોકાકુળ સંજોગોમાં ગુરદર્શન માટે જાય છે. તે એટલા માટે જાય છે કે તેમને આશ્વાસન મળે છે, વિયોગજનિત દુઃખ સહન કરવાની શક્તિ મળે છે, નવો પ્રકાશ અને વૈરાગ્યનો એ બોધ મળે છે કે જેના થકી પીડાનું હરણ થાય છે. નમસ્કાર એ જ વ્યક્તિને કરવામાં આવે છે કે જે અમલ આભૂષણ હોય છે. જ્યાં નિર્મળતા હોય છે ત્યાં અનેક સમસ્યાઓ વિલીન થઈ જાય છે. નમસ્કાર એ જ વ્યક્તિને થાય છે કે જે શક્તિશાળી હોય છે. દુર્બળ અને કમજોરને કોઈ નમસ્કાર નથી કરતું. શરૂઆતથી જ એવો વિશ્વાસ રહ્યો કે ન્યાયની ભીખ ન માંગો. કમજોર માણસને ક્યારેય ન્યાય મળતો નથી. પોતાની શક્તિનો વિકાસ કરો, શક્તિશાળી બનો. જ્યાં શક્તિ છે, બળ છે, ઐશ્વર્યા છે ત્યાં સધળું છે. નમસ્કાર એ વ્યક્તિને જ થાય છે કે જે સંસારના કીચડને સૂકવી નાખે અને તેમાંથી આપણને બહાર કાઢે. કલકત્તાની યાત્રાનો એક પ્રસંગ છે. કાનપુર શહેરની બહાર નદી કિનારે એક મુનિશ્રી કિચડમાં ફસાઈ ગયા. તેમનું શરીર ભારેખમ હતું. ખૂબ મુશ્કેલીથી તેમને બહાર કાઢવામાં આવ્યા. જો કીચડને સૂકવી દેવામાં આવે, જલોદધિનું શોષણ કરી દેવામાં આવે તો કોઈ ફસાય નહિ. તેથી જે ભવોદધિનું શોષણ કરી નાખે છે તે ખરેખર નમસ્કારની અહંતા પામી જાય છે. આ શ્લોકદ્રયીમાં આચાર્ય માનતુંગની બૌદ્ધિક પ્રખરતા તથા ભક્તિ પ્રવણતા – બંને જીવંત બની ગયાં છે. અર્થગાંભીર્ય જાળવી રાખતાં માનતુંગે ભક્તિની જે ધારા વહેવડાવી છે તે અવિચ્છિન બની ગઈ છે. રાજીના : એમ વધુ ભક્તામર અંતસ્તલનો સ્પર્શ ૧૦૩ Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૪. પવિત્ર આભામંડળ ગુણ અને દોષનું એક યુગલ હોય છે. ગુણી અને દોષી – બે પ્રકારના માણસો માનવામાં આવે છે. પરંતુ એવો કોઈ ગુણી માણસ નથી કે જેનામાં કોઈ જ દોષ ન હોય અને એવો કોઈ દોષી માણસ નથી કે જેનામાં કોઈ ગુણ ન હોય. પ્રત્યેક વ્યક્તિમાં ગુણ અને દોષ બંને જોવા મળે છે. દિવસ અને રાત ક્યારેય અલગ નથી હોતાં. દિવસ ઊગ્યો છે તો રાત તેના ગર્ભમાં છે જ. રાતનું અવતરણ થયું છે તો દિવસ તેના ગર્ભમાં છે જ. દિવસ અને રાત, ગુણ અને દોષ - બંનેને ક્યારેય અલગ પાડી શકાતાં નથી, પરંતુ કોઈ વ્યક્તિ એવી પણ હોય છે કે જેનામાં માત્ર ગુણ જ ગુણ હોય છે. દોષ બિલકુલ હોતો જ નથી. કોઈ પણ દોષી વ્યક્તિ એવી નથી હોતી કે જેનામાં માત્ર દોષ જ દોષ હોય, કોઈ જ ગુણ ન હોય. એમ સ્વીકારવામાં આંવ્યું કે ક્ષયોપશમની માત્રા પ્રત્યેક પ્રાણી માં હોય છે. કોઈ પણ એવું પ્રાણી નથી કે જેનામાં વિકાસની કોઈ સંભાવના ન હોય. તે એકેન્દ્રિય હોય, વનસ્પતિકાયિક નિગોદનો જીવ હોય, સૌ કોઈમાં વિકાસનો અવકાશ છે ક્ષયોપશમ છે તેથી આ જગતમાં માત્ર દોષી કોઈ નથી, માત્ર ગુણી અવશ્ય હોઈ શકે છે. આ રીતે ત્રણ કક્ષાઓ ફલિત થાય છે. દોષપ્રધાન વ્યક્તિ ગુણપ્રધાન વ્યક્તિ માત્ર ગુણી વ્યક્તિ, જેનામાં કોઈ જ દોષ નથી. જે દોષપ્રધાન છે તેનામાં ગુણ છે. જે ગુણપ્રધાન છે તેનામાં પણ દોષ હોય છે. માત્ર ગુણ એ અવસ્થામાં જ હોય છે જ્યારે મોહકર્મ સર્વથા ક્ષીણ થઈ જાય છે. આ સમગ્ર દાર્શનિક સંદર્ભને ધ્યાનમાં રાખીને માનતુંગે કહ્યું, “હે પ્રભુ ! જેટલા ગુણો છે તમામ આપનામાં સમાયેલા છે. આપનામાં તે ગુણો એ ૧૦૪. ભક્તામરઃ અંતસ્તલનો સ્પર્શ . Page #107 -------------------------------------------------------------------------- ________________ રીતે સમાઈ ગયેલા છે કે ક્યાંય કશો અવકાશ નથી. આપે દોષો માટે કોઈ ખાલી જગા રાખી નથી. જો થોડીક પણ જગા મળી હોત તો કદાચ દોષ પણ આવી જાત. તમામ ગુણોએ આપનો આશ્રય લઈ લીધો, તેથી દોષોને અવકાશ ન મળ્યો તેમાં આશ્ચર્ય શું?' સ્તુતિકારે કાવ્યની ભાષામાં તેનું કારણ જણાવતાં કહ્યું – ગુણ અને દોષ વચ્ચે સ્પર્ધા થઈ. દોષને નિમંત્રણ આપનારા ઘણા લોકો મળ્યા. તેમણે કહ્યું કે, આવો, અમારી પાસે બેસો, અમારી અંદર સમાઈ જાવ. દોષોને એટલા બધા લોકોએ જગા આપી કે દોષોને અહંકાર થઈ ગયો. તેમણે વિચાર્યું કે અમારી માંગ ઘણી મોટી છે. સૌ કોઈ અમને બોલાવે છે. સૌ કોઈ અમને નિમંત્રણ પાઠવે છે. કોઈ અમારી ઉપેક્ષા કે અવહેલના કરતું નથી. અમને સર્વત્ર આશ્રય અને આલંબન મળી રહ્યાં છે. એવા ચિંતને તેમને ગર્વથી છલકાવી દીધા કે આખું જગત અમને મહત્ત્વ આપે છે. જો એકલા આદિનાથ અમને મહત્ત્વ ન આપે તો કાંઈ વાધો નહિ. સૌ કોઈ બોલાવે છે અને માત્ર એક જ વ્યક્તિ નથી બોલાવતી. તો અમારે શા માટે તેની પાસે જવું જોઈએ ? જ્યારે દોષોના મનમાં આવો ગર્વ આવી ગયો ત્યારે આપે તેમને બોલાવ્યા નહિ, સહારો કે આલંબન આપ્યાં નહિ. બીજી તરફ અહંકારથી ભરેલા દોષોએ નિશ્ચય કર્યો કે અમે આદિનાથ પાસે નહિ જઈએ. તેઓ આવ્યા નહિ અને આપે બોલાવ્યા નહિ. તેથી આપની પાસે માત્ર ગુણો જ રહ્યા. તેમાં આશ્ચર્ય શાનું? જો આપ દોષોને બોલાવત તો ગુણોને સમગ્ર સ્થાન મળ્યું ન હોત. થોડીક જગા દોષોને પણ મળી હોત. ગુણો અને દોષો વચ્ચે જગાની વહેંચણી થઈ ગઈ હોત, પરંતુ દોષોએ પોતાના અહંકારને કારણે આપનો આશ્રય ગુમાવ્યો. પ્રસ્તુત કાવ્યમાં વિવિધ આશ્રયને બદલે વિબુધ આશ્રય એવો વૈકલ્પિક પાઠ પણ પ્રચલિત છે. તેનું તાત્પર્ય છે - મોટા મોટા આચાર્યોએ વિદ્વનોએ દોષોને સ્થાન આપ્યું. જે પ્રવર્તક કહેવાય છે તે પણ દોષોને આશ્રય આપનાર છે. આ વિબુધ આશ્રય તેમના ગર્વનું કારણ બની ગયો. તેમણે વિચાર્યું કે આટલા મોટા મોટા લોકો આપણને સ્થાન આપી રહ્યા છે. આપણું સ્વાગત કરી રહ્યા છે. તો પછી આપણે આદિનાથ પાસે શા માટે જઈએ ? આ ગર્વને કારણે તેઓ આપની પાસે આવવાનું ઇચ્છતા નથી. તેથી આપની પાસે માત્ર ગુણ જ ગુણ રહ્યા. આ સ્તુતિમાં એક વક્રોક્તિ છે અથવા વ્યંજના છે, પરંતુ તે દ્વારા સ્તુતિકારે એક પથદર્શન કરાવ્યું છે – જે વ્યક્તિ સ્વચ્છતાની પસંદગી કરે છે તેની પાસે દોષો જતા નથી. દોષોને આશ્રય ત્યાં જ મળે છે, જ્યાં સ્વચ્છતા અને નિર્મળતા નથી. 1 ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ ૧૦૫ Page #108 -------------------------------------------------------------------------- ________________ એક વેપારીએ અનુભવી વિદ્વાન સમક્ષ પોતાની સમસ્યા વ્યક્ત કરતાં કહ્યું કે, મારી પાસે તમામ પ્રકારના ગ્રાહકો આવે છે. સારા-ખરાબ બંને પ્રકારના લોકો આવે છે. સાચી-ખોટી તમામ પ્રકારની વાતો મારે સાંભળવી પડે છે. અનેક વાતો હું સહન કરી શકતો નથી. ઘણી વખત મારું મન ખરાબ વાતો તરફ આકર્ષાઈ જાય છે. મારે એવી વાતોથી કઈ રીતે બચવું ? આપ કોઈક ઉપાય બતાવો. અનુભવી વિદ્વાન પાસે મૂકેલો કાચનો ગ્લાસ હાથમાં લીધો. તેમાં થોડીક માટી નાંખી. તે ગ્લાસ વેપારીને આપતાં અનુભવી વ્યક્તિએ કહ્યું કે આ ગ્લાસ લઈ જાવ. પેલા નળ નીચે મૂકો. વેપારીએ પૂછ્યું, “ગ્લાસને કેટલો સમય ત્યાં મૂકવાનો છે ?' અનુભવી વ્યક્તિએ કહ્યું, “જ્યાં સુધી પાણીમાં વહીને બધી માટી નીકળી ન જાય અને માત્ર સ્વચ્છ પાણી ન રહે ત્યાં સુધી.” વેપારી ગ્લાસ લઈને નળ પાસે ગયો. તેણે ગ્લાસને નળ નીચે મૂક્યો. નળમાંથી પાણી પડતું હતું. જેમ જેમ ગ્લાસ ભરાતો ગયો તેમ તેમ નીચેની માટીમાંથી થોડીક માટી ઉપર આવતી જતી હતી અને પાણીની સાથે તે વહી જતી હતી. લગભગ અડધો કલાક સુધી આમ ચાલ્યું. ગ્લાસમાં ભરેલી માટી બિલકુલ નીકળી ગઈ. ગ્લાસમાં માત્ર સ્વચ્છ પાણી બાકી રહ્યું. વેપારી સ્વચ્છ પાણીથી ભરેલો ગ્લાસ લઈને આવ્યો. પેલી અનુભવી વ્યક્તિના હાથમાં એ ગ્લાસ મૂકતાં કહ્યું, “માન્યવર ! હવે આપ સમજાવો કે મારે શું કરવાનું છે? મારા પ્રશ્નનો ઉત્તર શો છે ? અનુભવી વ્યક્તિએ કહ્યું, “મેં ઉત્તર આપી દીધો છે.' મહાશય ! આપે શો ઉત્તર આપ્યો ?' ‘ઉત્તર એ જ છે કે તમે એટલી સ્વચ્છતાની પસંદગી કરો કે તમારી અંદર જમા થયેલો બધો જ કચરો બહાર નીકળી જાય. ત્યાર પછી તમારા મન ઉપર ખરાબ અને ખોટી વાતોનો કશો પ્રભાવ નહીં પડે. તમારી ગુણ-ગ્રહણ શક્તિ એટલી બધી વધી જશે કે પછી તમને દોષો આક્રાંત નહિ કરી શકે.” આદિનાથે પોતાની વીતરાગતા દ્વારા, આત્મનિર્મળતા દ્વારા ગ્લાસને એટલા સ્વચ્છ પાણીથી ભરી દીધો કે સઘળો મેલ સમાપ્ત થઈ ગયો. નિર્મળતાનું એક જ સૂત્ર છે અને તે છે વીતરાગતા. જેટલી જેટલી વીતરાગતા તેટલી તેટલી નિર્મળતા અને સ્વચ્છતા. જેમ જેમ વીતરાગતા વધે છે તેમ તેમ આપણા તમામ દોષો સમાપ્ત થતા જાય છે. જ્યાં માત્ર સ્વચ્છ પાણી હોય છે ત્યાં મલિનતા માટે કોઈ અવકાશ રહેતો નથી. માત્ર સ્વચ્છતા જ સ્વચ્છતા શેષ રહે છે. કચરાને કાઢવાની આ જે ક્ષમતા છે, પાણીને સ્વચ્છ કરવાની જે ક્ષમતા છે તે વીતરાગતામાંથી આવે છે, સમતામાંથી આવે છે. વીતરાગતા કહો કે સમતા ૧૦૬ ભક્તામર અંતસ્તલનો સ્પર્શ કરો ' Page #109 -------------------------------------------------------------------------- ________________ કહો એક જ વાત છે. માનતુંગે કહ્યું, “હે પ્રભુ ! આપે સમતા અને વીતરાગતાનો આશ્રય લીધો. નિર્મળતાનો આશ્રય લીધો, તમામ દોષ દૂર રહી ગયા. માત્ર સ્વચ્છતા જ શેષ રહી. મલિનતા માટે ક્યાંય કશો અવકાશ ન રહ્યો.” પોતાની આ ભાવના અને કલ્પનાને સ્તુતિકારે આ શ્લોકમાં સમાવી દીધી – કો વિસ્મયોડત્ર યદિ નામ ગુૌરશેષે સ્વ સંશ્રિતો નિરવકાશયા મુનીશ ! દોÈરુપાત્તવિવિધાશ્રયજાગતગર્વે, સ્વમાન્તરડપિ ન કદાચિદપીક્ષિતોઅસિ / આ શ્લોકનું તાત્પર્ય છે – આપ વીતરાગ બની ગયા. તેથી તમામ દોષ સમાપ્ત થઈ ગયા. જ્યાં જ્યાં રાગ છે ત્યાં ત્યાં દોષોએ પોતાનો અડ્ડો જમાવી દીધો. જે લોકોના દાંતમાં નાનકડું છિદ્ર હોય છે તે લોકો આવો અનુભવ કરે છે - જે કોઈ પદાર્થ ખાવામાં આવે છે તેનો કેટલોક ભાગ તે છિદ્રમાં ભરાઈ જાય છે. ટામેટા, અમરુદ વગેરેનાં બીજ તો પીડાનું કારણ બની જાય છે. બે દાંતની વચ્ચે જે જગા હોય છે ત્યાં અનાજના નાનકડા કણ સમાઈ જાય છે. એવી જ સ્થિતિ દોષોની છે. જ્યાં અવકાશ મળે છે ત્યાં તે પોતાની જગા બનાવી દે છે. બીજી વાત એ છે કે જ્યાં માત્ર ગુણ જ ગુણ હોય છે ત્યાં દોષોની અવજ્ઞા અને અવહેલના થાય છે તેથી તે ત્યાં જવાનું પણ ઇચ્છતા નથી. એ તો સર્વમાન્ય સિદ્ધાંત છે કે જ્યાં અવજ્ઞા થતી હોય, પક્ષપાત થતો હોય, હીનતાની ભાવના હોય ત્યાં રહેવાનું કોઈ પસંદ કરતું નથી. બે ભાઈ સાથે રહેતા હતા. એક ભાઈ ખેતરમાં ખેતીનું કામ કરતો હતો. બીજો ભાઈ દુકાને બેસતો હતો. તે દુકાનથી આવતી વખતે બજારમાંથી કંઈક મીઠાઈ વગેરે લાવતો અને બંનેના પુત્રોને ખવડાવતો. જે ભાઈ ખેતી કરતો હતો તે એ જોઈને ખુશ થતો કે મારો ભાઈ કેવો સારો છે, કેવો તટસ્થ છે કે જે પોતાના ભાઈના પુત્રને પણ પોતાના જ પુત્રની જેમ પ્રેમ આપે છે ! ક્યાંય કશો પક્ષપાત કરતો નથી ! બંને ભાઈઓના આ સુખી પરિવારને જોઈને લોકો ઈર્ષ્યા કરતા. કેટલાક લોકોએ નાના ભાઈને કહ્યું કે તું આખો દિવસ મહેનત કરે છે, ખેતરમાં રહે છે, હળ જોડવું – ખાતર નાખવું વગેરે કેવાં શ્રમસાધ્ય કાર્યો તું કરે છે !જ્યારે તારો મોટો ભાઈ તો દુકાનમાં આખો દિવસ બેસી રહે છે. આરામનું જીવન વિતાવે છે. તું એક કામ કર. જમીન અને દુકાનના ભાગ પડાવી દે. તેણે પોતે હળ જોડવું પડશે. નાના ભાઈએ હસીને જવાબ આપ્યો, ‘તમારી સલાહ તો ઠીક છે, પરંતુ હજી સુધી વહેંચણીનો સમય આવ્યો નથી.” " ફી : ::કરશો . . . ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ ૧૦૦ Page #110 -------------------------------------------------------------------------- ________________ ઘણાં વર્ષો વીતી ગયાં. એક દિવસ સંધ્યાના સમયે મોટો ભાઈ દુકાનેથી આવ્યો. તેના હાથમાં બે લાડવા હતા. ડાબા હાથમાં જે લાડવો હતો તે થોડોક મોટો હતો અને જમણા હાથમાં જે લાડવો હતો તે થોડોક નાનો હતો. સંયોગવશાત ડાબા હાથ તરફ ખેડૂત ભાઈનો પુત્ર આવી ગયો અને જમણા હાથ તરફ પોતાનો પુત્ર આવી ગયો. પક્ષપાતનું કિરણ પ્રગટી ગયું. તેણે ડાબા હાથનો લાડવો પોતાના પુત્ર તરફ કરી દીધો અને જમણા હાથનો લાડવો નાના ભાઈના પુત્ર તરફ કરી દીધો. કિસાન ભાઈએ જોયું કે મોટા ભાઈની દાનત બદલાઈ ગઈ છે. તટસ્થતા અને સમાનતાની વાત સમાપ્ત થઈ ગઈ છે. તે તરત જ મોટા ભાઈની પાસે ગયો અને બોલ્યો, “ભાઈ ! હવે વહેંચણીનો સમય આવી ગયો છે. હવે મારે તમારી સાથે નથી રહેવું.” જમીન-જાયદાદના ભાગલા પડી ગયા. જ્યાં પક્ષપાત હોય છે ત્યાં વિષમતા હોય છે, ત્યાં ભાગલા પડી જાય છે. જ્યાં વિષમતા છે ત્યાં ગુણોને પણ સ્થાન મળી જાય છે અને દોષોને પણ સ્થાન મળી જાય છે. ભગવાન આદિનાથ વીતરાગ બની ગયા. તેમણે માત્ર સમતા અને તટસ્થતાને આશ્રય આપ્યો. જ્યાં સમતા છે ત્યાં તમામ ગુણો આવી જાય છે. તે ગુણો દ્વારા આપના આત્માનો કણેકણ સભર થઈ ગયો. દોષો માટે ક્યાંય કોઈ અવકાશ ન રહ્યો. તેથી મારા માટે એ આશ્ચર્યની વાત નથી કે આપની પાસે દોષો ન આવ્યા, તેમણે આપની તરફ જોયું પણ નહિ. હકીકતમાં આપની વીતરાગતા જ એવી છે કે તેમાં માત્ર ગુણો માટે જ અવકાશ છે, દોષો માટે કોઈ અવકાશ નથી. વીતરાગતાની કાવ્યાત્મક ભાષામાં સ્તુતિ કર્યા પછી માનતુંગ શરીરની વિશેષતા બતાવે છે. એ વાત અગાઉ પણ કહેવાઈ ચૂકી છે કે આપ વીતરાગ છો, એ વાત આપનું શરીર જ બતાવી રહ્યું છે. આપની આકૃતિમાં વીતરાગતા ઝળકી રહી છે. જ્યાં કષાય શાંત હોય, ત્યાં શાંતિની ઝલક હોય છે. જ્યાં આવેશ હોય, ત્યાં ઉત્તેજના અને તનાવની ઝલક હોય છે. જો મૂળમાં કષાયનો અગ્નિ પ્રજળી રહ્યો હોય તો શરીરરૂપી વૃક્ષ ક્યાં સુધી હર્યુંભર્યું રહી શકે? મૂળની આગ હર્યાભર્યા વૃક્ષને પણ બાળીને રાખ કરી મૂકે છે. પ્રસ્તુત સંદર્ભમાં માનતુંગ કહે છે કે આપના શરીર ઉપર અશોકનું વૃક્ષ છે. રૂપનો અર્થ છે – શરીર. તીર્થંકરનું એક પ્રતિહાર્ય માનવામાં આવે છે – અશોકવૃક્ષ. કેવળજ્ઞાન થયા પછી તીર્થકર જ્યાં જ્યાં બેસે છે, ત્યાં ત્યાં એક નિશ્ચિત ઊંચાઈ ઉપર અશોકવૃક્ષ અવતરિત થઈ જાય છે. માનતુંગસૂરિએ આ આઠ પ્રતિહાર્યોમાંથી માત્ર એક પ્રતિહાર્યનો આ શ્લોકમાં ઉલ્લેખ કર્યો છે – ૧૦૮ ભક્તામર: અંતસ્તલનો સ્પર્શ ફરી પાછા જેવી Page #111 -------------------------------------------------------------------------- ________________ અશોકવૃક્ષ પ. દિવ્ય પુષ્પવૃષ્ટિ ૬. દિવ્ય ધ્વનિ ૭. દેવદુભિ ૮. સિંહાસન ભામંડળ ચામર આતપત્ર ૩. ૪. આ આઠ અતિશય તીર્થકરના છે. માનતુંગસૂરી અશોકવૃક્ષનો ઉલ્લેખ કરતાં કહે છે કે આપણું શરીર અશોકવૃક્ષથી સંશ્રિત છે. આપના શરીરના ઉપરના ભાગમાંથી કિરણો પ્રગટી રહ્યાં છે. મહાપુરુષોનાં ચિત્રોમાં માથાની પાછળ એક આભાનું વલય દર્શાવવામાં આવે છે, જેને ભામંડળ (હેલો) કહેવામાં આવે છે. એક આભાનું વલય હોય છે, શરીરની ચારે તરફ. જેને આભામંડળ (ઓરા) કહેવામાં આવે છે. આભામંડળ એટલે શરીરનો ઉપરનો ભાગ. આપના ભામંડળમાંથી કિરણો પ્રગટી રહ્યાં છે. એ વાત “ઉન્મયૂખ' શબ્દ દ્વારા કહેવામાં આવી છે. આપના મસ્તિષ્કના પાછળના ભાગમાંથી જે કિરણો પ્રગટી રહ્યાં છે તેમના દ્વારા આપનું શરીર અત્યંત શોભી રહ્યું છે. આપના સમગ્ર શરીરમાંથી કિરણો પ્રગટી રહ્યાં છે, આપના આભામંડળમાંથી પણ કિરણો પ્રસ્ફટિત થઈ રહ્યાં છે. જેવી રીતે સૂર્યમંડળમાંથી કિરણો ફૂટે છે તેવી જ રીતે આપના શરીરની ચારે તરફ કિરણો પ્રસ્ફટિત થઈ રહ્યાં છે. આપના શરીરમાંથી નીકળતાં કિરણોએ, ભામંડળીય અને આભામંડળીય કિરણોએ અંધકારના સામ્રાજ્યનો અસ્ત કરી દીધો છે. આભામંડળ એટલું બધું શક્તિશાળી હોય છે કે તેને કારણે આસપાસનો અંધકાર નાશ પામે છે. આંતરિક વ્યક્તિત્વ જેટલું નિર્મળ હોય છે એટલું જ આભામંડળ પ્રભાવશાળી અને પવિત્ર હોય છે અને એટલો જ પ્રકાશ પથરાઈ જાય છે. માનતુંગ આ વાત એક ઉદાહરણ દ્વારા સમજાવે છે – ભંતે ! આપ બેઠેલા એવા લાગો છો કે જાણે ચારે તરફ કાજળકાળાં વાદળો હોય અને વચ્ચે સૂર્ય પોતાની પ્રભા દ્વારા દીપ્તિમાન થઈ રહ્યો હોય ! તમાલપત્રની જેમ શ્યામલ આભાવાળાં વાદળોની વચ્ચે જેવી રીતે સૂર્ય પ્રતિભાષિત થાય છે તેવી જ રીતે અશોકવૃક્ષની નીચે આપ સુશોભિત લાગો છો. સ્તુતિકારે કેવી સુંદર ઉપમા આપી છે – કાજળકાળાં વાદળો વચ્ચે ચમકતો સૂરજ ! અશોકવૃક્ષનો રંગ ઘેરો નીલો હોય છે. તે વાદળ જેવો કાજળકાળો છે. તેની નીચે એક સૂરજ ચમકી રહ્યો છે. તે કાળા વૃક્ષની નીચે, અશોકવૃક્ષના સંશ્રયમાં આપનું આ પ્રકાશમય શરીર દીપ્તિમાન બની રહ્યું છે. જેવી રીતે પયોધરવર્તી – કાળાં વાદળો પાસે રહેતો સૂરજ વિશેષ દીપ્તિમાન બને છે તેવી જ રીતે શ્યામલ અશોકવૃક્ષના સંશ્રયમાં આસીન આપનું એ સૂર્યરૂપી શરીર ચમકી રહ્યું છે. માનતુંગે આ છે જ , કો કર લી 17 દિવસના ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ . ૧૦૯ Page #112 -------------------------------------------------------------------------- ________________ કાવ્યમાં આદિનાથના શરીરાતિશયનું વર્ણન કર્યું છે, પવિત્ર ભામંડળ અને આભામંડળની સ્તુતિ કરી છે – ઉચ્ચેરશોકતરુસંશ્રિતમુન્મયુખમાભાતિ રૂમમલ ભવતો નિતાંતમ્ . સ્પષ્ટોલ્લસતકિરણમસ્તમોવિયાનમ બિલ્બ રવેરિવ પધરપાર્થવર્તિ // ભામંડળ અને આભામંડળ દ્વારા જ વ્યક્તિત્વની સાચી ઓળખ થાય છે. પ્રાચીન કાળમાં યોગીઓ શિષ્ય બનાવતા ત્યારે તેઓ વ્યક્તિના રંગરૂપને જોતા નહોતા, આકૃતિ અને બનાવટને જોતા નહોતા. તેઓ એ પણ નહોતા જોતા કે અમુક વ્યક્તિ કાળી છે કે ગોરી છે ? સુંદર છે કે અસુંદર છે ? તેઓ તો એ જોતા હતા કે વ્યક્તિનું આભામંડળ કેવું છે ? તેઓ આભામંડળના આધારે એ પરીક્ષા કરતા કે વ્યક્તિ શિષ્ય બનવા માટે યોગ્ય છે કે નહિ. આભામંડળનું આ વિજ્ઞાન વાસ્તવમાં વ્યક્તિત્વના વિશ્લેષણનું વિજ્ઞાન છે. મારા એક પુસ્તકનું નામ છે – “આભામંડળ'. ગુજરાતના પ્રસિદ્ધ નાટકકાર ચં. ચી. મહેતાએ તે વાંચ્યું. તેમણે ભાવવિભોર થઈને કહ્યું કે, “મેં મારા જીવનમાં હજારો પુસ્તકો વાંચ્યાં છે. અત્યારે પણ હું રોજ નવાં નવાં પુસ્તકો વાંચુ છું. તેમાંથી મને ઘણું બધું જ્ઞાન મળ્યું છે, પરંતુ “આભામંડળ” દ્વારા જેવું જ્ઞાન મળ્યું તેવું અન્યત્ર ક્યાંયથી નથી મળ્યું !' જેને આભામંડળનું જ્ઞાન થઈ જાય છે તે ઘણું બધું જાણી લે છે. આજે ચિકિત્સાના ક્ષેત્રમાં ડાયગ્નોસિસનાં અનેક સાધનો વિકસિત થઈ ગયાં છે. પરંતુ આભામંડળમાં જે પ્રામાણિકતા છે તે કદાચ અન્ય કોઈ સાધનમાં નથી. એક આંગળી અથવા અંગૂઠાના આભામંડળનો ફોટો લેવામાં આવે છે અને તેના આધારે દર્દીનું સંપૂર્ણ નિદાન કરી લેવામાં આવે છે. એ ખબર પડી જાય છે કે કઈ બીમારી છે. શરીર, મન અને ભાવના આરોગ્યનું રહસ્ય છે - પવિત્ર આભામંડળ. - આચાર્ય માનતુંગે ઋષભની આ વિશેષતાના રેખાંકિત કરતાં કહ્યું, - આપનું શરીર કેવું છે તે આપનું આભામંડળ દર્શાવી રહ્યું છે. આ જગતમાં તીર્થકર જેવું સુંદર અન્ય કોઈ નથી. તે એટલા માટે નથી કે તેમના જેવું ભામંડળ અને આભામંડળ અન્ય કોઈને મળ્યું નથી. અનેક લોકો ખૂબ સુંદર કહેવાય છે, પરંતુ તેમના સૌંદર્યનું કારણ સુંદર રંગરૂપ હોય છે, આભામંડળ નથી હોતું. આપણે એવા લોકોને જોયા છે કે જેમનાં રંગરૂપ ખૂબ સુંદર લાગે છે પરંતુ તેમની પાસે જઈને બેસીએ તો આપણું મન વિશાદથી છલકાઈ જાય છે, આપણા મનમાં નિષેધાત્મક ભાવો પ્રગટ થાય છે. તે વ્યક્તિની પાસે બેસવાનું મન નથી થતું. ૧૧૦ ભકતામર : અંતસ્તલનો સ્પર્શ કરી છે, આ Page #113 -------------------------------------------------------------------------- ________________ જેનું આભામંડળ પવિત્ર હોય છે તે સુંદર હોય છે. ભલે પછી તેનાં રંગરૂપ સુંદર ન હોય. એવી વ્યક્તિની પાસે બેસવાથી પ્રસન્નતા અને આનંદની અનુભૂતિ થાય છે. આકર્ષણ અને વિકર્ષણનું કારણ આભામંડળ છે. જેનું આભામંડળ મલિન હોય છે તેની પાસે બેસવાથી બેચેની અને ઉદાસીની સ્થિતિ બની જાય છે. જેનું આભામંડળ પવિત્ર હોય છે તેની પાસે બેસવાથી આત્મસંતોષ અને શાંતિની અનુભૂતિ થાય છે. પવિત્ર આભામંડળમાંથી પ્રસ્ફુટિત થતાં કિરણો દ્વારા વાતાવરણમાં શાંતિ પ્રસરી જાય છે. પૂજ્ય ગુરુદેવ દિલ્હીમાં બિરાજમાન હતા. એક ડૉક્ટરે કહ્યું, ‘પૂજતુ ગુરુદેવની ઉપાસનામાં દરરોજ સેંકડો બહેનો બેસી રહે છે. ગુરુદેવ તેમની સાથે એક શબ્દ પણ કદાચ બોલી નથી શકતા, છતાં તેઓ કલાકો સુધી અનિમેષ નયને ગુરુદેવને જોયા કરે છે. તેમનું મન ક્યારેય ભરાતું નથી. ગુરુદેવની ઉપાસનાનો લોભ તૂટતો નથી. તેનું કારણ શું છે ? કોણ આકર્ષે છે તેમને ? મેં કહ્યું કે એનું કારણ બને છે આભામંડળ. પવિત્ર આભામંડળની સામે વ્યક્તિ જાય છે ત્યારે તે શાંતિથી આપ્લાવિત બની જાય છે. અનેક લોકો એમ કહે છે કે અમે ગુરુદેવ પાસે ઘણા બધો પ્રશ્નો લઈને જઈએ છીએ, મનમાં ફરિયાદો પણ હોય છે, આલોચનાનો ભાવ પણ હોય છે, પરંતુ ગુરુદેવની સામે જઈએ છીએ કે તરત જ તમામ પ્રશ્નો સમાપ્ત થઈ જાય છે. ફરિયાદો દૂર થઈ જાય છે. શું કહેવાનું છે અને શું પૂછવાનું એ બધું વિસરી જવાય છે.’ આવું કેમ થાય છે ? આ કોનો પ્રભાવ છે ? આ આભામંડળનો પ્રભાવ છે. માનતુંગસૂરિએ ભગવાનના સૌંદર્યની ચર્ચા નથી કરી. તેમણે ઋષભના શરીરના સૌંદર્યની ચર્ચા કરી છે અને તે ચર્ચા ભામંડળ તથા આભામંડળની પવિત્રતાના આધારે કરી છે. જ્યાં આભામંડળ અને ભામંડળની પવિત્રતા હોય છે ત્યાં બધું જ બરાબર થઈ રહે છે. પૌરાણિક કથા છે એક વખત ઈન્દ્રના મનમાં કુતૂહલ પેદા થયું. કુતૂહલ સૌના મનમાં જાગે છે. ભલે પછી કોઈ દેવતા હોય કે માણસ હોય કોઈ પણ વ્યક્તિ કુતૂહલથી મુક્ત નથી હોતી. જ્યાં સુધી માણસ વીતરાગ નથી બનતો ત્યાં સુધી તેનો કુતૂહલભાવ નષ્ટ નથી થતો. ગૌતમના મનમાં પણ અનેક વખત કુતૂહલ પેદા થતું હતું. તેઓ તરત જ મહાવીર પાસે જતા અને કહેતા, હે ભગવાન ! મારા મનમાં આવો સંશય અને આવું કુતૂહલ પેદા થયું છે. આપ તેનું સમાધાન કરો. ઈન્દ્રના મનમાં પણ એક કુતૂહલ જાગ્યું. તેમણે વિચાર્યું કે મારે માણસોની પરીક્ષા કરવી જોઈએ. એ ચિંતનને ક્રિયાન્વિત કર્યું. રૂપ બદલીને તેઓ ધરતી ઉપર આવ્યા. મહાનગરના મુખ્ય બજારમાં સિદ્ધયોગી સ્વરૂપે તેઓ . ભક્તામર ઃ અંતસ્તલનો સ્પર્શ = ૧૧૧ Page #114 -------------------------------------------------------------------------- ________________ બેસી ગયા. એમણે એવી જાહેરાત કરાવી કે, “આ નગરમાં અભુત સંન્યાસી પધાર્યા છે. તેઓ કોઈપણ કુરૂપ અને બેડોળ ચીજને સુડોળ અને સુંદર બનાવી શકે છે. લોકોની ભીડ ઊમટી પડી. કોઈકે પોતાનું રૂપ બદલાવ્યું તો કોઈકે પોતાનાં ઘરેણાં બદલાવ્યાં. કાળો માણસ ગોરો બની ગયો. અસુંદર વ્યક્તિ સુંદર બની ગઈ. ઘણા દિવસો સુધી આમ થતું રહ્યું. નગરના પ્રત્યેક નાગરિકે આ દુર્લભ તકનો લાભ લીધો. સંન્યાસીએ પૂછ્યું, “શું નગરમાં હવે કોઈ એવી વ્યક્તિ બાકી છે કે જેણે પોતાની કોઈપણ વસ્તુમાં કશું પરિવર્તન ન કરાવ્યું હોય ? લોકોએ કહ્યું, “હે મહાત્મન્ ! નગરમાં બીજું તો કોઈ બાકી નથી રહ્યું. માત્ર એક સંન્યાસી બાકી રહ્યા છે. તે આપની પાસે આવ્યા નથી.” સિદ્ધયોગી પોતે સંન્યાસીની પાસે ગયા. તે થોડીક વાર સંન્યાસીને જોતા રહ્યા, પછી બોલ્યા - બાબા, તમારી પાસે કશું જ નથી, શરીર પણ જર્જરિત અને કુરૂપ છે, આવી તક ક્યારે મળશે? હું આવતી કાલે પ્રસ્થાન કરવાનો છું. માત્ર આજનો સમય છે. કંઈક બદલાવવું હોય તો બોલો ? આપ એકદમ નવયુવાન પુરુષ બની જશો. સંન્યાસીએ સ્મિત કરતાં ધીરગંભીર સ્વરે કહ્યું, “મહાત્મન્ ! મારે કશું જ નથી જોઈતું.” વિસ્મિત સિદ્ધયોગીએ પૂછ્યું, “બાબા ! શા માટે કશું જ નથી જોઈતું?” સંન્યાસી બોલ્યા, “મહાત્મન્ ! આ જગતમાં મનુષ્યજીવનથી વિશેષ સુંદર બીજી કોઈ ચીજ નથી અને તે મને પ્રાપ્ત છે. આત્મસંતુષ્ટિથી વિશેષ કોઈ આનંદ નથી અને તે મને પ્રાપ્ત છે. આ દુર્લભ સૌંદર્ય અને આનંદ અને ઉપલબ્ધ છે તેથી મારે કશું જ નથી જોઈતું.” સિદ્ધયોગી આ સાંભળીને અવાક્ થઈ ગયો. જે વ્યક્તિને પવિત્ર ભામંડળ અને આભામંડળ મળી જાય છે, તેના માટે કશું જ મેળવવાનું બાકી રહેતું નથી. તે એવા સૌંદર્યને ઉપલબ્ધ થઈ જાય છે કે જેની કલ્પના પણ થઈ શકતી નથી. આચાર્ય માનતુંગે શરીરસૌષ્ઠવનું વર્ણન કરીને જે તથ્યનું પ્રતિપાદન કર્યું છે તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જેને અશોક મળી જાય છે, પવિત્ર આભામંડળ અને ભામંડળ મળી જાય છે, તેનાથી વિશેષ કોઈ સૌંદર્ય નથી, કોઈ આનંદ નથી. જ્યાં શોક છે ત્યાં સમસ્યા છે, જ્યાં અશોક છે ત્યાં કોઈ સમસ્યા નથી. આ અશોકની ઉપલબ્ધિ પવિત્ર ભામંડળ અને આભામંડળની સન્નિધિમાં સહજસંભવ છે. ૧૧૨ ભક્તામર અંતરતલનો સ્પર્શ . . " ક " , કે. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૫. ત્રણ અતિશય : ત્રણ પ્રયોગ સ્તુતિકાર અનેક દૃષ્ટિએ પોતાના આરાધ્યની સ્તુતિ કરે છે. તે અંતર્ગત અને બાહ્યજગત બંનેને જુએ છે, બંનેની વિશેષતાઓનું આલેખન કરે છે. જૈન દર્શનમાં ઉપાદાન અને નિમિત્ત બંનેને મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. આપણે નિમિત્તોને ગૌણ ન માનવાં જોઈએ. બાહ્ય નિમિત્તો દ્વારા શરીરની સ્થિતિ બદલાય છે. એક માણસ કપડાં પહેરે છે અને ખૂબ ચાતુર્યપૂર્વક પહેરે છે તો તે સારો લાગે છે. કહેવાય છે કે વસ્ત્રવાન વ્યક્તિ સભાને જીતી લે છે. જે માણસ ઢંગપૂર્વક વસ્ત્રો પહેરતો નથી તે સારો નથી લાગતો. વસ્ત્ર અને તેના પારિપાર્થિક વાતાવરણ થકી ઘણું મોટું પરિવર્તન આવી જાય છે, શરીરની સ્થિતિ પણ પ્રભાવિત બની જાય છે. સ્તુતિકાર પારિવાર્શ્વિક વાતાવરણના સંદર્ભમાં ઋષભના વ્યક્તિત્વનું અવગાહન કરી રહ્યા છે. તેમણે પ્રથમ જોયું કે અશોકવૃક્ષના સંશ્રયમાં ઋષભનું શરીર કેવું લાગી રહ્યું છે ? હવે માનતુંગ જુએ છે કે સિંહાસન ઉપર આસીન ઋષભનું શરીર કેવું લાગી રહ્યું છે ? સ્તુતિકારે ખૂબ સૂક્ષ્મતાપૂર્વક આદિનાથના શરીરને નિહાળી, સિંહાસનને નિહાળ્યું. સિંહાસન રત્નોથી જડિત છે, મણિઓથી વિભૂષિત છે. તે મણિઓમાંથી ચારે તરફ કિરણો પ્રફુટિત થઈ રહ્યાં છે. તે કિરણોની વચ્ચે બિરાજિત ભગવાનનું શરીર સુવર્ણ જેવું ચળકતું પ્રભાસિત થઈ રહ્યું છે. સ્વર્ણિમ શરીર, રત્ન જડિત સિંહાસન તથા મણિ-નિઃસૃત કિરણો થકી એમ લાગે છે કે જાણે અંશુ-કિરણોની એક વેલ બની ગઈ, એક માળા રચાઈ ગઈ. તે અંશુલતા ચારે તરફ ફેલાઈ રહી છે. સૂર્યનાં પ્રભાતી કિરણો ચારે તરફ પોતાની લાલીમા બિછાવી રહ્યાં છે. તે સૂર્ય ઉદયાચલના શિખર ઉપર છે. જ્યારે મર્ય ઉદયાચલના શિખર ઉપર હોય છે ત્યારે જે લાલીમા અને અરુણિમા જોવા I ળે છે તે મધ્યાહ્નના સૂર્યમાં નથી હોતી. તે સમયની અરુણિમામાં સૂર્યનું જેવું જ : કા. મારા ધારા તળ ઉંદર ભક્તામર અંતસ્તલનો સ્પર્શ ૧૧૩ Page #116 -------------------------------------------------------------------------- ________________ બિંબ દેખાઈ રહ્યું છે, તેવું જ સિંહાસન ઉપર ભગવાનનું શરીર દેખાઈ રહ્યું છે. તુલના કરો - એક તરફ ઉદયાચલ શિખર, બીજી તરફ ભગવાન ઋષભનું સિંહાસન - બંને સમાન લાગી રહ્યાં છે. એક તરફ ઉદયાચલ શિખરમાંથી ચારે તરફ સૂર્યનાં કિરણો પથરાઈ રહ્યાં છે, બીજી તરફ સિંહાસનનાં મણિ-નિઃસૃત કિરણો ચારે તરફ પથરાઈ રહ્યાં છે. જેવી રીતે સૂર્યનાં સપ્તરંગી કિરણો ફેલાઈ રહ્યાં છે, તેવી જ રીતે મણિઓમાંથી વિચિત્ર પ્રકારનાં વિવિધ રંગોથી યુક્ત કિરણો નીકળી રહ્યાં છે. તે કિરણોની વચ્ચે જેવી રીતે સૂર્યનું બિંબ ચમકી રહ્યું છે, તેવી જ રીતે સિંહાસનના પ્રકાશની વચ્ચે ભગવાનનું શરીર સુવર્ણની જેમ ચમકી રહ્યું છે. અશોકવૃક્ષ, સિંહાસન, ચામર આ પ્રાતિહાર્યે અતિશય મનાય છે. સિંહાસન કેવું હોય છે ? આ સંદર્ભમાં અનેક પ્રકારનાં ચિંતન છે. કેટલાક લોકો એમ માને છે કે દેવતાઓ સિંહાસન તૈયાર કરે છે. કેટલાક લોકોનો મત એવો છે કે ભગવાન જે શિલાપટ ઉપર બિરાજે છે, તે શિલાપટ પ્રભાસ્વર બની જાય છે. આભામંડળને કારણે તેનામાં દીપ્તિ પ્રગટે છે. સ્તુતિકારે ભગવાન ઋષભના સિંહાસનને અતિશયના રૂપમાં નિહાળ્યું છે, પ્રાતિહાર્યના રૂપમાં નિહાળ્યું છે અને તે અસ્વભાવિક પણ નથી જ. જ્યાં સિદ્ધયોગી બેસે છે ત્યાં આસપાસમાં તેના આભામંડળનાં કિરણો ફેલાઈ જાય છે. એ જુદી વાત છે કે આપણે તેમને આપણી આંખો વડે જોઈ શકીએ અથવા ન જોઈ શકીએ. - પૂજ્ય ગુરુદેવ દિલ્હીમાં પ્રવાસ કરી રહ્યા હતા. ચિત્તૂરથી એક ભાઈ આવ્યા તે આભામંડળ વિશે અધ્યયન કરતા હતા. કોઈ સામાન્ય માણસને આભામંડળ દેખાતું નથી, પંરતુ તે ભાઈ આભામંડળને જોઈ લેતા હતા. કઈ વ્યક્તિનું આભામંડળ કેટલું નિર્મળ અને પવિત્ર છે અથવા કેટલું મલિન અને કુરૂપ છે તેની ઓળખ તેને થઈ જતી. રાજલદેસરમાં વિદેશથી એક આભામંડળવિશેષજ્ઞ પધાર્યા હતા. તેમની પાસે એવો કેમરો હતો કે જેના દ્વારા આભામંડળનો ફોટો પાડી શકાય. તેમણે અનેક લોકોના અંગૂઠાના ફોટા લીધા અને તેના આધારે તેના વ્યક્તિત્વનું વિશ્લેષણ કર્યું. એમ લાગે છે કે એક પ્રાતિહાર્યને પ્રતિકાત્મક રૂપ આપી દેવામાં આવ્યું હોય. તેને વૈજ્ઞાનિક શબ્દાવલીમાં વ્યાખ્યાબદ્ધ કરવું હોય તો તેમ કહી શકાય કે આભામંડળ અને તેમાંથી નીકળતાં કિરણોનો પ્રકાશ ચારે તરફ ફેલાઈ રહ્યો છે. પ્રસ્તુતીકરણનો અલગ અલગ કોણ હોય છે. ક્યાંક સ્થૂળ જગતની ચેતનાને પ્રતીકાત્મક રૂપ આપીને સૂક્ષ્મજગતની વ્યાખ્યા કરી દેવામાં આવે છે તો ક્યાંય સૂક્ષ્મ ચેતનાના સ્તરે ઘટતી ઘટનાને સ્થૂળજગતના સ્તર ઉપર પ્રસ્તુત કરી દેવામાં આવે છે ! જ્યાં સ્તુતિનો પ્રસંગ હોય ત્યાં કણને પણ મેરુ બનાવી દેવામાં ૧૧૪ = ભક્તામર ઃ અંતસ્તલનો સ્પર્શ = Page #117 -------------------------------------------------------------------------- ________________ આવે છે. કાવ્યાનુશાસનના મત મુજબ કવિને પોતાના સમય અને સિદ્ધાંત હોય છે. કવિનો સમય સામાન્ય સિદ્ધાંત સાથે નથી મળતો. સૌ જાણે છે કે સમુદ્રમાં કમળ નથી હોતું, કમળ તળાવમાં હોય છે, પુષ્પકરણીમાં હોય છે, મીઠા જળમાં હોય છે. તે ક્યારેય સમુદ્રના ખારા જળમાં નથી ખીલતું. કવિનું સત્ય તેના કરતાં સર્વથા ભિન્ન છે. તેની સામે સત્ય-અસત્ય હોતું જ નથી. એ કવિનું સત્ય છે કે જ્યાં જળાશય છે, જળ છે ત્યાં કમળનું વર્ણન કરી દો. સામાન્ય માણસ તો એમ કહેશે કે એ વાત અસત્ય છે. સમુદ્રમાં કમળ નથી ખીલતું, પરંતુ કવિ માટે તે સત્ય છે. તે સમુદ્રમાં પણ કમળ ખિલાવી શકે છે. સ્તુતિકાર પોતાની કલ્પના દ્વારા કથ્યને કોઈપણ રૂપ આપી શકે છે. યથાર્થને પરખવાનો અલગ દૃષ્ટિકોણ હોય છે. સ્તુતિકારે જે રૂપમાં જોયું, તે જ રૂપમાં તેની તુલના કરી દીધી. જેવી રીતે ઉદયાદ્રિમાંથી કિરણો ફૂટે છે, એવી જ રીતે આદિનાથના સિંહાસનમાંથી કિરણો ફૂટી રહ્યાં છે. જેવી રીતે અંશુની (સૂર્યકિરણોની) લતા હોય છે, તેવી રીતે મણિઓમાંથી નીકળતાં કિરણોની લતા હોય છે. તે કિરણોની વચ્ચે જેવી રીતે સૂર્યનું બિંબ પ્રભાસ્વર છે, તેવી જ રીતે આદિનાથનું શરીર પ્રભાસ્વર થઈ રહ્યું છે. ઉદયાદ્રિ અને સિંહાસન, અંશુલતા અને મણિ નિઃસૃત કિરણો, સૂર્યનું બિંબ અને આદિનાથનું શરીર - આ તુલનાને કાવ્યનો વિષય બનાવતાં માનતુંગસૂરિએ પ્રસ્તુત શ્લોકની રચના કરી દીધી - સિંહાસને મણિમયુખશિખાવિચિત્ર, વિભાજતે તવ વપુઃ કનકાવદાતમ્ । બિમ્બ વિયલિસદંશુલતાવિતાન, તુંગોદયાદ્રિશિરસીવ સહસ્રશ્યેઃ ।। અશોકવૃક્ષ અને સિંહાસન પછી માનતુંગની દૃષ્ટિ ચામર ઉપર કેન્દ્રિત થઈ ગઈ. તીર્થંકરનો એક અતિશય એ છે કે તેમની ઉપર ચામર ઢોળવામાં આવે છે. ચામર જોઈને માનતુંગસૂરિના મસ્તિષ્કમાં એક નવી કલ્પના જાગી ઊઠી. વિકલ્પ જાગ્યો કે ચામરના પરિપાર્શ્વમાં આદિનાથની છબી કેવી લાગે છે ? આપણો નિર્ણય પરિપાર્શ્વના આધારે થાય છે, કોઈ પરિપ્રેક્ષ્ય અથવા સંદર્ભના આધારે થાય છે. સંદર્ભ વગર કોઈ અર્થ નથી થતો. સ્તુતિકારે ચામરની સાથે ભગવાનના શરીરને જોયું તો શરીરની છબી બદલાઈ ગઈ. આદિનાથની ચારે તરફ શ્વેત ચામર ઢોળાઈ રહ્યા છે. એમ લાગી રહ્યું છે કે જાણે ચારે તરફ શ્વેતિમા પ્રસરી રહી હોય. શ્વેતિમા માટે કવિઓએ કુંદનાં ફૂલોનો ખૂબ પ્રયોગ કર્યો છે. કુંદનું ફૂલ ખૂબ જ શ્વેત હોય છે. કુંદના જેવું અવદાત શ્વેત ચામર સમ્મોહક લાગી રહ્યું છે. શ્વેતિમા જ શ્વેતિમા પાથરી રહી છે. જાણે ચામર નહિ, કુંદનાં ફૂલો જ વરસી રહ્યાં હોય ! તેનાથી ભગવાનના પરિપાર્શ્વમાં ક્ષેતિમા વ્યાપ્ત થઈ ગઈ ભકતામર : અંતસ્તલનો સ્પર્શ = ૧૧૫ Page #118 -------------------------------------------------------------------------- ________________ છે. ચારે તરફ વ્યાપ્ત વૅતિમાની વચ્ચે ભગવાનનું શરીર કલધૌતકાન્ત અર્થાત્ ચમકતી ચાંદી જેવું કમનીય લાગી રહ્યું છે. એમ પ્રતીત થઈ રહ્યું છે કે જાણે પવર્તના શિખર ઉપરથી નિર્મળ ઝરણું જળની શ્વેતધારા નીચે પાડી રહ્યું હોય. શિખર ઉપરથી પડતી એ જલધારા ઊગતા ચંદ્ર જેવી પ્રતીત થઈ રહી છે. એવા વાતવરણમાં આદિનાથનું શરીર એકદમ શ્વેત પ્રતિભાસિત થઈ રહ્યું છે. ઊગતો શ્વેત ચંદ્ર, મેરુ પર્તના શિખર ઉપરથી પડતી જલધારા, ઢોળાતો શ્વેત ચામર અને તે તમામની વચ્ચે સુશોભિત ભગવાનનું શરીર શુભ્ર જૈતિમાથી છલોછલ હતું. કુન્દાવદાતચલચામરચાશોભે, વિભાજતે તવ વપુઃ કલધૌતકાત્તમ્ | ઉદ્યચ્છશકશુચિનિર્ઝરવારિધાર મુચ્ચસ્ત૮ સુરગિરિવ શાતકૌભમુ // માનતુંગે જ્યારે અશોકવૃક્ષની સાથે ઋષભને નિહાળ્યા ત્યારે નીલા રંગ સહિત ભગવાનનાં દર્શન થયાં. જ્યારે સિંહાસન ઉપર આસીન ઋષભને નિહાળ્યા ત્યારે અરુણિમા સહિત ભગવાનનાં દર્શન થયાં. જ્યારે ચામર સાથે ભગવાનને નિહાળ્યા ત્યારે શ્વેતવર્ણ સહિત ભગવાનનાં દર્શન થયાં. નીલો રંગ, અરુણ રંગ અને શ્વેત રંગ આ ત્રણેય રંગ ધ્યાન માટે અત્યંત ઉપયોગી છે. ભગવાનની સ્તુતિનો પાઠ કરનાર માત્ર શ્લોકોનો પાઠ કરે છે, શબ્દોનું માત્ર ઉચ્ચારણ કરે છે. તે ઠીક છે, પરંતુ તેના દ્વારા જ્યાં પહોંચવું છે ત્યાં સુધી પહોંચી શકાતું નથી. એમાંથી જે બોધપાઠ મળવો જોઈએ તે મળી શકતો નથી. આપણે સ્તુતિ શા માટે કરીએ છીએ ? એટલા માટે કરીએ છીએ કે કંઈક લાભ પ્રાપ્ત થાય ! જો આપણને લાભ ન મળે તો કોઈ અર્થ સરતો નથી. પ્રત્યેક ઘટનાની પાછળ એક બોધપાઠ છુપાયેલો હોય છે. જ્યારે તે મળે છે ત્યારે સાર્થકતાની અનુભૂતિ થાય છે. એક સંન્યાસી બાળપણમાં જ ગુરુ પાસે દીક્ષિત થઈ ગયા. તે ગુરુની પાસે રહેતા, તેમની સેવા-ભક્તિ કરતા. જે ખંડમાં ગુરુ રહેતા તેની સાફ-સફાઈ કરતા. એક દિવસ તે ખંડની સફાઈ કરી રહ્યા હતા, ખંડમાં ગુરુની પ્રિય મૂર્તિ હતી. શિષ્યના હાથથી તે મૂર્તિ નીચે પડી અને તૂટી ગઈ. શિષ્ય ગભરાઈ ગયો, તેણે વિચાર્યું કે ગુરુજીને આ મૂર્તિ પોતાના ગુરુ પાસેથી મળી હતી, તે ગુરુપ્રદત્ત આ મૂર્તિનો ભારે મહિમા ગાય છે. આ ખંડિત મૂર્તિ જોઈને તેઓ શું વિચારશે ? હવે હું શું કરું? એકાએક તેના મનમાં એક વિચાર પ્રગટ્યો. થોડીક ક્ષણો પછી તે એ ગુરુના ખંડમાં ગયો, શિષ્ય ગુરુને પ્રણામ કરીને કહ્યું, “હે ગુરુવર ! એક જિજ્ઞાસા છે, આપ તેનું સમાધાન કરશો ? ૧૧૬ ભક્તામર અંતસ્તલનો સ્પર્શ નાગણ દ્વારા આ 4 કાર્બ કરી છે . [૪ ફરી જાય છે, Page #119 -------------------------------------------------------------------------- ________________ ગુરુ બોલ્યા, “બોલ, તું શું કહેવા ઇચ્છે છે? “માણસ મૃત્યુ શા માટે પામે છે ? હું તેનું કારણ જાણવા ઇચ્છું છું - શિષ્ય કહ્યું. એનો સીધોસાદો ઉત્તર છે કે સમય પૂરો થયો. જ્યારે સમય પૂરો થાય છે ત્યારે માણસ મૃત્યુ પામે છે.” એ જ વખતે શિષ્ય વસ્ત્રમાં છુપાવેલી મૂર્તિ ગુરુ સમક્ષ મૂકી દીધી અને કહ્યું, “ગુરુદેવ ! આ મૂર્તિ તૂટી ગઈ.' “અરે, તે કેવી રીતે તૂટી ?' ગુરુદેવ ! તેનો સમય સમાપ્ત થયો.” તેનો સમય સમાપ્ત થયો ? હા, ગુરુદેવ ! આપે હમણાં જ તો કહ્યું કે જ્યારે સમય સમાપ્ત થાય છે ત્યારે માણસ મૃત્યુ પામે છે, ઉત્પન્ન ચીજ નષ્ટ થઈ જાય છે !” શિષ્યના એ કથન ઉપર ગુરુ મુગ્ધ થઈ ઊઠ્ઠયા. શિષ્યનું નામ હતું – બોકોજુ. ગુરુએ કહ્યું, “બોકોજુ ! મૂર્તિ તૂટી ગઈ તો કંઈ વાધો નહિ, પરંતુ તું એ વાતનું હંમેશાં ધ્યાન રાખજે, ક્યારેક તારી કોઈ પ્રિય વ્યક્તિ ચાલી જાય, ક્યારેક અત્યંત નિકટની વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે પણ તું એમ જ વિચારજે કે એનો સમય સમાપ્ત થયો, તેથી તે ચાલી ગઈ. તે સિવાય બીજું કશું જ વિચારીશ નહિ.” બોકોજુ બોલ્યો, “ગુરુદેવ ! મારે માટે એક બોધપાઠ છે. આ મૂર્તિના તૂટી જવાથી જે બોધ મળ્યો તે હું યાદ રાખીશ, ક્યારેય નહિ ભૂલું.” બોકો જુએ એવું જ કર્યું. જ્યારે પણ કોઈ ઘટના ઘટતી, કોઈ વસ્તુ નાશ પામતી કે કોઈ વસ્તુ ખોવાઈ જતી ત્યારે લોકોજ એમ વિચારતો કે તેનો સમય સમાપ્ત થયો તેથી તે ચાલી ગઈ. આ બોધપાઠનું પરિણામ એ આવ્યું કે, પ્રિયનો વિયોગ પણ તેને ક્યારેય દુઃખી કરી શક્યો નહિ. તે હંમેશાં એ સચ્ચાઈને જીવ્યો કે જેનો સંયોગ થયો છે તેનો વિયોગ નિશ્ચિત છે જ. પ્રત્યેક ઘટના એક બોધપાઠ આપે છે, જો આપણે તે લેવાનું જાણીએ તો. ભક્તામરના આ ત્રણ શ્લોકોમાંથી આપણને જે બોધપાઠ મળી રહ્યો છે તે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આપણે આદિનાથનું નીલ, અરુણ અને શ્વેત રંગ સહિત ધ્યાન કરીએ તો અનેક સમસ્યાઓ સમાપ્ત થઈ જશે. નીલો રંગ અત્યંત શામક હોય છે, તે શાંતિ આપે છે. જે વ્યક્તિ નીલા રંગનું ધ્યાન ધરે છે તેને ટેક્વેલાઈઝર કે અન્ય કોઈ શામક ઔષધિ લેવાની જરૂર પડતી નથી. જ્યારે આપણે ભક્તામરના આ શ્લોકનું ઉચ્ચારણ કરીએ ત્યારે અશોકવૃક્ષની નીચે અવસ્થિત ભગવાન ઋષભનો સાક્ષાત્કાર કરવો જોઈએ. નીલ આભાની વચ્ચે ભગવાન ઋષભનું ધ્યાન ધરવું જોઈએ. નીલાભ અશોકવૃક્ષ, ભગવાન ઋષભ અને નીલો રંગ એ જા જા આ જૂન , , યાદ કરી કરી ન ભકતામર : અંતસ્તલનો સ્પર્શ . ૧૧૦ Page #120 -------------------------------------------------------------------------- ________________ ત્રણેયને માનસિક સ્તરે જોવાનો પ્રયત્ન આ શ્લોકના ઉચ્ચારણની સાથોસાથ થવો જોઈએ. ઉચ્ચેરશોકતરુસંશ્રિતમુન્મયુખમાભાતિ રૂપમમલ ભવતો નિતાન્ત / સ્પષ્ટોલ્લસતકિરણમસ્તતમોવિતાન, બિલ્બ રવેરિવ પયોધર પાર્થવતિ | નીલા રંગ સહિત ક્ષભના સાક્ષાત્કારનો આ પ્રયોગ માનસિક શાંતિનો પ્રયોગ છે, ઉત્તેજના અને આવેશના શમનનો પ્રયોગ છે. જ્યારે આપણે સિંહાસન ઉપર આસીન ભગવાન ઋષભનું ધ્યાન ધરીએ, ત્યારે તેની સાથે સાથે બાલસૂર્યનો સાક્ષાત્કાર કરવો જોઈએ. તે અરુણ રંગનું ધ્યાન, બાળસૂર્યનું ધ્યાન આંતરિક શક્તિઓના પ્રગટીકરણનો – અંતરદૃષ્ટિના જાગરણનો પ્રયોગ છે. અરણ રંગ ર્તિ, સક્રિયતા અને જાગૃતિનો રંગ છે. તેના દ્વારા સ્કુર્તિ આવે છે, જાગરૂકતા વધે છે. સિંહાસન ઉપર આસીન ઋષભ, અરુણ કિરણોનું પ્રસ્તુટન, ઊગતો બાળસૂર્ય – ધ્યાનમાં આ બધી માનસિક કલ્પનાઓ સહિત આ શ્લોકનું ઉચ્ચારણ કરીએ – સિંહાસને મણિમયુખશિખાવિચિત્ર, વિશ્રાજવે તવ વપુઃ કનકાવાદાતમ્ બિલ્બ વિવિલસદંશુલતાવિતાનમુ, તુંગોદયાદ્વિશિરસીવ સહસ્રરશ્ન: // ધ્યાનના આ પ્રયોગ થકી શક્તિનો વિસ્ફોટ થશે, આંતરિક શક્તિઓનું જાગરણ થશે. ત્રીજો પ્રયોગ છે શ્વેતવર્ણ સહિત આદિનાથ ઋષભનું ધ્યાન. ઢોળાતો ચામર, શ્વેત ચંદ્રનાં કિરણો, કુંદનાં ફૂલો અથવા મેરુ શિખર ઉપરથી પડતી જળની શ્વેતધારાની વચ્ચે આદિનાથ ઋષભનો સાક્ષાત્કાર એવી માનસિક કલ્પના સહિત પ્રસ્તુત શ્લોકનું ધીરગંભીર ધ્વનિમાં ઉચ્ચારણ કરવું જોઈએ - કુંદાવદાતચલચામરચાશોભે, વિભાજતે તવ વપુઃ કલધૌતકાત્તમ ઉદ્યચ્છશકશુચિનિર્જરવારિધાર, મુચ્ચસ્તટે સુરગિરિવ શાતકૌમ્ભમ્ // આ શ્વેત રંગનું ધ્યાન આવેશ અને ઉત્તેજનાના ઉપશમનનો મહત્ત્વનો આ પ્રયોગ છે. ભક્તામરના આ ત્રણ શ્લોક (૨૮, ૨૯, ૩૦) લેશ્યાધ્યાનના ત્રણ પ્રયોગ છે. આપણે માત્ર સ્તુતિ કરીએ, પરંતુ સ્તુતિના જે આરાધ્ય છે તેની ૧૧૮ ભકતામર : અંતસ્તલનો સ્પર્શ શકો કે દમોટી વાત વિશ્વક WYN) Page #121 -------------------------------------------------------------------------- ________________ સાથે તાદામ્ય સ્થાપિત ન કરીએ, સમાપત્તિ ન કરીએ તો સ્તુતિનો અર્થ ઘટી જાય છે. જ્યારે કુંદાવદાત..............” એ શ્લોકનો પાઠ કરીએ ત્યારે કુંદનાં ફૂલો પણ નજર સામે આવી જાય, ઢોળાતો ચામર પણ નજર સામે દેખાય, મેરુના શિખર ઉપરથી પડતું શ્વેત જળનું ઝરણું પણ સામે આવી જાય – એવી સમાપત્તિ થઈ જાય તો સ્તુતિ કરનાર જ્યાં પહોંચવા ઇચ્છે છે ત્યાં સુવિધાપૂર્વક પહોંચી જાય છે. તે જે આરાધ્યની સાથે તાદાભ્યની અનુભૂતિ કરવા ઇચ્છે છે, તે આરાધ્ય સાથે તેને તાદામ્યની અનુભૂતિ થઈ જાય છે. ભક્તામરના માત્ર શ્લોકપાઠને ખોટો તો ન કહી શકાય, પરંતુ તેના થકી તે ઉપલબ્ધિ નથી થતી, કે જે સમાપત્તિ અથવા તાદાભ્યની અનુભૂતિ દ્વારા થાય છે. તર્કશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે, ન હિ કપર્દિકામાત્રણ ધનવાન ઈત્યુચ્યતે વ્યક્તિ પાસે એક કપર્દિકા (કોડી) છે. કોડી કોઈ ધન નથી. તે પ્રાચીન સમયમાં સિક્કા રૂપે ચાલતી હતી. પરંતુ કપર્દિકા માત્ર હોવાથી કોઈ ધનવાન કહેવાતું નથી. તે જ રીતે માત્ર સ્તોત્રના પાઠ થકી કોઈ ભક્ત કહેવાશે નહિ. શબ્દ, શબ્દનો અર્થ, તાત્પર્યાર્થ અને તેની સાથે તાદાભ્યની અનુભૂતિ – જ્યાં આ બધું હોય છે ત્યાં સ્તુતિનું વાંછિત ફળ મળી શકે છે. ભક્તામર મહત્ત્વપૂર્ણ સ્તોત્ર છે. એમ માનવામાં આવે છે કે જ્યારે માનતુંગે ભક્તામરની રચના કરી ત્યારે ચમત્કાર થઈ ગયો. બંધનો તૂટી ગયાં. એ ચમત્કાર માત્ર શબ્દોના ઉચ્ચારણ થકી થતો નથી. જ્યાં સુધી શબ્દની સાથે ભાવનાનો યોગ નથી થતો, તેના અર્થની સાથે તાદામ્ય નથી જોડાતું ત્યાં સુધી શક્તિનો વિસ્ફોટ નથી થતો. પાંચ તત્ત્વોનાં પાંચ જ ન માનવામાં આવે છે - ય વં ૨ હં. આ બીજમંત્રોમાં શક્તિ આવે છે ભાવના દ્વારા. ભાવના પુષ્ટ થાય છે ત્યારે આ મંત્રો શક્તિશાળી બની જાય છે. આ પરીક્ષિત તથ્ય છે. જો ભાવનાપૂર્વક “૨'નું એક હજાર વખત ઉચ્ચારણ કરવામાં આવે તો એક ડિગ્રી તાપમાન ચોક્કસ વધી જાય. જો ભાવનાપૂર્વક એક હજાર વખત “વંનું ઉચ્ચારણ કરવામાં આવે તો એક ડિગ્રી શીતળતા વધી જાય. ભાવનાની આ શક્તિનું આપણે મૂલ્યાંકન કરવું જોઈએ. સ્તુતિકારે ભગવાનને જે સ્વરૂપે નિહાળ્યા છે, વાસ્તવમાં તે રૂપ ધ્યાન માટે ખૂબ ઉપયોગી છે. આ શ્લોકમાં આચાર્ય માનતુંગે જે વૈજ્ઞાનિક રીતે સ્તુતિ કરી છે, તેનું ઊંડાણપૂર્વક અનુશીલન કરીએ, પ્રયોગની ભૂમિકા ઉપર જીવીએ તો આ સ્તુતિનો મર્મ સમજી શકીશું, ઋષભ - સન્નિધિની ઉપલબ્ધિનો માર્ગ મોકળો બની જશે. લો બાબા રામ રામ કates on કઈ જ ભકતામર : અંતસ્તલનો સ્પર્શ ૧૧૯ Page #122 -------------------------------------------------------------------------- ________________ : - 4 F = થાય . - :: એ *- * * : ક 11:44 * ': ૧૬. પરિણમનની શક્તિ માણસ જાગરણ સમયે અનેક પ્રવૃત્તિઓ કરે છે. તેની પ્રત્યેક પ્રવૃત્તિનું અલગ અલગ ચિત્ર બને છે. માનતુંગસૂરિ ધર્મોપદેશ આપતાં આદિનાથ ઋષભનું ચિત્ર રચી રહ્યા છે – જ્યારે આદિનાથ સમવસરણમાં બિરાજમાન થઈને ધર્મોપદેશ આપે છે ત્યારે તેમનું સ્વરૂપ કેવું હોય છે ? જ્યાં તીર્થકરો બેસે છે ત્યાં અશોકવૃક્ષ હોય છે, પરંતુ તે દરેક વખતે નથી હોતું. તે ધર્મોપદેશ વખતે હોય છે. આ જેટલાં પ્રતિહાર્ય બતાવવામાં આવ્યાં છે તે ઘણુંખરું ધર્મોપદેશ વખતે હોય છે. ધર્મોપદેશ વખતે દેવદુન્દુભિ થાય છે, દિવ્યધ્વનિ થાય છે. જો સદાય ભગવાન બોલે અને તે એક યોજન સુધી સંભળાય તો પછી તેઓ કોઈ ગુપ્ત વાત તો કરી જ ન શકે. કોઈના કાનમાં તો તેઓ કશું કહી જ ન શકે. મંત્રણા, ખાનગી વાત અથવા રહસ્યની વાત માટે કોઈ અવકાશ જ ન રહે. જો તમામ વાતો એક યોજન સુધી સંભાળવા લાગે તો ભારે મુશ્કેલી સર્જાય. રાત્રે કોઈકને કંઈક કહે અને તે પણ એક યોજન સુધી ફેલાય તો પછી સૌ કોઈની ઊંઘ ઊડી જાય. વ્યક્તિ માટે સુઈ જવાનું દુષ્કર બની રહે. આ દિવ્યધ્વનિ માત્ર ધર્મોપદેશ વખતે જ થાય છે. ધર્મપરિષદમાં તમામ પ્રકારની વ્યક્તિઓ હોય છે. જ્યારે ભગવાન ધર્મોપદેશ આપે છે ત્યારે તમામ લોકો તેને પોતપોતાના ભાષામાં સમજી લે છે. દેવા દૈવી નરા નારી, શબરાશ્ચાપિ શાબરીમ્ | તિર્યચોડપિ હ તૈરશ્ચિ, મનિટે ભગવગિરમ્ | ભગવાનના ઉપદેશને દેવતાઓ પોતાની ભાષામાં સમજી લે છે. દેવતાઓની ભાષા અલગ હોય છે. તેઓ ન તો હિન્દીમાં બોલે છે, ન ગુજરાતી, ન રાજસ્થાની કે ના અંગ્રેજીમાં બોલે છે. તેઓ જે માધ્યમમાંથી આવે છે ભાષા પણ એ જ બની જાય છે, પરંતુ જ્યારે ભગવાન બોલે છે ત્યારે તેમની વાણીને તેઓ પોતાની ભાષામાં સાંભળી લે છે. માણસ પોતાની ભાષામાં સમજી લે છે. ૧૨૦ ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ પાર શકો છો . Page #123 -------------------------------------------------------------------------- ________________ તમિલ ભાષા જાણનાર તમિલમાં, કન્નડભાષી કન્નડમાં અને બંગાળી બંગાળ ભાષામાં સાંભળી લે છે. પશુ-પક્ષીઓનો શબ્દકોષ ખૂબ મર્યાદિત હોય છે. તેમ છતાં તેઓ પણ ભગવાનની વાણીને પોતાની ભાષામાં સાંભળી – સમજી લે છે. પરંતુ આ બધું માત્ર ધર્મોપદેશ વખતે થાય છે. એવું દરેક વખતે નથી થતું. એ જ વાત છત્ર વગેરેના સંદર્ભમાં પણ લાગુ પડે છે. જ્યારે ભગવાન સમવસરણમાં ધર્મદેશના આપવા માટે બિરાજિત થાય છે ત્યારે સિંહાસન, અશોકવૃક્ષ અને ત્રણ છત્ર બની જાય છે. તે છત્ર કેવાં છે ? આ પ્રશ્નને સમાહિત કરતાં માનતુંગ કહે છે - તે છત્ર શ્વેત છે, ચંદ્ર જેવી કાંતિવાળાં છે. છત્ર સુરક્ષા માટે હોય છે. વરસાદ આવે છે, વ્યક્તિને બહાર જવું હોય તો છત્રી ઓઢી લે છે. પ્રખર તાપથી બચવા માટે પણ વ્યક્તિ છત્રી ઓઢી લે છે. માનતુંગે કહ્યું કે ભગવાનના શીશ ઉપર ત્રણ છત્ર છે, તે નિર્મળ, ઉજ્વળ અને શીતળ છે. જે સૂર્યનો તાપ આવી રહ્યો છે તેને રોકે છે. ભગવાન જ્યાં જાય છે, ધર્મોપદેશ આપે છે ત્યાં છત્ર રચાઈ જાય છે. તે છત્ર છત જેવાં છે. જે માણસ છત નીચે બેઠો હોય તેને સૂર્યનો તાપ, તડકો સ્પર્શતાં નથી. વરસાદ તેને ભીંજવતો નથી. તે છત્ર શાંતિમય વાતાવરણનું નિર્માણ કરી રહ્યાં છે. ચંદ્રમાનું કાર્ય છે – શીતળતા પ્રદાન કરવાનું અને સૂર્યનું કામ છે તાપ આપવાનું. આ કાવ્યમાં સૂર્ય અને ચંદ્ર બંનેનો ઉલ્લેખ થયો છે. ચંદ્રમા જેવી શીતળતા હોવી જોઈએ અને સૂર્યના તાપને રોકી દેવો જોઈએ. તે એટલા માટે કે સૂર્યનો તાપ મસ્તિષ્કને ગરમ કરી દે છે. મસ્તકને બચાવવા માટે પાઘડી પહેરવામાં આવતી હતી. ત્યાર પછી ટોપીનું પ્રચલન થયું. કૃત્રિમ વાળ પણ એટલા માટે લગાડવામાં આવે છે કે મસ્તકને ગરમીથી બચાવી શકાય. આપણા શરીરમાં જે અવયવને સૌથી ઠંડો રાખવો જોઈએ તે અવયવ છે મસ્તક. પાઘડી, ટોપી અને સાફો બાંધવાનો અર્થ એ જ છે કે મસ્તક ગરમ ન થાય. ઘણા લોકો તેલવાળાં અથવા ભીનાં વસ્ત્રો મસ્તક પર મૂકી રાખે છે. જેથી મસ્તકને તાપ ન લાગે. મસ્તક જેટલું ઠંડું રહેશે એટલું જ ચિંતન સારું થશે, સ્વસ્થ ચિંતન થશે. ખારોગ્ય પણ સારું રહેશે અને ક્રોધ પણ ઓછો આવશે. જો મસ્તિષ્ક ગરમ થઈ જશે તો શરીર પણ ગરમ થઈ જશે. ચંદ્રનું ધ્યાન મસ્તિષ્કને શીતળતા પ્રદાન કરે છે. જે વ્યક્તિને ખૂબ ક્રોધ આવતો હોય, ખૂબ જલદી આવેશ અને ઉત્તેજના ખાવી જતાં હોય. તેઓ મસ્તકના અગ્ર ભાગ ઉપર ચંદ્રમાનું ધ્યાન ધરે તો ક્રોધ અને આવેશની સમસ્યા શાંત થઈ જાય. માનતુંગ કહી રહ્યા છે - જે ત્રણ છત્રો છે તે ચંદ્રમાના પ્રતિરૂપ જેવાં પ્રતીત થઈ રહ્યાં છે. સૂર્યના પ્રખર તાપથી બચાવનાર તે છત્ર Rાં જ વીક- ની વાત કા ર : ': n ભકતામર અંતસ્તલનો સ્પર્શ . ૧૨૧ Page #124 -------------------------------------------------------------------------- ________________ મુક્તાફલપ્રકરજાલ – મોતીઓની જાળથી આવેષ્ટિત છે. તે મુક્તાજાલ એ છત્રની શોભા વધારી રહી છે. સ્તુતિકારે પોતાની કલ્પના દ્વારા એક પ્રશ્ન પણ ઊભો કર્યો છે – આ છત્ર ત્રણ જ શા માટે છે ? આ ત્રણનો પ્રશ્ન ઘણી વખત ઊભો થાય છે - પ્રણિપાત ત્રણ વખત જ કેમ કરવામાં આવે છે ? વંદના ત્રણ વખત જ કેમ કરવામાં આવે છે ? પ્રસ્તુત સંદર્ભમાં માનતુંગ કહી રહ્યા છે -- આ ત્રણ છત્રો એમ સૂચવે છે કે આદિનાથ ઋષભ ત્રણે જગતના પરમેશ્વર છે. ઋષભ માત્ર મનુષ્યલોકના જ નહિ, સ્વર્ગ અને પાતાળલોકના પણ ઈશ્વર છે. ઈન્દ્ર સ્વર્ગલોકના ઈશ્વર હોય છે. ચક્રવર્તી અથવા રાજા મનુષ્યલોકના સ્વામી હોય છે. ભવનપતિ પાતાળલોકના સ્વામી હોય છે. કોઈપણ એકલી વ્યક્તિ એવી નથી કે જે ત્રણેય લોકની ઈશ્વર હોય. ત્રણેય લોકનો ઈશ્વર એ જ હોઈ શકે છે કે જે ત્રણેય લોકથી પર થઈ ગયો હોય. જેણે મમત્વનું વિસર્જન કરી દીધું હોય એ જ પરમ ઈશ્વર બની શકે છે, તેનું સ્વામિત્વ સૌ કોઈ સ્વીકારી લે છે. જે વ્યક્તિ બળાત્કારથી બીજાઓ ઉપર પોતાનું શાસન લાદે છે તે ક્યારેય સર્વમાન્ય બની શકતું નથી. જે વ્યક્તિ એક સીમામાં આબદ્ધ રહે છે, તે ક્યારેય ત્રણેય લોકની ઈશ્વર બની શકતી નથી. જે સીમાતીત, કાલાતીત અને મમત્વનું વિસર્જન કરનાર હોય છે એ જ ત્રણે લોકનો ઈશ્વર બની શકે છે. સ્થાનાંગ સૂત્રનો એક પ્રસંગ છે. એમ પૂછવામાં આવ્યું કે શું એવી કોઈ ક્ષણ આવે છે કે જ્યારે નરકમાં પણ સુખ મળતું હોય ? કહેવામાં આવ્યું કે જ્યારે તીર્થંકરનો જન્મ થાય છે ત્યારે એક ક્ષણ માટે નરકમાં પણ સુખ થઈ જાય છે, સઘળાં કષ્ટ સમાપ્ત થઈ જાય છે. જ્યારે તીર્થંકરનું નિર્વાણ થાય છે ત્યારે પણ સમગ્રલોકમાં સુખ અને શાંતિ વ્યાપી જાય છે. જે લોકમાં સુખનું સર્જન કરે, તમામ પ્રાણીઓને શાંતિ પ્રદાન કરે તે ત્રણે લોકનો ઈશ્વર બની શકે છે. બીજાઓને દુઃખ આપનાર, મુશ્કેલીઓમાં મૂકનાર ક્યારેય ત્રણે લોકનો સ્વામી બની શકતો નથી. ચક્રવર્તી છ ખંડોનો રાજા હોય છે, પરંતુ તે સુખ આપીને નથી બનતો. તે બીજાઓને દુઃખ આપીને, બીજાઓના અધિકારો છીનવીને છ ખંડનો રાજા બને છે. જે ડંડાના આધારે બીજાઓના સ્વત્વનું અપહરણ કરીને રાજા બને છે, તે ક્યારેય હૃદયથી સ્વીકાર્ય બનતો નથી. તીર્થંકર મૈત્રીનો એવો અજગ્ન પ્રવાહ પ્રવાહિત કરે છે કે સૌ કોઈ તેમનો સ્વીકાર કરી લે છે. આપણે એ સચ્ચાઈનું અનુશીલન કરીએ કે, જે મૈત્રીનો પ્રવાહપ્રવાહિત કરે છે, તે બીજાઓના હૃદયમાં પોતાનું સ્થાન જમાવે છે. ખૂબ મહત્ત્વપૂર્ણ કાર્ય છે – બીજાઓના વૈષને સમાપ્ત કરીને મૈત્રીનું ઝરણું પ્રવાહિત કરવાનું. ૧૨૨ ભકતામર : અંતસ્તલનો સ્પર્શ , કરી તે છે Page #125 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગનો એક પ્રયોગ છે – બીજી વ્યક્તિ ગમે તેટલા ખરાબ વિચારવાળી હોય, ગમે તેટલી ક્રોધી કે અહંકારી હોય પરંતુ જો કોઈ યોગી શિથિલીકરણ કરીને મૈત્રીની ભાવનાનું સંપ્રેષણ કરે, કિરણોનું વિકિરણ કરે તો તેનું હૃદય પરિવર્તન પામે છે. બુદ્ધના શિષ્ય આનંદે એવું જ કર્યું હતું. લોકોએ આનંદને વિનંતી કરી કે આપણો રાજા ખૂબ ક્રૂર છે, પ્રજાને ખૂબ પજવે છે. આપ તેને સમજાવો. આનંદે અધ્યાત્મનો પ્રયોગ કર્યો. તે પૂર્વ દિશામાં મુખ રાખીને ઊભો રહ્યો. ધ્યાનમાં લીન બન્યો અને પછી વિચારોનું એવું સંપ્રેષણ કર્યું કે જેનાથી રાજાનું હૃદય બદલાઈ જાય. ત્યાર પછી ક્રમશઃ પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશામાં અવસ્થિત થઈને ધ્યાન ધર્યું. શક્તિ એકત્ર કરી, ભાવના દ્વારા ભાવિત વિચારોને સંપ્રેષિત કર્યાં. તે વિચારોએ રાજાના હૃદયનો સ્પર્શ કર્યો. રાજાનું ચરિત્ર બદલાઈ ગયું. તે કરૂણાશીલ અને સંવેદનશીલ બની ગયો, પ્રજા માટે હિતકારી અને સુખકારી બની ગયો. આ કથન અત્યંત મહત્ત્વપૂર્ણ છે – જે વ્યક્તિ બીજાઓના હૃદયને બદલી શકે, તેનામાં મૈત્રીનો પ્રવાહ પ્રવાહિત કરી શકે, એ જ ત્રણે લોકનો સ્વામી બની શકે છે. એનું તાત્પર્ય છે – મૈત્રીનો પ્રયોગ કરનાર ત્રણેય લોકનો સ્વામી બની શકે છે. શત્રુતાનો ભાવ રાખનાર ક્યારેય ત્રણે લોકનો સ્વામી બની શકતો નથી. આચાર્ય માનતુંગે ત્રણ છત્રનું કારણ બતાવતાં કહ્યું કે આપ ત્રણ જગતના ઈશ્વર છો તેથી પ્રતીક રૂપે ત્રણ છત્ર બન્યાં. અથવા ચાર અથવા પાંચ પણ બની જાત. ત્રણેય જગતના સ્વામિત્વને બતાવવા માટે જ ‘છત્રત્રયં’ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. આ રીતે છત્રાતિશયની મીમાંસા કરતાં માનતુંગસૂરિએ ભક્તામરનું એકત્રીસમું પદ રચી દીધું - છત્રત્રયં તવ વિભાતિ શશાંકકાન્ત - મુઐસ્થિત સ્થગિતભાનુકરપ્રતાપમ્ । મુક્તાફલપ્રકરજાલવિવૃદ્ઘશોભમ્, પ્રખ્યાપયત ત્રિજગતઃ પરમેશ્વરત્વમ્ II તીર્થંકરનો એક અતિશય એ છે કે તેઓ જ્યારે ચાલે છે ત્યારે તેમના પગ નીચે કમળ રચાઈ જાય છે. એમ માનવામાં આવે છે કે દેવતાઓ તીર્થંકરના પગ નીચે કમળ રચી દે છે. માનતુંગ એ જ અતિશયનો ઉલ્લેખ કરતાં કહે છે કે જ્યારે આપ ચાલો છો ત્યારે નવ સુવર્ણ કમળ ઉન્નિદ્ર વિકસ્વર બની જાય છે. જ્યારે વ્યક્તિ સૂઈ જાય ત્યારે તેની આંખોની પાંપણ સંકોચાઈ જાય છે. જ્યારે વ્યક્તિ જાગે છે, તેની આંખોની પાંપણો ઉન્નિદ્ર વિશ્ર્વર બની જાય છે. નિદ્રા અને જાગરણનું લક્ષણ એ જ છે. જ્યારે આંખોની પાંપણો સંકોચાઈ જાય છે ત્યારે વ્યક્તિને નિદ્રા ઘેરી લે છે. જ્યારે આંખોની પાંપણો ખૂલી જાય છે ત્યારે ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ – ૧૨૩ Page #126 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિ જાગી જાય છે. જાગરણનું લક્ષણ છે ઉન્નિદ્ર થવું, વિકસ્વર થવું. નવના બે અર્થ થાય છે – નવું અને નવ. પ્રસ્તુત સંદર્ભમાં બંને અર્થ ઘટિત થાય છે. નવ પંકજ – નવ સ્વર્ણ કમળ છે. નવ પંકજનો ઉલ્લેખ અનેક જગાએ મળે છે. તે કમળ ન તો કરમાય છે, ન ચીમળાય છે પરંતુ હંમેશાં વિકસ્વર બની રહે છે. - ઋષભના પગનું વર્ણન કરતાં સ્તુતિકારે કહ્યું, કે આપના પગ સ્વર્ણ કમળના વિકસ્વર પુંજ જેવા છે. જો સ્વર્ણ કમળ એક હોય તો પુંજ જેવું ન બને. સ્વર્ણકમળ નવ હોય તો વિકસ્વર કાંતિનો પુંજ બને. એક તરફ તે વિકસ્વર કાંતિપુંજ થકી ચમકતી પીળી આભા પ્રસ્ફટિત થઈ રહી છે. બીજી તરફ તેમના નખમાંથી નીકળેલાં કિરણોની શિખા બની રહી છે. આ કારણે તેમના પગ ખૂબ સુંદર લાગી રહ્યા છે. સ્તુતિકાર કહે છે કે કાંતિયુક્ત સ્વર્ણિમ્ પીળી આભાવાળા ચરણ અને તેના નખમાંથી ફૂટતાં કિરણો એવાં લાગે છે કે જાણે દર્પણ આવી રહ્યું હોય. કોઈને પોતાનું મોં જોવું હોય તો તે એ દર્પણમાં જોઈ શકે છે. પ્રકાશશીલ પારદર્શી કિરણોમાંથી પ્રત્યેક બિંબ પ્રતિબિંબિત થઈ રહ્યું છે. આ રીતે આપના ચરણ જ્યાં પડે છે ત્યાં દેવતાઓ કમળનું નિર્માણ કરી દે છે – | ઉન્નિદ્રોમનવપંકજપુજકાન્તી, પર્યુક્લસનખમયૂખશિખાભિરામો // પાદૌ પદાનિ તવ યત્ર જિનેન્દ્રધાઃ ! પદ્માનિ તત્ર વિબુધા: પરિકલ્પયંતિ . એ કેવો વિચિત્ર અતિશય છે કે જ્યાં પણ આપ ચાલો છો, કમળ ઉપર ચાલો છો, જમીનને આપના પગ સ્પર્શતા નથી. આ અતિશયને સમજવામાં પણ મુશ્કેલી પડે છે કે જ્યાં જ્યાં ચરણ પડે છે ત્યાં ત્યાં કમળ નિર્મિત થઈ જાય છે. શું દેવતાઓ નિરંતર સેવામાં રહે છે ? એમ માનવામાં આવે છે કે કોટિ કોટિ દેવતાઓ નિરંતર તીર્થકરની સેવામાં રહે છે. એક જૈન પુરાણમાં ઉલ્લેખ છે કે વાસુદેવની પૂજામાં આઠ હજા૨ દેવ, ચક્રવર્તીની સેવામાં સોળ હજાર દેવ અને તીર્થકરની સેવામાં કોટિ દેવ રહે છે. આટલા બધા દેવ રહે છે છતાં દેખાતા કમ નથી? અમે ક્યારેક કોઈ શ્રાવકના ઘેર જઈએ છીએ. ત્યાં દેવસ્થાનમાં મંગલપાઠ સંભળાવીએ છીએ. ઘણી વખત દેવતા કોઈ વ્યક્તિના માધ્યમ દ્વારા બોલે છે – અમે તો સદા આપની સેવામાં જ રહીએ છીએ. સંભવ છે કે એ જ રીતે દેવો તીર્થકરની સેવામાં રહેતા હોય અને તેમનાં ચરણોની નીચે સુવર્ણ કમળનું નિર્માણ કરી દેતા હોય. હરિકેશબલનો પ્રસંગ ખૂબ જાણીતો છે. જ્યારે તેઓ યજ્ઞપાટમાં ગયા, ત્યારે યક્ષ તેમની સેવામાં હતો. તે વખતે એક ઘટના બની. હરિકેશબલના શરીરમાં પ્રવિષ્ઠ થઈને બ્રાહ્મણકુમારો દ્વારા સંવાદ કોણે કર્યો? ૧૨૪ ભકતામર અંતસ્તલનો સ્પર્શ મારા પર સારા" લઇ , કારણ કે Page #127 -------------------------------------------------------------------------- ________________ તેમને મૂર્ણિત કોણે કર્યા? શું હરિકેશબલે કર્યા? એ તો મુનિની સેવામાં રહેતા યક્ષની કરામત હતી. જે સિદ્ધયોગી હોય છે, જેમની સાધના પ્રબળ હોય છે તેમના પરિપાર્શ્વમાં કેટલાક વિશિષ્ટ ચમત્કારો પણ થાય છે. તે યોગી ચમત્કાર નથી બતાવતા, છતાં ચમત્કાર થતા હોય છે. યોગનો મહિમા પારિણામિક ભાવ દ્વારા થાય છે. જો આપણે એમ ન માનીએ કે અતિશય દેવકૃત હોય છે તો એમ પણ માની શકાય કે તે સ્વતઃ પરિણમન થકી થાય છે. ઓગણીસમી-વીસમી શતાબ્દીની ઘટના છે. સ્વામી વિશુદ્ધાનંદજી અને તેમના શિષ્ય ગોપીનાથને સૂર્યની વિદ્યા સિદ્ધ હતી. એક વિદેશી રાજા આવ્યો. કવિરાજ સામે એક કિલો વજનનો પથ્થર મૂકી દીધો. કવિરાજે પૂછ્યું, શું ઇચ્છો છો ? વિદેશીએ કહ્યું, ગુલાબનું ફૂલ. તેમણે બેચાર મિનિટ આંગળીઓને વિશિષ્ટ પ્રકારથી મેળવી, કંઈકમંત્રઉચ્ચાર્યો. પથ્થર ગુલાબનું ફૂલ બની ગયો. વિદેશી એ જોઈને વિસ્મયમુગ્ધથઈ ઊઠ્યો. કવિરાજપૂછ્યું, હવે શું ઈચ્છો છો ?વિદેશીબોલ્યો, ચમેલીનું ફૂલ. બે-ચાર મિનિટ પસાર થઈ અને ચમેલીનું ફલ બની ગયું. સ્તબ્ધ વિદેશીએ કહ્યું, હવે રૂ જોઈએ છે. જોતજોતામાં તે ફૂલ રૂમાં બદલાઈ ગયું ! આ સઘળો પરિણમનનો ચમત્કાર છે. જ્યારે આ વિદ્યા આવડી જાય છે - કયા પ્રકારના પરમાણુઓનું સંયોજન કરવાથી કઈ વસ્તુ બની જાય છે – ત્યારે તે વસ્તુનું નિર્માણ કરવાનું મુશ્કેલ નથી રહેતું. અતિશય દેવકૃત હોઈ શકે છે. અથવા એમ પણ હોઈ શકે કે એક સિદ્ધયોગીની સિદ્ધિને વર્ધાપિત કરવા માટે આ પ્રકારનું પરિણમન થઈ જાય છે. જ્યાં જ્યાં સિદ્ધયોગી સર્વજ્ઞનાં ચરણ પડે છે ત્યાં ત્યાં પૃથ્વીના તમામ પદાર્થો ખીલી ઊઠે છે, વિકસ્વર બની રહે છે. યોગજ સિદ્ધિ દ્વારા પ્રાપ્ત થતી અનેક પ્રકારની વિભૂતિઓનો ઉલ્લેખ મહર્ષિ પંતજલીએ કર્યો છે. પાતંજલ યોગ દર્શનના વિભૂતિપાદમાં એ વિભૂતિઓનું વિશદ્ વર્ણન છે. જેમ જેમ વિભૂતિની પસંદગી થાય છે, તેમ તેમ પરમાણુ તે રૂપમાં પરિણત થઈ જાય છે. એક ભક્ત ભોજનનું આયોજન કર્યું. એકસો માણસો નિમંત્રિત હતા. ભોજનમાં પધાર્યા એક હજાર માણસો. તે ગભરાઈ ગયો, હવે શું થશે ? તે ભક્તના ઘેર એક સંન્યાસી પધાર્યા હતા. ભક્ત સંન્યાસીનાં ચરણોમાં પડીને રડવા લાગ્યો. સંન્યાસી બોલ્યા, “શી વાત છે ? ગઈકાલે તો તું ખુશ દેખાતો હતો. આજે અચાનક ઉદાસ અને ગમગીન કેમ બની ગયો ?' ભક્ત રડતાં રડતાં પોતાની વ્યથા-કથા સંભળાવી, “મહારાજ ! મેં હલવો સો માણસો માટે બનાવ્યો છે અને પધાર્યા છે હજાર માણસો. હું તે બધાનું સ્વાગત શી રીતે કરી શકીશ? સંન્યાસીનું દિલ પીગળી ઊયું. સંન્યાસીએ કહ્યું, “તું શા માટે આટલી બધી RSS ફી , . .Hક કારણ પણ બes #ા ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ . ૧૫ Page #128 -------------------------------------------------------------------------- ________________ ચિંતા કરે છે ? ચાલ, હું આવું છું.” સંન્યાસી પોતે હલવાના વાસણ પાસે બેસી ગયા અને બોલ્યા, “તું હલવો કાઢતો જા. ભલે હજાર માણસો હોય કે પાંચ હજાર, હલવો ખતમ નહિ થાય.” એવું જ થયું. તમામ માણસોએ ભોજન કરી લીધું છતાં હલવો ખતમ ન થયો! આ લબ્ધિનું નામ છે – અક્ષીણમહાનલબ્ધિ. ગૌતમ સ્વામીને આ લબ્ધિ પ્રાપ્ત હતી. ગૌતમ સ્વામીનો જે મંત્ર છે, તેમાં આ લબ્ધિ-સંપન્નતાનો સ્પષ્ટ ઉલ્લેખ છે : ૐ ણમો ભગવઓ ગોયમસ્ત સિદ્ધસ્મ બુદ્ધસ્ય અખ્ખીણમાનસમ્સ લદ્ધિસંપન્નસ્ય ભગવનભાસ્કર, મમ મનોવાંછિત કુરુ કુરુ સ્વાહા આ લબ્ધિનું પરિણામ એ છે કે પાત્રમાં પડેલું થોડુંક જ ભોજન પણ સૌ કોઈ માટે પર્યાપ્ત બની જાય છે. એક સાધુ ભિક્ષા લેવા માટે ગયા. બે રોટલી લઈને આવ્યા, થોડુંક દૂધ લઈ આવ્યા. ગૌતમ સ્વામી આહાર માટે પધાર્યા. ચાર સાધુઓ બેસી ગયા. પેલી બે રોટલીઓ અને દૂધ સૌ માટે પર્યાપ્ત બની ગયું. ચાર સાધુ હોય કે ચાર હજાર, તે સૌ માટે એટલો આહાર પર્યાપ્ત થઈ જાત. બીજું કશું જ લાવવાની જરૂર ન પડત. એ વિચારવાની પણ અપેક્ષા નથી રહેતી કે આપણે આટલા બધા છીએ, તો આટલા ઓછા ભોજનથી શી રીતે ચાલશે ? આ લબ્ધિની એ પારિણામિક શક્તિ છે, જેનાથી પુગલોનું પરિણમન થઈ જાય છે. આસન છત્ર – આ તમામ પરિણમન પણ સિદ્ધયોગીની સન્નિધિમાં સહજ બની જાય છે. ભગવાન જ્યાં બેસે છે ત્યાં પથ્થરની શીલા પણ સિંહાસન બની જાય છે. ત્યાના પરમાણુ છત્રનો આકાર ધારણ કરી લે છે. “આરામશોભા' જૈન સાહિત્યની ખૂબ જાણીતી કથા છે. કહેવામાં આવે છે કે તે જ્યાં જ્યાં જતી ત્યાં ત્યાં મનોરમ બગીચો તેની સાથે સાથે જતો. જ્યાં આરામશોભા જતી ત્યાં ઉદ્યાન પહોંચી જતો. આ પરિણમન પુદ્ગલોનું છે. પુદ્ગલ એટલા પરિણત થાય છે કે જેની કલ્પના જ કરી શકાતી નથી. જ્યારે ભીતરની શક્તિ જાગે છે, સંકલ્પની શક્તિ પ્રસ્ફટિત થાય છે ત્યારે બધું જ ઘટિત થાય છે. જેવો સંકલ્પ જાગે છે, તેવું પરિણમન થવા લાગે છે. તેથી એ આશ્ચર્યની વાત નથી કે જ્યારે ભગવાન ઋષભ ચાલતા ત્યારે તેમના પગ નીચે તમામ પરમાણુ સ્વર્ણ કમળના રૂપમાં પરિણત થઈ જતા. એ જાણીતી વાત છે કે જ્યારે તેરાપથના તૃતીય આચાર્ય ઋષિરાય વિહાર કરતા ત્યારે તું તેમને અનુકૂળ બની જતી. તેઓ ભંયકર ગરમીમાં પણ વિહાર કરતા ત્યારે આકાશમાં છત જેવું રચાઈ જતું, પરસેવો થતો નહિ. એવાં વાદળો છવાઈ જતાં કે જાણે ગરમી હતી જ નહિ ! મધ્યાહૂનનો સૂરજ વાદળોની પાછળ છુપાઈ જતો અને તેમનો વિહાર અત્યંત સુખદ બની રહતો. આવો અનુભવ મેં પણ અનેક વખત કર્યો છે. મધ્યાહુનનો વિહાર. લોકો કહેતા કે તડકો ખૂબ છે ગરમી ખૂબ છે. આપનો વિહાર શી રીતે ૧૨૬ ભક્તામર અંતસ્તલનો સ્પર્શ શકાય કહે Page #129 -------------------------------------------------------------------------- ________________ થશે? ગુરુદેવ કહેતા, “જે થશે તે જોયું જશે. વિહાર તો કરવો જ પડશે.” અમે સૌ યથા સમયે વિહાર કરતા. પાંચ સાત મિનિટ પણ વીતી ન હોય ત્યાં તો આકાશ વાદળોથી ઘેરાઈ જતું. તડકો દૂર થઈ જતો. આવું પરિણમન થાય છે. જો નિમિત્ત મળી જાય તો પુદ્ગલ પોતે પોતાનું પરિણમન બદલી લે છે. હકીકતમાં આ તથ્ય ખૂબ રહસ્યપૂર્ણ છે. જે આ રહસ્યને જાણે છે તેના માટે કોઈ ખાસ આશ્ચર્યની વાત નથી, અપેક્ષા એ વાતની છે કે આપણે રહસ્યને જાણીએ. રહસ્યને એ જ જાણી શકે છે કે જે સ્વાધ્યાય કરે છે, ધ્યાન કરે છે. એક રાજાને સ્વાધ્યાય કરવાનો ભારે શોખ હતો. તેનામાં એ રુચિ પ્રૌઢ અવસ્થામાં જાગી. એક દિવસ મંત્રી આવ્યા. તેમણે જોયું કે રાજેશ્વર આજકાલ ખૂબ સ્વાધ્યાય કરી રહ્યા છે. મંત્રીએ પૂછ્યું, “મહારાજ ! આપે ઘણું મોડું ક્યું હવે તો આપ દીવો જ બની શકશો.” રાજાએ પૂછ્યું, “શી રીતે ?” મંત્રીએ કહ્યું, “જે વ્યક્તિ યુવાવસ્થામાં સ્વાધ્યાય શરૂ કરે છે તે ઘડપણમાં સૂરજ બની જાય છે. જે વ્યક્તિ પ્રૌઢાવસ્થામાં સ્વાધ્યાય શરૂ કરે છે તે દીવો જ બને છે, સૂરજ બની શકતી નથી. મહારાજ ! આપ ભલે સૂરજ ન બનો, દીવો જ બનો, પરંતુ પ્રકાશ તો આપને અવશ્ય મળશે જ.” જો આપણે સ્વાધ્યાય કરીએ, બહુશ્રુત બનવાની સાધના કરીએ, ધ્યાનનો અભ્યાસ કરીએ તો જ્ઞાનનો દિવ્ય આલોક ઉપલબ્ધ થઈ જશે. પછી કોઈ રહસ્ય નહિ રહે, કોઈ આશ્ચર્ય નહિ રહે. જેને આશ્ચર્ય કહેવામાં આવે છે, લબ્ધિ, ઋદ્ધિ અથવા યોગજ વિભૂતિ કહેવામાં આવે છે, તેમનું રહસ્ય સમજાઈ જશે. સ્તુતિકારે આ શ્લોકોમાં અતિશયનું વર્ણન અત્યંત ગરિમાપૂર્ણ રીતે કર્યું છે. તેનો અભ્યાસ કરીને આધ્યાત્મિક વિભૂતિ અને પરમેશ્વરી શક્તિ પ્રત્યે શીશ શ્રદ્ધાપૂર્વક આપોઆપ પ્રણત થઈ જાય છે. માદક છ છે. ભક્તામર અંતસ્તલનો સ્પર્શ : ૧૨૦ Page #130 -------------------------------------------------------------------------- ________________ - - - • : * . '. ૧૭. અતિશય : આંતરિક પરિવેશ આચાર્ય માનતુંગ આદિનાથ ષભની સ્તુતિમાં એક ઘટના પછી બીજી ઘટનાનો ઉલ્લેખ કરતાં કરતાં તેમનું સિંહાવલોકન પણ કરી રહ્યા છે. આ કાવ્યમાં સિંહાવલોકન કરતાં કરતાં માનતંગે કહ્યું – જે સમવસરણમાં બિરાજીને આપ ધર્મોપદેશ કરી રહ્યા છો, તે સમવસરણમાં મેં આપની જે વિભૂતિ નિહાળી, તે વિભૂતિ અન્યત્ર જોવા મળી નથી. અશોકવૃક્ષ, દિવ્યછત્ર, દિવ્યધ્વનિ – આ વિભૂતિ “પરમાં ક્યાંય જોવા મળી નથી. પ્રસ્તુત સંદર્ભમાં “પર”નો અર્થ ખૂબ ગંભીર છે. “પર”નો અર્થ છે અવીતરાગ. અવીતરાગમાં આવી વિભૂતિ નથી હોતી. સાધકની બે શ્રેણીઓ બની જાય છે – વીતરાગ કક્ષાનો સાધક અને અવીતરાગ કક્ષાનો સાધક. જે વિભૂતિ વીતરાગમાં પ્રગટ થાય છે તે અવીતરાગમાં પ્રગટ થતી નથી. મહર્ષિ પતંજલિએ કૈવલ્યપાદમાં સિદ્ધિનું વર્ણન કર્યું છે. કૈવલ્યપાદનું પ્રથમ સૂત્ર છે - “જન્મૌષધિયંત્રતપ: સમાધિજા: સિદ્ધયઃ” સિદ્ધનાં પાંચ કારણો છે : જન્મ, ઔષધિ, મંત્ર, તપ અને સમાધિ. કેટલીક વ્યક્તિઓને જન્મ સાથે જ સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે. ઔષધ અને મંત્ર દ્વારા પણ કેટલીક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. તપ અને સમાધિ વિશિષ્ટ સિદ્ધિઓનાં કારણ બને છે. તેનાથી વીતરાગતા આવે છે અને સહજભાવે વિભૂતિ પ્રગટ થઈ જાય છે. જ્યારે આવરણ, વિકાર અને અવરોધ એ ત્રણેય સમાપ્ત થાય છે ત્યારે વીતરાગતા પ્રગટ થાય છે. જ્યારે જ્ઞાનાવરણ અને દર્શનાવરણનો ક્ષય થઈ જાય છે, મોહકર્મ અને અંતરાય કર્મનો ક્ષય થઈ જાય છે ત્યારે ન આવરણ રહે છે, ન વિકાર રહે છે અને ન તો અવરોધ રહે છે. સહજ સિદ્ધિ અને વિભૂતિ આ અવસ્થામાં અભિવ્યક્ત થાય છે. વીતરાગના પરિપાર્શ્વનું વાતાવરણ અલગ પ્રકારનું બની જાય છે. પરિપાર્શ્વના પરમાણુ પોતાનું પરિણમન બદલી નાખે છે. તેથી કહેવામાં આવ્યું કે વીતરાગ પાસે જશો ૧૨૮ ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ મળી શકી નદી પર આ કારણ , Page #131 -------------------------------------------------------------------------- ________________ તો વેર-વિરોધ સમાપ્ત થઈ જશે. આ સંદર્ભમાં આ વચન કેવું સંગત છે – અહિંસાપ્રતિષ્ઠાયાં તત્સન્નિધૌ વૈરત્યાગઃ - જેને અહિંસા સિદ્ધ થઈ જાય છે તેની સન્નિધિમાં વેરનો ત્યાગ થઈ જાય છે. અહિંસાની માત્ર સાધના જ નહિ, સિદ્ધિ થવી જોઈએ. જ્યાં સિદ્ધિ થાય છે ત્યાં પરમાણુઓમાં એક પરિવર્તન પેદા થાય છે. ચેતન અને અચેતન બંનેમાં પરિવર્તન આવે છે. માત્ર ચેતનમાં જ નહિ અચેતનમાં પણ પરિણમન બદલાઈ જાય છે. પરમાણુ પોતે જ કોઈ નવો આકાર ધારણ કરી લે છે. એ વીતરાગનું, આવરણ-ક્ષયનું પરિણામ છે. માનતુંગે એ સચ્ચાઈને સ્વર આપતાં કાવ્યની રચના કરી - ‘પ્રભુ ! આપની જે વિભૂતિ પ્રગટ થઈ છે તે વીતરાગતાને કારણે થઈ છે, કર્મક્ષયને કારણે થઈ છે. તેથી આપની જે ધર્મોપદેશનની વિધિ છે, તે વિભૂતિ સંપન્ન છે.’ માનતુંગ ઉદાહરણ દ્વારા પોતાની વાત સ્પષ્ટ રૂપે સમજાવે છે અને કહે છે કે અંધકારનો નાશ કરનારા સૂર્યની જેવી પ્રભા હોય છે, તેવી જ પ્રભા ચમકતા તારાઓની, નક્ષત્રો વગેરેની હોઈ શકે ખરી ? ઇત્યં યથા તવ ! વિભૂતિરભૂજ઼િનેન્દ્ર ! ધર્મોપદેશનવિધૌ ન તથા પરસ્ય I યાદક્ પ્રભા દિનકૃતઃ પ્રહતાન્ધકારા, તાદર્ કુતો ગ્રહગળસ્ય વિકાશિનોઽપિ ।। પ્રસ્તુત કાવ્યમાં સ્તુતિકારે બાહ્યપરિવેશના આધારે આદિનાથને જોવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ તેનો આંતરિક પરિવેશ પણ છે. વ્યાખ્યાના બે કોણ હોય છે - વ્યવહારનય અને નિશ્ચયનય. સ્થૂળ પર્યાયથી જોઈએ અને વ્યવહારનયથી વ્યાખ્યા કરીએ તો સિંહાસન, અશોકવૃક્ષ, ચામર, છત્ર વગેરેનાં લક્ષણો પ્રત્યક્ષ થાય છે. નિશ્ચય દૃષ્ટિએ વ્યાખ્યા કરીએ, આધ્યાત્મિક પરિપ્રેક્ષમાં જોઈએ તો કહી શકાય કે જેને આસન સિદ્ધ થઈ ગયું તે સિદ્ધયોગી છે. તે જ્યાં બેસે છે ત્યાં જ સિંહાસન બની જાય છે. તેની આભા સિંહાસન જેવી બની જાય છે. એક જૈન આચાર્યે લખ્યું કે, ‘જે આસનસિદ્ધિને નથી જાણતો તે જૈન તત્ત્વને પણ નથી જાાતો.’ આસનસિદ્ધિ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. આસન કરવું તે એક વાત છે અને આસનસિદ્ધ બનવું તે બીજી વાત છે. પ્રસ્તુત સંદર્ભમાં સિંહાસનની આધ્યાત્મિક ભાષા છે – જેનું આસન સિદ્ધ થઈ ગયું તેનું નામ છે – સિંહાસન. એક સંદર્ભ છે – અશોકવૃક્ષનો. જ્યાં મોહ ક્ષીણ થઈ જાય ત્યાં શોક શી રીતે રહે ? શોક મોહનો જ એક પર્યાય છે. જ્યાં મોહનો વિલય થાય ત્યાં અશોક સ્વતઃ ફલિત થઈ જાય છે, જ્યાં મોહ નથી હોતો ત્યાં શોક પણ નથી હોતો. અધ્યાત્મના સંદર્ભમાં અશોકવૃક્ષનું પ્રસ્ફુટન મોહવિલયની ક્ષણે જ થઈ શકે છે. ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ – ૧૨૯ Page #132 -------------------------------------------------------------------------- ________________ એક સંદર્ભ છે – શ્વેત ચામરનો. જ્યાં શુક્લલેશ્યા હોય ત્યાં શ્વેત ચામર કેમ ન આવે ? એમ કહી શકાય કે સ્તુતિકાર શુક્લલશ્યાનું જ પ્રતિબિંબ શુક્લચામર સ્વરૂપે રજૂ કરી કર્યું છે. જ્યાં શુક્લલેશ્યા હોય, વિશુદ્ધ ભાવધારા હોય, વૅતિમા જ ચૅતિમાં હોય, કલુષીતતાનો કોઈ અંશ ન રહ્યો હોય ત્યાં શ્વેત ચામર સહજ પ્રતિષ્ઠિત છે. એક સંદર્ભ છે – છત્રનો. જે આત્મામાં સર્વાત્મના સંવર જાગૃત થઈ ગયો હોય ત્યાં છત્ર કેમ ન રચાય ? તેને માટે માત્ર ત્રણ છત્ર નહિ, સમગ્ર વિશ્વ છત્ર બની જશે. આજે આંતરિક અહંતાઓ છે, તેમને સ્થૂળ દૃષ્ટિએ, વ્યવહારનયની દૃષ્ટિએ પ્રતિકાત્મક રૂપે કહેવામાં આવી છે. આપણે નિશ્ચયમાં જઈએ, આધ્યાત્મિક દૃષ્ટિએ વિચાર કરીએ તો કહી શકાય કે આસનસિદ્ધિ, શુક્લલેશ્યા, અમોહ અવસ્થા અને સંવર – આ બધી અધ્યાત્મ યોગીની વિશેષતાઓ છે. અશોકવૃક્ષ, છત્ર, ચામર, સિંહાસન વગેરે વિભૂતિઓ તેમના પ્રતીક રૂપે છે. આ સિદ્ધિઓ, વિભૂતિઓ સામે આવે છે, આંતરિક અહંતાઓ સામે આવતી નથી. સ્તુતિકારે સ્થૂળદૃષ્ટિવાળા લોકોને સમજાવવા માટે સ્થૂળબિંબો અને પ્રતિમાનો દ્વારા પોતાની વાત કહી દીધી, પરંતુ આપણે માત્ર અશોકવૃક્ષ, ચામર, છત્ર અને સિંહાસનની સીમામાં ન રહેવું જોઈએ. તેની પૃષ્ઠ ભૂમિમાં જે આધ્યાત્મિક તત્ત્વ છે ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન કરવો જોઈએ. ત્યાં પહોંચીને જ સ્તુતિકારની ભાવના અને તાત્પર્યને આપણે હૃદયંગમ કરી શકીશું. અતિશયની આ ચર્ચાને અટકાવીને માનતુંગે સ્તુતિને નવો વળાંક આપ્યો. અભય” કાવ્યનો વિષય બની ગયો. માનતુંગે કહ્યું – “પ્રભુ ! આપની સ્તુતિ કરનાર, વીતરાગ સાથે સમાપત્તિ કરનાર વ્યક્તિ ભયમુક્ત બની જાય છે.” ભય અનેક પ્રકારના હોય છે. વ્યક્તિ કોઈ વિષય ઉપર લખે છે તો પારિવારિક તથ્યને પણ ધ્યાનમાં રાખે છે. તે તથ્ય પણ લેખનનો વિષય બની જાય છે. તે યુગમાં ભયનું કારણ હતું – હાથી. આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. એમ નથી લાગતું કે હાથી ભયનું કોઈ કારણ હોય. જે લોકો વિંદ્યાચળમાં રહે છે, આસામ, કર્ણાટક વગેરે પ્રદેશોનાં ગાઢ જંગલોમાં જાય છે, ત્યાં હાથીના ભયની સ્થિતિ પેદા થઈ શકે છે. એક મુનિશ્રીએ આસામની યાત્રા કરી. આસામના એક પ્રદેશની યાત્રા વખતે લોકોએ કહ્યું, “મુનિરાજ ! આપ આ માર્ગે ન જશો. ત્યાં હાથીઓનું ગલ છે.” સાધ્વી મોહનજી (રાજગઢ)એ પણ એ જ જંગલ પદયાત્રા દ્વારા પાર કર્યું હતું. જંગલ પાર કરતી વખતે એક ભીમકાય હાથી પણ સાધ્વીની સામે આવી ગયો હતો. સાધ્વીજી ડર્યા નહિ, હાથી માર્ગ રોકીને ઊભો રહ્યો અને સાધ્વીજી પણ ઊભાં રહ્યાં. બંને એકબીજાને અપલક નિહાળી રહ્યાં. સાધ્વીજી ૧૩૦. ભકતામરઃ અંતસ્તલનો સ્પર્શ . . . Page #133 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર મહામંત્રનો જાપ કરતાં રહ્યાં. મંત્રજાપનાં પ્રકંપનો તે હાથી સુધી પહોંચ્યાં. ભીમકાય હાથીએ પોતાનો માર્ગ બદલી નાખ્યો. સાધ્વીઓ નિબંધ આગળ વધી ગઈ. વર્તમાન યુગમાં હાથી જંગલો અને અભયારણ્યોમાં રહી ગયા છે. પ્રાચીન સમયમાં હાથી નગરો માટે મોટી સમસ્યા બની ગયા હતા. રાજાઓની ગજશાળામાં અત્યંત શક્તિશાળી હાથી રહેતા હતા. એવું વર્ણન અનેક સ્થળે જોવા મળે છે કે રાજહાથી મદોન્મત બની ગયો. તેણે સઘળાં બંધનો તોડીને નગરમાં તબાહી મચાવી દીધી. સમગ્ર નગરમાં હાહાકાર મચી ગયો. જે કોઈ સામે આવ્યું તેને તેણે કચડી નાખ્યું. ભયાતુર લોકો ઘરના દરવાજા બંધ કરીને છત ઉપર ચડી ગયા. તે મદોન્મત હાથીને શાંત કરવાનું, તેને વશમાં કરવાનું ખૂબ મુશ્કેલ બનતું. આ સમસ્યાથી વિશેષ ચિંતા સુરક્ષાની હતી તેથી રાજા અન્ય મોટામોટા સામત્ત હાથી રાખતા હતા. હાથી વગર સમુચિત સુરક્ષા થઈ શકતી નહિ. તે વખતે જે કિલ્લાઓ હતા, દુર્ગ હતા, નગરની ચારે તરફ કોટ હતા તેમના દરવાજા વિશાળ અને લોખંડના હતા. તે દરવાજાઓ તોડવાનું કામ હાથીઓ સિવાય અન્ય કોઈના વશમાં નહોતું. તે મદોન્મત હાથી ધક્કા મારી મારીને એ દરવાજાઓ તોડી નાખતા હતા. શત્રુઓને છિન્નભિન્ન કરી દેતા હતા. તે યુગમાં ચાર પ્રકારની સેનાઓ હતી – ગજસેના, અશ્વસેના, રથસેના અને પાયસેના. તેમાં ગજસેના સૌથી શક્તિશાળી માનવામાં આવતી. આજના યુગમાં જેવી રીતે ટેન્ક અથવા મિસાઈલ શત્રુસેના સામે ખડાં કરવામાં આવે છે તે રીતે એ વખતે હાથીઓની સેના માર્ગને રોકી દેતી હતી. આજે જે મહત્ત્વ ટેન્કનું છે, મિસાઈલનું છે તે મહત્ત્વ એ વખતે હાથીનું હતું. આજના યુગની ટેન્કમિસાઈલ અચેતન છે, તે યુગમાં હાથી સચેતન ટેન્ક ગણાતી. હાથીનું આટલું બધું મહત્ત્વ અને મૂલ્ય હતું – સુરક્ષાની દૃષ્ટિએ. સામાન્ય માણસ તેની આ વિશેષતાનું મૂલ્યાંકન કરી શકતો નથી. એક ગામમાં એક હાથી આવ્યો. ગામના લોકોએ ક્યારેય હાથી જોયો નહોતો. એક વિશાળ ભીમકાય પશુને જોવા માટે આખું ગામ ઊમટી પડ્યું. કેટલાક ધનાઢ્ય ખેડૂતો મહાવત પાસે ગયા અને પૂછ્યું, “શું આ પશુ છે ?” મહાવતે કહ્યું, “તે હાથી છે.” “શું તે વેચવો છે? હા, વેચી શકું છું.” કેટલી કિંમત લેશો ? પાંચ હજાર રૂપિયા.” [ Si Eી કારકી મા જ કેરમ , પાન , ભકતામર : અંતસ્તલનો સ્પર્શ ૧૩૧ Page #134 -------------------------------------------------------------------------- ________________ કિંમત સાંભળતાં જ તે લોકો થોડીક વાર ચૂપ થઈ ગયા. તે વખતે પાંચ હજાર રૂપિયા આજના પચાસ હજાર કરતાં પણ વધારે ગણાતા. લોકોએ પૂછુયું, આટલું બધું મૂલ્યવાન પશુ શા કામમાં આવે છે ? સવારી કરવા માટે.' શું તે ઊન આપે છે ?” ના, તે ઊન તો નથી આપતું.” “તો શું તે દૂધ આપે છે ?' ના, તે દૂધ પણ નથી આપતું.” તો પછી આવું પશુ શા કામનું કે જે ન ઊન આપતું હોય કે ન દૂધ આપતું હોય. એના કરતાં તો ઘેટું સારું. જે દૂધ અને ઊન બંને આપે છે. અમે આ પશુના પાંચ હજાર તો શું, પાંચ કોડી પણ નહિ આપીએ.” મૂલ્યાંકનનો પોતપોતાનો દૃષ્ટિકોણ હોય છે. જ્યાં ઊન અને દૂધનો પ્રશ્ન હોય ત્યાં હાથીનું કોઈ મૂલ્ય નથી. જ્યાં સુરક્ષાનો પ્રશ્ન હોય ત્યાં હાથીનું સર્વાધિક મૂલ્ય છે. સમસ્યા એ છે કે જે હાથી સુરક્ષાનું આશ્વાસન બને છે, તે જ હાથી વિનાશનું કારણ પણ બની જાય છે. પ્રાચીન યુગમાં હાથી જ્યારે બેકાબૂ બનીને તબાહી મચાવતા હતા ત્યારે તેમના માટે વૃક્ષો અને માણસોને ધરાશાયી કરવાનું તણખલા જેવું થતું હતું. નગરમાં જ્યારે જ્યારે આવી ભયાનક સ્થિતિ પેદા થતી ત્યારે ત્યારે લોકો એમ વિચારતા કે આપણે કોઈ એવા મંત્રનો જાપ કરીએ કે જેથી હાથીનો ભય ન રહે. ભક્તામરના આ ચોત્રીસમા શ્લોકનું નામ જ “ગજભય-નિવારણ સ્તવન' છે. મંત્રવિદ્ આચાર્યોએ ભક્તામરના શ્લોકોની સાથે મંત્રો લખ્યા, પરંતુ આ શ્લોકની સાથે કોઈ મંત્ર નથી લખ્યો. તેમણે કહ્યું કે આ શ્લોક પોતે જ મંત્ર છે. તેની સાથે કોઈ અન્ય મંત્રની જરૂર નથી. જ્યાં જ્યાં હાથીના ભયનો પ્રસંગ આવે ત્યાં ત્યાં આ મંત્રનું વારંવાર ઉચ્ચારણ કરવાથી ભય પોતે વિલીન થઈ જશે. ચ્યોમદાવિલવિલોલકપોલમૂલમત્તભ્રમદ્ ભમરનાદવિવૃદ્ધકોપમ્ એરાવતાભભિમુદ્ધતમાપતત્ત, દેવા ભય ભવતિનો ભવદાશ્રિતાનામ્ // સ્તુતિકારે લખ્યું – આપની સ્તવના કરનાર વ્યક્તિ હાથીના ભયથી મુક્ત બની જાય છે. કોઈ સામાન્ય હાથીના ભયથી નહિ, ઐરાવત હાથીના ભયથી મુક્ત બની જાય છે. ઈન્દ્રના હાથીનું નામ છે ઐરાવત. તે હાથી કેવો હોય છે ? આ પ્રશ્ન વ્યક્ત કરતાં માનતુંગે કહ્યું કે તે હાથી ઉદ્ધત છે, અવિનીત ૧૩૨ ભકતામરઃ અંતસ્તલનો સ્પર્શ શ . જs " જાણ થતા જ કોઈ પણ કારણ Page #135 -------------------------------------------------------------------------- ________________ છે. હાથી પણ બે પ્રકારના હોય છે. શિક્ષિત અને ઉદ્ધત. જે હાથી વિનીત અને શિક્ષિત બની ગયો, પ્રશિક્ષિત બની ગયો. તે ખૂબ કામનો બની જાય છે. તે એવાં એવાં કાર્યો કરી બતાવે છે કે લોકો વિસ્મયમુગ્ધ થઈ ઊઠે છે. દક્ષિણ યાત્રાનો એક પ્રસંગ છે. એક સંપન્ન તમિલ વ્યક્તિ ગુરુદેવ પ્રત્યે શ્રદ્ધાસિક્ત બની ગઈ. તેની પાસે અનેક હાથી હતા. ગુરુદેવ જ્યાં જ્યાં જતા, ત્યાં ત્યાં તે પોતાના હાથી લઈને પહોંચી જતો. તે સૌ પ્રથમ હાથી દ્વારા નમસ્કાર કરાવતો. હર્ષધ્વનિ કરાવતો અને પછી તેના દ્વારા અનેક કરામતો બતાવતો. આવા પ્રશિક્ષિત હાથી ખૂબ ઉપયોગી બને છે. તે માણસની આજીવિકાના સ્ત્રોત બની જાય છે. માનતુંગ કહે છે કે તે હાથી સામે આવી રહ્યો છે કે જે ઉદ્ધત છે, અનુશાસિત અને શિક્ષિત નથી. તેના ગંડસ્થળેથી જે મધ ઝરી રહ્યો છે તે મધથી આખું કપાળ ભરાઈ ગયું છે. એ ઝરતા મધથી જમીન પણ કાદવવાળી બની રહી છે. જ્યારે હાથીનું મધ ઝરે છે ત્યારે તેમાંથી એક અજબ જેવી ગંધ નીકળે છે. તે ગંધથી ભ્રમર આવવા લાગે છે. જેમ જેમ મધની ગંધ વધતી ગઈ તેમ તેમ તેનાથી આકૃષ્ટ થઈને ભ્રમરો આવતા ગયા. આચારાંગ સૂત્રનો પ્રસંગ છે – મહાવીરે દીક્ષા લીધી, ત્યારે કેટલાંક સુગંધિત દ્રવ્યોનો છંટકાવ તેમના શરીર ઉપર કરવામાં આવ્યો. અનેક દિવસો સુધી તે દ્રવ્યોની ગંધ તેમના શરીરમાંથી આવતી રહી. તે સુગંધને કારણે ભ્રમરો મહાવીરને ડંખ મારવા લાગ્યા. ભ્રમર સુગંધના શોખીન હોય છે. મધની ગંધથી આકૃષ્ટ થઈને તે હાથી પાસે આવ્યા. કપાળ ઉપર બેઠા. ગુંજારવ કર્યો અને કપાળ ઉપર ડંખ માર્યા. ભ્રમરોના ગુંજારવ અને ડંખને કારણે હાથી ઘૂંધવાઈ ઊઠ્યો. એક તો ઉદ્ધત હાથી, વધારામાં ભ્રમરનો ગુંજારવ અને આકરા ડંખ ! હાથીનો કોપ વધ્યો અને તે ઉત્તેજિત થઈ ઊઠ્યો. તમામ બંધનો તોડીને તે વિનાશકારી કૃત્ય આચરવા લાગ્યો. માનતુંગ એ સ્થિતિનું ચિત્રણ કરતાં કહે છે કે – પ્રભુ ! આવી સ્થિતિમાં જેણે આપનો આશ્રય લઈ લીધો હોય, તેને કોઈ ભય રહેતો નથી. જેણે આપનો આશ્રય લીધો, તેનું આપની સાથે તાદાભ્ય જોડાઈ ગયું. જ્યારે આપના પ્રત્યે અને આપના ગુણો પ્રત્યે તાદાસ્યભાવ જોડાઈ જાય છે ત્યારે અભય પ્રગટ થઈ જાય છે. વાસ્તવમાં આ શ્લોક હસ્તિભય નિવારણનો મહામંત્ર છે. જેવી રીતે ભયના અનેક પ્રકાર છે તેવી જ રીતે અભયની સાધનાના પણ અનેક પ્રકાર છે. અનેક પ્રકારના ભય દૂર કરવા માટે અનેક પ્રકારના મંત્રોની સાધના પણ કરવી પડે છે. હાથી વિષયક ભયના વિલયનો મહામંત્ર છે – પ્રસ્તુત શ્લોક. જે વ્યક્તિ આ મંત્રની સાધના અને આરાધના કરે છે તેની સામે ઉદ્ધત અને મદોન્મત્ત હાથી પણ વિનમ્ર બની જાય છે. $ Biણા શTER ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ ૧૩૩ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૮. અભય : પ્રકંપન અને પરિણમન. - આ જગતમાં અનેક સમસ્યાઓ છે. તેમાં સૌથી મોટી અથવા સૌથી ભયંકર સમસ્યા ભયની છે. અભય જેવું મોટું બીજું કોઈ સમાધાન નથી અને ભય જેવું મોટું કોઈ દુઃખ નથી. માણસ વાસ્તવિક દુઃખથી જેટલો હેરાન નથી થતો, તેટલો તે દુઃખના ભયને કારણે થાય છે. તે કાલ્પનિક સમસ્યાનું સર્જન કરે છે અને તેનાથી તે દુઃખી થાય છે. ભગવાન મહાવીરે અભયનો મંત્ર આપ્યો. તેમની પરંપરામાં અભયની સાધના વિશેષ જોવા મળે છે. આચાર્ય માનતુંગે તેને પૂરતું મહત્ત્વ આપ્યું. અભય-ચેતનાનો વિકાસ કેવી રીતે કરવો એ ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે. ભયની ચેતનાને શાંત કરવી છે અને અભયની ચેતનાને જગાડવી છે. હકીકતમાં ભયની ચેતના અને અભયની ચેતના બંને વચ્ચે કોઈ તફાવત નથી હોતો. ભયનાં નિમિત્તો વધુ હોય છે તેથી ભયના અનેક પ્રકાર જોવા મળે છે. સ્થાનાંગ સૂત્રમાં સાત પ્રકારના ભય ગણાવ્યા છે, પરંતુ ભયનાં નિમિત્તો સાત જ નથી હોતાં ભયનાં નિમિત્તો સાત પણ હોઈ શકે છે અને સાતસો પણ હોઈ શકે છે. ભયની ચેતના અલગ અલગ પ્રકારની છે. તે માણસ કે જે બંદૂકની ગોળી કે તલવારથી નથી ડરતો તે ક્યારેક એક ઉંદરથી ડરી જાય છે. કોઈ વ્યક્તિ ગરોળીથી ડરી જાય છે અને કોઈ અન્ય કોઈ વસ્તુ કે પદાર્થથી ડરી જાય છે. - સ્તુતિકારે આ નિમિત્તોના સંદર્ભમાં અભય ચેતનાને પુષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. તેનાથી પૂર્વવર્તી શ્લોકમાં સ્તુતિકારે એવું વર્ણન કર્યું છે કે ઐરાવત હાથી સામે આવે અને ડર લાગે તો તે વખતે આદિનાથનું સ્તોત્ર કઈ રીતે કામ કરે છે ? તે કઈ રીતે અભયદાતા બને છે ? પ્રસ્તુત શ્લોક સિંહના સંદર્ભમાં છે. ભયનું હાથી કરતાં મોટું નિમિત્ત સિંહ છે. સિંહનો પણ ખૂબ ભય લાગે છે. તે વનરાજ છે, સર્વાધિક શક્તિશાળી છે. તે યુગમાં જંગલો પણ ઘણાં ૧૩૪. ભકતામરઃ અંતસ્તલનો સ્પર્શ થી અન" છે જો અધિકાર તે Page #137 -------------------------------------------------------------------------- ________________ હતાં, સિંહ પણ મોટી સંખ્યામાં જોવા મળતા હતા. આજે તો જંગલો પણ ઘટી ગયાં છે અને સિંહ પણ ઓછા થઈ ગયા છે. જંગલોનું નિકંદન નીકળી રહ્યું છે. સિંહોનો શિકાર થઈ રહ્યો છે. જો જંગલો કાપવાનું તથા સિંહના શિકાર કરવાનું આ જ રીતે ચાલતું રહેશે તો એક દિવસ એવો આવશે કે સિંહ જગતનું દુર્લભ વન્યપ્રાણી બની રહેશે. તે યુગમાં સિંહ ખૂબ હતા અને પ્રજા ઉપર તેનો આતંક છવાયેલો રહેતો હતો. તે ભયનું એક મોટું નિમિત્ત હતું. સ્તુતિકારે આ કાવ્યમાં સિંહ-ભય-નિવારણનો મંત્ર બતાવ્યો છે. સ્તુતિકાર કહે છે – સિંહ આવી રહ્યો છે અને સામે માણસ જઈ રહ્યો છે. માણસ સિંહના પગ નજીક પહોંચી ગયો. સિંહ ખૂબ જ નજીક છે છતાં તે આક્રમણ કરતો નથી. શું આ આશ્ચર્યની વાત નથી ? કોઈ નિહથ્થો માણસ સિંહની પાસે જાય અને સિંહ તે વખતે આક્રમણ ન કરે એ કઈ રીતે બની શકે ? સ્તુતિકાર કહે છે કે એ સિંહ પણ કોઈ સામાન્ય સિંહ નથી. તે સિંહ એવો છે કે જે હજી હમણાં જ હાથીનો શિકાર કરીને આવી રહ્યો છે. તેણે હાથીને માર્યો અને તેના કુંભસ્થળને વિદીર્ણ કરી દીધો. લોહીની ધારા વહેવા લાગી. હાથીના શરીરમાંથી જે લોહી નીચે ટપકી રહ્યું હતું તે ઉજ્વળ હતું. ઉજ્વળનો એક અર્થ થાય છે – રક્તબ્ધત. માત્ર લાલ પણ નહિ અને માત્ર સફેદ પણ નહિ. જેમાં લાલિમા અને ક્ષેતિમા – બંનેની આભા હોય છે તે ઉજવળ કહેવાય છે. પ્રશ્ન ઉભવ્યો કે આ ઉજ્જવળતા ક્યાંથી આવી? જે લોહી નીકળ્યું તે લાલ છે, તે ઉજ્જવળ શી રીતે બન્યું ? સ્તુતિકારે આ પ્રશ્નનું પણ સમાધાન આપ્યું છે. હાથીના શરીરમાંથી જે લોહી નીકળી રહ્યું હતું, તેનાથી ધરતી શોણિતાક્ત બની ગઈ, લોહીથી લાલ બની ગઈ. સિંહે હાથીના કુંભસ્થળને વિદીર્ણ કર્યું. તેનાથી ગજમુક્તાઓ તૂટીને જમીન ઉપર પડવા લાગી. ગજમુક્તા ખૂબ પ્રસિદ્ધ છે. એક તરફ શરીરમાંથી લોહી વહી રહ્યું છે, બીજી તરફ કુંભસ્થળમાં જે મોતી હતાં તે નીચે પડી રહ્યાં છે. મોતી શ્વેત છે અને લોહી લાલ છે. બંનેનો સંયોગ ઉજ્વળતા પેદા કરી રહ્યો હતો. ત્યાં લાલ રંગની આભા પણ આવી રહી હતી અને શ્વેત રંગની આભા પણ આવી રહી હતી. તે ભૂમિભાગ ઉજ્જવળ આભાથી ભૂષિત થઈ રહ્યો હતો. તે સિંહનો પંજો રક્તરંજિત હતો. તે ભયંકર ક્રોધાવેશમાં હતો. એવા સંજોગોમાં માણસ ક્રમશઃ તે સિંહના પગની નજીક પહોંચી ગયો. સિંહના પગની નજીક જવા છતાં તેનું કશું જ અનિષ્ટ ન થયું. એમ લાગ્યું કે જાણે સિંહ જ બદ્ધક્રમ થઈ ગયો હોય, તેના પગમાં સાંકળ પડી ગઈ હોય અથવા તેના પગને કોઈએ બાંધી દીધા હોય. શિકાર સામે જ હોવા છતાં સિંહના પગ આગળ વધતા નથી. માણસના પગ ન અટક્યા, પરંતુ સિંહના પગ અટકી ગયા. તેનું - I Bકપ કરી શકાય છે ભક્તામર : અંતર Page #138 -------------------------------------------------------------------------- ________________ કારણ જણાવતાં સ્તુતિકાર કહે છે કે, પ્રભુ ! તે માણસે આપના ક્રમયુગચરણયુગલની મદદ લીધી હતી. તે સિંહમાં એવું સાહસ ન પ્રગટ્યું કે તે એ માણસ ઉપર આક્રમણ કરે માનતુંગે આ સમગ્ર ભાવનાને સમાહિત કરતાં પ્રસ્તુત શ્લોકની રચના કરી. ભિનેત્મકુંભગલદુર્વલશોણિતાક્ત મુક્તાફલપ્રકરભૂષિતમિભાગ: / બદ્ધકમઃ ક્રમગતં હરિણાધિપોડપિ, નાક્રામતિ ક્રમયુગાચલસંશ્રિત તે // કહી શકાય કે સ્તુતિકારે અતિશયોક્તિ કરી છે. આ અર્થવાદ છે કે યથાર્થવાદ, આપણે તેની સમીક્ષા કરીએ. બે પ્રકારની પ્રણાલીઓ હોય છે – એક અર્થવાદની અને બીજી યથાર્થવાદની. અર્થવાદની પ્રણાલી એ છે કે જેમાં કોઈપણ વાતને વધારી વધારીને કહેવામાં આવી હોય. યથાર્થવાદની પ્રણાલી એ છે કે જેમાં વાતને ન તો ટૂંકી કરીને કહેવામાં આવી હોય અને ન તો વધારી વધારીને કહેવામાં આવી હોય. જે જેવું હોય એવું જ વ્યક્ત કરવામાં આવ્યું હોય. જે જેટલું હોય તેને એટલું જ રજૂ કરવામાં આવ્યું હોય. તેમાં કોઈ પ્રકારની અતિશયોક્તિ ન હોઈ શકે. જે સ્તુતિકારનું સ્તવન છે, યથાર્થવાદ છે. તે સામાન્ય પાઠમાં અર્થવાદ જેવું જણાય છે. એ સ્વાભાવિક ચિંતન કહેવાય કે જેમાં માણસ સિંહને કઈ રીતે રોકી શકે છે? સિંહ કેવી રીતે રોકાઈ શકે ? સિંહ માણસથી ડરે કે માણસ સિંહથી ડરે ? સ્થળદૃષ્ટિએ જોઈએ, વ્યવહારનયની દૃષ્ટિએ જોઈએ તો માનતુંગસૂરિની આ વાતમાં અર્થવાદ જણાય છે. જો સૂક્ષ્મજગતને જાણીએ, સૂક્ષ્મજગતમાં પ્રવેશ કરીને સૂક્ષ્મદૃષ્ટિએ વિશ્લેષણ કરીએ તો નિષ્કર્ષ મળશે કે તેમાં યથાર્થવાદ છે, એવું બની શકે છે, એવું બને છે. સૂક્ષ્મજગતનો સિદ્ધાંત પ્રકમ્પનોનો સિદ્ધાંત છે. ત્યાં પ્રકમ્પનની ભાષા ચાલે છે. જે વ્યક્તિમાં પ્રગાઢ શ્રદ્ધા હોય, અતૂટ આત્મવિશ્વાસ હોય તે વ્યક્તિમાં શક્તિશાળી પ્રકમ્પન પેદા થાય છે. વિશ્વાસનાં શક્તિશાળી પ્રકમ્પનો પરિણમનને બદલી નાખે છે. આપણે આ બંને સિદ્ધાંતો તરફ ધ્યાન આપીએ. પ્રકમ્પનનો સિદ્ધાંત અને પરિણમનનો સિદ્ધાંત એ બંને જોડાયેલા છે. અમુક પ્રકારનાં પ્રકમ્પન હોય તો અમુક પ્રકારનું પરિણમન થશે જ, અમુક પ્રકારનાં પરિણમન હોય તો અમુક પ્રકારનું પરિણમન થશે જ. શક્તિશાળી પ્રકમ્પન દ્વારા પરિણતિ બદલાઈ જાય છે. એવું પરિવર્તન આવે છે કે જેના વિશે વિચારી પણ ન શકાય. આજે સવારે જ એક ભાઈએ કહ્યું કે હું ગંભીર રૂપે બીમાર પડ્યો હતો. ડૉક્ટરને બતાવ્યું, તપાસ કરાવી. ડૉક્ટરે કહ્યું કે આ બીમારી અસાધ્ય છે. કોઈ પણ ચિકિત્સા તેમાં કામિયાબ થઈ શકતી નથી. “અરહંત સરણે પવન્જામિ” – આ પદનો ૧૩૬ , ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ . શ ષ સ હ બાર ર લાખ છે Page #139 -------------------------------------------------------------------------- ________________ મેં જાપ શરૂ કરી દીધો. દવા અને ડૉક્ટરનું શરણ છોડી દીધું. અર્થનું શરણ સ્વીકારી લીધું. થોડાક દિવસ વીત્યા, આરોગ્યમાં સુધારો થવા લાગ્યો. ધીમે ધીમે અસાધ્ય રોગમાંથી મુક્તિ મળી ગઈ. મેં ફરીથી એ જ ડૉક્ટરને બોલાવ્યો, તપાસ કરાવી. ડૉક્ટરની આંખો વિસ્મયથી વિસ્ફારિત થઈ ઊઠી. તેણે કહ્યું, આ શી રીતે શક્ય બન્યું ? મેડિકલ સાયન્સ પ્રમાણે તો આવું થઈ જ ન શકે ? મેં કહ્યું કે આ તો અર્હત્ના શરણનું પરિણામ છે. આસ્થાપૂર્વક કરવામાં આવેલા જપનાં પ્રકમ્પનોએ અનિષ્ટ પરિણમનને ઇષ્ટ પરિણમનમાં પરિવર્તિત કરી દીધું. આ સંદર્ભમાં હું હરિયાણાની એક ઘટનાનો વધુ ઉલ્લેખ કરવા ઇચ્છું છું. એક માણસ દુર્ઘટનાગ્રસ્ત બન્યો. તેની તમામ પાંસળીઓ, ફેફસાં જર્જરિત થઈ ગયાં. ડૉક્ટરે કહ્યું, ‘આ તો નાનકડું ગામ છે. અહીં ઇલાજ નહિ થઈ શકે. તેને હિસાર લઈ જાવ.’ હિસારના ડૉક્ટરે પણ તે કેસ હાથમાં લેવા માટે પોતાની અસમર્થતા બતાવતાં કહ્યું, ‘આ તો ખૂબ જ ખતરનાક અકસ્માત છે. દિલ્હીની કોઈ સારી હોસ્પિટલમાં જ તેનો ઇલાજ થઈ શકશે.' તે માણસ ઊંડી મૂર્છામાં હતો. દિલ્હીના મુખ્યમંત્રી સાથે તેને સારો સંપર્ક હતો. તેને દિલ્હી લઈ ગયા અને તરત જ હોસ્પિટલમાં દાખલ કરી દીધો. ઇલાજ શરૂ થયો. ડૉક્ટરે સંવેદનશીલ કેમેરા દ્વારા દુર્ઘટનાગ્રસ્ત અંગોના ફોટા પાડ્યા. પાંસળીઓનાં ફોટાની વચ્ચે આશ્ચર્યજનક રૂપે એક સંતનો ફોટો આવી ગયો. ડૉક્ટર વિસ્મય પામ્યો ‘હૃદયમાં આ ચિત્ર ક્યાંથી આવી ગયું ? કોણ છે આ ધવલ વેશધારી ?’ દર્દી ઊંડી મૂર્છામાં હતો. ડૉક્ટરના પ્રશ્નનો ઉત્તર કોણ આપી શકે ? ઇલાજ દ્વારા તેના આરોગ્યમાં સુધારો થયો. તેની મૂર્છા દૂર થઈ. તે સ્વસ્થ થયો. ડૉક્ટરે પેલું ચિત્ર બતાવતાં પૂછ્યું કે, આ કોણ છે ? તેનો ફોટો હૃદયમાં કેવી રીતે આવી ગયો ? તેણે કહ્યું, ‘એ તો મારા ઇષ્ટનો ફોટો છે. જે ક્ષણે દુર્ઘટના ઘટી એ ક્ષણે મેં મારા ઇષ્ટનાં જપ અને ધ્યાન શરૂ કરી દીધાં હતાં. તે જાપ મૂર્છામાં પણ અવિરત ચાલતા રહ્યાં અને હું મારા ઇષ્ટનું સાક્ષાતદર્શન કરતો રહ્યો. ઇષ્ટનું જે સ્વરૂપ એ વખતે હું જોતો હતો, તેનું જ ચિત્ર આ ફોટામાં છે.’ આ પરિણમનનો સિદ્ધાંત છે, પ્રકમ્પનોનો સિદ્ધાંત છે. તેની સ્થૂળજગતમાં વ્યાખ્યા કરી શકાતી નથી. અમેરિકાની એક પ્રત્રિકામાં આવી ઘટનાઓની ચર્ચા થયેલી છે. મનોવૈજ્ઞાનિકે ફોટો લીધો માણસના મસ્તિષ્કનો, અને તેમાં ચિત્ર આવ્યું બહુ મોટી કારનું ! ફોટો લીધો મસ્તકનો અને ચિત્ર આવ્યું વિશાળ બહુમાળી મકાનનું ! મસ્તિષ્કમાં કાર અને બહુમાળી મકાનનો ફોટો શી રીતે આવી ગયો ? પરિણમનનો એ સિદ્ધાંત છે કે જે વખતે આપ જેવો ભાવ અનુભવતા હોવ તેનું પરિણમન ભીતરના જગતમાં થઈ જાય છે. બહારથી એમ લાગશે કે તે માણસ છે, તે માણસના મસ્તિષ્ક છે, પરંતુ તેનું ભીત૨માં તો ભકતામર ઃ અંતસ્તલનો સ્પર્શ = ૧૩૦ Page #140 -------------------------------------------------------------------------- ________________ પરિણમન થાય છે કારનું, બહુમાળી મકાનનું અથવા એ વસ્તુવિશેષનું કે જેના વિશે માણસ વિચારી રહ્યો હોય છે, ચિંતન કરી રહ્યો હોય છે. જે સ્વરૂપમાં મનની આકાંક્ષા હોય છે, એ જ રૂપમાં પરિણમન થાય છે. જૈન દર્શનનો સિદ્ધાંત છે – શું શું ભાવે આવિસઈ, તે તં ભાવે પરિણમઈ – વ્યક્તિ જેવા જેવા ભાવથી આવિષ્ટ થાય છે, તેવા તેવા ભાવમાં તે પરિણત થઈ જાય છે. આ સ્થૂળ જગતની ભાષા આ માણસ છે. સૂક્ષ્મ જગતની, નિશ્ચયનયની ભાષા તેના કરતાં જુદી છે. નિશ્ચયનયની ભાષામાં ક્યારેક તે માણસ હશે ક્યારેક તે ઘોડો હશે, ક્યારેક તે હાથી અથવા સિંહ હશે. જે પદાર્થ કે વસ્તુ વિશે ચિંતન કરતો હશે તે રૂપમાં તેનું પરિણમન થઈ જશે. આ સૂક્ષ્મ જગતનો નિયમ સ્થૂળ જગતના નિયમ કરતાં અલગ છે. છે -- આ પ્રકમ્પન અને પરિણમનના સિદ્ધાંતના આધારે આપણે આ કથ્યની યથાર્થ વ્યાખ્યા કરી શકીએ છીએ – જે વખતે માણસ સિંહને જુએ છે તે વખતે તે ડરતો નથી. જો તે ડરી જાય તો કદાચ મરી જાય. માનતુંગ કહે છે કે સિંહને જોઈને તે માણસ આપની સ્તુતિમાં પહોંચી જાય છે, આપની સ્મૃતિમાં પહોંચી જાય છે. જે વખતે તે આદિનાથની સ્તુતિ અને સ્મૃતિ કરે છે, તે વખતે સ્વયં આદિનાથ બની જાય છે. જયાચાર્યે લખ્યું – પાથાના કરતાં ભણી, પાથા કહિયે તાહિ. ભાવપાથા એ છે જે પાથાનો કર્તા છે. તે દ્રવ્યપાથા છે કે જે એક કિલોનો પથ્થર છે વાસ્તવિક પાથા એ જ છે કે જે પાથાનો કર્તા છે. જે પાથાને જાણે છે પાથાના અર્થને જાણે છે, જે પાથામાં ઉપયુક્ત છે, તે પાથા છે. ભાવ આદિનાથ કોણ છે ? સ્તુતિકાળમાં ભાવ આદિનાથ એ છે કે જે આદિનાથની સ્તુતિ અને સ્મૃતિ કરતો હોય. જે સ્તુતિ કરતી વખતે આદિનાથનો અનુભવ કરે છે, તે સ્વયં આદિનાથ બની જાય છે. આપણે ભક્ત બનીને ભક્તામરનું સ્મરણ ન કરીએ, પરંતુ આદિનાથ બનીને ભક્તામરનું સ્મરણ કરીએ. જો આપણે સ્વયં આદિનાથ બની જઈએ, આપણું પરિણમન આદિનાથનું થઈ જાય તો અભયની ઘટના સિદ્ધ થઈ શકે છે તેમાં કોઈ શંકા નથી. સ્તુતિકારનું એ કથન યથાર્થ છે કે જે વ્યક્તિએ આદિનાથનો આશ્રય લીધો છે, જેણે આદિનાથને પોતાના અંતરમાં સ્થાપ્યા છે તેના પગ સિંહને સામે જોઈને પણ અટકતા નથી. પરંતુ સિંહ પોતે બદ્ધક્રમ બની જાય છે, અટકી જાય છે. હકીકતમાં આ અભયનો એક પ્રયોગ છે. તેની સાથે જોડાયેલી અનેક ઘટનાઓ ઐતિહાસિક જૈન આખ્યાનોમાં ઉપલબ્ધ છે. ભયનું એક નિમિત્ત છે દાવાનળ. એ વખતે જંગલોમાં આગ લાગ્યા કરતી હતી. મોટે ભાગે તે જંગલો કે જે વાંસનાં જંગલો હતાં. કર્ણાટક અને ૧૩૮ ભક્તામર - અંતઃસ્તલનો સ્પર્શ = Page #141 -------------------------------------------------------------------------- ________________ દક્ષિણ ભારતનાં જંગલોમાં વાંસનાં વૃક્ષો વિશેષ છે. એ વાંસનાં વૃક્ષો પરસ્પર ટકરાવાથી ખૂબ જલદી આગ લાગે છે. તે ભયને વ્યક્ત કરતાં માનતુંગ કહે છે કે એક માણસ જંગલમાં જઈ રહ્યો છે. અચાનક જંગલમાં આગ લાગી ગઈ. ચારે તરફ ફેલાયેલી તે આગ દાવાનળ બની ગઈ. એવા સંજોગોમાં તે માણસ શું કરે ? કેવી રીતે પોતાને બચાવે ? અભય શી રીતે રહે? માનતુંગ કહે છે કે તે આપના નામનું જળ છાંટી દે તો અગ્નિ બુઝાઈ જશે, દાવાનળ શાંત થઈ જશે. મંત્રશાસ્ત્રમાં અગ્નિશમનના અનેક મંત્રોનો નિર્દેશ છે. આજકાલ ક્યાંય આગ લાગે ત્યારે ફાયરબ્રિગેડને બોલાવવામાં આવે છે. એ સમયે ફાયરબ્રિગેડ ક્યાં હતી ? આજે પણ આ સમસ્યા છે. આગ ક્યારેક લાગે છે અને ઘણું બધું અગ્નિમાં હોમાઈ ગયા પછી ફાયરબ્રિગેડ આવે છે. ફાયરબ્રિગેડ એ આગ ઉપર કાબૂ મેળવી લે એ પહેલાં તો ઘણો વિનાશ થઈ ચૂક્યો હોય છે. બે વર્ષ પહેલાં દિલ્હીની તીસ હજારી કોર્ટમાં આગ લાગી હતી. તેમાં સેંકડો વર્ષોના દસ્તાવેજો હતા. ફાયરબ્રિગેડ આવી, અગ્નિ શાંત થઈ, પરંતુ તે પહેલાં જ આગ ફેલાઈ ચૂકી હતી, સેંકડો વર્ષોના દસ્તાવેજો નષ્ટ થઈ ચૂક્યા હતા. જો અગ્નિશમન સૂત્ર સિદ્ધ હોત, તેનો જપ કરવામાં આવ્યો હોત તો કદાચ આગ ત્યાં જ શાંત થઈ જાત. માનતુંગ કહી રહ્યા છે કે જંગલમાં ભયાનક દાવાનળથી ઘેરાયેલી વ્યક્તિએ આપના નામ-કિર્તન રૂપી જળનો છંટકાવ કર્યો, તેનાથી તે આગ શાંત થઈ ગઈ, જે અત્યંત વિકરાળ હતી કલ્પાન્તકાળની આગ જેવી હતી. આગમ સાહિત્યમાં કલ્પાન્તકાળની અગ્નિનું વર્ણન મળે છે. કહેવામાં આવ્યું કે છઠ્ઠાકાળ ખંડમાં અગ્નિની વર્ષા થશે.કલ્પાન્તકાળની અગ્નિ એટલી ભયાનક હોય છે કે જેટલો આજે અણુશસ્ત્રનો પ્રયોગ હોય છે. કલ્પાન્તકાળ એટલે પ્રલયકાળ. કલ્પનો અંત થઈ રહ્યો છે. તે પ્રલયકાળની હવાથી ઉદ્ધત બનેલી અગ્નિ જેવો આ દાવાનળ ઉજ્જવળ છે. અગ્નિ માત્ર લાલ નથી હોતી. અગ્નિના તેજમાં પીળાશ અથવા ચૅતિમાનું મિશ્રણ હોય છે. તે ઉવળ અગ્નિમાંથી તણખા ઊડે છે, ચિનગારીઓ જ ચિનગારીઓ ઊડે છે. તે ભયંકર દાવાનળ સૌને ભરખી જવા ઇચ્છે છે. એમ લાગે છે કે જે કોઈ તેની સામે જશે તેને તે ભરખી જશે, ભસ્મ કરી દેશે. એવી સર્વભક્ષી અગ્નિ આપના નામ-કીર્તન રૂપી જળથી બુઝાઈ જશે, શાંત થઈ જશે. અગ્નિથી ઘેરાયેલી તે વ્યક્તિ સકુશળ પોતાની મંજિલે પહોંચી જશે. દાવાનળમાં અભય રાખનાર તે મંત્રકાવ્ય છે – કલ્યાન્તકાલપવનોદ્ધત વહ્નિકહ્યું, દાવાનલ જવલિતમુવલમુસ્કુલિંગમ વિશ્વ જિધસુમિવ સમ્મુખમાપતન્ત, વન્નામકીર્તનજલ સમય–શેષમુ / 1 ભકત્તામર : અંતલનો સ્પર્શ 6 રદ Page #142 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય માનતુંગે સિંહ અને અગ્નિ ભય-નિવારણનો મંત્ર પ્રસ્તુત શ્લોકોમાં ગૂંચ્યો છે. વ્યાખ્યાકારો એમ માને છે કે આ શ્લોક પોતે જ મંત્ર છે. કેટલાક શ્લોકની સાથે મંત્રોની સંયોજના કરવામાં આવે છે, પરંતુ અભયના જે શ્લોક છે તે સ્વયં મંત્ર છે. તેમનો જ જાપ કરો, અને ભાવના બદલાઈ જશે. અલગ મંત્રનો જાપ કરવાની કશી જ જરૂર નહિ રહે. એવો વિશ્વાસ મૂકવાનું મુશ્કેલ છે કે આ શ્લોક એટલો બધો શક્તિશાળી છે. શું શબ્દોના ઉચ્ચારણ માત્રથી એવું થઈ શકે ખરું ? હકીકતમાં તે શબ્દોનું માત્ર ઉચ્ચારણ નથી, તે પરિણમનનો સિદ્ધાંત છે. યોગની ભાષામાં ગુણ-સંક્રમણનો સિદ્ધાંત છે – પોતાના ધ્યેય સાથે તાદામ્ય સ્થાપો. ધ્યેયમાં જે ગુણ છે તે ધ્યાતામાં સંક્રાત થઈ જશે. એના જ આધારે અનેક વ્યક્તિઓ પોતાના આરાધ્યની ભિન્ન ભિન્ન સ્વરૂપે સ્તુતિ કરે છે. જ્યારે વ્યક્તિ ભયની સ્થિતિમાં હોય છે ત્યારે, “અભય-દયાણું” સ્વરૂપે, જ્યારે ચિંતાની સ્થિતિમાં હોય છે ત્યારે “ચમ્મુ દયાણ” સ્વરૂપે અને જ્યારે ભૂલા પડેલાની સ્થિતિમાં હોય છે ત્યારે મગ દયાણ” સ્વરૂપે પોતાના આરાધ્યની સ્તુતિ કરે છે, તેની સાથે તાદાભ્ય સ્થાપે છે. મનમાં દુર્બળતા હોય ત્યારે બાહુબલીનું ધ્યાન ધરે છે. જ્યારે કષ્ટ-સહિષ્ણુતાનો પ્રશ્ન આવે ત્યારે મહાવીરની સાથે એકાત્મ સાધે છે. સહિષ્ણુતાના સંદર્ભમાં મહાવીર આદર્શ છે. એ જ રીતે જે ગુણનો વિકાસ કરવાનો હોય તેને અનુરૂપ ધ્યેય, ઇષ્ટ અથવા આરાધ્ય સામે પ્રસ્તુત કરી લે છે, તેમની સાથે તાદામ્ય સ્થાપી દે છે અને તે એવા જ બની જાય છે. તેથી આ કથ્યમાં કોઈ શંકા નથી કે ભયનું નિવારણ કરી શકાય છે, અભયની ચેતના વિકસાવી શકાય છે. અભયની ચેતનાનો વિકાસ ખૂબ આવશ્યક છે. અભયની ચેતના જાગે છે ત્યારે સિત્તેરથી એશી ટકા દુઃખો આપોઆપ ઘટી જાય છે. મોટાભાગનાં દુઃખો કલ્પનાજનિત હોય છે, વાસ્તવિક નથી હોતાં. માણસ પોતાની કલ્પના દ્વારા એક ભય બનાવી લે છે અને ડરતો રહે છે. જો તે પોતાના વાસ્તવિક સ્વરૂપને ઓળખી લે તો સમસ્યાઓ ઓગળી જશે. રાજા શિકાર કરવા ગયો. તેના અંગરક્ષકો પાછળ પડી ગયા. રાજાનો અશ્વ આગળ નીકળી ગયો. થોડેક દૂર એક ગોવાળ મળ્યો. ગોવાળે જોયું, “અરે, આ તો રાજા છે ! તો પછી તે એકલો કેમ?” તેણે વિચાર્યું કે મારે રાજાને મદદ કરવી જોઈએ. એમ વિચારીને તે આગળ વધ્યો. રાજાએ ગોવાળને જોયો. તેણે વિચાર્યું કે ચોક્કસ આ માણસ કોઈ વિરોધી હોવો જોઈએ અને તે મારા ઉપર આક્રમણ કરવા આવી રહ્યો છે. રાજાએ માણસને ઓળખ્યો નહિ અને તેની કલ્પનામાં એક ભય પ્રવેશી ગયો. શત્રુનો નાશ કરવા માટે રાજાએ ધનુષબાણ હાથમાં લીધાં. ધનુષ-ટંકાર કરીને તીર છોડવાની તૈયારી કરી. ૧૪૦ પ ભક્તામરઃ અંતસ્તલનો સ્પર્શ કરી રહી છે. આ રીતે જ . સિવાય કોઈ Page #143 -------------------------------------------------------------------------- ________________ ગોવાળે તીવ્ર સ્વરે નિવેદન કર્યું, રાજા ! હું આપનો દુશ્મન નથી, હું આપનો સેવક છું. રાજા થોભ્યો. ઘોડા ઉપરથી નીચે ઊતર્યો. ગોવાળે રાજાનું અભિવાદન કર્યું. રાજા બોલ્યો, “સારું થયું કે તું બોલી ગયો, નહિતર હું તને મારી નાખત.” ગોવાળ બોલ્યો, “હે દયાળુ નરેશ! આપનામાં અનેક વિશેષતાઓ છે પરંતુ માણસને ઓળખવાનું આપને નથી આવડતું.” રાજાએ પૂછ્યું, “તું શું કહેવા માંગે છે ?' ગોવાળ બોલ્યો, “જુઓ, હું સેંકડો ઘોડા ચરાવી રહ્યો છું. તેમાંથી આપના ઘોડાને તરત ઓળખી લઉં છું. આપ આપના ભક્ત અને નોકરને ઓળખી ન શક્યા. આપ એ પણ ન જાણી શક્યા કે આ માણસ મારો છે.” રાજા આ વાત સાંભળીને શરમાઈ ગયો. આ સમસ્યા માત્ર રાજાની જ નથી, દરેક માણસની છે. તે પોતાની જાતને પણ નથી ઓળખી શકતો, તેથી ભયગ્રસ્ત બની રહ્યો છે. જો વ્યક્તિ પોતાના જીવનનું વિશ્લેષણ કરે તો ખબર પડે કે કાલ્પનિક ભય કેટલો છે અને યથાર્થ ભય કેટલો છે! બે કાપલીઓ બનાવો. એક કાપલીમાં એમ લખો કે આજે કાલ્પનિક ભય કેટલો અનુભવ્યો. બીજી કાપલીમાં એમ લખો કે આજે વાસ્તવિક ભય કેટલા આવ્યા. તમારી પહેલી કાપલી પૂરેપૂરી ભરાઈ જશે. બીજી કાપલી સાવ અધૂરી રહેશે. વાસ્તવિક ભય ખૂબ ઓછો હોય છે. સંશય, કલ્પના અને સંદેહજનિત ભય વિશેષ હોય છે. સ્તુતિકાર ભગવાન આદિનાથની સ્તુતિના માધ્યમ દ્વારા અભયની ચેતનાને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તે કાલ્પનિક અને વાસ્તવિક બંને પ્રકારના ભયથી મુક્તિ અપાવવાનો પ્રયત્ન છે. અપેક્ષા એ છે કે આપણે સ્તુતિનું હાર્દ સમજીએ, પોતાના આરાધ્ય સાથે ભેદ-પ્રણિધાન જ નહિ, અભેદ પ્રણિધાન સ્થાપીએ. અભેદ-પ્રણિધાન અભય-ચેતનાની જાગૃતિનો અમોઘ પ્રયોગ છે. આ ભૂમિકા ઉપર જ અભય-જાગરણના મહાન અવદાનનું મૂલ્યાંકન કરી શકાય છે. કામ કરવા જતા ભર કરવા આપ ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ : ૧૪૧ Page #144 -------------------------------------------------------------------------- ________________ fac ૧૯. નામમાં છુપાઇ છે નાગદમની આરોગ્ય, શક્તિ અને સફળતા આ તમામનો અમોઘ મંત્ર છે – અભય. જ્યાં ભય વ્યાપક હશે ત્યાં અડધી શક્તિ તો પ્રથમથી જ નષ્ટ થઈ જશે. જ્યાં ભય ઊંડો હોય છે ત્યાં આરોગ્ય બગડી જાય છે અને પાચનશક્તિ પણ તેનાથી પ્રભાવિત થાય છે. ભયની સ્થિતિમાં સફળતાની સીડીઓનું આરોહણ શક્ય નથી બનતું. આચાર્ય માનતુંગ ભયનાં અનેક કારણોની ચર્ચા કરી ચૂક્યા છે. તેમનું પ્રતિપાદ્ય એ છે કે આપની સ્તુતિ કરનાર સર્વથા અભય બની જાય છે. ભયના કારણનું વિશ્લેષણ અને અભયનું આશ્વાસન – આ બંને ધ્વનિઓ તેમના કાવ્યમાં સ્પષ્ટ પ્રતિધ્વનિત થઈ રહી છે. ભયનું એક કારણ છે – સાપ. સાપ સાપ છે અને માણસ માણસ છે. તેમની વચ્ચે પરસ્પર દુશ્મનાવટ નથી છતાં માણસ સાપથી ખૂબ ડરે છે. તે એટલા માટે ડરે છે કે સાપના કરડવાથી જીવનું જોખમ પેદા થઈ જાય છે. હકીકતમાં બધા જ સાપ ઝેરી નથી હોતા. થોડાક સાપ ઝેરી હોય છે પરંતુ સાપની સમગ્ર જાતને ઝેરી માની લેવામાં આવે છે. તેથી વ્યક્તિ સાપ નામથી જ ડરવા લાગે છે. સામાન્ય રીતે સાપ કરડતો નથી. એ ત્યારે જ કરડે છે કે જ્યારે તેના ઉપર કોઈનો પગ આવી જાય અથવા કોઈ તેની છેડછાડ કરે. ખૂબ પ્રસિદ્ધ ઘટના છે. તેરાપંથના સાતમા આચાર્ય પૂજ્ય ડાલગણિને કોઈકે પ્રાર્થના કરી, ગુરુદેવ ! કૃપા કરીને અમારું ધ્યાન રાખજો. ડાલગણિએ કહ્યું, ભાઈ ! સાવધાન તું પણ રહેજે. અમે ભૂલ વગર ઠપકો નહિ આપીએ. સજા કે પ્રાયશ્ચિત્ત પણ નહિ આપીએ. પરંતુ સાપની પૂંછડી ઉપર તું પણ પગ ન મૂકીશ, તું પણ ભૂલ ના કરીશ. રાજસ્થાની ભાષાની પ્રચલિત ઉક્તિ છે - ગોગાસા (સર્પદેવ) કરડશો નહિ, આ પ્રાર્થનાનો ઉત્તર આ સ્વરમાં આપવામાં આવે છે - પૂંછડી ઉપર તું પણ પગ મૂકીશ નહિ. આચાર્ય માનતુંગે આ તથ્યને સ્વાભાવિક અભિવ્યક્તિ આપી ૧૪૨ = ભક્તામર ઃ અંતસ્તલનો સ્પર્શ Page #145 -------------------------------------------------------------------------- ________________ છે. સાપને હાથ ફેરવ તો તે ગુસ્સે નહિ થાય. શરીરના અન્ય ભાગનો સ્પર્શ થશે તો પણ તે ક્રોધ નહિ કરે પણ જો તેઃા ઉપર પગ મૂકશો તો તે એકદમ ક્રોધિત થઈ જશે. પદ-મહારને તે સહન કરી શકતો નથી.. આચાર્ય માનતુંગે કહ્યું, પ્રભુ ! એક માણસ બંને પગ વડે સાપ ઉપર આક્રમણ કરી દે છે છતાં તે ભયભીત થતો નથી. તે “નિરસ્ત શંક: - ભયની આશકાને નિરસ્ત કરી દે છે. તે એટલો બધો અભાયા બનીને સાપ ઉપર પગ મૂકે છે અને સાપ પણ તેને કરડતો નથી. તે સાપ પણ કેવો, કોઈ સામાન્ય સાપ નહિ, તેની આંખો લાલ છે, કોયલના કંઠ જેવો નીલો તેનો રંગ છે. જે વખતે કોકિલ મદમાં હોય છે, તે વખતે તેનો રંગ વિશેષ ગાઢ બની જાય છે. મસ્ત કોલિના કંઠ જેવો નીલો તે સાપ ક્રોધમાં ઉદ્ધત બનેલો છે. તેણે પોતાની ફણા ઊંચી કરેલી છે, ફટાટોપ બનાવી દીધો છે. બે શબ્દ છે – સ્ટાટોપ અને ઘટાટોપ. મેઘ માટે ઘટાટોપ શબ્દ છે અને સાપ માટે ફટાટોપ શબ્દ છે, એવા સાપ ઉપર માણસે નિઃશંકપણે પગ મૂકી દીધો, છતાં તે સાપ એ માણસનું કશું જ અનિષ્ટ કરી શક્યો નહિ. ન તો એનો ક્રોધ કંઈ કામમાં આવ્યો કે ન તો એની લાલ આંખો કશા કામમાં આવી. તે શાંત બની ગયો. માનતુંગ તેનું રહસ્ય બતાવે છે –પ્રભુ! જેના હૃદયમાં આપના નામની નાગદમની હોય તેનું આકૃષ્ટ વિષધર પણ કશું બગાડી શકતો નથી! રક્તક્ષણં સમકોકિલકંઠનીલ, ક્રોધોદ્ધત ફણિનમુત્કણમાપતત્તમ આક્રામતિ મયુગેન નિરસ્તશંક સ્વનામનાગદમની હૃદિયસ્ય પુંસ: // એક જડી (દવા) હોય છે નાગદમની. તે જડી જેની પાસે હોય તેને સાપનો કોઈ ભય પજવતો નથી. ભયંકર સાપ પણ તેને કંઈ કરી શકતો નથી. સાપ તેની પાસે જ જતો નથી, દૂરથી જ ભાગી જાય છે. જડીનો પ્રભાવ ભારે વિચિત્ર હોય છે. વિશિષ્ટ મણિ અને જડી પાસે હોય તો અસંભવ કાર્ય પણ શક્ય બની જાય છે. નદીને પાર કરવાની હોય, નૌકા ન હોય, જલકાત્તામણિ પાસે હોય અને તેનો પ્રયોગ કરવામાં આવે તો નદીમાં પગ મૂકતાં જ પ્રવાહમાં વચ્ચે રસ્તો બની જાય છે ! નાગદમનીનો બીજો અર્થ છે – જાંગુલીવિદ્યા. જે જાંગુલીવિદ્યા જાણે છે તેને પણ સાપ કશું જ કરી શકતો નથી. એ માણસ સાપને પકડે છે. હાથમાં લે છે. તેના ઉપર પગ મૂકે છે. છતાં સાપ તેનું કશું જ અહિત કરી શકતો નથી. કેટલાક લોકો એવા હોય છે કે જે વિષધર સાપો સાથે રમત રમતા હોય છે. અનેક સાપની સાથે તે રહે છે. સાપ સાથે તેને એટલો બધો પ્રેમ થઈ જાય છે કે પાણી પરના કાળા ભક્તામરઃ અંતસ્તલનો સ્પર્શ . ૧૪૩ Page #146 -------------------------------------------------------------------------- ________________ સાપ તેને કરડતા નથી. સમાચારપત્રમાં એક વખત વાંચ્યું કે એક વ્યક્તિએ ઝેરી સાપો પાસે રહેવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. ખંડમાં ચારે તરફ સાપ જ સાપ.” તેમની વચ્ચે તે વ્યક્તિએ ઘણા દિવસો પસાર કર્યા. કોઈ સાપ તેને કરડ્યો નહિ કે તેને કશું નુકસાન પહોંચાડ્યું નહિ. તે સૌનો મિત્ર બની ગયો હતો. હકીકતમાં મૈત્રીનો પ્રયોગ અત્યંત શક્તિશાળી હોય છે. જેણે તમામ જીવો સાથે મૈત્રી સાધી લીધી હોય તેનો દુશ્મન કોણ હોય ? આ મૈત્રી માત્ર શબ્દોમાં જ નહિ, અંતઃકરણના ભાવોમાં વિકસિત થવી જોઈએ. જે માણસ મૈત્રીનો આટલો વિકાસ કરી લે છે, કોઈના વિશે ન તો ખરાબ વિચારે છે કે ન તો ખરાબ બોલે છે અને ન તો કોઈના માટે અનિષ્ટ ઇચ્છા કરે છે, નિરંતર મૈત્રીની ભાવનાનું સંપ્રેષણ કરે છે તેના તમામ જીવ મિત્ર બની જાય છે, તમામ જીવજંતુ તેની પાસે આવવા માંડે છે. કહેવામાં આવ્યું કે વીતરાગ પાસે સિંહબકરી એક જ કિનારે ઊભા રહીને પાણી પીએ છે. જન્મથી વિરોધી હોય તે પણ વૈરભાવ ભૂલી જાય છે. સૌ એક સાથે આવે છે, પાસે પાસે બેસે છે. કોઈના મનમાં ભય અને શત્રુતાનો ભાવ પેદા થતો નથી. એક સાધક પાસે ઘણાં બધાં પશુ-પક્ષીઓ બેઠાં હતાં. થોડીક ક્ષણો પછી એક બીજો સાધક ત્યાં આવ્યો. તેના આવતાં જ તમામ પશુઓ ભાગી ગયાં, તમામ પક્ષીઓ ઊડી ગયાં. વિસ્મિત સાધકે પૂછ્યું, આ શું થયું ? હમણાં સુધી તો બધાં બેઠાં હતાં. મારા આવવાથી બધાં કેમ ચાલ્યાં ગયાં ? સાધકે હસતાં હસતાં કહ્યું, તમે મૈત્રીની સાધના કરી નથી. અભયની સાધના કરી નથી તેથી. જ્યાં સુધી મૈત્રીનું વાતાવરણ તમારા અંતરમાં પેદા થતું નથી ત્યાં સુધી તમારી પાસે કોઈ રહી શકતું નથી. પશુ-પક્ષીઓમાં ખૂબ સૂક્ષ્મ જ્ઞાન હોય છે. તેમનું સ્થૂળજ્ઞાન, બાહ્યજ્ઞાન વિશેષ નથી હોતું, પરંતુ ભીતરનું જ્ઞાન ખૂબ શક્તિશાળી હોય છે. તે દૂરથી જ ઓળખી જાય છે કે સામે આવનાર વ્યક્તિ કેવી છે. તે આઘાત આપવા માટે આવી રહી છે કે મૈત્રી કરવા માટે આવી રહી છે ? તેના ભાવ કલુષિત છે કે નિર્મળ ? એક ખંડમાં કેટલાક છોડ રાખવામાં આવ્યા. એક વ્યક્તિને કહ્યું કે તમે અંદર જઈને પાંચ-સાત પાંદડાં તોડી લાવો. તે વ્યક્તિ ખંડમાં ગઈ. પાંદડા તોડી લાવી. છોડની પ્રતિક્રિયાને વ્યક્ત કરનારાં ઉપકરણો ત્યાં મૂકેલાં હતાં. તે ખંડમાં બીજી વ્યક્તિ ગઈ, છોડ શાંત રહ્યા, કોઈ પ્રતિક્રિયા વ્યક્ત ન કરી. બીજી વખતે પાંચ વ્યક્તિ ગઈ, તેમાં એક વ્યક્તિ એ હતી કે જેણે પાંદડાં તોડ્યાં હતાં. ખંડમાં પ્રવેશ કરતાં જ છોડવાઓએ પ્રતિક્રિયા શરૂ કરી દીધી. ગેલ્વેનોમીટરની સોય ફરવા લાગી. દુશ્મન આગમનનો પગરવ સાંભળતાં જ છોડ ધ્રુજી ઊઠ્યા. ૧૪૪ ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ ; બબડ રુ, બાકી રહી છે. બાળકો ના કોળી છાશ પણ છે Page #147 -------------------------------------------------------------------------- ________________ જ્યાં મૈત્રીની સાધના હોય છે ત્યાં ભય નથી હોતો. શત્રુતા નથી હોતી. જેને મૈત્રીની સાધના સિદ્ધ થઈ જાય છે તે સાપથી, સિંહથી કે અન્ય કોઈ પ્રાણીથી ભયભીત નથી થતો. જ્યાં મૈત્રી સિદ્ધ થાય છે ત્યાં અહિંસા સિદ્ધ થાય છે. જ્યાં મૈત્રી સિદ્ધ થાય છે ત્યાં અભય પ્રગટે છે. મહર્ષિ પતંજલિએ કહ્યું હતું કે જ્યાં અહિંસા સિદ્ધ થાય ત્યાં વેરનો ત્યાગ થઈ જાય છે. સમસ્યા એ છે કે આપણે અહિંસા અને મૈત્રીનો સંકલ્પ તો કરીએ છીએ, પરંતુ તેને સાધતા નથી. જ્યાં સુધી સંકલ્પ સંકલ્પ જ રહે, સિદ્ધિ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી અહિંસા અને મૈત્રીનું અવતરણ નહિ થાય, વેર-વિરોધનું શમન નહિ થાય. એ જરૂરી છે કે સંકલ્પ સિદ્ધિનું વરણ કરે. અનાજ પણ ત્યાં સુધી કાચું જ રહે છે કે જ્યાં સુધી તેને પકવવામાં નથી આવતું. માત્ર માટી કે ધાતુના પાત્રમાં મૂકી દેવાથી જ અનાજ પાકી નથી જતું. તે ત્યારે જ પાકે છે કે જ્યારે તેને ગરમી આપવામાં આવે છે. જેમ જેમ ગરમી તે અનાજ સુધી પહોંચે છે, તેમ તેમ કાચું અનાજ પાકતું જાય છે, ખાવાને યોગ્ય બનતું જાય છે. પકવવા માટે, સિદ્ધિ માટે એ આવશ્યક છે કે મૈત્રીના સંકલ્પને અનુપ્રેક્ષાની ગરમી મળે. અનુપ્રેક્ષાની ગરમીમાં સમ્યક્ પકાઈને જ મૈત્રીનો સંકલ્પ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. નાગદમનીનો એક અર્થ થાય છે – મૈત્રીની સાધના, રાગ-દ્વેષ ઓછા કરવા, ઉપશાંત કરવા અથવા ક્ષીણ કરવા. જેના રાગ-દ્વેષ ક્ષીણ થઈ જાય છે તેનામાં આપોઆપ તમામ પ્રાણીઓ પ્રત્યે મૈત્રીનો ભાવ જાગી જાય છે, અભય અને અહિંસાની પ્રતિષ્ઠા થઈ જાય છે. કોઈ વ્યક્તિ તેની શત્રુ નથી હોતી, આક્રાંતા નથી હોતી. ચારે તરફ મૈત્રીનો ભાવ વિકસ્વર થઈ જાય છે, ભય અને શત્રુતાનો ભાવ વિલીન થઈ જાય છે. આવા સંજોગોમાં ભયંકર વિષધર પણ મૈત્રીના પ્રવાહમાં અભિસ્નાત થઈ જાય છે. ભયનું એક કારણ છે - યુદ્ધ. યુદ્ધનો ભય હંમેશાં રહે છે. કોઈક યુગમાં તે વિશેષ હતો, લડાઈઓ દ૨૨ોજ થતી હતી. નાના-નાના સામંતો યુદ્ધ કરતા રહેતા હતા. લડાઈઓ તો આજે પણ જગતમાં ચાલ્યા કરે છે. કોઈ વર્ષ કે કોઈ મહિનો ખાલી નથી જતો, જેમાં યુદ્ધ ન ચાલ્યું હોય. યુદ્ધની વિભીષિકાથી સૌ કોઈ ડરે છે. એક વખતે સેના આવે છે અને સમગ્ર ક્ષેત્ર અશાંત થઈ જાય છે. સ્તુતિકારે એ જ સમસ્યાના સંદર્ભમાં કહ્યું કે જે વ્યક્તિ આપનું ધ્યાન ધરે છે તેને માટે યુદ્ધનો ભય નથી રહેતો. તેને માટે યુદ્ધનું જોખમ ટળી જાય છે. માનતુંગે કહ્યું – યુદ્ધના પ્રાંગણમાં એક બળવાન રાજાનું બળ – સેના ખૂબ શક્તિશાળી હોય છે. તે સેનામાં ઉછળતા-કૂદતા અશ્વો હોય છે. એવા તેજસ્વી ઘોડા હોય છે કે જે નદી-નાળાં કૂદી જાય છે. હાથીઓની ગર્જનાઓના ભયાનક અવાજ પ્રસરી રહ્યા હોય છે. બળવાન રાજાની એવી સેના પણ આ " ભક્તામર ઃ અંતસ્તલનો સ્પર્શ – ૧૪૫ 10 Page #148 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિનું કશું જ અનિષ્ટ કરી શકતી નથી. કાવ્યમાં વર્ણન સમય-સાપેક્ષ હોય છે. કોઈ પણ કવિ જ્યારે વર્ણન કરે છે ત્યારે પોતાના સમયની વસ્તુઓનું વર્ણન કરે છે. આજે કોઈ સ્તુતિકાવ્ય લખે અને યુદ્ધનું વર્ણન કરે તો તેમાં અશ્વ અને ગજનો ઉલ્લેખ નહિ કરે. વર્તમાન કાવ્યમાં મિસાઈલ, પ્રક્ષેપાસ્ત્ર, રોકેટ, ટેન્ક, બખરબંધ ગાડી વગેરેનું વર્ણન તેમાં હશે. કવિ લખશે કે ભયાનક સંહારક પ્રક્ષેપાસ્ત્રો અને અણુશસ્ત્રોથી સજ્જ સેના પણ શાંત થઈ જાય છે. કવિનો પોતાનો સમય હોય છે. દરેક વાત દેશ-કાળ સાપેક્ષ હોય છે. આજે યુદ્ધનાં સાધનો છે – ટેન્ક, પ્રક્ષેપાસ્ત્ર, અણુ, અસ્ત્ર વગેરે. તે યુગમાં યુદ્ધનું સાધન હતું ચતુરંગિણી સેના. - સ્તુતિકારે લખ્યું કે બળવાન રાજાની સેના – જે અશ્વ અને ગજના ભીમનાદથી શક્તિશાળી જણાતી હતી તે પણ પલાયન કરી જાય છે. એક ઉપમા દ્વારા આ તથ્યની પુષ્ટિ કરતાં માનતુંગ કહે છે કે જેવી રીતે ઊગતા સૂરજનાં કિરણોની શિખા અંધકારને વીંધી નાખે છે, તેને નષ્ટ કરી દે છે, તેવી જ રીતે આપની સાથે તાદાભ્ય સ્થાપનાર માણસ આપનું કીર્તન કરીને બળવાન રાજાના બળને વીંધી નાખે છે. વલ્બતુરંગગજગર્જિતભીમનાદમાજો બલ બલવતામપિ ભૂપતીનામું / ઉદ્યદિવાકરમણૂખશિખાપવિદ્ધ, તંતકીર્તનાત તમ ઈવાશુ ભિદામુપૈતિ / સર્પભય-નિવારણની વાત બુદ્ધિગમ્ય બની જાય છે, પરંતુ યુદ્ધરત રાજાના બળને છિન્નભિન્ન કરી મૂકવાની વાત બુદ્ધિગમ્ય નથી બનતી. શું એક સ્તુતિમાત્ર થકી આટલું બધું ભયંકર યુદ્ધ સમાપ્ત થઈ જાય ખરું? શું સૌ કોઈ પલાયન થઈ જાય ખરા ? આ અર્થવાદ અને અતિશયોક્તિ નથી. આ શ્રદ્ધાસાપેક્ષ કથન છે. એમ લાગે છે કે સ્તુતિકારે શ્રદ્ધાના આવેગમાં કહી દીધું કે આપની સ્તુતિ થકી ભયાનક યુદ્ધ સમાપ્ત થઈ જાય છે અથવા યોદ્ધાઓ પલાયન કરી જાય છે. શું શ્રદ્ધાના બળે આમ થઈ શકે ખરું? ગૌતમ બુદ્ધ ધ્યાનમાં ઊભા હતા. આલ્વકાક્ષ આવ્યો. પુછુયું, બોલો, કયું ધન સૌથી શ્રેષ્ઠ છે? કયો રસ સર્વશ્રેષ્ઠ છે ? જો સાચો ઉત્તર નહિ આપો તો મારી નાખીશ. બુદ્ધે કહ્યું, ઉત્તર ન આપું તો પણ તું મને નહિ મારી શકે. છતાં હું તારા પ્રશ્નનો ઉત્તર અવશ્ય આપીશ. તેમણે કહ્યું, શ્રેષ્ઠ ધન છે – શ્રદ્ધાનું ધન. જેનામાં શ્રદ્ધા નથી હોતી તે ખરેખર દરિદ્ર હોય છે. જેની પાસે ધન ખૂબ છે, પરંતુ શ્રદ્ધા અને આત્મવિશ્વાસ નથી તેવા લોકો ઘણાં દુઃખો ભોગવે છે. આપણે એવા સમ્પન્ન લોકોને બાળકની જેમ રડતા જોયા છે. તે લોકો ક્યારેય ૧૪૬ ભક્તામરઃ અંતસ્તલનો સ્પર્શ ના ડાકલા માથા રોક લગાવી છે Page #149 -------------------------------------------------------------------------- ________________ સુખ અને શાંતિનું જીવન જીવી શકતા નથી, જેમની પાસે શ્રદ્ધાનું ધન નથી, આત્મવિશ્વાસ નથી. જેમની પાસે શ્રદ્ધાનું બળ હોય, પ્રકૃષ્ટ આત્મવિશ્વાસ હોય તે ક્યારેય ગમે તેવા સંજોગોમાં પણ ગભરાતો નથી. બીજો પ્રશ્ન હતો - સૌથી શ્રેષ્ઠ રસ કયો છે ? રસ શબ્દ સાંભળતાં જ વ્યક્તિનું ધ્યાન મનોજ્ઞ પદાર્થો ઉપર પહોંચી જાય છે. મોઢામાંથી લાળ ટપકવા લાગે છે. બુદ્ધે કહ્યું કે, શ્રેષ્ઠ રસ છે – સત્યનો રસ. સત્ય જગતનો સૌથી મોટો રસ છે. જેને સત્ય પ્રત્યે નિષ્ઠા જાગી તે બાહ્ય-ભૌતિક રસોમાં ક્યારેય અટવાતો નથી. તેને માટે તમામ રસ નીરસ બની જાય છે. જે વ્યક્તિમાં સત્ય પ્રત્યે આકર્ષણ પેદા થઈ જાય છે તે હજારો કષ્ટો અને મુશ્કેલીઓ સહન કરી લેશે છતાં એક ક્ષણ માટે પણ દુઃખી નહિ થાય. જીવનને રસમય બનાવનાર, ભાવનાઓને પવિત્ર બનાવનાર તત્ત્વ છે – સત્ય. બુદ્ધના ઉત્તરથી યક્ષ શાંત અને સંતુષ્ટ બની ગયો. - શ્રદ્ધાનું બળ બહુ મોટું બળ હોય છે. શ્રદ્ધાના આવેશમાં એમ કહી દઈએ કે આમ થઈ શકે છે તો તે થઈ પણ શકે છે પરંતુ માનતુંગસૂરિએ જે કહ્યું તેની કસોટી પણ કરીએ. શું માત્ર એ શ્રદ્ધાનો સ્વર છે કે એમાં સચ્ચાઈ પણ છે ? આ કાવ્યમાં બંને પ્રતીત થાય છે – શ્રદ્ધા પણ છે અને શ્રદ્ધાની સાથે સચ્ચાઈ પણ છે. સચ્ચાઈ એ છે કે બુદ્ધિબળ દ્વારા મોટા યુદ્ધને ટાળી શકાય છે તો શ્રદ્ધા દ્વારા કેમ ન ટાળી શકાય ? જૈન ઇતિહાસની એક ઘટના છે. રાજા ચંડપ્રદ્યોત કોઈ પણ પ્રકારની પૂર્વ સૂચના કર્યા વગર સેના સાથે આવી પહોંચ્યો. સંધ્યા વખતે રાજગૃહની ચારે તરફ ઘેરો ઘાલી દીધો. તેનો ઉદ્દેશ રાજા શ્રેણિકને જીતવાનો હતો. ઓચિંતો શત્રુસેનાએ ઘેરો ઘાલ્યો હોવાનું જાણીને રાજા શ્રેણિક ચિંતામાં પડી ગયો. તેણે વિચાર્યું કે હવે શું થશે ? કોઈ ઉપાય નથી, કશી તૈયારી નથી. નગરનાં દ્વાર કેટલો વખત બંધ રહેશે ? ચિંતાકુળ રાજા શ્રેણિકે તરત જ મહામંત્રી અભયકુમારને બોલાવ્યા. અભયકુમારે રાજા શ્રેણિકનું અભિવાદન કર્યું. રાજા શ્રેણિક બોલ્યા, ‘અભયકુમા૨ શું તમે સૂઈ રહ્યા છો ?’ ‘ના, મહારાજ !' તમને ખબર છે કે શું થવાનું છે ?’ ‘હા, મહારાજ !' ચંડપ્રદ્યોતે સદલ-બલ ઘેરો ઘાલ્યો છે. હવે શું થશે ?’ ‘આપ ચિંતા ન કરો, કશું જ નહિ થાય.' ‘અભયકુમાર ! સામે બહુ મોટું જોખમ છે.’ ભકતામર : અંતસ્તલનો સ્પર્શ = ૧૪૦ Page #150 -------------------------------------------------------------------------- ________________ ‘આપ નિશ્ચિંત રહો. સવારે બધું જ બરાબર થઈ જશે.’ અભયકુમારે બુદ્ધિનો પ્રયોગ કર્યો. બુદ્ધિ કામધેનુ હોય છે – શુદ્ધા હિ બુદ્ધિ કિલ કામધેનુઃ - તેના દ્વારા મનચાહ્યું ફળ મળી શકે છે, અભયકુમારે બુદ્ધિનો એવો પ્રયોગ કર્યો કે ચંડપ્રદ્યોતે સૂર્યોદય પૂર્વે જ પોતાના રાજ્ય તરફ કૂચ શરૂ કરી દીધી. સવારે સૂર્ય ઊગ્યો, સેનાના જવાનો જાગ્યા. લડાઈ માટે તૈયારી કરવા લાગ્યા. અચાનક સમાચાર મળ્યા કે ચંડપ્રદ્યોત પોતાના રાજ્ય તરફ પલાયન કરી ગયો છે. સેનાના અધિકારીઓએ વિચાર્યું કે જ્યારે સ્વામી પોતે જ પલાયન કરી ગયા હોય તો અમે કોની સાથે લડીએ ? કોના નેતૃત્વ અને આદેશ પ્રમાણે લડીએ ? સૂર્યોદયની સાથે સાથે સેનાએ પણ પોતાના રાજ્યની દિશામાં પ્રસ્થાન શરૂ કર્યું. સવારે રાજા શ્રેણિક એ સાંભળીને સુખદ આશ્ચર્યમાં ગરકાવ બન્યા કે ચંડપ્રદ્યોત સૈન્યબળ સહિત રાજગૃહ ઉપર આક્રમણ કર્યા વગર જ પાછો વળી ગયો છે. અભયકુમારના બુદ્ધિચાતુર્યથી યુદ્ધનું જોખમ ટળી ગયું. અભયકુમારે રાજા ચંડપ્રદ્યોત પાસે વિશેષ દૂત દ્વારા સમાચાર પાઠવ્યા, ‘રાજન્ ! આપના સૈન્ય અધિકારી ધનના લોભમાં આવતી કાલે આપને બંદી બનાવીને રાજા શ્રેણિક સામે ખડા કરશે. સુવર્ણની ચમકતી મહોરોએ તેમના વિવેકને ગાળી નાખ્યો છે. તેનું સાક્ષ્ય એ છે કે સેના અધિકારીઓના તંબૂઓની નીચે લાખો સુવર્ણ મુદ્રાઓ અત્યારે છુપાવવામાં આવી છે. જો આપ આપની કુશળતા ઇચ્છતા હો, સંભવિત અપમાન અને પરાજયથી બચવા માગતા હો તો રાજ્ય તરફ પાછા વળી જાવ. એમાં જ આપનું હિત છે.’ સમાચારની આ ભાષાએ ચંડપ્રદ્યોતને વિચલિત કરી મૂક્યો. સંદેહની એક ચિનગારી જગાડી દીધી અને તે પલાયનનું કારણ બની ગઈ. બુદ્ધિ દ્વારા જ્યારે સેનાને ભગાડી શકાતી હોય ત્યારે શ્રદ્ધા દ્વારા એવું કેમ ન થઈ શકે ? પ્રખર બુદ્ધિ જેટલું કામ કરે છે એટલું કામ સામાન્ય બુદ્ધિથી શક્ય નથી બનતું. શ્રદ્ધાનો પણ પ્રકર્ષ થવો જોઈએ. સામાન્ય બુદ્ધિ અને સામાન્ય શ્રદ્ધા દ્વારા અસાધારણ પરિણામની આશા રાખી શકાય નહિ. શ્રદ્ધા ફળતી નથી, કશુંક મળતું નથી ત્યારે લોકો એમ કહે છે કે – જુઓ, અમે કેટલી બધી શ્રદ્ધા રાખી છતાં કંઈ ફળ ન મળ્યું. તેમના પ્રત્યે શ્રદ્ધા રાખવાથી શો ફાયદો ? હકીકતમાં તે શ્રદ્ધા પ્રગાઢ નથી. અહીં તહીં ડગ્યા કરતી શ્રદ્ધાનું કોઈ ખાસ અસ્તિત્વ નથી હોતું. જ્યાં શ્રદ્ધાનો ઉત્કર્ષ થાય છે, ચરમબિંદુ આવે છે ત્યારે અઘટિત ઘટનાઓ ઘટવા લાગે છે, અશક્ય લાગતી વાત પણ શક્ય બની જાય છે, પરંતુ તે ઉત્કર્ષનું બિંદુ આવવું જોઈએ, રસાયણ પેદા થવું જોઈએ. જ્યાં સુધી ૧૪૮ = ભક્તામર ઃ અંતસ્તલનો સ્પર્શ Page #151 -------------------------------------------------------------------------- ________________ ઊંડું રસાયણ પેદા નથી થતું ત્યાં સુધી વાંચ્છિત પરિણામ નથી મળતું. ચંડપ્રદ્યોતના મનમાં એક આશંકા પેદા થઈ ગઈ કે મારા તમામ સૈનિકો શ્રેણિકના બની ગયા છે. હું એકલો પડી ગયો છું. મને બંદી બનાવી લેવામાં આવશે – એમ વિચારીને તે ભાગી ગયો. અભયકુમારે બુદ્ધિના પ્રયોગ દ્વારા આવો ભય પેદા કર્યો. એ જ રીતે શ્રદ્ધાનો ઉત્કર્ષ પણ શત્રુના મનમાં આશંકા અને ભય પેદા કરી શકે છે. તે આશંકા તેના પલાયનનું કારણ બની જાય એમાં કોઈ આશ્ચર્યની વાત નથી. આચાર્ય માનતુંગે જે લખ્યું છે તે, સાપેક્ષ કથન છે. જો શ્રદ્ધાનો પ્રકર્ષ હોય તો એમ બની શકે છે. જો શ્રદ્ધા સાધારણ હોય તો એના ભરોસે ન રહી શકાય. સાધારણ શ્રદ્ધા સફળતા નથી આપતી. એ સચ્ચાઈને ન ભૂલવી જોઈએ કે પ્રકર્ષ શ્રદ્ધા વગર આમ ક્યારેય શક્ય બનતું નથી. સ્તુતિકારે આ કાવ્યમાં શ્રદ્ધાની શક્તિને પ્રગટ કરી છે. એ સ્વર શ્રદ્ધાના પ્રકર્ષમાંથી નીકળેલો સ્વર હતો ‘કાર્ય વા સાધયામિ દેė વા પાતયામિ’ – કાં તો હું કાર્ય સિદ્ધ કરીશ અથવા મારા દેહનો ત્યાગ કરીશ. આચાર્ય ભિક્ષુએ એ જ ભાષામાં કહ્યું હતું કે, ‘મર પૂરા દેસ્યાં પણ આતમ રા કારજ સારસ્યાં’ – ભલે પ્રાણ જાય પરંતુ આત્મસાધનાના માર્ગ ઉપર અમે ચાલતા રહીશું. તેઓ ભયંકર સંજોગોમાં પણ સફળ નિવડ્યા. આવો શ્રદ્ધા પ્રકર્ષ, દૃઢ સંકલ્પ અને નિશ્ચય જેનામાં હોય છે તે સફળ થઈ જાય છે. બુદ્ધે કહ્યું, ‘ભલે શરીર સુકાઈ જાય પરંતુ બોધિ પ્રાપ્ત કર્યા વગર હું આ આસન ઉપરથી ઊઠીશ નહિ.’ તેમને બોધિ પ્રાપ્ત થઈ ગઈ. જ્યાં આવું આત્મબળ અને શ્રદ્ધાનું બળ હોય ત્યાં સફળતા સુનિશ્ચિત બની જાય છે. સ્તુતિનું આ પ્રકરણ એક બોધપાઠ આપે છે કે જેનામાં શ્રદ્ધાનો પ્રકર્ષ હોય તેને માટે ન તો સાપનું જોખમ છે કે ન તો યુદ્ધનું જોખમ છે. તે બંને પરિસ્થિતિથી બચી જાય છે. એ અપેક્ષિત છે કે શ્રદ્ધાનું બળ અને સંકલ્પની શક્તિ જાગે અને આપણે તે શક્તિ દ્વારા અભય બનીએ, માણસ અભય બનવા ઇચ્છે છે, પરંતુ અભયનાં આલંબન-સૂત્રોનું અનુશીલન અને તેના પ્રયોગ કર્યા વગર તે અભય બની શકતો નથી. અભય એ જ બની શકે છે કે જેનામાં શ્રદ્ધા અને સંકલ્પનું બળ જાગી જાય છે. આચાર્ય માનતુંગે શ્રદ્ધાના પ્રકર્ષમાં જ આ ભાષાનો પ્રયોગ કર્યો છે. આપના કીર્તન માત્રથી જ સાપનો ભય દૂર થઈ જાય છે. યુદ્ધ છિન્ન ભિન્ન થઈ જાય છે. યુદ્ધ આવે કે ન આવે, સાપ આવે કે ન આવે પરંતુ એક ભક્તહૃદયમાં શ્રદ્ધાનો પ્રકર્ષ પેદા કરવા માટે માનતુંગ દ્વારા રચાયેલું આ પદ્ય ખરેખર અત્યંત કલ્યાણકારી અને ઉપયોગી છે. - ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ – ૧૪૯ Page #152 -------------------------------------------------------------------------- ________________ ૨૦. રક્ષણકવચ રક્ષણ મહત્ત્વપૂર્ણ તત્ત્વ છે – શક્તિ અને ભક્તિ. એક વ્યક્તિ એટલી બધી શક્તિશાળી હોય છે કે તે પોતાનું રક્ષણ પોતે જ કરી લે છે. જેનામાં શક્તિ ઓછી હોય છે તે ભક્તિનો આશ્રય લે છે. શક્તિનું પૂરક તત્ત્વ ભક્તિ છે. ભક્તિ દ્વારા શક્તિ વધે છે, વિઘ્ન ટળે છે અને રક્ષણ થઈ જાય છે. જ્યાં બે હોય, ત્યાં સંઘર્ષ અનિવાર્ય છે. જ્યાં એક જ હોય ત્યાં કોઈ સંઘર્ષ નથી થતો. અવાજ પણ બેના મિલનથી થાય છે. વાતચીત પણ બે વચ્ચે થાય છે. આ જગતમાં અગણિત દ્વંદ્વ છે. જ્યાં દ્વંદ્વ છે ત્યાં સંઘર્ષ છે, અવરોધ અને વિઘ્ન પણ છે. સૌ કોઈમાં એટલી શક્તિ નથી હોતી કે તેમનો સામનો કરી શકે. શક્તિના વિકાસ માટે જે ઉપાયોનું આલંબન લેવામાં આવે છે, તેમાં ભક્તિ બહુ મોટું તત્ત્વ છે. યુદ્ધ એક સામાજિક અનિવાર્યતા બની ગયું છે. કદાચ બહુ ઓછો સમય એવો વિત્યો હશે કે જ્યારે લડાઈઓ લડવામાં ન આવી હોય, યુદ્ધ ન થયાં હોય. આદિમ યુગને જોઈએ. ઋષભના બંને પુત્રો – ભરત અને બાહુબલી વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું. ભરત અને બાહુબલી બંને ભાઈઓએ યુદ્ધની જે પરંપરા શરૂ કરી તે અવિચ્છિન્ન બની ગઈ. જગતના કોઈ ને કોઈ ખંડમાં યુદ્ધ થતું રહે છે. યુદ્ધ સામાજિક જીવનનો એક અભિશાપ છે. યુદ્ધમાં અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે, છતાં યુદ્ધના સંજોગો પેદા થતા રહે છે. યુદ્ધમાં મુખ્ય પ્રશ્ન હારજીતનો રહે છે. જે શક્તિશાળી હોય છે તે જીતી જાય છે, તેને વિજયની વરમાળા પહેરાવવામાં આવે છે. જે હારે છે તેને દાસ બનાવી દેવામાં આવે છે, પીડા અને ત્રાસ આપવામાં આવે છે. પ્રત્યેક રાજા એમ વિચારે છે કે હું વિજયી બનું, વિજયશ્રી મને જ વરે. જે સમયે જે સ્થિતિ હોય છે, તે સમયની સ્થિતિ મુજબ વિજયના માર્ગમાં આવનારા અવરોધો અને વિઘ્નોને દૂર કરવાના ઉપાય શોધવામાં આવે ૧૫૦ – ભક્તામર ઃ અંતસ્તલનો સ્પર્શ = Page #153 -------------------------------------------------------------------------- ________________ છે. રાજા સારાં શસ્ત્રો, સારા યોદ્ધા, સારી સેના, સારાં સંસાધનો – આ તમાની ઉપલબ્ધિનો પ્રયત્ન કરે છે, જેથી વિજય સહજ બની જાય. તેની સાથોસાથ વિજય માટે તે અનુષ્ઠાન પણ કરાવે છે. કેટલીક વ્યક્તિઓ યુદ્ધ લડવા જાય છે ત્યારે તે પહેલાં કુળદેવની પૂજા કરે છે. કેટલાક લોકો શસ્ત્રોની પૂજા કરે છે. જ્યારે ચક્રવર્તી ભરતે યુદ્ધ માટે પ્રસ્થાન કર્યું ત્યારે ચક્રરત્નની પૂજા કરી. પૂજા અને સન્માન એટલા માટે કરવામાં આવે છે કે શસ્ત્ર અને યોદ્ધાઓ તેમને વિજયી બનાવે. આચાર્ય માનતુંગ આ તમામ સંદર્ભોને ધ્યાનમાં રાખીને યુદ્ધ-વિજયનો એક ઉપાય બતાવી રહ્યા છે – “જ્યારે તમે યુદ્ધ માટે જાવ છો ત્યારે તમે સંપૂર્ણ તૈયારી કરો છો. એ વખતે તમે ભગવાન ઋષભને પણ ભૂલશો નહિ. તેમની સ્તુતિ અને સ્મૃતિ કરો.” આ વાત ખૂબ અટપડી લાગે છે. તે જઈ રહ્યો છે લડાઈ માટે, શત્રુઓને મારવા માટે અને તેને કહેવામાં આવે છે, વીતરાગની સ્તુતિ કરવાનું ! વીતરાગની સ્તવના તો ત્યારે કરવી જોઈએ કે જ્યારે કોઈ વીતરાગ બનવા માટે જઈ રહ્યું હોય અથવા વીતરાગ બનવાની વાત કહી રહ્યું હોય, પરંતુ વિપ્ન-નિવારણ માટે અવીતરાગ પણ વીતરાગની પૂજા કરે છે, ઉપાસના કરે છે. આચાર્ય માનતુંગ તે યુગની યુદ્ધની સ્થિતિનું ચિત્ર વ્યક્ત કરી રહ્યા છે – યુદ્ધ ચાલી રહ્યું છે. તે યુગનાં પ્રક્ષેપાસ્ત્રો હતાં -- ભાલા અને તલવારો. એક હાથમાં તી તલવાર અને બીજા હાથમાં ભાલો. ભાલા દ્વારા લડવામાં આવતું યુદ્ધ અત્યંત ભયંકર હતું. તલવાર કરતાં પણ કદાચ ભાલા પછીથી ઉપયોગમાં આવ્યા હતા. ભાલા ખૂબ તેજ હતા, મોટા મોટા યોદ્ધાઓ ભાલા રાખતા હતા. મહારાણા પ્રતાપનો ભાલો ખૂબ જાણીતો છે. આજે એ ભાલો એકાદ-બે માણસો ભેગા થઈને પણ કદાચ ન ઊઠાવી શકે. આજે માનવીના મનમાં એ ભાલો જોઈને એવો પ્રશ્ન ઉદ્ભવે છે કે આવા ભાલાને યોદ્ધાઓ કેવી રીતે ઊંચકતા હશે? કેવી રીતે ફેંકતા હશે અને કેવી રીતે પ્રહાર કરતા હશે. માનતુંગ કહે છે - ભાલાનો જે આગળનો ભાગ છે તે ખૂબ તીક્ષ્ણ અને અણીદાર છે. યુદ્ધમાં તેવા અણીદાર ભાલાઓ દ્વારા હાથીઓ ઉપર પ્રહાર કરવામાં આવે છે. હાથીઓને વશમાં રાખવાનું ખૂબ મુશ્કેલ કામ હોય છે. તે અણીદાર ભાલાઓના પ્રહારોથી લોહીની ધારા વહેવા માંડતી. ભયંકર યોદ્ધાઓ લોહીની વહેતી વેગીલી ધારામાં આતુર છે. એક તરફ લોહીનાં નાળાં વહી રહ્યાં છે, બીજી તરફ ઉભટ-શુભટ ચાલી રહ્યા છે, આવા ભીષણ યુદ્ધમાં દુર્જય પક્ષને જીતવાનું અત્યંત કઠિન છે. પરંતુ આપના પાદ-પંકજનો આશ્રય લેનાર તે દુર્જય યુદ્ધમાં વિજયશ્રીનું વરણ કરી લે છે. સા, થી મા ના ની મજા ભકતામર : અંતસ્તલનો સ્પર્શ ૧૫૧ Page #154 -------------------------------------------------------------------------- ________________ કુન્નાગભિન્નગજશોણિતવારિવાહવેગાવતારતરણાતુરયોધભીમે । યુદ્ધે જયં વિજિતદુર્જયજેયપક્ષાર સ્વપાદપંકજવનાશ્ચયિણો લભન્તે । આ વિચિત્ર સ્થિતિ છે. સ્તવના કરી છે, વિજય પણ અપાવ્યો છે, પરંતુ તેની સાથે હિંસા પણ જોડાયેલી છે. હાથમાં ભાલો છે, પ્રહારક-સંહારક શસ્ત્ર છે. શું આ સ્થિતિમાં કરવામાં આવેલી સ્તુતિને સ્તુતિ માની શકાય ? આ ભારે વિચિત્ર પ્રશ્ન છે. પ્રભુ ! એ વાત તો સમજાય છે કે આપની સ્તુતિ કરનાર વ્યક્તિ યુદ્ધને શાંત કરનાર બને છે. યુદ્ધ બંધ થઈ જાય, મારામારી ન થાય, હિંસા-હત્યા ન થાય એવી ભાવનાથી સ્તુતિ કરવામાં આવે તો સ્તુતિનો અર્થ સમજાય છે, પરંતુ સ્તુતિનું આ પરિણામ એક પ્રશ્ન પેદા કરી રહ્યું છે. શત્રુપક્ષને મારીને, હરાવીને વિજય અપાવનાર સ્તુતિ કેટલી સાર્થક ગણાય ? શું સ્તુતિનો આવો પ્રભાવ હોવો જોઈએ ? આ પ્રશ્ન ઉપર વિચાર કરીએ તો તે સુસંગત નથી લાગતું. જો આમ હોત, એક આક્રામક અને બીજો રક્ષક હોય, રક્ષણ કરનાર હોય તો પ્રસ્તુત સ્તુતિનો અર્થ સમજાય છે, પરંતુ એ વાતને કઈ રીતે સુસંગત માની શકાય ? ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. હાથમાં સંહા૨ક શસ્ત્રાસ્ત્રો છે અને કોઈ એવું ચિંતન કરી રહ્યું છે કે મારા હાથમાં અમોઘ શસ્ત્ર છે. હું ૠષભનું સ્તવન કરીશ, સૌ કોઈને મારીશ અને યુદ્ધમાં વિજયી બની જઈશ. હું માનું છું કે આ અર્થમાં આ શ્લોક તદ્દન અનર્થકારી બની રહેશે. વ્યક્તિ આક્રામક ન હોય, પોતાનું રક્ષણ કરનાર હોય, કોઈકે તેના ઉપર આક્રમણ કરી દીધું હોય, કપરું વિઘ્ન ઉપસ્થિત થઈ ગયું હોત તો - તે વિઘ્નનિવારણ માટે, યુદ્ધને ટાળવા માટે જો તે સ્તોત્રનો પાઠ કરે અને વિજયી બને તો સ્તુતિનું હાર્દ સમજી શકાય છે. તે આક્રાન્તા નથી, હિંસાનો સંકલ્પ નથી, હિંસા કરવાની ભાવના નથી તેથી તે ઋષભની સ્તુતિ કરે છે અને એવી પ્રાર્થના કરે છે કે - ‘હે પ્રભુ ! હું મારું રક્ષણ કરી શકું, યુદ્ધને અટકાવી શકું, વિઘ્નનું નિવારણ કરી શકું' - આવી સ્તુતિ આક્રમણ માટેની નથી હોતી, વિઘ્ન નિવારણ માટેની હોય છે. જીવનમાં વિઘ્નો આવે, સંકટની ક્ષણો આવે ત્યારે વ્યક્તિ સંકટમોચન માટે ઋષભને હૃદયમાં સ્થાપીને સ્તુતિ કરે તે સ્વભાવિક છે અને તેવી સ્તુતિને નિર્દોષ સ્તુતિ કહી શકાય છે. - માનતુંગસૂરિના પ્રસ્તુત શ્લોકે એક ગંભીર પ્રશ્નને જન્મ આપ્યો છે. એ સ્પષ્ટ તથ્ય છે કે જૈન તીર્થંકરો શસ્ત્રોથી પર રહ્યા છે, અશસ્ત્ર રહ્યા છે. તેમના હાથમાં ક્યારેય કોઈ શસ્ત્ર હોતું નથી. ઘણા બધા દેવો એવા છે કે જેમના ૧૫૨ – ભક્તામર ઃ અંતસ્તલનો સ્પર્શ Page #155 -------------------------------------------------------------------------- ________________ હાથમાં શસ્ત્ર જોવા મળશે. જૈન તીર્થંકરો અહિંસાના પ્રતીક છે. એક તરફ તેમણે શસ્ત્રોનો સર્વથા નિષેધ કર્યો હતો, બીજી તરફ શસ્ત્રનો પ્રહાર અને તેમાં વળી તીર્થંકરની સ્તુતિ ! આ વાત ખૂબ અટપટી લાગે છે. આ ટિલતા ટાળવા માટે સંદર્ભને બદલવો પડશે. અહિંસામાં આસ્થા રાખનાર વ્યક્તિ આ શ્લોકને આ સંદર્ભમાં સ્વીકારી નહિ શકે. તેને એવો જ સંદર્ભ સ્વીકાર્ય બનશે કે જેમાં કોઈ વિઘ્ન આવે, આત્મરક્ષણનો પ્રશ્ન ઉપસ્થિત થાય એવા સંજોગોમાં વ્યક્તિ આત્મરક્ષણ માટે વીતરાગનું શરણ લેતી હોય, અનંતશક્તિનું શરણ સ્વીકારતી હોય. એ વાતને અનિચ્છનીય નહિ કહી શકાય. તેનું ઐચિત્ય પણ સિદ્ધ થાય છે. માનતુંગના પ્રસ્તુત કાવ્યનું કથન એવું જ હોવું જોઈએ. ઋષભસ્તુતિ દ્વારા તે એ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરે છે જેનો જયપક્ષ દુર્જય છે. કમજોર હશે એ તો આક્રમણ જ નહિ કરે, દુર્જય શક્તિએ જ આક્રમણ કર્યું હશે. તેને એ જીતી લે છે અને તે જીતમાં આપની સ્તુતિનો સહયોગ મળી જાય છે. ભયનું એક નિમિત્ત છે - સમુદ્રયાત્રા. આજથી બે-અઢી હજાર વર્ષ પહેલાં સામુદ્રિક યાત્રીઓ લંકા, જાવા, સુમાત્રા, ઉત્તર-દક્ષિણ કોરિયા, ઈન્ડોનેશિયા વગેરે દ્વીપોમાં વેપાર માટે જતા હતા. જૈન શ્રાવકો પણ ઘણી યાત્રાઓ કરતા હતા. આ વિષય ઉપર મોતીચંદ શાહે ‘સાર્થવાહ’ નામનું એક સુંદર પુસ્તક લખ્યું છે. તેમાં વિસ્તારપૂર્વક વર્ણન મળે છે કે જૈન શ્રાવકો કેવી રીતે સમુદ્રની યાત્રા માટે જતા હતા, વેપાર કરતા હતા, ધનનું અર્જન કરતા હતા અને ત્યાં કેવી રીતે રહેતા હતા ? આજકાલ અનેક લોકો જ્યાં જ્યાં જાય છે ત્યાંના નિવાસી બની જાય છે. એક વ્યક્તિ અમેરિકા ગઈ. તેણે ગ્રીનકાર્ડ મેળવ્યું અને તે અમેરિકન બની ગઈ. આવું પહેલાં પણ બનતું હતું. અહીં ચંપાનગરી છે, વિયતનામમાં પણ એક નગરનું નામ ચંપા છે. પુરાતત્ત્વની ઘણી બધી સાધન-સામગ્રી મળે છે. જેના દ્વારા એ ખબર પડે છે કે ભારતનો આ ટાપુઓ સાથે કેટલો બધો સંપર્ક હતો. ઈન્ડોનેશિયામાં રામાયણનું ખૂબ પ્રચલન છે. ત્યાંના નિવાસીઓ મુસલમાન બની ગયા છે, છતાં ત્યાં રામાયણ ચાલે છે. ઘણાં બધાં ચિહ્નો પણ મળે છે. જેના થકી એ પ્રમાણિત થાય છે કે, પ્રાચીનકાળમાં તે ટાપુઓ ભારતીય સંસ્કૃતિથી ખૂબ જ સંપૃક્ત હતા. આજે સમુદ્રયાત્રા અગાઉના જેવી ભયાનક રહી નથી. આજે મોટાં મોટાં જળવાહનો બની ગયાં છે. એ જમાનામાં આટલાં વિશાળ જળવાહનો નહોતાં. તે યુગમાં યાત્રાઓ દરમ્યાન ઘણી મુશ્કેલીઓ પણ આવતી હતી. દરિયાઈ તોફાનો અને આંધીઓ વખતે નૌકાઓ જે રીતે મુશ્કેલીમાં મુકાઈ જતી એ તો એ વખતના સમુદ્ર યાત્રીઓ જ જાણે છે. આચાર્ય માનતુંગ આ વિઘ્નની ભયંકરતાનું ચિત્રણ કરતાં નિવારણનો ઉપાય બતાવી રહ્યા છે. માનતુંગે કહ્યું – " ભક્તામર ઃ અંતઃસ્તલનો સ્પર્શ ॥ ૧૫૩ Page #156 -------------------------------------------------------------------------- ________________ એવો સમુદ્ર કે જેમાં ભયંકર મગરમચ્છ છે, વ્હેલ જેવી વિશાળકાય માછલીઓ છે – એવી ભયંકર માછલીઓ કે જેના ઉદરમાં સમગ્ર જળવાહન સમાઈ જાય ! મગરમચ્છોનો સમૂહ શુભિત બનેલો છે. તે સમુદ્રમાં પણ ભીષણ વડવાનલ સળગેલો છે. જળમાં પણ આગ લાગે છે. વનની આગને દાવાનલ કહે છે અને જળની આગને વડવાનલ કહે છે. એવા સમુદ્રમાં જળવાહન ચાલી રહ્યું છે અને તે ઉછળતા-મચલતા તરંગો ઉપર ચાલી રહ્યું છે. અગાઉ જળવાહન જળની સપાટી ઉપર ચાલતું હતું. પરંતુ એક આંધી આવી અને તે ઉછળતા તરંગોના શિખર ઉપર ચાલવા લાગ્યું. પાણીની ભરતી જળવાહનને આકાશ તરફ ઉછાળી રહી છે. આજે પણ જ્યારે સમુદ્રમાં ભારે ભરતી કે તોફાન આવે છે ત્યારે નૌકાઓ આકાશ તરફ ઉછળવા લાગે છે, સમુદ્રમાં ડૂબી જાય છે. યાત્રીઓ સમુદ્રમાં સમાઈ જાય છે. જે તરવાનું જાણતો હોય તે કદાચ બચી શકે છે. માનતુંગ કહી રહ્યા છે કે આવા સંજોગોમાં જ્યારે વ્યક્તિ મોત અને જીવન વચ્ચે ઝોલા ખાતી હોય ત્યારે આપનું સ્તવન તેને કોઈપણ ત્રાસ વગર સકુશળ મંજિલ સુધી પહોંચાડી દે છે. અંભોનિધો સુભિતભીષણનકચક્રપાઠીનપીઠભયદોÓણવાડવાન્નો, રંગત્તરંગશિખરસ્થિતયાનપાત્રા સ્ત્રાસ વિહાય ભવતઃ સ્મરણાદ્ વ્રજન્તિ // આ સ્તુતિ સમજાય તેવી સ્તુતિ છે. વિપ્ન આવે, સ્તુતિ કરવામાં આવે અને વિપ્ન ટળી જાય. આ સ્તુતિના આલોકમાં હવે યુદ્ધના સંદર્ભને આપણે અવલોકીએ. આપની સ્તુતિ કરનાર યુદ્ધના જોખમને પાર કરી જાય છે. જે વ્યક્તિ આક્રમણની વાત વિચારે છે, કે મારી પાસે મંત્રની શક્તિ છે, સ્તુતિ અને ભક્તિની શક્તિ છે, હું ઇચ્છું તે કરી શકું તેમ છું - તે વ્યક્તિ પોતે જ પોતાનું અનિષ્ટ કરી બેસે છે. જૈન તીર્થકરોનાં સમવસરણમાં, તેમના પરિપાર્શ્વમાં આવી ચિંતનધારા જાગતી નથી. બીજાનું અનિષ્ટ કરવું, આક્રાન્તા બનવું અને વિજયની આકાંક્ષા સેવવી એ તો અહિંસા ધર્મથી સર્વથા પ્રતિકૂળ આચરણ છે. ઇચ્છનીય આચરણ તો એ છે કે જે વિઘ્ન આવી ગયું, કોઈકે યુદ્ધ લાદી દીધું ત્યારે વ્યક્તિ તેનાથી પોતાનું રક્ષણ કરે. આક્રમણકર્તાને સફળ ન થવા દેવો. સ્તુતિ એવા કાર્યમાં સહાયક બને છે. જેથી વિપ્નનું નિવારણ સહજ-સાધ્ય બની જાય છે. પ્રાચીનકાળની એક ઘટના છે. તામ્રલિપ્તિ નગર, જેને કલકત્તા કહી શકાય, તેના એક જૈન શ્રાવકે વિચાર્યું કે હું લંકા જાઉં અને વેપાર કરું. તે વખતે ઘણા બધા લોકો કરિયાણાનો સામાન લઈને જતા અને લંકામાં વેપાર કરતા. ખૂબ કમાણી થતી. લોકો ધનવાન બની જતા. જૈન શ્રાવકે વ્યવસાય માટે સમુદ્ર ૧૫૪. ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ પણ કરી શકાય , તો ભitદીકાકી Page #157 -------------------------------------------------------------------------- ________________ યાત્રાનો નિર્ણય કરી લીધો. જહાજ સામાનથી ભરી દીધું. સમુદ્રની પૂજા કરી. જહાજ સમુદ્રની છાતી ચીરીને આગળ વધવા લાગ્યું. હિન્દ મહાસાગરની વચ્ચે જહાજ પહોચ્યું. નાવિકોએ કહ્યું, “શ્રેષ્ઠીવર ! અહીં બલિ આપવો પડશે.” શ્રેષ્ઠીએ કહ્યું, “શા માટે બલિ આપવો પડશે ?” શ્રેષ્ઠીવર ! જે વ્યક્તિ બલિ નથી આપતી, તેનું દેવી અનિષ્ટ કરી નાખે છે.” “હું જૈન શ્રાવક છું. અહિંસામાં આસ્થા ધરાવું છું. હું બલિ નહિ આપી શકું.” “શ્રેષ્ઠીવર ! આપ બલિ નહીં આપો તો નૌકાઓ તૂટી જશે. જહાજ નાશ 'પામશે, આપણા સૌનું જીવન જોખમમાં પડી જશે.” ભલે ગમે તે થાય, હું બલિ નહિ આપું.” – શ્રેષ્ઠીએ પોતાનો નિશ્ચય જણાવ્યો. “શ્રેષ્ઠીવર ! આટલા બધા લોકોના રક્ષણ માટે આપ એક બકરાનો બલિ આપી દો. કુળની રક્ષા માટે એકને છોડી શકાય છે.” કુળના રક્ષણ માટે બલિદાન આપવાના અનેક પ્રસંગો મળે છે. શકડાલ. નંદ સામ્રાજ્યનો મહામંત્રી હતો, સર્વેસર્વા હતો. કંઈક એવો સંજોગ બન્યો કે રાજા ગુસ્સે થયો. તેણે શકડાલનો પરિવાર સહિત વધ કરવાનો નિર્ણય લીધો. પ્રાચીનકાળમાં એવું થતું હતું – રાજા સમગ્ર પરિવારને મૃત્યુદંડ આપી દેતા હતા. શકડાલને રાજાના આ નિર્ણયની ખબર પડી. શકડાલે ગંભીર વિચારમંથન પછી પોતાના બલિદાનનો નિર્ણય લીધો. તેણે પોતાના પુત્ર શ્રીયકને કહ્યું, “આજે તારે એક કામ કરવાનું છે. જ્યારે હું રાજસભામાં જાઉં અને સમ્રાટ નંદને નમસ્કાર કરું ત્યારે તારે આ તલવાર વડે મારી ગરદન કાપી નાખવાની છે.” પુત્ર બોલ્યો, પિતાજી ! એ કંઈ રીતે શક્ય છે કે પુત્ર પોતાના પિતાની ગરદન કાપે ? આવું મારાથી શી રીતે થઈ શકે.” શુકડાલે કહ્યું, “આ તો કુળની રક્ષાનો સવાલ છે. જો તું મને નહિ મારે તો આપણું કુળ અને વંશ નષ્ટ થઈ જશે. રાજા આપણને સહુને મરાવી નાખશે. કળ માટે મારું બલિદાન અવયંભાવિ બની ગયું છે. પુત્રને પિતાનો આ આદેશ સ્વીકરવા પડ્યો. રાજસભામાં શટડાલે જેવું પોતાનું માથું તમાવ્યું કે તરત જ પુત્ર શ્રીયકે તીણ તલવાર વડે પિતાનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું. શ્રેષ્ઠીએ નાવિકોને કહ્યું, “જ્યારે કુળની રક્ષાનો પ્રશ્ન હોય ત્યારે એકને છોડી શકાય છે. જ્યાં ગામનો પ્રશ્ન હોય ત્યારે કુળને છોડી શકાય છે. જ્યારે મિષ્ટિનો પ્રશ્ન હોય ત્યારે ગામને છોડી શકાય છે, પરંતુ જ્યારે આત્માના ક્ષણનો પ્રશ્ન હોય ત્યારે સઘળું ત્યાગી શકાય છે.” fપા કરી કોણ ?', "E". THI ભકતામર : અંતસ્તલનો સ્પર્શ : ૧૫૫ ય છે ? Page #158 -------------------------------------------------------------------------- ________________ ત્યજેદેકંકુલસ્ત્રાર્થે ગામસ્યાથે કુલે ત્યજેતા રામ જનપદસ્યાથે, આત્માર્થે સકલ ત્યજેત / શ્રેષ્ઠીએ દૃઢ સ્વરમાં કહ્યું, “અહીં કુળ, ગામ કે સમષ્ટિના રક્ષણનો પ્રશ્ન નથી. મારા આત્માના રક્ષણનો પ્રશ્ન છે. હું મારો આત્મધર્મ-અહિંસાની આરાધના નહીં છોડું – ભલે સઘળું ચાલ્યું જાય. મને એ વાતની ચિંતા નથી કે જહાજ રહેશે કે તૂટશે, મને તો એ વાતની ચિંતા છે કે અહિંસાની આસ્થા અણનમ રહે, તે કલુષિત ન થાય.” શ્રેષ્ઠી ધ્યાનમાં બેસી ગયા. સ્તુતિમાં લીન થઈ ગયા. કહેવાય છે કે એક દેવી આવી અને બોલી, “મને બલિ આપ, નહિતર તારા જહાજને ખતમ કરી દઈશ.” શ્રેષ્ઠી સ્તુતિમા અવિચળ રહૃાા. ભક્તામરના આ શ્લોક અંભોનિધૌ.....” નો અવિચળ જાપ કરતા રહ્યા. તે સ્તુતિમાં તલ્લીન બની ગયા. દેવીના પગ ડગમગવા લાગ્યા. તે ધ્રુજી ઊઠી. અરે, આ શું થયું ! શ્રેષ્ઠી અવિચળ કેમ છે ? મને ભય કેમ લાગી રહ્યો છે ? દેવીએ પોતાની શક્તિનો પ્રયોગ કર્યો, છતાં શ્રેષ્ઠીનો વાળ પણ વાંકો ન થયો. હતાશ અને નિરાશ દેવીએ કહ્યું, “શ્રેષ્ઠીવર ! મેં તમારી શક્તિ જાણી લીધી છે. હું તમને નહિ હરાવી શકું. હું જાઉં છું. આપ એક વખત આંખોથી મને જુઓ.” શ્રેષ્ઠીની આંખો ધીમે ધીમે ઉન્મીલિત થઈ. દેવીએ કહ્યું – અમોઘ દેવદર્શનમ્ – દેવતાનું દર્શન અમોઘ હોય છે, તે એળે જતું નથી. હું તમને કંઈક આપવા ઇચ્છું છું. તમે જે ચાહો તે માંગી લો. શ્રેષ્ઠીએ કહ્યું, “મારે કશું જ નથી જોઈતું.” દેવીએ કહ્યું, “કંઈક તો માંગવું જ પડશે. દિવસે વીજળી ચમકે છે તો પ્રાયઃ નિશ્ચિત વરસાદ આવે છે. રાત્રે વીજળી ખૂબ ચમકે તો પણ વરસાદ આવે જ એવો નિયમ નથી. દિવસે વાદળો ખૂબ ગર્જ છે પરંતુ વરસાદ ઓછો પડે છે. જો રાત્રે વાદળો ગજૈ તો પ્રાયઃ નિશ્ચિત વરસાદ આવે છે. દિવસે વીજળીનું કડકવું અને રાત્રે મેઘની ગર્જના એળે નથી જતાં. - અમોઘા વાસરે વિદ્યુત, અમોઘ નિશિ ગર્જનમ્ - આ દેવતાનું દર્શન પણ નિષ્ફળ નથી હતું. અમોઘં દેવદર્શનમ.' દેવીના આગ્રહનો સ્વીકાર કરીને શ્રેષ્ઠીએ કહ્યું, “જો તમે કંઈક આપવા જ ઇચ્છતા હોવ તો આજથી જ બલિ લેવાનું બંધ કરી દો. કોઈ પણ યાત્રી આવે તેની પાસે બલિ ન માંગો.” વચનબદ્ધ દેવીએ શ્રેષ્ઠીનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. જૈન શ્રાવક પોતે અહિંસામાં દૃઢ રહ્યા અને દેવીને પણ અહિંસક બનાવી દીધાં, બલિની પરંપરા બંધ કરાવી દીધી. સ્તુતિનો આ પ્રભાવ ઋષભ સાથે તાદાભ્ય થકી શક્ય બન્યો. આચાર્ય માનતુંગ સમક્ષ સમુદ્રનો પ્રશ્ન હતો તેથી સમુદ્રયાત્રાના ભય નિવારણનો ઉપાય બતાવ્યો. જો તેમની પાસે હવાઈ જહાજ હોત તો એક શ્લો ૧૫૬ ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ ર (કળા . કેતે જીતી Page #159 -------------------------------------------------------------------------- ________________ પ્લેન દુર્ઘટનાથી બચવાનો પણ બનાવી દીધો હોત. મોટર અને કારનો સંદર્ભ હોત તો તેમના દ્વારા નિર્વિન અને સંકુશળ યાત્રાનું સાધન બનાવી દેત. તે યુગમાં વિઘ્નોનાં જેટલાં કારણ હતાં તેમના વિષે સ્તુતિકારે શ્લોક રચના કરી છે. આજે કોઈ બીજા માનતુંગ આવે અને બીજું ભક્તામર રચે તો તે વાયુયાન, મોટરકાર વગેરે દ્વારા ઊભા થતા અવરોધોના નિવારણ માટે શ્લોકો બનાવે. હકીકતમાં આચાર્ય માનતુંગે શક્તિશાળી શ્લોકોની રચના કરી છે. તેમનું સ્તવન કરવાથી એક પ્રકારની શક્તિ જાગે છે અને તે શક્તિ કમજોર વ્યક્તિને પરાસ્ત કરી દે છે. તે શક્તિ પુદ્ગલોની શક્તિ છે, પરમાણુઓની શક્તિ છે. શક્તિશાળી પરમાણુ કમજોર પુદ્ગલ પરમાણુઓને ભગાડી મૂકે છે, તેમને નષ્ટ કરી દે છે. સ્તવનના એ જ પ્રભાવની માનતુંગસૂરિએ ચર્ચા કરી છે – ભયંકર યુદ્ધમાં તે વિજય અપાવી દે છે, વ્યક્તિ માટે રક્ષાકવચ બની જાય છે અને ભયાવહ સમુદ્રયાત્રામાં પણ સકુશળ પાર પાડી દે છે. - ઈ.સ. ૧૯૯૩, સરદાર શહેર. અક્ષયતૃતીયાનો પ્રસંગ. એક દિવસ એક બહેને કહ્યું, “હું એક આશ્ચર્યકારક વાત કહેવા ઇચ્છું છું.” મેં કહ્યું, “કહો, શી વાત છે?” તેણે કહ્યું, “સરદાર શહેરના એક ભાઈ માણેક સુરાણા રેલવેમાં પ્રવાસ કરી રહ્યા હતા. તે જે ડબ્બામાં બેઠા હતા તેમાં ડાકુઓ આવી ગયા. તમામ લોકો ગભરાઈ ગયા. જેમની પાસે જે કંઈ હતું તે બધું તેમણે છીનવી લીધું. તે ભાઈએ “ૐ ભિક્ષુ, ૐ ભિક્ષુ'નો જાપ શરૂ કર્યો. ડાકુ તેની પાસે આવ્યા, પરંતુ તે જાપમાં લીન જ રહ્યા. ડાકુઓ આગળ ચાલ્યા ગયા. થોડી વાર પછી તેઓ ફરીથી આવ્યા. એક ડાકુએ કહ્યું – આ તો કોઈ પાગલ માણસ લાગે છે. તેને જવા દો. - એ ભાઈને છોડીને બાકીના તમામને લૂંટી લીધા અને રેલવેમાંથી ઊતરી ગયા.” આ ધ્વનિ પ્રકંપનનો, ભાવના અને સ્તવનનો પ્રભાવ છે. આવી એક નહિ અનેક ઘટનાઓ જોવા મળે છે. આવું બની શકે છે, આવું બને છે તેથી તે અતિશયોક્તિપૂર્ણ તથ્ય નથી. સ્તુતિનો જે પ્રભાવ હોય છે, તેનું સમ્યફ પ્રદર્શન નિદર્શન આ કાવ્યમાં છે. એ સચ્ચાઈનું અનુશીલન કરીએ તો અનેક નવા અનુભવો આપણા જીવનમાં પ્રફુટિત થઈ શકે છે. વિક કે તે 'ડાક "રકિરણ ડહાદ રિઝરક ભકતામર : અંતસ્તલનો સ્પર્શ ૧૫૦ Page #160 -------------------------------------------------------------------------- ________________ ૨૧. પરિવર્તનના નિયમોને જાણીએ માનવીનો એ સતત પ્રયત્ન રહ્યો છે કે એનું જીવન નિર્વિન અને નિબંધ બને. એવા જીવનના નિર્માણ માટે તેણે અનેક ઉપાયો શોધી કાઢ્યા છે. આગમ સાહિત્યમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ જીવ જન્મ લે છે ત્યારે પ્રારંભે સમયમાં ગ્રહણ કરે છે, સર્વબંધ થાય છે. તે વખતે તે તમામ સામગ્રીને ગ્રહણ કરી છે, કે જે ભવિષ્યના જીવન માટે આવશ્યક હોય છે. જ્યોતિષશાસ્ત્રનો મત છે કે જે સમયે પ્રાણી જન્મ લે છે તે સમયે તે સૌરમંડળનાં વિકિરણો અને કિરણો ગ્રહણ કરી લે છે. તેના જ આધારે જન્મકુંડળી બને છે. તેનો જીવન ક્રમ ચાલે છે. જે ગ્રહણ કર્યું છે તેમાં કંઈક એવું પણ થાય છે કે જે અવરોધરૂપ બને છે. પ્રશ્ન ઉદ્ભવ્યો કે તેનું નિવારણ શી રીતે કરવું. આ સંદર્ભમાં અનેક ઉપાયો શોધવામાં આવ્યા. એક ઉપાય છે ભક્તિ અથવા મંત્રનો પ્રયોગ. તેના થકી ચેતના શક્તિશાળી બને છે, વિપ્ન અને અવરોધનું નિવારણ થઈ જાય છે. માનતુંગસૂરિએ પ્રસ્તુત કાવ્યમાં તે સમયના ભયાનક વ્યાધિનો ઉલ્લેખ કર્યો છે. એ વ્યાધિનું નામ છે જલોધર. આજે આ રોગના અનેક ઉપાયો શોધવામાં આવ્યા છે અને તેથી તેને ભયંકર માનવામાં નથી આવતો. પરંતુ તે યુગમાં આ રોગ ખૂબ જટિલ હતો. વૈદ્યો માટે તે મોટી સમસ્યા રૂપ હતો. પેટમાં પાણી જ પાણી થઈ જાય છે. એ જલોધરને કારણે ભીતરમાં એટલો બધો ભાર થઈ જાય કે વ્યક્તિ આકુળ-વ્યાકૂળ બની જાય. આપણે જલોધરના વ્યાધિથી પીડિત અનેક લોકોની દશા જોઈ છે. આ રોગથી ગ્રસ્ત વ્યક્તિ વ્યાકુળ અને બેચેન બની રહે છે. આચાર્ય માનતુંગ કહે છે કે ભીષણ જલોધરનાં ભારથી વ્યગ્ર બનેલો માણસ ચિંતનીય દશામાં પહોંચી જાય છે. તેનો રોગ અસાધ્ય બની ગયો છે. રોગની બે પ્રકારની અવસ્થાઓ હોય છે – સાધ્યાવસ્થા અને અસાધ્યવસ્થા. સહજ સાધ્ય રોગ એ છે કે જે સામાન્ય ઉપચારથી મટી જાય છે. અસાધ્ય રોગ ૧૫૮. ભક્તામર અંતસ્તલનો સ્પર્શ હ તી અને Page #161 -------------------------------------------------------------------------- ________________ એ છે કે જેના ઉપર ખૂબ મુશ્કેલીથી નિયંત્રણ મેળવી શકાય છે અથવા તો નથી પણ મેળવી શકાતું. આજે કેન્સરનો વ્યાધિ નાઇલાજ મનાય છે. પ્રાથમિક ભૂમિકા ઉપર તેનો ઈલાજ થઈ શકે છે પરંતુ અંતિમ સ્ટેજ ઉપર તે અસાધ્ય બની જાય છે. તેનો કોઈ ઈલાજ શક્ય બનતો નથી. તે યુગમાં જલોધર એવો જ ભીષણ રોગ હતો. વ્યક્તિ આ રોગને કારણે શોચનીય સ્થિતિમાં મૂકાઈ જતી હતી, તે જીવનની આશા મૂકી દેતી હતી. તેને નજર સામે મોત દેખાતી હતી. શું આવી સ્થિતિમાં વ્યક્તિ બચી શકે ખરી ? શું આ અસાધ્ય રોગનો કોઈ ઉપાય છે ? ઉપાય ક્યારેય સમાપ્ત નથી થતો. નવાં નવાં ઉપાયો આવ્યા કરે છે. દરેક અપાયનો ઉપાય હોય છે. એવું નથી કે માત્ર અપાય જ છે અને કોઈ ઉપાય નથી. માનતુંગ પોતે આ વ્યાધિથી મુક્તિનો ઉપાય બતાવી રહ્યા છે – પ્રભુ ! આપનાં ચરણની ધૂળ અમૃત છે. તે રોગી એ ધૂળનો શરીર ઉપર લેપ કરીને જલોધરથી મુક્તિ મેળવી શકે છે. જેવી રીતે ચંદનનો લેપ કરવામાં આવે છે, તેવી જ રીતે રજોમૃતનો લેપ કરી શકાય છે. જલોધરના ભારથી વાંકો વળેલો માણસ તે લેપ દ્વારા મકરધ્વજતુલ્યરૂપાઃ – કામદેવ સમાન સુંદર બની જાય છે. ઉદભૂતભીષણજલોદરભારભુગ્ગા, શોચ્યાં દશામુપગતાશચુતજીવિતાશાઃ । ત્વત્પાદપંકજરજોમૃતદિગ્ધદેહાઃ, મર્ત્ય ભવંતિ મકરધ્વજતુલ્યરૂપાઃ એ કોઈ અતિશયોક્તિવાળી વાત નથી કે ન તો એમાં કોઈ ચમત્કાર છે. અમે લોકો ચમત્કારમાં વિશ્વાસ નથી કરતા. જે નિયમને નથી જાણતો, તેને માટે ચમત્કાર જેવું કંઈક હોય છે, પરંતુ જે નિયમને જાણે છે તેને માટે ચમત્કાર જેવું કાંઈ જ નથી હોતું. અજ્ઞાની જેના ચમત્કાર કહે છે તે જ્ઞાની માટે એક નિયમ છે. ચમત્કારને નમસ્કાર કરો એમ કહેવાને બદલે નિયમને નમસ્કાર કરો એમ કહેવું જોઈએ. દરેક પરિવર્તન ચમત્કારની પાછળ એક નિયમ હોય છે. કલક્તા ચાતુર્માસ સંપન્ન કરીને પૂજ્ય ગુરુદેવ રાજસ્થાન તરફ આવી રહ્યા હતા. રસ્તામાં એક કાર અટકી. તેમાંથી એક બંગાળી દંપત્તિ નીચે ઊતર્યું. ગુરુદેવને પ્રણામ કર્યા. ગુરુદેવ પુછ્યું, ‘કેમ આવવું થયું ?’ ‘આપને નમસ્કાર કરવા માટે,’ ‘શું આપ પરિચિત છો ?’ ‘પ્રત્યક્ષ તો નહિ, પરોક્ષ પરિચિત છીએ.’ પરોક્ષ પરિચય ક્યારે થયો હતો ? કઈ રીતે થયો હતો ?’ ભકતામર : અંતસ્તલનો સ્પર્શ = ૧૫૯ Page #162 -------------------------------------------------------------------------- ________________ ગુરુદેવ ! મારી પત્નીને ટી.બી.ની બીમારી થઈ હતી. ઘણા ઇલાજ કરાવ્યા પરંતુ કોઈ ફરક ન પડ્યો. આપના એક શ્રદ્ધાળુ ભક્ત મને કહ્યું કે ગુરુદેવના ચરણની ધૂળનું સેવન કરો તો બીમારી દૂર થઈ જશે. મારી પત્નીએ ચરણરજનો પ્રયોગ કર્યો અને તે બિલકુલ સ્વસ્થ થઈ ગઈ. તેથી અમે આપને વંદન કરવા આવ્યાં છીએ.” શું ચરણરજ તે વળી દવા કહેવાય? પાણી તો કદાચ દવા કહેવાય પણ ધૂળ તો કોઈ દવા નથી. જ્યાં શ્રદ્ધા અને ભાવનાનો પ્રયોગ થઈ જાય છે ત્યાં ધૂળ પણ અમૃત બની જાય છે. આ શ્રદ્ધાનો નિયમ છે, શ્રદ્ધાનો ચમત્કાર છે. એક માણસે ઝેરને અમૃતની ભાવનાથી ભાવિત કરી દીધું. તે ઝેરનું સેવન તેના માટે અમૃતનું કામ કરશે. કોઈ માણસ અમૃતને વિશ્વની ભાવનાથી ભાવિત કરે તો તે અમૃત પણ તેના માટે વિષ સમાન બની જશે. સવાલ છે આપણી ભાવનાનો. આપણી કઈ અને કેવી ભાવના તેની સાથે જોડાયેલી છે. માનતુંગ આ સચ્ચાઈનું ઉદ્ઘાટન કરી રહ્યા છે, “પ્રભુ ! જેના હૃદયમાં આપના પ્રત્યે ભક્તિ જાગી જાય છે, તેને માટે આપની ચરણરજ પણ અમૃત બની જાય છે.' પ્રશ્ન એ થાય કે ઋષભની ચરણરજ ક્યાંથી આવી ? ઋષભનું નિર્વાણ થયાને લાખો વર્ષ વીતી ગયાં છે. અત્યારે તેમની ચરણરજ શી રીતે આવે ? ક્યાંથી આવે ? આ એક પ્રકારનો યોગ છે. ડૉક્ટરે કોઈ માણસને કહ્યું કે, “તમે પાંચ કિલો મીટર ચાલો અને ખૂબ ઝડપથી ચાલો.” પ્રશ્ન થયો કે, “તે માણસ કઈ રીતે પાંચ કિલો મીટર ચાલી શકશે ?” તેનો ઉપાય શોધ્યો, “કાયોત્સર્ગની મુદ્રામાં બેસી જાવ. જ્યારે ગાઢ શિથિલતા અને એકાગ્રતા થઈ જાય ત્યારે એવો સંકલ્પ કરો કે હું ખૂબ ઝડપથી ચાલી રહ્યો છું. એવો અનુભવ કરો કે હું તીવ્ર ગતિથી ચાલી રહ્યો છું. આ વાતનું વારંવાર પુનરાવર્તન કરો, મનનું તે જ રૂપમાં પરિણમન કરી લો તો ચોક્કસ તમારી યાત્રા થઈ જશે. કોઈ વ્યક્તિ આસન અને વ્યાયામ કરવામાં અસમર્થ હોય તો તે કાયોત્સર્ગ કરે, ઊંડી એકાગ્રતામાં પહોંચી જાય અને એવી માનસિક કલ્પના કરે કે, “હું અમુક આસન કરી રહ્યો છું.” ઊંડી એકાગ્રતા સાથે જો તે એ રૂપમાં પરિણત થઈ જાય તો મત્સ્યાસન પણ થઈ જશે, સિદ્ધાસન પણ થઈ જશે અને વજાસન થઈ જશે. એક ક્રિયા એ છે કે જે શારીરિક હોય છે. એક ક્રિયા એ હોય છે કે જે માનસિક હોય છે. માનસિક અને ભાવનાત્મકક્રિયા એ જ કાર્ય કરી દે છે કે જે શારીરિક ક્રિયા દ્વારા નિષ્પન થતું હોય છે. તે માટે એ જરૂરી છે કે જે પ્રકારની નિષ્પત્તિ આપણે ચાહતા હોઈએ તે પ્રકારની ભાવના સિદ્ધ થવી જોઈએ. પ્રેક્ષાધ્યાનના સંદર્ભમાં અમે એવા અનેક પ્રયોગો કરાવ્યા છે અને તે પ્રયોગો ખૂબ સફળ નિવડ્યા છે. ૧૬૦ ભકતામર અંતસ્તલનો સ્પર્શ કરી પર મારી આ છે. મહાન ની , Page #163 -------------------------------------------------------------------------- ________________ તિબેટની સાધનાપદ્ધતિમાં શિષ્યની એક કસોટી થાય છે. જે વ્યક્તિ શિષ્ય બનવા ઈચ્છતી હોય તેની પહેલાં કસોટી કરવામાં આવે છે. તિબેટ હિમાલયની બાજુમાં આવેલો પ્રદેશ છે. ત્યાં બરફ ખૂબ પડે છે, ભયંકર ઠંડી પડે છે ભાવિ શિષ્યને ગુરુ સૌ પ્રથમ આદેશ આપે છે કે, “બરફ ઉપર જઈને બેસો.” બીજો આદેશ આપવામાં આવે છે કે, “કપડાં ઉતારી દો.” ત્રીજો આદેશ એવો મળે છે કે હવે શરીરમાંથી પરસેવો બહાર કાઢો. પરસેવો બહાર કાઢશો તો શિષ્ય બની શકશો. જો પરસેવો નહિ આવે તો શિષ્ય નહિ બની શકો. શિયાળાની તુ, બરફની શિલા અને વસ્ત્રવગરનું શરીર – ક્યાંથી આવે પરસેવો ? ભાવના દ્વારા પરસેવો આવી શકે છે. તે વ્યક્તિ ગ્રીષ્મઋતુની ભાવના કરે છે, ઉત્તાપ તાપનો અનુભવ કરે છે. એક કલાક સુધી એવી ભાવના અને અનુભૂતિમાં લીન બની જાય છે પરિણામે એના શરીરમાંથી પરસેવો બહાર નીકળવા લાગે છે. શિષ્ય બનવાની તેની ઇચ્છા સાકાર થાય છે. એ જ રીતે જો તીવ્ર ગરમીમાં શીતળતાની ભાવના કરવામાં આવે તો ભયાનક ગરમીનો અહેસાસ પણ ન થઈ શકે. આ બધું ભાવના દ્વારા ઘટિત થાય છે. આજે ઋષભ નથી પરંતુ એક એવું માનસિક ચિત્ર બનાવી લેવામાં આવે, કલ્પના કરી લેવામાં આવે કે, “ઋષભ ચાલી રહ્યા છે, હું તેમની ચરણરજ લઈ રહ્યો છું અને તે ચરણરજનો મારા સમગ્ર શરીર પર લેપ કરવામાં આવી રહ્યો છે. જો આવી ભાવનામાં લીન બની જવાય તો કામ પાર પડી જાય. જૈન યોગમાં પરિણમનને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આપણે શરીર દ્વારા જે કંઈ કરીએ છીએ તે આપણી સ્થૂળ ક્રિયા હોય છે. આપણે ભાવના દ્વારા જે કંઈ કરીએ છીએ તે આપણી સૂક્ષ્મ ક્રિયા હોય છે. શારીરિક ક્રિયા કરતાં હજાર ગણી વધુ શક્તિશાળી હોય છે ભાવનાત્મક ક્રિયા. તે ક્રિયા ખૂબ સફળ બને છે. ભાવનાનો એક પ્રયોગ છે - માનસિક ચિત્રનું નિર્માણ કરવું અને તે ચિત્રને જોવું, જેવું વ્યક્તિ જોવા ઇચ્છે છે. અમેરિકન ડૉક્ટર ઓરાલિસે હૃદયરોગીઓ ઉપર એક પ્રયોગ કર્યો. જેમનું હૃદય બીમાર હતું, ધમનીઓમાં બ્લોકેજ થઈ ગયા હતા, તેમને ભાવનાના પ્રયોગ કરાવ્યા. બે ચિત્રો બનાવ્યાં – સ્વસ્થ હૃદયનું ચિત્ર અને રુણ (રોગી) હૃદયનું ચિત્ર ડૉક્ટરે રોગીઓને નિર્દેશ આપ્યો, “સ્વસ્થ હૃદય ઉપર ધ્યાન કરો અને એવો સંકલ્પ કરો કે ધમનીઓ બરાબર થઈ રહી છે, અવરોધો દૂર થઈ રહ્યા છે, હૃદય સ્વસ્થ બની રહ્યું છે. આ પ્રયોગનાં આશ્ચર્યજનક પરિણામો મળ્યા. જેમના બ્લોકેજ ઊંડા હતા તે રોગીઓ બાયપાસ સર્જરી વગર તદન સ્વસ્થ બની ગયા. ભાવનાનો આ પ્રયોગ ચમત્કારિક ઔષધ બની ગયો. હકીકતમાં ભાવના દ્વારા આવું બની શકે. માનતુંગસૂરિએ જે લખ્યું છે તે ભાવનાનો જ એક પ્રયોગ A કાર પર જાણી જાણી શકાય છે. ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ ૧૬૧ Page #164 -------------------------------------------------------------------------- ________________ છે – “પ્રભુ! આપની ચરણરજનો લેપ કરનાર ભીષણ જલોધરથી મુક્તિ પામી શકે છે, કામદેવ સમાન બની જાય છે.” ભયનું એક કારણ છે – બંધન. બંધન પણ અવરોધ છે. માનતુંગ કહી રહ્યા છે કે એવી વ્યક્તિ કે જેને આપાદકઠ-પગથી શરૂ કરીને ગળા સુધી લોખંડની સાંકળોથી જકડી દેવામાં આવી છે. ખૂબ નક્કર છે પગની બેડીઓ. તેના અગ્રભાગ સાથે જાંઘનો ભાગ પ્રસાઈ રહ્યો છે. પગમાં બેડીઓ છે અને સમગ્ર શરીર સાંકળોમાં જકળાયેલું છે. આવા સંજોગોમાં આપના નામનું અનવરત સ્મરણ કરે તો બંધન તૂટી જાય છે. આપાદકંઠમુસસ્મશૃંખલવેષ્ટિતાંગા, ગાઢ બૃહન્તિગડકોટિનિષ્ટજેવા: / ત્વનામમંત્રમનિશ મનુજજાઃ સ્મસ્ત , સધ: સ્વયં વિગતબંધભયા ભવન્તિ / આચાર્ય માનતુંગે પોતે આ શ્લોકનો પ્રયોગ કર્યો હતો. જ્યારે આચાર્ય માનતુંગને બાંધી દેવામાં આવ્યા ત્યારે તેઓ તે બેડીઓ અને તાળાં તોડીને બહાર નીકળી આવ્યા. આ સ્તોત્ર દ્વારા તમામ બેડીઓ તૂટી ગઈ, તમામ . તાળાં ખૂલી ગયાં. અજમેરુદુર્ગનો અધિષ્ઠાતા રણપાલ હતો. તેને બાદશાહ જલાલુદ્દીન સાથે સંઘર્ષ ચાલતો હતો. એ વખતે જલાલુદ્દીનનું શાસન હતું. તે અજમેરુદુર્ગ ઉપર સત્તા સિદ્ધ કરવા માંગતો હતો. પરંતુ તેમાં સફળ થઈ શકતો નહોતો. તે કિલ્લો અજેય બનેલો હતો, નિયંત્રણમાં આવતો નહોતો. તે કિલ્લામાં એક મીર રહેતો હતો. તે માત્ર દેખાવ પૂરતો સ્વામીભક્ત હતો. તેણે રણપાલ અને તેના પુત્રોને પ્રપંચથી બંદી બનાવીને બાદશાહ જલાલુદ્દીન પાસે પહોંચાડી દીધા. બાદશાહે પિતા-પુત્રોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા. રણપાલ ભક્તામરનો પરમ ભક્ત હતો. તે ભક્તામરના પાઠને જ નહિ, મર્મને પણ જાણતો હતો. તેણે વિચાર્યું કે મારી પાસે બંધનમાંથી મુક્ત થવાનો મંત્ર છે. મારે તેનો પ્રયોગ કરવો જોઈએ. રણપાલે એ વિચારને કાર્યાન્વિત કર્યો. તેણે ભક્તામરનો બેતાળીસમો શ્લોક, “આપાદકંઠમુરશૃંખલ....”નો પાઠ શરૂ કર્યો અને તેની સાથે “ૐ ઋષભાય નમઃ”નો જાપ શરૂ કર્યો. જાપ પણ એક ચોક્કસ માત્રામાં કરવાનો હોય છે. જ્યારે તે માત્રા સંપન્ન થાય છે ત્યારે મંત્ર શક્તિશાળી બની જાય છે, મંત્ર તન્ય બની જાય છે. જ્યાં સુધી મંત્ર ચૈતન્ય નથી બનતો ત્યાં સુધી મંત્ર કામ નથી કરતો. જ્યારે મંત્ર ચૈતન્ય બને છે ત્યારે તેની ક્રિયા થાય છે. રણપાલે મંત્રવિધિ મુજબ આ મંત્રનો દસહજાર વખત જાપ કર્યો. જેવો તે જાપ સંપન્ન થયો કે તરત • જ મંત્ર ચૈતન્ય બની ગયો. મંત્ર ચૈતન્ય બનતાં જ એક સુંદર યુવતી રણપાલની ૧૨ બતણવે અતતાનો સ્પર્શ કરતા કરી Page #165 -------------------------------------------------------------------------- ________________ સામે આવી. રણપાલે પૂછ્યું, ‘આપ કોણ છો ? માનુષી છો કે દેવી છો ?’ તે યુવતીએ કહ્યું, ‘હું ચક્રેશ્વરી દેવીની સેવિકા છું. ચક્રેશ્વરી ભગવાન ઋષભની અધિષ્ઠાત્રી દેવી છે. તેમણે મને તમારાં બંધન તોડવા માટે મોકલી છે. તમે ઊભા થઈ જાવ.’ ‘હું બંધાયેલો છું, શી રીતે ઊભો થાઉં ?’ ‘તમે પગ તરફ જુઓ, બંધન ક્યાં છે ?’ રણપાલે જોયું તો પગની બેડીઓ તૂટી ગઈ હતી ! તે ઊભો થઈ ગયો. દેવીએ કહ્યું, ‘ચાલો, જ્યાં જવું હોય ત્યાં જાવ.’ ‘મારો પુત્ર પણ બંધનમાં છે.’ ‘તેને પણ હાથ લગાડો, તેની બેડીઓ તૂટી જશે.’ પિતા-પુત્ર મુક્ત થઈ ગયા. તેરાપંથના ઇતિહાસનો ખૂબ જાણીતો પ્રસંગ છે - શોભજી શ્રાવકની બેડીઓ તૂટી ગઈ હતી. તેઓ આચાર્ય ભિક્ષુનાં દર્શનમાં એવા તન્મય બની ગયા કે બંધનો તૂટી ગયાં. જ્યાં શ્રદ્ધાનો પ્રકર્ષ થાય છે ત્યાં આવી ઘટનાઓ ઘટે છે. આપ એને ચમત્કાર ન માનશો. આ કોઈ ચમત્કાર નથી, એક નિયમ છે. જ્યાં શ્રદ્ધાનો પ્રકર્ષ થાય છે, આત્મબળ અથવા મનોબળનો પ્રકર્ષ થાય છે ત્યાં માત્ર બેડીઓ જ નહિ, નાગપાશ પણ તૂટી જાય છે. હનુમાને શું કર્યું હતું ? આત્મબળ અને શ્રદ્ધાબળ થકી તેમનો નાગપાશ તૂટી ગયો. શ્રદ્ધાબળ થકી નાગપાશ પણ તૂટી જાય છે, બંધન પણ તૂટી જાય છે. રણપાલનાં બંધનો પણ તૂટી ગયાં. તેણે દેવીને કહ્યું, ‘અમે બહાર શી રીતે જઈએ ? સશસ્ત્ર સંત્રીઓ ઊભા છે.’ દેવીએ કહ્યું, ‘ચાલો, ચિંતાની કોઈ વાત નથી.’ દેવીની સાથે તેઓ ચાલી નીકળ્યા. એ લોકો સૌને જોઈ શકતા હતા, પરંતુ તેમને કોઈ જોઈ શકતું ન હતું. અદૃશ્ય થવાની પણ એક વિદ્યા છે. દેવીની પાસે અદૃશ્ય શક્તિ હતી. એક ગુટિકા પણ એવી આવે છે કે જેને મોંમાં મૂકવાથી. વ્યક્તિ અદૃશ્ય બની જાય. જ્યાં સુધી તે ગુટિકા મોંમાં રહે છે ત્યાં સુધી વ્યક્તિ અદૃશ્ય રહે છે. જેવી એ ગુટિકા બહાર કાઢવામાં આવે કે તરત તે દૃશ્યમાન બની જાય છે. એ પણ કોઈ ચમત્કાર નથી. એક નિયમ છે. વૈજ્ઞાનિક પ્રયોગ છે. આસપાસ સૂક્ષ્મ પરમાણુઓનું એક વલય બની જાય છે. તે સૂક્ષ્મ પરમાણુઓને ચર્મચક્ષુઓ જોઈ શકતાં નથી. જ્યાં સુધી આપણું શરીર સ્થૂળ છે ત્યાં સુધી બીજા લોકો તેને જોઈ શકે છે. આપણે પોતાના શરીરને સૂક્ષ્મ બનાવી શકીએ તેવી પ્રક્રિયા હાથમાં આવી જાય તો આપણું શરીર પણ અદૃશ્ય બની જાય. અદૃશ્ય બનેલો રણપાલ સુરક્ષિત રીતે પોતાના કિલ્લામાં પહોંચી ગયો. આચાર્ય માનતુંગ એ જ અનુભૂત સચ્ચાઈનું ઉદ્ઘાટન કરી રહ્યા છે – ઇ ભક્તામર : અંતસ્તલનો પર્ણ – ૧૬૩ Page #166 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ! આપના નામસ્મરણથી સાંકળો અને બેડીઓ તૂટી જાય છે, પદનાં બંધન તૂટી જાય છે. માણસ સ્વસ્થ અને સુરક્ષિત બની જાય છે. આચાર્યે કેટલાક વિક્નોનો નામોલ્લેખ કરીને તેમના નિવારણનાં સૂત્રો આપ્યાં છે. એનો અર્થ એ જ છે કે એક વિગ્ન માટે બતાવેલો ઉપાય બીજા વિનમાં ઉપયોગી બની શકતો નથી. રોગ માત્ર જલોધરનો જ નથી હોતો. અનેક પ્રકારના વ્યાધિ હોય છે. તેમાં પણ આ સ્ત્રોત પ્રભાવક બની શકે છે. મૂળ પ્રશ્ન છે શ્રદ્ધા અને વિશ્વાસનો. જે વ્યક્તિ ફેથહીલિંગની પદ્ધતિ જાણે છે તેના માટે આમાં ચમત્કાર જેવું કશું નથી. વિશ્વાસ દ્વારા અનેક જટિલ રોગોની ચિકિત્સા થઈ શકે છે. એક વ્યક્તિને કેન્સર થઈ ગયું. ઘણી દવાઓ કરી છતાં ઠીક ન થયો. કોઈ સમજદાર વ્યક્તિએ તેને પરામર્શ આપ્યો કે, “દવાઓ છોડો અને વિશ્વાસ પેદા કરો. એ વાતનું વારંવાર અનુચિંતન કરો કે “હું સ્વસ્થ થઈ રહ્યો છું... હું સ્વસ્થ થઈ રહ્યો છું”.” તે વ્યક્તિએ આ વાક્યનું દિવસમાં હજાર વખત પુનરાવર્તન કર્યું અને ચમત્કાર થઈ ગયો. કેન્સરની બીમારી દૂર થઈ ગઈ. એક સાધ્વીજીના પેટમાં ગાંઠ હતી. ડૉક્ટરે કહ્યું કે ઓપરેશન કરાવવું પડશે. સાધ્વીજીએ કહ્યું કે જ્યાં સુધી ગુરુદેવનો આદેશ ન મળે ત્યાં સુધી હું ઓપરેશન કરાવીશ નહિ. અમને સમાચાર મળ્યા. આદેશ મોકલવામાં વિલંબ થઈ ગયો. નિર્ધારિત દિવસે ઓપરેશન થઈ ન શક્યું. આદેશ મળ્યા પછી સાધ્વીજીએ અમનું તપ કર્યું. બીજા દિવસે એવો આભાસ થયો કે જાણે કોઈક એ ગાંઠને લઈ જઈ રહ્યું છે. ત્રીજા દિવસે ડૉક્ટરને બતાવ્યું. સોનોગ્રાફી કરવામાં આવી. ડૉક્ટરે વિસ્મયપૂર્વક કહ્યું કે ગાંઠ છે જ નહિ તો પછી ઓપરેશન શેનું કરીશું? સામાન્ય માણસ એમ કહેશે કે આ ચમત્કાર હશે. હકીકતમાં આ ચમત્કાર નથી. એ તો માત્ર પોતાની આસ્થા, શ્રદ્ધા, ભાવના અને મનોબળનો પ્રયોગ છે. જે વ્યકિત શ્રદ્ધા કરવાનું જાણે છે, શ્રદ્ધાને સહારે મનોબળને દૃઢ કરવાનું જાણે છે તથા એ સચ્ચાઈને જાણે છે કે વ્યક્તિ જે જે ભાવમાં આવિષ્ટ બને છે તે તે ભાવમાં તે પરિણત થઈ જાય છે – તે પોતાના વિષ્ણ-અવરોધના નિવારણનો મંત્ર પામી જાય છે. શરીરમાં કોઈ રોગ નથી પરંતુ મનમાં અન્યથા ભાવ કે આશંકા પેદા થઈ જાય તો વ્યક્તિ બીમાર પડી જાય છે. પ્રાચીન ઘટના છે. હોળીના દિવસો હતા. એક માણસનો દૈનિક ક્રમ હતો – વહેલી પરોઢે શૌચક્રિયા માટે ખૂબ દૂર સુધી જંગલમાં જવાનો. એક દિવસ પાંચ વાગે તે માણસ ઊઠ્યો. પલંગની નીચેથી પાણીનો લોટો લીધો અને જંગલ તરફ ચાલવા લાગ્યો. શૌચથી નિવૃત્ત થઈને તેણે જોયું તો એટલી જમીન લાલ થઈ ગઈ હતી. વ્યક્તિનું મન આશંકાથી ભરાઈ ગયું કે આજે ૧૪ બામર અંતસ્તલનો સ્પર્શ testags કરૂણા અને મારા પાર કરી લોકોનું Page #167 -------------------------------------------------------------------------- ________________ ખૂબ લોહી નીકળ્યું છે. તે ભારે મુશ્કેલીથી ઘેર પહોંચ્યો. ઘેર પહોંચતાં જ પલંગ ઉપર સૂઈ ગયો. સ્વજનોએ પૂછ્યું, “શું થયું ?” તેણે અત્યંત ક્ષીણ સ્વરમાં કહ્યું, “આજે એટલું બધું લોહી નીકળ્યું છે કે શરીર એકદમ નિર્વીર્ય થઈ ગયું છે. ડૉક્ટરને બતાવ્યું. ડૉક્ટરે કહ્યું, “નાડી બરાબર ચાલે છે, પલ્સ અને પ્રેશર પણ બરાબર છે. કોઈ બીમારી નથી. માણસે પોતાની સમસ્યા વ્યક્ત કરી, “હું એટલો બધો કમજોર બની ગયો છું કે એક ડગલું પણ ચાલી શકતો નથી અને આપ કહો છો કે કોઈ બીમારી નથી ? જ્યારે આ સંવાદ ચાલી રહ્યો હતો ત્યારે એક બાળક જાગી ગયો. તેણે જાગતાં જ પલંગની નીચે જોયું અને બોલ્યો, “મારો લોટો અહીંથી ક્યાં ગયો ?” કયો લોટો ?' “મેં તેમાં હોળી રમવા માટે લાલ રંગ ભરી રાખ્યો હતો.” “ક્યાં મૂક્યો હતો ? “આ પલંગની નીચે.” “શું તેમાં રંગ હતો ?' – બીમાર વ્યક્તિ એકાએક એમ કહીને પલંગ ઉપર બેઠી થઈ ગઈ. “હા.' ઓહ, હું તો એને જ મારું લોહી સમજી બેઠો હતો ! એમ કહીને તે પલંગ ઉપરથી નીચે ઊતર્યો અને સ્વસ્થ થઈ ગયો. જ્યાં સુધી એવો સંદેહ હતો કે ઘણું બધું લોહી નીકળ્યું છે ત્યાં સુધી તે કમજોર ને અશક્ત હતો. જ્યારે એ આશંકા નિર્મુળ થઈ ગઈવિશ્વાસ પેદા થયો કે તે લોહી ન હોતું, પરંતુ રંગ હતો ત્યારે વ્યક્તિ પૂર્ણ સ્વસ્થ બની ગઈ. સંદેહ માણસને મારે છે અને વિશ્વાસ માણસને જીવાડે છે, જાગરૂક બનાવે છે. આત્મવિશ્વાસ બહુ મોટી શક્તિ છે. આ સ્તવનો અને સ્તોત્રો આત્મવિશ્વાસ જગાડનારાં છે, શ્રદ્ધા અને મનોબળને દૃઢ કરનારાં છે. જેનામાં આત્મવિશ્વાસ પ્રબળ હોય, શ્રદ્ધાબળ અને મનોબળ દૃઢ હોય તે સમસ્યાઓને પાર કરી જાય છે. જે સંશયાત્મા રહે છે તે ક્યારેય સફળ થઈ શકતો નથી. ખૂબ મહત્ત્વપૂર્ણ વાત કહેવામાં આવી કે તેને ન ચમત્કાર માનો કેન આશ્ચર્ય અનુભવો. પરંતુ નિયમને જાણો. જે પરિવર્તનનો નિયમ છે તે પરિણામિક ભાવ. જે વ્યક્તિ પારિણામિક ભાવને જાણી લે છે તે પોતાની જાતને બદલી શકે છે, ઇચ્છિત પરિણમન કરી શકે છે. આચાર્ય માનતુંગે આ શ્લોકોમાં પરિણામિક ભાવની ચર્ચા કરી છે. પારિણામિક ભાવ દ્વારા બંધનો અને સમસ્યાઓમાંથી મુક્તિ મેળવાનું આ સૂત્ર વ્યક્તિમાં અપૂર્વ આત્મવિશ્વાસ પેદા કરે છે. . મારી કાર શોધાણા છે કારણ પ ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ ૧૫ Page #168 -------------------------------------------------------------------------- ________________ ૨૨.ગુણોની માળા પહેરીએ આજે અક્ષયતૃતીયાનું પર્વ છે. તેની સાથે ભગવાન આદિનાથનો સંબંધ જોડાયેલો છે. આદિનાથનું સ્તુતિની સાથે સહજ રીતે આજનું કાર્ય શરૂ થઈ રહ્યું છે. આ ત્રણ દિવસનો કાર્યક્રમ ભગવાન ઋષભ સાથે જોડાયેલો છે. ઘણા દિવસથી ભક્તામરનો પાઠ ચાલી રહ્યો છે. દિલ્હીમાં (ઈ. સ. ૧૯૯૪) પ્રારંભ કરવામાં આવ્યો અને આજે (૨૦ એપ્રિલ, ૧૯૯૭) સંપૂર્તિનો દિવસ છે. બે પરંપરાઓ છે – એક ચુંવાળીસ શ્લોકોની અને બીજી અડતાળીસ શ્લોકોની. ચુંવાળીસ શ્લોકની પરંપરા આજે સંપન્ન થઈ રહી છે. આચાર્ય માનતુંગે ઋષભની સ્તુતિના અંતિમ શ્લોકોમાં અભયનું પથદર્શન કર્યું. માણસ સૌથી વધુ પરેશાન ભયથી થતો હોય છે. એક હોય છે કાલ્પનિક ભય અને એક હોય છે વાસ્તવિક ભય. જો કાલ્પનિક ભયને દૂર કરી દેવમાં આવે તો કદાચ પચાસ ટકાથી પણ વધુ સમસ્યાઓનું સમાધાન થઈ જાય, પરંતુ તે ભય નીકળતો નથી. માણસ કલ્પનાના સહારે ચાલે છે, કલ્પનાના સહારે જીવે છે. કલ્પના ક્યારેક સુખ આપે છે તો ક્યારેક ખૂબ દુઃખ પણ આપે છે. કલ્પના અને સ્વપ્ન આ બે જ છે કે જે સુખ અને દુઃખનું કારણ બની જાય છે. રાત્રે સ્વપ્ન અને દિવસે કલ્પના. બંને એક જ છે. દિવસે જે કલ્પના થાય છે, રાત્રે તે સ્વપ્ન બની જાય છે. સ્વપ્ન જ વ્યક્તિનું પોતાનું છે, બીજું બધું પરાયું બની જાય છે. સ્વપ્નમાં એક ભિખારીએ જોયું કે હું રાજા બની ગયો છું, હું મહેલમાં સૂઈ રહ્યો છું, રાણીઓ મારી પગચંપી કરી રહી છે. અત્યંત સુખનો અનુભવ કર્યો. જેવું સ્વપ્ન તૂટ્યું કે તરત જ સુખનો મહેલ તૂટી પડ્યો. કલ્પનામાં પણ માણસ સુખ અને દુઃખનો અનુભવ કરે છે. ખૂબ પ્રસિદ્ધ વાર્તા છે. ગાડી જઈ રહી હતી. રેલવેના ડબામાં બે મુસાફરો બેઠા હતા. એક ઊભો થયો અને તેણે બારી ખોલી અને બેસી ગયો. બીજો ઊભો થયો તેણે બારીને બંધ કરી દીધી. પહેલો માણસ 1 ૧૬૬ = ભક્તામર ઃ અંતસ્તલનો સ્પર્શ = Page #169 -------------------------------------------------------------------------- ________________ ફરીથી ઊઠ્યો, તેણે ફરીથી બારી ખોલી નાખી. બીજાએ ફરીથી બંધ કરી દીધી. એક નાટક શરૂ થઈ ગયું. લોકો હેરાન થઈ ગયા. લોકોએ કહ્યું કે આ શું ચાલી રહ્યું છે ? અમે તો કંટાળી ગયા ! તેમની પાસે ટી.ટી. આવ્યો. ટી.ટી.એ પૂછ્યું, ભાઈ સાહેબ ! આપ શું કરો છો ? બારી શા માટે ખોલો છો ? પહેલો માણસ બોલ્યો, બારી શા માટે ન ખોલું ? મને ખૂબ ગરમી લાગે છે. બીજાએ કહ્યું, હું શા માટે બારી બંધ ન કરું? મને ઠંડી લાગે છે ! ટી.ટી.એ બંનેને કહ્યું, તમે જરા ધ્યાનથી જુઓ, બારીમાં કાચ તો છે નહિ. માત્ર બારીની ફ્રેમ જ છે. હવા આવશે શી રીતે કે રોકાશે શી રીતે ? કેવી રીતે ગરમી કે ઠંડી લાગશે ? કલ્પનાના આધારે માણસ ખૂબ ચાલે છે. એક હોય છે વાસ્તવિક ભય. યથાર્થમાં ભયનું કારણ હોય છે. માનતુંગસૂરિએ ભયનાં આઠ કારણોનું વર્ણન કર્યું છે. આ શ્લોકમાં તેનો ઉપસંહાર આપવામાં આવ્યો છે. મત્તકિપેન્દ્રમૃગરાજદવાનલાહિસંગ્રામવારિધિમહોદરબંધનોત્થમ્7 તસ્યાશુ નાશકુપયાતિ ભયં ભિયેવ, યસ્તાવ સ્તવમિમં મતિમાનધીતે | ભયનાં આઠ કારણો છે. ૧. હાથીનો ભય ૫. યુદ્ધનો ભય ૨. સિંહનો ભય ૬. સમુદ્રનો ભય ૩. દાવાનળનો ભય ૭. જલોધરનો ભય ૪. સાપનો ભય ૮. બંધનનો ભય પ્રસ્તુત શ્લોકમાં આ તમામનો ઉપસંહાર કરીને માનતુંગ કહે છે કે, પ્રભુ ! જે માણસ આદિનાથ ભગવાનની સ્તુતિ કરે છે તેને માટે ભય એક ક્ષણમાં જ નષ્ટ થઈ જાય છે. સ્તુતિકારે ખૂબ સુંદર કલ્પના કરી છે કે ભય શી રીતે ચાલ્યો જશે ? ભય પોતે જ ડરી જશે. જે વ્યક્તિ આપનું સ્તવન કરે છે, આપનું ધ્યાન ધરે છે તેની પાસે આવતાં ડર પણ ડરે છે. ડર કહે છે કે હું ત્યાં જઈ શકતો નથી. આપની સ્તુતિ થકી બીજાઓને ડરાવનાર પણ ડરી જાય છે. તે દૂર જ રહે છે, પાસે આવતો જ નથી. જે બુદ્ધિશાળી માણસ આપના સ્તવનનો પાઠ કરે છે, તેનું અધ્યયન કરે છે, તેનો અધ્યેતા છે અને અત્યંત તન્મયતાપૂર્વક તેનો પાઠ કરે છે તે ભયરહિત થઈ જાય છે. દme ગર કાનાબાર કડાકાર બાઇક, છલા 201ણ્યા છે . ભક્તામર અંતસ્તલનો સ્પર્શ . ૧૬૦ Page #170 -------------------------------------------------------------------------- ________________ સ્તોત્ર પાઠની એક વિધિ હોય છે. જો માત્ર શબ્દોનું ઉચ્ચારણ થાય, અર્થનું જ્ઞાન કે અર્થ પ્રત્યે તાદામ્ય ન સધાય તો જે લાભ મળવો જોઈએ તે મળતો નથી. જે શબ્દનું ઉચ્ચારણ થાય તેની પહેલાં તેના અર્થનું જ્ઞાન થવું જાઈએ. સ્થૂળ વ્યવહારથી વાત સમજીએ. કોઈ બાળકને કહેવામાં આવે કે ગ્લાસ લાવ. જો તે બાળક ગ્લાસ શબ્દનો અર્થ જ ન જાણતો હોય તો ગ્લાસ ક્યારેય લાવી શકશે નહિ. કોઈ વ્યક્તિ જર્મન, રશિયન કે પેરિસ ભાષા જાણનાર હોય અને તેને કહેવામાં આવે ઉદકે આનય – પાણી આપો. તો તે સાંભળશે ખરો, પરંતુ ક્રિયા નહિ કરે કારણ કે તે માણસ ઉદનો અર્થ જ જાણતો નથી. બે માણસો વચ્ચે લડાઈ થઈ. એક માણસ વોટર, વોટર કહી રહ્યો હતો અને બીજો માણસ પાણી, પાણી કહી રહ્યો હતો. બંને વચ્ચે ઝઘડો થઈ ગયો. પહેલાની ભાષા બીજો નહોતો જાણતો અને બીજાની ભાષા પહેલો નહોતો જાણતો. પાણીનો અર્થ વોટર છે અને વોટરનો અર્થ પાણી છે. એમનું અજ્ઞાન સંઘર્ષનું કારણ બની ગયું. આપણે જ્યારે શબ્દના અર્થને નથી જાણતા ત્યારે જે સિદ્ધ કરવા ઈચ્છીએ છીએ તેમાં મુશ્કેલી પેદા થઈ જાય છે. પહેલી શરત એ છે કે શબ્દના અર્થને સમજીએ. અર્થને જાણ્યા પછી જ તેની સાથે સંબંધ સ્થાપીએ. ગ્લાસ લાવો એ શબ્દો સાંભળ્યા, શબ્દના અર્થને જાણી લીધો. ત્યાર પછી માણસ ઊઠે નહિ, હાથમાં ગ્લાસ પકડે નહિ તો ગ્લાસ આવશે નહિ. ગ્લાસને મેળવવા માટે તેની સાથે સંપર્ક સ્થાપવો પડે છે. સફળતા ત્યારે મળે છે કે જ્યારે શબ્દ, અર્થનું જ્ઞાન અને અભિન્નતાની અનુભૂતિ એ ત્રણેય હોય છે. શબ્દનું સાચું ઉચ્ચારણ, અર્થનું જ્ઞાન પાઠની સાથે એકાત્મકતા – આ ત્રણેય સફળતા માટે જરૂરી છે. જે બુદ્ધિશાળી માણસ છે, જેનામાં મનન છે, જે માત્ર સાંભળતો નથી, જે માત્ર વાંચતો નથી, જે મનન કરે છે તે આ આઠ પ્રકારના ભયથી પોતાને મુક્ત કરી દે છે. આ અભયનો મંત્ર છે. ઘણા લોકો આવે છે અને કહે છે કે અમને ડર ખૂબ લાગે છે. દિવસે પણ ડર લાગે છે અને રાત્રે પણ ડર લાગે છે. માત્ર અંધકારમાં જ નહિ, ધોળા દિવસે પણ ડર લાગે છે. આકાશમાં સૂરજ તપતો હોય, ચારે તરફ ઉજ્જવળ પ્રકાશ હોય એવા સમયે પણ ડર લાગે છે. એકાંતમાં જ નહિ, અનેક લોકોની વચ્ચે પણ ડર લાગે છે. ભય એક એવી સ્થિતિ છે જેના વિશે સમજવાનું ખૂબ મુશ્કેલ બને છે. કોઈ માનસિક તંત્રથી વિકૃત થઈ જાય છે ત્યારે તેને વારંવાર ભયની કલ્પના આવે છે. એવા સંજોગોમાં માનતુંગસૂરિએ ભગવાન ઋષભની સ્તુતિના માધ્યમ દ્વારા જે અભયનો પાઠ આપ્યો છે તેનાથી અભય બની શકાય છે, ભયને દૂર કરી શકાય છે. સૌથી મોટો ભય છે – પ્રમાદ. સૌથી મોટો અભય છે – અપ્રમાદ, જાગરૂકતા. ભગવાન મહાવીરે સાધનાનું સૌથી મોટું સૂત્ર આપ્યું - અપ્રમાદ. ' ' : ૧૬૮ ભકત્તામર : અંતસ્તલનો અર્થ ' : Page #171 -------------------------------------------------------------------------- ________________ અપ્રમત્ત વ્યક્તિને કોઈ ભય હોતો નથી. જ્યાં પણ પ્રમાદ હોય છે ત્યાં ભય પેદા થઈ જાય છે: અપ્રમાદ સૌથી મોટી સાધના છે – અભયની. અપ્રમાદ એટલે – અભય અને પ્રમાદ એટલે ભય. ભય પ્રમાદમાંથી પેદા થાય છે અને અભય અપ્રમાદમાંથી પેદા થાય છે. આચાર્ય માનતુંગે અપ્રમત્તતાની સાધના માટે સંકેત આપ્યો છે અને તે સંકેત ખૂબ મહત્ત્વપૂર્ણ છે. આ બીજમંત્રોનું, આ શ્લોકોનું ખૂબ મહત્ત્વ છે. જો તેમની સાધના બરાબર ચાલે, આરાધના બરાબર ચાલે તો પેલા આઠ ભયની સાથેસાથે અન્ય ભયમાંથી પણ મુક્તિ પામી શકાય છે. સ્તોત્રની સંપન્નતા આચાર્ય માનતુંગ આ કાવ્ય દ્વારા કરે છે. સ્તોત્રસજં તવ જિનેન્દ્ર ! ગુૌર્નિબદ્ધાં, ભજ્યા મયા રુચિરવર્ણવિચિત્રપુષ્પા ઘરે જનો ય ઈહ કંગતામજસે તે માનતુંગમવશા સમુપતિ લક્ષ્મી: // માનતુંગે કહ્યું – માનતુંગનું લક્ષ્મી વરણ કરે છે. જે માનતુંગ હોય છે તેનું લક્ષ્મી વરણ કરે છે. માનતુંગ સ્તુતિકારનું નામ પણ છે અને માનતુંગનો બીજો અર્થ છે – જેને ખૂબ સન્માન મળે છે તે. સન્માનથી, પૂજાથી પણ જે ઉપર પહોંચી જાય છે તે છે માનતુંગ. તુંગ એટલે શિખર. એટલું બધું સન્માન મળ્યું કે વ્યક્તિ શિખર ઉપર પહોંચી ગઈ. એવરેસ્ટના શિખર ઉપર પહોંચી ગઈ. લક્ષ્મી તેની પાસે આવે છે પરંતુ તે નિમંત્રણથી નથી આવતી, પોતાની ઇચ્છાથી આવે છે. તે એમ વિચારે છે કે હું આ વ્યક્તિ પાસે જાઉં, તેનું વરણ કરું. તે વ્યક્તિની પાસે રહું કે જે માનતુંગ છે. જે વ્યક્તિમાં ગળામાં હાર પહેરે છે, માળા પહેરે છે - ફૂલો અને દોરાની માળા નહિ, પરંતુ ગુણોની માળા પહેરે છે, તે વ્યક્તિ પાસે લક્ષ્મી સ્વયં પહોંચી જાય છે. તે માળા કેવી રીતે બનાવવામાં આવી છે? માનતુંગ કહે છે – ભગવાન મેં આપની સ્તુતિની માળા બનાવી છે. મેં સ્તવન કર્યું, ચુંવાળીસ શ્લોકો રચ્યા અને એ ચુંવાળીસ મણકાની એક માળા બની ગઈ. માળામાં દોરો હોય છે. દોરા વગર માળા પરોવી શકાતી નથી. પરોવવા માટે દોરો જોઈએ. વીતરાગના જે ગુણ છે તે દોરા છે. ગુણનો એક અર્થ છે – વિશેષતા અને ગુણનો બીજો અર્થ છે -- દોરો. અહીં ગુણના બંને અર્થ છે. આ જગતથી સર્વથા ઊંચી વ્યક્તિ છે વીતરાગ. વીતરાગ સમાન કોઈ મોટો માણસ નથી હોતો. ત્યાં મોટો, નાનો આ શબ્દો સમાપ્ત થઈ જાય છે. જ્યારે વીતરાગતા આવે છે ત્યારે ન તો કોઈ ઊંચો ક્ષમાં રાજા હિનE , જી Kકે મા લીધી. ભક્તામર અંતસ્તલનો સ્પર્શ ૧૬૯ Page #172 -------------------------------------------------------------------------- ________________ રહે છે કે ન કોઈ નીચો, ન કોઈ મોટો રહે છે કે ન કોઈ નાનો રહે છે. સૌની સમાન ભૂમિકા હોય છે, છતાં વ્યવહારની ભાષામાં એમ કહેવાય છે કે વીતરાગથી મોટો આ જગતમાં બીજો કોઈ માણસ નથી હોતો. વીતરાગથી વધુ સુખી માણસ આ જગતમાં કોઈ નથી હોતો. વીતરાગથી વધુ અભય માણસ આ જગતમાં કોઈ નથી હોતો. વીતરાગથી વધુ તનાવમુક્ત માણસ પણ આ જગતમાં કોઈ નથી. તેને ન તો અનિદ્રાની બીમારી પજવે છે કે ન તો નિદ્રાની બીમારી પજવે છે. તેને ન તો કાલ્પનિક ભય સતાવે છે કે ન વાસ્તવિક ભય સતાવે છે. ન ભય, ન શોક, ન ધૃણા, ન કોઈના પ્રત્યે રાગ કે ન કોઈના પ્રત્યે દ્વેષ. આ તમામ ઝંઝટોમાંથી મુક્ત થઈને તે ચેતનાની સર્વોચ્ચ ભૂમિકા ઉપર પહોંચી જાય છે. માનતુંગ કહે છે કે તે વીતરાગતાના ગુણોનો દોરો મેં લીધો છે. તે ગુણોના દોરા વડે મેં એક માળા પરોવી છે. તે માળા મેં વ્યવસાયની દૃષ્ટિએ નથી પરોવી. કોઈ માળાકાર માળા બનાવે છે પછી તે માળાને બજારમાં જઈને વેચે છે. એ વ્યવસાય છે. મેં માળા વ્યાવસાયિક અથવા ધન કમાવવાની દૃષ્ટિએ નથી બનાવી, ભક્તિપૂર્વક બનાવી છે. જ્યાં ભક્તિ નથી હોતી, શ્રદ્ધા નથી હોતી ત્યાં રસ પ્રગટતો નથી. શ્રદ્ધા અને ભક્તિમાં જે ચેપ છે, જે મીઠાશ છે તે ક્યારેય વ્યવસાયમાં નથી હોતાં. એક માણસ શ્રદ્ધા અને સમર્પણપૂર્વક કામ કરે છે. પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દે છે તેવી વ્યક્તિ દ્વારા જે કામ થાય છે તે કદાચ બીજી કોઈ વ્યક્તિ દ્વારા નથી થતું. એક રસોઈઓ પણ રસોઈ બનાવે છે અને એક પત્ની પણ પોતાના પતિ માટે રસોઈ બનાવે છે. બંનેની રસોઈની મીઠાશ વચ્ચે તફાવત રહેશે. રસોઈઓ વ્યાવસાયિક હેતુથી રસોઈ બનાવે છે. પત્ની પતિ માટે રસોઈ બનાવે છે. તેના મનમાં પ્રીતિનો ભાવ હોય છે. તફાવત ચોકકસ દેખાશે જો કોઈ સૂક્ષ્મતાથી તે જાણી-સમજી શકે. જ્યાં ભક્તિ હોય, શ્રદ્ધા હોય ત્યાં ક્રિયા જુદી જ પડી જશે અને જ્યાં વ્યાવસાયિક હેતુ હશે ત્યાં ક્રિયા તદ્દન જુદી જ હશે. માનતુંગ કહે છે કે તે માળામાં વિવિધ પ્રકારનાં ફૂલો છે. તે અત્યંત સુંદર વર્ણવાળાં છે. વર્ણના બે અર્થ છે. રુચિર વર્ણનો એક અર્થ છે સુંદર રંગ, બીજો અર્થ છે સુંદર અક્ષર. તે માળામાં મેં એવા અક્ષરોનો વિન્યાસ કર્યો છે, સંયોજન કર્યું છે કે જેથી તે માળા ખૂબ જ સુંદર બની છે. અક્ષર પણ બે પ્રકારના હોય છે - અસંયુક્ત અને સંયુક્ત, એકાક્ષર અને અનેકાક્ષર. માનતુંગ કહે છે કે મેં જે માળા બનાવી છે તેમાં વિચિત્ર વર્ણપુષ્પ છે. ખૂબ જ સુંદર સુંદર અક્ષરોનું સંયોજન છે. એક પણ અક્ષર એવો નથી કે જે મંત્ર ન હોય. પ્રત્યેક અક્ષર મંત્ર છે. ભક્તામર સ્તોત્ર શક્તિશાળી કઈ રીતે બન્યું? એટલા માટે કે તેમાં વર્ણની સંયોજના, વિન્યાસ એવાં કરવામાં આવ્યાં છે કે જેથી પ્રત્યેક અક્ષર મંત્ર બની ૧૦૦ ભકતામર: અંતસ્તલનો સ્પર્શ કરવા બાબત પીકી માં જીવ & નો "આઝાદ કરે Page #173 -------------------------------------------------------------------------- ________________ ગયો છે. એક વિકલ્પ છે શ્લોક સાથે મંત્રોની સાધના. કેટલાક શ્લોક એવા હોય છે કે જેમની સાથે મંત્રોની સ્વતંત્ર સાધના થાય છે. વિચિત્ર પ્રકારનાં વર્ણપુષ્પ અને ગુણોના દોરા વડે જે સ્તુતિરૂપી માળા મેં જે બનાવી છે, તે માળાને જે વ્યક્તિ પોતાના કંઠમાં નિરંતર પહેરી રાખે છે, તે વ્યક્તિની પાસે લક્ષ્મી આપમેળે આવે છે. આ ભાવના સાથે માનતુંગ પોતાના સ્તોત્રને સંપન્ન કરી રહ્યા છે. સૌ કોઈ માટે શુભ ભાવના, મંગલ કામના કરી રહ્યા છે. આ માળાને સૌ કોઈ પહેરી શકે છે. દિવસે, રાત્રે, જંગલમાં, ગામમાં, પુરુષ અને સ્ત્રી તે માળાને ધારણ કરી શકે છે. કોઈ નેકલેસ પહેરે કે ન પહેરે પરંતુ આ માળા તેણે અવશ્ય પહેરવી જોઈએ. જે વ્યક્તિ આ માળા ધારણ કરે છે તે ખરેખર સૌભાગ્યશાળી બની જાય છે, લક્ષ્મી તેની પાસે આવે છે. આ માળાને પહેરવા માટે માત્ર ભક્તિ અને શ્રદ્ધાની જરૂર છે. શ્રદ્ધા સહિત જે વ્યક્તિ આ માળાને ધારણ કરે છે તે પોતાના જીવનમાં અવશ્ય સફળ થાય છે. કે "આ એકાદ કલાક પલક છે ભક્તામર અંતસ્તલનો સ્પર્શ x ૧૦૧ Page #174 -------------------------------------------------------------------------- ________________ Page #175 -------------------------------------------------------------------------- ________________ . Kક જી સંદ છે, - પર પી. જી પરિશિષ્ટ છે Page #176 -------------------------------------------------------------------------- ________________ Page #177 -------------------------------------------------------------------------- ________________ भक्तामरप्रणतमौलिमणिप्रभाणा मद्योतकं दलितपापतमोवितानम् । सम्यक् प्रणम्य जिनपादयुगं युगादा ___ वालम्बनं भवजले पततां जनानाम् ॥ ભગવાન ઋષભના ચરણયુગલને વિધિવત્ પ્રણામ કરીને હું તેમની સ્તુતિ કરીશ, જે ચરણયુગલ ભક્ત દેવતાઓના ઝૂકેલા મુગટના મણિઓની પ્રજાને પ્રકાશિત કરી રહ્યું છે, પાપરૂપી અંધકારના વિસ્તારને ઓગાળી રહ્યું છે, યુગના આરંભે સંસારસમુદ્રમાં પડતાં પ્રાણીઓને સહારો આપી રહ્યું છે. २. या संस्तुतः सकलवाङ्मयत्त्वबोधा - दुद्भूतबुद्धिपटुभिः सुरलोकनाथैः ।। स्तोत्रैर्जगत्रितयचित्तहरैरुदारैः __ स्तोष्ये किलाहमपि तं प्रथमं जिनेन्द्रम । સંપૂર્ણ વાલ્મયના તત્ત્વજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલ બુદ્ધિથી સભર ઈન્દ્રો દ્વારા ત્રણેય જગતના ચિત્તનું હરણ કરનાર વિશાળ સ્તોત્રો વડે જેની સ્તુતિ કરવામાં આવી છે, તે પ્રથમ તીર્થકર (ભગવાન ઋષભ)ની હું પણ સ્તુતિ કરીશ. ३. बुद्ध्या विनाऽपि विबुधार्चितपादपीठ ! स्तोतुं समुद्यतमतिर् विगतत्रपोऽहम् । बालं विहाय जलसंस्थितामिन्दुबिम्ब मन्यः क इच्छति जनः सहसा ग्रहीतुम् ॥ દેવતાઓ દ્વારા અર્ચિત પાદપીઠવાળા, પ્રભુ ! બુદ્ધિરહિત હોવા છતાં મારી મતિ આપની સ્તુતિ કરવા માટે ઉદ્યત બની રહી છે. તેનું કારણ છે -મારો સંકોચશૂન્ય ભાવ અથવા સાહસ. પાણીમાં પડેલા ચંદ્રના પ્રતિબિંબને પકડવાની બાળક સિવાય બીજું કોણ ઇચ્છા કરે ? પછી કાકાસાત વાલિયાવાલા ભકતામર : આંતરસ્તાનો પર્શ ૧૫ Page #178 -------------------------------------------------------------------------- ________________ છે. વસ્તુ મુજન મુળસમુદ્ર ! શશાન્તા, कस्ते क्षमः सुरगुरुप्रतिमोऽपि बुद्धया । कल्पान्त-काल-पवनोद्धत-नक्रचक्रं, को वा तरीतुमलमम्बुनिधिं भुजाभ्याम् ॥ હે ગુણસમુદ્ર ! બુદ્ધિથકી બૃહસ્પતિના સદૃશ્ય એવી કોઈ વ્યક્તિ પણ શું આપના ચંદ્રમા જેવા કાન્ત ગુણોનું વર્ણન કરવામાં સમર્થ છે ? પ્રલયકાળની હવાથી ઉદ્ધત મગરમચ્છના સમૂહવાળા સમુદ્રને ભૂજાઓ દ્વારા તરવામાં કોણ સમર્થ હોય? सोऽहं तथापि तव भक्तिवशान्मुनीश ! ___ कर्तुं स्तवं विगतशक्तिरपि प्रवृत्तः । प्रीत्याऽऽत्मवीर्यमविचार्य मृगो मृगेन्द्र, नाभ्येति किं निजशिशोः परिपालनार्थम् ॥ હે મુનીશ ! આપના ગુણોનું વર્ણન કરવામાં હું અક્ષમ છું, છતાં હું આપનું સ્તવન કરવા માટે પ્રવૃત્ત થયો છું. એનું કારણ છે – ભક્તિ. પોતાની શક્તિનો વિચાર કર્યા વગર પોતાના બાળકનું પરિપાલન કરવા માટે શું હરણ સિંહનો પ્રતિકાર નથી કરતું? કરે છે. એનું કારણ છે પ્રીતિ. ૬. અશ્રુતં કૃતવતાં રિદારધામ, ___ त्वद्भक्तिरेव मुखरीकुरुते बलान्माम् । यत्कोकिलः किल मधौ मधुरं विरौति, तच्चारुचाम्रकलिकानिकरैकहेतु ॥ હું અલ્પદ્યુતવાળો છું અને વિદ્વાનોના ઉપહાસને પાત્ર છું. તમારી ભક્તિ જ મને બળપૂર્વક આગળ કરી રહી છે. વસંતતુમાં કોયલ મધુર બોલે છે, તેનું કારણ છે આંબાના સુંદર સ્ટોરનો સમૂહ. ૧૦૬ ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ છે જાણી જાણકા ડબા જ દરવાજા Page #179 -------------------------------------------------------------------------- ________________ त्वत्संस्तवेन भवसन्ततिसन्निबद्धं, पापं क्षणात्मयमुपैति शरीरभाजाम् । आक्रान्त-लोकमलिनीलमशेषमाशु सूर्याशुभिन्नमिव शार्वरमन्धकारम् ।। તમારા સ્તવન દ્વારા જન્મ પરંપરાથી અતિ પ્રાણીઓનાં પાપ ક્ષણભરમાં એમ જ નષ્ટ થઈ જાય છે, જેવી રીતે સમસ્ત સંસારને આક્રાંત કરનાર ભ્રમર સમાન કાળીરાત્રિનો અંધકાર સૂર્યનાં કિરણોથી છિન્ન ભિન્ન થઈ જાય છે. ૮. मत्वेति नाथ ! तव संस्तवनं मयेद ___ मारभ्यते तनुधियाऽपि तव प्रभावात् । चेतो हरिष्यति सतां नलिनीदलेषु मुक्ताफलद्युतिमुपैति ननूदबिन्दुः । હે નાથ ! તમારી સ્તુતિ તમામ પાપોનો નાશ કરનારી છે, એવું સમજીને હું અલ્પમતિ હોવા છતાં તમારા સ્તવનની રચના કરી રહ્યો છું. તે તમારા પ્રભાવથી સજ્જનોના ચિત્તનું હરણ કરશે, જેવી રીતે કમલિનીનાં પાંદડાં ઉપર પડેલાં પાણીનાં ટીપાં મોતીની જેમ ચમકવા લાગે છે. आरतां तव स्तवनमरतसमरतदोषं त्वत्संकथाऽपि जगतां दुरितानि हन्ति । दूरे सहस्रकिरण: कुरुते प्रभव पद्माकरेषु जलजानि विकाशभाज्जि ॥ તમામ દોષોનો નાશ કરનાર તમારું સ્તવન તો ઠીક, તમારા વિશેની વાતચીત પણ પ્રાણીઓનાં પાપોને નષ્ટ કરે છે. સહસ્રરશ્મિ સૂર્ય તો ઠીક તેની પ્રભા જ સરોવરમાં વણખીલ્યાં કમળોને વિકસ્વર કરે છે. કે S' Moti - 1 કપ ો ', ; , ' ' મકતાર : જતસ્તો સ્પર્શ Page #180 -------------------------------------------------------------------------- ________________ ૬૦. भूत्याश्रितं य इह नात्मसमं करोति ? ॥ હે ભુવનભૂષણ ! હે ભૂતનાથ ! આ ધરાતલ ઉપ૨ યથાર્થ ગુણો દ્વારા તમારી સ્તુતિ કરનાર વ્યક્તિ તમારા જેવી બની જાય છે, તેમાં કોઈ આશ્ચર્ય નથી. એવા સ્વામી હોવાનો શો લાભ કે જે પોતાના આશ્રિતને વૈભવ થકી પોતાના સમાન ન બનાવી દે ? 38. नात्यद्भुतं भुवनभूषण ! भूतनाथ ! भुतैर्गुणैभुवि भवन्तमभिष्टुवन्तः । तुल्या भवन्ति भवतो ननु तेन किं वा ૩૨. दृष्ट्वा भवन्तमनिमेषविलोकनीयं, नान्यत्र तोषमुपयाति जनस्य चक्षुः । पीत्वा पयः शशिकरद्युतिदुग्धसिन्धोः क्षारं जलं जलनिधेरसितुं क इच्छेत् ॥ તમે અપલક દૃષ્ટિએ જોવાયોગ્ય છો, તેથી તમને જોયા પછી અન્યત્ર ક્યાંય પણ માણસની આંખોને સંતોષ મળતો નથી. ચંદ્રમાનાં કિરણો સમાન ઉજ્વળ ક્ષીરસમુદ્રનું દૂધ પીને લવણસમુદ્રના ખારા જળનું પાન કરવા કોણ ઇચ્છે ? यैः शान्तरागरुचिभिः परमाणुभिस्त्वं, निर्मापितस्त्रिभुवनैकललामभूत ! तावन्त एव खलु तऽप्यणवः पृथिव्यां यत्ते समानमपरं नहि रूपमस्ति ॥ ત્રણેય જગતમાં અસાધારણ તિલક સમાન ! વીતરાગ આભાવાળા જે પરમાણુઓ દ્વારા તમારું નિર્માણ કર્યું છે તે પરમાણુ આ પૃથ્વી પર એટલા જ છે. કારણ કે આ ધરતી ઉપર તમારા જેવા રૂપવાળું બીજું કોઈ નથી. ૧૦૮ ૫ ભક્તામર ઃ અંતસ્તલનો Á r Page #181 -------------------------------------------------------------------------- ________________ oરૂ. वक्त्रं क्व ते सुरनरोरगनेत्रहारि निःशेषर्निजितजगत्त्रितयोपमानम् । बिम्बं कलंकमलिनं क्व निशाकरस्य यद् वासरे भवति पाण्डुपलाशकल्पम् ॥ ક્યાં દેવ, મનુષ્ય અને નાગકુમારોનાં નેત્રોનું હરણ કરનાર તમારું મુખ, જેની તુલના કરવા માટે જગતમાં કોઈ ઉપમા નથી અને ક્યાં ચંદ્રમાના કલંકથી મલિન બિંબ, જે દિવસમાં ઢાકના પીળા પાંદડા જેવો બની જાય છે. ૪. सम्पूर्णमण्डलशशांककलाकलाप शुभ्रा गुणास्त्रिभुवनं तव लंधयन्ति । ये संश्रितास्त्रजगदीश्वरनाथमेकं कस्तान् निवारयति संचरतो यथेष्टम् ॥ હે ત્રણેય જગતના ઈશ્વર ! પૂર્ણિમાના ચંદ્રની કલાઓના સમૂહ સમાન ઉજ્જ્વળ ગુણ ત્રણેય લોકમાં વ્યાપિ રહ્યા છે. જે ગુણોએ વિશ્વના એક માત્ર ત્રાતાનો આશ્રય લીધો છે, તેમણે તેમને સ્વતંત્રતાપૂર્વક ભ્રમણ કરતાં કોણ રોકી શકે ? 3. चित्रं किमत्र यदि ते त्रिदशांगनाभि नीतं मनागपि मनो न विकारमार्गम् । कल्पान्तकालमरुता चलिताचलेन किं मन्दराद्रिशिखरं चलितं कदाचित् ॥ જો દેવાંગનાઓએ તમારા મનને વિકારયુક્ત ન બનાવ્યું હોય તો એમાં આશ્ચર્યની શી વાત છે ? પર્વતને પ્રકંપિત કરનાર પ્રલયકાળના પવન થકી શું મેરુ પર્વતું શિખર ક્યારેય પ્રકંપિત થાય ખરું ? ભક્તામર ઃ અંતઃસ્તલનો સ્પર્શ – ૧૦૯ Page #182 -------------------------------------------------------------------------- ________________ १६. निधूमवर्तिरपवर्जिततैलपूरः ___ कृत्स्नं जगत्त्रयमिदं प्रकटीकरोषि । મળ્યો ન નતુ માં વનિતા નાનાં, ____दीपोऽपरस्त्वमसि नाथ ! जगत्प्रकाशः ।। હે નાથ ! તમે જગતને પ્રકાશિત કરનાર અલૌકિક દીપક છો. દીપક તેલ અને વાટ દ્વારા પ્રજ્વલિત થાય છે અને તેમાંથી ધૂમાડો નીકળે છે. આ અલૌકિક દીપકને ન તો વાટની જરૂર છે કે ન તેલની. તે નિર્ધમ છે. દીપક સીમિત ક્ષેત્રને જ પ્રકાશિત કરે છે, તમે આ સમગ્ર જગતને પ્રકાશિત કરો છો. દીપકને પવનની લહર બૂઝાવી નાખે છે, આ અલૌકિક દીપકને પર્વતને પ્રકંપિત કરી દેનાર પ્રલયવાત પણ બૂઝાવી શકતો નથી. ૨૭. नास्तं कदाचिदुपयासि न राहुगम्यः, स्पष्टीकरोषि सहसा युगपज्जगन्ति । नाम्भोधरोदरनिरुद्धमहाप्रभावः સૂર્યાતિશયિદિના િમુનીન્દ્ર! તો છે હે મુનીન્દ્ર ! ત્રણેય લોકમાં આપ સૂર્ય કરતાં પણ વિશેષ મહિમાવાળા છો. સૂર્યનો ઉદય થાય અને અસ્ત પણ થાય છે, આપનો જ્ઞાન-સૂર્ય ક્યારેય અસ્ત પામતો નથી. સૂર્ય રાહુનો ગ્રાસ બને છે, તમારો જ્ઞાન-સૂર્ય રાહુગ્રસ્ત બનતો નથી. સૂર્ય મર્યાદિત ક્ષેત્રને પ્રકાશિત કરે છે, તમારો જ્ઞાન-સૂર્ય તત્કાળ એકસાથે ત્રણેય લોકને પ્રકાશિત કરે છે. સૂર્ય વાદળો પાછળ છુપાઈ જાય છે, તમારા જ્ઞાનસૂર્યનો મહાન પ્રભાવ ક્યારેય આચ્છન્ન થતો નથી. ૧૮૦ ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ " " છે . . . . . . Page #183 -------------------------------------------------------------------------- ________________ १८. नित्योदयं दलितमोहमहान्धकारं गम्यं न राहुवदनस्य न वारिदानाम् । विभ्राजते तव मुखाब्जमनल्पकांति विद्योतयज्जगदपूर्वशशांकबिम्बम् ।। ચંદ્રમા માત્ર રાત્રે જ ઉદય પામે છે, તમારું મુખચંદ્ર નિત્ય ઉદિત રહે છે. ચંદ્રમા અંધકારને દૂર કરે છે, તમારું મુખચંદ્ર મોહરૂપી અંધકારને દૂર કરે છે. ચંદ્રમાને રાહુ ગ્રસી લે છે, તમારું મુખચંદ્ર રાહુગ્રસ્ત થતું નથી. ચંદ્રમા વાદળોથી ઢંકાઈ જાય છે, તમારું મુખચંદ્ર વાદળોથી ઢંકાતું નથી. ચંદ્રમા મર્યાદિત ક્ષેત્રને પ્રકાશિત કરે છે, તમારું મુખચંદ્ર સમગ્ર જગતને પ્રકાશિત કરે છે, તેથી તમારું મુખચંદ્ર અભુત છે, અત્યધિક કાન્તિવાળું છે. १९. किं शर्वरीषु शशिनाह्नि विवस्वता वा ? युष्मन्मुखेन्दुदलितेषु तमस्सु नाथ ! निष्पन्नशालिवनशालिनि जीवलोके ___ कार्य कियज्जलधरैर् जलभारनद्रैः ।। હે નાથ ! તમારું મુખચંદ્ર અંધકારને નષ્ટ કરે છે. તો પછી રાત્રે ચંદ્રમા અને દિવસે સૂર્યનું શું પ્રયોજન ? આ જીવજગતમાં જ્યારે ખેતરોમાં ધાન્ય પાકી ચૂક્યું છે તો પછી જળભારથી ઝૂકેલાં વાદળોનું શું પ્રયોજન ? २०. ज्ञानं यथा त्वयि विभाति कृतावकाशं नैवं तथा हरिहरादिषु नायकेषु । तेजः स्फुरन्मणिषु याति यथा महत्त्वं __ नैवं तु काचशकले किरणाकुलेऽपि । પ્રભુ ! જ્ઞાન તમારો આશ્રય પામીને જેવો ઉભાષિત થાય છે તે રીતે હરિ, હર વગેરે નાયકોનો આશ્રય પામીને નથી થતો. મણિઓમાં સ્કુરિત થતા તેજનું દેવું મહત્ત્વ હોય છે તેવું સૂર્યનાં કિરણોથી ચમકતા કાચના ટુકડાનું નથી હોતું. . તેના જ શક તક of 'S', 'કુ ભકતામર : અંતસ્તલનો સ્પર્શ . ૧૮૧ Page #184 -------------------------------------------------------------------------- ________________ ૨. मन्ये वरं हरिहरादय एवं दृष्टा दृष्टेषु येषु हृदयं त्वयि तोषमेति । ૨૨. किं वीक्षितेन भवता भुवि येन नान्यः મેં આપનાં દર્શન કર્યા પહેલાં હરિ, હર વગેરેનાં દર્શન કરી લીધાં તે સારું થયું એમ મને લાગે છે. તેમના સરાગચિત્રને જોયા પછી તમારું વીતરાગચિત્રમનેવિશેષસંતર્પકલાગેછે. આપનાં દર્શનથી શું થયું ? એક વિચિત્ર મનોદશા બની ગઈ. હે નાથ ! હવે આ ધરતીઉપરમારામનનું હરણ કરનાર અન્ય કોઈનથી.આજન્મમાં તો શું ભવાંતરમાં પણ કોઈ મારા મનનું હરણ નહિ કરી શકે. कश्चिन्मनो हरति नाथ ! भवान्तरेऽपि ॥ स्त्रीणां शतानि शतशो जनयन्ति पुत्रान् । नान्या सुतं त्वदुपमं जननी प्रसूता 1 सर्वा दिशो दधति भानि सहस्ररश्मिं, प्राच्येव दिग् जनयति स्फुरदंशुजालम् ॥ સેંકડો સ્ત્રીઓ સેંકડો પુત્રોને જન્મ આપે છે, પરંતુ આપના પુત્ર સમાન પુત્રને બીજી કોઈ માતાએ જન્મ નથી આપ્યો. બધી જ દિશાઓ તારા-નક્ષત્રોને ધારણ કરે છે, પરંતુ ચમકતાં સહસ્રકિરણોના સમૂહવાળા સૂર્યને તો પૂર્વ દિશા જ જન્મ આપે છે. રરૂ. त्वामामनन्ति मुनयः परमं पुमांसमादित्यवर्णममलं तमसः परस्तात् । त्वामेव सम्यगुपलभ्य जयन्ति मृत्युं नान्यः शिवः शिवपदस्य मुनीन्द्र ! पन्थाः ॥ હે મુનીન્દ્ર ! જ્ઞાની માણસો આપને પરમ પુરુષ માને છે. આપ સૂર્ય સમાન આભાંવાળા, નિર્મળ અને અંધકાર રહિત છો. આપને જ સમ્યક્ીતે પ્રાપ્ત કરનાર મૃત્યુ પર વિજય મેળવે છે, અમર થઈજાય છે. મોક્ષમાર્ગનો કલ્યાણકારી માર્ગ આપની ઉપલબ્ધિ સિવાય બીજો કોઈ જ નથી. ૧૮૨ = ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ Page #185 -------------------------------------------------------------------------- ________________ २४. त्वामव्ययं विभुमचिन्त्यमसंख्यमाद्यं ब्रह्माणमीश्वरमनन्तमनंगकेतुम् । योगीश्वरं विदितयोगमनेकमेकं ज्ञानस्वरूपममलं प्रवदन्ति सन्तः ।। આપ અવ્યય છો – ચયાપચયથી મુક્ત છો, સ્થિર સ્વભાવવાળા છો, આપ વિભુ છો – પ્રભુ છો, જ્ઞાનશક્તિથી વ્યાપક છો. આપ અચિજ્ય છો – આપની શક્તિ ચિંતનથી પર છે, આપ અદ્દભુત ગુણોથી યુક્ત છો. આપ અસંખ્ય છો – આપના ગુણોની ગણતરી થઈ શકતી નથી. આપ આદ્ય છો - આપ આદિપુરુષ છો, આ યુગમાં ધર્મ વગેરેના પ્રવર્તક છો. આપ બ્રહ્મા છો – આનંદની વૃદ્ધિ કરનારા છો. આપ ઈશ્વર છો - સર્વાધિક ઐશ્વર્યસંપન્ન છો. આપ અનન્ત છો – અનન્ત જ્ઞાન, દર્શનથી સંપન્ન છો. આપ અનંગકેતુ છો – કામ ને શાંત કરવા માટે કેતુ છો. આપ યોગીશ્વર છો – યોગીઓનું ધ્યેય છો. આપ વિદિતયોગ છો – યોગના જ્ઞાતા છો. આપ અનેક છો – ઉપયોગ (ચેતના વ્યાપાર)ની અપેક્ષાએ અનેક છો, ગુણ અને પર્યાયની અપેક્ષાએ અનેક છો. આપ એક છો - દ્રવ્યની અપેક્ષાએ એક છો, અદ્વિતીય છો. આપ જ્ઞાનસ્વરૂપ છો – ચૈતન્યસ્વરૂપ છો. આપ અમલ છો – અત્તરાય, દાન, લાભ વગેરે અઢાર દોષોથી પર છો. આ રીતે સંતગણ આપનો અનેક રૂપે પ્રવાદ કરે છે, આપને અનેક રૂપે જુએ છે. આ 'B' ' ' '; ર ા ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ ૧૮૩ Page #186 -------------------------------------------------------------------------- ________________ २५. बुद्धस्त्वमेव बिबुधार्चितबुद्धिबोधात् त्वं शंकरोऽसि भुवनत्रयशंकरत्वात् । धाताऽसि धीर ! शिवमार्गविघेर् ग्धिानात् व्यक्तं त्वमेव भगवान् ! पुरुषोत्तमोऽसि ।। દેવો દ્વારા અર્ચિતપ્રભુ! કેવળજ્ઞાન થકી સમગ્ર વસ્તુઓના જ્ઞાતા છો તેથી આપ જ બુદ્ધ છો. ત્રણેય લોકમાં સુખ અને કલ્યાણ કરનારાછોતેથી આપજશંકરછો. હે ધીર ! મોક્ષ-માર્ગની વિધિનું વિધાન કરનારા છો તેથી આપ જ વિધાતા છો. ભગવન્! આપ જન-જનના હૃદયમાં વ્યાપ્ત થઈ રહ્યા છો તેથી આપ જ વિષ્ણુ છો. ર૬. નમરિમુવાર્તિહરીચ નાથ ! ___तुभ्यं नमः क्षितितलामलभूषणाय । तुभ्यं नमस्त्रिजगतः परमेश्वराय तुभ्यं नमो जिन ! भवोदधिशोषणाय ।। હેનાથ!આપત્રણે લોકની પીડાનું હરણ કરો છો, તેથીઆપનેવંદન. આપ પૃથ્વીતલના અમલ અલંકાર છો, તેથી આપને વંદન. હે જિન ! આપ સંસાર-સમુદ્રનું શોષણ કરનારા છો - સમસ્યાઓમાંથી મુક્તિ અપાવનાર છો. તેથી આપને વંદન. 1 २७. को विस्मयोऽत्र यदि नाम गुणैरशेषैस् વં સંશ્રિતો નિરાશતા મનીશ ! दोषैरुपात्तविविधाश्रयजातगर्वैः । स्वप्नान्तरेऽपि न कदाचिदपीक्षितोऽसि ॥ હે મુનીશ ! આપ સર્વથા દોષમુક્ત છો, એમાં શું આશ્ચર્ય છે ? કારણ કે જગતના સર્વે ગુણોએ આપને પોતાનો આશ્રય બનાવ્યો છે. હવે દોષોને આપની અંદર પ્રવેશવા માટે કોઈ અવકાશ નથી રહ્યો. દોષોને બીજાને ત્યાં આશ્રય મળી ગયો, આ ગર્વથી અહંકારી બનેલા દોષોએ આપને સ્વપ્નાન્સરમાં પણ નથી જોયા. ૧૮૪ ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ શ | પર રેડી છે Page #187 -------------------------------------------------------------------------- ________________ ૨૮. ડક્વેરશોતરુસંતમુર્નચૂ . મામતિ રૂમમતં મતો નિતાન્તના स्पष्टोल्लसत् किरणस्ततमोवितानं વિષં રિવ પોઘર-પાર્થવિર્તિ છે ઊર્ધ્વવર્તી નીલાવર્ણવાળા અશોકવૃક્ષની નીચે બિરાજેલા આપના નિર્મળ શરીરમાંથી નીકળનારાં કિરણો ઉપર તરફ જાય છે. એ સમયે આપનું રૂપ એવી જ રીતે શોભી ઊઠે છે કે જેવી રીતે અંધકારને ચીરતો પ્રભાસ્વર કિરણોની સાથે નીલાં વાદળો વચ્ચે સૂર્યનું બિંબ ! २९. सिंहासने मणिमयूखशिखाविचित्रे विभ्राजते तव वपुः कनकावदातम् । बिम्बं वियद्विलसदंशुलतावितानम् તુંગરદ્ધિ-શિરસીવ સદર , મણિઓનાં કિરણોના અગ્રભાગથી રંગ-બેરંગી સિંહાસન ઉપર આપનું સુવર્ણ સમાન ઉજ્વળ શરીર એવી જ રીતે શોભી રહ્યું છે, જેવી રીતે ઉન્નત ઉદયાચલના શિખર ઉપર આકાશ ચમકતી કિરણ-લતાઓના વિસ્તારવાળું સૂર્યનું બિંબ ! ૩૦. રુન્દાવાત-વનપાર-વારોએ विभ्राजते तव वपुः कलधौतकान्तम् । उद्यच्छशांक-शुचिनिर्झर-वारिधार मुच्चैस्तटं सुरगिरेरिव शातकौष्भम् ॥ કુંદનાં ફૂલોની જેમ ઉજ્વળ ચલાયમાન ચામરથી રમણીય શોભાવાળું આપનું શરીર શ્વેતસુવર્ણની જેમ એવી જ રીતે કમનીય લાગી રહ્યું છે કે જેવી રીતે ઉદિત થતા ચંદ્ર સમાન ધવલ ઝરણાની ધારા, સોનેરી મેરુ પર્વતનું ઉન્નત શિખર ! કી જ આ કાકી, મારા ' 'BEઝ, માજી . ભક્તામર ઃ અંતસ્તલનો સ્પર્શ : ૧૮૫ Page #188 -------------------------------------------------------------------------- ________________ ૩ર. છત્ર-યં તવ વિમાનિત શશાંન્તિ , मुच्चैः स्थितं स्थगितभानुकरप्रतापम् । मुक्ताफलप्रकरजालविवृद्धशोभं प्रख्यापयत् त्रिजगतः परमेश्वरत्वम् ।। આપના મસ્તક ઉપર ત્રણ છત્રો વિભાસિત થઈ રહ્યાં છે, તેઓ ચંદ્રમા સમાન કાંતિવાળાં છે અને સૂર્યના કિરણોના આતાપને રોકી રહ્યાં છે. મુક્તાફળના સમૂહ થકી બનેલી ઝાલર તેમની શોભામાં અભિવૃદ્ધિ કરી રહી છે. તે ત્રણેય લોકમાં વ્યાપ્ત આપના પરમ ઐશ્વર્યનું પ્રખ્યાપન કરી રહ્યાં છે. રૂર. નિદ્રમ-નવરંગપુક્કાન્તી, पर्युल्लसन्-नखमयूखशिखाभिरामौ । पादौ पदानि तव यत्र जिनेन्द्र ! धत्तः पद्यानि तव विबुधाः परिकल्पयन्ति ।। હે જિનેન્દ્ર ! વિકસ્વર અભિનવ સ્વર્ણ-કમળ-મુંજની કાંતિવાળાં, ચમકતા નખનાં કિરણોના અગ્રભાગ થકી સુંદર બનેલાં આપનાં ચરણ જ્યાં જાય છે ત્યાં દેવતાઓ કમળોની રચના કરે છે. રૂ. સુહ્ય યથા તવ વિભૂતિમૂક્તિનેન્દ્ર ! धर्मोपदेशनविधौ न तथा परस्य । यादृक् प्रभा दिनकृतः प्रहतान्धकारा ___ तादृक् कुतो ग्रह-गणस्य विकाशिनोऽपि ।। હે જિનેન્દ્ર ! ધર્મ પ્રવચન વખતે જેવી આપની વિભૂતિ હતી, તેવી અન્ય કોઈ દેવની નથી. અંધકારનો નાશ કરનારી પ્રભા જેવી સૂર્યની હોય છે તેવી ચમકતા નક્ષત્રસમૂહની શી રીતે હોઈ શકે? ૧૮૬ ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ બાબત ( પાયલ પર આવી Page #189 -------------------------------------------------------------------------- ________________ ૩૪. ઉચ્ચતનું મહત્નવિનોનવોતમૂર્ત __ मत्तभ्रमद् - भ्रमरनाद - विवृद्धकोपम् । एरावताभमिभमुद्धतमापतन्तं दृष्ट्वा भयं भवति नो भवदाश्रितानाम् । જેના ચંચળ કપોલ ઝરતા મદથી મલિન થઈ રહ્યા હોય, મદ પીને ઉન્મત બનેલા તથા ચારે તરફ ઉમટેલા ભ્રમરોના નાદથી જેનો ક્રોધ વધી ગયો હોય, તેવો ઐરાવત સમાન દુર્દાત્ત હાથી આક્રમક મુદ્રામાં આપની સામે આવી રહ્યો છે, તેને જોઈને આપનો આશ્રય લેનાર ભયભીત નથી થતો - અભય રહે છે. રૂ. મિન્નેમ-ન્મ-નિયુષ્યન્ત-શતાવત્ત मुक्ताफलप्रकरभूषितभूमिभागः। बद्धक्रमः क्रमगतं हरिणाधोपोऽपि नाक्रामति क्रमयुगाचलसंश्रितं ते ॥ જેના દ્વારા હાથિણીઓના વિદીર્ણ કુંભસ્થળમાંથી રક્તધારા અને માથામાંથી નીકળતાં મોતીથી ધરતી ઉજ્વળ-લાલ અને શ્વેતવર્ણની બની રહી છે, તેવો સિંહ પણ આપનાં ચરણ પાસે આવેલી વ્યક્તિ ઉપર આક્રમણ કરતો નથી, તેના પગ બંધાઈ જાય છે, જેણે આપના ચરણયુગલ રૂપી પર્વતનો આશ્રય લીધો છે. ૩૬. જાન્જીત્તશાસ્તવનોદ્ધતનિત્વ दावानलं ज्वलितमुज्ज्वलमुत्स्फुलिंगम् । विश्वं जिधत्सुमिव सम्मुखमापतन्तं त्वन्नामकीर्तनजलं शमयत्यशेषम् ।। પ્રલયકાળના પવનથી પ્રચંડ અગ્નિસમાન, પ્રજ્વલિત ઉજવળ, તણખા વેરતો જાણે વિશ્વને ભરખી જવાની ઇચ્છા ધરાવતો સામે આવી રહેલો દાવાનળ પણ આપના નામરૂપી કીર્તનના જળથી સર્વથા શાંત થઈ જાય છે. " ની કાર જુદા નામ ની રાહ ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ : ૧૮૦ Page #190 -------------------------------------------------------------------------- ________________ રૂ. રક્ષ સોવિજ્ઞ-#ષ્ટની« ___ क्रोधोद्धतं फणिनमुत्फणमापतन्तम् । आक्रामति क्रमयुगेन निरस्तशंकस् त्वन्नामनागदमनी हृदि यस्य पुंसः ॥ જે પુરુષના હૃદયમાં આપના નામ રૂપી નાગદમની છે, તે નિર્ભય બનીને લાલ નેત્રોવાળા, મદથી ઉન્મત્ત કોયલના કંઠ સમાન નીલા, ક્રોધથી ઉદ્ધત, મોટી ફણાવાળા, સામે આવી રહેલા સાપને બંને પગ વડે ઓળંગી જાય છે. રૂ૮. વત્રાસુરંગ-નર્નિત-ભીમનાત माजौ बलं बलवतामपि भूपतीनाम् । उद्यदिवाकरमयूख-शिखापविद्धं त्वत्कीर्तिनात् तम इवाशु भिदामुपैति ॥ જ્યાં ઘોડા દોડી રહ્યા હોય, હાથી ચિંઘાડી રહ્યા હોય, યોદ્ધાઓ ભયાનક સિંહનાદ કરતા હોય તેવી યુદ્ધભૂમિમાં શક્તિશાળી રાજાની સેના પણ આપના નામનું કીર્તન કરવા માત્રથી છિન્નભિન્ન થઈ જાય છે જેવી રીતે ઉદિત થતા સૂર્યનાં કિરણોની શિખાથી વિંધાયેલો અંધકાર ! ३९. कुन्ताग्रभिन्नगजशोणितवारिवाह वेगावतारतरणातुरयोधभीमे। युद्धे जयं विजितदुर्जयजेयपक्षास् त्वत्पाद-पंकजवनायिणो लभन्ते । ભાલાની અણીથી છિન્નભિન્ન થયેલા હાથીઓના શરીરમાંથી રક્તરૂપી પાણીનો પ્રવાહ વહી રહ્યો છે અને તે પ્રવાહમાં ઊતરવા તથા તરવા માટે યોદ્ધાઓ આતુર બની રહ્યા છે, એવા ભયંકર યુદ્ધમાં આપના ચરણકમળરૂપી વનનો આશ્રય લેનાર દુર્જય શત્રુપક્ષને પરાજિત કરીને વિજય મેળવે છે. ૧૮૮ ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ કર્યું . એ કરી : ; Page #191 -------------------------------------------------------------------------- ________________ ४०. अभ्मोनिधौ क्षुभितभीषणनक्रचक्र પાવીનવમયોત્વળવાડવાની रंगत्तरंग-शिखरस्थितयानपात्रास् त्रासं विहाय भवतः स्मरणाद् व्रजन्ति ॥ ભયાનક મગરમચ્છનો સમૂહ જેને યુભિત કરી રહ્યો છે, પાઠીન તથા પીઠ નામની માછલીઓ ભય જગાડી રહી છે, જ્યાં વડવાગ્નિ પ્રગટ થઈ રહ્યો છે, એવા સમુદ્રમાં ઉછળતા તરંગોના અગ્રભાગ ઉપર રહેલા જહાજમાં બેઠેલા લોકો આપના સ્મરણ માત્રથી આકસ્મિક ભયમાંથી મુક્ત થઈને કિનારે પહોંચી જાય છે. ४१. उद्भूतभीषणजलोदरभारभुग्नाः शोच्यां दशामुपगताश्च्युतजीविताशाः । त्वत्पाद-पंकजरजोऽमृतदिग्धदेहा , મત્સ્ય મન્તિ મરધ્વગત રૂપ ઉત્પન્ન ભીષણ જલોધરના ભારથી જેઓ ઝૂકી ગયા છે, શોચનીય દશામાં મૂકાઈ ગયા છે, જીવનની આશા છોડી ચૂક્યા છે, તેવા માણસો આપના ચરણકમળની અમૃતમય રજને શરીર ઉપર લગાડવાથી કામદેવ સમાન રૂપાળા બની જાય છે. ४२. आपाद-कण्ठमुरुश्रृंखलवेष्टितांगा, गाढ़ बृहन्निगडकोटिनिधृष्टजंघाः । बन्नाममन्त्रमनिशं मनुजाः स्मरंत, . * સદ્ય: વિમતિન્યમય મર્યાન્તિ | કંઠથી પગ સુધી જેમનું શરીર મોટી-મોટી સાંકળો વડે બંધાયેલું છે, સઘન અને મોટી બેડીના અગ્રભાગથી જેમની જાંઘ છોલાઈ ગઈ છે, એવા માણસો આપના નામ રૂપી મંત્ર ( ઋષભાય નમ:)નું નિરંતર સ્મરણ કરીને તરત જ આપોઆપ બંધનના ભયથી મુક્ત થઈ જાય છે. ના ' ' ઇ અકી " , " રીત ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ : ૧૮૯ Page #192 -------------------------------------------------------------------------- ________________ કરૂ. મદ્વિમુરગવાનનાદે संग्रामवारिधिमहोदरबन्धनोत्थम् । तस्याशु नाशमुपयाति भयं भियेव, यस्तावकं स्तवमिमं मतिमानधीते ।। મદોન્મત્ત હાથી', કૃદ્ધ સિંહ, દાવાનલ, સર્પ, યુદ્ધ", સમુદ્ર, જલોધર અને કારાવાસ - આ તમામ થકી ઉત્પન્ન થતો ભય, ભયભીત થઈને તે વ્યક્તિથી તરત જ દૂર ચાલ્યો જાય છે, જે આપના સ્તોત્રનો પાઠ કરે છે. ૪૪. સ્તોત્રનં તવ જિનેન્દ્ર ! મુર્નિવદ્ધાં, भक्त्या मया रुचिरवर्णविचित्रपुष्पाम् । धत्ते जनो य इह कंठगतामजसं तं मानतुंगमवशा समुपैति लक्ष्मीः ।। હે જિનેન્દ્ર ! મેં (માનતુંગ) ભક્તિપૂર્વક આપના ગુણો વડે સ્તોત્રરૂપી માળા ગૂંથી છે, તે મનોજ્ઞ વર્ણરૂપી વિચિત્ર પુષ્પોવાળી છે, જે માણસ અનવરત આપની તે માળાને કંઠમાં ધારણ કરે છે, તે ઉચ્ચસન્માન પ્રાપ્ત કરે છે, લક્ષ્મી વિવશ થઈને પોતે જ તેની પાસે જાય છે. | નં જે ૩. ૪ શ્લોક ૩૪ શ્લોક ૩૫ શ્લોક ૩૬ શ્લોક ૩૭ શ્લોક ૩૮ શ્લોક ૩૯ શ્લોક ૪૦ શ્લોક ૪૧ ગુણ-ગુણ, દોરા વર્ણ-અક્ષર, રંગ. નું છે , હું રે ૧૯on ભક્તામર : અંતસ્તલનો સ્પ Page #193 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય મહાપ્રજ્ઞ લિખિત, અનેકાન્ત ભારતી પ્રકાશન દ્વારા પ્રકાશિત અણમોલ ગ્રંથો : અર્હમ્ કર્મવાદ અમૂર્તચિંતન મને જીતે જીત વિચારવું કેમ ? શ્રમણ મહાવીર મહાવીરનો પુનર્જન્મ ૠષભ અને મહાવીર મહાવીરનું અર્થશાસ્ત્ર મહાવીરનું આરોગ્યશાસ્ત્ર મહાવીરની સાધનાનો મર્મ ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ કોણે કહ્યું મન ચંચળ છે ? હું જ મારો ભાગ્યવિધાતા અવચેતન મનનો સંપર્ક સમસ્યા અને સમાધાન અધ્યાત્મની બારાખડી For Private & Perse Omy એસો પંચ ણમોકારો ંચેતનાનું ઊર્ધ્વરોહણ અનેકાન્ત : ત્રીજું નેત્ર સૂર્યકિરણ ચિકિત્સા મનનો કાયાકલ્પ મંજિલના મુકામ એકલા ચાલો રે ચિત્ત અને મન આપણા ઘરમાં આભામંડળ સમયસાર જૈન યોગ સંબોધિ WWW.JE Page #194 -------------------------------------------------------------------------- ________________ લકર કાકાલ નો કપાઈ ફાં wwwwebja ora