________________
હતાં, સિંહ પણ મોટી સંખ્યામાં જોવા મળતા હતા. આજે તો જંગલો પણ ઘટી ગયાં છે અને સિંહ પણ ઓછા થઈ ગયા છે. જંગલોનું નિકંદન નીકળી રહ્યું છે. સિંહોનો શિકાર થઈ રહ્યો છે. જો જંગલો કાપવાનું તથા સિંહના શિકાર કરવાનું આ જ રીતે ચાલતું રહેશે તો એક દિવસ એવો આવશે કે સિંહ જગતનું દુર્લભ વન્યપ્રાણી બની રહેશે. તે યુગમાં સિંહ ખૂબ હતા અને પ્રજા ઉપર તેનો આતંક છવાયેલો રહેતો હતો. તે ભયનું એક મોટું નિમિત્ત હતું. સ્તુતિકારે આ કાવ્યમાં સિંહ-ભય-નિવારણનો મંત્ર બતાવ્યો છે. સ્તુતિકાર કહે છે – સિંહ આવી રહ્યો
છે અને સામે માણસ જઈ રહ્યો છે. માણસ સિંહના પગ નજીક પહોંચી ગયો. સિંહ ખૂબ જ નજીક છે છતાં તે આક્રમણ કરતો નથી. શું આ આશ્ચર્યની વાત નથી ? કોઈ નિહથ્થો માણસ સિંહની પાસે જાય અને સિંહ તે વખતે આક્રમણ ન કરે એ કઈ રીતે બની શકે ?
સ્તુતિકાર કહે છે કે એ સિંહ પણ કોઈ સામાન્ય સિંહ નથી. તે સિંહ એવો છે કે જે હજી હમણાં જ હાથીનો શિકાર કરીને આવી રહ્યો છે. તેણે હાથીને માર્યો અને તેના કુંભસ્થળને વિદીર્ણ કરી દીધો. લોહીની ધારા વહેવા લાગી. હાથીના શરીરમાંથી જે લોહી નીચે ટપકી રહ્યું હતું તે ઉજ્વળ હતું. ઉજ્વળનો એક અર્થ થાય છે – રક્તબ્ધત. માત્ર લાલ પણ નહિ અને માત્ર સફેદ પણ નહિ. જેમાં લાલિમા અને ક્ષેતિમા – બંનેની આભા હોય છે તે ઉજવળ કહેવાય છે.
પ્રશ્ન ઉભવ્યો કે આ ઉજ્જવળતા ક્યાંથી આવી? જે લોહી નીકળ્યું તે લાલ છે, તે ઉજ્જવળ શી રીતે બન્યું ? સ્તુતિકારે આ પ્રશ્નનું પણ સમાધાન આપ્યું છે. હાથીના શરીરમાંથી જે લોહી નીકળી રહ્યું હતું, તેનાથી ધરતી શોણિતાક્ત બની ગઈ, લોહીથી લાલ બની ગઈ. સિંહે હાથીના કુંભસ્થળને વિદીર્ણ કર્યું. તેનાથી ગજમુક્તાઓ તૂટીને જમીન ઉપર પડવા લાગી. ગજમુક્તા ખૂબ પ્રસિદ્ધ છે. એક તરફ શરીરમાંથી લોહી વહી રહ્યું છે, બીજી તરફ કુંભસ્થળમાં જે મોતી હતાં તે નીચે પડી રહ્યાં છે. મોતી શ્વેત છે અને લોહી લાલ છે. બંનેનો સંયોગ ઉજ્વળતા પેદા કરી રહ્યો હતો. ત્યાં લાલ રંગની આભા પણ આવી રહી હતી અને શ્વેત રંગની આભા પણ આવી રહી હતી. તે ભૂમિભાગ ઉજ્જવળ આભાથી ભૂષિત થઈ રહ્યો હતો.
તે સિંહનો પંજો રક્તરંજિત હતો. તે ભયંકર ક્રોધાવેશમાં હતો. એવા સંજોગોમાં માણસ ક્રમશઃ તે સિંહના પગની નજીક પહોંચી ગયો. સિંહના પગની નજીક જવા છતાં તેનું કશું જ અનિષ્ટ ન થયું. એમ લાગ્યું કે જાણે સિંહ જ બદ્ધક્રમ થઈ ગયો હોય, તેના પગમાં સાંકળ પડી ગઈ હોય અથવા તેના પગને કોઈએ બાંધી દીધા હોય. શિકાર સામે જ હોવા છતાં સિંહના પગ આગળ વધતા નથી. માણસના પગ ન અટક્યા, પરંતુ સિંહના પગ અટકી ગયા. તેનું
- I Bકપ
કરી શકાય
છે
ભક્તામર : અંતર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org