________________
ગુસ્સામાં કેટલો વખત રહે છે. હું નિશ્ચિત રૂપે કહી શકું છું કે વ્યક્તિ શાંત વધુ વખત રહે છે. કોઈ વ્યક્તિ ગુસ્સામાં બે કલાક રહેશે, ચાર કલાક રહેશે, પરંતુ ચોવીસે કલાક તો ગુસ્સામાં રહી શકતી નથી. બહુ ઝઘડાળુ હશે તો દિવસમાં વીસ વખત ગુસ્સો કરી લેશે. પરંતુ આખો દિવસ તો કોઈ ગુસ્સો કરતું જ નથી. વ્યક્તિ શાંત વધુ અને અશાંત ઓછી રહે છે. ક્રોધ અલ્પ સમય રહે છે, શાંતિ વધુ વખત રહે છે. સ્વાભાવિક કોણ છે ? સ્વાભાવિક એ છે કે જે વધુ વખત રહેતું હોય. જે નિમિત્ત મળવાથી પેદા થતું હોય તે અસ્વાભાવિક કે વૈભાવિક છે. ક્રોધ કોઈ નિમિત્તનું પરિણામ હોય છે. એક માણસ શાંત બેઠો છે. કોઈકે આવીને કંઈક કઠોર વાત કહી અથવા તેને ગાળ દીધી. તે વ્યક્તિને તરત જ ગુસ્સો આવી ગયો. જો શાંત વ્યક્તિને કોઈ ઉત્તેજિત ન કરે તો તે ક્રોધ કોના ઉપર કરશે ? તર્કશાસ્ત્રનું સૂત્ર છે કે નિમિત્તના અભાવે નૈમિત્તિકનો પણ અભાવ થઈ જાય છે. નિમિત્ત નહિ હોય તો નૈમિત્તિક પણ નહિ હોય. આ નિમિત્તની વાત ખૂબ મહત્ત્વની છે. તમામ રસોની ઉત્પત્તિ નિમિત્તો દ્વારા જ થાય છે. હાસ્ય, શૃંગાર, કરણ, રૌદ્ર, વીર, ભયાનક વગેરે તમામ રસ નિમિત્તો દ્વારા જ પેદા થાય છે. નિમિત્ત ન રહે તો પછી કયો રસ રહેશે ? શાન્તમેવાવશિષ્યતે– માત્ર શાંત રસ જ રહેશે. કોઈ વ્યક્તિ ચોવીસ કલાક ન હસી શકે છે, ન શૃંગાર કરી શકે છે, ન રડી શકે છે, પરંતુ તે શાંત રહી શકે છે. જો માનવી પોતાના આવેગ-આવેશ ઉપર નિયમનની સાધના કરી લે તો પ્રતિક્ષણ શાંતરસમાં લીન રહી શકે છે. માનતુંગ
સ્તુતિ કરતાં કહે છે કે શાંતભાવનાં કિરણોવાળા પરમાણુઓ થકી આપનું શરીર નિર્માણ પામ્યું છે. તે પરમાણુઓ એટલા જ હતા. જો એવા પરમાણુઓ બીજા હોત તો સૌ કોઈનું ચિત્ત શાંતરસથી આર્દ હોત. જૈનદર્શનનો આ જ મર્મ છે. તીર્થકર એ હોય છે કે જે સૌથી વધુ શાંત હોય છે. તીર્થકરોને ક્રોધ ક્યારેય આવતો જ નથી. મહાવીર સમક્ષ સાધનાકાળ દરમ્યાન અનેક ભયાનક ઉપસર્ગો આવ્યાં છતાં તેઓ ક્યારેય વિચલિત ન થયા. જૈન સાહિત્યમાં ક્યાંય પણ એવો ઉલ્લેખ નથી મળતો કે મહાવીર ક્યારેય ક્રોધિત કે ઉત્તેજિત થયા હોય.
ક્રોધ ન હોય તો ઘણા બધા ઝેરી પરમાણુઓ નષ્ટ થઈ જાય. વૈજ્ઞાનિક પરીક્ષણ કરવામાં આવ્યું નખના આધારે. નખમાં સેંકડો પ્રકારનાં રસાયણો મળે છે. જ્યારે ખરાબ ભાવ જાગે છે ત્યારે તે, શરીરમાં એક પ્રકારના વિષનું નિર્માણ કરે છે. આ વિષનો પ્રભાવ નખ ઉપર અત્યંત શીધ્ર જોવા મળે છે. સાપ, વીંછી જેવા જીવોને ખૂબ ઝેરી માનવામાં આવે છે, પરંતુ માનવીને સર્વાધિક ઝેરી માનવામાં આવ્યો છે. ભગવતી સૂત્રમાં કહ્યું છે કે માણસ એટલો બધો ઝેરી હોય છે કે પોતાના શરીરના વિષથી તે હજારો કોષ દૂર રહેલી વ્યક્તિને પણ પ્રભાવિત કરી શકે છે, સમાપ્ત કરી શકે છે ! એટલું બધું ઝેર માનવીના શરીરમાં હોય ૪૮ ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ
, પ લાઈના કાકા અમદા થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org