________________
છે ! કેટલાક લોકો પોતાના શરીરમાં એટલું બધું ઝેર એકઠું કરી લે છે કે સાપ કે વીંછી પણ તેમના ઝેરથી મૃત્યુ પામે છે. તેવા માણસને કોઈપણ ડંખે તો તે મરતો નથી. ઊલટાનું ડંખનાર જ મૃત્યુ પામે છે !
જેનામાં આ આવેગ, આવેશ, અશુદ્ધ વિચાર અને અશુદ્ધભાવ હોય છે. તેનું સમગ્ર શરીર ઝેરી બની જાય છે. શાંતરસના પરમાણુઓથી નિર્મિત વ્યક્તિનું આભામંડળ એટલું બધું પવિત્ર હોય છે કે તેને ગમે તેટલું જુઓ તો પણ તૃપ્તિ થતી નથી. આજકાલ આભામંડળ ઉપર ઘણું બધું કામ થઈ રહ્યું છે. જેનું આભામંડળ પવિત્ર હોય તેની પાસે જઈએ તો સુખ અને શાંતિનો અનુભવ થશે. જેનું આભામંડળ દૂષિત હોય તેની નજીક જઈએ તો બેચેનીનો અનુભવ થશે. એ જ આભામંડળની પવિત્રતા જ વ્યક્તિને આકર્ષિત કરે છે, માત્ર રૂપ-રંગ કોઈને આકર્ષિત કરતાં નથી. ન માનતુંગ જે બીજી વાત કહે છે તે એ છે કે ત્રિભુવનેકલલામભૂતઃ – આપ ત્રણે લોકમાં લલામભૂત છો. લલામનો એક અર્થ છે તિલક. આપ ત્રણે લોકમાં તિલક સમાન છો. ચક્રવર્તી સમ્રાટોના ગળામાં સુશોભિત માળાને લલામ કહેવામાં આવે છે. આપ ત્રણે લોકના લલામ બની ગયા છો. આપના જેવું ત્રણે લોકમાં બીજું કોઈ જોવા મળતું નથી.
આચાર્ય માનતુંગની આ સમગ્ર સ્તુતિ કષાય-શાંતિ ઉપર આધારિત છે. આત્મશુદ્ધિ માટે કષાયનું ઉપશમન અને શારીરિક પવિત્રતા માટે પણ કષાયનું ઉપશમન. ઘણા બધા લોકો દિવસમાં એક વખત નહિ, અનેક વખત સ્નાન કરે છે, પરંતુ તેમના શરીરમાંથી એવી ગંધ આવે છે કે બીજા લોકો માટે ભારે મુશ્કેલી પેદા થઈ જાય છે. હકીકતમાં સત્યને પકડવાનું ખૂબ કઠિન હોય છે. આચાર્ય માનતુંગે ભીતરની સચ્ચાઈને સમજી અને તેના જ આધારે ભગવાનના દૈહિક સૌંદર્યનું વર્ણન કર્યું. એમ માનવામાં આવે છે કે તીર્થકરનું શરીર અત્યંત સુંદર હોય છે. નિયુક્તિકાર કહે છે કે, “તમામ દેવતાઓ પોતાના સૌંદર્યને એકઠું કરીને એક અંગૂઠાનું નિર્માણ કરે, પછી તેને તીર્થંકરના અંગૂઠાની સામે લાવે તો એમ લાગશે કે જાણે શીતળ જળ સમક્ષ કોઈ અંગારો લાવીને મૂકી દીધો હોય !” શક્ય છે કે કોઈ આ વાતને શ્લાઘા અથવા અતિશયોક્તિ કહેપરંતુ એ સત્ય છે કે તીર્થંકરનું સૌંદર્ય અપ્રતિમ હોય છે. જેમનું શરીર શાંતિ, પવિત્રતા, નિર્મળતા, વીતરાગતા અને વિશુદ્ધ લેગ્યાથી પ્રભાવિત હોય છે, તેમનું આભામંડળ પવિત્ર બની જાય છે, જેમની આકૃતિમાંથી શાંતિ ટપકતી હોય છે, તે વાસ્તવમાં સૌથી વધુ સુંદર છે. આચાર્ય માનતુંગે આ જ સચ્ચાઈને કેન્દ્રમાં રાખીને આ શ્લોકની રચના કરી –
જાતની કિ)
's
Ty:#7 -
ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ ૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org