________________
૪.
૪. સ્તુતિનું મૂલ્ય
આચાર્ય માનતુંગ ભગવાન ઋષભની સ્તુતિ કરવાનું ઇચ્છે છે અને સ્તુતિ કરતાં પહેલાં તેઓ સ્તુતિનું મહત્ત્વ પણ પ્રગટ કરવા ઇચ્છે છે. સ્તુતિનું મહત્ત્વ શું છે તે વિચારવું પણ આવશ્યક છે. જે પ્રયાસ સાર્થક હોય છે (જે પ્રયાસનું કંઈક ઇચ્છિત પરિણામ મળવાની સંભાવના હોય), તેવા પ્રયાસ જ માનવી કરે છે. સ્તુતિનું પોતાનું મહત્ત્વ છે. માનતુંગસૂરિના શબ્દોમાં આ સ્તુતિ સંચિત કર્મોનો વિનાશ કરનારી છે. તેઓ કહે છે કે હજારો-હજારો ભવો દ્વારા જે પાપ સંચિત છે, તે આપની સ્તુતિમાત્ર થકી જ સમાપ્ત થઈ જાય છે. આટલાં જૂનાં અને આટલા જન્મોનાં સંચિત પાપનો કેવી રીતે નાશ થઈ શકે ? આ પ્રશ્ન સ્વાભાવિક છે, પરંતુ તેનો ઉત્તર અસ્વાભાવિક નથી.
ભગવાન ઋષભ સામ્યયોગી છે. તેમણે સમતાની સાધના કરી છે, આત્માનો સાક્ષાત્કાર કર્યો છે. સામ્યયોગમાં એ જ વ્યક્તિ જઈ શકે છે કે જે આત્માનો સાક્ષાત્કાર કરી લે છે, આત્માની સન્નિધિ પામી લે છે. કોઈપણ વ્યક્તિ આત્માની અનુભૂતિ કર્યા વગર સમતાની સાધના કરી શકતી નથી. જ્યાં બહારનું વાતાવરણ છે, સંજોગોની અનુકૂળતા-પ્રતિકૂળતાનું ચક્ર ગતિમાન હોય છે, ત્યાં સમતાની સિદ્ધિ નથી થઈ શકતી. સુખ-દુઃખ, સંયોગ-વિયોગ વગેરે જે બહારનાં નિમિત્તો છે, એનાથી અલગ થઈને જે આત્મા અને ચેતનાનો અનુભવ કરે છે, તે જ વ્યક્તિ સમતાની સાધના કરી શકે છે. જ્યાં આત્મા છે ત્યાં વિષમતા નથી. જ્યાં આત્મા છે ત્યાં આરોહ-અવરોહ નથી. જ્યાં આત્મા છે ત્યાં કોઈપણ પ્રકારની મલિનતા નથી. જે આત્માની અનુભૂતિ અથવા આત્માનો સાક્ષાત્કાર કરી લે છે એના માટે સમતાની સાધના અલગ નથી રહેતી. આત્માની અનુભૂતિ કહીએ અથવા સમતાની સાધના – એક જ વાત છે.
૩૨ – ભક્તામર ઃ અંતસ્તલનો સ્પર્શ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org