________________
રાજાએ કુતૂહલથી બારીમાંથી પોતાના શયનખંડનું નિરીક્ષણ ઝાંખા પ્રકાશમાં દેખાતું એ દૃશ્ય જોઈને તે અવાક્ થઈ ગયો. તેની રાણી એક યુવક સાથે સૂતી હતી. આ દૃશ્ય જોતાં જ રાજા ક્રોધથી તમતમી ઊઠ્યો. તે અંદર ગયો. બંનેની હત્યા કરવા માટે તેણે મ્યાનમાંથી તલવાર કાઢી. જેવો એ તલવારનો વાર કરવા માટે આગળ વધ્યો, ત્યાં જ તેની નજર સામેની દીવાલ પર ટીંગાડેલા પેલા બ્લોક ઉપર પડી – “સહસા વિદધીત નક્રિયામ”રાજા સંસ્કૃતનો પંડિત હતો. શ્લોક વાંચતાં જ તલવાર સાથે ઉગામેલો હાથ નીચે વળી ગયો. તેણે રાણીને જગાડી. રાણી જાગી. તેણે ભાવવિહ્વળ થઈને પતિનું સ્વાગત કર્યું. રાજાના મનમાં હજી પણ પેલ શલ્ય ડંખી રહ્યું હતું. તે આવેશમાં બોલ્યો. તારી સાથે આ કોણ છે ? રાણી બોલી, “શું આપ આને પણ ઓળખી નથી શકતા ? આ તો આપની જ પુત્રી વસુમતિ છે. આજે તેણે નાટ્યગૃહમાં રાજાનો વેશ ભજવ્યો હતો. રાત્રે મોડેથી ઘેર આવી અને એ જ વેશમાં મારી સાથે સૂઈ ગઈ.”રાણીએ પુત્રીને ગાડી. પુત્રી ચોંકીને જાગી અને તેણે પિતાનાં ચરણોમાં પ્રમાણ કર્યા. રાજા પુરુષવેશમાં પોતાની પુત્રને જોઈને અવાક્ બની ગયો. અત્યંત ગગદિત સ્વરમાં તે બોલ્યો,
આ શ્લોકને એક લાખ મુદ્રામાં ખરીદીને મેં એમ વિચાર્યું હતું કે કોડીની ચીજની લાખ મુદ્રાઓ ચૂકવી દીધી, પરંતુ આજે એમ લાગે છે કે આ શ્લોક માટે એક કરોડ મુદ્રાઓ પણ ઓછી કહેવાય. એક ભયંકર આપત્તિમાંથી આ શ્લોકે મને બચાવી લીધો !”
એ અત્યંત આવશ્યક છે કે બુદ્ધિની સીમાને જાણી લેવી અને સંવેગની સીમાને પણ જાણી લેવી. આચાર્ય માનતુંગે પોતાની સીમાને જાણી અને પોતે આશ્વસ્ત બન્યા. ભક્તિ કે શ્રદ્ધા સ્તુતિ નથી કરી શકતી. સ્તુતિ કરવી એ બુદ્ધિનું કામ છે. બુદ્ધિ અને ભક્તિ વચ્ચે સમજૂતી (સમાધાન) થઈ ગઈ. સંવેગે બુદ્ધિની સીમાને સમજી લીધી અને બુદ્ધિએ સંવેગની સીમાને સમજી લીધી. બુદ્ધિ જ્યાં નબળી પડતી હતી ત્યાં સંવેગે તેને ટેકો આપ્યો. સંવેગ
જ્યાં કામ કરી શકતો નહોતો ત્યાં બુદ્ધિએ કામ કરવાનું શરૂ કરી દીધું. સંવેગ અને બુદ્ધિના પ્રારંભિક તંદ્રને પાર કરીને આચાર્ય માનતુંગ ભગવાન ઋષભની સ્તુતિમાં તન્મય બની ગયા.
કાશ. આજ કાલ ના કાકા અને કાર
ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ ૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org