________________
આચાર્ય માનતુંગે પોતાના સંવેગોને સારી રીતે જાણી લીધા. તેમણે બુદ્ધિની મર્યાદાને સમજી લીધી. તેને કસોટી ઉપર કસી તો એમને નિરાશા ઉપજી. ભક્તિનો સંવેગ પ્રબળ બન્યો ત્યારે તેમનામાં પુનઃ આશાનો સંચાર થયો, તેમનું મનોબળ જાગી ઊયું.
આપણા શરીરમાં અનેક તત્ત્વો એવાં છે કે જે બળ વધારે છે. સંવેગોની પ્રબળતાની સ્થિતિમાં આપણા શરીરના આંતરિક અવયવો બળ વધારવા લાગે છે. એડ્રીનલગ્રંથિ તે વખતે એટલો બધો સ્ત્રાવ કરે છે કે માણસમાં અનિચ્છિત, અજાણી શક્તિ આવી જાય છે અને તે મોટામાં મોટું કામ કરવામાં સમર્થ બની જાય છે.
- બુદ્ધિની જેમ સંવેગની પણ મર્યાદા હોય છે. સર્વત્ર તેના દ્વારા જ કામ નથી થતું. તેની પણ એક મર્યાદા છે. તેથી સંવેગને પણ માપી લેવો જરૂરી છે. ભક્તિ કેટલી છે ? શ્રદ્ધા કેટલી છે ? એકાએક સંવેગ પણ ન થવો જોઈએ. મહાકવિ ભારવિએ યોગ્ય જ લખ્યું છે કે, “સહસા વિદધીત નક્રિયામ્'એકાએક કોઈ કામ ન કરવું જોઈએ. સંવેગ આવે, તે પ્રબળ થાય અને તરત જ કોઈ કામ કરી લેવામાં આવે તો પશ્ચાત્તાપ સિવાય શેષ કશું જ બચતું નથી.
મૃત્યુનો સમય નજીક હતો. મહાકવિ ભારવિએ પુત્રને કહ્યું કે, “હું તને એક સંપદા આપીને જઈ રહ્યો છું.” પુત્રએ પૂછ્યું કે તે સંપદા શી છે ? ક્યાં છે ? ભારવિએ એક શ્લોક લખીને આપતાં પુત્રને કહ્યું, “જ્યારે પણ કોઈ પ્રકારની આર્થિક મુશ્કેલી કે અન્ય કોઈ સંકટ આવે ત્યારે તું આ શ્લોક એક લાખ રૂપિયામાં વેચી નાખજે.” તે યુગમાં નગરમાં હાટડીઓ મંડાતી હતી. એવી પરંપરા હતી કે હાટડીમાં દિવસ દરમ્યાનના વેચાણ પછી જે કોઈ વસ્તુ દુકાનદાર પાસે વેચાયા વગરની રહી જતી તેને રાજ્ય દ્વારા ખરીદી લેવામાં આવતી હતી. ભારવિના મૃત્યુ પછી તેનો પુત્ર આર્થિક સંકડાશમાં ઘેરાઈ ગયો. વિપત્તિની એ ક્ષણોમાં તેણે પોતાના પિતા દ્વારા આપવામાં આવેલા શ્લોકને વેચવાનો નિશ્ચય કર્યો. પિતાની સૂચના મુજબ તે બ્લોક લઈને બજારમાં ગયો. બ્લોકને એક
ગાએ ટીંગાડી દીધો. લોકો આવતા, તે શ્લોકને જોતા. ભારવિપુત્ર તે શ્લોકની કિંમત કહેતો, એક લાખ મુદ્રાઓ. એક શ્લોક માટે એક લાખ મુદ્રાઓ કોણ આપે ? લોકો આવે છે, જુએ છે અને કિંમત સાંભળીને ચાલ્યા જાય છે. તેને ખરીદનાર કોઈ ન મળ્યું. સાંજનો સમય હતો. રાજા દ્વારા પરંપરાનુસાર બચેલી વસ્તુઓ તરીકે તે શ્લોક એક લાખ રૂપિયામાં ખરીદી લેવામાં આવ્યો. રાજાએ તે શ્લોકને ફ્રેમમાં મઢાવ્યો. મઢાવીને શ્લોકને પોતાના શયનખંડમાં મુકાવ્યો. કાલાન્તરે રાજા કોઈ કાર્યવશ બીજા પ્રદેશમાં ગયો. દૂર દૂરના દેશોની યાત્રામાં ઘણો સમય વીતી ગયો. જે વખતે તે એકાએક પાછો ફર્યો ત્યારે રાત્રી ગાઢ હતી. ૩૦ ભકતામર : અંતસ્તાલનો સ્પર્શ રાપર મકર ર ર ના આ 7 ક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org