________________
તમિલ ભાષા જાણનાર તમિલમાં, કન્નડભાષી કન્નડમાં અને બંગાળી બંગાળ ભાષામાં સાંભળી લે છે. પશુ-પક્ષીઓનો શબ્દકોષ ખૂબ મર્યાદિત હોય છે. તેમ છતાં તેઓ પણ ભગવાનની વાણીને પોતાની ભાષામાં સાંભળી – સમજી લે છે. પરંતુ આ બધું માત્ર ધર્મોપદેશ વખતે થાય છે. એવું દરેક વખતે નથી થતું. એ જ વાત છત્ર વગેરેના સંદર્ભમાં પણ લાગુ પડે છે. જ્યારે ભગવાન સમવસરણમાં ધર્મદેશના આપવા માટે બિરાજિત થાય છે ત્યારે સિંહાસન, અશોકવૃક્ષ અને ત્રણ છત્ર બની જાય છે.
તે છત્ર કેવાં છે ? આ પ્રશ્નને સમાહિત કરતાં માનતુંગ કહે છે - તે છત્ર શ્વેત છે, ચંદ્ર જેવી કાંતિવાળાં છે. છત્ર સુરક્ષા માટે હોય છે. વરસાદ આવે છે, વ્યક્તિને બહાર જવું હોય તો છત્રી ઓઢી લે છે. પ્રખર તાપથી બચવા માટે પણ વ્યક્તિ છત્રી ઓઢી લે છે. માનતુંગે કહ્યું કે ભગવાનના શીશ ઉપર ત્રણ છત્ર છે, તે નિર્મળ, ઉજ્વળ અને શીતળ છે. જે સૂર્યનો તાપ આવી રહ્યો છે તેને રોકે છે. ભગવાન જ્યાં જાય છે, ધર્મોપદેશ આપે છે ત્યાં છત્ર રચાઈ જાય છે. તે છત્ર છત જેવાં છે. જે માણસ છત નીચે બેઠો હોય તેને સૂર્યનો તાપ, તડકો સ્પર્શતાં નથી. વરસાદ તેને ભીંજવતો નથી. તે છત્ર શાંતિમય વાતાવરણનું નિર્માણ કરી રહ્યાં છે. ચંદ્રમાનું કાર્ય છે – શીતળતા પ્રદાન કરવાનું અને સૂર્યનું કામ છે તાપ આપવાનું. આ કાવ્યમાં સૂર્ય અને ચંદ્ર બંનેનો ઉલ્લેખ થયો છે. ચંદ્રમા જેવી શીતળતા હોવી જોઈએ અને સૂર્યના તાપને રોકી દેવો જોઈએ. તે એટલા માટે કે સૂર્યનો તાપ મસ્તિષ્કને ગરમ કરી દે છે. મસ્તકને બચાવવા માટે પાઘડી પહેરવામાં આવતી હતી. ત્યાર પછી ટોપીનું પ્રચલન થયું. કૃત્રિમ વાળ પણ એટલા માટે લગાડવામાં આવે છે કે મસ્તકને ગરમીથી બચાવી શકાય. આપણા શરીરમાં જે અવયવને સૌથી ઠંડો રાખવો જોઈએ તે અવયવ છે મસ્તક. પાઘડી, ટોપી અને સાફો બાંધવાનો અર્થ એ જ છે કે મસ્તક ગરમ ન થાય. ઘણા લોકો તેલવાળાં અથવા ભીનાં વસ્ત્રો મસ્તક પર મૂકી રાખે છે. જેથી મસ્તકને તાપ ન લાગે. મસ્તક જેટલું ઠંડું રહેશે એટલું જ ચિંતન સારું થશે, સ્વસ્થ ચિંતન થશે. ખારોગ્ય પણ સારું રહેશે અને ક્રોધ પણ ઓછો આવશે. જો મસ્તિષ્ક ગરમ થઈ જશે તો શરીર પણ ગરમ થઈ જશે. ચંદ્રનું ધ્યાન મસ્તિષ્કને શીતળતા પ્રદાન કરે છે. જે વ્યક્તિને ખૂબ ક્રોધ આવતો હોય, ખૂબ જલદી આવેશ અને ઉત્તેજના ખાવી જતાં હોય. તેઓ મસ્તકના અગ્ર ભાગ ઉપર ચંદ્રમાનું ધ્યાન ધરે તો ક્રોધ અને આવેશની સમસ્યા શાંત થઈ જાય.
માનતુંગ કહી રહ્યા છે - જે ત્રણ છત્રો છે તે ચંદ્રમાના પ્રતિરૂપ જેવાં પ્રતીત થઈ રહ્યાં છે. સૂર્યના પ્રખર તાપથી બચાવનાર તે છત્ર Rાં જ વીક- ની વાત કા ર : ': n ભકતામર અંતસ્તલનો સ્પર્શ . ૧૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org