________________
મુક્તાફલપ્રકરજાલ – મોતીઓની જાળથી આવેષ્ટિત છે. તે મુક્તાજાલ એ છત્રની શોભા વધારી રહી છે.
સ્તુતિકારે પોતાની કલ્પના દ્વારા એક પ્રશ્ન પણ ઊભો કર્યો છે – આ છત્ર ત્રણ જ શા માટે છે ? આ ત્રણનો પ્રશ્ન ઘણી વખત ઊભો થાય છે - પ્રણિપાત ત્રણ વખત જ કેમ કરવામાં આવે છે ? વંદના ત્રણ વખત જ કેમ કરવામાં આવે છે ? પ્રસ્તુત સંદર્ભમાં માનતુંગ કહી રહ્યા છે -- આ ત્રણ છત્રો એમ સૂચવે છે કે આદિનાથ ઋષભ ત્રણે જગતના પરમેશ્વર છે. ઋષભ માત્ર મનુષ્યલોકના જ નહિ, સ્વર્ગ અને પાતાળલોકના પણ ઈશ્વર છે. ઈન્દ્ર સ્વર્ગલોકના ઈશ્વર હોય છે. ચક્રવર્તી અથવા રાજા મનુષ્યલોકના સ્વામી હોય છે. ભવનપતિ પાતાળલોકના સ્વામી હોય છે. કોઈપણ એકલી વ્યક્તિ એવી નથી કે જે ત્રણેય લોકની ઈશ્વર હોય. ત્રણેય લોકનો ઈશ્વર એ જ હોઈ શકે છે કે જે ત્રણેય લોકથી પર થઈ ગયો હોય. જેણે મમત્વનું વિસર્જન કરી દીધું હોય એ જ પરમ ઈશ્વર બની શકે છે, તેનું સ્વામિત્વ સૌ કોઈ સ્વીકારી લે છે. જે વ્યક્તિ બળાત્કારથી બીજાઓ ઉપર પોતાનું શાસન લાદે છે તે ક્યારેય સર્વમાન્ય બની શકતું નથી. જે વ્યક્તિ એક સીમામાં આબદ્ધ રહે છે, તે ક્યારેય ત્રણેય લોકની ઈશ્વર બની શકતી નથી. જે સીમાતીત, કાલાતીત અને મમત્વનું વિસર્જન કરનાર હોય છે એ જ ત્રણે લોકનો ઈશ્વર બની શકે છે. સ્થાનાંગ સૂત્રનો એક પ્રસંગ છે. એમ પૂછવામાં આવ્યું કે શું એવી કોઈ ક્ષણ આવે છે કે જ્યારે નરકમાં પણ સુખ મળતું હોય ? કહેવામાં આવ્યું કે
જ્યારે તીર્થંકરનો જન્મ થાય છે ત્યારે એક ક્ષણ માટે નરકમાં પણ સુખ થઈ જાય છે, સઘળાં કષ્ટ સમાપ્ત થઈ જાય છે. જ્યારે તીર્થંકરનું નિર્વાણ થાય છે ત્યારે પણ સમગ્રલોકમાં સુખ અને શાંતિ વ્યાપી જાય છે. જે લોકમાં સુખનું સર્જન કરે, તમામ પ્રાણીઓને શાંતિ પ્રદાન કરે તે ત્રણે લોકનો ઈશ્વર બની શકે છે. બીજાઓને દુઃખ આપનાર, મુશ્કેલીઓમાં મૂકનાર ક્યારેય ત્રણે લોકનો સ્વામી બની શકતો નથી. ચક્રવર્તી છ ખંડોનો રાજા હોય છે, પરંતુ તે સુખ આપીને નથી બનતો. તે બીજાઓને દુઃખ આપીને, બીજાઓના અધિકારો છીનવીને છ ખંડનો રાજા બને છે. જે ડંડાના આધારે બીજાઓના સ્વત્વનું અપહરણ કરીને રાજા બને છે, તે ક્યારેય હૃદયથી સ્વીકાર્ય બનતો નથી. તીર્થંકર મૈત્રીનો એવો અજગ્ન પ્રવાહ પ્રવાહિત કરે છે કે સૌ કોઈ તેમનો સ્વીકાર કરી લે છે.
આપણે એ સચ્ચાઈનું અનુશીલન કરીએ કે, જે મૈત્રીનો પ્રવાહપ્રવાહિત કરે છે, તે બીજાઓના હૃદયમાં પોતાનું સ્થાન જમાવે છે. ખૂબ મહત્ત્વપૂર્ણ કાર્ય છે – બીજાઓના વૈષને સમાપ્ત કરીને મૈત્રીનું ઝરણું પ્રવાહિત કરવાનું. ૧૨૨ ભકતામર : અંતસ્તલનો સ્પર્શ
,
કરી તે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org